ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો.

ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો.

પ્રશ્ન .
ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો.
અથવા
ગરીબીનિર્મૂલન કાર્યક્રમો વિશે સવિસ્તર માહિતી આપો.
અથવા
ભારતમાં ગરીબી નિવારણ હેઠળ કયા કયા કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા તેનો ખ્યાલ આપો.
અથવા
ભારતમાં ગરીબી નિવારણ માટે સરકારે લીધેલાં પગલાઓની માહિતી આપો. ગરીબી નિવારણ કાર્યક્રમ” પર વિસ્તૃત નોંધ લખો.
અથવા
ઉત્તર:
ભારત સરકારે ગરીબીનિર્મુલન માટે પાંચ પ્રકારના કાર્યક્રમો બનાવ્યાઃ

  1. વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો,
  2. સ્વરોજગારીના કાર્યક્રમો,
  3. અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો,
  4. સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને
  5. શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો.

1. કૃષિવિકાસ માટેના કાર્યક્રમો અથવા યોજનાઓઃ
(i) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના : આ યોજના દ્વારા કૃષિઉત્પાદનના દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગોનો વિકાસ થાય, સિંચાઈની સવલતોમાં વધારો થાય, જળસંકટ નાથવા માટે નાના-મોટા ચૅકડેમો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીનાં જોખમો અને દેવાંથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડીને તેમને ગરીબીમાંથી ઉપર લાવવાનો પ્રયાસ છે.

(ii) પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાઃ આ યોજના ખેતસુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે છે. કૃષિપેદાશોના ભાવો સ્થિર રાખવા માટે સરકારે “ક્ષતિમુક્ત કૃષિભાવ પંચની રચના કરી છે.

(iii) રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમઃ આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી, હયાત કેનાલનાં માળખાં સુધારવા, જમીન-ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ટ્યૂબવેલ બનાવવા, ક્ષાર-પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત, તળાવોનું ખોદકામ, વૉટર શેડ વિકાસ, ટાંકી-નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનીકરણ, નહેરોનું બાંધકામ, બાગાયત કામ, ચેકડેમોનું બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવા પ્રયત્નો કરવામાં આવે છે.

(iv) ઈ-નામ્ યોજનાઃ આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિ પેદાશોના છે વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવાનો તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિબજાર ઊભું કર્યું છે. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઑનલાઇન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એ પેદાશોની કોઈ પણ જગ્યાએથી બોલી લગાવી શકે છે.

2. ગ્રામોદયથી ભારતઉદયઃ આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેયજળ ૨ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતાં તમામ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે. આ યોજનાનાં કામોમાં ગરીબોને ન્યૂનતમ વેતન આપવામાં આવે છે.

આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા તારની વાડ બાંધવા આર્થિક સહાય, અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ-ઉત્પાદન તથા પશુ-શેલ્ટર (આશ્રયસ્થાન) બાંધવા માટે સહાય, આધુનિક ટેકનોલૉજીથી વરસાદની આગાહી, જમીનનો સર્વે કરી તેનો રેકૉર્ડ રાખવાની જોગવાઈ, ખેતીનાં યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી, મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી વગેરેનો સમાવેશ થાય છે.

૩. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજનાઃ આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રે વિના અવરોધે 24 x 7 રાત-દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો, ઘરોમાં અને ખેતરોમાં રાહતદરે વીજળી પૂરી પાડવી, દેશભરમાં વીજળીની સુવિધા વિનાનાં 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા નવી લાઈનો અને નવાં વીજ સબસ્ટેશનો સ્થાપવાં તથા કૃષિક્ષેત્રનાં વીજળીનાં સાધનો ખરીદવાં તેમજ સૌરઊર્જા દ્વારા વીજળી મેળવવા અને સોલાર માટે ટેકનિક-સાધનો ખરીદવાં સબસિડીરૂપે સહાય પૂરી પાડીને ખેડૂતોની ગરીબી નિવારવા પ્રયાસો કરવામાં આવે છે.

4. આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના’:
આ યોજના હેઠળ કૃષિવિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે તેમજ વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય, સજીવ ખેતી ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે છે.

5. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહનઃ આ યોજના હેઠળ ખેતીની સામગ્રીની ખરીદી માટે ઓછા દરે ધિરાણ, ખેડૂતો માટે તાલીમી શિક્ષણની વ્યવસ્થા, ખેતપેદાશોના વેચાણ માટેની વ્યવસ્થા, પર્યાવરણની જાળવણી વગેરે સવલતો દ્વારા ગરીબ ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

6. પ્રધાનમંત્રી સડક યોજનાઃ આ યોજના હેઠળ ગામડાને નજીકનાં નાનાં-મોટાં શહેરો સાથે જોડવા એપ્રોચ રોડ બનાવવામાં આવે છે.

7. મા અન્નપૂર્ણા યોજના : આ યોજના હેઠળ રાજ્યનાં અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબીરેખા નીચે જીવતાં તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે. આ યોજના મુજબ મધ્યમવર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં ૨2 પ્રતિલિો, ચોખા ૨૩ પ્રતિકિલો અને જાડું અનાજ 1 પ્રતિકિલોના ભાવે આપવામાં આવે છે.

8. સાંસદ આદર્શ ગ્રામ યોજનાઃ આ યોજના હેઠળ દરેક સંસદસભ્ય પોતાના મતવિસ્તારના દત્તક લીધેલા ગામમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડીને તેમજ વિવિધ કામો દ્વારા રોજગારીની તકોનું નિર્માણ કરીને તેને “આદર્શ ગામ બનાવવાનું હોય છે.

9. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના– (MGNREGA): “આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ’ના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબદીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. કામ પૂરું પાડવામાં નિષ્ફળતા મળે, તો નિયમ મુજબ તેને ‘બેકારી ભથ્થુ પણ ચૂકવવામાં આવે છે.

10. મિશન મંગલમ્ આ યોજના હેઠળ રાજ્ય સરકાર ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોની મહિલા સભ્યોને સખીમંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને, તેમને તાલીમ આપીને, પાપડ-અથાણાં-અગરબત્તી બનાવવાના ગૃહઉદ્યોગ દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવે છે.

11. દતોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના આ યોજના હેઠળ રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળના કુટિર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બૅન્ક-લોનની સગવડ પૂરી પાડે છે.

12. જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વરોજગારની તકો પૂરી પાડવા એ વિસ્તારના બેરોજગારોને ઉદ્યોગો સ્થાપવા જમીન, યંત્રસામગ્રી, વીજળી વગેરે માટે સબસિડીરૂપે આર્થિક મદદ આપવામાં આવે છે. સરકારનો “સ્ટાર્ટ-અપ ઈન્ડિયા’ નામનો કાર્યક્રમ આ યોજનાનો જ એક ભાગ છે.

13. બાજપાઈ બેન્કેબલ યોજનાઃ આ યોજના હેઠળ જેમની ઉંમર 18થી 65 વર્ષની હોય અને ઓછામાં ઓછું 4થું ધોરણ પાસ કર્યું હોય એવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગારોને તાલીમ આપીને તથા વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ આપીને સ્વરોજગારી દ્વારા ગરીબી નિવારણ માટે પ્રયાસો કરવામાં આવે છે.

14 એગ્રો બિઝનેસ પૉલિસી 2018 દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસમાં મદદ કરવાની તેમજ ઍગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *