GPSC PT 2016 to 2023 Solved – ભારતીચ બંધારણ – 5
GPSC PT 2016 to 2023 Solved – ભારતીચ બંધારણ – 5
1. નીચેના પૈકી કોને ભારતની નાગરિકતાના અધિકાર નિયમનની સત્તા છે?
(A) કેન્દ્રીય મંત્રીમંડળ
(B) સંસદ
(C) સર્વોચ્ચ અદાલત
(D) કાયદા/વિધિ આયોગ
2. નીચેનામાંથી કયું તંત્ર મોટે ભાગે પ્રત્યાયુક્ત વિધાન વ્યવસ્થા થકી વર્ચસ્વ ધરાવે છે.
(A) વિધાનસભા (લેજિસ્લેચર)
(B) કાયદાકીય સમિતિઓ (લેજિસ્લેટિવ કમિટીસ)
(C) મુલકી સેવાઓ (સિવિલ સર્વિસ)
(D) મંત્રી પરિષદ (કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ)
3. નીચેનામાંથી કયા રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંત નથી ? રાજ્ય તેની ખાતરી કરવા :
(A) અસાંજેદારીની નાબૂદી કરે છે.
(B) ન્યાયપૂર્ણ અને માનવીય પરિસ્થિતિમાં કામ કરવાની તક પૂરી પાડે છે.
(C) સ્ત્રી અને પુરુષ માટે સમાન કામ માટે સમાન વેતન
(D) આજીવિકાનાં પર્યાપ્ત સાધનોના સમાન અધિકારો
4. જો એક અથવા વધુ રાજ્યની વિધાનસભાનું વિસર્જન થાય તો શું રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ શકે ?
(A) ના
(B) હા
(C) માત્ર અમુક સંજોગોમાં
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
5. ભારતના બંધારણ મુજબ નીચેના પૈકી કઈ જોગવાઈ શિક્ષણની દિશાસ્થિતિ ધારક છે?
(1) રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંત
(2) ગ્રામીણ અને શહેરી સ્થાનિક સંસ્થાઓ
(3) પાંચમી સૂચિ
(4) છઠ્ઠી સૂચિ
(5) સાતમી સૂચિ
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) 1 અને 2
(B) 1, 2 અને 5
(C) 3, 4 અને 5
(D) ઉપરોક્તમાંના બધાં જ
6. ઉચ્ચતમ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયાધીશ અને …….. નો સમાવેશ થાય છે.
(A) ઓછામાં ઓછા પાંચ અન્ય ન્યાયાધીશો
(B) બંધારણમાં નિર્દિષ્ટ એવા અન્ય ન્યાયાધીશો
(C) સંસદ દ્વારા નક્કી કરેલા અન્ય ન્યાયાધીશો
(D) રાષ્ટ્રપતિ દ્વારા નક્કી ક્રેલા અન્ય ન્યાયાધીશો
7. ભારતના સંવિધાનના પરિશિષ્ટમાં સમાવેશ ન થયેલ હોય તેવી ભાષાના અભ્યાસ, દસ્તાવેજીકરણ અને રક્ષણ માટે ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્રની કયા વર્ષમાં સ્થાપના કરવામાં આવેલ છે ?
(A) ઇ.સ. 1990
(B) ઈ.સ. 1995
(C) ઇ.સ. 1996
(D) ઈ.સ. 2000
8. ભારતના સંવિધાનના આમુખમાં નીચે પૈકી શાનો સમાવેશ થતો નથી ?
(A) સામાજિક ન્યાય
(B) ધર્મ અને ઉપાસનાની સમાનતા
(C) આર્થિક ન્યાય
(D) રાજકીય ન્યાય
9. ભારતના સંવિધાનના ભાગ-3 મૂળભૂત હક્કો અંતર્ગત અનુચ્છેદ-19(1) તથા 31 કયા બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે ?
(A) સોળમો
(B) બેતાળીસમો
(C) ચુંમાળીસમો
(D) છાંશીમો
10. ભારતના સંવિધાન હેઠળ નાગરિકોને કેટલા પ્રકારના સ્વાતંત્ર્યના હક્ક મળે છે ?
(A) છ
(B) સાત
(C) પાંચ
(D) આઠ
11. સંસદની રચનામાં શાનો સમાવેશ થાય છે ?
(A) લોકસભા
(B) લોકસભા અને રાજ્યસભા
(C) રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા
(D) રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા
12. ઉચ્ચતમ ન્યાયાલયની હકૂમત વધારવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોની છે ?
(A) રાષ્ટ્રપતિની
(B) વડા પ્રધાનની
(C) રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન બંનેની
(D) સંસદની
13. રાજ્યની વિધાનસભાએ અથવા વિધાન પરિષદવાળા રાજ્યમાં, રાજ્યના વિધાનમંડળનાં બંને ગૃહોએ પસાર કરેલ વિધેયક રાજ્યપાલને અનુમતિ માટે રજૂ કરવામાં આવે અને રાજ્યપાલનો એવો અભિપ્રાય થાય કે આ વિધેયક કાયદો બને તો ઉચ્ચ ન્યાયાલયની સત્તા એટલે સુધી ઘટી જશે કે તે ન્યાયાલયને સંવિધાનમાં આપવા ધારેલ સ્થાન જોખમાશે . તો આવા પ્રસંગે રાજ્યપાલ ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ કઈ કાર્યવાહી કરી શકે છે ?
(A) વિધેયકને અનુમતિ આપી શકે છે.
(B) તેઓનાં સલાહસૂચન સહિત વિધેયક ગૃહ/ગૃહોને પરત મોકલી શકે છે.
(C) વિધેયકને તેઓની પાસે કોઈ પણ નિર્ણય લીધા સિવાય રાખી શકે છે.
(D) રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે છે.
14. બે કે વધુ રાજ્યો તેમના જૂથ માટે એક લોક સેવા આયોગ રાખવાની સમજૂતી કરી શકશે તે અંગે નીચે દર્શાવેલ કોઈ સંવિધાનિક જોગવાઈ યોગ્ય છે ?
(A) રાષ્ટ્રપતિ વટહુકમ કરીને જોગવાઈ કરી શકે છે.
(B) સંસદ આગવી રીતે અલગથી કાયદો કરી શકે છે.
(C) બે કે વધુ રાજ્યો પૈકી દરેક રાજ્યના વિધાનમંડળનું ગૃહ કે બે ગૃહો હોય ત્યાં દરેક ગૃહ આ મતલબનો ઠરાવ કરે તો સંસદ સંયુક્ત લોકસેવા આયોગ નીમવા કાયદાથી જોગવાઈ કરી શકે.
(D) (A) અને (B) બંને રીતે જોગવાઈ થઈ શકે છે.
15. પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરિકતા અંગેની જોગવાઈ માટે ભારતના બંધારણનો કયો અનુચ્છેદ ?
(A) અનુચ્છેદ-5
(B) અનુચ્છેદ-7
(C) અનુચ્છેદ-6
(D) અનુચ્છેદ-9
16. નીચલી અદાલતે કરેલા નિર્ણય કે આદેશને રદ કરવા માટે કઈ રિટ કાઢવામાં આવે છે ?
(A) પ્રતિષેધ રિટ
(B) ઉત્પ્રેષણ રિટ
(C) પરમાદેશ રિટ
(D) અધિકાર પૃચ્છા રિટ
17. નીચેનામાંથી કયા શબ્દો ભારતના બંધારણના આમુખમાં સમાવિષ્ટ નથી ?
(A) વ્યક્તિનો ગર્વ અને નિષ્ઠા
(B) વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા
(C) સાર્વભૌમ, લોકશાહી, પ્રજાસત્તાક
(D) સમાજવાદી, બિનસાંપ્રદાયિક
18. “બેસ્ટ બેકરી કેસ” તરીકે જાણીતો થયેલો ચુકાદો કયો ?
(A) અરુણા રામચંદ્ર શાનબાગ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા
(B) બેનેટ કોલમેન એન્ડ કાં. વિ. યુનિયન ઓફ ઇન્ડિયા
(C) ઝહિરા શેખ વિ. સ્ટેટ ઓફ ગુજરાત
(D) મિરઝાપુર મોટી કુરેશી કસબ જમાત વિ. સ્ટેટ ઓફ ગુજરાત
19. ભારતીય ઇતિહાસ સંદર્ભે, પ્રાંતોમાંથી બંધારણીય સભાના સભ્યો …….
(A) સીધા તે પ્રાંતના લોકો દ્વારા ચૂંટાયેલા
(B) પ્રાંતીય વિધાનસભા દ્વારા ચૂંટાયેલા
(C) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા નામાંકિત થયેલા
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
20. લોકસભાના વિઘટન પર વિલય માટે નીચેના પૈકી કયું વિધેયક છે?
(A) લોકસભામાં ઉદ્ભવતું અને લોકસભામાં અનિર્ણિત વિધેયક
(B) રાજ્યસભામાં ઉદ્ભવતું અને રાજ્યસભામાં અનિર્ણિત વિધેયક
(C) લોકસભામાં પસાર થયેલું વિધેયક પરંતુ રાજ્યસભામાં અનિર્ણિત વિધેયક
(D) રાજ્યસભામાં પસાર થયેલું વિધેયક પરંતુ લોકસભામાં અનિર્ણિત વિધેયક
21. બંને ગૃહોની સત્તા સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
(A) સામાન્ય વિધેયક સંદર્ભે બંને ગૃહોની સમાન સત્તા છે.
(B) ધન વિધેયકના મામલે લોકસભાની સત્તા રાજ્યસભા કરતાં વધુ છે.
(C) વિત્ત વિધેયકના મામલે લોકસભાની સત્તા રાજ્યસભા કરતાં વધુ છે.
(D) બંધારણીય સુધારા વિધેયક મામલે બંને ગૃહોની સમાન સત્તા છે.
22. નીચેની કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?
(A) તારાંકિત પ્રશ્નો – પૂરક પ્રશ્નો પૂછી શકાય છે.
(8) ટૂંકી સૂચનાના પ્રશ્નો – પૂરક પ્રશ્નો પૂછી શકાય છે.
(C) અતારાંકિત પ્રશ્નો – પૂરક પ્રશ્નો પૂછી શકાય નહિ.
(D) પ્રશ્ન કાળ – શૂન્ય કાળના અંતેથી તુરંત શરૂ થાય છે.
23. હાલના પાકિસ્તાનમાં સામેલ છે એવા પ્રદેશમાંથી ભારતીય પ્રદેશમાં સ્થળાંતર કર્યું હોય, એમને માટે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકતાના અધિકારનું વિસ્તૃતીકરણ કરેલ છે?
(A) અનુચ્છેદ 5
(B) અનુચ્છેદ 6
(C) અનુચ્છેદ 7
(D) અનુચ્છેદ 8
24. ભારતીય બંધારણના 24મા સુધારાની માન્યતા જાળવવા માટે નીચેના પૈકી કયા મુકદ્દમાના કારણે અનુચ્છેદ 13(4) ને સામેલ કરવામાં આવ્યો છે ? જે દર્શાવે છે કે બંધારણની કેટલીક મૂળભૂત વિશેષતામાં સુધારો શક્ય નથી.
(A) ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય
(B) મીનરવા મિલ્સ વિરુદ્ધ ભારતીય સંઘ
(C) કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
25. ભારતીય બંધારણના અનુચ્છેદ 18 અનુસાર નીચેના પૈકી કયું સાચું છે?
(A) શિક્ષા અને સૈનિક ક્ષેત્રને છોડીને રાજ્ય દ્વારા બધી ઉપાધિઓનો અંત કરવામાં આવ્યો છે.
(B) કોઈ પણ વ્યક્તિ જે ભારતીય નાગરિક ન હોય તે વિદેશી રાજ્યની ઉપાધિના સ્વીકાર કરી શકે નહીં,
(C) કોઈ પણ ભારતીય નાગરિક, જ્યારે કૌઇ પણ લાભનું પદ ધરાવે છે, ત્યારે રાષ્ટ્રપતિની સંમતિ વિના કોઈ પણ વિદેશી રાજ્યની ઉપાધિ સ્વીકારી શકે નહીં.
(D) ઉપરોક્ત તમામ
26. અનુચ્છેદ 20(2) ……. સામે પ્રતિબંધ ફરમાવે છે,
(A) પ્રમાણપત્રના ફરજિયાતપણા
(B) બેવડા ખતરા
(C) કર્યાત્તર વિધિ
(D) ઉપરોક્તમાંથી કોઇ નહીં.
27. ભારતીય સંવિધાનના …… મુજબ પ્રદૂષણમુક્ત હવાનો અધિકાર છે.
(A) અનુચ્છેદ 19
(B) અનુચ્છેદ 20
(C) અનુચ્છેદ 21
(D) અનુચ્છેદ 22
28. અનુચ્છેદ 24 મુજબ કોઇ પણ બાળક જે …… વર્ષ નીચેનું હોય, તેને કોઈ પણ ફેક્ટરી, ખાણ અથવા જોખમી રોજગારમાં કામે રાખી શકાય નહીં.
(A) 12
(B) 14
(C) 16
(D) 18
29. ભારતીય સંવિધાન મુજબ અનુચ્છેદ 32ના કયા અધિકાર/અધિકારો અમલપાત્ર છે?
(A) બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારો
(B) બંધારણીય અધિકારો જે મૂળભૂત અધિકારનો દરજ્જો ધરાવતા નથી
(C) વૈધાનિક અધિકારો
(D) ગૌણ કાયદામાંથી પ્રવાહિત થતાં અધિકાસે
30. નીચેના પૈકી કયું/કયા ન્યાયાલયની સત્તા સંદર્ભ સાચું નથી?
(A) ન્યાયાલય અટકાયતનો સમયગાળો ઘટાડી શકતી નથી,
(B) ન્યાયાલય બંધારણની સુધારણાનું અમલીકરણ કરવા સરકારને ફરજ પાડશે નહીં
(C) ન્યાયાલય કાયદા અથવા ગૌણ કાયદા ઘડવા માટે દિશા નિર્દેશિત કરી શકે
(D) ઉપરોક્ત તમામ
31. નીચેનામાંથી કર્યુ ભારતીય બંધારણ હેઠળ ન્યાયિક સમીક્ષામાં યોગ્ય નથી?
(A). આર્થિક નીતિ સાથે સંબંધિત નથી
(B) માત્ર ભાવ ધરાવણી ન્યાયાલયના અધિકારક્ષેત્રમાં છે
(C) પ્રશ્ન મર્યાદામાં હકીકતનાં તારણો વાજબી પુરાવા ઉપર આધારિત છે કે કેમ અને શું આ તારણો જમીનના કાયદાઓ સાથે સુસંગત છે કે કેમ.
(D) અનુચ્છેદ 32 અને 226 મુજબ સુધારાની સીમામર્યાદા બહાર બંધારણનું મૂળભૂત લક્ષણ.
32. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવાયું છે કે, “ભારતના સમગ્ર પ્રદેશમાં તમામ માટે સમાન નાગરિક સંહિતા સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે.”
(A) અનુચ્છેદ 43
(B) અનુચ્છેદ 43A
(C) અનુચ્છેદ 44
(D) અનુચ્છેદ 45
33. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવાયું છે કે, “ભારત રાજ્યોનો સંઘ છે”
(A) અનુચ્છેદ 1(1)
(B) અનુચ્છેદ 2(A)
(C) અનુચ્છેદ 3(A)
(D) અનુચ્છેદ 4(1)
34. ભારતીય બંધારણનો કયો સુધારો આમુખમાં “સમાજવાદી” અને “બિનસાંપ્રદાયિક” શબ્દોનો ઉમેરો કરે છે?
(A) 41st સુધારો
(B) 42nd સુધારો 1976
(C) 43rd સુધારો 1977
(D) 44th સુધારો 1978
35. 211410el કાયદા પર મડાગાંઠને ઉકેલવા માટે સંસદનાં બે ગૃહોની સંયુક્ત બેઠકનું સંચાલન કોણ કરે છે?
(A) ભારતના રાષ્ટ્રપતિ
(B) ભારતના ઉપરાષ્ટ્રપતિ
(C) લોકસભાના સ્પીકર
(D) ભારતના પ્રધાનમંત્રી
36. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ રિટ (ન્યાયાલય આદેશ) મંજૂર કરવામાં આવે છે?
(A) અનુચ્છેદ 14
(B) અનુચ્છેદ 19
(C) અનુચ્છેદ 28
(D) અનુચ્છેદ 32
37. નીચેના પૈકી કયું / કયાનો સમાવેશ સર્વોચ્ચ ન્યાયાલયના મૂળ અધિકારક્ષેત્રમાં થાય છે?
(A) ભારત સરકાર અને એક અથવા વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ
(B) રાજ્યની વિધાનસભા અથવા સંસદના કોઈ ગૃહની ચૂંટણી અંગે વિવાદ
(C) ભારત સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચે વિવાદ
(D) બે કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે વિવાદ
38. આમુખ મુજબ ભારતીય બંધારણ તેની અધિકૃતતા ……. માંથી મેળવે છે.
(A) ભારતીય સંસ્કૃતિ
(B) ભારત સરકાર
(C) ભારતની પ્રજા
(D) ભારતીય સમાજ
39. ભારતીય બંધારણના આમુખને તેના …….. તરીકે વર્ણવેલ છે.
(A) બંધારણનો આત્મા
(B) આધાર-ખડક
(C) કરોડરજ્જુ
(D) માળખા
40. પોતાને સંબોધાયેલા રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપ-રાષ્ટ્રપતિએ ……. ને તરત કરવી પડશે.
(A) લોકસભાના અધ્યક્ષ
(B) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
(C) વડા પ્રધાન
(D) સંસદીય બાબતોના મંત્રી
41. રાષ્ટ્રપતિ ઉપર સંવિધાનના ઉલ્લંઘન માટે મહાઆરોપ મૂકવાના કિસ્સામાં નીચેના પૈકી કયું સાચું નથી?
(A) સંસદના બેમાંથી કોઈ પણ ગૃહ તહોમત મૂકી શકે છે.
(B) તહોમત મૂકવાની દરખાસ્તવાળો ઠરાવ ગૃહના સભ્યોની કુલ સંખ્યાના ઓછામાં ઓછો એક ચતુર્થાંશ સભ્યોની સહી સાથેનો હોવો જોઈએ.
(C) આવો ઠરાવ ઓછામાં ઓછી 7 દિવસની લેખિત નોટિસ આપ્યા બાદ રજૂ કરવામાં આવ્યો હોવો જોઈએ.
(D) આવો ઠરાવ ગૃહની કુલ સભ્યસંખ્યાની ઓછામાં ઓછી બે તૃતીયાંશ બહુમતીથી પસાર થયેલો હોવો જોઈએ.
42. મંત્રીમંડળે રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ, અને આપી હોય તો શી આપી હતી એ પ્રશ્નની ……
(A) ફક્ત સર્વોચ્ચ ન્યાયાલય તપાસ કરી શકશે.
(B) ફક્ત સર્વોચ્ચ ન્યાયાલયના હુકમના આધારે સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત થયેલા ન્યાયાધીશ તપાસ કરી શકશે.
(C) તકેદારી આયુક્ત તપાસ કરી શકશે.
(D) કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં.
43. સંસદના રાજ્યકક્ષાના મંત્રી …… ની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.
(A) જે તે ખાતાના કેબિનેટ કક્ષાના મંત્રી
(B) વડા પ્રધાન
(C) રાષ્ટ્રપતિ
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
44. ભારતના એટર્ની જનરલને …… નક્કી કરે તે મહેનતાણું મળશે.
(A) રાષ્ટ્રપતિ
(B) વડા પ્રધાન
(C) સર્વોચ્ચ અદાલત
(D) કાયદા મંત્રાલય
45. લોકસભા રાજ્યોમાંનાં પ્રાદેશિક મતદારમંડળોમાંથી સીધી ચૂંટણીથી ચૂંટાયેલા વધુમાં વધુ ……… સભ્યોની બનશે.
(A) 552
(B) 550
(C) 530
(D) 544
46. સંસદ કાયદો કરીને કટોકટીની ઉદ્ઘોષણાનો અમલ બંધ થયા પછી કોઈ સંજોગોમાં સંસદની મુદત …….થી વધુ લંબાવી શકશે નહીં.
(A) 3 મહિના
(B) 6 મહિના
(C) 9 મહિના
(D) એક વર્ષ
47. લોકસભાનું વિસર્જન થાય ત્યારે વિસર્જન પછીની લોકસભાની પહેલી બેઠક મળે ત્યાં સુધી, અધ્યક્ષ …….
(A) પોતાનો હોદ્દો ખાલી કરી શકશે નહીં.
(B) નો હોદ્દો ખાલી પડશે.
(C) નો હોદ્દો રાજ્યસભાના ઉપ-સભાપતિ સંભાળશે.
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
48. સંસદના બેમાંથી કોઈ ગૃહનો સભ્ય કોઈ પણ ગેરલાયકાતને આધીન બન્યો છે કે કેમ તે સંબંધી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્ન …… ને નિર્ણયાર્થે લખી મોકલવામાં આવશે અને તેમનો નિર્ણય આખરી ગણાશે.
(A) રાષ્ટ્રપતિ
(B) લોકસભાના અધ્યક્ષ
(C) સર્વોચ્ચ ન્યાયાલય
(D) કાયદા મંત્રાલય
49. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય આપ્યો કે આમુખને બંધારણનો ભાગ ગણી શકાય નહીં ?
(A) બેરૂબારી કેસ
(B) કેશવાનંદ ભારતી કેસ
(C) ગોલકનાથ કેસ
(D) મીનાક્ષી મિલ્સ કેસ
50. બંધારણના આમુખમાં પહેલો સુધારો કયો હતો?
(A) 26મો સુધારો
(B) 36મો સુધારો
(C) 42મો સુધારો
(D) 56મો સુધારો
51. રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર …….. છે.
(A) રાજકીય હક્ક
(B) મૂળભૂત હક્ક
(C) નાગરિક હક્ક
(D) સાંસ્કૃતિક હક્ક
52. મૂળભૂત ફરજોનું અમલીકરણ કરવા માટે …….
(A) બંધારણમાં કોઈ જોગવાઈ નથી તેમ જ તેનો ભંગ અટકાવવા બાબતની જોગવાઈ નથી.
(B) હાઈકોર્ટને સત્તા આપવામાં આવી છે.
(C) સુપ્રીમ કોર્ટને સત્તા આપવામાં આવી છે.
(D) કોઈ પણ અદાલત આદેશો આપી શકે છે.
53. પ્રધાનમંડળની કામગીરી અંગેની માહિતી અને વિગતો માંગવાનો રાષ્ટ્રના વડા તરીકે રાષ્ટ્રપતિને અધિકાર છે અને વડા પ્રધાનની તે આપવાની અનુચ્છેદ 78 પ્રમાણે બંધારણીય ફરજ છે. આમ છતાં, જો વડા પ્રધાન આવી ફરજ બજાવે નહીં તો તે કિસ્સામાં …….
(A) તેની સામે પગલાં લેવાનો કોઈ અધિકાર રાષ્ટ્રપતિને નથી.
(B) રાષ્ટ્રપતિ આવી માહિતી અને વિગતો સુપ્રીમ કોર્ટ મારફ્તે મેળવશે.
(C) રાષ્ટ્રપતિ આવી માહિતી અને વિગતો લોકસભાના સ્પીકર મારફ્તે મેળવશે.
(D) રાષ્ટ્રપતિ વડા પ્રધાનનું રાજીનામું માંગશે.
54. ભારતમાં આયોજનનો ખ્યાલ ……. માં જોવા મળે છે.
(A) આમુખ
(B) મૂળભૂત ફરજો
(C) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
(D) મૂળભૂત હક્કો
55. રાજ્યનું કોઈ કૃત્ય બંધારણની જોગવાઈ સાથે સુસંગત નથી એવી ફરિયાદ થાય, તો એ જોગવાઈઓના પ્રકાશમાં અવલોકન કરવાની સત્તા ………… ને છે.
(A) ફક્ત સુપ્રીમ કોર્ટ
(B) ફ્ક્ત હાઈકોર્ટ
(C) સુપ્રીમ કોર્ટ તેમ જ હાઈકોર્ટ
(D) રાષ્ટ્રપતિ
56. હાઈકોર્ટના ન્યાયાધીશની બદલી કોણ કરે છે ?
(A) કેન્દ્રનું ન્યાય અને કાયદા મંત્રાલય
(B) સંસદસભ
(C) સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
(D) રાષ્ટ્રપતિ
57. પૂર્વમંજૂરી સિવાય સદસ્ય કેટલા દિવસ વિધાનસભાની બેઠકમાં ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ થયેલું ગણાય છે ?
(A) 40
(B) 60
(C) 80
(D) 120
58. ઉપ (નાયબ) મુખ્યમંત્રીની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?
(A) કલમ – 164
(B) કલમ – 166
(C) કલમ – 174
(D) ઉપરમાંથી એકેય નહીં.
59. ક્યા ભંડોળમાંથી ખર્ચ કરવા માટે પ્રથમ સંસદની મંજૂરી લેવાની જરૂર પડે છે?
(A) એકત્રિત ભંડોળ
(B) આકસ્મિક ભંડોળ
(C) જાહેર હિસાબ
(D) ઉપરોક્ત તમામ
60. પ્રેસની સ્વતંત્રતા બંધારણના કયા અનુચ્છેદમાં છે ?
(A) અનુચ્છેદ 18 (સી)
(B) અનુચ્છેદ 19 (એ)
(C) અનુચ્છેદ 20(સી)
(D) અનુચ્છેદ 21 (એ)
61. 86મા બંધારણીય સુધારાથી કર્યો નવો અનુચ્છેદ બંધારણમાં ઉમેરાયો ?
(A) અનુચ્છેદ 14(બી)
(B) અનુચ્છેદ 18 (સી)
(C) અનુચ્છેદ 21 (એ)
(D) અનુચ્છેદ 24(બી)
62. અત્યાર સુધી રાષ્ટ્રીય કટોકટી ભારતમાં કેટલી વાર લગાવેલ છે ?
(A) એક વાર
(B) બે વાર
(C) ત્રણ વાર
(D) એક પણ વાર નહીં.
63. કાયદાની નજરે બધા નાગરિકો સમાન એમ બંધારણનો કો અનુચ્છેદ દર્શાવે છે ?
(A) અનુચ્છેદ – 14
(B) અનુચ્છેદ – 18
(C) અનુચ્છેદ – 24
(D) અનુચ્છેદ – 44
64. ભારતીય સંવિધાનના નીચેના પૈકી કયા અનુચ્છેદ અનુસાર, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ ધારાસભ્ય લાભનો હોદ્દો કરી શકતા નથી ?
(A) અનુચ્છેદ 102 (1)(a) અને 191(1)(a)
(B) અનુચ્છેદ 324 (1)(a) અને 326(1)(a)
(C) અનુચ્છેદ 176 (a) અને 178 (a)
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
65. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાકીય કટોકટી સંસદે …… સમયગાળા સુધીમાં માન્ય કરવી પડે છે.
(A) 3 મહિના
(B) 2 મહિના
(C) 6 મહિના
(D) 1 વર્ષ
66. નીચેના પૈકી કયો બંધારણીય સુધારો જનજાતિઓ માટે બઢતીમાં આરક્ષણની અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જોગવાઇ કરે છે?
(A) 80મો બંધારણીય સુધારા અધિનિયમ
(B) 85મો બંધારણીય સુધારા અધિનિયમ
(C) 90મો બંધારણીય સુધારા અધિનિયમ
(D) 95મો બંધારણીય સુધારા અધિનિયમ
67. ભારતીય લોકોને રાજકીય લોકશાહીની બાંયધરી ……. દ્વારા આપવામાં આવેલી છે.
(A) ન્યાયતંત્રની સ્વતંત્રતા
(B) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
(C) બંધારણમાં સમવાયીતંત્રનું સુયોજન
(D) મૂળભૂત અધિકારો
68. ભારતીય બંધારણમાં કાયદા સમક્ષ સમાનતા સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત અપવાદ છે ?
(A) રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ
(B) વિદેશી સાર્વભૌમત્વ માત્ર
(C) ફક્ત રાષ્ટ્રપતિ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
69. ‘સ્થાનિક સરકાર’ નીચેની પૈકી કઈ સૂચિમાં આવે છે ?
(A) સંઘ સૂચિ
(B) બાકી રહેલી સૂચિ
(C) રાજ્ય સૂચિ
(D) સહવર્તી સૂચિ
70. “ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા જાળવી રાખવી, તેનું રક્ષણ કરવું” તે માટેની જોગવાઈ નીચેના પૈકી કયામાં કરવામાં આવેલી છે ?
(A) બંધારણના આમુખમાં
(B) રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં
(C) મૂળભૂત અધિકારોમાં
(D) મૂળભૂત ફરજોમાં
71. સર્વોચ્ચ અદાલતે કયા મુકદ્દમામાં એવું કહ્યું છે કે, સંસદ કલમ 368 હેઠળ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે નહિ.
(A) શંકરી પ્રસાદ વિરુદ્ધ ભારત ગણરાજ્ય
(B) ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય
(C) સજ્જનસિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય
(D) કેશવનંદ ભારતી મુકદ્દમો
72. ભારતના નાગરિકનો કોઈ પણ અનુભાગ જો ભિન્ન ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ ધરાવે છે તેને :
(A) તેના સંરક્ષણનો મૂળભૂત અધિકાર છે.
(B) તેના સંરક્ષણનો કોઈ અધિકાર નથી.
(C) તેનાં સંરક્ષણ અને જાળવણી માટેનો સંપૂર્ણ પ્રતિબંધ છે.
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
73. નીચેના પૈકી કયામાં રાજ્યસભાના વિશિષ્ટ ક્ષેત્રાધિકાર છે ?
(A) કટોકટીની જાહેરાત
(B) રાજ્યોની રચના અને નાબૂદી
(C) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી
(D) રાજ્યસૂચિમાં સામેલ વિષય ઉપર કાયદો ઘડવા સાંસદને અધિકાર આપવા
74. નીચેનામાંથી કયો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદારમંડળનો ભાગ છે, પરંતુ તેના તહોમતનામા માટે ન્યાયાધિકરણનો ભાગ નથી ?
(A) લોકસભા
(B) રાજ્ય વિધાનસભાઓ
(C) રાજ્યસભા
(D) રાજ્ય વિધાન પરિષદ
75. લોકસભામાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષિત બેઠકવાળું રાજ્ય …….. છે.
(A) બિહાર
(B) ગુજરાત
(C) ઉત્તર પ્રદેશ
(D) મધ્ય પ્રદેશ
76. ભારતના એકત્રિત ભંડોળમાંથી, ભંડોળ ઉપાડની અધિકૃતતા ……. પાસેથી આવવી જરૂરી છે.
(A) ભારતના રાષ્ટ્રપતિ
(B) ભારતની સંસદ
(C) ભારતના પ્રધાનમંત્રી
(D) ભારતના વિત્તમંત્રી
77. આમુખમાં દર્શાવ્યા અનુસાર “અમારી સંવિધાન સભામાં …… ના રોજ આથી આ સંવિધાન અપનાવી, તેને અનધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ.”
(A) 26 ઓગસ્ટ, 1949
(B) 26 નવેમ્બર, 1949
(C) 26 જાન્યુઆરી, 1950
(D) 26 નવેમ્બર, 1950
78. અનામતની જોગવાઈઓ અનુસાર કોઈ વર્ષની વણવપરાયેલી ખાલી જગાઓ ત્યાર પછીના કોઈ વર્ષ અથવા વર્ષોમાં ભરવાની ખાલી જગ્યાઓ તરીકે રાજ્ય વિચારણામાં લઈ શકશે તેવી જોગવાઈ સંવિધાનમાં કયા વર્ષમાં કરવામાં આવેલ હતી ?
(A) 2000
(B) 2002
(C) 2001
(D) 2003
79. ભારતના સંવિધાનમાં રાજ્યનીતિના કુલ કેટલા માર્ગદર્શક સિદ્ધાંતો છે?
(A) 19
(B) 17
(C) 18
(D) 16
80. ભારતના સંવિધાનની જોગવાઈ અનુસાર દરેક રાજ્યને લોકસભાની બેઠકોની સંખ્યા એવી રીતે ફાળવવામાં આવશે કે તે સંખ્યા અને રાજ્યની વસ્તીનું પ્રમાણ શક્ય હોય ત્યાં સુધી, તમામ રાજ્યો માટે એકસરખું રહે, પરંતુ આ જોગવાઈ કોઈ રાજ્યની વસ્તી …… લાખથી વધુ ન હોય ત્યાં સુધી લાગુ પડતી નથી.
(A) નેવું
(B) સિત્તેર
(C) સાઠ
(D) એંસી
81. ભારતના ઉચ્ચતમ ન્યાયાલયમાં ન્યાયાધીશોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોની છે ?
(A) સંસદની
(B) રાષ્ટ્રપતિની
(C) ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિની
(D) ભારત સરકારના કાયદા મંત્રાલયની
82. કોઈ કાયદાના કે હકીકતના કોઈ પ્રશ્ન અંગે ઉચ્ચતમ ન્યાયાલય સાથે વિચાર-વિનિમય કરવાની સત્તા રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે ?
(A) અનુચ્છેદ 140
(B) અનુચ્છેદ 141
(C) અનુચ્છેદ 142
(D) અનુચ્છેદ 143
83. ભારતના સંવિધાનની જોગવાઈ રાષ્ટ્રીય આયોગ”માં અધ્યક્ષ, સભ્યો રાખવાના રહેશે ?
(A) બે
(B) ત્રણ
(C) ચાર
(D) પાંચ
84. કોઈ રાજ્યના લોક સેવા આયોગના સભ્યને નાદાર ઠરાવાય તો તેમને હોદ્દા પરથી કોણ દૂર કરી શકશે ?
(A) તે રાજ્યના રાજ્યપાલ
(B) તે લોકસેવા આયોગના અધ્યક્ષ
(C) તે રાજ્યના મુખ્યમંત્રી
(D) રાષ્ટ્રપતિ
85. નીચેના પૈકી કોણ ભારતમાં નવા પ્રદેશને ઉમેરવાનો અધિકાર ધરાવે છે ?
1. સંસદ
2. નવા પ્રદેશના લોકો
3. સર્વોચ્ચ અદાલત
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) માત્ર 1
(B) માત્ર 2
(C) 1 અને 2
(D) 2 અને 3
86. નીચે જણાવેલ મૂળભૂત અધિકારો પૈકીનો અપવાદ વિનાનો એકમાત્ર મૂળભૂત અધિકાર ક્યો છે ?
(A) અનુચ્છેદ 15
(B) અનુચ્છેદ 16
(C) અનુચ્છેદ 17
(D) કોઈ પણ નહીં.
87. રાજ્ય વિધાન પરિષદની રચના સંદર્ભે નીચેના પૈફી કયું વિધાન ખોટું છે ?
(A) એક તૃતીયાંશ (1/3rd) સભ્યો રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે.
(B) એક-બારાંશ (1/12th) સભ્યો રાજ્યના શિક્ષકો દ્વારા ચૂંટવામાં આવે છે, આ શિક્ષકો ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય છે અને માધ્યમિક સ્તરના શિક્ષક કરતાં ઓછી શ્રેણીનો દરજ્જો ધરાવતા નથી.
(C) એક-આઠાંશ (1/8th) સભ્યો રાજ્યના રાજ્યપાલ દ્વારા નામાંકિત થાય છે.
(D) એક તૃતીયાંશ (1/3rd) સભ્યો સ્થાનિક સંસ્થાના સભ્યો જેમ કે જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને અન્ય સ્થાનિક સંસ્થાઓ દ્વારા ચૂંટાય છે.
88. ભારતના સંવિધાનના આમુખમાં કયા વર્ષમાં બંધારણીય સુધારો કરવામાં આવેલ હતો ?
(A) ઈ.સ. 1974
(B) ઈ.સ. 1975
(C) ઈ.સ. 1976
(D) ઈ.સ. 1977
89. રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્રમાં મુખ્યમંત્રીને સષ્ટ્રપતિ નીમશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ?
(A) 239
(B) 239 કક (S)
(C) 240
(D) 237
90. ભારતના સંવિધાનમાં ભાગ-4 ક માં પ્રથમ વખત કેટલી મૂળભૂત ફરજોનો સમાવેશ થયેલ હતો ?
(A) 10
(B) 9
(C) 8
(D) 11
91. ભારતના સંવિધાનના ભાગ-૩ માંથી મિલકત વસાવવાના મૂળભૂત હક્કને કયા વર્ષમાં દૂર કરેલ છે ?
(A) ઈ.સ. 1976
(B) ઈ.સ. 1978
(C) ઈ.સ. 1980
(D) ઈ.સ. 1975
92. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશોનો પગાર નિયત કરવાની સત્તા કોની છે ?
(A) રાષ્ટ્રપતિ
(B) વડા પ્રધાન
(C) સંસદ
(D) ભારત સરકારનું નાણાં મંત્રાલય
93. કાયદા કરતી વખતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ રહેશે તેવી જોગવાઈ –
(A) સંસદે કાયદાથી કરેલ છે.
(B) ભારતના સંવિધાનમાં છે.
(C) નામદાર સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી પ્રસ્થાપિત થયેલ છે.
(D) ભારતના સંવિધાનમાં થયેલ નથી.
94. ભારતના સંવિધાનની કઈ અનુસૂચિમાં જણાવેલ યાદીની બાબતોના સંબંધમાં રાજ્ય વિધાનમંડળ કાયદાથી પંચાયતોની સત્તા અને જવાબદારીઓની વહેંચણી માટેની જોગવાઈ કરી શકે છે ?
(A) આઠમી
(B) નવમી
(C) દસમી
(D) અગિયારમી
95. ભારતીય સંવિધાનની પ્રસ્તાવનામાં નીચેના વિકલ્પો પૈકી કયા વિકલ્પના શબ્દો સાચા ક્રમમાં છે ?
(A) લોકશાહી, સમાજવાદી, સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક ગણતંત્ર
(B) સમાજવાદી, સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક ગણતંત્ર, લોકશાહી
(C) સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, ગણતંત્ર
(D) બિનસાંપ્રદાયિક, લોકશાહી, સાર્વભૌમ, ગણતંત્ર
96. ભારતીય સંવિધાને …….. માંથી અધિકૃતતા મેળવેલ છે.
(A) ભારતીય સંસ્કૃતિ
(B) ભારત સરકાર
(C) ભારતના લોકો
(D) ભારતીય સમાજ
97. નીચેના પૈકી કયુ ‘સંવિધાનના આત્મા’ તરીકે ઓળખાય છે ?
(A) મૂળભૂત અધિકારો
(B) મૂળભૂત કર્તવ્યો
(C) રાજ્યના નીતિનિર્દેશક સિદ્ધાંતો
(D) પ્રસ્તાવના
98. સામાન્ય કાયદા મડાગાંઠ વિઘટન માટે સંસદનાં બે ગૃહોની સંયુક્ત બેઠકના અધ્યક્ષસ્થાને નીચેના પૈકી કોણ નિયમન કરે છે ?
(A) ભારતના રાષ્ટ્રપતિ
(B) ભારતના ઉપરાષ્ટ્રપતિ
(C) લોક્સભાના અધ્યક્ષ
(D) ભારતના પ્રધાનમંત્રી
99. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 79 મુજબ સાંસદ સંઘમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?
(A) સંસદનું ઊપલું સદન
(B) લોકસભા અને રાજ્યસભા
(C) રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
100. નીચેના પૈકી કયા સંદર્ભે સંસદ આંતરરાષ્ટ્રીય સંધિઓ અમલમાં મૂકવા માટે સમગ્ર ભારત અથવા તેના કોઈ પણ ભાગ માટે કાયદો ઘડી શકે છે ?
(A) તમામ રાજ્યોની સંમતિ સાથે
(B) મોટા ભાગના રાજ્યની સંમતિ સાથે
(C) સંબંધિત રાજ્યોની સંમતિ સાથે
(D) કોઈ પણ રાજ્યની મંજૂરી વિના
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here