GPSC PT 2016 to 2023 Solved – અર્થશાસ્ત્ર – 1
GPSC PT 2016 to 2023 Solved – અર્થશાસ્ત્ર – 1
1. નાણાકીય નીતિ (Monetary Policy) …….. છે, જ્યારે નાણાં નીતિ (Fiscal Policy) …….. છે.
(A) અંદાજપત્ર, નાણામંત્રી ઘડે
(B) અંદાજપત્ર, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે
(C) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે, અંદાજપત્ર
(D) વિદેશ નાણાં નીતિ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે
2. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વેપારી બેન્કોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને …….. કહેવાય.
(A) રેપો રેટ
(B) રિવર્સ રેપો રેટ
(C) બેંક રેટ
(D) કોઈ પણ નહીં
3. વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ (IRDA)ના કાર્યો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) વીમા કંપનીઓ પર ફી અને અન્ય ચાર્જ લગાવવા
(B) વીમા કંપનીઓ પાસેના ભંડોળનું મૂડીરોકાણ કેવી રીતે કરવું તેના પર નિયમન રાખવું
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
4. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. નાણાં પંચની ભલામણો મુજબ જે નાણાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મળે છે તેનો ખર્ચ ભલામણમાં સૂચવ્યા મુજબની શરતોને આધીન કરવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો બંધાયેલા છે.
2. 15મું નાણાં પંચ 2021-22 થી 2025-26 નો સમયગાળો આવરી લેશે.
3. 14મા નાણાં પંચે વહેંચણીપાત્ર ભંડોળ (divisible pool)માંથી રાજ્યોનો હિસ્સો 32% થી વધારી 42% કરવા ભલામણ કરી છે.
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
5. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્ષ (ST) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. STT પ્રત્યક્ષ કર (direct tax) છે.
2. તેની ચુકવણી સિક્યુરિટી વેચનારે જ કરવાની હોય છે.
3. તે સ્રોત ઉપર જ ઉઘરાવવામાં (TS – Tax Collected at Source) આવે છે.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
6. સરકારની મહેસૂલી આવકમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?
1. પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાની આવક
2. વિવિધ પ્રકારની ફી અથવા દંડ પેટે મળેલ આવક
3. ટ્રેઝરી બિલોના વેચાણ અન્વયે મળેલ આવક
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફ્ક્ત 1 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
7. ……. એ સ્વતંત્ર જાહેર દેવાં સંચાલન એજન્સી ભલામણ કરી છે.
(A) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
(B) નાણાં મંત્રાલય
(C) નીતિ આયોગ
(D) રાષ્ટ્રપતિ
8. એસ.ઈ.ઝેડ. (SEZ) નીતિ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) SEZ ને મિનિમમ ઓલટરનેટિવ ટેક્ષ (MAT)ની આપેલી કરમુક્તિ પરત લઈ લેવામાં આવી છે.
(B) તાજેતરમાં SEZ નીતિ લંબાવીને 31-03-2025 કરવામાં આવી છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
9. વિદેશ વ્યાપાર નીતિ 2015-2020 અન્વયે નીચેના પૈકી કઈ નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો ?
1. Merchandise Exports from Indian Scheme (MEIS)
2. Service Imports to India Scheme (SIIS)
3. Merchandise Imports to India Scheme (MIIS)
4. Service Exports from India Scheme (SEIS)
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 2 અને 4
(D) ફક્ત 1 અને 4
10. ગુજરાતના સહકારી ક્ષેત્ર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) તે મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ સહકારી બેંકો ધરાવે છે.
(B) રાજ્યમાં તમામ ખાંડ એકમો સહકારી ક્ષેત્રમાં છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
11. થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર (TPA) નો પરવાનો ……. આપે છે.
(A) વીમા કંપની
(B) સર્વેયર
(C) કેન્દ્ર સરકાર
(D) IRDA
12. નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં એલન માને અને અશોક રુદ્ર મોડલનું અનુસરણ કરવામાં આવ્યું હતું ?
(A) ત્રીજી પંચવર્ષીય યોજના
(B) ચોથી પંચવર્ષીય યોજના
(C) પાંચમી પંચવર્ષીય યોજના
(D) સાતમી પંચવર્ષીય યોજના
13. બ્રેન્ટ સૂચિ …………. સાથે સંબંધિત છે.
(A) ક્રૂડ તેલની કિંમતો
(B) તાંબાના વાયદાનો ભાવ (ફ્યુચર પ્રાઈસ)
(C) સોનાના વાયદાનો ભાવ (ફ્યુચર પ્રાઈસ)
(D) શિપિંગ રેટ ઈન્ડેક્ષ
14. કેન્દ્ર સરકારના અંદાજપત્રના ચાલુ ખાતામાં ખર્ચની સૌથી મોટી બાબત ……. હોય છે.
(A) સંરક્ષણ ખર્ચ
(B) સબસિડી
(C) વ્યાજની ચુકવણી
(D) સામાજિક સેવાઓનો ખર્ચ
15. રાજકોષીય ખાધ (Fiscal deficit)માંથી વ્યાજની જવાબદારીઓ બાદ કર્યા પછી બાકી રહેતી ખાધને …… કહે છે
(A) મહેસૂલી ખાધ
(B) મૂડી ખાધ
(C) અંદાજપત્રીય ખાધ
(D) પ્રાથમિક ખાધ
16. એક વર્ષ કે તેથી ઓછા સમયની પરિપક્વતા (maturity) ધરાવતા સરકારના દેવાંની જવાબદારીઓને ……. કહે છે.
(A) કોમર્શિયલ પેપર્સ
(B) કોમર્શિયલ ડિપોઝિટ
(C) તિજોરી બીલ
(D) ડિપોઝિટનું પ્રમાણપત્ર
17. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઉપર પ્રતિબંધો બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે
1. તે વાણિજ્ય બેંકો સાથે હરીફાઈ કરી શકશે નહીં.
2. તે થાપણો ઉપર વ્યાજ ચૂકવશે નહીં.
3. તે સીધી અથવા આડકતરી રીતે વેપાર કરી શકશે નહીં.
(A) ફક્ત 1 અને 2
(B) ફ્ક્ત 1 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને ૩
18. ઈરડા (IRDA) નિયમનો હેઠળ રિન્યુઅલ (Renewal) માટે પોલિસી સમાપ્ત થયાની તારીખ બાદે ફેટલો સમય “ગ્રેસ પિરિયડ” તરીકે આપવામાં આવે છે ?
(A) 10
(B) 30
(C) 45
(D) 15
19. સહકારી બેંકોમાં નોન રેસિડન્ટ એક્સટર્નલ ડિપોઝિટ (NRE) ખાતામાં મૂકેલી થાપણો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
(A) NRE થાપણો ઉપર મળતાં વ્યાજનો દર સ્થાનિક થાપણો ઉપર મળતાં વ્યાજ (સ્થાનિક રૂપિયાના ચલણની સરખામણીમાં) કરતાં વધુ હોઈ શકે.
(B) NRE થાપણો ઉપર મળતાં વ્યાજનો દર સ્થાનિક થાપણો ઉપર મળતાં વ્યાજ (સ્થાનિક રૂપિયાના ચલણની સરખામણીમાં) કરતાં વધુ ન હોવો જોઈએ.
(C) NRE બચત થાપણો ઉપર સહકારી બેંક, સીધી કે આડકતરી રીતે, પૂર્વાધિકાર લિયન (lien) મૂકવાની સત્તા ધરાવે છે.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
20. નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજના દરમિયાન ભારત સરકારે ભારતમાં સેન્દ્રીય ખેતીના ઉત્પાદન, પ્રોત્સાહન અને બજાર વિકાસ માટે સેન્દ્રીય ખેતી માટેના રાષ્ટ્રીય પ્રોજેક્ટનો અમલ કર્યો ?
(A) નવમી યોજના
(B) દસમી યોજના
(C) અગિયારમી યોજના
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
21. જાહેર ક્ષેત્રના સુધારા અને વિનિવેશ (disinvestment) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. સંદગી કરેલા જાહેર ક્ષેત્રોના એકમોના શેર વેચવા વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી.
2. જાહેર ક્ષેત્રના એકમો ખાનગી ક્ષેત્રની કંપનીને વેચવા વિનિવેશની બીજી પદ્ધતિ હતી.
3. प्रथम પદ્ધતિ 1991-92થી 1998-99ના સમયગાળા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવી હતી.
4. બીજી પદ્ધતિ 1999-2000થી 2003-04ના સમયગાળા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવી હતી.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1, 2 અને 4
(D) માત્ર 1 અને 3
22. Nssoની વ્યાખ્યા મુજબ નીચેના પૈકી કઈ બેરોજગારીની વિભાવના નથી ?
(A) સામાન્ય સ્થિતિ બેરોજગારી
(B) બેરોજગારીની વર્તમાન સાપ્તાહિક સ્થિતિ
(C) બેરોજગારીની વર્તમાન દૈનિક સ્થિતિ
(D) બેરોજગારીની વર્તમાન માસિક સ્થિતિ
23. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ભારતમાં રેપો રેટ એ રિવર્સ રેપો રેટ કરતાં ઓછો છે.
2. ભારતમાં બેંક રેટ એ રેપો રેટ કરતાં વધુ છે.
3. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve.Ratio)રેપો રેટ કરતાં ઓછો છે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 1 અને 3
(C) માત્ર 1 અને 2
(D) માત્ર 2 અને 3
24. સરકારની ખર્ચ નીતિ …….. જ હોવી જોઈએ.
(A) સ્થિતિસ્થાપક (Elastic)
(B) બિનસ્થિતિસ્થાપક (Inelastic)
(C) ચુસ્ત (Rigid)
(D) અચળ (Constant)
25. અનુત્પાદીકરણ (Sterilization) શબ્દ દ્વારા RBI ……. નો સંદર્ભ કરે છે.
(A) અર્થતંત્રમાં ઊંચા NPAsની અસરને નિર્મૂળ કરવા માટેની કામગીરી
(B) અર્થતંત્રમાં વિદેશી રોકાણના વધુ પડતાં ધસારાને અંકુશમાં રાખવા માટેની કામગીરી
(C) ચાલુ ખાતાની મોટી ખાધ (high current account deficlt)ને નિયંત્રિત કરવાની કામગીરી
(D) અર્થતંત્રમાં નાણાકીય મોટી ખાધને (high fiscal deficit) નિયંત્રિત કરવાની કામગીરી
26. સેન્સેક્સમાં વધારાનો અર્થ ……. છે.
(A) બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને તેની શાખાઓમાં નોંધણી થયેલી તમામ કંપનીઓના શેરની કિંમતમાં વધારો
(B) નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નોંધણી થયેલા તમામ કંપનીના શેરના ભાવમાં વધારો
(C) બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીઓના જૂથની કંપનીઓ તરીકે નોંધણી થયેલી તમામ કંપનીઓના શેરના ભાવમાં વધારો
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
27. આર્થિક સુધારાની શરૂઆત 1991માં કરવામાં આવી અને નિકાસ વધારવામાં આવી. તેની સાથે સાથે આયાતમાં પણ ….. હેતુથી ઉદારીકરણ કરવામાં આવ્યું.
(A) ઓછી પડતર કિંમતના માલનું ઉત્પાદન
(B) ઘરેલું બજારમાં સ્પર્ધા ઊભી કરવાના
(C) તકનિકી સુધારા લાવવાના
(D) માંગના ઘટાડાને પહોંચી વળવાના
28. વસ્તુ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન x પ્રવર્તમાન ભાવ = …… અને વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × આધાર વર્ષની કિંમત =
(A) વાસ્તવિક GDP અને નોમિનલ GDP
(B) નોમિનલ GDP અને વાસ્તવિક GDP
(C) વાસ્તવિક GDP અને એકંદર મૂલ્યવર્ધન
(D) નોમિનલ GDP અને એકંદર મૂલ્યવર્ધન
29. સમાવર્તી વૃદ્ધિ (Inclusive growth) બાબતે નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. સમાવર્તી વૃદ્ધિ દરેકને તેમના આર્થિક વર્ગને ધ્યાનમાં લીધા સિવાયની વૃદ્ધિમાં સમાવેશ કરે છે.
2. સમાવર્તી વૃદ્ધિ અભિગમ ટૂંકાગાળાના પરિપ્રેક્ષ્યમાં હોય છે.
3. સમાવર્તી વૃદ્ધિ ઉત્પાદકીય રોજગારીને બદલે આવક વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 2
(D) માત્ર 1
30. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી ?
(A) આબકારી જકાત (Excise duty) – તે કોઈ પણ વસ્તુના ઉત્પાદન સમયે લેવામાં આવતો પરોક્ષ કર છે.
(B) મૂલ્યવર્ધિત કર (VAT) – આંતરરાજ્ય વેચાણ પર લેવામાં આવતા વેચાણવેરાને મૂલ્યવર્ધિત કહે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
31. બજેટ પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મહેસૂલી બજેટમાં એવી લેવડદેવડનો સમાવેશ થાય છે કે જેની અસર એક વર્ષ સુધીની હોય છે.
2. મૂડી બજેટમાં એવી લેવડદેવડનો સમાવેશ થાય છે કે જેની અસર એક વર્ષ કરતાં વધુ સમયની હોય છે.
3. મહેસૂલી બજેટ એ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ બંનેનો સમાવેશ કરે છે, જ્યારે મૂડી બજેટ એ માત્ર ખર્ચનો સમાવેશ કરે છે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 2 અને 3
(D) માત્ર 1 અને 3
32. સમાજના વિવિધ વર્ગોના લોકો ઉપર ફુગાવાની નીચેના પૈકી કઈ અસરો છે ?
1. ફુગાવા દરમિયાન દેવાદારોને ફાયદો થાય છે અને લેણદારોને નુકસાન વેઠવું પડે છે.
2. પગારદાર વર્ગની વ્યક્તિઓની ખરીદશક્તિમાં વધારો થાય છે.
3. ફુગાવા દરમિયાન બાંધી આવકના વ્યક્તિઓને નુકસાન વેઠવું પડે છે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 2 અને 3
33. ધ યુનિક આઈડેન્ટિફ્ટેિશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
(A) આધાર અધિનિયમ 2016ની જોગવાઈઓ હેઠળ આ પ્રાવધિકરણ એ વૈધાનિક પ્રાવધિકરણ bla તરીકે રચવામાં આવ્યું.
(B) તેની સ્થાપના પહેલાં UIDAI એ આયોજન પંચની કચેરી હેઠળ હતું.
(C) UIDAI 8 ક્ષેત્રીય કચેરીઓ અને બે ડેટા કેન્દ્રો ધરાવે છે.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
34. જાહેર ક્ષેત્રની બેંકો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) બેંકિંગ કંપનીઝ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકિંગ્સ) એક્ટ, 1970માં સુધારા કરવામાં આવશે.
(B) બેંકિંગ કંપનીઝ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકિંગ્સ) એક્ટ, 1980માં સુધારા કરવામાં આવશે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
35. ચુકવણી બેંકો (Payments banks) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(A) વ્યક્તિગત ગ્રાહકદીઠ ર્ 10,00,000ની મહત્તમ સિલક સુધીની માંગ થાપણો સ્વીકારે છે.
(B) ATM / ડેબિડ કાર્ડ જારી કરી શકે, ચુકવણા તથા પ્રેષિત રકમ (remittance) સેવાઓ આપી શકે.
(C) RBI સાથે રોકડ અનામત ગુણોત્તર (cash reserve ratio) જાળવવો જરૂરી નથી.
(D) ઉપરોક્ત તમામ.
36. બિનઉત્પાદક અસ્કયામતો (Non-Performing Assets) ઘટાડવા માટે ભારત સરકારે 4R વ્યૂહરચના અનુસરી છે. આ ચાર 4R ……. દર્શાવે છે.
(A) Recognitłon, Resolution, Recapitalisation and Reforms
(B) Refinancing, Reforms, Recapitalisation and Redefining
(C) Recognition, Reporting, Restrictions and Reforms
(D) Recognition, Repurchase, Reforms and Rendering
37. તિજોરી બિલો (Treasury Bills) વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તિજોરી બિલો ખૂબ જ તરલ (liquid) છે.
2. આ બિલો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવે છે.
3. માત્ર RBI અને વ્યાપારી બેંકો આ તિજોરી બિલો ખરીદી શકે છે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1
(D) માત્ર 1 અને 3
38. શેર વિશે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) ઇક્વિટી શેર તેમના ધારકને કંપનીમાં થતી કમાણી અને નફામાં સહભાગી થવાનો અધિકાર આપે છે.
(B) પ્રેફરન્સ શેર તેમના ધારકોને માત્ર ડિવિડન્ડ કમાવવાનો જ અધિકાર આપે છે કે જે નિયત કરેલું હોય છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
39. નીચેના પૈકીની કઈ કાર્યવાહી અર્થતંત્રમાં નાણાં ગુણક (money multiplier)માં વધારા તરફ દોરી જશે ?
(A) વસ્તીના બેંકિંગ વલણમાં વધારો
(B) રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio)માં વધારો
(C) દેશની વસ્તીમાં વધારો
(D) વૈધાનિક પ્રવાહિત ગુણોત્તર (statutoryfqudity ratio)માં વધારો
40. ઔદ્યોગિક કામદારોના ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક ક્રમાંકની સ્પષ્ટતા નીચેના પૈકી કોણ કરે છે ?
(A) ભારતીય રિઝર્વ બેંક
(B) નાણાં મંત્રાલય.
(C) સામાજિક ન્યાય મંત્રાલય,
(D) મજદૂર બ્યૂરો
41. ભારતની પંચવર્ષીય યોજનાઓનો સંદર્ભમાં ……. પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકીકરણની પદ્ધતિમાં ભારે ઉદ્યોગોને ઓછું મહત્ત્વ અને માળખાગત સુવિધાઓને વધુ મહત્ત્વ આપવાનો બદલાવ શરૂ થયો.
(A) ચોથી
(B) છઠ્ઠી
(C) સાતમી
(D) આઠમી
42. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) બાતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(A) 2019 પછી નિયત હિસ્સા (quota) અને મતની સહભાગિતા (Vote share)ના સંદર્ભે ચીન સૌથી મોટા સદસ્ય તરીકે ઉભરી આવેલ છે.
(B) ભારત 2.76% નિયત હિસ્સો (quota) અને 2.64% મતની સહભાગિતા (Vote sharey ધરાવે છે.
(C) IMF બિનસભ્ય દેશોને પણ લોન પૂરી પાડી શકે છે.
(D) ઉપરોક્ત તમામ
43. બાહ્ય વ્યાપારી ૠણ (External Commerclal Borrowings) (ECBs) …….. દ્વારા વધારી શકાય છે.
(A) FDI મેળવવાપાત્ર તમામ કંપનીઓ
(B) બંદર વ્યવસ્થા મંડળ (Port Trusts)
(C) એક્ઝિમ (EXIM) બેંક ઓફ ઇન્ડિયા
(D) ઉપરોક્ત તમામ
44. સીધા વિદેશી રોકાણો (FDI) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) રોકડ પણ ચુકવણીની ગ્રાહ્ય પદ્ધતિ છે.
(B) અસુચિબદ્ધ (unsted) કંપનીમાં કોઈ પણ રોકાણને પણ FDI તરીકે ગણી શકાય.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
45. ભારતની સીધા વિદેશી રોકાણ નીતિ હેઠળ સ્વચાલિત માર્ગ (automatic route)નો અર્થ …….. થાય.
(A) બિનનિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે.
(B) બિનનિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવાની આવશ્યકતા નથી.
(C) બિનનિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીને સ્વચાલિત માર્ગ (automatic route) હેઠળ મંજૂરી મળતી નથી.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
46. વસ્તુ અને સેવા કર બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
(A) તે ગંતવ્યસ્થાન આધારિત છે.
(B) તે ઉદ્ભવસ્થાન આધારિત છે.
(C) તે પરોક્ષ કરવેરો છે.
(D) તે વપરાશ / ઉપભોક્તા વેરો છે.
47. નીચેના પૈકી ક્યું ભારતના વિદેશી હૂંડિયામણ અનામતનો અંગભૂત ભાગ નથી?
(A) વિદેશી ચલણ સંપત્તિ (Foreign currency assets)
(B) સોનાની અનામત (Gold reserves)
(C) ખાસ ઉપાડ અધિકારી (Special Drawing Rights)
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં,
48. ભારતમાં ……… વેરા સિવાયના તમામ પરોક્ષ કરવેરા GST હેઠળ સમાવિષ્ટ થઈ જાય છે.
(A) મૂલ્યવર્ધિત કર
(B) સુખસુવિધા કર (Luxury Tax)
(C) આબકારી જકાત
(D) સીમા શુલ્ક
49. રાષ્ટ્રીય કૃષિ નીતિ 2000 …….. ને જમીન સુધારણા માટેના પગલાં તરીકે અગત્યતા આપે છે.
(A) ગણોત સુધારા
(B) સહકારી ખેતી
(C) જમીન ખાતાઓનું એકત્રીકરણ
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
50. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (Statutory iquidity Ratio) 70 બેઝીસ પોઇન્ટ સુધી ઘટાડ઼ે ત્યારે નીચેના પૈકી કયું થવાની સંભાવના રહે છે ?
(A) ભારતનું કુલ સ્થાનિક ઉત્પાદન (6ross Domestic Product)માં તીવ્ર વધારો થાય છે.
(B) શેડ્યુલ્ડ વાણિજ્ય બેંકો તેમનો ધીરાણ દર ઘટાડી શકે છે.
(C) વિદેશી સંસ્થાકીય રોકાણકારો (Foreign Institutional Investors) દેશમાં વધુ મૂડી લાવી શકે છે.
(D) ઉપરોક્ત તમામ
51. જ્યારે આર્થિક સુધારા દાખલ કરવામાં આવ્યા ત્યારે નીચેના પૈકી કઈ ગતિવિધિ 1991 દરમિયાન ધ્યાને આવેલ ન હતી ?
(A) જાહેર દેવું ભારતના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)ના લગભગ 60 ટકા હતું.
(B) ફુગાવાએ બે અંકોને પાર કર્યો હતો.
(C) વિદેશી અનામત ખૂબ જ ઉચ્ચ સ્તરે જાળવવામાં આવ્યા હતા.
(D) નિયંત્રણ અને લાયસન્સનો પ્રભાવ હતો.
52. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) બાબતે નીચેના પૈકી કર્યું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
(A) તે બેંકે પોતાની પાસે અનામત તરીકે રાખવાની થતી થાપણોની ટકાવારી છે.
(B) તમામ વાણિજ્ય બેંકો માટે રીક્ડ અનામત ગુણોત્તરની જરૂરિયાતો જાળવવી ફરજિયાત છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
53. અર્થશાસ્ત્રમાં, “બલૂન ચુકવણી (Balloon Payment)”ના સંદર્ભ ……. છે.
(A) લોનની પરત ચુકવણી કરવામાં છટકી જવું
(B) ચેક દ્વારા થયેલ ચુકવણી
(C) ડિજિટલ ચુકવણી
(D) બલૂન ચુકવણી એટલે લોન સાથે જોડાયેલ એકસામટી (lump sum) ચુકવણી
54. નીચેના પૈકી કયા પ્રકારનો કરવેરો ભારતમાં વ્યક્તિગત આવકવેરાને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે ?
(A) પ્રાગતિક કરવેરા (Progressive Taxation)
(B) પ્રતિકારક કરવેરા (Regressive Taxation)
(C) પ્રમાણસર કરવેરા (Proportional Taxation)
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
55. નીચેના પૈકી કયું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું માત્રાત્મક શાખ નિયંત્રણ (Quantitative Credit Control) સાધન નથી ?
(A) બેંક દર (Bank rate)
(B) ખુલ્લા બજારની કામગીરી (Open market operations)
(C) વૈધાનિક પ્રવાહિતા જરૂરિયાતો (statutory Liquidity Requirements)
(D) ગાળાની જરૂરિયાતો (Margin requirement)
56. ભારત સરકારે ગરીબી રેખાની માપણી ……. ના રૂપમાં કરવાનો નિર્ણય કર્યો છે.
(A) ઘરેલુ વપરાશ
(B) ઘરેલુ બચત
(C) ઘરેલુ રોકાણ
(D) કોઇ પણ નહીં
57. BASEL ધારાધોરણો ……. ને લગતાં છે.
(A) દેશોની કેન્દ્રીય બેંક
(B) વાણિજ્ય બેંકો
(C) સહકારી બેંકો અને સોસાયટીઓ
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
58. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) અને ભારત વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
(A) ભારત IMFનું ૠણ લેનાર (borrower) હતું પણ હવે તે ઉધાર આપનાર (lender) તરીકે ઊભરી આવ્યું છે.
(B) IMF ખાતે ભારતના ગવર્નર અને વૈકલ્પિક ગવર્નર સામાન્ય રીતે અનુક્રમે નાણાંમંત્રી અને RBIના ગવર્નર હોય છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
59. આંતરરાષ્ટ્રીય પ્રવાહિતા (International quity)ની સમસ્યા ની બિનઉપલબ્ધતા સાથે સંકળાયેલી છે.
(A) વસ્તુઓ અને સેવાઓ
(B) સોનું અને ચાંદી
(C) ડોલર અને અન્ય હાર્ડ (hard) ચલણી (currency)
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં,
60. સીંધુ વિદેશી રોકાણ (FDI) અને વિદેશી સંસ્થાકીય રોકાણ (FII) બાબતે નીચેનાં પૈકી કયું વિધાન સાચું છે ?
(A) FDI અને FIL બંને અર્થતંત્રમાં મૂડી લાવે છે.
(B) FDI ના પ્રવેશ ઉપરનાં નિયંત્રણો FII કરતાં ઓછાં છે,
(C) FDI, FII કરતાં વધુ સ્થિર હોવાનું ગણાય છે,
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં,
61. નીચેનાં પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
(A) જ્યારે GDP ચાલુ ભાવે અંદાજવામાં આવે છે, ત્યારે તે નોમિનલ GDP દર્શાવે છે.
(B) વાસ્તવિક (રિયલ) GDP નો અંદાજ સ્થિર ભાવે કરવામાં આવે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઇ નહીં.
62. 14મા નાણાપંચ અનુસાર નીચેના પૈકી ક્યું કેન્દ્રથી રાજ્યોને કરનું હસ્તાંતરણ માટેનું માપદંડ ન હતું ?
(A) 2011ની વસ્તીગણતરી અનુસાર વસ્તી
(B) વનાવરણ
(C) નાણાકીય શિસ્ત
(D) નાાકીય ક્ષમતા
63. નીચેના પૈકી કઈ જાહેર દેવું ઘટાડવા માટેની રીત નથી ?
(A) અનુદાન સહાય (Grant-in-aid)
(B) ટર્મિનલ એન્યુઇટીઝ (Terminal Annuities)
(C) મૂડી કર (Capital Ley)
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
64. હિંદુ વૃદ્ધિદર એટલે ભારતીય અર્થતંત્ર દ્વારા પ્રથમ છ પંચવર્ષીય યોજનાઓ દરમિયાન પ્રાપ્ત કરેલ 3.70% વાર્ષિક વૃદ્ધિદર. આ હિંદુ વૃદ્ધિદરનો ખ્યાલ ……. દ્વારા અપાયો.
(A) જે.એન, ભગવતી
(B) કે.એન. રાજ
(C) રાજ કૃષ્ણ
(D) સમુર્ખમોય ચક્બોર્તી
65. ભારતીય મૂડી બજાર બાબતે નીચેનાં પૈકી કયું/ક્યાં વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ?
(A) ક્રિસિલ (CRISIL) ની સ્થાપના 8મી પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી.
(B) ક્રિસિલ (CRISIL) જાહેર ક્ષેત્રના દેવાનાં સાઘનો (Debt Instruments) નું નિર્ધારણ (rating) કરે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
66. નીચેનાં પૈકી કયું / કયાં વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ?
(A) ખાંડની દરેક સિઝન (Season) માટે કેન્દ્ર સરકાર વૈધાનિક ઓછામાં ઓછી (નિમ્નતમ) કિંમત નક્કી કરે છે.
(B) આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ખાંડ અને શેરડી આવશ્યક ચીજવસ્તુઓ છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
67. ભારત સરકારે ગરીબી રેખા …………..ના સ્વરૂપમાં માપવાનું નક્કી કર્યું છે.
(A) ઘરગથ્થુ વપરાશ
(B) ઘરગથ્થુ બચત
(C) ઘરગથ્થુ રોકાણ
(D) ઘરમાં આશ્રિત સભ્યો
68. જો કોઈ દેશનું ચૂકવણાનું સંતુલન (Balance of Payments) હકારાત્મક (Positive) હોય, તો નીચેના પૈકી ક્યું નહીં થાય ?
(A) સોનાની આયાત
(B) વિદેશ વિનિમય ( હૂંડિયામણ): સેવાઓમાં વધારો
(C) અન્ય દેશો પાસેથી ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની લોનો (ધિરાણો) મેળવવી
(D) અન્ય દેશોને મૂડી લોન (ધિરાણ)
69. ભારતમાં ઉપકર (cess) લાદવા અને તેને ઉઘરાવવા બાબતે નીચેનાં પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં નથી ?
1. ઉપકર (cess) એ ભારતના એકત્રિત ફંડમાં જમા થઈ શકે નહિ.
2. ભારતનું નાણાં આયોગ એ સંઘ અને રાજ્યો વચ્ચે ઉપકરની વહેંચણી બાબતે ભલામણ કરે છે.
3. ઉપકર માટે ભારતના એકત્રિત ભંડોળથી અલગ એવું સમર્પિત ભંડોળ ઊભું કરવામાં આવશે અને નિભાવવામાં આવશે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 3
(D) માત્ર 1 અને 2
70. Department for (ઉદ્યોગ અને આંતરિક નીચેનાં પૈકી કયાં Promotion of Industry and Internal Trade (DPIIT) વ્યાપાર પ્રોત્સાહન વિભાગ) દ્વારા તાજેતરમાં ક્ષેત્રોમાં 100% FDI મંજૂર કરવામાં આવી ?
(A) વીમા બ્રોકિંગ
(B) વીમા કંપનીઓ
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) એક પણ નહીં.
71. નીચેના વિધાનો વિચારણામાં લો :
1. નીતિ આયોગમાં ઉપ-પ્રમુખની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે.
2. નીતિ આયોગની ભંડોળ ફાળવણીમાં કોઈ ભૂમિકા હોતી નથી.
3. નીતિ આયોગમાં હોદ્દાની રૂએ વધુમાં વધુ કેન્દ્રીય મંત્રીઓમાંથી પાંચ સભ્યો હોય છે.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન / ક્રયા વિષેનો સાચું / સાચાં છે ?
(A) 1 અને 3
(B) માત્ર 2
(C) 1 અને 2
(D) 2 અને 3
72. કેન્દ્રીય આંકડા કચેરી દ્વારા કયા વર્ષમાં પાયાનું વર્ષ 2004-05ને બદલે 2011-12 તથા રાષ્ટ્રીય આવક ગણતરીની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલ હતો ?
(A) 2016
(B) 2017
(C) 2015
(D) 2018
73. નીચેના વાક્યો ચકાસો :
1. ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત છઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી.
2. જવાહર રોજગાર યોજનાની શરૂઆત સાતમી પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી.
(A) બંને વિધાનો સાચાં છે.
(B) બંને વિધાનો ખોટાં છે.
(C) વિધાન 1. ખોટું અને 2. સાચું છે.
(D) વિધાન 1. સાચું અને 2. ખોટું છે.
74. રાજ્યોની પંચવર્ષીય યોજનાને આધાર આપવા માટે કેન્દ્રીય સહાય આપવા માટેની ગણતરીની ગાડગિલ ફોર્મ્યુલા કઈ પંચવર્ષીય યોજનાથી અપનાવેલ અને તે વખતોવખત સુધારવામાં આવેલ છે ?
(A) પાંચમી
(B) છઠ્ઠી
(C) ત્રીજી
(D) ચોથી
75. રાષ્ટ્રીય કક્ષાની ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્રોપ પ્રોસેસિંગ ટેક્નોલોજી’ કયા સ્થળે આવેલી છે ?
(A) મુંબઈ
(B) થંજાવુર
(C) હેદ્રાબાદ
(D) ન્યૂ દિલ્હી
76. ધ મિનિમમ ઓલ્ટરનેટ ટેક્ષ (MAT) સૌપ્રથમ વખત કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ હતો ?
(A) 1995-96
(B) 1997-98
(C) 1998-99
(D) 2000-01
77. શ્રમ અને રોજગાર મંત્રાલયે ઔધોગિક કામદારો માટે ઉપભોક્તા ભાવાંકનું પાયાનું વર્ષ 2001થી ……. સુધીનું સ્વીકૃત કરેલ છે.
(A) 2006
(B) 2011
(C) 2016
(D) 2018
78. કોઈ પણ સમયગાળા દરમિયાન એક દેશ અને બાકીના વિશ્વની વચ્ચેના તમામ આર્થિક વ્યવહારોનો સમાવેશ કરતી ડબલ એન્ટ્રી નામા બેલેન્સ શીટના રૂપમાં રાખેલા વ્યવસ્થિત રેકર્ડને …………. કહે છે.
(A) વેપારની ખોટ (Trade Deficit)
(B) વેપારની શરતો (Terms of Trade)
(C) વેપાર સંતુલન (Balance of Trade)
(D) ઉપરના પૈકી એક પણ નહીં.
79. ભારતના આર્થિક સર્વેક્ષણ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે ?
1. પ્રથમ આર્થિક સર્વેક્ષણ એ 1950-51માં રજૂ કરવામાં આવ્યું હતું.
2. આર્થિક સર્વેક્ષણ એ દેશના આર્થિક વિકાસનું વિગતવાર વિશ્લેષણ તથા અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો સંબંધિત ઘણી માહિતી ધરાવે છે.
3. 2014 સુધી તે યુનિયન (સંઘ) બજેટ સાથે રજૂ કરવામાં આવતું હતું, પરંતુ ત્યારબાદ તે યુનિયન બજેટથી અલગ કરવામાં આવ્યું.
4. આર્થિક સર્વેક્ષણ એ સરકારને નીતિ પરિવર્તનની ભલામણો પણ કરે છે કે જે સરકારને બંધનકર્તા છે.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1 અને 2
(D) માત્ર 1, 3 અને 4
80. ચક્રીય (Cyclical) બેરોજગારી એ ………..ના કારણે થતી બેરોજગારીના સંદર્ભે હોય છે.
1. વ્યાપારની ચક્રીય પ્રકૃતિના કારણે
2. વૈશ્વિક બજારમાં મંદીના કારણે
3. લોકો એક નોકરીથી અન્ય નોકરી બદલતા હોવાથી
4. ઉપલબ્ધ નોકરી તથા બેરોજગારોના કૌશલ્ય સ્તર વચ્ચેની વિસંગતતાના કારણે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 3
(C) માત્ર 2 અને 3
(D) માત્ર 1 અને 4
81. નિરપેક્ષ સંદર્ભમાં આયોજનની સમય અવધિમાં કૃષિ પ્રવૃત્તિઓમાં રોકાયેલા લોકોની સંખ્યા …….. છે.
(A) અચળ રહેલ
(B) વધી
(C) ઘટી
(D) પ્રથમ વધી અને પછી ઘટી
82. કરવેરા અંગે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સત્ય છે ?
1. પ્રત્યક્ષ કર એ છે કે જેની વ્યક્તિ અથવા સંસ્થા, કર લાદનાર તંત્રને સીધી ચુકવણી કરે છે.
2. વાસ્તવિક મિલકત વેરા, વ્યક્તિગ મિલકત વેરા, આવક વેરા સહિતના વિવિધ હેતુઓ માટે સરકારને પ્રત્યક્ષ રીતે ચૂકવવામાં આવતા વેરાઓ એ પ્રત્યક્ષ કરનાર ઉદાહરણ છે.
3. પરોક્ષ વેરાઓ એ વેરાના અંતિમ આર્થિક બોજ લેનાર વ્યક્તિ પાસેથી મધ્યસ્થી દ્વારા ઉઘરાવવામાં આવે છે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 1 અને 2
83. …… ધોરણ અનુસાર કોઈ જો વ્યક્તિ એ અઠવાડિયાના એક દિવસ માટે પણ રોજગાર મેળવેલ હોય તો તે અઠવાડિયા માટે રોજગાર મેળવેલ છે તેમ ગણવામાં આવે છે.
(A) સામાન્ય સ્થિતિ (Usual status)
(B) વર્તમાન સાપ્તાહિક સ્થિતિ (current weekly status)
(C) વર્તમાન દૈનિક સ્થિતિ (Current daily status)
(D) વર્તમાન વાર્ષિક સ્થિતિ (current yearly status)
84. વિદેશી દેવું બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સત્ય છે?
1. વિદેશી દેવું એ સરકાર, કોર્પોરેશન કે ખાનગી પરિવહન દ્વારા અન્ય દેશની સરકાર, કે ખાનગી શરાફ પાસેથી નાણાં ઉધાર લીધા હોય તે છે.
2. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે વિશ્વ બેંક, ADB અને IMF પાસેથી મેળવેલ લાભ એ વિદેશી દેવાંમાં સમાવિષ્ટ થતો નથી.
3. કુલ વિદેશી દેવામાં લાંબા ગાળાની જવાબદારીઓનો સમાવેશ થાય છે, ટૂંકા ગાળાની જવાબદારીઓ નહીં.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 2
(D) માત્ર 1 અને 3
85. રાષ્ટ્રીય આંકડાકીય સંસ્થા (નેશનલ સ્ટેટેસ્ટિકલ કમિશન)ની સ્થાપના કયા આયોગની ભલામણનો સ્વીકાર કરીને કરવામાં આવેલ હતી ?
(A) કેલકર આયોગ
(B) મલ્હોત્રા આયોગ
(C) રંગરાજન આયોગ
(D) વાય. બી. રેડ્ડી આયોગ
86. ગ્રાહક ભાવ અનુક્રમણિકા (Consumer Price Index) – (શહેરી) માટે વર્તમાન આધારવર્ષ કયું છે ?
(A) 2010
(B) 2020
(C) 2012
(D) 2015
87. નીચેનામાંથી કયું ભારતના દરેક ATM ને જોડે છે?
(A) ભારતીય બેન્ક એસોસિએશન
(B) નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ
(C) નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
(D) ભારતીય રિઝર્વ બેન્ક
88. Ns0 સર્વેના “ઘરગથ્થુ સામાજિક વપરાશ” (Household Social Consumption) ના સર્વેક્ષણ : રાષ્ટ્રીય નમૂનાનાં સર્વેક્ષણ (નેશનલ સેમ્પલ સર્વે (NSS)) ના 75 મા રાઉન્ડના ભાગરૂપે શિક્ષણ” બાબતે નીચેના પૈકી કયું /કયાં, વિધાન / વિધાનો સાચું/સાચાં છે ?
(A) જુલાઇ -2017 જૂન 2018 દરમિયાન ભારતમાં સાત વર્ષથી અને તેનાથી વધુ વય જૂથમાં સાક્ષરતા દર 77.7% નોંધાયો.
(B) ગ્રામ્ય ક્ષેત્રમાં સાક્ષરતા દર 73.5% અને શહેરી વિસ્તારમાં 87.7% હતો.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ પણ નહીં
89. કેરોસીન, LPG તથા ખાતર ઉપરની સબસિડીનું સીધું હસ્તાંતરણ (Transfer) …….. ની અધ્યક્ષતાવાળી પેનલ દ્વારા ભલામણ કરવામાં આવ્યું હતું.
(A) સી. રંગરાજન
(B) વાય. બી. રેડ્ડી
(C) નંદન નિલેકાની
(D) નારાયણમૂર્તિ
90. જાતિ વિકાસ સૂચકાંક (Gender Development Index) ની ગણતરીમાં નીચેના પૈકી કયા સૂચકો પ્રત્યક્ષ રીતે ઉપયોગમાં લેવાતાં નથી ?
(A) સરેરાશ શાળા શિક્ષણ વર્ષ
(B) માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક
(C) માનવ વિકાસ સૂચકાંક
(D) કુલ પ્રજનન દર (Gross Fertility Rate)
91. બહુ-પરિમાણીય ગરીબી સૂચકાંક (Multi-dimensional Poverty Index) ની ગણતરી કરતી વખતે નીચેના પૈકી કયાં સૂચકનો પણ ઉપયોગ કરવામાં આવે છે ?
(A) વીજળીની ઉપલબ્ધતા
(B) ટેલિફોનની ઉપલબ્ધતા
(C) માતૃ મૃત્યુ દર
(D) ઉચ્ચ શિક્ષણની ઉપલબ્ધતા
92. નીચેના પૈકી કયા ક્ષેત્રોમાં વિદેશી રોકાણની મર્યાદા 100% સુધી વધારવામાં આવી છે ?
(A) દૂરસંચાર, પેટ્રોલિયમ
(B) પ્રવાસન, દવા
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ પણ નહીં
93. નીચેના પૈકી કયો ખર્ચ મહેસૂલી ખર્ચ નથી ?
(A) માર્ગ બનાવવાનો ખર્ચ
(B) સરકારી દેવાં પર વ્યાજની ચુકવણી
(C) સરકારી વિભાગના સામાન્ય કામકાજ માટેનો ખર્ચ
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહિ
94. સંસદમાં અંદાજપત્રની રજૂઆત એ ……. છે.
(A) વૈધાનિક જરૂરિયાત
(B) બંધારણીય જવાબદારી
(C) કારોબારી અધિકાર વિશેષ (Executive Prerogative)
(D) ઉપરોક્ત પૈકી કોઈ ખર્ચ નહીં
95. નીચેના પૈકી કયા અર્થતંત્રમાં પ્રવાહિતાને નિયંત્રિત કરવાના સાધન છે?
1. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio)
2. રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate)
3. “વૈધાનિક પ્રવાહિત ગુણોત્તર (Statutory Liquidity Ratlo)
4. ખુલ્લા બજારે ક્રામગીરી (Open Market Operations)
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1, 2 અને 3
(D) 1, 2, 3 અને 4
96. નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) SEBI સ્ટોક એક્સચેન્જમાં શેરના વ્યાપારનું નિયંત્રણ કરે છે.
(B) ફોરવર્ડ માર્કેટ કમિશન (FMC) કોમોડિટી એક્સચેન્જમાં ચીજવસ્તુઓના વેપારનું નિયંત્રણ કરે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
97. બીજી પંચવર્ષીય યોજના બાબતે નીચેના પૈકી ક્યું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?
1. તે લાંબા ગાળાના આર્થિક ફાયદા માટે મૂડીગત માલ અને ભારે ઉધોગોના વિકાસ માટેના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.
2. બીજી યોજનાને મહાલનોબિસ યોજના (Mahalanobis Plan તરીકે ઉપનામ આપવામાં આવ્યું છે.
3. તેનો લક્ષ્યાંક 4.5 ટકા વાર્ષિક રાષ્ટ્રીય આવક વૃદ્ધિનો હતો.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 3
(D) ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં
98. નીચેના પૈકી કયું / કયાં વિધાન વિધાનો સાચું / સાચાં છે ?
1. આવક વેરો અને કોર્પોરેટ વેરો એ પ્રત્યક્ષ કર છે.
2. વારસા વેરો અને બક્ષિસ વેરો એ પરોક્ષ કર છે.
3. સીમા શુલ્ક અને મનોરંજન કર એ પરોક્ષ કર છે.
4. GST એ પ્રત્યક્ષ કર છે.
(A) ફક્ત 1
(B) ફક્ત 1 અને 2
(C) ફક્ત 2 અને 4
(D) 1, 2, 3 અને 4
99. ભારતમાં આર્થિક વિકાસના મુખ્યત્વે બે પાસાં છે. જથ્થા વિષયક (Quantitative) અને માળખાકીય (structural). નીચેના પૈકી કયાં જથ્થા વિષયક વિકાસ માટેના માપ છે ?
1. ચોખ્ખા (Net) રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો
2. માથાદીઠ આવકમાં વધારો
3. વસ્તીમાં વધારો
(A) ફક્ત 1 અને 3
(B) ફ્ક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 2
(D) 1, 2, અને 3
100. અલ્પ બેરોજગારી ત્યારે થાય છે જ્યારે લોકો –
(A) કામ કરવા ઇચ્છુક નથી હોતાં
(B) સુસ્ત ઢંગથી કામ કરતાં રહે છે
(C) પોતાની ક્ષમતાથી ઓછું કામ કરતાં રહે છે
(D) તેમના કામ માટે વળતર / ચુકવણું કરવામાં આવતું નથી
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here