GPSC PT 2016 to 2023 Solved – અર્થશાસ્ત્ર – 2
GPSC PT 2016 to 2023 Solved – અર્થશાસ્ત્ર – 2
1. રોજગાર-બેરોજગારનો સર્વે કઈ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવે છે ?
(A) નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન
(B) મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોઈમેન્ટ
(C) ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ
(D) ઉપરના પૈકી એક પણ નહીં
2. પબ્લિક ફાયનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમની ઓનલાઈન શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ?
(A) ઈ.સ. 2004
(B) ઈ.સ. 2006
(C) ઈ.સ. 2008
(D) ઇ.સ. 2010
3. ‘Financial Sector Assessment Programme’ કે જે ઘણી વખત સમાચારમાં હોય છે તે ……. ને સંબંધિત છે.
(A) સભ્ય દેશોમાં નાણાકીય પ્રણાલીની અસરકારકતા વધે તે માટે IMF તથા વિશ્વબેંકનો સંયુક્ત પ્રયાસ
(B) સભ્ય દેશોને તકલીફ્ના સમયે નાણાં વ્યવસ્થાને રીકેપિટલાઈઝ કરવા BRICS નો New Development Bankનો કાર્યક્રમ
(C) દેશમાં ઇરાદાપૂર્વક ગેરવર્તન કરનારા પર દેખરેખ રાખવાનો RBI નો પ્રોજેક્ટ
(D) ઉપરના પૈકી એક પણ નહીં
4. સમાવિષ્ટ વૃદ્ધિ (Inclusive Growth) એ ભવિષ્યના આર્થિક વિકાસનો મુદ્દો છે. સમાવિષ્ટ વૃદ્ધિની પ્રયુક્તિ એ ……. પર ધ્યાન કેન્દ્રિત કરતી નથી.
(A) શૈક્ષણિક તકો વધારવી
(B) પછાત જાતિઓમાં ગરીબી ઘટાડવી
(C) આદિજાતિ વસ્તીની આજીવિકાને વૈવિધ્ય પૂરું પાડવું
(D) ઔધોગિક ક્ષેત્રોમાં આનુષંગિક ઉદ્યોગોને ઉત્તેજન આપવું
5. ભારતમાં કોમોડિટી (ચીજવસ્તુ) માર્કેટ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે ?
1. ભારતમાં કોમોડિટી માર્કેટ એ ઓપ્શન ટ્રેડિંગ ફ્યુચર ટ્રેડિંગ બંને વિકલ્પો પૂરાં પાડે છે
2. ભારતમાં SEBIએ કોમોડિટી માર્કેટનાં નિયંત્રક છે
3. ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ ‘India Inx’ એ કોમોડિટી ડેરિવેટિવ્ઝના ટ્રેડિંગ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 1
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1, 2 અને 3
6. ઉપભોક્તા ભાવ સૂચકાંક ……. માં ભાવ ઉપર આધારિત હોય છે.
(A) જથ્થાબંધ બજાર
(B) છૂટક બજાર
(C) વિદેશી બજાર
(D) ઉપરના પૈકી એક પણ નહિ
7. નીચેના પૈકી કોણે “Gandhian plan” ની રચના કરી ?
(A) મહાત્મા ગાંધી
(B) એમ. એન. રોય
(C) શ્રીમાન નારાયણ અગ્રવાલ
(D) એમ. વિશ્વેશ્વરૈયા
8. ‘અર્થશાસ્ત્ર’ એ ઉડાકાભાગા (Udakabhaga) નો ……… તરીકે ઉલ્લેખ કરે છે.
(A) ખાણ ઉપર લેવામાં આવતો સેસ
(B) ખેડૂતો ઉપર લેવામાં આવતો સેસ
(C) પડતર જમીન ઉપર લેવામાં આવતો સેસ
(D) વનની જમીન ઉપર લેવામાં આવતો સેસ
9. નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
(A) વેપારી બેંકો પાસે ધિરાણ (credit) ઊભી કરવાની ક્ષમતા છે.
(B) વેપારી બેંકો દ્વારા ધિરાણ નિયંત્રણ (Credit Control) થઇ શકે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) એક પણ નહીં
10. કઈ પંચવર્ષીય યોજનામાં સમાવિષ્ટ વૃદ્ધિ (Inclusive growth)નો ખ્યાલ સૌ પ્રથમ વખત ઉપયોગમાં લેવામાં આવ્યો ?
(A) દસમી યોજના
(B) અગિયારમી યોજના
(C) બારમી યોજના
(D) ઉપરના પૈકી એક પણ નહીં
11. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગ સાહસક્ષેત્રો બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
(A) GST માં નોંધાયેલ SME એકમો વધારાની 1 કરોડની લોન ઉપર 10% વ્યાજ વળતર મેળવશે.
(B) જાહેરક્ષેત્રની કંપનીઓ ફરજિયાત પણ તેમના કુલ ખરીદીના 50% MSMES પાસેથી પ્રાપ્ત કરવાનું રહેશે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) એક પણ નહીં
12. મુક્ત બજાર કામગીરી એ RBI દ્વારા …….. ના વેચાણ અને ખરીદીનો સંદર્ભ દર્શાવે છે.
(A) વિદેશી હૂંડિયામણ
(B) સરકારી સિક્યોરિટીઝ
(C) સોનું
(D) આપેલ તમામ
13. નાણાકીય નીતિના લક્ષ્યાંકો …….. નો સમાવેશ કરતાં નથી.
(A) મહત્તમ આઉટપુટ
(B) સંપૂર્ણ રોજગાર
(C) ભાવ સ્થિરતા
(D) મહત્તમ કર આવક
14. નીચેના પૈકી કયું લક્ષણ એ સાર્વત્રિક મૂળભૂત આવક ……… નું લક્ષણ છે.
1. તેમાં સામાજિક, આર્થિક દરજ્જાને ધ્યાનમાં લેવા જોઈએ.
2. તે પ્રાપ્ત કરનારને UBIના વપરાશની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ.
3. તે સરકાર દ્વારા આપવામાં આવવી જોઈએ.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 2 અને 3
(B) માત્ર 1 અને 3
(C) માત્ર 1 અને 2
(D) 1, 2 અને 3
15. નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
(A) EXIM બેંક એ RBI દ્વારા રચવામાં આવી હતી.
(B) EXIM બેંક એ ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારને નાણાકીય સુવિધાઓ પૂરી પાડતી સર્વોચ્ચ નાણાકીય સંસ્થા છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) એક પણ નહીં
16. પોતાના ચલણના બાહ્ય મૂલ્યને વધતુ અટકાવવા માટે સરકાર ……. કરી શકે.
(A) પોતાના ચલણનું વેચાણ
(B) વ્યાજ દરમાં વધારો
(C) પોતાના ચલણની ખરીદી
(D) વિદેશી ચલણનું વેચાણ
17. Blue Bonds બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
(A) વિશ્વના પ્રથમ Blue Bonds રજૂ કરીને ભારતે 15 મિલિયન ડોલર ” એકત્ર કર્યા.
(B) વર્લ્ડ બેંક અને ગ્લોબલ એન્વાયરોનમેન્ટ ફેસિલિટી દ્વારા તે (Blue Bond) આધારભૂત (Supported) અને ખાતરી (Guaranteed) અપાયેલ છે.
(C) (A) તથા (B) બંને
(D) (A) અને (B) એક પણ નહીં
18. નીચેના વિધાનો વિચારણમાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત એકસરખી હોય છે.
2. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સમાનગુણી વસ્તુઓનું અસ્તિત્વ હોય છે.
(A) વિધાન 1 સાચું અને 2 ખોટું છે
(B) વિધાન 1 ખોટું અને 2 સાચું છે
(C) બંને વિધાનો સાચાં છે
(D) બંને વિધાનો ખોટાં છે
19. રાજ્યના નિયંત્રણવાળી અર્થવ્યવસ્થામાં આર્થિકક્ષેત્રે નિયંત્રણો ક્રમશઃ હળવા કરવાની પ્રક્રિયાને ભારતમાં …………. તરીકે ઓળખવામાં આવે છે.
(A) ઉદારીકરણ
(B) આર્થિક સુધારણા
(C) વૈશ્વિકીકરણ
(D) ખાનગીકરણ
20. અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી ?
(A) કુટુંબો
(B) પેઢીઓ
(C) વિદેશ વેપાર
(D) ઉદ્યોગો
21. ડો. કે. સી. ચક્રવર્તી કમિટી નીચેનામાંથી કોને સંબંધિત રચવામાં આવેલ હતી?
(A) નેશનલ પેન્શન સ્કીમ
(B) વીમાક્ષેત્ર
(C) પ્રાદેશિક ગ્રામ્ય બેંક
(D) મ્યુચ્યુઅલ ફંડ
22. નેશનલ હાઉસિંગ બેંકની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
(A) 1990
(B) 1988
(C) 2000
(D) 2012
23. નીચેનામાંથી કયો કર પરોક્ષ કર નથી ?
(A) જમીન મહેસૂલ
(B) કસ્ટમ ડ્યૂટીઝ
(C) મનોરંજન કર
(D) સેલ્સ ટેક્ષ
24. નીચેના વાક્યો ચકાસો :
1. જાહેર ક્ષેત્ર એ સામાન્ય રીતે કેન્દ્ર અને રાજ્ય સરકારના અંકુશ હેઠળ હોય છે અને મુખ્ય શેરહોલ્ડર એ સરકાર છે. લોકોની સુખાકારી, સંરક્ષણ જેવાં ક્ષેત્રો, જાહેર ક્ષેત્રમાં છે.
2. ખાનગી ક્ષેત્રમાં ઘણાં બધાં લોકોનું હિત / શેર હોલ્ડિંગ રહેલ છે. તેથી સૌથી વધારે શેર હોલ્ડિંગ ધરાવનાર તેનું સંચાલન કરે છે. નફો મેળવવાનો અને વિકાસ કરવાનો તેનો મુખ્ય હેતુ છે.
(A) પ્રથમ વાક્ય યોગ્ય છે
(B) બીજું વાક્ય યોગ્ય છે
(C) પ્રથમ અને બીજું બંને વાક્યો યોગ્ય છે
(D) પ્રથમ અને બીજું બંને વાક્યો યોગ્ય નથી
25. નીચેના પૈકી કયા દસ્તાવેજો (Instruments) મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટ (Money Market Instrument) છે ?
(A) ટ્રેઝરી બિલ (Treasury Bill)
(B) કોમર્શિયલ પેપર (Commercial Paper)
(C) સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ (Certificate of Deposit)
(D) ઉપરોક્ત બધાં જ
26. જ્યારે રિઝર્વ બેંક દ્વારા કેશ રિઝર્વ રેશિયો ઘટાડવામાં આવે છે ત્યારે દેશના ધિરાણ પર શું અસર થાય છે ?
(A) ધિરાણમાં વૃદ્ધિ થાય છે
(B) ધિરાણમાં ઘટાડો થાય છે
(C) ધિરાણમાં કોઈ અસર થતી નથી
(D) સામાન્ય પ્રજા વધારે ખર્ચ કરવા પ્રેરાય છે
27. રાજ્યમાં “સ્ટેટ ફાયનાન્સિયલ કોર્પોરેશન” (State Financial Corporation) ની રચના કોને ધિરાણ આપવા માટે રચવામાં આવેલ હતી ?
(A) ખેડૂતો અને કૃષિ ક્ષેત્રમાં ધિરાણ માટે
(B) કુટીર ઉદ્યોગના ધિરાણ માટે
(C) મોટા ઉદ્યોગને ધિરાણ કરવા માટે
(D) મધ્યમ અને નાના ઉધોગોને ધિરાણ કરવા માટે
28. ખાધપૂરક નાણાં-વ્યવસ્થા (Deficit financing) માં સરકાર કોની પાસેથી નાણાં મેળવે છે ?
(A) ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ
(B) સ્થાનિક સંસ્થાઓ (Local “MF)
(C) મોટા ઔદ્યોગિક ગૃહો (Big business units)
(D) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)
29. ગિલ્ટ એજ્ડ માર્કેટ (Gilt Edged Market) માં કઈ બાબતનું ખરીદ-વેચાણ થાય છે ?
(A) સોનું, ચાંદી
(B) સરકારી જામીનગીરી
(C) શસ્ત્ર સંરજામ
(D) ધાતુઓ
30. ભારતમાં સરકારી તંત્રના હિસાબો યોગ્ય રીતે લખવામાં આવે અને નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ થાય, તેની દેખરેખની જવાબદારી કોની છે ?
(A) ભારતના નિયંત્રકે મહાલેખા પરીક્ષક
(B) નીતિ આયોગ
(C) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા
(D) નાણાં મંત્રીશ્રી
31. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર વુમન ઈન એગ્રિકલ્ચર (Natlonal Research Center for woman In Agriculture) ક્યા સ્થાન ઉપર આવેલ છે ?
(A) કોલકાતા
(B) ભોપાલ
(C) ભુવનેશ્વર
(D) નાગપુર
32. બજારમાં ચોક્કસ વસ્તુની માંગ અને પુરવઠો (Demand & Supply) સપ્રમાણમાં વધે છે ત્યારે, બજારમાં તેની કિંમતમાં…..
(A) વધારો થાય છે
(B) ઘટાડો થાય છે
(C) ભાવમાં કોઈ ફેરફાર થતો નથી
(D) પ્રથમ ભાવમાં વધારો થાય છે અને પછી ઘટાડો થાય છે
33. દેશમાં સૌ પ્રથમ સ્પેશ્યલ એગ્રિકલ્ચર ઝોન’ (Special Agriculture Zone) કયા રાજ્યમાં સ્થાપવા માટે, ખાસ યોજના બનાવેલ ?
(A) ઉત્તર પ્રદેશ
(B) ગુજરાત
(C) મહારાષ્ટ્ર
(D) ઉત્તરાખંડ
34. ભારતમાં નીચેની પૈકી કયા સ્થળે સિક્કાઓ બનાવવામાં આવતા નથી ?
(A) હૈદરાબાદ (Hyderabad)
(B) મુંબઈ
(C) દેવાસ
(D) નોઈડા
35. ભારતીયો દ્વારા 1881 માં, મર્યાદિત જવાબદારીવાળી પ્રથમ બેન્ક કઈ હતી?
(A) ઔધ કોમર્શિયલ બેન્ક (0udh Commercial Bank)
(B) હિન્દુસ્તાન કોમર્શિયલ બેન્ક
(C) પંજાબ નેશનલ બેન્ક
(D) પંજાબ એન્ડ સિંધ બેન્ક
36. ટૂંકી મુદતનું નાણાં પ્રબંધ (Short term finance) સામાન્ય રીતે કેટલા સમય માટે આપવામાં આવે છે?
(A) 3 માસ
(B) 6 માસ
(C) 9 માસ
(D) 12 માસ
37. નીચેના વાક્યો ચકાસો :
1. ધ અટલ ઇનોવેશન મિશન નીતિ આયોગ દ્વારા નવોત્થાન અને સાહસિકતા વધારવા (Innovation and Enterpreneurship) શરૂ કરવામાં આવેલ છે.
2. આ મિશન હેઠળ, શાળાઓ, કોલેજો અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ, સામાજિક અને અન્ય સંસ્થાઓને નવા ઉત્પાદનમાં સહાય અને નવા સ્ટાર્ટઅપ્સને મદદ કરવાનો હેતુ છે.
(A) માત્ર 1 વાક્ય યોગ્ય છે.
(B) માત્ર 2 વાક્ય યોગ્ય છે.
(C) 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.
(D) 1, અને 2 બંને વાક્યો યોગ્ય નથી.
38. “ખાધવાળા અંદાજપત્ર” બાબતમાં નીચેના પૈકી કયું કથન યોગ્ય નથી?
(A) આ અંદાજપત્રને વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી ગણવામાં આવે છે.
(B) આને કારણે રોજગારીનું વધારાનું સર્જન થાય છે અને આર્થિક વૃદ્ધિ વધે છે.
(C) દેશ ઉપર દેવાંનો બોજ વધે છે.
(D) પ્રજા ઉપર વધારાના કરવેરા નાખવામાં આવે છે અને વધારાનું ધન ખેંચી શકાય છે.
39. ભારતીય રોબુસ્ટા (Indian Robusta) શું છે?
(A) ભારતમાં ઉત્પન્ન થનાર રબ્બરનો પ્રકાર
(B) ભારતમાં ઉત્પન્ન થનાર અને નિકાસ થનાર કોફીનો પ્રકાર
(C) મધ્ય ભારતમાં ઉત્પન્ન થનાર તમાકુનો પ્રકાર
(D) જ્યુટની ઉચ્ચ ગુણવત્તા ધરાવતો પ્રકાર
40. સરકાર અથવા રિઝર્વ બેન્ક દ્વારા, ફુગાવાને અંકુશમાં લેવા જે પગલાં લેવાય છે, તેમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?
(A) મોનેટરી પોલિસી (Monetary Policy) (નાણાકીય નીતિ)
(B) ફિક્સલ પોલિસી (Fiscal Policy) (રાજકોષીય નીતિ)
(C) નાણાકીય સમાવેશ (Financial Inclusion)
(D) કિંમત ઉપર અંકુશ (Price Control)
41. ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA) બાબતે નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી?
(A) વીમા ક્ષેત્રના નિયંત્રણ, વિકાસ હેતુથી (IRDA)ની રચના કરેલ છે.
(B) તેનું મુખ્ય મથક હૈદરાબાદ છે. અધ્યક્ષ ઉપરાંત પાંચ પૂર્ણ સમયના અને ચાર અંશઃકાલીન (Part time) સભ્યો છે.
(C) તેની રચના સને 2010માં કરવામાં આવેલ હતી?
(D) વીમા ક્ષેત્ર સાથે સંકળાયેલ દરેક કંપની (IRDA) સાથે નોંધણી કરાવે છે.
42. ભારતની ‘Look East Policy’ એ …….. દેશો સાથે ગાઢ આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો વિકસાવવાના પ્રયાસો રૂપ છે.
(A) આફ્રિકા
(B) દક્ષિણ-પૂર્વ એશિયા
(C) યુરોપ
(D) લેટિન અમેરિકા
43. ભારતમાં સુતરાઉ કાપડના ઉધોગ બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સત્ય છે ?
(A) તે ઉદ્યોગ પ્રભાવ ઘટી રહેલો ઉધોગ છે.
(B) સૌ પ્રથમ આધુનિક સુતરાઉ કાપડ મિલ 1854માં સુરત ખાતે સ્થપાઇ હતી.
(C) (A) તથા (B) બંને
(D) (A) અથવા (B) એક પણ નહીં
44. નીચેના પૈકી કઈ સમિતિ એ (Corporate Governance) ને લગતી નથી ?
(A) T.S.R. સુબ્રમણિયમ સમિતિ
(B) નરેશચંદ્ર સમિતિ
(C) નારાયણ મૂર્તિ સમિતિ
(D) ઉદય કોટક સમિતિ
45. ભવિષ્યનિધિ તેમજ નાની બચત હેઠળ એકત્રિત થયેલા ભંડોળ સરકારના કયા ભંડોળનો ભાગ છે ?
(A) આકસ્મિક ભંડોળ (Contigency fund)
(B) એકત્રિત ભંડોળ (consolidated fund)
(C) અનામત ભંડોળ (Reserve fund)
(D) જાહેર હિસાબ ભંડોળ (Public Account fund)
46. ભારતમાં આયોજન બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સત્ય છે ?
(A) ચોથી પંચવર્ષીય યોજનામાં ઔધોગિકીકરણની વ્યૂહરચનાના ભાગરૂપે આયાત અવેજીનો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો.
(B) 11મી પંચવર્ષીય યોજનાએ સમાવિષ્ટ વૃદ્ધિનું સ્પષ્ટ નિરૂપણ કર્યું.
(C) (A) તથ! (B) બંને
(D) (A) અથવા (B) એક પણ નહીં
47. નીચેના પૈકી કઈ બાબત એ ભારતની નાણાકીય નીતિ (Fiscal Policy) નો મુખ્ય હેતુ નથી ?
(A) અર્થતંત્રમાં પ્રવાહિતતા વધારવી
(B) ભાવ સ્થિરતાને પ્રોત્સાહન
(C) આવક અને સંપત્તિમાં અસમાનતા ન્યૂનતમ કરવી
(D) રોજગારની તકોને પ્રોત્સાહન આપવું
48. ભારતમાં …….. રાજ્યોએ 1લી ડિસેમ્બર, 2018 સુધીમાં તમામ ઘરોમાં વીજળીકરણ હાંસલ કર્યું છે.
(A) 10
(B) 15
(C) 18
(D) 9
49. બ્રાઉન લેબેલ એટીએમ (ATMs) એટલે શું ?
(A) ત્રાહિત પક્ષકારની માલિકીનું અને તેના દ્વારા સંચાલિત (નોનબેંકિંગ ફર્મ કે જે બેંકનો લોગો વાપરતું નથી.)
(B) ત્રાહિત પક્ષકાર માલિકીનું (નોન-બેંકિંગ ફર્મ કે જે બેંકનો લોગો વાપરે છે અને બેંકે તેની સેવાઓને આઉટસોર્સ કરી છે.)
(C) જે તે બેંકની માલિકીનું અને તેના દ્વારા સંચાલિત
(D) ઉપરના તમામ
50. ભારત સરકારે ગરીબી રેખાની માપણી …… ના સંદર્ભમાં કરવાનું નક્કી કર્યું છે.
(A) ઘરગથ્થું ઉપભોગ
(B) ઘરગથ્થુ સુવિધાઓ
(C) વ્યક્તિગત રોકાણો
(D) ઘરગથ્થુ બચત
51. એકંદર રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)ની ગણતરી કરતી વખતે નીચેના પૈકી કોની જરૂર નથી ?
(A) ચોખ્ખું વિદેશી રોકાણ
(B) સરકાર દ્વારા માલની ખરીદી
(C) નાગરિકોની માથાદીઠ આવક
(D) ખાનગી રોકાણ
52. દિનેશ ગોસ્વામી સમિતિ …….. બાબતની હતી.
(A) ચૂંટણી સુધારાઓ
(B) અંદાજપત્રીય સુધારાઓ
(C) કરવેરા સુધારાઓ
(D) સનદી સેવાઓ સુધારાઓ
53. ઈન્ટિગ્રેટેડ ગુડ્ઝ એન્ડ સર્વિસટેક્ષ (IGST) ……. ઉપર નાખવામાં આવે છે.
(A) આંતરરાજ્ય વેપાર અથવા વાણિજ્ય
(B) આંતરરાષ્ટ્રીય વેપાર અથવા વાણિજ્ય
(C) આયાત વસ્તુઓ અને સેવાઓ
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
54. જો અંદાજપત્રીય ખાધમાં ૠણ (ઉધાર) અને અન્ય જવાબદારીઓ ઉમેરવામાં આવે તો તે ….. થશે.
(A) મૂડી ખાધ
(B) રાજકોષીય ખાધ
(C) પ્રાથમિક ખાધ
(D) મહેસૂલ ખાધ
55. ડેમોગ્રાફ્ટિ ડિવિડન્ડની ગણતરી …….. છે.
(A) કામ કરતી વસ્તીની વય અને કામ ન કરતી વસ્તીની વયનો ગુણોત્તર
(B) કામ કરતી વસ્તી અને કુલ વસ્તીનો ગુણોત્તર
(C) સ્ત્રી વસ્તી અને પુરુષ વસ્તીનો ગુણોત્તર
(D) બાળકોની વસ્તી અને પુખ્ત વસ્તીનો ગુણોત્તર
56. કૃષિ વસ્તીપત્રક 2010-11 મુજબ સ્ત્રીઓની માલિકીના ઓપરેશનલ હોલ્ડિંગ્સ (ક્રિયાશીલ ખાતા)ની કેટલી ટકાવારી છે ?
(A) 6% થી ઓછી
(B) 6-12% વચ્ચે
(C) 12-18% વચ્ચે
(D) 18-21% વચ્ચે
57. દેશના નાગરિકની માથાદીઠ આવકની ગણતરી દ્વારા કુલ રાષ્ટ્રીય આવકને વિભાજિત કરીને ગણતરી કરવામાં આવે છે.
(A) કુલ કામગાર વર્ગ જનસંખ્યા
(B) કૃષિ અને ઉદ્યોગમાં કાર્યરત કુલ જનસંખ્યા
(C) દેશની કુલ જનસંખ્યા
(D) દેશની કુલ જનસંખ્યા – 5 વર્ષથી નીચેનાં બાળકો
58. નીચેનું / નીચેનાં પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
(1) જમીનદારીતંત્ર વ્યવસ્થામાં ખેડૂતો જમીન મહેસૂલ સીધું રાજ્યને ચૂકવી દેતા હતા.
(2) હાલમાં કૃષિક્ષેત્રમાંથી આવકવેરાની આવક નહિવત્ જેવી છે
(3) કોમર્શિયલ બેંકો શૂન્ય ટકા વ્યાજે કૃષિ માટે ધિરાણ આપે છે.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
59. નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
(A) ભારતમાં ગુજરાતની વસ્તી લગભગ 5% છે, પરંતુ ભારતીય રાષ્ટ્રીય GDPમાં તેનું યોગદાન ૩%થી ઓછું છે.
(B) ભારતમાં ગુજરાતની વસ્તી લગભગ 5% છે, અને તેનું ભારતીય રાષ્ટ્રીય GDPમાં યોગદાન 1.5% છે.
(C) ભારતમાં ગુજરાતની વસ્તી લગભગ 5% છે, અને તેનું ભારતીય રાષ્ટ્રીય GDPમાં યોગદાન લગભગ 10% છે.
(D) ભારતમાં ગુજરાતની વસ્તી અને ભારતીય રાષ્ટ્રીય GDPમાાં બંનેનું યોગદાન લગભગ 5%ની આજુબાજુ છે.
60. સરકારનાં તમામ લેણાં જે આર્થિક જવાબદારી સર્જે છે અથવા નાણાકીય સંપત્તિમાં ઘટાડો કરે છે, તેને યોગ્ય રીતે શું કહેવાય ?
(A) મૂડીગત આવક (Capltal Recelpts)
(B) મહેસૂલ આવક (Revenue Receipts)
(C) બિન કર આવક (Non-tax Receipts)
(D) ચાલુ આવક (Current Receipts)
61. ‘ઓપરેશન ક્લીન મની’ની શરૂઆત –
(A) જૂની અને મલિન રૂપિયા / નાણાં દૂર કરવા અને શુદ્ધ ચલણના ક્રિયાન્વયન માટે થઇ હતી.
(B) ગેરકાયદેસર નાણાંને જપ્ત કરી તેને શેરમાર્કેટમાં રોકવા માટે થઈ હતી.
(C) શેરમાર્કેટમાં કાયદેસર રોકાણને પ્રોત્સાહિત કરવા માટે થઈ હતી.
(D) ગેરકાયદેસર નાણાંને ચોપડે ચઢાવવા માટે થઈ હતી.
62. ……… બેરોજગારી એ કેટલાક કામદારો, નોકરી બદલતી વેળાએ અસ્થાયી કામચલાઉ ધોરણે રોજગારીમાં હોતા નથી તેના પરિણામરૂપે ઉદ્ભવે છે.
(A) ચક્રીય (Cyclical)
(B) પ્રતિરોધાત્મક (Frictional)
(C) મોસમી (Seasonal)
(D) સ્વૈચ્છિક (Voluntary)
63. 2011માં રોફડ સંક્રમણ યોજના દ્વારા જાહેર વિતરણવ્યવસ્થાની હસ્તાંતરણ ભલામણ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
(A) અરવિંદ પનગઢિયા
(B) સી, રંગરાજન
(C) રાજીવ કુમાર
(D) એમ. એસ. અહલુવાલિયા
64. શ્રી સુમિત બોઝ પેનલ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલી છે?
(A) ડિજિટલ અર્થતંત્ર (Digital Economy)
(B) નાણાકીય એકત્રીકરણ (Fiscal Consolidation)
(C) સામાજિક આર્થિક જાતિ જનગણના (Social-Economic Caste Census)
(D) કાળું ધન (Black Economy)
65. રિઝર્વ બેંકે ઉષા થરોટની અધ્યક્ષતામાં એક પેનલ બનાવી છે જે ……. ને લગતી બાબતો જોશે.
(A) કાળાં નાણાં (Black Money)
(B) ઓફ્લોર નાણાં માર્કેટ (Offishore Rupee Market)
(C) અપલાન સંપત્તિ (Non Performance Assets)
(D) જનધન ખાતાં (Jandhan Account)
66. ખેડૂતોની આવક બમણી કરવાના હેતુ સંદર્ભે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
(1) લક્ષ્યાંક વર્ષ 2022-23 છે.
(2) વાસ્તવિક આવક બમણી કરવાની છે.
(3) ફ્ક્ત ખેતીમાંથી થતી આવકને બમણી કરવાની છે.
(4) આ હેતુને સિદ્ધ કરવા માટે ખેતીના માર્ગીતરને પ્રોત્સાહિત કરવાનું છે.
(A) ફ્ક્ત 1,3 અને 4
(B) ફ્ક્ત 2 અને 4
(C) ફક્ત 3
(D) ફ્ક્ત 1 અને 3
67. એકસાથે બેવડી ખાધની સમસ્યાનો અર્થ એ થાય છે કે દેશ …….. ધરાવે છે.
(A) ઊંચી રાજકોષીય ખાધ અને ઊંચી ચાલુ ખાતાની ખાધ
(B) ઊંચી રાજકોષીય ખાધ અને ઊંચી મહેસૂલી ખાધ
(C) ઊંચી રાજકોષીય ખાધ અને ઊંચી શાસકીય ખાધ
(D) ઊંચી રાજકોષીય ખાધ અને ઊંચી પ્રાથમિક ખાધ
68. ભારતમાં NABARD ………….. ને પુનઃ ધિરાણ પૂરું પાડતું નથી.
(1) શેડ્યુલ્ડ વાણિજ્ય બેંકો
(2) પ્રાદેશિક ગ્રામીણ બેંકો
(3) આયાત-નિકાસ બેંક
(4) રાજ્ય જમીન વિકાસ બેંક
(A) ફક્ત 1, 2 અને 3
(B) ફક્ત 2, 3 અને 4
(C) ફક્ત 3
(D) 1, 2, 3 અને 4
69. સાહસ મૂડી (વેન્ચર કેપિટલ)નો શું અર્થ થાય છે ?
(A) ઉધોગોને પૂરી પાડવામાં આવતી ટૂંકા સમયગાળા માટેની મૂડી.
(B) નવા ઉદ્યોગ-સાહસિકોને પૂરી પાડવામાં આવતી લાંબા સમયગાળાની શરૂઆતની મૂડી (સ્ટાર્ટ-અપ કેપિટલ)
(C) નુકસાનીના સમયમાં ઉદ્યોગોને પૂરાં પાડવામાં આવતાં નાણાં
(D) ઉદ્યોગોને ફેરબદલી અને નવીનીકરણ માટે પૂરાં પાડવામાં આવતાં નાણાં.
70. આંતરરાષ્ટ્રીય તરલતાની સમસ્યા ………ની બિનઉપલબ્ધતા સાથે સંબંધ ધરાવે છે.
(A) વસ્તુઓ અને સેવાઓ
(B) સોનું અને ચાંદી
(C) ડોલર અને બીજાં મજબૂત ચલણો (હાર્ડ કરન્સીઝ)
(D) નિાસપાત્ર અધિશેષ
71. નાણાં આયોગ રાષ્ટ્રપતિને નીચેના પૈકી કઈ બાબતોમાં ભલામણો કરે છે ?
(A) કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરવેરાની વહેંચણી
(B) અનુદાન અને ધિરાણના ભાગલા
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
72. નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજનાનો હેત સૌપ્રથમ વખત ‘‘સમાવર્તી વૃદ્ધિ” આપવામાં આવ્યો હતો ?
(A) 9મી પંચવર્ષીય યોજના
(B) 10મી પંચવર્ષીય યોજના
(C) 11મી પંચવર્ષીય યોજના
(D) 12મી પંચવર્ષીય યોજના
73. 1991ના આર્થિક સુધારાઓ બાબતે નીચેના પૈકી કયું સાચું નથી ?
(A) રાજકોષીય સુધારા મારફ્તે સમગ્રલક્ષી આર્થિક સ્થિરતા
(B) નિકાસને ઉત્તેજન પૂરું પાડવા વેપારનીતિમાં સુધારા
(C) નાણાકીય ક્ષેત્રો તેમનું પ્રદર્શન સુધારે તે માટે તેમાં સુધારા
(D) વસ્તીવિસ્ફોટ ઓછો કરવા માટે વ્યાપક વસ્તીનીતિ
74. ભારતની આયાત-નિકાસ (EXIM) બેંકનું નીચેના પૈકી કયું કાર્ય નથી ?
(A) વસ્તુઓ અને સેવાઓની આયાત અને નિકાસ માટે ધિરાણ પૂરું પાડવું.
(B) ગુણવત્તાની ખાતરી માટે નિકાસની વસ્તુઓનું નિરીક્ષણ
(C) વિદેશમાં સંયુક્ત સાહસોને ધિરાણ
(D) વિદેશમાં સંયુક્ત સાહસની હિસ્સા મૂડીમાં ફાળો આપવા માટે ભારતીય લોન આપવી.
75. રાષ્ટ્રીય નાની બચત ફંડ (NSSF) બાબતે નીચે પૈકી ક્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) તમામ નાની બચતોની રકમ ભારતના એકત્રિત ફંડમાં જમા કરવામાં આવે છે.
(B) NSSF હેઠળના વ્યવહારો કેન્દ્રની રાજકોષીય ખાધને પ્રત્યક્ષ રીતે અસર કરતા નથી.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
76. નીચેના પૈકી કયું ‘‘બેરોજગારીની જાળ”ને સાચી રીતે વર્ણવે છે ?
(A) મજબૂત આર્થિક વૃદ્ધિ છતાં રોજગારીની વૃદ્ધિમાં ઘટાડો થવો.
(B) એવી પરિસ્થિતિ જ્યાં બેરોજગાર લોકો શ્રમમાં જોડાવા તૈયાર થતાં નથી.
(C) એવી પરિસ્થિતિ જ્યાં મોટા ભાગના કામદારો ઓછું વેતન આપતા અસંગઠિત ક્ષેત્રમાં કામે લાગેલા હોય.
(D) એવી પરિસ્થિતિ જ્યાં ઊભી કરવામાં આવેલી નોકરીઓની સંખ્યા નોકરી-બજારમાં પ્રવેશ કરતાં લોકોની સંખ્યા કરતાં ઓછી હોય.
77. ચલણના અવમૂલ્યનની નીચેના પૈકી કઈ સંભવિત અસર/અસરો છે ?
(1) વિદેશી વિનિમય બજારોમાં ચલણના મૂલ્યમાં ઘટાડો.
(2) નિકાસની ઊંચી સ્પર્ધાત્મકતા
(3) ઊંચો ફુગાવો
(4) આયાતની કિંમતમાં વધારો
(A) ફક્ત 1
(B) ફક્ત 1, 2 અને 4
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2, 3 અને 4
78. સિકલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ (FRBM), 2003 બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A). આ અધિનિયમ લાવવા પાછળ મુખ્ય આશય રાજકોષીય ખાધને ઓછી કરવાનો અને તેને નિયત મર્યાદાઓમાં રાખવાનો છે.
(B) તે રાજકોષીય ખાધ તેમ જ મહેસૂલી ખાધ બંને સાથે સંકળાયેલો છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
79. અલગ-અલગ દેશો વચ્ચે આર્થિક સંકલનની પ્રક્રિયામાં નીચેના પૈકી કયો સાચો ક્રમ છે ?
(A) સહિયારું બજાર – મુક્ત વેપાર વિસ્તાર – આર્થિક સંપ – કસ્ટમ સંપ
(B) મુક્ત વેપાર વિસ્તાર – સહિયારું બજાર – કસ્ટમ સંપ – આર્થિક સંપ
(C) સહિયારું બજાર – મુક્ત વેપાર વિસ્તાર – કસ્ટમ સંપ – આર્થિક સંપ
(D) મુક્ત વેપાર વિસ્તાર – કસ્ટમ સંપ – સહિયારું બજાર – આર્થિક સંપ
80. સરકારી અંદાજપત્રમાં મહેસૂલી ખાધ …….. દ્વારા ભરપાઈ થાય છે.
(1) ઉધાર
(2) વિનિવેશ
(3) કર આવક
(4) પરોક્ષ કરવેરા
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 4
(C) ફક્ત 3 અને 4
(D) ફક્ત 2 અને 4
81. વૈશ્વિકીકરણની અસર હેઠળ, રાજ્યએ …….. ની ભૂમિકા ધારણ કરી લીધી છે.
(A) સુવિધા આપનાર અને નિયમનકાર
(B) આંતરમાળખાના વિકાસકર્તા
(C) કલ્યાણ રાજ્ય
(D) સામાજિક સેવાઓ પૂરી પાડનાર
82. MOOCs ……. પૂરું પાડે છે.
(A) વિધાર્થીઓને સર્વોત્તમ ગુણવત્તાવાળાં ઇ-લર્નિંગનાં સાધનો
(B) બેંકોને વ્યવહારોનું પ્લેટફોર્મ
(C) સરકારી કચેરીઓમાં માલની ખરીર્દી
(D) ગ્રાહકોથી દુકાનદારોને નાણાંનું હસ્તાંતરણ
83. ફુગાવાને કરવેરાનું પ્રતિક્રિયાશીલ સ્વરૂપ તરીકે વર્ણન કરવામાં આવે છે, કારણ કે……..
(A) તે નિકાસને અસર કરે છે અને આયાતને આકર્ષક બનાવે છે.
(B) તે ચલણના અવમૂલ્યન તરફ દોરી જાય છે.
(C) તે મંદી સર્જી શકે છે.
(D) તે ગેરીબ અને નિર્બળ વર્ગોને વધુ અસર કરે છે.
84. સ્થૂળ જન્મદર (ક્રૂડ બર્થ રેટ) વર્ષમાં ……. દીઠ જીવિત જન્મની સંખ્યાની માપણી કરે છે.
(A) વસ્તીના 100
(B) વસ્તીના 1000
(C) વસ્તીના 10,00,0000
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
85. આઝાદ ભારતના અર્થતંત્ર સંદર્ભે, નીચેના પૈકી કઈ ઘટના સૌથી વહેલી ઘટી હતી?
(A) વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ
(B) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ
(C) બેંકિંગ નિયમન અધિનિયમ ઘડાયો
(D) પ્રથમ પંચવર્ષીય યોજનાની રજૂઆત
86. કયા વાર્ષિક અંદાજપત્રમાં ગુજરાતે સૌપ્રથમ વખત “જેન્ડર બજેટ” રજૂ કર્યું?
(A) 2005-06
(B) 2014-15
(C) 2015-16
(D) 2016-17
87. ખાનગી બેંકિંગમાં ……. ટકા સીધું વિદેશી રોકાણ (FDI)ની મંજૂરી આપવામાં આવી છે.
(A) 100
(B) 49
(C) 74
(D) 26
88. GST બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) વિજય કેલકરની અધ્યક્ષતા હેઠળ ટાસ્કફોર્સે GSTની અમલવારી માટેનો માર્ગ તૈયાર કર્યો.
(B) GST એ તમામ પરોક્ષ કરવેરાઓનું સ્થાન લીધું છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
89. ઉરૂગ્વે મંત્રણાઓ નીચેના પૈકી કોની સાથે સંકળાયેલી છે ?
(A) પ્રશુલ્ક / જકાતનાં પગલાંઓ
(B) બિનપ્રશુલ્ક / જકાતનાં પગલાંઓ
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
90.બેંકોએ તેઓની હાથ ઉપરની રોકડ અને કુલ અસ્કયામતો વચ્ચેનો ચોક્કસ ગુણોત્તર જાળવવાનો હોય છે જેને ……. કહે છે.
(A) CLR (રોકડ પ્રવાહિતાનું પ્રમાણ)
(B) SLR (કાયદામાન્ય પ્રવાહિતાનું પ્રમાણ)
(C) SBR (કાયદામાન્ય બેંક પ્રમાણ)
(D) CBR (કેન્દ્રીય બેન્ક પ્રમાણ)
91. વધારાનું મહેસૂલ પ્રાપ્ત કરવા માટે લગાડવામાં આવતા હંગામી વેરાને …… કહે છે.
(A) સેસ
(B) દંડ
(C) સરચાર્જ
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
92. નીચેનાં પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ‘સ્વતંત્ર-સ્વેચ્છાચારી” ઉદ્યોગ બાબતે સાચું / સાચાં છે ?
(A) તે સ્થાન-વિશેષ હોય છે.
(B) તેના ઉત્પાદનના પડતર ખર્ચમાં થોડો ફરક પડતાં જ પોતાનું સ્થળ બદલે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
93. કરવેરાઓ અને સરકારી વેપાર-વાણિજ્યના વળતર દ્વારા કેન્દ્ર સરકારને થયેલી તમામ આવકો ……. માં જમા કરવામાં આવે છે.
(A) ભારતનું આકસ્મિક ફંડ
(B) જાહેર હિસાબ
(C) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
94 નીચેનામાંથી કેવી સામગ્રી ‘મૂડીંગત માલ” (Capital Goods) તરીકે ગણી શકાય?
(A) એવો માલ કે જે છેવટનો ગ્રાહક વપરાશમાં લે છે.
(B) એવો માલ કે જે બીજો માલ બનાવવામાં વપરાય છે.
(C) સેવાકીય કામોને લગતો માલ.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
95. નીચેના પૈકી કયું ‘સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા’ (SEBI)નું કાર્ય નથી ?
(A) સ્ટોક એક્સચેન્જની કામગીરી પર દેખરેખ રાખવી.
(B) નવાં કેપિટલ ઇશ્યૂ અન્ડરરાઇટ કરવાપ
(C) વેપારી બેંકો અને મ્યુચ્યુઅલ ફંડોનું નિયમન કરવું.
(D) સ્વસ્થ મૂડીબજારના વિકાસને પ્રોત્સાહન આપવું.
96. ચુકવણું કરનારી બેંકો : પેમેન્ટ બેંકોના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
(A) આવી બેંકોએ કેશ રિઝર્વ રેશિયો’ CRR અને ‘સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો’ – SLR નિભાવવાની જરૂર નથી.
(B) પેમેન્ટ બેંકોની સ્થાપના રિઝર્વ બેંક દ્વારા એક વિશિષ્ટ પરવાના હેઠળ કરવામાં આવી હતી.
(C) નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ પણ પેમેન્ટ બેંક તરીકેનો પરવાનો મેળવવા અરજી કરી શકે છે.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
97. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-2013ના સંદર્ભે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું/ સાચાં છે ?
(A) એ હક્ક-પરસ્ત્ર અભિગમથી કલ્યાણ-પરસ્ત અભિગમ તરફ્નો બદલાવ દર્શાવે છે.
(B) એ ઘરની વડીલ વ્યક્તિ તરીકે ઘરની સૌથી મોટી સ્ત્રીને રેશનકાર્ડ કાઢવાનો પરવાનો આપે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
98. ‘જાતિ-વિકાસ ક્રમ’ (Gender Development Index) નિર્ધારિત કરવામાં નીચે પૈકી કયા નિર્દેશકો પ્રત્યક્ષ/સીધી રીતે ઉપયોગમાં લેવાતા નથી ?
(A) શાળાનાં સરેરાશ વર્ષ
(B) ફુલ રાષ્ટ્રીય માથાદીઠ આવક
(C) માનવ-વિકાસ ક્રમ (Human Development Index)
(D) કુલ પ્રજનન દર
99. સામાન્ય રીતે અર્થતંત્ર અલ્પવિકસિત કહેવાય છે જો …….
(A) લોકોનું જીવનધોરણ તેમ જ માથાદીઠ આવક ખૂબ નીચાં હોય.
(B) લોકોનો મુખ્ય ધંધો કૃષિ હોય અને કૃષિ-ઉત્પાદન ખાસ્સું નીચું હોય.
(C) ઉત્પાદનની પ્રયુક્તિઓ અવિકસિત હોય.
(D) ઉપરોક્ત તમામ
100. નીચેના પૈકી કઈ સીધા કરવેરાની વિશેષતા નથી ?
(A) વ્યક્તિની ચૂકવવાની ક્ષમતા અનુસાર આ કરવેરા લાદવામાં આવે છે.
(B) આ કરવેરા સામાજિક જાગૃતિ નિર્માણ કરે છે.
(C) રાજ્યની આમદાની આવક સાપેક્ષ છે.
(D) કરવેરાનો હિસાબ રાખવાની જરૂર નથી.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here