GPSC PT 2016 to 2023 Solved – વિજ્ઞાન અને ટેક્નોલોજી – 2

GPSC PT 2016 to 2023 Solved – વિજ્ઞાન અને ટેક્નોલોજી – 2

1. ઈન્ફ્રારેડ અને જોઈ શકાય તેવી સેટેલાઈટ છબીઓ કદાચ ……. પૂરી પાડી શકે.  
(A) વાદળની જાડાઈ અને ઊંચાઈ નક્કી કરવા માટેની પદ્ધતિ
(B) સૂકાં અને ભીનાં વાદળો વચ્ચેનો ભેદ પારખવાની પદ્ધતિ
(C) કૃત્રિમ વર્ષ માટે યોગ્ય વાદળો ઓળખવા માટેની પદ્ધતિ
(D) ‘‘નવાં’’ અને ‘‘ જૂનાં’’ વાદળો વચ્ચે ભેદ પારખવાની પદ્ધતિ
2. સેમિકન્ડક્ટર સબસ્ટ્રેટમાંથી ઈન્ટિગ્રેટેડ સરકિટોનું સર્જન કરવા માટે વપરાતી મૂળભૂત પ્રક્રિયા કઈ છે ?
(A) લિથોગ્રાફી
(B) ફોટો પેટર્નિંગ
(C) નિવારણ
(D) સંલગ્નતા
3. પ્રથમ રાફેલ લડાકુ વિમાન ભારતીય વાયુદળના ……. સ્કવોડ્રનમાં સામેલ કરવામાં આવશે.
(A) ગોલ્ડન એરોઝ 17
(B) સુપર સ્પ્રીંગ્ઝ 18
(C) જોધપુર જાયન્ટઝ 16
(D) ડાયમંડ ડેવીડ્ઝ 20
4. સંરક્ષણ મંત્રાલય, ભારત સરકાર નવી ત્રિ-સેવા એજન્સીઓ ઊભી કરી રહી છે તે …….. છે.
(A) ડિફેન્સ સાયબર એજન્સી, ડિફેન્સ સ્પેસ એજન્સી અને સ્પેશિયલ ફોર્સિસ એજન્સી
(B) ડિફેન્સ સ્પેસ એજન્સી, ડિફેન્સ જીઓગ્રાફી એજન્સી અને ડિફેન્સ ફૂડ એજન્સી
(C) ડિફેન્સ સાયબર એજન્સી, ડિફેન્સ ફૂડ એજન્સી અને સ્પેશિયલ ફોર્સિસ એજન્સી
(D) ડિફેન્સ નેચર એજન્સી, ડિફેન્સ ફૂડ એજન્સી અને કમ્યુનિટી એજન્સી
5. ભારતની પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઈન કરેલી અને વિકસાવવામાં આવેલી લાંબી દૂરીની સબ-સોનિક ક્રૂઝ મિસાઇલ, ‘નિર્ભય’નું તાજેતરમાં સફ્ળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ બાબતે નીચેનાં પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે
(1) નિર્ભય મિસાઇલ 1000 કિમી.ની ઓપરેશનલ રેન્જ ધરાવે છે અને પરમાણુ શસ્ત્રસામગ્રી (વોરહેડ) સહિત 300 કિ.ગ્રા. સુધી શસ્ત્રસામગ્રી (વોરહેડ) લઈ જઈ શકે છે.
(2) મિસાઇલ બે તબક્કાવાળી મિસાઇલ ધરાવે છે જે એડવાન્સ્ડ ગ સિસ્ટમ લેબોરેટરી (AS) દ્વારા વિકસાવવામાં આવેલ સોલિડ મોટર બુસ્ટરથી સંચાલિત છે. .20\lle
(3) તે ટર્બોફેન અથવા ટર્બોટ એન્જિન સાથે સફર કરી શકે છે અને અત્યંત અધતન ઈનર્સિયલ નેવીગેશન પદ્ધતિ દ્વારા માર્ગદર્શિત છે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 2
(D) ફક્ત 1
6. વિશ્વમાં નીચેના પૈકી કયા દેશે 5G નેવર્ક પ્રથમ શરૂ કર્યું ?
(A) દક્ષિણ કોરિયા
(B) જાપાન
(C) સિંગાપોર
(D) કેનેડા
7. સ્વદેશી બનાવટના લાંબા અંતરની ક્ષમતા ધરાવનારા પ્રથમ સબસોનિક ક્રૂઝ મિસાઇલનું નામ  …………. છે.
(A) અસ્ર
(B) અગ્નિ
(C) બ્રહ્મોસ
(D) નિર્ભય 
8. સ્વદેશી બનાવટનું ઔદ્યોગિક કક્ષાનું 500 MWe ક્ષમતાવાળું પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રિડર રિએક્ટર …….. ખાતે આવેલું છે. 
(A) કુંડકુલમ
(B) હરીપુર
(C) કાલપક્કમ
(D) નશેરા
9. DRDO એ સ્વદેશી બનાવટનું ‘મેનુ પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઇડેડ મિસાઇલ ‘ (MPATGM)નું પરીક્ષણ કર્યું, નીચેનાં પૈકી કયું આ મિસાઇલનું લક્ષણ નથી ?
(A) તે થર્ડ જનરેશન એન્ટિ ટેન્ક મિસાઇલ છે.
(B) તેની સાથે અતિવિસ્ફોટક એન્ટિ ટેન્ક શસ્ત્રો જોડવામાં આવ્યાં છે.
(C) મહત્તમ દૂરી (Range) 2.5 કિલોમીટર છે.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
10. સ્વદેશી રીતે વિકસાવેલી ‘પિનાક ગાઇડેડ વેપન સિસ્ટમ’નું પરીક્ષણ રાજસ્થાનના ‘પોખરણ’ના રણપ્રદેશમાં સફ્ળતાપૂર્વક થયું. એ સંદર્ભે નીચેના પૈકી ક્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(1) ભગવાન શિવના ધનુષ્ય ‘પિનાક’ પરથી આ રોકેટ સિસ્ટમને નામ અપાયું છે.
(2) પિનાક’ની 30-40 કિમી.ની દૂરી (Range) ‘પિનાક-II’માં વધારીને 70-80 કિમી.ની કરવામાં આવી.
(3) આ શસ્ત્ર ‘ એડવાન્સ નેવિગેશન અને કન્ટ્રોલ સિસ્ટમ’ ધરાવતી ‘ગાઇડન્સ કિટ’થી સજ્જ છે.
(A) ફક્ત 1
(B) ફ્ક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
11. અંતરીક્ષ આધારિત ભારતીય સંવર્ધન પદ્ધતિ (Space based augmentation system) GAGAN નો મુખ્યત્વે નીચેના પૈકી કઈ બાબતના નેવિગેશનનો છે ?
(A) ઉપગ્રહ
(B) વિમાન
(C) ટ્રેનો
(D) ટ્રકો
12. નીચેની પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
(A) બારાક મિસાઇલ – જહાજથી હવામાં, જહાજથી સપાટી ઉપર
(B) નાગ મિસાઇલ – સપાટીથી સપાટી અને હવાથી સપાટી ઉપર
(C) નિર્ભય મિસાઇલ – નૌકાદળ, જમીન, હવા
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
13. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
(A) વાય મેક્સ (wi Max) – માહિતી અને સંચાર ટેક્નોલોજી (Information and Communication Technology)
(B) પ્રોજેક્ટ લૂન (Project Loon) – મિસાઇલ ટેકનોલોજી
(C) હાઇપરલૂપ (Hyperloop) – પરિવહન.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
14. નીચેના પૈકી કઈ દવાઓ વનસ્પતિજન્ય છે ?
(1) મોરફીન (Morphine)
(2) ક્વિનીન (Qulnine)
(3) ટેક્ષોલ (Taxol)
(4) પેનિસિલિન (Penicillin)
(A) ફક્ત 1 અને 4
(B) ફ્ક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1, 2 અને 3
(D) ફક્ત 3 અને 4
15. નીચેના પૈકી કયો ઉપગ્રહ ઇસરો (ISRO) નો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ (Earth Observation Satellite) નથી ?
(A) IRNSS – 1A
(B) SARAL
(C) INSAT – 3D
(D) INSAT – 3A
16.ઊર્જા ક્ષેત્ર “IPHE” એટલે ………
(A) ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હાઇડ્રોજન ઇકોનોમી
(B) ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હેલોજન એફિક્સી
(C) ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હિલિયમ એફિશિયન્સી
(D) ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હાઇબ્રીડ એનર્જી
17. ઇસરો (ISRO) એ તેની યાત્રા 1962માં ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR) ના ગઠનથી શરૂ કરી. કયા વિભાગે (INCOSPAR) નું ગઠન કર્યું ?
(A) ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી
(B) ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સ
(C) ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી
(D) ડિપાર્ટમેન્ટ ઓફ પાવર એન્ડ કમ્યુનિકેશન
18. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (Department of Atomic Energy) એ “ફ્લુઓરિમીટર” (Fluorimeter) નામનું સાધન વિકસાવ્યું છે. આ સાધનનો હેતુ શું છે ?
(A) તે યુરેનિયમની સમૃદ્ધિના સ્તરની માપણી કરવા માટે વપરાય છે.
(B) તે લોહીમાં ફ્લોરાઇડ ઝેરની માપણી કરવા માટે વપરાય છે.
(C) તે ધરતીના પેટાળમાં યુરેનિયમના નમૂનાઓ કેટલી ઊંડાઈએ/ આવેલા છે તેની માપણી કરવા માટે વપરાય છે.
(D) તે પાણીમાં યુરેનિયમની માત્રાની માપણી કરવા માટે વપરાય છે.
19. ભારતના “લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ” – “તેજસ” બાબતે નીચેનાં પૈકી કર્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(1) તેજસ બહુવિધ ભૂમિકાઓવાળું એક બેઠક ધરાવતું હલકા વજનવાળું જેટ-ફાઇટર છે.
(2) ભૂતપૂર્વ વડા પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયીએ તેનું નામાધિકરણ – “તેજસ” જેનો અર્થ તેજ-પ્રકાશ થાય છે, કરેલું.
(3) તે હવાથી હવામાં છોડી શકાય તેવા મિસાઇલો, બોમ્બ અને ચોક્સાઈ માર્ગદર્શિત દારૂગોળો / યુદ્ધસામગ્રીનું વહન કરી શકે છે.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 3
(D) 1, 2 અને 3
20. નીચેના પૈકી કઈ રશિયાની નવીન પરીક્ષણ કરેલ હાયપર ન્યુક્લીયર મિસાઇલ છે?
(A) Leningrad
(B) Avangard
(C) Kremilinograd
(D) Tyngaskograd
21. ભારતનો સૌપ્રથમ ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક (રક્ષા ઔદ્યોગિક પાર્ક) નીચેના પૈકી કયા રાજ્યમાં તૈયાર કરવામાં આવશે ?
(A) આંધ્ર પ્રદેશ
(B) કર્ણાટક
(C) કેરળ
(D) મહારાષ્ટ્ર
22. નીચેનાં પૈકી કયું/કયા એ Unmanned Aerial Vechicle (UAV)નાં ઉદાહરણ છે ?
(A) નિશાંત
(B) રુસ્તમ
(C) લક્ષ્ય
(D) ઉપરનાં તમામ
23. નિર્ભય (Nirbhaya) મિસાઇલ અંગે નીચેનાં પૈકી કયું વિધાન/ કયાં વિધાન સાચું/સાચાં છે ?
(1)નિર્ભય એ ભારતનું સૌપ્રથમ લઘુ અંતર સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે.
(2) તેનું ઓપરેશનલ અંતર 100 km. છે.
(3) તે બે સ્ટેજ મિસાઇલ છે કે જે સોલિડ (ઘન) ફ્યુઅલ (ઇંધણ) મોટર બુસ્ટર દ્વારા ચાલિત છે.
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1, 2 તથા 3
24. ISROના ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) ……… ખાતે સ્થિત છે.
(A) નવી દિલ્હી
(B) પૂણે
(C) શ્રી હરિકોટા
(D) બેંગલુરુ
25. નીચેના પૈકી કયો ઉપગ્રહ ઇસરો (ISRO) નો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ (Earth Observation Satellite) નથી?
(A) IRNSS – 1A
(B) SARAL
(C) INSAT – 3D
(D) INSAT – 3A
26. “ઇલાસ્ટિક કમ્યૂટ ક્લાઇડ” (Elastic_Compute Cloud) સૌપ્રથમ …….. દ્વારા રજૂ કરવામાં આવ્યું.
(A) એમેઝોન
(B) એપલ
(C) ગૂગલ
(D) નોકિયા
27. ઇસરો (ISRO) દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવેલા ભારતના સ્વરક્ષણ ઉપગ્રહ EMISAT બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
(1) આ લોન્ચ માટે ઇસરોએ તેના PSLVનો ઉપયોગ કર્યો.
(2) EMISAT ને સફ્ળતાપૂર્વક “સન-સિન્ક્રોનાઇઝ્ડ પોલર ઓરબીટ” માં મૂકવામાં આવ્યો.
(3) EMISAT ઇસરોના ભારતીય મિનિ સેટેલાઇટ-2 (આઈ.એમ.એસ.- 2) બસ પ્લેટફોર્મ (Indian Mini Satellite-2 (IMS-2) Bus Platform) ઉપર આધારિત છે.
(4) આ ઉપગ્રહ વીજચુંબકીય સ્પેક્ટ્રમની માપણી માટેના હેતુ સારુ છે.
(A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1, 2 અને 3
(D) 1, 2, 3 અને 4
28. ઇસરો (ISRO) એ તેની યાત્રા 1962માં ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR) ના ગઠનથી શરૂ કરી. કયા વિભાગે (INCOSPAR) નું ગઠન કર્યું?
(A) ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી
(B) ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સ
(C) ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી
(D) ડિપાર્ટમેન્ટ ઓફ પાવર એન્ડ કમ્યુનિકેશન
29. “SACHET” પૉંટલ શરૂ કરવાના હેતુ ……..
(A) એફ. ડી. આઈ. ના (FDI) પોર્ટફોલિયોનું આકારણીનું વિશ્લેષણ કરવાનો છે.
(B) નાણાંના ગેરકાયદેસર સંગ્રહ તપાસવાનો છે.
(C) સામાજિક યોજનાઓમાં સરકારી ખર્ચનું નિયમન કરવાનો છે.
(D) ગ્રામીણ વિદ્યુતીકરણનું મૂલ્યાંકન કરવાનો છે.
30. ટૈન્ડિકટ યંત્રમાનવ (રોબોટ) ……… નામે સંબંધિત છે.
(A) યંત્રમાનવ સફાઈ કામદાર
(B) યંત્રમાનવ શલ્યચિકિત્સક
(C) યંત્રમાનવ પોલીસ અધિકારી
(D) યંત્રમાનવ કોમ્પ્યૂટર
31. ધનુષ તોપ વિશે નીચેનામાંથી કયું સાચું નથી ?
(A) તેની ચોક્સાઈભરી અને પરિશુદ્ધ પરિચાલન સીમા 40 કિલોમીટરની છે.
(B) સ્વીડીશ-બોફોર્સ તોપની સુધારેલી આવૃત્તિ છે.
(C) તેમાં રાત્રી દરમિયાન પણ સીધા તોપમારાની ક્ષમતા છે.
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
32. ઈસરો (ISRO) ના ગગનયાન મિશન બાબતે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
(1) અવકાશ તરફ્ના માનવસહિત મિશનમાં ત્રણ કર્મચારીગણ હશે.
(2) તે અવકાશમાં આશરે એક અઠવાડિયા સુધી રહેશે અને સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ (Micro gravity) ઉપર પ્રયોગો કરશે.
(3) અવકાશમાં માનવી મોકલનાર USA, રશિયા અને ચીન પછી ભારત ચોથો દેશ બનશે.
(4) ભારતનો માનવસહિતનો અવકાશ ઉડ્ડયન ગગનયાન કાર્યક્રમ 2025 સુધીમાં શરૂ થશે.
(A) ફક્ત 2 અને 3
(B) ફક્ત 3 અને 4
(C) ફક્ત 1 અને 4
(D) ફક્ત 1, 2 અને 3
33. કેન્દ્ર સરકાર દ્વારા બે નવાં અવકાશ સંશોધન ટેક્નોલોજી કેન્દ્રો …….. ખાતે સૂચિત કરવામાં આવ્યાં છે.
(A) જમ્મુ અને અગરતલા 
(B) ચંદીગઢ અને ગંગટોક
(C) દિલ્હી અને ઇઝવાલ
(D) કોઈ પણ નહીં
34. ભારતના આદિત્ય એલ-1 મિશન ક(યાં) વિધાન(નો) ખરું(રાં) છે? બાબતે નીચે આપેલાં વિધાનોમાંથી
(1) સૌર તેજચંદ્ર (solar corona) નો અભ્યાસ કરવા માટેનું તે ઈસરો (ISRO)નું પ્રથમ મિશન છે.
(2) ભારત અને રશિયા દ્વારા વિકસાવવામાં આવેલું તે આંતરખંડીય બેલિસ્ટિક મિસાઈલ છે,
(3) વર્ષ 2025 સુધીમાં તેનું પ્રક્ષેપણ કરવામાં આવશે.
(A) ફક્ત 1
(B) ફ્ક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) ફક્ત 3
35. હેલિના પ્રક્ષેપાસ્ત્ર (Missile Hellna) બાબતે નીચે આપેલાં વિધાનોમાંથી કર્યું(યાં) વિધાન(નો) ખર(રાં) નથી ?
(1) તે સ્વદેશી રીતે વિકસાવાયેલું સંચાલિત પ્રક્ષેપાસ્ત્ર છે.
(2) પ્રક્ષેપાસ્ત્રનું સંચાલન ઇન્ફ્રારેડ ઇમેજિંગ સીકર દ્વારા થાય છે.
(3) તે પૃથ્વી પ્રક્ષેપાસ્ત્રની હેલિકોપ્ટર દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવેલી આવૃત્તિ છે.
(A) ફક્ત 2
(B) ફક્ત 3
(C) ફક્ત 2 અને 3
(D) ફ્ક્ત 1 અને 3
36. નીચેની જોડીઓ પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે?
(A) INS ચક્ર – પરમાણુશક્તિ સંચાલિત
(B) સિંધુઘોષ કલાસ – ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન
(C) INS કાલવરી – સ્કોરપીન ક્લાસ
(D) ઉપર પૈકી કોઈ પણ નહીં
37. ધ્રુવીય ભ્રમણકક્ષા પૃથ્વીના દૂરસ્ત સંવેદન માટે …….. ને કારણે પસંદ કરવામાં આવે છે.
(A) વૈશ્વિક વ્યાપ્તિ (Global Coverage)
(B) ઉચ્ચ પ્રતિપતિ (Higher Resolution)
(C) હિમ આવરણ પ્રતિચિત્રણ (Show Cover Mapping)
(D) ઉપરોક્ત તમામ
38. અવકાશ કેપ્સ્યૂલ પુનઃપ્રાપ્તિ પ્રયોગ હેઠળ ઇસરો (ISRO) એ બંગાળની ખાડીમાં મોડ્યુઅલ પુનઃપ્રાપ્ત કર્યું છે. આ પ્રયોગ ઈસરો (ISRO)ને ……. માં મદદ કરશે.
(A) માનવસહ અવકાશ મિશન (Manned space Mission)
(B) ચંદ્રયાન-2 મિશન (Chandrayaan-2 Mission)
(C) સમુદ્રના દૂરસ્થ સંવેદન (Remote Sensing of Ocean)
(D) નૌપરિવહન મિશન (Navigation Mission)
39. ઇન્સેટ-3ડી એ ભૂસ્તરીય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવેલો ઉપગ્રહ છે. તેનો પ્રાથમિક ઉપયોગ ……. માટે છે.
(A) સંચાર
(B) દૂરસંચાર
(C) નૌચાલન
(D) હવામાન આગાહી
40. સૂર્યના તેજોવલય (કોરોના) ક્ષેત્રની તપાસ કરવા નાસા(NASA)નું તાજેતરનું સૌર તપાસ પ્રક્ષેપણ નીચેનાં પૈકી કયું છે?
(A) કોરોના સૌર તપાસ
(B) વોયેજર સૌર તપાસ
(C) એટલŃટિસ સૌર તપાસ
(D) પારકર સૌર તપાસ
41. ……. તટસ્થ સ્રોતોને નિર્ધારિત અને સંચાલિત કરવાના હેતુસર છે અને તે સૂર્ય તુલ્યકાલી ધ્રુવીય ભ્રમણકક્ષા (Sun Synchronous Polar Orbit | SSPO)થી કાર્ય કરે છે.
(A) સંચાર ઉપગ્રહ
(B) નૌવહન ઉપગ્રહ
(C) સુદૂર સંવેદન ઉપગ્રહ
(D) કોઈ પણ નહીં
42. બ્રહ્મોસ(Brahmos) ટ્રાન્સપોર્ટ લોન્ચ કેનીસ્ટર(TLC)ના દ્વિતીય હરોળના ઉત્પાદન માટેના પ્લાન્ટનું ઉદ્ઘાટન ……. ખાતે કરવામાં આવ્યું.
(A) રાજકોટ
(B) સુરત
(C) વડોદરા
(D) ગાંધીનગર
43. લોન્ચ (પ્રક્ષેપણ) વાહનોની પેલોડ (બોજ) ક્ષમતા વધારવા માટે ઈસરો (ISRO) દ્વારા નીચેના પૈકી કયા High Trust Engineનું જમીન પરીક્ષણ કરવામાં આવ્યું?
(A) વિજેય એન્જિન
(B) અજય એન્જિન
(C) વિકાસ એન્જિન
(D) વીર એન્જિન
44. ISRO (ઈસરો)નું ટેલિમેટ્રી (લાંબા અંતરથી વૈજ્ઞાનિક સામગ્રી મોકલવાનું ખાસ સાધન), ટ્રેકિંગ (પગેરું મેળવવા) અને કમાન્ડ (આદેશ) નેટવર્ક (માળખું), (ISTRAC) જે ઘણીવાર સમાચારમાં આવે છે તે ક્યાં આવેલું છે?
(A) નવી દિલ્હી
(B) પૂણે
(C) શ્રી હરિકોટા
(D) બેંગલુરુ
45. નીચેના પૈકી ક્યા મિશનમાં ISRO એ PSLV સેટેલાઈટ લોન્ચ વ્હીલ્સનો ઉપયોગ કર્યો?
(A) મંગળ ભ્રમણકક્ષા મિશન
(B) ચંદ્રયાન મિશન
(C) (A) અને (B) બંને
(D) ઉપરના પૈકી એક પણ નહીં
46. નીચેના પૈકી કઈ જોડી અયોગ્ય રીતે જોડાયેલી છે?
(A) સુખોઈ 30 – વિજય
(B) મીરાજ 2000 – વંજ
(C) મીંગ 29 – બાઝ
(D) મીગ 27 – બહાદુર
47. નીચેના પૈકી કયું વિધાન ભારતના ‘અસ્ત્ર’ પ્રક્ષેપાસ્ત્ર સંદર્ભે સાચું નથી?
(A) તે હવાથી હવામાં માર કરવાવાળું પ્રક્ષેપાસ્ત્ર છે.
(B) તે સ્વદેશી રીતે વિકસિત દૃશ્ય સીમાથી પર પ્રક્ષેપાસ્ત્ર છે.
(C) તે સપાટી પરથી પાણીમાં વાપરી શકાય છે.
(D) ઉપરોક્ત તમામ
48. ઔદ્યોગિક પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવતી બાયોટેક્નોલોજી એપ્લિકેશનને ……. કહેવાય છે.
(A) ગ્રીન બાયોટેક્નોલોજી
(B) બ્લૂ બાયોટેક્નોલોજી
(C) વ્હાઈટ બાયોટેકનોલોજી
(D) રેડ બાયોટેક્નોલોજી
49. ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી નીચેના પૈકી કયા સ્થળે આવેલ છે ?
(A) બેંગાલુરુ
(B) થીરૂવઅનંતપુરમ્
(C) કોલકોતા
(D) મુંબઈ
50. નીચેનાં વિધાનો ચકાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) નાસા (NASA)નું વડું મથક વોશિંગ્ટન DCમાં આવેલ છે.
(2) નાસાની સ્થાપના વર્ષ 1958માં થઈ હતી.
(A) બંને વિધાનો સાચાં છે.
(B) વિધાન (1) સાચું અને (2) ખોટું છે.
(C) વિધાન (1) ખોટું અને (2) સાચું છે.
(D) બંને વિધાનો ખોટાં છે.
51. કાઉન્સિલ ફોર એડવાન્સમેન્ટ ઓફ પીપલ્સ એક્શન એન્ડ ટેક્નોલોજી (CAPART) ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
(A) 1984
(B) 1985
(C) 1986
(D) 1990
52. નાગ, ત્રિશૂલ, પિછોરા અને બરાક એ શું છે ?
(A) લડાયક હેલિકોપ્ટર
(B) સબમરીન
(C) લડાયક વિમાન
(D) મિસાઈલ 
53. નૌસેનાના છ મહિલા અધિકારીઓ “નાવિક સાગર પરિક્રમા” નામના મિશનથી વિશ્વ પરિક્રમા પર નીકળેલ છે. આ અભિયાનનું નેતૃત્વ કોણ કરી રહેલ છે ?
(A) લેફ્ટિનેંટ કમાન્ડર પ્રતિભા અગ્રવાલ
(B) લેફ્ટિનેંટ સી. સ્વાતિ
(C) લેફ્ટિનેંટ કમાન્ડર વર્નિકા જોશી
(D) લેફ્ટિનેંટ વિજયા દેવી
54. સબમરીનમાંથી દરિયાની સપાટી પરના પદાર્થને શાની મદદથી જોઈ શકાય છે?
(A) માઈક્રોસ્કોપ
(B) ટેલિસ્કોપ
(C) ગાયરોસ્કોપ
(D) પેરિસ્કોપ
55. કયા દેશોની નૌસેના દ્વારા “વા” યુદ્ધ અભ્યાસ વર્ષ 2018માં કરવામાં આવેલ હતો? 
(A) પાકિસ્તાન અને ફ્રાંસ
(B) રશિયા અને ફ્રાંસ
(C) રશિયા અને ચીન
(D) ભારત રત અને ફ્રાંસ
56. NASAના હબલ અંતરીક્ષ દૂરદર્શી દ્વાસ નિહાળવામાં આવેલા દૂરના તારાનું નામ શું છે ?
(A) સાઈરસ
(B) કોકૂન
(C) કેપેલા
(D) ઇકારસ
57. હાલમાં વૈજ્ઞાનિકોના સંશોધનના આધારે માનવ શરીરના કયા ટીશ્યુ કે અવયવ દ્વારા કેન્સરના પ્રસારને સમજી શકાય છે ?
(A) લુંકી વાઈટસ (Lunkivitus)
(B) ઈન્ટરસ્ટેટિયમ (Interstitum)
(C) પેન્સિયટિયમ (Pansitium)
(D) ઈન્ટેસ્ટીનિયમ (Intestinium)
58. ભારતે પ્રથમ વખત જેમાં ભાગ લીધો એ ‘પીચ બ્લેક તાલીમ’ શું છે? 
(A) યુ.એસ. નૌસેના સહયોગી અને તેમના યજમાન પદે કાળા સમુદ્રમાં થનાર તાલીમ
(B) પ્રશાંત મહાસાગરમાં અદૃશ્ય થયેલ મલેશિયન એરલાઈન્સના વિમાન MH370નું બચાવ અભિયાન
(C) રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સ દ્વારા યોજવામાં આવેલી એક બહુરાષ્ટ્રીય તાલીમ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
59. “નાવિક” (NAVIC) બાબતે નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(1) તે સ્વદેશી બનાવટની નેવિગેશન ઉપગ્રહ આધારિત સિસ્ટમ છે.
(2) તેમાં સાત ઉપગ્રહોનો સમાવેશ થાય છે.
(3) તે 2016માં કાર્યરત થયું.
(A) ફક્ત (1) અને (3)
(B) ફક્ત (2) અને (3)
(C) ફ્ક્ત (1) અને (2)
(D) (1), (2) અને (3)
60. ભારતીય સંરક્ષણ સામગ્રી K-4 અને K-15 ……… છે.
(A) બેલેસ્ટિક મિસાઈલ્સ
(B) પરમાણુ સ્ફોટક અગ્ર (ન્યુક્લિયર વોરહેડ)
(C) ભારે વિસ્ફોટક સુરંગ (લેન્ડમાઈન્સ)
(D) સબમશીનગન્સ
61. ઈસરો તાજેતરમાં મૂકવામાં આવેલો “જીસેટ-29” ઉપગ્રહ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
(1) તે ભારતનો સૌથી વજનદાર ઉપગ્રહ છે.
(2) તેને GSLV Mk-III-D2 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું
(3) તે સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે.
(4) તે દુશ્મન જહાજો ઉપર નજર રાખશે.
(A) ફ્ક્ત (1) અને (2)
(B) ફક્ત (2) અને (3)
(C) ફક્ત (1), (2) અને (3)
(D) (1), (2), (3) અને (4)
62. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ……..
(A) વૈજ્ઞાનિક શિક્ષણ, જાગૃતિ, સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટેની નોડલ સંસ્થા છે.
(B) હાર્ડવેર અને સોફ્ટવેરની સુવિધા મેળવવા સલાહ આપે છે અને ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટોના અમલીકરણ માટેની તાલીમ પૂરી પાડે છે.
(C) ટેકનોલોજી આધારિત ઉદ્યોગો અને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટેની નોડલ સંસ્થા છે.
(D) સ્પેસ એપ્લિકેશન અને જીઓ-ઇન્ફર્મેટીક્સ માટેની નોડલ સંસ્થા છે.
63. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મૂકવામાં આવેલું ઓફશોર પેટ્રોલ વેસલ (Offshore Patrol Vessel) ICGS વરાહ ……….. દ્વારા નિર્મિત છે.
(A) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
(B) તાતા ડિફેન્સ સીસ્ટમ્સ
(C) લારસન એન્ડ ટુબ્રો 
(D) ડી.આર.ડી.ઓ.
64. “સમુદ્ર શક્તિ” એ ભારત અને …….. વચ્ચેની દ્વિપક્ષીય નૌકાદળ કવાયત છે.
(A) બાંગ્લાદેશ
(B) ફ્રાન્સ
(C) ઈન્ડોનેશિયા
(D) રશિયા
65. ઈસરોએ શુક્ર મિશનનું આયોજન વર્ષ ……. માટે કર્યું છે.
(A) 2020
(B) 2023
(C) 2025
(D) 2027
66. ઈસરોનું ભારતીય જીઓ-પ્લેટફોર્મ, ભૂવન મૂળભૂત રીતે ….. છે
(A) સોફ્ટવેર એપ્લિકેશન
(B) ઉપગ્રહ સીસ્ટમ
(C) ઉપગ્રહ મંડળ
(D) લોન્ચ વ્હીકલ
67. સંરક્ષણ ઉત્પાદન અને તેનાં નામ વિશેના જોડકાંમાંથી ક્યું ખોટું છે?
(A) અર્જુન – યુદ્ધ ટેન્ક
(B) રુસ્તમ – માનવરહિત વિમાન
(C) અરિહંત – અણુ સબમરીન
(D) વિક્રમાદિત્ય – લડાકુ વિમાન
68. ભારતે નીચેના પૈકી કયા દેશ પાસેથી બરાક એન્ટિ મિસાઇલ ડિફેન્સ સીસ્ટમ ખરીદી છે ?
(A) ફ્રાન્સ
(B) USA
(c) રશિયા
(D) ઇઝરાયેલ
69. WIMAX નીચેના પૈકી કઈ ટેક્નોલોજી સાથે સંબંધ ધરાવે છે ?
(A) સંચાર ટેક્નોલોજી
(B) બાયો ટેક્નોલોજી
(C) મિસાઈલ ટેક્નોલોજી
(D) અવકાશ ટેક્નોલોજી
70. નીચેનામાંથી કયા શહેરમાં ટાટા-બોઈંગ સંયુક્ત સાહસે અપાર્ચ હેલિકોપ્ટર માટે, વાયુયાનના ચોખટાની વાંતરીક્ષ સુવિધા સ્થાપિત કરી છે ? 
(A) ચેન્નાઈ
(B) મુંબઇ
(C) હૈદરાબાદ
(D) અમદાવાદ
71. ભારતે પોખરાણમાં M-777 અલ્ટ્રા લાઇટ હોવિત્ઝરોનું અગ્નિ પરીક્ષણ …… ના સહયોગથી કર્યું.
(A) સ્વિડન
(B) પોર્ટુગલ
(C) ફ્રાન્સ
(D) USA 
72. ભારતીય સંરક્ષણના સંદર્ભમાં ધ્રુવ શું છે ?
(A) હવાઈ જહાજ વહન કરનાર યુદ્ધજહાજ
(B) પ્રક્ષેપાસ્ત્ર વહન કરનાર સબમરીન
(C) અધતન હલકું હેલિકોપ્ટર
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
73. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)ની સ્થાપના કયા વર્ષમાં થઇ હતી ?
(A) 1955
(B) 1956
(C) 1957
(D) 1958
74. ભારતની સૌપ્રથમ સ્વદેશી સોલાર હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કાર નીચે પૈફીની કઈ સંસ્થા દ્વારા વિકસિત કરવામાં આવી છે ? 
(A) ISRO (Indian Space Research Organisation) )
(B)DRDO (Defence Research and Development Organisation
(C) CSIR (Council of Scientific and Industrial Research)
(D) ઉપરના પૈકી એક પણ નહીં.
75. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન દ્વારા વિકસિત – “રાજેન્દ્ર, ઇન્દ્ર, રેવતી” – એ શું છે?
(A) મિસાઈલ
(B) બોમ્બ
(C) રડાર
(D) સબમરીન
76. બ્રહ્મોસ (Brahmos) કર્ણાતીત દરિયાઈ પ્રક્ષેપાસ્ત્ર એ …….. દેશો વચ્ચેનું સંયુક્ત સાહસ છે.
(A) ભરિત અને USA
(B) ભારત અને ઇઝરાયેલ
(C) ભારત અને રશિયા  
(D) ભારત અને જાપાન
77. ભારતીય પ્રાદેશિક નૌપરિવહન ઉપગ્રહ રચના (IRNSS) …….. દ્વારા વિકસાવવામાં આવી છે.
(A) DRDO
(B) BARC
(C) ISRO
(D) HAL
78. શા માટે ISROનું GSAT ઉપગ્રહ સમાચારમાં હતું ?
(A) ISROએ પ્રક્ષેપણ બાદ ઉપગ્રહ સાથે સંપર્ક ગુમાવી દીધો.
(B) તે GSLVનું બારમું પ્રક્ષેપણ છે.
(C) તે મોબાઇલ સેવા પૂરી પાડવા માટેનું સંચાર ઉપગ્રહ છે.
(D) ઉપરોક્ત તમામ
79. જેટ એન્જિન અને રોકેટ વચ્ચેનો મુખ્ય તફાવત ……..છે.
(A) જેટ બળતણ માટે ઓક્સિજન હવામાંથી મેળવે છે, જ્યારે રોકેટ પોતે પોતાની સાથે ઓક્સિજન વહન કરે છે.
(B) જેટ પોતે પોતાની સાથે ઓક્સિજન વહન કરે છે, જ્યારે રોકેટ બળતણનો ઓક્સિજન હવામાંથી મેળવે છે.
(C) જેટને ઓક્સિજનની જરૂર છે, જ્યારે રોકેટને ઓક્સિજનની જરૂર નથી.
(D) રોકેટને ઓક્સિજનની જરૂર છે, જ્યારે જેટને ઓક્સિજનની જરૂર નથી.
80. “ક્રાયોજેનિક એન્જિન” (Cyrogenic Engine)નો ઉપયોગ શામાં કરવામાં આવે છે ?
(A) સબમરીનને ચલાવવા (Sub-marine Propulsion)
(B) ફોસ્ટ ફ્રી રેફ્રિઝરેશન (Frost-free Refrigeration)
(C) રોકેટ ટેક્નોલોજી (Rocket Technology)
(D) સુપર કંડક્ટિવિટી (Super Conductivity)
81. “રડાર” (Radar) કે જે દૂરનાં વિમાનો/જહાજોની માહિતી આપે છે તે શાનો ઉપયોગ કરે છે ?
(A) સાઉન્ડ વેવ (Śound waves)
(B) રેડિયો વેવ (Radio waves)
(C) ઈલેક્ટ્રિક વેવ (Electric waves)
(D) અલ્ટ્રાસોનિક વેવ (Ultrasonicwaves)
82. સ્ટીલ્થ (stealth) ટેકનોલોજીમાં (ગુપ્તતા પ્રૌદ્યોગિકીમાં) નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થાય છે ?
(A) સપાટી ઓછી દૃશ્યમાન થાય તે માટે રંગનો થર કરવામાં આવે છે.
(B) આકૃતિમાં ફેરફાર, જેથી રડારમાંથી કિરણો દૂર પ્રતિબિંબિત થાય છે.
(C) ખાસ નિર્માણ સામગ્રી વપરાય છે. જે સપાટીને ઓછી દૃશ્યમાન બનાવે છે.
(D) ઉપરોક્ત બધાં જ
83. અણુ અપ્રસાર સંધિમાં (Nuclear Non-Proliferation Treaty) નીચેના પૈકી કયા પાંચ રાષ્ટ્રને અણુશાસ્ત્ર રાષ્ટ્રની માન્યતા આપવામાં આવી છે.
(A) USA, ચીન, ફ્રાન્સ, રશિયા, UK
(B) ભારત, ચીન, ઈઝરાયેલ, ઉત્તર કોરિયા, UK
(C) UK, USA, ઈઝરાયેલ, ચીન, ભારત
(D) ફ્રાન્સ, જર્મની, UK, ચીન, ભારત
84. કયા દેશની નૌસેનાએ સ્વદેશેનિર્મિત “હર્બા” નૌસન્ય ક્રૂઝ મિસાઈલનું જાન્યુઆરી, 2018માં સફ્ળ પરીક્ષણ કરેલ છે ? 
(A) ઉત્તર કોરિયા
(B) જાપાન
(C) પાકિસ્તાન
(D) ચીન
85. પ્રેક્ષણ વિજ્ઞાનની આર્યભટ્ટ સંશોધન સંસ્થા (Aryabhatta Research Institute of Obseryational Science) કયા સ્થળે આવેલ છે ?
(A) નૈનિતાલ
(B) પુના
(C) કોલકાતા
(D) બેંગાલુરુ
86. તામિલનાડુ સ્થિત કુડનકુલમ પરમાણુ વિદ્યુત પરિયોજના નિર્માણમાં …….. સાથે સહયોગ કરવામાં આવ્યો છે.
(A) ROSATOM
(B) વિસ્ટિંગ્લાઉસ
(C) તોશિબા
(D) એવેં
87. ઉપયોગ માટે અણુશસ્ત્રો છોડવાની પરવાનગી આપવાની સત્તા ……. પાસે છે.
(A) ભારતના રાષ્ટ્રપતિ અથવા નિયુક્ત અનુગામીઓ
(B) ભારતના પ્રધાનમંત્રી અથવા નિયુક્ત અનુગામીઓ
(C) વ્યૂહાત્મક દળના મુખ્ય કમાન્ડર અથવા નિયુક્ત અનુગામીઓ
(D) સ્થળ-સેનાધ્યક્ષ અથવા નિયુક્ત અનુગામીઓ
88. ભારતે અપનાવેલી નીતિ ……..
(A) પરમાણુ શસ્ત્રોનો પહેલો ઉપયોગ
(B) પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરવો
(C) પરમાણુ શસ્ત્રોનો પહેલો ઉપયોગ ન કરવો
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં
89. અતિચાલકતામાં (સુપરકન્ડક્ટિવિટીમાં), પદાર્થની ચાલકતા/વાહકતા …….. થાય છે.
(A) શૂન્ય
(B) મર્યાદિત
(C) અમર્યાદિત
(D) કોઈ પણ નહીં
90. વર્મી કલ્ચર ટેકનોલોજી (Verml culture technology) નો ઉપયોગ શામાં કરવામાં આવે છે?
(A) માછલી ઉત્પાદનમાં
(B) પશુપાલન ક્ષેત્રમાં
(C) મરઘાપાલન ક્ષેત્રમાં
(D) ઓર્ગેનિક ફાર્મિંગમાં
91.અવકાશ વિજ્ઞાન સંસ્થા અને ઉપગ્રહ-સેટેલાઈટ લોન્ચ સેન્ટરના સ્થાનની નીચે પૈકી કઈ જોડ ખોટી છે ?
(A) જાપાનની સ્પેશ એજન્સી JAXA – તાનેગલ્શિમા (Tanegashima)
(B). USAની સ્પેશ એજન્સી NASA – ઓરલેન્ડો (Orlando)
(C) ભારતની સ્પેશ એજન્સી ISRO – થુમ્બા (Thumba)
(D) યુરોપની સ્પેશ એજન્સી ESA – ફ્રેંચ ગુયાના (French Guiana)
92. નીચેના પૈકી કઈ ભારતીય કંપનીએ લડાકુ વિમાન વિકસાવવા સ્વિડિશ ડિફેન્સ અને સિક્યોરિટી કંપની, SAAB, સાથે કરાર કર્યો છે?
(A) રિલાયન્સ
(B) અદાણી
(C) ટાટા
(D) મહિન્દ્રા
93. ભારતીય પ્રાદેશિક નૌચાલન ઉપગ્રહ તંત્ર(IRNSS)ના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
(A) તે સ્થિતિ/સ્થાન વિષયક સચોટ માહિતી સેવા પૂરી પાડશે.
(B) તે ભારતના તેમ જ તેની Ćરેખાથી 1500 કિ.મી. સુધીના વિસ્તારના વપરાશકર્તાઓપૂરી પાડશે.
(C) તે પ્રમાણભૂત/સામાન્ય સ્થિતિવિષયક સેવાની સાથે સાથે પ્રતિબંધિત સેવાઓ પણ પૂરી પાડશે.
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
94. ડી.આર.ડી.ઓ. દ્વારા વિકસાવવામાં આવેલ નીચેના પૈકી કઈ મિસાઈલની પ્રહારક્ષમતા સૌથી લાંબી છે ?
(A) પૃથ્વી
(B) અગ્નિ
(C) બ્રહ્મોસ
(D) આકાશ
95. નીચેના પૈકી કોણે વિશ્વના સૌથી નાનો સર્જિકલ રોબોટ-‘વર્સિયસ’ ની રચના કરી છે?
(A) બ્રિટિશ વૈજ્ઞાનિકો
(B) જર્મન વૈજ્ઞાનિકો
(C) જાપાની વૈજ્ઞાનિકો
(D) USના વૈજ્ઞાનિકો
96. નીચેના પૈકી કયું સૂક્ષ્મતરંગ સેન્સર નથી?
(A) SAR
(B) SLAR
(C) રેડિયોમીટર
(D) અલ્ટિમીટર
97. ઈસરો (ISRO) એ PSLV-C34 દ્વારા તાજેતરમાં એક સાથે કુલ કેટલા ઉપગ્રહો (સેટેલાઈટ્સ) સફળતાપૂર્વક લોન્ચ કર્યા ? 
(A) 19
(B) 20
(C) 21
(D) 22
98. નીચેના પૈકી ભારતની પ્રથમ (Multi-wavelength space observatory) કઈ હતી ?
(A) માર્સ ઓરબીટર મિશન (MOM)
(B) ચંદ્રાયાન-1
(C) એસ્ટ્રોસેટ (ASTROSAT)
(D) આદિત્ય-1
99. નીચેના પૈકી કયો સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે?
(A) GSAT-18
(B) RESOURCE SAT-2A
(C) INSAT-3DR
(D) CARTOSAT-2
100. સર્વે ઓફ ઈન્ડિયા (Survey of India) એ કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે?
(A) સંરક્ષણ
(B) પર્યાવરણ અને જંગલો
(C) ગૃહ મંત્રાલય
(D) વિજ્ઞાન અને ટેકનોલોજી
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *