GPSC PT 2016 to 2023 Solved – ગણિત – 2

GPSC PT 2016 to 2023 Solved – ગણિત – 2

1. એક ટાંકીમાં ત્રણ નળ છે, પ્રથમ નળથી 120 મિનિટમાં, બીજા બળથી 150 મિનિટમાં અને ત્રીજા નળથી 200 મિનિટમાં ટાંકી ભરાય છે, જો ત્રણેય નળ એકી સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલી મિનિટમાં ભરાય ?
(A) 80 મિનિટ
(B) 60 મિનિટ
(C) 50 મિનિટ
(D) 40 મિનિટ
2. 180 મીટર લાંબી ગાડી 140 મીટર લાંબા પ્લેટફોર્મને 8 સેકન્ડમાં પસાર કરે છે તો ગાડીની ઝડપ કેટલી હશે ?
(A) 120 કિમી./ક્લાક
(B) 132 કિમી./કલાક
(C) 144 કિમી./કલાક
(D) 160 કિમી./કલાક
3. દસ બાળકોની સરેરાશ ઉંમર 12 વર્ષ છે, તેમાં નવાં પાંચ બાળકો ઉમેરતા તમામ બાળકોની સરેરાશ ઉંમર 13 વર્ષ થાય છે, તો નવા આવેલ બાળકોની ઉંમર કેટલી હશે ?
(A) 14 વર્ષ
(B) 15 વર્ષ
(C) 16 વર્ષ
(D) 17 વર્ષ
4. એક સંખ્યામાં તેની પછીની ક્રમિક સંખ્યાના બમણા ઉમેરતાં 50 મળે છે, તે તે સંખ્યા કઈ હશે ?
(A) 14
(B) 15
(C) 16
(D) 17
5. બે સંખ્યાનો સરવાળો 72 છે અને તફાવત 12 છે, આ સંજોગોમાં તેનો ગુણોત્તર કેટલો હશે ?
(A) 13:11
(B) 11:9
(C) 9:7
(D) 7:5
6. એક નળ ટાંકીને 15 મિનિટમાં, બીજો નળ 10 મિનિટમાં ટાંકી બરે છે અને ત્રીજો નળ ૩૦ મિનિટમાં ટાંકી ભરે છે. જો ત્રણેય નળ એકીસાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલી મિનિટમાં ભરાઈ જશે ?
(A) 5 મિનિટમાં
(B) 6 મિનિટમાં
(C) 8 મિનિટમાં
(d) 10 મિનિટમાં
7. 78 કિમી/કલાકની ઝડપે જતી 175 મીટર લાંબી ગાડી તેની સામેથી 12 કિમી/કલાકની ઝડપે આવતી સાઈકલને કેટલા સમયમાં પસાર કરશે ?
(A) 6 સેકન્ડ
(B) 7 સેકન્ડ
(C) 8 સેકન્ડ
(D) 9 સેકન્ડ
8. A અને B એક કામ 72 દિવસમાં, B અને C 120 દિવસમાં અને A અને C 90 દિવસમાં કામ પૂરું કરે છે. તો ત્રણેય ભેગાં મળીને કેટલા દિવસમાં કામ પૂર્ણ કરશે ?
(A) 48 દિવસ
(B) 60 દિવસ
(C) 84 દિવસ
(D) 120 દિવસ
9. એક માળી પાસે 2000 વૃક્ષો છે. જો આ વૃક્ષો ઊભી અને આડી લાઈનમાં સરખા હોય તો, વૃક્ષારોપણ માટે કેટલા વધારે વૃક્ષોની જરૂરિયાત રહેશે ?
(A) 28
(B) 64
(C) 12
(D) 46
10. ચાર ઘડીઓ 5, 6, 8 અને 10 સેકન્ડે વાગે છે. આ સંજોગોમાં ચારેય ઘંટડીઓ પહેલીવાર વાગ્યા પછી ફરીથી કેટલી સેકન્ડ બાદ પુનઃ વાગશે ?
(A) 120 સેકન્ડ
(B) 100 સેકન્ડ
(C) 90 સેકન્ડ
(D) 60 સેકન્ડ
11. એક પિતાની ઉંમર તેના બે પુત્રોની ઉંમરના સરવાળા કરતાં 3 ગણી છે. પાંચ વર્ષ પછી પિતાની ઉંમર બે પુત્રોના ઉંમરના સરવાળા કરતાં હાલની ઉંમર કેટલી હશે?
(A) 42 વર્ષ
(B) 45 વર્ષ
(C) 54 વર્ષ
(D) 48 વર્ષ
12. એક પરીક્ષામાં 70 % વિધાર્થીઓ ગુજરાતી અને 60 % વિધાર્થીઓ અંગ્રેજીમાં પાસ થયાં છે. 15 % વિધાર્થીઓ બંને વિષયમાં નાપાસ થયાં છે. જો કુલ 270 વિધાર્થીઓ બંને વિષયમાં પાસ થયા તો કુલ વિધાર્થીઓ કેટલા હશે?
(A) 540
(B) 560
(C) 600
(D) 640
13. રમણની ગાડીમાં 100 લિટર પેટ્રોલ પૂરવામાં આવે તો ગાડી 10 દિવસ ચાલે છે. જો રમણની ગાડીની વપરાશ 25 % વધી જાય તો ગાડી કેટલા દિવસ ચાલશે? 
(A) 6
(B) 7
(C) 8
(D) 9
14. તારીખ 4/12/2019, 1/1/2020, 29/1/2020, 26/2/2020 પછી કઈ તારીખ આવશે? 
(A) 24/03/2020
(B) 25/03/2020
(C) 26/03/2020
(D) 27/03/2020
15. એક મંદિરમાં ત્રણ ઘંટ છે અને નવ (9), બાર (12) અને પંદર (15) મિનિટના અંતરે વાગે છે, સવારે 8 વાગે ત્રણેય ઘંટ સાથે વાગે છે, તો ફરીથી બધા જ ઘંટ ક્યારે વાગશે?
(A) 10 કલાકે
(B) 11 ક્લાકે
(C) 12 ક્લાકે
(D) 13 ક્લાકે
16. સરખી ક્ષમતાવાળા “15” પંપ એક ટાંકી 7 દિવસમાં ભરે છે. જો ટાંકી “પાંચ” દિવસમાં ભરવાની હોય તો કેટલા વધારાના પંપની જરૂર પડશે?
(A) 6
(B) 7
(C) 21
(D) 22
17. એક લંબચોરસની પરિમિતિ (Perimeter) 50 મીટર છે અને લંબાઈ પહોળાઈ કરતાં 13 મીટર વધારે છે. આ સંજોગોમાં ચોરસનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હશે?
(A) 124 ચો. મીટર
(B) 144 ચો. મીટર
(C) 114 ચો. મીટર  
(D) 104 ચો. મીટર
18. એક સંખ્યામાં, તેના પછીની ક્રમિક સંખ્યાના બમણા ઉમેરતાં 32 મળે છે, તો તે સંખ્યા કઈ હશે?
(A) 9
(B) 10
(C) 11
(D) 12
19. 60 કિલોમીટર/કલાકની ઝડપે જતી 90 મીટર લાંબી ગાડી તે જ દિશામાં 50 કિલોમીટર/કલાકની ઝડપે જતી 110 મીટર લાંબી ગાડીને કેટલા સમયમાં પસાર કરશે?
(A) 48 સેકન્ડ
(B) 60 સેકન્ડ
(C) 72 સેકન્ડ
(D) 84 સેકન્ડ
20. એક બીજા ગ્રહ ઉપર પૃથ્વી, પાણી, પ્રકાશ, હવા અને આકાશને અનુક્રમે આકાશ, પ્રકાશ, હવા, પાણી અને પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે.. કોઈ માણસને તરસ લાગી છે તો બીજા ગ્રહ ઉપર શાની માંગણી કરશે જેથી તેની તરસ શાંત થાય?
(A) પૃથ્વી
(B) આકાશ
(C) પ્રકાશ
(D) હવા
21. રોહન અને મોહન એક કામ એક સાથે 12 દિવસમાં પૂર્ણ કરી શકે છે. જો રોહન એકલો તે કામ 20 દિવસમાં કરી શકે તો મોહન એકલો તે કામ કેટલા દિવસમાં કરી શકશે ?
(A) 16 દિવસ
(B) 18 દિવસ
(C)  30 દિવસ
(D) ઉપરના પૈકી એક પણ નહીં
22. એક 216 મીટર લાંબી ટ્રેન 100 કિમી/કલાકની ઝડપે ગતિ કરે છે. તે સામેથી આવતી 224 મીટર લાંબી ટ્રેનને 12 સેકન્ડમાં પસાર કરે છે. તો બીજી ટ્રેનની ઝડપ કેટલી હશે ?
(A) 32 કિમી/કલાક
(B) 36 કિમી/કલાક
(C) 40 કિમી/કલાક
(D) ઉપરના પૈકી એક પણ નહીં
23. જો P ના 12 % એ Q ના 6% જેટલા હોય તો Q ના 16% એ P ના કેટલા % હશે ?
(A) 8%
(B) 12%
(C) 32%
(D) ઉપરના પૈકી એક પણ નહીં
24. એક વ્યક્તિ એક ચોરસ ખેતરની વિકર્ણ લંબાઈને, 5 કિમી/કલાકની ઝડપે ચાલે તો 3 મિનિટમાં કાપી શકે છે. તો તે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ કેટલું હશે ? 
(A) 62500 ચો.મી.
(B) 50000 ચો.મી.
(C) 45000 ચો.મી.
(D) ઉપરના પૈકી એક પણ નહીં
25. બે સંખ્યાઓનો લ.સા.અ. 4641 અને ગુ.સા.અ. 21 છે. જો તે પૈકી એક સંખ્યા 357 હોય તો બીજી સંખ્યા કઈ હશે ?
(A) 273
(B) 441
(C) 381
(D) ઉપરના પૈકી એક પણ નહીં
26. 5 સંખ્યાઓની સરેરાશ 80 છે. જો તે પૈકીની પ્રથમ 2 સંખ્યાઓ અને અંતિમ 2 સંખ્યાઓની સરેરાશ અનુક્રમે 50 અને 90 હોય તો વચ્ચેની સંખ્યા કઈ હશે ?
(A) 100
(B) 80
(C) 120
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
27. 43, 71 અને 113ને જેના વડે ભાગતાં સમાન શેષ વધે તેવી મોટામાં મોટી સંખ્યા કઈ હશે ? 
(A) 14 
(B) 21
(C) 28
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
28. એક લંબચોરસની પરિમિતિ 46 મીટર તથા તેનું ક્ષેત્ર 120 ચો.મી. છે, તો તે લંબચોરસના વિકર્ણની લંબાઈ કેટલી થશે ?
(A) 15 મી.
(B) 16 મી.
(C) 17 મી.
(D) 18 મી.
29. આપેલી બે સંખ્યાઓ એક ત્રીજી સંખ્યા કરતાં અનુક્રમે 25% અને 40% જેટલી વધારે છે. તો આપેલી બે સંખ્યાઓનો ગુણોત્તર કેટલો થશે ? 
(A) 4 : 5
(B) 25 : 28
(C) 26 : 35
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
30. જો એક વાહન 220 કિમી./કલાકની ઝડપે એક શહેરથી બીજા શહેરનું અંતર 18 મિનિટમાં કાપે છે. તો તે બે શહેરો વચ્ચેનું અંતર કેટલું હશે ?
(A) 36 કિમી.
(B) 60 કિમી.
(C) 66 કિમી. 
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
31. જો કોઈ વર્ષમાં 1 માર્ચના દિવસે મંગળવાર હોય તો તે વર્ષમાં તે પછીના કયા મહિનાની પહેલી તારીખે મંગળવાર હશે ?
(A) જૂન
(B) ઓક્ટોબર
(C) નવેમ્બર
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
32. 5 સેમી. ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્રથી 3 સેમી. દૂર આવેલ હોય તો જીવાની લંબાઈ કેટલી થશે ?
(A) 4 સેમી.
(B) 6 સેમી
(C) 8 સેમી.
(D) 11 સેમી.
33. એક દોડવીર શરૂઆતના બિંદુથી પશ્ચિમ તરફ 12 કિમી. જેટલું દોડે છે. ત્યારબાદ તે પોતાની જમણી તરફ વળી 5 કિમી. જેટલું દોડી ઊભો રહે છે. તો તે શરૂઆતના બિંદુથી તેનું લઘુતમ અંતર કેટલું હશે ?
(A) 16 કિમી.
(B) 13 કિમી.
(C) 17 કિમી.
(D) ઉપરના પૈકી કોઈ નહીં
34. એક ચોરસના બે વિકર્ણીનો ગુણાકાર 76 ચો. સેમી. હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે ?
(A) 38 ચો. સેમી.
(B) 57 ચો. સેમી.
(C) 76 ચો. સેમી.
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
35. નીચે પૈકી કઈ સંખ્યા 9 વડે વિભાજ્ય છે ?
(A) 87675
(B) 56743
(C) 62343
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
36. બાવન પાનાંમાંથી એક પાનું યાદૃચ્છિક રીતે ઉપાડવામાં આવે છે, તે પાનું રાજા અથવા રાણીનું હોય તેની સંભાવના કેટલી ?
(A) 1/13
(B) 2/13
(C) 4/13
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
37. 70 કિમી./ફલાકની ઝડપે જતી એક ટ્રેનને 250 મીટર લાંબું પ્લેટફોર્મ પસાર કરતા 36 સેકન્ડ લાગતી હોય તો ટ્રેનની લંબાઈ કેટલી હશે ?
(A) 450 મીટર
(B) 750 મીટર
(C) 950 મીટર
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
38. એક શહેરની વસ્તી એક દસકામાં 2,25,000થી વધીને 3,12,500 થાય છે, તો વસ્તીવધારાની સરેરાશ વાર્ષિક ટકાવારી કેટલી થશે ?
(A) 2.88%
(B) 3.88%
(C) 4.28%
(D) 4.88%
39. નીચે પૈકી કયા વર્ષમાં 366 દિવસ હશે ૧
(A) 1762
(B) 1864
(C) 1974
(D) ઉપરના પૈકી કોઈ નહીં,
40. 15, 25, 40 અને 75 વડે વિભાજ્ય હોય એવી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા કઇ હશે ?
(A) 9200
(B) 9400
(C) 9600
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
41. ત્રણ મિત્રોની હાલની ઉંમર 3:4:6ના ગુણોત્તરમાં છે, જો 4 વર્ષ પહેલા તેમની તે સમયની ઉંમરનો સરવાળો 66 હોય તો સૌથી મોટા મિત્રની હાલની ઉંમર કેટલી હશે ?
(A) 30 વર્ષ
(B) 36 વર્ષ 
(C) 42 વર્ષ
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
42. 600 કિમી.ની હવાઈ મુસાફરીમાં ખરાબ હવામાનને કારણે વિમાનને ધીમું કરવામાં આવે છે, આ ટ્રીપ દરમિયાન તેની સરેરાશ ઝડપ 200 કિમી./કલાક જેટલી ઘટાડવામાં આવે છે, જેને કારણે ઉડ્ડયનનો સમય 30 મિનિટ જેટલો વધી જાય છે. તો મૂળ હવાઈ મુસાફરીનો સમય કેટલો હશે ?
(A) 1 કલાક
(B) 1.5 કલાક
(C) 2 કલાક
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
43. 2 માણસો અને 3 છોકરાઓ એક કામ 10 દિવસમાં તથા ૩ માણસો અને 2 છોકરાઓ તે જ કામ 8 દિવસમાં કરે છે. તો 2 માણસો અને 1 છોકરો એ કામ કેટલા દિવસમાં પૂરું કરશે ?
(A) 12 દિવસ
(B) 13 દિવસ
(C) 14 દિવસ
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
44. જો બે સંખ્યાઓનો ગુણાકાર અને ગુ.સા.અ. અનુક્રમે 4107 અને 37 હોય, તો મોટી સંખ્યા કઈ હશે ?
(A) 259
(B) 185
(C) 111
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
45. નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ?
(A) બે કે તેથી વધારે સંખ્યાઓનો લ.સા.અ. તે પૈકીની કોઈ પણ સંખ્યાથી ઓછો ન હોઈ શકે.
(B) જો કોઈ સંખ્યા બીજી કોઈ સંખ્યાનો અવયવ હોય, તો તે પૈકી એ મોટી સંખ્યા જ તેઓનો લ.સા.અ. હોય છે.
(C) બે અવિભાજ્ય સંખ્યાઓનો લ.સા.અ. હંમેશાં તેમનો ગુણાકાર જ હોય છે.
(D) બે કે તેથી વધારે સંખ્યાઓનો ગુ.સા.અ. તે પૈકીની કોઈ પણ સંખ્યાથી ઓછો ન હોઈ શકે.
46. Pના લગ્ન 8 વર્ષ પહેલા થયાં હતાં. તેની હાલની ઉંમર તેની લગ્ન સમયની ઉંમર કરતાં 120% જેટલી છે તેનાં લગ્ન સમયે તેની બહેન તેના કરતાં ઉંમરમાં 10 વર્ષ નાની હતી. તો તેની બહેનની હાલની ઉંમર કેટલી હશે ?
(A) 38 વર્ષ
(B) 42 વર્ષ
(C) 48 વર્ષ
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
47. એક લીપ વર્ષમાં 1લી જાન્યુઆરીના રોજ સોમવાર હોય તો 1લી મેના રોજ કયો વાર હશે ?
(A) સોમવાર
(B) મંગળવાર
(C) બુધવાર
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
48. એક ચૂંટણીમાં કુલ નોંધાયેલ મતદારો પૈકી 75% મતદારો મતદાન કરે છે, જે પૈકી 2% મત રદ જાહેર કરવામાં આવે છે, એક ઉમેદવાર 9261 મત મેળવે છે, જે કુલ માન્ય મતોના 75% જેટલા છે. તો તે ચૂંટણીમાં કુલ કેટલા મતદારો નોંધાયા હશે ?
(A) 16200
(B) 16800
(C) 18600
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
49. એક કાર 70 કિમી./કલાકની ઝડપે ગતિ શરૂ કરે છે. જો તેની ઝડપ દર 2 કલાક બાદ 10 કિમી./કલાક જેટલી વધતી હોય, તો 345 કિમી. નું અંતર કાપતા તેને કેટલો સમય લાગશે ?
(A) 2 કલાક 30 મિનિટ
(B) 3 ક્લાક 30 મિનિટ
(C) 4 કલાક 30 મિનિટ 
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
50. 750ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને છે?
(A) 24
(B) 36 
(C) 48
(D) 60
51. એક દોરીનો ટુકડો 40 સેમી. લાંબો છે. તેને ૩ ટુકડાઓમાં કાપવામાં આવે છે. સૌથી લાંબો ટુકડો મધ્યમ લંબાઈના ટુકડા કરતાં 3 ગણો છે અને સૌથી ટૂંકો ટુકડો સૌથી લાંબા ટુકડા કરતાં 23 સેમી. ઓછો છે. તો સૌથી ટૂંકા ટુકડાની લંબાઈ કેટલી હશે ? 
(A) 7 સેમી.
(B) 5 સેમી.
(C) 4 સેમી.
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
52. એક ફેરી પર 50 ગાડીઓ અને 10 ટ્રક છે. ગાડીઓનું સરેરાશ દળ 1200 કિલો અને ટ્રકોનું સરેરાશ દળ 3000 કિલો છે. તો તમામ 60 વાહનોનું સરેરાશ દળ કેટલું થશે ?
(A) 1250 કિલો
(B) 1500 કિલો
(C) 1750 કિલો
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
53. P એ રૂ કરતાં ઝડપથી ચાલે છે. દરેક જણ 24 કિમી. જેટલું ચાલે છે. તેમની ઝડપનો સરવાળો 7 કિમી./કલાક અને તેમને લાગતા સમયનો સરવાળો 14 કલાક છે. તો Pની ઝડપ –
(A) 3 કિમી./કલાક
(B) 4 કિમી./કલાક
(C) 4.2 કિમી./કલાક
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
54. એક 11 સભ્યોની ક્રિકેટ ટીમનો કેપ્ટન 26 વર્ષનો છે અને વિકેટ કીપર તેનાથી ૩ વર્ષ મોટો છે. જો તે બંનેની ઉંમર બાદ કરવામાં આવે તો બાકીના સભ્યોની સરેરાશ ઉંમર આખી ટીમની સરેરાશ ઉંમર કરતાં 1 વર્ષ ઓછી થાય છે. તો આખી ટીમની સરેરાશ ઉંમર કેટલી થશે?
(A) 23 વર્ષ
(B) 24 વર્ષ
(C) 25 વર્ષ
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
55. એક દિવસમાં ઘડિયાળના કલાક અને મિનિટના કાંટા કેટલી વાર એકાકાર થાય છે ?
(A) 22
(B) 23
(C) 24
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
56. એક ઘડિયાળ 3 મિનિટમાં 5 સેકન્ડ આગળ જાય છે અને તેને સવારે 8 વાગે સાચા સમયે મેળવવામાં આવે છે. તો તે દિવસે રાત્રે 10 વાગે તે કયો સમય બતાવતું હશે ?
(A) 10 : 21 : 20
(B) 10 : 23 : 20
(C) 10 : 23 : 40
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
57. 10 ફેબ્રુઆરી, 1979ના રોજ કયો વાર હતો ?
(A) શુક્રવાર
(B) રવિવાર
(C) મંગળવાર
(D) ઉપરના પૈકી ફોઈ નહીં.
58. 1થી 70 સુધીની સંખ્યાઓ પૈકી જેમના વર્ગનો છેલ્લો અંક 1 હોય એવી “સંખ્યાઓ કેટલા ટકા છે ? 
(A) 15%
(B) 20%
(C) 27%
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
59. એક ચોરસ મેદાનનું ક્ષેત્રફ્ળ 121 ચો.મીટર છે. તેને અડીને ચારે બાજુ 2 મીટર પહોળાઈનો રસ્તો બનાવવામાં આવે છે. આ રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થશે ?
(A) 13 ચો. મીટર
(B) 41 ચો. મીટર
(C) 48 ચો. મીટર
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
60. 343 અને 119નો લ.સા.અ. કેટલો થશે ?
(A) 833
(B) 2647
(C) 5831
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
61. આજથી 10 વર્ષ પહેલાં એક માણસની ઉંમર તેના પુત્રની તે સમયની ઉંમર કરતાં 4 ગણી હતી. જો તેની હાલની ઉંમર 58 વર્ષ હોય તો તેના પુત્રની હાલની ઉંમર કેટલી હશે ?
(A) 16 વર્ષ
(B) 18 વર્ષ
(C) 20 વર્ષ
(D) ઉપરના પૈકી કોઈ નહીં,
62. એક માણસ ઉત્તર દિશામાં 60 મીટર ચાલ્યા બાદ પોતાની ડાબી તરફ વળી ૩૩ મીટર ચાલે છે. ત્યારબાદ તે ફરી પોતાની ડાબી તરફ વળી 23 મીટર ચાલે છે, અહીંથી તે ફરી પોતાની ડાબી તરફ વળી ૩૩ મીટર ચાલે છે. તો મૂળ સ્થાનથી તે કેટલો દૂર હશે ?
(A) 33 મીટર
(B) 37 મીટર
(C) 39 મીટર
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
63. એક વિધાર્થી એક પરીક્ષાનાં કુલ-ક પેપરમાં સરેરાશ 8% ગુણ મેળવે છે, જો તેણે 4 પેપરમાં મેળવેલ ગુણ 42, 67, 77 અને 51 હોય તો પાંચમાં પેપરમાં કેટલા ગુણ મેળવ્યા હશે ? (દરેક પેપરમાં કુલ ગુણ 100 છે).
(A) 51
(B) 52
(C) 53
(D) ઉપરના પૈકી કોઈ નહીં,
64. એક બસ બે સ્ટેશન વચ્ચેનું 408 કિમી. અંતર 6 કલાકમાં કાપે છે, તો તેની ઝડપ કેટલી હશે ?
(A) 66 કિમી./કલાક
(B) 60 કિમી./કલાક
(C) 76 કિમી./કલાક
(D) ઉપરના પૈકી કોઈ નહી.
65. જો ચાર ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો 164 હોય તો તે પૈકી સૌથી નાની સંખ્યા કઈ હશે ?
(A) 34
(B) 36
(C) 38
(D) ઉપરોક્ત પૈકી કોઇ નહીં.
66. 40 લિટરના એક પ્રવાહી રસાયણમાંથી 4 લિટર રસાયણ કાઢી તેને સ્થાને 4 લિટર પાણી ઉમેરવામાં આવે છે. ત્યારબાદ તે મિશ્રણમાંથી પુનઃ 4 લિટર પ્રવાહી કાઢી તેને સ્થાને 4 લિટર બીજું પાણી ઉમેરવામાં આવે છે. તો હવે તે મિશ્રણમાં કેટલાં લિટર રસાયણ રહ્યું હશે ?
(A) 32 લિટર
(B) 32.4 લિટર
(C) 32.8 લિટર
(D) ઉપરોક્ત પૈકી કોઇ નહીં.
67. એક ચોરસનું ક્ષેત્રફળ 400 ચોમી છે. તેની દરેક બાજુનાં મધ્યબિંદુઓને જોડવાથી બનતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે ?
(A) 200 ચોમી.
(B) 256 ચોમી.
(C) 400 ચોમી.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
68. એક હોજની લંબાઈ 10 મીટર, પહોળાઈ 6 મીટર અને ઊંડાઈ 1.5 મીટર હોય તો તેમાં કેટલું પાણી સમાશે ?
(A) 90 લિટર
(B) 900 લિટર
(C) 9000 લિટર
(D) ઉપરોક્ત પૈકી કોઇ નહીં.
69. એક 500 મીટર લાંબી ટ્રેનને તેની લંબાઈ જેટલી જ લાંબી ટનલને પસાર કરતાં 90 સેકંડ જેટલો સમય લાગે છે. તો તેની ઝડપ કેટલી હશે ? 
(A) 36 કિમી./કલાક
(B) 40 કિમી./કલાક
(C) 45 કિમી./કલાક
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
70. 1 મિનિટ એ 1 કલાકના કેટલા ટકા થશે ?
(A) 1%
(B) 1.33%
(C) 1.66%
(D) 2%
71. શરૂઆતના બિંદુથી 60 મીટર ઉત્તર દિશામાં ચાલ્યા બાદ, ટોમ પોતાની જમણી બાજુ વળી 16 મીટર ચાલે છે. ત્યારબાદ તે ફરીથી પોતાની જમણી બાજુ વળી 48 મીટર ચાલે છે. તો શરૂઆતના બિંદુથી તે કેટલો દૂર હશે ? 
(A) 12 મીટર
(B) 18 મીટર
(C) 20 મીટર
(D) 24 મીટર
72. અમિત અને ધીરજની હાલની ઉંમરનો ગુણોત્તર 5: 4 છે. જો 6 વર્ષ પછી અમિતની ઉંમર 41 વર્ષ થશે તો આજથી 10 વર્ષ પહેલાં ધીરજની ઉંમર કેટલી હશે ? 
(A) 18 વર્ષ
(B) 22 વર્ષ
(C) 28 વર્ષ
(D) 21 વર્ષ
73. જેને 7 વડે ભાગવામાં આવતા ૩ શેષ વધે તેવી તમામ બે અંકની સંખ્યાઓનો સરવાળો કેટલો થશે ?
(A) 666
(B) 667
(C) 676
(D) 766
74. 12 પરીક્ષકો રોજના 16 કલાક કામ કરી 18 દિવસમાં 24000 ઉત્તરવહીઓ તપાસે છે. તો 24 પરીક્ષકો રોજના 6 કલાક કામ કરી 36 દિવસમાં કેટલી ઉત્તરવહીઓ તપાસશે ?
(A) 36000
(B) 42000
(C) 45000
(D) ઉપરોક્ત કોઈ નહીં.
75. 12 સેમી વ્યાસના ધાતુના નક્કર દડાને પિગાળી તેટલો જ વ્યાસ ધરાવતો નક્કર નળાકાર બનાવવામાં આવે છે. તો તે નળાકારની ઊંચાઈ કેટલી થશે ?
(A) 4 સેમી
(B) 8 સેમી
(C) 16 સેમી
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
76. એક સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓનાં માપ અનુક્રમે 16 સેમી અને 15 સેમી છે. જો તે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબઅંતર 20 સેમી હોય તો તે ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે ?
(A) 210 ચો. સેમી
(B) 240 ચો. સેમી
(C) 310 ચો. સેમી
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
77. એક વેપારી એક વસ્તુ 12% નફો લઈ એક ચોક્કસ કિંમતે વેચે છે. જો તે આ વસ્તુ એ ચોક્કસ કિંમત કરતાં બમણી કિંમતે વેચે તો તેને કેટલા ટકા નફો થાય ?
(A) 24%
(B) 48%
(C) 120%
(D) 124%
78. એક રકમ સાદા વ્યાજે 5 વર્ષ માટે મૂકવાથી તેનાથી બમણી રકમ પરત મળે તો વ્યાજનો દર કેટલો હશે ?
(A) 12.5%
(B) 20%
(C) 25%
(D) આમાંનું એકપણ નહીં.
79. એક ટ્રેન બે સ્ટેશન વચ્ચેનું અંતર 30 મિનિટમાં કાપે છે. જો તે ટ્રેનની ઝડપ 20 કિ.મી./કલાક જેટલી ઘટાડવામાં આવે તો તેને તે બે સ્ટેશન વચ્ચેનું અંતર કાપતા 36 મિનિટ લાગે છે. તો તે બે સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું હશે ?
(A) 60 કિ.મી.
(B) 72 કિ.મી.
(C) 81 કિ.મી.
(D) આમાંનું એકપણ નહીં,
80. એક સંખ્યાને 5 વડે ભાગવામાં આવે તો ૩ શેષ વધે છે, તો આ સંખ્યાના વર્ગને 5 વડે ભાગતા કેટલી શેષ વધશે ?
(A) 2
(B) 3
(C) 4
(D) આમાંનું એકપણ નહીં,
81. એક લંબચોરસની પરિમિતિ 92 મીટર છે, જો તેની પહોળાઈ કરતાં તેની લંબાઈ 6 મીટર જેટલી વધારે હોય તો તે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે ?
(A) 260 ચો.મી.
(B) 360 ચો.મી.
(C) 520 ચો.મી.
(D) આમાંનું એકપણ નહીં.
82. રાજની હાલની ઉંમર શ્યામની ઉંમર કરતાં 12 વર્ષ જેટલી વધારે છે. જો 6 વર્ષ પહેલાં રાજની ઉંમર શ્યામની સમયની ઉંમર કરતાં બમણી હોય તો શ્યામની હાલની ઉંમર કેટલી હશે ?
(A) 20 વર્ષ
(B) 18 વર્ષ 
(C) 16 વર્ષ
(D) આમાંનું એકપણ નહીં.
83. એક શંકુની તિર્યક ઊંચાઈ 10 મીટર છે. જો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ 60 ચો.મી. હોય તો તેની ઊંચાઈ કેટલી હશે ?
(A) 8 મીટર
(B) 12 મીટર
(C) 15 મીટર
(D) આમાંનું એકપણ નહીં.
84. એક શાળામાં ગુજરાતી, અંગ્રેજી, અને હિન્દી માધ્યમના અનુક્રમે 5:7:8ના પ્રમાણમાં વિદ્યાર્થીઓ નક્કી કરેલ છે. આ સંખ્યામાં અનુક્રમે 40%, 50% અને 75% વિધાર્થીઓ વધારવાનો નિર્ણય લેવામાં આવે તો વિધાર્થીઓનો નવો ગુણોત્તર શું થશે ?
(A) 6:7:8
(B) 6:8:9
(C) 2:3:4
(D) 3:4:8
85. 8 મિત્રોનું સરેરાશ વજન 65 કિલો છે, જો તેમાંથી એક 60 કિલોના મિત્રને બદલે અન્ય એક મિત્ર દાખલ થાય તો નવા સમૂહનું સરેરાશ વજન 3 કિલો જેટલું વધે છે, તો નવા આવેલા મિત્રનું વજન કેટલું હશે ?
(A) 88
(B) 84
(C) 82
(D) 85
86. એક બગીચાની લંબાઈ તેની પહોળાઈ કરતાં 23 મીટર વધારે છે. બગીચાની પરિમિતિ 206 મીટર હોય, તો બગીચાનું ક્ષેત્રફળ કેટલું હશે ?
(A) 1520 ચો. મીટર
(B) 2420 ચો. મીટર
(C) 2520 ચો. મીટર
(D) 2620 ચો. મીટર
87. પાંચ બાળકો જેઓનો જન્મ પાંચ-પાંચ વર્ષના અંતરાય બાદ થયેલ છે. બધાંની ઉંમરનો સરવાળો 80 વર્ષ હોય, તો સૌથી મોટા બાળકની ઉંમર કેટલી થશે ?
(A) 11
(B) 16
(C) 21
(D) 26 
88. એક બસને 810 કિમીનું અંતર કાપતાં 15 કલાક 30 મિનિટ લાગે છે. જો તેણે રસ્તામાં બે વખત 15-15 મિનિટનો વિરામ લીધો હોય, તેની ઝડપ કેટલી હશે ?
(A) 54 કિમી/કલાક
(B) 60 કિમી/કલાક
(C) 72 કિમી/કલાક
(D) 75 કિમી/કલાક
89. 15, 20, 40 અને 75થી સંપૂર્ણપણે ભાગી શકાય તેવી ચાર આંક્ડાની સૌથી મોટી સંખ્યા કઈ છે ?
(A) 9,000
(B) 9,600
(C) 9,300
(D) 9,900
90. નીચે પૈકી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય નથી ?
(A) 614625
(B) 315645
(C) 106238
(D) આમાંનું એકપણ નહીં.
91. જો એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 147 મીટર હોય, તો તે મેદાનનું ક્ષેત્રફળ કેટલું થશે ?
(A) 67914 ચોમી.
(B) 76914 ચોમી.
(C) 92400 ચોમી.
(D) આમાંનું એકપણ નહીં.
92. એક ટ્રેનની ઝડપ 72 કિમી/કલાક છે. જો તેને એક થાંભલાને પસાર કરતાં 10 સેકન્ડ લાગે તો તે ટ્રેનની લંબાઈ કેટલી હશે ?
(A) 144 મીટર
(B) 156 મીટર
(C) 200 મીટર
(D) આમાંથી એક પણ નહીં.
93. જો કોઈ ત્રિકોણનો એક ખૂણો 95° હોય તો તે ત્રિકોણ કો ત્રિકોણ હશે ?
(A) ગુરુકોણ ત્રિકોણ
(B) કાટકોણ ત્રિકોણ
(C) લઘુકોણ ત્રિકોણ
(D) આમાંનું એક પણ નહીં.
94. એક વર્ગમાં 17 બાળકોનું સરેરાશ વજન 33 છે. તથા બાકીનાં 13 બાળકોનું સરેરાશ વજન 27 છે તો વર્ગનાં તમામ બાળકોનું સરેરાશ વજન કેટલું થશે ?
(A) 30
(B) 30.2
(C) 30.4
(D) 30.6
95. કેતન એક કામ 6 દિવસમાં અને મહેશ તે જ કામ 8 દિવસમાં પૂરું કરી શકે છે. તે બંનેને સાથે તે ફામ સોંપવામાં આવે છે. જો તેઓ વિશાલની મદદથી તે કામ ૩ દિવસમાં પૂર્ણ કરે તો વિશાલને તે કામ કરતા કેટલો સમય લાગશે ?
(A) 22 દિવસ
(B) 24 દિવસ
(C) 32 દિવસ
(D) 36 દિવસ
96. 82320 × 999ની કિંમત કેટલી થશે ?
(A) 82237680
(B) 82327680
(C) 83327680
(D) 81237680
97. 8597 – X = 7429 – 4358 હોય તો .Xની કિંમત કેટલી ?
(A) 11,668
(B) 5,526
(C) 16,168
(D) 5,256
98. 63 કિલોમીટર/પ્રતિ કલાકની ઝડપથી જતી ટ્રેન એફ થાંભલો 12 સેકંડમાં પસાર કરે છે. આ સંજોગોમાં ટ્રેનની લંબાઈ કેટલી હશે ?
(A) 150 મીટર
(B) 180 મીટર
(C) 210 મીટર
(D) 240 મીટર
99. એક ચૂંટણીમાં ત્રણ ઉમેદવારોને અનુક્રમે 1136, 7636 અને 11,628 મત મળ્યા હતા. આ સંજોગોમાં જીતેલ ઉમેદવારને કુલ મતદાન થયેલ મતના કેટલા ટકા મત મળ્યા હશે ?
(A) 57%
(B) 60%
(C) 65%
(D) 52%
100. ‘અ’, ‘બ’, ‘ક’નું સરેરાશ વજન 45 કિલો છે, ‘અ’ અને ‘બ’નું સરેરાશ વજન 40 કિલો છે અને ‘ક’નું સરેરાશ વજન 43 કિલો છે. તો ‘બ’નું વજન કેટલું હશે ?
(A) 49
(B) 31
(C) 51
(D) 13
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *