GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો – 4

GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો – 4

1. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
‘વાડામાં લીલા’ પ્રકરણ
(A) લીલુડી ધરતી
(B) સરસ્વતીચંદ્ર 
(C) ગ્રામલક્ષ્મી
(D) માનવીની ભવાઈ
2. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
‘પ્રથમ સંગાથ’ પ્રકરણ
(A) ‘અમૃતા’
(B) ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’
(C) ‘મળેલા જીવ’
(D) સરસ્વતીચંદ્ર
3. આમાંથી કયા સર્જકે આત્મકથા નથી લખી?
(A) હિમાંશી શૈલત
(B) ઇન્દુલાલ યાજ્ઞિક
(C) ભગવતીકુમાર શર્મા
(D) રઘુવીર ચૌધરી
4. નીચેનામાંથી કઇ વાર્તા જયંત ખત્રીની નથી?
(A) ખલાસ
(B) ધાડ
(C) ટકા
(D) ખરા બપોર
5. નીચેનામાંથી કયું પુસ્તક દલપત ચૌહાણનું નથી?
(A) ગીધ
(B) મલક
(C) ગુજરાતી દલિત સાહિત્યની કેડીએ
(D) કુંભી
6. નીચેનામાંથી અયોગ્ય ઉપનામ કયું છે?
(A) બ. ક. ઠાકોર – સેહેની
(B) મનહર મોદી – ઇર્ષાદ
(C) કિશનસિંહ ચાવડા – જિપ્સી
(D) મનુભાઈ ત્રિવેદી – સરોદ
7. નીચેનામાંથી કયો વિવેચનગ્રંથ સુરેશ જોષીએ લખેલો નથી ?
(A) અરણ્યરુદન
(B) ચિન્તયા મિમનસા
(C) સુરેશ જોષીથી 
(D) અષ્ટાોડધ્યાય
8. સર્વથા અસંગત જૂથ જણાવો.
(A) આત્મકથા : મારી હકીકત, સત્યના પ્રયોગો
(B) કાવ્ય : બારી બહાર, છંદોલય
(C) નવલકથા : દીપનિર્વાણ, સાપના ભારા
(D) નિબંધ : શેરી, ભૂંસાતાં ગ્રામચિત્રો
9. સર્વથા અસંગત જૂથ જણાવો. 
(A) સુરેશ જોશી : ગૃહપ્રવેશ, મરણોત્તર
(B) ઉમાશંકર જોષી : પંખીલોક, યાત્રા
(C) જયંત ખત્રી : ખરા બપોર, ફોરાં
(D) મધુ રાય : કાન, ધારો કે
10. સર્વથા અસંગત જૂથ જણાવો. 
(A) સુધારક યુગ – નર્મદ, ન્હાનાલાલ
(B) પંડિત યુગ – કાન્ત, કલાપી
(C) ગાંધી યુગ – ઉમાશંકર, સુન્દરમ્
(D) આધુનિક યુગ – સુરેશ જોશી, કિશોર જાદવ
11. સર્વથા અસંગત જૂથ જણાવો. 
(A) સુધારક યુગ – નવલકથા, નાટક, આત્મકથા
(B) પંડિત યુગ – ખંડકાવ્ય, સોનેટ, પદ
(C) ગાંધી યુગ – આત્મકથા, નવલિકા, છાપાં
(D) આધુનિક યુગ – પદ્યનાટક, આખ્યાન, ગરબા
12. સર્વથા અસંગત જૂથ જણાવો. 
(A) મળેલા જીવ : કાનજી, જીવી, ભગત
(B) ઝેર તો પીધાં છે : ગોપાળબાપા, મીરાં, હેમંત
(C) અમૃતા : અમૃતા, ઉદયન, અનિકેત
(D) છિન્નપત્ર : અજય, માલા, લીલા
13. કાળાનુક્રમે ગોઠવો.
(A) દયારામ, અખો, પ્રેમાનંદ, નરસિંહ
(B) નરસિંહ, અખો, પ્રેમાનંદ, દયારામ
(C) પ્રેમાનંદ, દયારામ, નરસિંહ, અખો
(D) અખો, દયારામ, પ્રેમાનંદ, નરસિંહ
14. પ્રકાશન વર્ષના ક્રમમાં આપેલી કૃતિઓ ગોઠવો.
કરણઘેલો, બાપાની પીંપર, ભૂતનિબંધ, લલિતા દુઃખદર્શક
(A) ભૂતનિબંધ, લલિતા દુઃખદર્શક, બાપાની પીંપર, કરણઘેલો
(B) બાપાની પીંપર, ભૂત નિબંધ, કરણઘેલો, લલિતા દુઃખદર્શક
(C) લલિતા દુ:ખદર્શક, ભૂતનિબંધ, બાપાની પીંપર, કરણઘેલો
(D) કરણઘેલો, બાપાની પીંપર, ભૂતનિબંધ, લલિતા દુઃખદર્શક
15. કાળાનુક્રમે ગોઠવો.
(A) ક્યાં, ખડિંગ, વિતાનસુદબીજ, ખમ્મા આલા બાપુને
(B) ક્યાં, ખડિંગ, ખમ્મા આલા બાપુને, વિતાન સુદ બીજ
(C) ખડિંગ, ક્યાં, વિતાન સુદ બીજ, ખમ્મા આલા બાપુને
(D) ક્યાં, વિતાન સુદ બીજ, ખડિંગ, ખમ્મા આલા બાપુને
16. કાલાનુક્રમે ગોઠવો.
(A) બારીબહાર, છંદોલય, ધ્વનિ, નિશીથ
(B) બારીબહાર, છંદોલય, નિશીથ, ધ્વનિ
(C) નિશીથ, બારીબહાર, છંદોલય, ધ્વનિ
(D) નિશીથ, છંદોલય, બારીબહાર, ધ્વનિ
17. કાળાનુક્રમે ગોઠવો.
(A) બંધન અને મુક્તિ, બંદીઘર, દીપનિર્વાણ સોક્રેટિસ
(B) બંદીઘર, બંધન અને મુક્તિ, દીપનિવણિ, સોક્રેટિસ
(C) બંદીઘર, દીપનિર્વાણ, બંધન અને મુક્તિ, સોક્રેટિસ
(D) બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, બંદીઘર સોક્રેટિસ
18. સર્વથા સુસંગત જૂથ જણાવો.
(A) હિમાંશી શેલત: આઠમો રંગ, શબવત્, સાંજનો સમય
(B) બિન્દુ ભટ્ટઃ અખેપાતર, બાંધણી, મીરાં યાજ્ઞિકની ડાયરી
(C) સરોજ પાઠક: નાઇટમેર, ટાઇમ બોમ્બ, ગર્ભગાથા
(D) વર્ષા અડાલજાઃ વાડ, મારે પણ એક ઘર હોય, બિંદુનો કીકો
19. સર્વથા સુસંગત જૂથ જણાવો.
(A) કાન્હડદે પ્રબંધ, હંસાઉલી, નેમિનાથ ફાગુ
(B) રસમંજરી, મદનમોહના, રેવંતગિરિ-રાસ
(C) વસ્તુગીતા, અખેગીતા, ચંદ્ર-ચંદ્રાવતી
(D) હમીર પ્રબંધ, વિમલ પ્રબંધ, કાન્હડદે પ્રબંધ
20. સર્વથા સુસંગત જૂથ જણાવો.
(A) રઘુવીર ચૌધરી : વાર્તા, નવલકથા, કવિતા
(B) રાજેન્દ્ર શાહ : વાર્તા, કવિતા, આત્મકથા
(C) પ્રહલાદ પારેખ : વાર્તા, કવિતા, નાટક
(D) ઉમાશંકર જોશી : કવિતા, આત્મકથા, નિબંધ
21. સર્વથા સુસંગત જૂથ જણાવો.
(A) સોક્રેટિસ : ઓલ્ગા, માશા, સોક્રેટિસ
(B) માનવીની ભવાઈ : રાજુ, કાનજી, ભગત
(C) ગુજરાતનો નાથ : મંજરી, કાક, મુંજાલ
(D) અમૃતા : લવજી, અમૃતા, અનિકેત
22. સર્વથા સુસંગત જૂથ જણાવો.
(A) રાનેરી, ક્યાં, અંગત
(B) ધ્વનિ, જનાન્તિકે, શેરી
(C) પ્રિયજન, કાફ્લો, બારીબહાર
(D) નલંક, નેળિયું, ફેરો
23. સર્વથા સુસંગત જૂથ જણાવો.
(A) ચિત્રલેખા, ગુજરાત મિત્ર, સંદેશ
(B) ફૂલછાબ, ગૃહશોભા, કુમાર
(C) સંસ્કૃતિ, ક્ષિતિજ, પરબ
(D) જયહિન્દ દ, શબ્દસર, પ્રત્યક્ષ
24. સર્વથા સુસંગત જૂથ જણાવો.
(A) દલપતરામ, ખબરદાર, કાકાસાહેબ
(B) નંદશંકર, દ્વિરેફ, કિરીટ દુધાત
(C) રા. વિ. પાઠક, ઉમાશંકર જોશી, સુરેશ જોશી
(D) ગાંધીજી, નિરંજન ભગત, રાવજી પટેલ
25. સર્વથા સુસંગત જૂથ જણાવો.
(A) દર્શક : દીપનિર્વાણ, ચૌલાદેવી
(B) પન્નાલાલ : પાછલે બારણે, ભવસાગર
(C) વીનેશ અંતાણી : પ્રિયજન, સ્વપ્નતીર્થ
(D) ચંદ્રકાંત બક્ષી : આકાર, પેરેલિસીસ
26. સર્વથા સુસંગત જૂથ જણાવો. 
(A) અતિજ્ઞાન, આપની યાદી, રસ્તો
(B) અતિજ્ઞાન, વસંત વિજય, દેવયાની
(C) એકબપોર, આગિયાને, વસંત
(D) વિદાય, જૂનું પિયરઘર, ચક્રવાક મિથુન
27. સર્વથા સુસંગત જૂથ જણાવો.
(A) ગઝલ : કલાપી, સૈફ, ઘાયલ
(B) સોનેટ : સુરેશ જોશી, ચંદ્રકાંત બક્ષી, સુન્દરમ્
(C) ખંડકાવ્ય : મડિયા, ધીરુ પરીખ, કાન્ત
(D) હાઈકુ : સુમન શાહ, સ્નેહરશ્મિ, ક્લાપી
28. સર્વથા સુસંગત જૂથ જણાવો.
(A) પ્રેમાનંદ : નળાખ્યાન, મામેરું
(B) નરસિંહ : અભિમન્યુ આખ્યાન, જળકમળ
(C) અખો : અનુભવબિંદુ, મામેરું
(D) દયારામ : છપ્પા, રસિકવલ્લભ
29. સર્વથા સુસંગત જૂથ જણાવો,
(A) ધીરુબહેન પટેલ : નિબંધ, નવલક્થા, કવિતા
(B) સરોજ પાઠક : વાર્તા, નવલક્થા, સંપાદન
(C) હિમાંશી શેલત : વાર્તા, નવલક્થા, વિવેચન
(D) વર્ષા અડાલજા : વાર્તા, નવલક્થા, અનુવાદ
30. સર્વથા સુસંગત જૂથ જણાવો.
(A) આત્મક્યા – મારી હકીક્ત, સત્યના પ્રયોગો
(B) નવલકથા – યાત્રા, છિન્નપત્ર
(C) કાવ્ય – ધ્વનિ, રાનેરી
(D) નિબંધ – શેરી, જનાન્તિકે
31. સર્વથા સુસંગત જૂથ જણાવો.
(A) જોસેફ મેક્વાન – ‘આંગળિયાત’, ‘કૂવો’
(B) મોહન પરમાર – ‘નક્લક’ ‘પાઠ’
(C) શિરીષ પંચાલ – ‘આયનો’, ‘જરા મોટેથી’
(D) સુમન શાહ – ‘ખડકી’, ‘ફ્ટટિયું’
32. સર્વથા સુસંગત જૂથ જણાવો.
(A) સુરેશ જોશી – ‘થીંગડું’, ‘જન્મોત્સવ’
(B) ઉમાશંકર જોશી – ‘છેલ્લુંછાણું’, બે બહેનો
(C) જયંત ખત્રી – ‘ધાડ’, ‘લોહીનું ટીપું’
(D) મધુ રાય – ‘ચહેરા’, ધારો કે
33. સર્વથા સુસંગત જૂથ જણાવો.
(A) પંડિત યુગ – ગો, મા. ત્રિપાઠી, કાન્ત, ક્લાપી
(B) ગાંધીયુગ – મુનશી, મધુ રાય, મેઘાણી
(C) આધુનિક યુગ – સુરેશ જોશી, કિશોર જાદવ, રાધેશ્યામ શર્મા
(D) અનુઆધુનિક યુગ – કિરીટ દુધાત, મોહન પરમાર, હિમાંશી શેલત
34. નીચેનાં વિધાનોની યથાર્થતા તપાસો.
(અ) ‘અગ્નિકન્યા’ ધ્રુવ ભટ્ટની નવલક્થા છે.
(બ) ‘દ્રૌપદી’ પ્રતિભા રાયનું નાટક છે.
(A) (અ) સાચું છે પણ (બ) ખોટું છે.
(B) (અ) અને (બ) બંને ખોટાં છે.
(C) (અ) અને (બ) બંને સાચાં છે.
(D) (અ) ખોટું પણ (બ) સાચું છે.
35. નીચેનાં વિધાનોની સાર્થકતા તપાસો.
(અ) ‘સ્મરણસંહિતા’ના લેખક નરસિંહરાવ દિવેટિયા છે
(બ) ‘સ્મરણયાત્રા’ના લેખક ફાઘેર વાલેસ છે.
(A) (અ) અને (બ) બંને સાચાં છે,
(B) (અ) અને (બ) બંને ખોટાં છે.
(C) (અ) ખોટું છે, પણ (બ) સાચું છે.
(D) (અ) સાચું છે, પણ (બ) ખોટું છે
36. નીચેનાં વિધાનોની સાર્થકતા તપાસો.
(અ) ‘રાઈનો પર્વત’ નાટક રમણભાઈ નીલકંઠનું છે.
(બ) ‘જાલકા’ નાટકના લેખક હસમુખ બારાડી છે.
(A) (અ) સાચું પણ, (બ) ખોટું છે.
(B) (અ) અને (બ) અને ખોટાં છે.
(C) (અ) અને (બ) બંને સાચાં છે.
(D) (અ) ખોટું પણ (બ) સાચું છે.
37. નીરોનાં વિધાનોની સાર્થકતા તપાસો,
(અ) કીર્તિદેવ મુંજાલનો પુત્ર છે.
(બ) ત્રિભુવનપાલ દેવપ્રસાદનો પુત્ર છે.
(A) (અ) અને (બ) બંને સાયાં છે.
(B) (અ) અને (બ) બંને ખોટાં છે.
(C) (અ) સાચું છે, પણ (બ) ખોટું છે.
(D) (અ) ખોટું છે, પણ (બ) સાચું છે.
38. આ પૈકી કયા સર્જકને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો નથી?
(A) ઉમાશંકર જોષી
(B) પન્નાલાલ પટેલ
(C) રાજેન્દ્ર શુકલ
(D) રઘુવીર ચૌધરી
39. લેખક અને કૃતિનું કયું જોડકું યોગ્ય નથી?
(1) કવિ નર્મદ-પૂર્વાલાપ
(2) નરસિંહરાવ દિવેટિયા – તરંગલીલા
(3) મણિલાલ દ્વિવેદી – સુદર્શન ગ્રંથાવલિ
(4) સર રમણભાઈ નીલકંઠ – રાઈનો પર્વત
(5) ન્હાનાલાલ દલપતરામ – ઘેરની વસૂલાત
(A) 1 અને 2
(B) 2 અને 3
(C) 3 અને 4
(D) 1 અને 5 
40. નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?
(A) ગરબી એ સ્ત્રીનું નૃત્ય છે.
(B) ગરબી એ પુરુષોનું નૃત્ય છે.
(C) ગરબો એ સ્ત્રીનું નૃત્ય છે.
(D) ભક્તકવિ દયારામે ગરબીની રચનાઓ કરેલી,
41. ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે?
(A) સ્કંદગુપ્ત
(B) સમ્રાટ અશોક
(C) હેદ્રદામન
(D) ઉપર દર્શાવેલ ત્રણેયના
42. રાજ્યમાં હાલમાં કયાં તોરણો જોવાલાયક છે?
(A) વડનગર
(B) દેવમાલ
(C) કપડવંજ
(D) ઉપરોક્ત બધાં જ
43. ગુજરાતી બાળ સાહિત્યમાં નીચેનાં પૈકી કોનું યોગદાન નથી?
(A) ગિજુભાઈ બધેકા
(B) જીવરામ જોષી
(C) રમણલાલ શાહ
(D) પ્રવીણ પટેલ
44. નીચેની પૈકી કઈ જોડી અયોગ્ય છે?
(A) રાઠવા – પીઠોરાનાં ચિત્રો
(B) ભીલો – ભારાડ઼ીનાં ચિત્રો
(C) કુંકણીઓ – ગોગજનાં ચિત્રો
(D) ચૌધરીઓ – નવાનાં ચિત્રો
45. મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી?
(A) આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું
(B) આ મંદિરનું નકશીકામ ગાંધાર શૈલીમાં થયેલું છે.
(C) મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાનાં નાનાં 108 જેટલાં મંદિરો આવેલાં છે.
(D) આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે.
46. ‘ચાબખા’ સાહિત્યસ્વરૂપમાં રચનાઓ નીચેનામાંથી કોણે કરી છે?
(A) ભોજા ભગત
(B) ધીરો
(C) શામળ
(D) નાકર
47. નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી?
(A) કરણ ઘેલો – નંદશંકર મહેતા
(B) મારી હકીકત – નર્મદ
(C) બંધન અને મુક્તિ – મનુભાઈ પંચોળી
(D) ધૂળસળી – પન્નાલાલ પટેલ 
48. ભારતની બધી જ પ્રાદેશિક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે, આ ફિલ્મ 1932 ના વર્ષમાં રજૂ થયેલ હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી?
(A) નરસિંહ મહેતા
(B) લીલુડી ધરતી
(C) મુંબઈની શેઠાણી
(D) કંકુ
49. ‘યા હોમ કરીને પડો, ફ્તેહ છે આગે.’ – આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? 
(A) ન્હાનાલાલ
(B) ઉમાશંકર જોશી
(c) ઝવેરચંદ મેઘાણી
(D) નર્મદ
50. જામનગર જિલ્લામાં આવેલાં ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીનાં છે ?
(A) રોમન
(B) મુઘલ
(C) ચાલુક્ય
(D) ઇન્ડો-આર્યન
51. નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે ?
(A) ગૂજરાત વિદ્યાપીઠ
(B) ગુજરાત સાહિત્ય અકાદમી
(C) ગુજરાત સાહિત્ય સભા
(D) ગુજરાત સાહિત્ય પરિષદ
52. બંને વિધાનો વાંચો અને નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.
(1) રણછોડભાઈ ઉદયરામ ‘રણછોડ આમલીખાઉ’ તરીકે જાણીતા છે.
(2) ‘લક્ષ્મી વિજય ડ્રામા ગ્રૂપ’ના સભ્ય રણછોડદાસ ગુજરાતી નાટકના શેક્સપિયર તરીકે ખ્યાતનામ છે.
(A) 1 સાચું અને 2 ખોટું છે.
(B) 1 અને 2 બંને સાચાં છે.
(C) 1 અને 2 બંને ખોટાં છે.  
(D) 1 ખોટું છે અને 2 સાચું છે.
53. નીચેનામાંથી કયાં મંદિરો સોલંકી કાળનાં નથી ?
(A) તારંગાનાં મંદિરો
(B) મોઢેરાનું સૂર્યમંદિર
(C) રુદ્રમહાલય
(D) ગોપનું મંદિર
54. ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્ભવી? 
(A) ગુર્જરા અપભ્રંશ
(B) દીંગલ
(C) મારું પ્રાકૃત
(D) સંસ્કૃત
55. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી?
(A) ઉમાશંકર જોશી
(B) રાજેન્દ્ર શાહ
(C) કનૈયાલાલ મુનશી
(D) રઘુવીર ચૌધરી
56. મધ્યયુગીન સમયમાં ગુજરાતની પ્રાંતીય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે?
(A) જામા મસ્જિદ, અમદાવાદ
(B) મહમ્મદ બેગડાની કબર, ચાંપાનેર
(C) રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ
(D) દર્શાવેલ બધા જ
57. નીચેના પૈકી કોણે “ડાંડિયો” પખવાડિકનો આરંભ કર્યો?
(A) નિરંજન ભગત
(B) ઉમાશંકર જોષી
(C) દલપતરામ
(D) નર્મદ
58. ગુજરાતનાં સ્થાપત્યો અને તેના સ્થળ અંગેનાં જોડકાંમાથી કયું જોડકું સાચું નથી?
(1) સીદી સૈયદની જાળી – અમદાવાદ
(2) પુનિત વન (વનસ્પતિ બાગ) – ગાંધીનગર
(3) સુદામા મંદિર – પોરબંદર
(4) રાણકી વાવ – પાટણ
(A) 1 અને 2
(B) 2 અને 3
(C) 3 અને 4
(D) ઉપરોક્ત બધાં જ જોડકાં સાચાં છે.
59. ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી?
(1) બારડોલી – સરદાર સ્મારક
(2) સુરત – ચિંતામણિ જૈન દેરાસર
(3) ઉદવાડા – આતશે બહેરામ
(4) આણંદ – અતુલની રંગ-રસાયણની ફૅક્ટરી
(A) 4
(B) 3
(C) 2
(D) 1
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *