GPSC PT 2016 to 2023 Solved – ભૂગોળ – 5

GPSC PT 2016 to 2023 Solved – ભૂગોળ – 5

1. મહાસાગરમાં ગરમ અને ઠંડા પ્રવાહોનું મિલન નીચેના પૈકી કોના માટે લાભદાયી છે ? 
(A) પરવાળાના ખરાબાના નિર્માણ માટે
(B) માછીમારી માટે
(C) સમુદ્રી ઘાસ
(D) મેનગ્રુવ
2. નીચેનાં પૈકી ક્યાં વિધાનો ખોટું / ખોટાં છે ?
(A) અરબી સમુદ્રથી શાખા અરબી સમુદ્ર ઉપરથી ભારતીય ભૂભાગ ઉપર ફૂંકાય છે.
(B) બંગાળના ઉપસાગરની સાખા બંગાળના ઉપસાગરમાંથી ભેજ એક્ત્ર કરી મ્યાંમાર અને દક્ષિણ પૂર્વ બાંગલાદેશ પર ત્રાટકે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
3. સિંધુ ગંગા મૈદાનોની મોટા ભાગની નદીઓ ….. બનેલી છે 
(A) રેડિયલ ડ્રેનેજ સિસ્ટમ
(B) ડેન્ડિટ્રીઝ બેજ સિસ્ટમ
(C) ટેલિસ ડ્રેનલ સિસ્ટમ
(D) સુપર ઇમ્યાન ડ્રેનેજ સિસ્ટમ
4. નીચેના પૈકી નદી રિક્ટ વેલી (ફોટ ખીણ) વહેતી નથી ? 
(A) મહા નદી
(B) નર્મદા
(C) તાપી
(D) દામોદર
5. નીચેના પૈકી કયું લક્ષણ એ કાળી માટીનું મુખ્ય લક્ષણ નથી ? 
(A) તે મેગ્નેશિયમ વિપલુ માત્રામાં ધરાવે છે.
(B) કાળી માટી એ પ્રતિક્રિયામાં આલ્ક્લાઇન છે.
(C) તે નાઈટ્રોજન વિપુલ માત્રામાં ધરાવે છે.
(D) કાળી માટી એ ફોસ્ફેરિક એસિડની ઊણપ ધરાવે છે.
6. શિવાલિક તળેટીમાં કાંપના પંખાકાર મેદાન જોવા મળે છે, જેની જમીન સૂથળ (મોટા) અને ગોળ કાંકરાવાળી હોય છે જેને …… કહેવામાં આવે છે. 
(A) રાઢ
(B) તરાઈ
(C) ભાબર
(D) લાઓસ
7. ‘ચિલ્લઈ ક્લાન’, ‘ચિલ્લઇ ખુર્દ’, ‘ચિલ્લઈ બચ્ચા’ – શબ્દો નીચેના પૈકી કોની સાથે જોડાયેલ પ્રચલિત શબ્દ છે?
(A) શિયાળુ ગરમ પાક માટે
(B) જમ્મુ-કાશ્મીરના હિમવર્ષા અને શિયાળાના અતિશય ઠંડીના સમય ગાળા માટે
(C) જમ્મુ-કાશ્મીરના ગાલીચા તેમજ કળા સંસ્કૃતિના શબ્દો
(D) જમ્મુ-કાસ્મીરની પરંપરા રાજ્ય રમતો માટે
8. પરવાળાના ખરાબાને નુકસાન (Coral bleaching) માં સૌથી નોંધનીય પરિબળ કયું છે ?
(A) પરવાળાના રોગનો ઉપદ્રવ,
(B) સમુદ્રના પાણીનો કાંપ
(C) વૈશ્વિક તાપ-વૃદ્ધિ (Global Warming)
(D) ઉપરના તમામ
9. નીચેના પૈકી કઈ જગ્યાએ પરાવળાના ટાપુઓ આવેલા છે ?
1. અંદમાન-નિકોબાર દ્વીપસમૂહ
2. કચ્છનો અખાત
3. મન્નારનો અખાત
4. સુંદરવન
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 2 અને 4
(B) માત્ર 1, 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1, 2, 3 અને 4
10. જમીનનું સૌથી ઉપરનું સ્તર ……. નું બનેલું હોય,
(A) માત્ર સેન્દ્રીય રજકણ (Humus) અને સજીવ જીવતંત્ર
(B) માત્ર સજીવ જીવતંત્ર અને માટીના કણ
(C) માત્ર સેન્દ્રીય રજકણ (Humus) અને માટીના કણ
(D) સેન્દ્રીય રજકણ, સજીવ જીવતંત્ર અને માટીના કણો
11. માળવાના ઉચ્ચ પ્રદેશમાં નીચેના પૈકી કયા પ્રકારની માટી જોવા મળે છે ?
(A) Laterite soil
(B) લાલ માટી
(C) કાળી માટી
(D) ઉપરના પૈકી એક પણ નહીં
12. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાં કયા પ્રકારના ખડકો જોવા મળે છે ?
(A) અગ્નિકૃત ખડકો
(B) કાંપના (જળકૃત) ખડકો
(C) વિકૃત ખડકા
(D) લાવાના ખડકી
13. નીચેની પર્વતમાળાઓને શૈલ-સમૂહ-નિર્માણની દૃષ્ટિએ સૌથી નવાથી પ્રાચીન એમ સાચા ક્રમમાં ગોઠવા.
(A) હિમાલય, વિંધ્ય, પશ્ચિમ ઘાટ, ડેક્કન પઠાર
(B) ડેક્કન પઠાર, પશ્ચિમ ઘાટ, વિંધ્ય, હિમાલય
(C) હિમાલય, પશ્ચિમ ઘાટ, વિંધ્ય, ડેક્કન પદાર
(D) વિંધ્ય, હિમાલ્ટ, ડેક્કન પઠાર, પશ્ચિમ ઘાટ
14. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
(A) દ્વીપકલ્પ ભારત-ઓસ્ટ્રેલિયાનો અલગ ભાગ છે.
(B) આફ્રિકા અને લેટિન અમેરિકા ગોંડવાના લેન્ડ ભાગ છે.
(C) સેનોઝોઈક યુગમાં ગોંડવાના લેન્ડનો વિચ્છેદ શરૂ થયો.
(D) મૈસોઝોઈક યુગમાં ગોંડવાના લેન્ડનો વિચ્છેદ શરૂ થયો.
15. ભારતમાં ભૂસ્તરીય અને ભૂસ્વરૂપ રીતે સૌથી યુવા ભૂમિસ્વરૂપ …… છે.
(A) હિમાલય પર્વતો
(B) ઉત્તરનાં મેદાનો
(C) દખ્ખણના લાવાનો ઉચ્ચ પ્રદેશ
(D) દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ
16. વિપુલ પ્રમાણમાં જળધોધ અને જમીનમાં ઢોળાવ એ નદીના ધોવાણનો …….. છે.
(A) યુવાન તબક્કો 
(B) પુખ્ત તબક્કો
(C) વૃદ્ધ તબક્કો
(D) ઉપરના પૈકી એકપણ નહીં.
17. ઉષ્ણકટિબંધીય ચક્રવાતને હરિકેન (Hurricane) નામ …….. માં  આપવામાં આવ્યું છે.
(A) ઉત્તર પેસેફ્ટિ મહાસાગર
(B) ઓસ્ટ્રેલિયા
(C) ઉત્તર એટલેન્ટિક મહાસાગર
(D) બંગાળની ખાડી
18. નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) નથી?
(1) ચક્રવાતો સામાન્ય રીતે વરસાદી પટ્ટાઓ, વાદળો અને હિમ સાથે સંકળાયેલા છે, જ્યારે પ્રતિચક્રવાતો વર્ષામુક્ત હોય છે.
(2) ચક્રવાતો એટલે પ્રચંડ વાવાઝોડાંઓ જે નીચલા વાતાવરણીય દબાણના શાંત કેન્દ્રની ફરતે ફૂંકાતો ભારે પવન છે.
(3) ઉષ્ણકટિબંધીય ચક્રવાતો એકથી ત્રણ સપ્તાહ ટકે છે.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફક્ત 3
(D) 1, 2 અને 3
19. તટવર્તીય સમુદાય વિનાશક ભૂકંપ જ્વાળામુખી ફાટવાથી અથવા જળભૂસ્ખલ 15 મીટર કે તેથી વધારેની ઊંચાઈ સુધી પહોંચતા ઊછળતાં મોજાંઓને …….. કહે છે.
(A) ચક્રવાતો
(B) ત્સુનામી
(C) બાહ્ય ઉષ્ણકટિબંધીય ચક્રવાતો
(D) તટવર્તી પૂર
20. છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાં કયા પ્રકારના ખડકો મળી આવે છે?
(A) અગ્નિકૃત ખડકો
(B) પ્રસ્તર ખડકો
(C) વિકૃત ખડકો
(D) લાવા ખડકો
21. હવામાન આબોહવાથી કઈ રીતે અલગ છે ? ખરો વિકલ્પ ઓળખો.
(1) હવામાનને તેનાં વિવિધ તત્ત્વોની સરેરાશ ઘટનાઓ સાથે સંબંધ છે.
(2) આબોહવાને તેનાં તત્ત્વોના રોજિંદા પ્રાદેશિક ફેરફારો સાથે સંબંધ છે.
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) બંને 1 અને 2
(D) કોઈ પણ નહીં
22. છોટા નાગપુરની સુવર્ણરેખા નદીની ખીણમાં ધારવાડ પ્રણાલીના સોડાગ્રેનાઇટ ખડકો ………..ધરાવે છે.
(A) કલાઈ (Tin)
(B) મુખ્યત્વે તાંબું અને યુરેનિયમના ભંડાર 
(C) બોક્સાઈટ
(D) સોનાના ભંડાર
23. 45° પૂર્વ રેખાંશ ધરાવતું એક ‘A’ સ્થળ છે. 75° પૂર્વ રેખાંશ ધરાવતુ અન્ય ‘B’ સ્થળ છે, જો ‘A’ નો સ્થાનિક સમય 11:00 કલાક હોય તો ‘B’નો સ્થાનિક સમય શું હશે?
(A) 12:00 કલાક (Hrs)
(B) 13:00 કલાક (Hrs) 
(C) 10:00 કલાક (Hrs)
(D) 12:20 કલાક (Hrs)
24. પૃથ્વીમાં ખડકો સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયાં) વિધાન(નો) ખરું(રાં) છે?
(1) ખડકોને સામાન્ય રીતે અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો અને વિકૃત ખડકોમાં વિભાજિત કરવામાં આવે છે,
(2) અગ્નિકૃત ખડકો પૃથ્વીના પોપડાની નીચે મળી આવેલા ગરમ અને પીગળેલા મેગ્માના ઠારણ, ઘનીકરણ અને સ્ફટિકીકરણ દ્વારા રચાય છે
(3) ઉષ્ણતામાન, દબાણ અને રાસાયણિક સક્રિય દ્રાવણના પ્રભાવ હેઠળ પૂર્વ અસ્તિત્વમાં રહેલા ખડકોમાં ફેરફાર દ્વારા પ્રસ્તર ખડકોની રચના થાય છે.
(A) ફક્ત 1 અને 2 
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 3
(D) ફક્ત 2
25. ગૃહીતરેખા (Datum Line) સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન ખરું છે?
(A) તે કચ્છનાં રણ અને કાઠિયાવાડ ઉચ્ચ પ્રદેશને વિભાજિત કરે છે.
(B) તે હિમાલય અને મોટા ઉત્તરનાં મેદાનો વચ્ચે કુદરતી વિભાજન રેખા છે.
(C) તે પૃથ્વીનાં ચુંબકીય ધ્રુવો વચ્ચેથી પસાર થતી કાલ્પનિક રેખા છે.
(D) ઊંચાઈ અને ઊંડાઈની માપણી માટેના સંદર્ભ તરીકે વપરાતી કાલ્પનિક આડી રેખા છે.
26. વિવિધ પ્રકારના ખડકોના સંદર્ભમાં નીચે આપેલાં વિધાનો ધ્યાનમાં લો.
(1) કર્કશ (Intrusive) અગ્નિકૃત ખડકો એ પ્લુટોનિક ખડકોથી પણ ઓળખાય છે.
(2) જળકૃત ખડકો એ સ્તરબદ્ધ ખડકો કહેવાય છે.
(3) આરસ, ગ્રેનાઇટ અને ક્વાર્ટઝ એ વિકૃત ખડકોના ઉદાહરણ છે.
ઉપર આપેલાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે?
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) 1, 2 અને 3
(D) માત્ર 1 અને 3
27. ભારતના કયા ક્ષેત્રમાં પરવાળાના ખરાબા જોવા મળે છે?
1. આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ
2. મન્નારનો અખાત
3. કચ્છનો અખાત
(A) માત્ર 1
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને ૩
(D) 1, 2 અને 3
28. નદી અનેક કાંસમાં વિભાજિત થાય એને …….. કહેવાય.
(A) પાર્શ્વ નદી
(B) આશ્રિત નદી
(C) સર્પાકાર નદી
(D) વેણી આકાર નદી
29. ભારતના સ્થળાલેખન નકશા કોણ તૈયાર કરે છે ? 
(A) ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ
(B) ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ
(C) ભારતીય સર્વેક્ષણ
(D) ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ
30. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ? 
(A) સપ્ટેમ્બર-ઓક્ટોબર
(B) ઓક્ટોબર-નવેમ્બર
(C) નવેમ્બર-ડિસેમ્બર
(D) જુલાઈ-ઓગસ્ટ
31. ભારતના ભૂપૃષ્ઠમાં મેદાની પ્રદેશમાં મેદાનોનો જૂનો કાંપ કયા નામે ઓળખાય છે ?
(A) બાંગર
(B) ખાદર
(C) ભાબર
(D) તરાઈ
32. નીચેનામાંથી કયા કારણો સમુદ્રની ખારાશને અસર કરે છે ?
(1) બાષ્પીભવન
(2) વરસાદ
(3) પવન
(4) દબાણ
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) (1) અને (2)
(B) (3) અને (4)
(C) (1), (2) અને (3)
(D) (1), (2), (3) અને (4)
33. ભારતના કેટલાક ભાગોમાં લાલ માટી મળી આવે છે, આ માટીના લાલ રંગનું શું કારણ છે?
(A) મેંગ્નેશિયમની અતિશયતા
(B) સંચિત ધરણ
(C) ફેરિક ઓક્સાઈડની હાજરી
(D) ફોસ્ફેટ્સની વિપુલતા
34. રાજસ્થાનમાં યાત્રાધામ સુન્ધા માતાની પાસે આવેલા પર્વતો ….. નું દૃષ્ટાંત છે.
(A) ગેડ પર્વત
(B) ખંડ પર્વત
(C) ઘુમ્મટાકાર પર્વત
(D) જ્વાળામુખી પર્વત
35. ભારતમાં પશ્ચિમ તટ પર વરસાદ પશ્ચિમથી પૂર્વ જતાં ……. અને ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ જતાં …… થવા લાગે છે.
(A) ઓછો, ઓછો
(B) ઓછો, વધુ
(C) વધુ, ઓછો
(D) વધુ, વધુ
36. ઓડિશાનું ચિલ્કા અને તામિલનાડુનું પુલિકટ …….. સરોવરના દૃષ્ટાંત છે.
(A) લગૂન
(B) તાજાં પાણીના
(C) જ્વાળામુખી
(D) ફાટખીણ
37. નીચેનામાંથી કયો વિસ્તાર ધરતીકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ છે ?
(A) પશ્ચિમી ઘાટો
(B) ભારત-ગંગા તટપ્રદેશ
(C) વિંધ્યાન પ્રદેશ
(D) ઉત્તર પૂર્વીક્ષેત્ર
38. હિમાલયન આર્કિયન ખડકોમાંથી મુખ્યત્વે નીચેના પૈકી શું પ્રાપ્ત થાય છે ?
(A) લોહ અયસ્ક
(B) મેંગેનીઝ અયસ્ક
(C) અબરખ
(D) આપેલ ત્રણેય
39. લોખંડ, તાંબું, સત ખનીજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે ?
(A) આગ્નેય ખડકો
(B) પ્રસ્તર ખડકો
(C) રૂપાંતરિત ખડકો
(D) પ્રસ્તર ખડકો તથા રૂપાંતરિત ખડકો
40. પૂણે ખાતે આવેલી ભારત સરકારની હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાને કેટલી ૠતુઓમાં વર્ગીકૃત કરેલ છે ?
(A) 3
(B) 4
(C) 5
(D) 6
41. નીચેના પૈકી કયાં પ્રવાળ (કોરલ) નથી ?
(A) કચ્છનો અખાત
(B) ખંભાતનો અખાત
(C) મન્નારનો અખાત
(D) કોઈ પણ નહીં.
42. ભૂ-આકૃતિઓના વૈવિધ્યના આધારે ભારતને કેટલા પ્રાકૃતિક વિભાગોમાં વિભાજિત કરી શકાય ?
(A) 4
(B) 5
(C) 6
(D) 7
43. નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?
(A) ઉનાળા દરમિયાન ITCZ બેલ્ટ ઉપર ઉત્તરીય મેદાનોમાં ગરમ અને સૂકો પવન ફૂંકાય છે તેને કહેવાય છે. લૂ
(B) આમ્રવર્ણ ચોમાસાનો વરસાદ પૂર્વેના વરસાદ માટે વપરાતો શબ્દ છે.
(C) બંગાળ અને આસામમાં સાંજે ફૂંકાતા ભયંકર વાવાઝોડાને ઉત્તર પશ્ચિમી કાલ બૈસાખી (નોર્વેસ્ટર્સ) કહેવાય છે.
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં
44. જીપ્સમ “Gypsum” બાબતે નીચેનાં વાક્યો પૈકી કયાં વાક્યો સાચાં છે ?
(1) આ એક કુદરતી પદાર્થ છે.
(2) જમીનની ફળદ્રુપતા સુધારવા તેનો ઉપયોગ થાય છે.
(3) પ્લાસ્ટર ઓફ પેરિસ (Plaster of Paris) બનાવવા આનો ઉપયોગ થાય છે.
(A) 1 અને 2
(B) 1 અને 3
(C) 1, 2 અને 3
(D) 2 અને 3
45. નીચેના પૈકી કયું / કયાં ખનીજ બિન-ધાતુ ખનીજ તરીકે વર્ગીકૃત થયું/થયાં છે?
(1) અબરખ
(2) ચૂનાનો પથ્થર
(3) ફોસ્ફેટ
(A) ફક્ત (1) અને (2)
(B) ફક્ત (2)
(C) ફ્ક્ત (1) અને (3)
(D) (1), (2) અને (૩)
46. પાછા ફરતાં મોસમી પવનોની બાબતમાં નીચેનાં વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) આ પવનો ભારતના ભૂમિ ભાગો તરફ્થી સમુદ્ર તરફ જાય છે.
(2) જમીન ભેજવાળી હોય છે. દિવસે તાપમાન વધી જાય છે. રાત્રી ઠંડી અને ખુશનુમા હોય છે.
(3) આકાશ સ્વચ્છ હોય છે.
(4) આ પવનોનો ગાળો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો હોય છે.
(A) 1, 2 અને 4 સાચાં છે.
(B) 2, 3, 4 સાચાં છે.
(C) 1, 2 અને 3 સાચાં છે.
(D) 1, 3 અને 4 સાચાં છે.
47. નીચેના પૈકી કયા ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી ?
(A) કોલસો (Coal)
(B) માટીના ખડક (Shale)
(C) ચૂનો (Limestone)
(D) ચોક (Chalk)
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *