GPSC PT 2016 to 2023 Solved – અર્થશાસ્ત્ર – 5
GPSC PT 2016 to 2023 Solved – અર્થશાસ્ત્ર – 5
1. મૂલ્ય આધારિત કર (Value Added Tax (VAT))ની પદ્ધતિ સૌપ્રથમ કયા દેશમાં દાખલ કરવામાં આવી હતી ?
(A) ઇટાલી
(B) ફ્રાન્સ
(C) જર્મની
(D) ભારત
2. વિકસતા દેશોમાં ઓછા વિકાસ માટે નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ મુખ્ય કારણ છે ?
(A) મૂડીનો અભાવ
(B) સંસાધનોનો બિનઉપયોગ
(C) શિક્ષણનો નીચો દર
(D) એક પણ નહીં
3. નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ?
(A) દ્વિતીય પંચવર્ષીય યોજના 1956-1961
(B) ચોથી પંચવર્ષીય યોજના 1969-1974
(C) આઠમી પંચવર્ષીય યોજના 1990-1995
(D) અગિયારમી પંચવર્ષીય યોજના 2007-2012
4. નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં સૌ પ્રથમ વખત રાજ્યોના પરામર્શમાં દરેક રાજ્યદીઠ વિકાસ અને બીજા નિયંત્રિત લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ હતા ?
(A) આઠમી
(B) સાતમી
(C) નવમી
(D) દસમી
5. નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ?
(A) પ્રથમ
(B) ત્રીજી
(C) સાતમી
(D) પાંચમી
6. નીચેનાં વાક્યો તપાસો
(1) ગુજરાતનો કૃષિ વિકાસ દર દેશના કૃષિ વિકાસ દર કરતાં વધારે રહેલ છે.
(2) આંતરરાષ્ટ્રીય ધોરણોને ધ્યાને લેતાં મોટા ભાગના પાકો માટે ભારતનો ઉત્પાદકતા દર ઓછો છે.
(A) માત્ર પ્રથમ વાક્ય સાચું છે.
(B) માત્ર બીજું વાક્ય સાચું છે.
(C) 1 અને 2 બન્ને વાક્યો સાચાં છે
(D) 1 અને 2 બન્ને વાક્યો સાચાં નથી.
7. ખેતીવાડી ક્ષેત્ર અને તેની સાથે સંકળાયેલ ક્ષેત્રના સંબંધમાં નીચેનાં પૈકી કર્યું વાક્ય યોગ્ય નથી ?
(A) લગભગ 13.7% GDP આ ક્ષેત્ર દ્વારા આપવામાં આવે છે.
(B) લગભગ 50% કાર્યાન્વિત લોકો આ ક્ષેત્ર સાથે જોડાયેલ છે.
(C) આ ક્ષેત્રની ઉત્પાદકતા પ્રમાણમાં ઘણી જ ઓછી છે.
(D) આ ક્ષેત્રમાં મૂડી-રોકાણ ઘણું જ વધારે રહ્યું છે. (capital intensive)
8. છેલ્લી ત્રણ પંચવર્ષીય યોજનાઓમાં નીચેના પૈકી કયું ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં મોટો ફાળો આપી રહ્યું છે ?
(A) કૃષિ ક્ષેત્ર
(B) ઉદ્યોગ ક્ષેત્ર
(C) સેવા ક્ષેત્ર
(D) વિદેશ ક્ષેત્ર
9. નીચેના પૈકી કયું ભારતમાં ગરીબીનું સૂચક ગણાતું નથી ?
(A) યાતાયાતનાં સાધનોનો અભાવ
(B) શિક્ષણની ઉપલબ્ધતાનો અભાવ
(C) સ્વાસ્થ્યસંભાળની ઉપલબ્ધતાનો અભાવ
(D) નોકરીની તકોનો અભાવ
10. નીચેના પૈકી કયું ઇકોલોજિકલ ફૂટપ્રિન્ટનું એકમ છે ?
(A) ક્યુબિક ટન
(B) નેનોમીટર
(C) ગ્લોબલ હેક્ટરસ
(D) હોપસ ક્યુબિક ફૂટ
11. નીચેના પૈકી કયું/કયાં રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (NABARD) નું/નાં કાર્ય/કાર્યોં છે ?
(A) પાયાગત કૃષિ ધિરાણના પ્રવાહ પર દેખરેખ
(B) ધિરાણનું આયોજન અને દેખરેખ/નિયંત્રણ
(C) ગ્રામીણ ધિરાણ સંસ્થાઓ માટે કાર્યકારી માર્ગદર્શિકા તૈયાર કરવી
(D) ઉપરનાં તમામ
12. “વૈશ્વિક સ્પર્ધાત્મક્તા અહેવાલ” નીચેના પૈકી કઈ સંસ્થા બહાર પાડે છે ?
(A) વિશ્વ વ્યાપાર સંગઠન
(B) યુરોપીયન યુનિયન
(C) વિશ્વ બેંક
(D) વિશ્વ આર્થિક ફોરમ
13. આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF) માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(A) તે કોઈ પણ દેશને ધિરાણ આપી શકે છે.
(B) તે ફ્ક્ત વિકાસશીલ દેશોને ધિરાણ આપી શકે છે.
(C) તે ફક્ત સભ્ય દેશોને જ ધિરાણ આપી શકે છે.
(D) તે ફક્ત દેશની કેન્દ્રીયકૃત બેંકને ધિરાણ આપી શકે છે.
14. નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી ?
(A) સી. ડી. દેશમુખ
(B) ડો. આઈ. જી. પટેલ
(C) ડો. મનમોહનસિંહ
(D) આનંદ સિંહા
15. ‘NABARD’ દ્વારા કઈ સંસ્થાઓને પુનઃધિરાણ (Refinance) આપવામાં આવે છે ?
(A) રાજ્યની સહકારી બેંકો
(B) રિજિયોનલ રૂરલ બેંકો
(C) કોમર્શિઅલ બેંક (વાણિજ્ય બેંક)
(D) ઉપરોક્ત બધી જ સંસ્થાઓ
16. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ (NCPCR) સંબંધમાં કયું વાક્ય સાચું નથી ?
(A) આ કાયદા દ્વારા સ્થાપવામાં આવેલું છે.
(B) ભારતનું બંધારણ અને UN Convention on the rights of childને ધ્યાનમાં રાખીને કામગીરી કરવાની છે.
(C) ચાઇલ્ડ એટલે 0 થી 16 વર્ષની ઉંમરની વ્યક્તિ
(D) તે ચાઇલ્ડ રાઇટના ભંગના કિસ્સામાં પોતે પગલાં લઈ શકે છે.
17. નીચેનામાંથી કયું કાર્ય, RBI કરતી નથી ?
(A) ચલણી નાણું બહાર પાડવાનું
(B) વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું
(C) કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું
(D) માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું
18. સમાન અર્થતંત્ર (Parallel economy) નીચેના પૈકી કયા વાક્ય સાથે સુસંગત છે ?
(A) બિન-સંગઠિત ક્ષેત્રની બધી જ કામગીરી.
(B) કરવેરાના માળખામાં ન આવરી લેવાયેલ આવક, નાણાં.
(C) પરદેશી સંસ્થાઓની આવક અને ધંધા-વેપારનો નફો.
(D) ઉપરોક્ત બધાં જ વાક્ય સાથે સુસંગત છે.
19. નીચેના પૈકી કયું GST કાઉન્સિલ બાબતે સાચું છે ?
(A) વડા પ્રધાન GST કાઉન્સિલના અધ્યક્ષ છે.
(B) GST કાઉન્સિલ કેન્દ્ર તેમ જ રાજ્યો બંનેને ભલામણો કરશે.
(C) (A) અને (B) બંને
(D) દર્શાવેલ પૈકી કોઈ નહિ
20. “ગાડગીલ ફોર્મ્યુલા” નીચે પૈકી શાની સાથે સંબંધિત છે ?
(A) ગરીબી રેખાનું નિર્ધારણ
(B) નાણાકીય ખાધનું નિર્ધારણ
(C) રાજ્યો વચ્ચે વિત્તીય સંસાધનોની વહેંચણી
(D) રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં સુધારા માટેનાં પગલાંઓ લેવા વપરાતી ફોર્મ્યુલા
21. અર્થતંત્રની વિવિધ સ્થિતિઓ પૈકી એક ‘સ્ટેગફ્લેશન’ (stagflation) છે. નીચે પૈકી કયું લક્ષણ તેનું છે ?
(A) ખૂબ જ ઊંચા દરે ફુગાવો
(B) ઊંચા દરે ફુગાવો અને નીચા દરે બેરોજગારી
(C) ઊંચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી
(D) નીચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી
22. માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ?
(A) અપેક્ષિત આયુષ્ય
(B) શિક્ષણ
(C) બાળમૃત્યુ દર
(D) માથાદીઠ આવક
23. નીચે પૈકી ક્યા કાયદા હેઠળ રિઝર્વ બેંક વાણિજ્ય બેંકોનું નિયમન કરે છે ?
(A) બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949
(B) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934
(C) કોમર્શિયલ બેંક (રેગ્યુલેશન) એક્ટ, 1949
(D) ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં.
24. વિકાસશીલ અર્થતંત્રની બાબતમાં નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે ?
(A) માથાદીઠ આવક નીચે હોય છે.
(B) ખેતીનો ફાળો રાષ્ટ્રીય આવકમાં 70% કે તેથી વધારે હોય છે.
(C) ઉત્પાદનનાં સાધનોનો પૂરેપૂરો તેમ જ યોગ્ય ઉપયોગ થતો નથી.
(D) વસ્તી વૃદ્ધિનો વાર્ષિક દર બે ટકાથી ઓછો હોય છે.
25. સ્થાનિક આયોજનની પાયાની વિભાવના નીચેના પૈકી કઈ ન હતી ?
(A) ખાનગી ક્ષેત્રનો વિકાસ
(B) નીચલાથી વિકાસ
(C) અંદરથી વિકાસ
(D) ઉપર પૈકી એકપણ નહીં
26. આયોજનના વિકેન્દ્રીકરણની શરૂઆત કરનાર નીચેના પૈકી કયું રાજ્ય પ્રથમ હતું ?
(A) રાજસ્થાન
(B) કેરાલા
(C) ગુજરાત
(D) પંજાબ
27. વસ્તીવધારાથી નીચેની બાબતો ઉદ્ભવે છે. આ બાબતો પૈકી કઈ બાબત આર્થિક વિકાસમાં ઉપયોગી નથી ?
(A) શ્રમિકોમાં વધારો
(B) ઉત્પાદનમાં વધારો
(C) મૂડી નિર્માણના દરમાં ઘટાડો
(D) માંગમાં વધારો
28. નીચે દર્શાવેલ રાજ્યો પૈકી સૌથી વધુ ગરીબીની ટકાવારી કયા રાજ્યની છે ?
(A) કેરાલા
(B) ગુજરાત
(C) ઝારખંડ
(D) ઉત્તર પ્રદેશ
29. નીચેના પૈકી કઈ સંસ્થા સામાન્ય સંજોગોમાં “કિસાન ક્રેડિટ કાર્ડ (“Kisaan Credit Card”) આપતી નથી ?
(A) વાણિજ્ય બેંકો
(B) નાબાર્ડ
(C) સહકારી બેંકો
(D) ગ્રામીણ બેંકો
30. “IRDA” ઈરડા કોની સાથે સંકળાયેલ છે ?
(A) બેન્કિંગ ક્ષેત્ર
(B) શેરબજારના વ્યવહારો
(C) ગ્રામ વિકાસ
(D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં
31. વિવિધ દેશોના સ્ટોક એક્સચેન્જ અને તેના ધોરણાત્મક સૂચકાંક (Benchmark Index) પૈકી કઇ જોડ ખોટી છે?
(A) યુરોનેસ્ટ-પેરિસ – CAC 40
(B) બેલ્ડિંગ સ્ટોક એક્સચેન્જ – Hang Seng Index
(C) ફ્રેન્કફ્ક્ત સ્ટોક એક્સચેન્જ – DAX
(D) નેશનલ સ્ટોક એક્સચેન્જ – Nifty 50
32. કોઈ ચીજવસ્તુની માંગ વધે અને તેની સામે પુરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય ?
(A) ભાવ વધે
(B) ભાવ ઘટે
(C) ભાવ યથાવત્ રહે
(D) દર્શાવેલ કોઈપણ બાબત બને
33. “સામાજિક ન્યાય સાથેનો વિકાસ” – તેમાં શું સમાવિષ્ટ છે ?
(A) રાષ્ટ્રીય અથવા વ્યક્તિગત આવકમાં વધારો
(B) સામાજિક ન્યાય અને સમાન વહેંચણી
(C) ગરીબી નાબૂદી
(D) દર્શાવેલ બધા જ
34. ભારતમાં ક્યા પ્રકારની ખાધનું નીતિવિષયક મહત્ત્વ ગણાતું નથી ?
(A) મહેસૂલી ખાધ
(B) પ્રાથમિક ખાધ
(C) અંદાજપત્રીય ખાધ
(D) રાજકોષીય ખાધે
35. રાજ્યના અંદાજપત્રમાં વિકાસલક્ષી ખર્ચ તરીકે નીચેની બાબત દર્શાવેલ છે.
(1) સામાજિક સેવાઓ પાછળ થતો મૂડી ખર્ચ.
(2) આર્થિક સેવાઓ પાછળ થતો મૂડી ખર્ચ.
(A) વિધાન-1 સાચું છે.
(B) વિધાન-2 સાચું છે.
(C) વિધાન-1 અને 2 સાચાં છે.
(D) વિધાન-1 અને 2 ખોટાં છે.
36. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં નીચે પૈકી કઈ આવક ગણવામાં આવતી નથી ?
(A)-જમીન-મકાનના ભાડામાંથી થતી આવક
(B) વર્ષ દરમિયાન મૂડી પર જામતું વ્યાજ
(C) પુસ્તકોની કોપી રાઇટ્સ અને પેટન્ટમાંથી મળતી આવક
(D) સેકન્ડ હેન્ડ વસ્તુના વેચાણમાંથી થતી આવક
37. નીચેનાં પૈકી કઈ સંસ્થા ભારતમાં ‘GDP’ (Gross Domestic Product) ની ગણતરી અને જાહેરાત કરે છે ?
(A) RBI (Reserve Bank of India)
(B) નાણામંત્રી મંત્રાલય
(C) નીતિ આયોગ
(D) CSO – Central Statistical Office
38. ભારતમાં પ્રથમ આધુનિક ટ્રેડ યુનિયન નીચે પૈકી ક્યું હતું ?
(A) ક્લાકર્મ યુનિયન, બોમ્બે
(B) એમ.એસ.એમ. રેલવે યુનિયન, મદ્રાસ
(C) મદ્રાસ લેબર યુનિયન
(D) ઇન્ડિયન સિમેન્સ યુનિયન, કોલકાતા
39. નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, “રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ.”
(A) મહાત્મા ગાંધી
(B) જવાહરલાલ નહેરુ
(C) આંબેડકર
(D) ઇન્દિરા ગાંધી
40. નીચેના પૈકી કયું ખેત ઉત્પાદનો માટે ન્યૂનતમ ટેકાના ભાવની ભલામણ કરે છે ?
(A) કૃષિ મંત્રાલય
(B) આયોજન પંચ
(C) કૃષિની કિંમતો અને ખર્ચ માટેનું આયોગ
(D) રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (NABARD)
41. નીચે આપેલ યાદીમાંથી RBI દ્વારા હાલમાં નિયંત્રિત થતી વિત્તીય સંસ્થા/સંસ્થાઓ પસંદ કરો,
(A) EXIM બેંક (એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક)
(B) NHB (નેશનલ હાઉસિંગ બેંક)
(C) NABARD (નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ)
(D) ઉપરના તમામ
42. કૃષિ પેદાશની છૂટક અને જથ્થાબંધ કિંમત ઉપર ‘ફ્યુચર ટ્રેડિંગ”ની અસર અંગેની કામગીરી સાથે નીચેના પૈકી કઈ સમિતિ સંકળાયેલી છે ?
(A) તેંડુલકર સમિતિ
(B) અભિજિત સેન સમિતિ
(C) રાકેશ મોહન સમિતિ
(D) વાય. કે. અલઘ સમિતિ
43. નીચેના પૈકી કઈ સંસ્થા નિયમિતપણે “ઘરગથ્થુ ફુગાવાની અપેક્ષાઓ (Inflation Expectations Survey of Households)”ની મોજણી કરે છે?
(A) SBI
(B) RBI
(C) IMF
(D) ઉપરના પૈકી કોઇ નહીં.
44. નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યાં હતાં ?
(A) આબિદ હુસૈન સમિતિ
(B) ભગવતી સમિતિ
(C) રાજા ચેલૈયાહ સમિતિ
(D) નરસિંહમ્ સમિતિ
45. નીચેના પૈકી કઈ કોન્ટ્રન્સ આઈ.એમ.એફ. (IMF)ની સ્થાપનામાં પરિણમી ?
(A) હવાના કોન્ફરન્સ
(B) રોમ કોન્ફરન્સ
(C) બ્રેટનવૂડ કોન્ફરન્સ
(D) જીનિવા કોન્ફરન્સ
46. નીચેના પૈકી કર્યા કરવેરો “પ્રગતિશીલ કર” (Progressive Tax) છે ?
(A) આવક વેરો
(B) કસ્ટમ કર
(C) વેચાણ વેરો
(D) આબકારી કર
47. નીરોનાં પૈકી કયા વર્ષામાં ભારત સરકારે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું ?
(A) 1966 અને 1991
(B) 1980 અને 1992
(C) 1995 અને 2000
(D) 1978 અને 2016
48. નીચેના પૈકી કયા ખર્ચાઓને બજેટમાં ‘Non-plan expenditure ગણવામાં આવે છે ?
(1) સંરક્ષણને લગતા ખર્ચાઓ
(2) સબસિડીને લગતા યોજનાઓના ખર્ચાઓ
(3) પાછલી યોજનાઓનાં નહીં ચૂકવાયેલ ખર્ચાઓ
(4) વ્યાજ ચુકવણી
(A) 1 અને 2
(B) 1 અને 3
(C) 2 અને 4
(D) 1, 2, 3 અને 4
49. “Inclusive Growth”માં કઈ બાબતનો સમાવેશ થતો નથી ?
(A) ગરીબીમાં ઘટાડો
(B) રોજગારીની તકોમાં વધારો
(C) મૂડી બજાર (Capital Market) ચેતનવંત બનાવવું
(D) જેન્ડર ઇનક્વોલિટી દૂર કરવી
50. નીચેનાં પૈકી કયાં કારણસર બજારમાં નાણાંનો પુરવઠો (Money Supply) વધશે ?
(1) સેન્ટ્રલ બેંક દ્વારા સરકારી જામીનગીરીની ખરીદી
(2) પ્રજા દ્વારા બેંકોમાં રોકાણ
(3) સરકાર દ્વારા સેન્ટ્રલ બેંકમાંથી ધિરાણ મેળવવું.
(4) સેન્ટ્રલ બેંક દ્વારા સરકારી જામીનગીરીનું વેચાણ
(A) 1 અને 2
(B) 2 અને 3
(C) 1 અને 3
(D) 1, 2, 3, અને 4
51. નીચેના પૈકી કયા કરવેરા ઘટાડવામાં આવશે તો કાળાં નાણાંનું સર્જન ઘટશે?
(1) આવક વેરો.
(2) મકાન / મિલકત ખરીદી ઉપરનો વેરો
(3) કેપિટલ ગેઇન ટેક્સ Capital Gain Tax
(A) 1 અને 2
(B) 2 અને 3
(C) 1 અને 3
(D) 1, 2 અને 3
52. નાણાં સંસ્થાઓ દ્વારા “Micro Finance” આપવામાં આવે છે તેના મુખ્ય હેતુઓ કયા છે?
(1) ધિરાણ આપવું
(2) બચતને પ્રોત્સાહન આપવું
(3) વીમાનું રક્ષણ આપવું
(4) નાણાંની લેવડ-દેવડની સગવડો આપવી
(A) 1, 2
(B) 1, 3, 4
(C) 1, 2, 4
(D) 1, 2, 3 અને 4
53. વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણની બાબતમાં નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?
(1) વિદેશી રોકાણકર્તી વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં નાણાં રોકતા નથી તેના બદલે નાણાબજાર, મૂડીબજારમાં શેર કે બોન્ડની ખરીદી કરેછે.
(2) આવી કંપનીઓને રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે
(3) ભારત સરકાર દ્વારા નિર્ધારિત માત્રામાં જ રોકાણો કરી શકાય છે.
(4) આવા પ્રકારનું રોકાણ દેશના અર્થતંત્રમાં અસ્થિરતાનું જોખમ લાવે છે.
(A) 1, 2 અને 3
(B) 2, 3 અને 4
(C) 1, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
54. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી ?
(A) ઉત્પાદક
(B) બદલા ચુકવણી
(C) શ્રમિકોનું વેતન
(D) સંરક્ષણ ખર્ચ
55. મહેસૂલી આવકની બાબતમાં નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?
(A) સરકારને પ્રત્યક્ષ કે ક્ષ કરવેરા દ્વારા થતી આવક છે.
(B) જાહેરક્ષેત્રના નફા પેટે આવક છે.
(C) વિવિધ પ્રકારની ફી કે દંડ પેટે મળતી રકમ તે મહેસૂલી આવક છે.
(D) દેશના બજારમાંથી કે વિદેશમાંથી મેળવેલ લોનની રકમ મહેસૂલી આવક છે.
56. નીચે દર્શાવેલ કર પૈકી કયો કર પરોક્ષ કર નથી ?
(A) મહેસૂલી આવક
(B) કસ્ટમ ડ્યૂટી
(C) મનોરંજન કર
(D) વેચાણવેરો
57. નીચેના પૈકી કયો ગુજરાત સરકારનો શહેરી વિકાસ કાર્યક્રમ નથી ?
(A) NERUDP
(B) BRTS
(C) ગરીબ સમૃદ્ધિ યોજના
(D) મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન
58. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી ?
(A) ઉત્પાદન
(B) બદલા ચુકવણી
(C) શ્રમિકોનું વેતન
(D) સંરક્ષણ ખર્ચ
59. જે રાષ્ટ્રીય આવકને પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવે ગણવામાં આવે તેને કયા પ્રકારની આવક કહે છે ?
(A) નાણાકીય આવક
(B) વાસ્તવિક આવક
(C) માથાદીઠ આવક
(D) ઉપરના પૈકી કોઈ નહિ
60. નીચે પૈકી કઈ સંપત્તિની લાક્ષણિકતા નથી ?
(A) ઉપયોગિતા ધરાવે છે.
(B) વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોવી જોઈએ.
(C) સ્પષ્ટ અસ્તિત્વ છે.
(D) વિનિમય કરવામાં સક્ષમ છે.
61. રાજ્ય સરકારના અંદાજપત્રના ખાતામાં નીચેના પૈકી ક્યા પ્રકારનો ખર્ચ બિનવિકાસ લક્ષી છે ?
(A) શિક્ષણ, આરોગ્ય અને પોષણ જેવી સામાજિક સેવાઓ પાછળ થતો ખર્ચ
(B) કૃષિ, ગ્રામીણવિકાસ જેવી આર્થિક સેવાઓ પાછળ થતો ખર્ચ
(C) પરિવહન અને સંચાર સેવાઓ પાછળ થતો ખર્ચ
(D) વહીવટીય સેવાઓ, પેન્શન અને નિવૃત્તિના લાભ પાછળ થતોખર્ચ
62. રાષ્ટ્રીય નાના બચત ભંડોળ એ (National Small Saving Fund) નીચેના પૈકી કોનો ભાગ છે ?
(A) ભારતનું એકત્રીકરણ ભંડોળ
(B) ભારતનું જાહેર ખાતું
(C) ભારતનું આકસ્મિક ભંડોળ
(D) વડા પ્રધાન રાહત ભંડોળ
63. સુધારેલ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) અંગે નીચેનાં વિધાનો વાંચો
(1) તા. 14 સપ્ટેમ્બર, 2010 થી અમલ શરૂ કરેલ છે.
(2) 676 વસ્તુઓનો ભાવાંકની ગણતરી માટે સમાવેશ કરેલ છે.
(A) પ્રથમ વાક્ય સાચું છે.
(B) બીજું વાક્ય સાચું છે.
(C) 1 અને 2 બન્ને વાક્યો સાચાં છે.
(D) 1 અને 2 બન્ને વાક્યો સાચાં નથી.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here