GPSC PT 2016 to 2023 Solved – ગણિત – 3

GPSC PT 2016 to 2023 Solved – ગણિત – 3

1. પાંચ સતત આવતી એકી સંખ્યાઓનો સરવાળો 125 હોય, તો તે પૈકી મોટી સંખ્યા કઈ હશે ?
(A) 27
(B) 29
(C) 31
(D) આમાંની એકપણ નહીં.
2. ટ્રેનની ઝડપની ગતિ 7: 8ના પ્રમાણમાં છે, બીજી ટ્રેન 490 કિમી. અંતર 4 કલાકમાં કાપે, તો પ્રથમ ટ્રેનની ગતિ કેટલા કિલોમીટર/ કલાક હશે ?
(A) 190,00
(B) 87.50
(C) 60,00
(D) 50,00
3. એક ખૂણાનું માપ 126° હોય તો તેનો પૂરક કોણ કેટલો થશે ?
(A) 36°
(B) 44°
(C) 54° 
(D) આમાંનું એકપણ નહિ.
4. સાગર વિનોદ કરતાં 14 વર્ષ નાનો છે જો તેમની ઉંમરનો ગુણોત્તર 7:9 હોય તો સાગરની ઉંમર કેટલી હશે ?
(A) 49
(B) 56
(C) 63
(D) 70
5. જો કોઈ ચોરસની બાજુની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થશે ?
(A) 40%
(B) 44%
(C) 48%
(D) આમાંનું એક્પણ નહિ.
6. જો 39 માણસો રોજના 5 કલાક કામ કરે, તો એક રસ્તો 12 દિવસમાં તૈયાર કરી શકે છે. તો 30 માણસો રોજના 6 કલાક કામ કરે, તો તે રસ્તો કેટલા દિવસમાં તૈયાર થશે ?
(A) 11
(B) 12
(C) 13
(D) આમાંનું એકપણ નહિ,
7. 22, 54 અને 108નો લ.સા.અ. કેટલો થશે ?
(A) 504
(B) 1188
(C) 2376
(D) આમાંનું એકપણ નહિ.
8. જો 0.36ને અપૂર્ણાંક તરીકે લખાય, તો તેના છેદ અને અંશનો તફાવત કેટલો થશે ?
(A) 16
(B) 26
(C) 34
(D) આમાંનું એક્પણ નહિ.
9. એક માણસને 600 મીટરનું અંતર કાપતા 5 મિનિટ લાગે છે તો તેની ઝડપ કેટલી હશે ?
(A) 3.6 કિમી./કલાક
(B) 7.2 કિમી./કલાક
(C) 10.8 કિમી./કલાક
(D) 12 કિમી./કલાક
10. બે કારીગરો M અને N ને એક કામ કરવા રોકવામાં આવે છે. જો M એકલો કામ ૩ તો તેને તેઓ બંને સાથે કામ કરે તેના કરતાં 8 કલાક વધારે લાગે છે. તથા જો N એકલો કામ કરે તો તેને તેઓ બંને સાથે કામ કરે તેના કરતાં 4.5 કલાક વધારે લાગે છે. તો બંનેને સાથે કામ પૂર્ણ કરતાં કેટલો સમય લાગશે ?
(A) 3 કલાક
(B) 4 કલાક
(C) 6 કલાક
(D) કોઈ પણ નહીં
11. એક પૂર્ણાંક સંખ્યાને 40 વડે ગુણવાથી એક નવી સંખ્યા મળે છે. આ નવી સંખ્યાનું ઘનમૂળ તે મૂળ સંખ્યાનાં વર્ગમૂળ કરતાં બમણું છે તે પૂર્ણાંક સંખ્યા શોધો.
(A) 16
(B) 25
(C) 36
(D) 50
12. ત્રિકોણ ABCમાં AN એ CB ને લંબ છે અને BM એ AC ને લંબ છે. જો BCની લંબાઈ 16 હોય, તથા AC ની લંબાઈ 24 હોય અને ANની લંબાઈ 12 હોય તો BM ની લંબાઈ કેટલી હશે?
(A) 8
(B) 12
(C) 18
(D) કોઈ પણ નહીં
13. વર્ષ 2009નું કેલેન્ડર કયા વર્ષ માટે કામ આવશે ? 
(A) 2011
(B) 2014
(C) 2015
(D) 2017
14. એક વિધાર્થીને એક પરીક્ષામાં આ મુજબ ગુણ પ્રાપ્ત થયા : અંગ્રેજી – 55, ગુજરાતી – 73, ગણિત – 58, ભૌતિક વિજ્ઞાન – 64, રસાયણ “વિજ્ઞાન – 62. જો પ્રત્યેક વિષયને અનુક્રમે 1, 2, 1, 3, 3 જેટલા ભાર આપવામાં આવ્યા હોય તો ભારિત મધ્યક કેટલો થશે? 
(A) 61.5
(B) 62.6
(C) 63.7
(D) 64.9
15. એક વ્યક્તિ 1 કિમી./ક્લાક, 2 કિમી./કલાક અને 4 કિમી./કલાકની ઝડપે એકસરખું અંતર કાપે છે અને તે માટે કુલ 3 કલાક અને 30 મિનિટનો સમય લે છે. તો તે વ્યક્તિએ કુલ કેટલું અંતર કાપ્યું હશે? 
(A) 3 કિમી.
(B) 6 કિમી.
(C) 12 કિમી.
(D) કોઈ પણ નહીં
16. આપેલા વર્તુળ માટે એક વૃત્તખંડનો ખૂણો 60° છે. જો તે વૃત્તખંડનું ક્ષેત્રફળ 132/7 ચો.સેમી. હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? 
(A) 6 સેમી.
(B) 7 સેમી.
(C) 8 સેમી.
(D) 9 સેમી.
17. A, B અને C ની હાલની ઉંમરનો સરવાળો 180 વર્ષ છે. 12 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 1:2:3 હતો, તો C ની હાલની ઉંમર કેટલી હશે ?
(A) 66
(B) 72
(C) 84
(D) કોઈ પણ નહીં..
18. બે સંખ્યાઓનો સરવાળો 24 હોય અને તેમનો ગુણાકાર 119 હોય તો તે બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા કેટલી હશે ?
(A) 17
(B) 19
(C) 21
(D) 23
19. એક કાટકોણ ત્રિકોણનો એક ખૂણો 36° હોય તો અન્ય ખૂણો કેટલો હશે ? 
(A) 44°
(B) 54° 
(C) 64°
(D) આમાંનું એક પણ નહીં
20. નીચે આપેલ સંખ્યાઓનો મધ્યસ્થ કેટલો થશે ?
34, 43, 43, 23, 45, 68, 78, 78, 98, 57
(A) 45
(B) 51
(C) 57
(D) આમાંનું એક પણ નહીં
21. એક બસ 50 કિમી./ક્લાકની ઝડપે દોડે છે, તો તેને 75 કિમી, અંતર કાપતાં કેટલો સમય લાગશે?
(A) 72 મિનિટ
(B) 75 મિનિટ
(C) 78 મિનિટ
(D) આમાંનું એક પણ નહીં
22. દશાંશ સંખ્યા 35ને દ્વિઅંકી પદ્ધતિમાં કઈ રીતે લખાશે?
(A) 110001
(B) 111001
(C) 100011
(D) 11110
23. 10 વ્યક્તિઓના એક સમૂહનું સરેરાશ વજન 80 કિલો છે. જો તેમાંથી 72 કિલોના એક વ્યક્તિને દૂર કરી નવી વ્યક્તિ ઉમેરવામાં આવે તો નવા સમૂહનું સરેરાશ વજન 81 કિલો થાય છે, તો નવા વ્યક્તિનું વજન કેટલું હશે ?
(A) 81 કિલો
(B) 10 કિલો
(C) 82 કિલો
(D) 80 કિલો
24. 1.5 હેક્ટર વિસ્તાર ધરાવતા તળાવમાં 5 સેમી. વરસાદ પડે છે, આ સંજોગોમાં તળાવમાં કેટલું નવું પાણી આવેલ હશે?
(A) 75 ઘન મીટર
(B) 750 ઘન મીટર
(C) 7500 ઘન મીટર
(D) 75000 ઘન મીટર
25. 4 અંક (digits) ધરાવતી, સૌથી મોટી સંખ્યા કઈ છે જેને 15, 25, 40 તથા 75 થી ભાગી શકાય છે ?
(A) 9000
(B) 8400
(C) 9600
(D) 9300
26. 6 મશીન એક મિનિટમાં 2700 બટન બનાવી શકે છે, જો 10 મશીન ગોઠવવામાં આવે તો 5 મિનિટમાં કેટલા બટન બનાવી શકાય? 
(A) 20500
(B) 21500
(C) 22500
(D) 23500
27. 40 લિટરના એક પ્રવાહી રસાયણમાંથી 4 લિટર રસાયણ કાઢી તેને સ્થાને 4 લિટર પાણી ઉમેરવામાં આવે છે, ત્યાર બાદ તે મિશ્રણમાંથી પુનઃ 4 લિટર પ્રવાહી કાઢી તેને સ્થાને 4 લિટર બીજું પાણી ઉમેરવામાં આવે છે. તો હવે તે મિશ્રણમાં કેટલા લિટર રસાયણ રહ્યું હશે?
(A) 32 લિટર
(B) 32.4 લિટર
(C) 32.8 લિટર
(D) ઉપરોક્ત પૈકી કોઇ નહીં.
28. એક ચોરસનું ક્ષેત્રફળ 400 ચોમી છે. તેની દરેક બાજુનાં મધ્યબિંદુઓને જોડવાથી બનતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે?
(A) 200 ચોમી
(B) 256 એમી
(C) 40021121
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
29. નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે ?
(A) 27
(B) 324
(C) 343
(D) આમાંથી એક પણ નહીં.
30. એક કાટકોણ ત્રિકોણની એક બાજુ 8 સેમી અને તેનો કર્ણ 10 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે ?
(A) 6 ચો સેમી
(B) 10 ચો સેમી
(C) 12 ચો સેમી
(D) 24 ચો સેમી
31. એક શાળામાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર 4:5 છે. જો તે શાળામાં છોકરીઓની સંખ્યા 235 હોય તો છોકરાઓની સંખ્યા કેટલી હશે ?
(A) 180
(B) 188
(C) 196
(D) આમાંનું એક પણ નહીં.
32. પ્રકાશ અને વિકાસની હાલની ઉંમરનો ગુણાકાર 900 છે. જો ત્રણ વર્ષ પહેલા પ્રકાશ અને વિકાસની ઉંમરનો ગુણોત્તર 2 : 3 હોય તો વિકાસની આજની ઉંમર કેટલી હશે ?
(A) 18 વર્ષ
(B) 36 વર્ષ
(C) 45 વર્ષ
(D) આમાંનું એક પણ નહીં.
33. એક વ્યક્તિ 4:5ના ગુણોત્તરમાં બે અલગ જગ્યાએ રોકાણ કરે છે. જો તેને પ્રથમ રોકાણમાં 15% નફો અને બીજા રોકાણમાં 10% ખોટ થાય તો તેના કુલ રોકાણના સાપેક્ષ તેને કેટલા ટકા નફો અથવા ખોટ થશે?
(A) 0.11%
(B) 1.11%
(C) 11.1%
(D) 12.5%
34. 14591માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી 12 વડે નિઃશેષ વિભાજન સંખ્યા મળશે ?
(A) 6
(B) 8
(C) 10
(D) ઉપરના પૈકી કોઇ નહીં.
35. એક 200 મીટર લાંબી ટ્રેનને એક 350 મીટર લાંબો પુલ પસાર કરતાં 10 સેકંડ લાગે છે તો તેની ઝડપ કેટલી હશે ?
(A) 118 કિમી/કલાક
(B) 158 કિમી/કલાક
(C) 198 કિમી/કલાક
(D) આમાંનું એક પણ નહીં.
36. જો એક કાટકોણ ત્રિકોણની બે બાજુઓનાં માપ 7 અને 12 હોય તો તેના પરિવૃત્તની ત્રિજ્યા કેટલી હશે ?
(A) 3.5
(B) 6
(C) 6.5
(D) 13
37. મીના અને તેની પુત્રીની હાલની ઉમરનો સરવાળો 40 વર્ષ છે, જે 8 વર્ષ પછી મીના અને તેની પુત્રીની ઉંમરના નુત્તર 1 હોય તો મીનાની હાલની ઉંમર કેટલાં વર્ષ હશે ?
(A) 28
(B) 31
(C) 34
(D) 36
38. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થશે ?
(A) 375
(B) 385 
(C) 395
(D) 415
39. A અને B એક કામને 36 દિવસમાં પૂરું કરી શકે છે અને તે કામ B અને C 60 દિવસમાં તથા A અને C તે કામ 45 દિવસમાં પૂરું કરી શકે છે. A, B અને C ત્રણેય મળીને તે કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે ? 
(A) 40
(B) 75
(C) 50
(D) 30
40. 30 વસ્તુઓની ખરીદકિંમત 20 વસ્તુઓની વેચાણ કિંમતની બરાબર છે. તો ટકાવારી નફો કેટલો થશે ?
(A) 25%
(B) 45%
(C) 50%
(D) 40%
41. 36 પેન અને 48 પેન્સિલની કિંમત રૂપિયા 396 છે. તો 9 પેન અને 12 પેન્સિલની કિંમત કેટલા રૂપિયા થાય ?
(A) 96
(B) 85
(C) 99
(D) ઉપર પૈકી એકપણ નહીં.
42. કોઈ બે સંખ્યાનો તફાવત 4 છે અને તેમના વર્ગનો તફાવત 56 છે. તો આ બંને સંખ્યાનો સરવાળો કેટલો થાય ?
(A) 10
(B) 12
(C) 14
(D) 16
43. એક વાંચનાલયમાં અઠવાડિયામાં આવનાર વાંચકોની સંખ્યા 310 છે. રવિવારે 540 અને શનિવારે 630 વાંચકો વાંચનાલયમાં આવેલ હતા. આ સંજોગોમાં અન્ય દિવસોના સરેરાશ વાંચકો કેટલાં હશે ? 
(A) 100
(B) 200
(C) 300
(D) 225
44. એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં ત્રણ મીટર વધારે છે, જો લંબચોરસની પરિમિતિ 58 મીટર હોય તો લંબચોરસની લંબાઈ કેટલા મીટર હશે ? 
(A) 18
(B) 13
(C) 16
(D) 26
45. 130 મીટર લાંબી અને 45 કિલોમીટર / કલાકની ઝડપથી જતી ટ્રેન એક પુલ 30 સેકન્ડમાં પસાર કરે છે. પુલની લંબાઈ કેટલી હશે?
(A) 215 મીટર
(B) 225 મીટર
(C) 245 મીટર
(D) 265 મીટર
46. એક ચૂંટણી પરિણમમાં ઊભેલા ત્રણ ઉમેદવારને 1136, 7636 અને 11628 મતો મળે છે, જો તમામ મતદાતાઓ મત આપતા હોય તો ચૂંટણી જીતેલા ઉમેદવારને કેટલા ટકા મતો મળ્યા હશે? 
(A) 5.7%
(B) 37.43%
(C) 57%
(D) 47%
47. 8 જણાના સમૂહનું સરેરાશ વજન (Average weight) 65 kg છે. આ સમૂહમાં એક વ્યક્તિના બદલે બીજી વ્યક્તિને પ્રવેશ આપવામાં આવે તો સરેરાશ વજન 67 kg થાય છે. આ સંજોગોમાં નવી આવનાર વ્યક્તિનું વજન કેટલું હશે?
(A) 67 kg
(B) 59.5 kg
(C) 81 kg 
(D) 73 kg
48. મહેશ અને રમેશની હાલની ઉંમરનો ગુણોત્તર 5:4 છે. ત્રણ વર્ષ બાદ આ ગુણોત્તર (Ratio) 11:9 નો થાય છે. આ સંજોગોમાં મહેશની હાલની ઉંમર કેટલી હશે ?
(A) 30 વર્ષ
(B) 24 વર્ષ
(C) 25 વર્ષ
(D) 20 વર્ષ
49. કલાકે 60 કિમી.ની ઝડપે અંતર કાપતી ટ્રેન, 1.5 કિમી. લાંબા પુલને 2-મિનિટમાં પસાર કરે છે. તો તે ટ્રેનની લંબાઈ કેટલી હશે? 
(A) 250 મીટર
(B) 500 મીટર
(C) 1000 મીટર
(D) 1500 મીટર
50. બે વિષયોની એક પરીક્ષામાં 80 વિધાર્થીઓ પૈકી 45 વિધાર્થીઓ એક વિષયમાં પાસ, 25 વિધાર્થીઓ બીજા વિષયમાં પાસ અને 15 વિધાર્થીઓ બંને વિષયમાં પાસ છે, તો કેટલા વિધાર્થીઓ બંને વિષયોમાં નાપાસ છે?
(A) 25
(B) 35
(C) 40
(D) 27
51. નીચેના પૈકી કઈ જોડ અન્ય જોડથી અલગ પડે છે ?  
(A) 45, 18
(B) 60, 36
(C) 45, 27
(D) 135, 81
52. 15, 24, 32 અને 41માં કઈ સંખ્યા ઉમેરવામાં આવે તો તેની સરેરાશ 34 આવે?
(A) 36
(B) 42
(C) 34
(D) 58  
53. એક કારની ઝડપ પ્રતિ કલાક 72 કિલોમીટરની છે. તો તેની ઝડપ પ્રતિ સેકન્ડ કેટલા મીટરની થાય?
(A) 15 મીટર/સેકન્ડ
(B) 20 મીટર/સેકન્ડ
(C) 18 મીટર/સેકન્ડ
(D) 22 મીટર/સેકન્ડ
54. એક ચૂંટણીમાં એક ઉમેદવારને કુલ મતના 40% મત મળે છે અને તેના પ્રતિસ્પર્ધીને 160 મતથી હરાવે છે, તો ચૂંટણીમાં કુલ કેટલા મત પડેલા હશે?
(A) 700
(B) 600
(C) 800
(D) 1000
55. 3 વડે વિભાજ્ય એવી 6 સતત આવતી સંખ્યાઓ (consecutive numbers)નો સરવાળો 99 છે, તો તે પૈકીની પહેલી બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો થશે ? 
(A) 180
(B) 108
(C) 81
(D) 432
56. 30 (ત્રીસ) માછીમાર દિવસના 6 (છ) કલાક કામ કરે; 20 (વીસ) દિવસમાં 3000 (ત્રણ હજાર) નંગ માછલી પકડી શકે છે, તો 25 (પચીસ) માછીમારોને દિવસના 8 (આઠ) કલાક કામ કરી 5000 (પાંચ હજાર) નંગ માછલી પકડવામાં કેટલા દિવસ જોઈએ? 
(A) 25
(B) 30
(C) 36
(D) 40
57. એક કામ 16 માણસો પ્રતિદિન 7 કલાક કામ કરીને 24 દિવસમાં પૂરું કરે છે. આ જ કામ 8 માણસો પ્રતિદિન 4 કલાક કામ કરીને કેટલા દિવસમાં પૂરું કરી શકે છે? 
(A) 84 દિવસ
(B) 64 દિવસ
(C) 56 દિવસ
(D) 60 દિવસ
58. રૂપિયા 5000નાં બે વર્ષ માટે 4% ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત કેટલો થાય?
(A) 32 રૂપિયા
(B) 16 રૂપિયા
(C) 90 રૂપિયા
(D) 8 રૂપિયા
59. એક હોડી એક કલાકમાં પાણીના સીધા પ્રવાહમાં 40 કિમી. જાય છે અને તેટલું જ અંતર પાણીના ઊલટા પ્રવાહમાં બે કલાક થાય છે તો હજુ બોટની પાણીમાં પ્રતિ કલાક/કિમી. કેટલી ઝડપ છે? 
(A) 20 કિમી./કલાક
(B) 15 કિમી./કલાક
(C) 30 કિમી./કલાક 
(D) 10 કિમી./કલાક
60. 20 વિધાર્થીઓની સરેરાશ ઉંમર 14 વર્ષ છે. આ વિદ્યાર્થીઓ પૈકી 16 વર્ષની ઉંમર ધરાવતો એક વિધાર્થી જાય છે અને તેના બદલે એક નવો વિધાર્થી આવતા તેઓની સરેરાશ ઉંમર 13.8 વર્ષ થાય છે. તો નવા આવનાર વિધાર્થીની ઉંમર કેટલી હશે?
(A) 12 વર્ષ
(B) 11 વર્ષ
(C) 14 વર્ષ
(D) ઉપર પૈકી એકપણ નહીં
61. 64 ના ઘનમૂળનું વર્ગમૂળ કેટલું થાય ?
(A) 8
(B) 6
(C) 2
(D) 4
62. 502 × 502 બરાબર કેટલા ?
(A) 252004
(B) 25204
(C) 252154
(D) 252044
63. નીચેનામાંથી કઈ સંખ્યાને ૩ વડે નિ:શેષ ભાગી શકાય ?
(A) 3232
(B) 3433
(C) 3553
(D) 8211 
64. બે સંખ્યાનો ગુણોત્તર 4:7 છે. હવે જો બંને સંખ્યાઓમાં 4 ઉમેરવામાં આવે તો તેમનો ગુણોત્તર 3:5 થાય છે. તો આ બે સંખ્યામાં મોટી સંખ્યા કઈ હશે?
(A) 42
(B) 63
(C) 56
(D) 54
65. 30થી 50 વચ્ચેની તમામ અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી થાય?
(A) 38.9
(B) 39.8
(C) 40.1
(D) 42.8
66. સુરેશની હાલની ઉંમર તેના પિતાની ઉંમર કરતાં અડધી છે. 20 વર્ષ પછી સુરેશના પિતાની ઉંમર, સુરેશની ઉંમર કરતાં દોઢ ગણી થાય છે. તો પિતાની હાલની ઉંમર શોધો.
(A) 40 વર્ષ
(B) 20 વર્ષ
(C) 26 વર્ષ
(D) 30 વર્ષ
67. એક ચોરસની લંબાઈ જો બમણી કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ કેટલું વધશે ?
(A) બે ગણું
(B) 16 ગણું
(C) 6 ગણું
(D) 3 ગણું
68. એક માણસ કુલ 10 કલાક મુસાફરી કરે છે. મુસાફરીના પ્રથમ 4 કલાક દરમિયાન તેની ઝડપ 21 કિમી./કલાક અને બાકીના સમય દરમિયાન તેની ઝડપ 34 કિમી./કલાક હોય તો તેની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હશે ?
(A) 27.5 કિમી./કલાક
(B) 28.8 કિમી./કલાક
(C) 32.2 કિમી./કલાક
(D) આમાંનું એક પણ નહીં.
69. બે સતત આવતી બેકી સંખ્યાઓના વર્ગનો તફાવત 100 હોય તો પૈકી મોટી સંખ્યા અને નાની સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે?
(A) 18:17
(B) 14:13
(C) 13:12
(D) આમાંનું એક પણ નહીં,
70. એક 80 મીટર × 50 મીટરના લંબચોરસ વ્હટને ફરતે 5 મીટર દૂરથી તાર વડે ફેન્સિંગ કરવામાં આવે છે. તો કેટલા મીટર તારની જરૂર પડશે?
(A) 260 મીટર
(B) 270 મીટર
(C) 300 મીટર  
(D) આમાંનું એક પણ નહીં
71. બે સંખ્યાઓનો ગુ.સા.અ. 23 હોય તથા તેમના લ.સા.અ. ના અન્ય બે અવયવો 13 અને 14 હોય તો તે બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા કઈ હશે?
(A) 282
(B) 299
(C) 312
(D) 322 
72. એક હોસ્ટેલમાં 120 માણસો અથવા 180 બાળકો જમી શકે એટલું ભોજન છે. જો તેમાંથી 120 બાળકોએ ભોજન કર્યું હોય તો બાકીના ભોજનમાંથી કેટલા માણસો જમી શકશે?
(A) 20
(B) 40
(C) 60
(D) 72
73. એક કંપની દ્વારા બનાવવામાં આવેલ 2000 મોબાઇલ ફોન પૈકી 20% ફોન ખામીયુક્ત હતા, બાકીના ફોન પૈકી 15% ફોન ન વેચાયા હોય તો કુલ કેટલા ફોન વેચાયા હશે?
(A) 1360
(B) 1440
(C) 1520
(D) આમાંનું એક પણ નહીં,
74. એક ત્રિકોણનું ક્ષેત્રફળ 20 ચો. મીટર છે, જો તેનો વેધ 8 મીટર હોય તો તેના પાયાની લંબાઈ કેટલી હશે ?
(A) 2 મીટર
(B) 4 મીટર
(C) 5 મીટર
(D) 10 મીટર
75. ધાતુના એક 18 સેમી વ્યાસના ગોળામાંથી એક 6 મીમી વ્યાસનો તાર ખેંચવામાં આવે છે, તો તે તારની લંબાઈ કેટલી થશે ?
(A) 108 મીટર
(B) 300 મીટર
(C) 1080 મીટર
(D) ઉપરના પૈકી કોઈ નહીં
76. એક યાત્રાળુ કુલ 1200 કિમીની પદયાત્રા 8 દિવસમાં પૂર્ણ કરે છે. દિવસ દરમિયાન તે કુલ 9 કલાક આરામ કરે છે, જો તેણે પરત યાત્રા 10 દિવસમાં બમણી ઝડપે પૂરી કરી હોય તો પરત યાત્રામાં દિવસ દરમિયાન તેણે કેટલા કલાક આરામ કર્યું હશે ?
(A) 12 કલાક
(B) 13.5 કલાક
(C) 18 કલાક
(D) ઉપરના પૈકી કોઇ નહીં.
77. વિવાન એક કામ 15 દિવસમાં પૂરું કરે છે. કામ શરૂ કર્યા બાદ 5 દિવસ પછી તે કામ છોડી દે છે. બાકીનું કામ રોહન 12 દિવસમાં પૂરું કરે છે. તો રોહન એકલો આખું કામ કેટલા દિવસમાં પૂરું કરશે?
(A) 14 દિવસ
(B) 18 દિવસ
(C) 22 દિવસ
(D) 28 દિવસ
78. ત્રણ સંખ્યાઓ 2 : 3 : 4ના ગુણોત્તરમાં છે. જો તેઓના ઘનનો સરવાળો 33957 હોય, તો તે પૈકી સૌથી મોટી સંખ્યા કઈ હશે ? 
(A) 24
(B) 28
(C) 32
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
79. આજે વિક્રમનો જન્મ દિવસ છે. એક વર્ષ પછી તેની ઉંમર, તેની આજથી 10 વર્ષ પહેલાની ઉંમર કરતાં બમણી હોય તો તેની આજની ઉંમર કેટલી હશે?
(A) 17 વર્ષ
(B) 18 વર્ષ
(C) 19 વર્ષ
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
80. સતત આવતી 4 બેકી સંખ્યાઓનો ગુણાકાર કઈ સંખ્યા વડે હંમેશાં વિભાજ્ય છે?
(A) 384
(B) 416
(C) 432
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
81. ત્રણ સિક્કાઓ ઉછાળવામાં આવે ત્યારે કુલ કેટલાં પરિણામો શક્ય છે?
(A) 4
(B) 6
(C) 8
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
82. કાચના એક ગોળાનો વ્યાસ 3.5 સેમી હોય તો તેની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે?
(A) 17.5 ચો. સેમી
(B) 24.5 ચો. સેમી
(C) 38.5 ચો. સેમી
(D) 83.5 ચો. સેમી
83. જો ૩ પંપને દિવસના 8 કલાક ચલાવવામાં આવે તો તેમને એક ટાંકી ખાલી કરતાં 5 દિવસ લાગે છે. જો આ ટાંકી 2 દિવસમાં ખાલી કરવી હોય તો 4 પંપને દિવસના કેટલા કલાક ચલાવવા પડશે?

(A) 10 કલાક
(B) 12 કલાક
(C) 15 કલાક
(D) 18 કલાક
84. નળ A ટાંકીને 30 મિનિટમાં, નળ B ટાંકીને 40 મિનિટમાં ભરે છે અને નળ C ટાંકીને 20 મિનિટમાં ખાલી કરે છે. જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે? એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (મિકેનિકલ) પેપર-2, તા. 17-06-2018
(A) 90 મિનિટ
(B) 100 મિનિટ
(C) 120 મિનિટ
(D) 150 મિનિટ
85. ત્રણ વ્યક્તિઓની સરેરાશ ઉંમર 45 વર્ષ છે. તેમની ઉંમરનો ગુણોત્તર 2 : 3 : 4ના પ્રમાણમાં છે. તો સૌથી નાની અને સૌથી મોટી ઉંમરની વ્યક્તિ વચ્ચે ઉંમરમાં કેટલો તફાવત હશે ? 
(A) 20
(B) 30
(C) 60
(D) 90
86. એક થેલીમાં 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના સિક્કાઓનું પ્રમાણ 5 : 9 : 4માં છે. જો થેલીમાં કુલ 206 રૂપિયા હોય તો થેલીમાં 10 પૈસાના કેટલા સિક્કા હશે ?
(A) 100
(B) 160
(C) 360
(D) 400
87. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 56 વર્ષ હોય તો પુત્રની ઉંમર કેટલી હશે ?
(A) 10
(B) 12
(C) 14
(D) 16
88. જો પેટ્રોલના ભાવમાં 25%નો વધારો કરવામાં આવે તો ખિસ્સા ખર્ચમાં કંઈ પણ ફેરફાર ન કરવો હોય તો પેટ્રોલનાં વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ ?
(A) 15%
(B) 20%
(C) 22%
(D) 25%
89. 40 વ્યક્તિઓ પાસે 30 દિવસ ચાલે તેટલું અનાજ છે, તો 52 વ્યક્તિઓને આ અનાજનો જથ્થો કેટલા દિવસ ચાલશે ?
(A) આશરે 23 દિવસ
(B) આશરે 20 દિવસ
(C) આશરે 25 દિવસ
(D) આશરે 18 દિવસ
90. એક માણસની નદીના પ્રવાહની દિશામાં તરવાની ઝડપ 16 કિમી/ કલાક છે. જો નદીનો પ્રવાહ 4 કિમી/કલાકની ઝડપે વહી રહ્યો હોય, તો તે માણસની નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરવાની ઝડપ કેટલી હશે ? 
(A) 8 કિમી/કલાક
(B) 12 કિમી/કલાક
(C) 14 કિમી/કલાક
(D) આમાંનું એક પણ નહીં.
91. સમાંતર શ્રેણી 1, 3, 5, 7 …….. 199 નો સરવાળો કેટલો થશે ? 
(A) 19900
(B) 10000
(C) 9990
(D) આમાંનું એક પણ નહીં.
92. 1 મીટર ત્રિજ્યાના ધાતુના એક ગોળાને ઓગાળી 2.5 સેમી. ત્રિજ્યાના નાના ગોળા બનાવવામાં આવે છે, તો આ રીતે કુલ કેટલા ગોળા બનશે ?
(A) 40000
(B) 50000
(C) 60000
(D) 64000
93. બે સંખ્યાઓનો લ.સા.અ. તેમના ગુ.સા.અ. કરતાં 35 ગણો છે. તેમના લ.સા.અ. અને ગુ.સા.અ. નો સરવાળો 1800 છે. જો તે પૈકી એક સંખ્યા 250 હોય, તો બીજી સંખ્યા કઈ હશે ?
(A) 175
(B) 350
(C) 750
(D) 900
94. એક મિશ્ર ધાતુ બે ધાતુઓ તાંબું અને જસત અને 49 ના પ્રમાણમાં એકત્ર કરવાથી પ્રાપ્ત થાય છે. જો તે મિશ્ર ધાતુના એક જથ્થામાં જસતનો ભાગ 54 કિલો હોય, તો તે જથ્થાનું વજન કેટલું હશે ?
(A) 78 કિલો
(B) 84 કિલો
(C) 112 કિલો
(D) આમાંનું એક પણ નહીં.
95. 45 કિમી/કલાકની ઝડપે જતી ટ્રેનને 245 મીટરના પુલને સંપૂર્ણપણે પસાર કરતાં 30 સેકન્ડ લાગે છે, તો ટ્રેનની લંબાઈ કેટલી હશે ?
(A) 90 મીટર
(B) 125 મીટર
(C) 130 મીટર
(D) 145 મીટર
96. એક ચોરસ પ્લોટની લંબાઈ માપન વખતે શરતચૂકથી 2% જેટલી” વધારે મપાઈ જાય છે, તો તેના ક્ષેત્રફ્ળના માપનમાં કેટલા ટકા ત્રુટિ રહેશે ? 
(A) 4%
(B) 4.04% 
(C) 4.4%
(D) આમાંનું એક પણ નહીં.
97. 0.0225 નું વર્ગમૂળ કેટલું થશે ?
(A) 0.015
(B) 0.15
(C) 0.0015
(D) આમાંનું એક પણ નહીં.
98. બે સંખ્યાઓનો લઘુતમ સાધારણ અવયવ 325 છે અને તેનો ગુરુતમ સાધારણ અવયવ 10 છે. જો બે પૈકી એક સંખ્યા 25 હોય તો બીજી સંખ્યા કઈ હશે ?
(A) 75
(B) 225
(C) 90
(D) 130
99. “એક વર્ગમાં 40 વિધાર્થીઓ છે, જેની સરેરાશ ઉંમર 16 વર્ષ છે. એક વિધાર્થી કે જેની ઉંમર 18 વર્ષ છે તે અભ્યાસ છોડીને જતો રહે છે અને બીજો નવો વિધાર્થી દાખલ થાય છે, તો નવા વિધાર્થીની ઉંમર કેટલી હશે ?
(A) 13 વર્ષ
(B) 12 વર્ષ
(C) 16 વર્ષ
(D) 15 વર્ષ
100. મહેશ એક કામને 18 દિવસોમાં પૂરું કરી શકે છે અને રમેશ આ કામ -12 દિવસોમાં પૂરું કરી શકે છે. બંને મળીને તે કામને કેટલા દિવસોમાં પૂરું કરી શકે ? 
(A) 7.4
(B) 8
(C) 7.2
(D) 7
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *