GPSC PT 2016 to 2023 Solved – ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ

GPSC PT 2016 to 2023 Solved – ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ

ગાંધીજી

1. ગામડાંમા ગાંધીજીનો સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડીકૂચની આગળ ……. ગામેથી ધરપકડ કરી અને તેમને ત્રણ માસની સજા કરી.
(A) બોરસદ
(B) ધારીસણા
(C) રાસ   
(D) બારડોલી
2. 1949માં નીચેના પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું ?
(A) ઉચ્છંગરાય ઢેબર
(B) ઇન્દુલાલ યાજ્ઞિક
(C) સરદાર પટેલ
(D) મોરારજી દેસાઈ
3. “વિધાનસભાઓમાં બેઠકો અથવા નોકરીઓના સ્વરૂપે કચડાયેલા વર્ગોના હિતોનું રક્ષણ કરવું જરૂરી ન હતું, પરંતુ જડમૂળથી અસ્પૃશ્યતા નાબૂદ કરવી જરૂરી હતી.” – આવું કોણે કહ્યું હતું ? 
(A) ઠક્કરબાપા
(B) કિશોરીલાલ મશરૂવાલા
(C) ડો. બી. આર. આંબેડકર
(D) ગાંધીજી
4. કોચરબમાં ગાંધીજીએ ……. ના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો.
(A) ચીનુભાઈ બેરોનેટ
(B) જીવણલાલ બેરિસ્ટર
(C) રણછોડલાલ છોટાલાલ
(D) પ્રેમાભાઈ હેમાભાઈ
5. મહાત્મા ગાંધી દ્વારા ખેડાના ખેડૂતો વર્તી સત્યાગ્રહનું આયોજન કરવા પાછળનું કારણ શું હતું ?
(A) દુષ્કાળ હોવાં છતાં વહીવટીતંત્રએ જમીન મહેસૂલની ઉઘરાણી અટકાવી ન હતી.
(B) વહીવટીતંત્રએ ગુજરાતમાં કાયમી સમાધાન (Permanent Settlement) દાખલ કરવાની દરખાસ્ત કરી હતી.
(C) (A) તથા (B) બંને
(D) (A) અને (B) એક પણ નહીં
6. મહાત્મા ગાંધીજી દ્વારા સાબરમતી ખાતે સાબરમતી આશ્રમની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલી હતી ?
(A) 1916
(B) 1917
(C) 1918
(D) 1919
7. ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા, નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ?
(A) ખેડા સત્યાગ્રહ
(B) રોલેટ સત્યાગ્રહ 
(C) અસહકાર ચળવળ
(D) બારડોલી સત્યાગ્રહ
8. 1932માં મહાત્મા ગાંધીજીએ ઉપવાસ કર્યા હતા કારણ કે….
(A) રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ભારતની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ સંતોષવામાં નિષ્ફળ ગઈ હતી.
(B) કોંગ્રેસ અને મુસ્લિમ લીગમાં અલગ મત હતા.
(C) રામસે મેકડોનાલ્ડે સાંપ્રદાયિક એવોર્ડની જાહેરાત કરી હતી.
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
9. ‘હૃદયકુંજ’ શું છે?
(A) બારડોલીમાં આવેલું સ્થળ
(B) ગાંધી આશ્રમમાં આવેલું સ્થળ
(C) વડનગરમાં આવેલું સ્થળ
(D) લક્ષ્મીવિલાસ પેલેસમાં આવેલું સ્થળ
10. મહાત્મા ગાંધી દ્વારા નીચેના પૈકી કોને “રાષ્ટ્રીય શાયર”નું બિરુદ આપવામાં આવ્યું હતું ?
(A) ઝવેરચંદ મેઘાણી
(B) કાન્તિલાલ ગિરધારીલાલ
(C) વાલા મંછા ભૈયા
(D) હમીદુલ શાહ
11. વીરમગામની જકાતબારીના કારણે પ્રજાને પડતી હાડમારીની રજૂઆત ગાંધીજીએ કયા વાઇસરોયને કરેલ હતી ?
(A) લોર્ડ હાર્ડિંગ
(B) લોર્ડ ચેમ્સફ્ત
(C) લોર્ડ રીડિંગ
(D) લોર્ડ મિન્ટો બીજો
12. ગાંધીજીએ મીઠાનો અન્યાયી કાયદો તોડવા દાંડીકૂચની શરૂઆત ક્યારે કરેલ હતી ?
(A) 12 માર્ચ, 1930
(B) 11 માર્ચ, 1930
(C) 10 માર્ચ, 1930
(D) 09 માર્ચ, 1930
13. સને 1940ના વ્યક્તિગત સત્યાગ્રહમાં ગાંધીજીએ કોની પસંદગી કરેલ હતી ?
(A) વિનોબા ભાવે
(B) સરદાર પટેલ
(C) જવાહરલાલ નહેરુ
(D) મૌલાના આઝાદ
14. “કરેંગે યા મરેંગે” સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપેલ હતું ?
(A) અસહકાર
(B) દાંડીકૂચ
(C) ચંપારણ
(D) હિંદ છોડો

સરદાર વલ્લભભાઈ પટેલ

1. નીચેના પૈકી કયા સત્યાગ્રહોમાં સરદાર વલ્લભભાઈ પટેલે સક્રિય રીતે ભાગ લીધો હતો ?
i. ખેડા
ii. નાગપુર ઝંડા સત્યાગ્રહ
iii. બારડોલી
iv. ધરાસણા
(A) ફ્ક્ત i, ii અને iii
(B) ફક્ત i અને iii
(C) ફ્ક્ત i, ii અને iv
(D) i, ii, iii અને
2. ગુજરાતના કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને “સરદાર” નું બિપુદ મળેલ હતું ?
(A) વીરમગામ સત્યાગ્રહ
(B) માણસા સત્યાગ્રહ
(C) બારડોલી સત્યાગ્રહ 
(D) ખેડા સત્યાગ્રહ
3. સરદાર વલ્લભભાઈ પટેલના સંદર્ભ નીચેનાં પૈકી કયું / કયાં વિધાન સાચું / સાચાં છે ?
(1) તેમનો જન્મ કરમસદમાં થયો હતો.
(2) તેઓની ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત ગોધરા મુકામે થઈ હતી.
(3) દાંડી સત્યાગ્રહ દરમિયાન તેઓની રાસથી ધરપકડ કરવામાં આવી હતી.
(4) તેઓ અમદાવાદમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાર વખત ચૂંટાયા હતા, અનુક્રમે 1922, 1924, 1927 અને 1929માં
(A) ફક્ત 1, 3 અને 4
(B) ફક્ત 2
(C) ફક્ત 2 અને 4
(D) ફક્ત 1, 2, અને 4
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Ajit kumar

Sub Editor-in-Chief at Jaankari Rakho Web Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *