GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતનો ઇતિહાસ – 1

GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતનો ઇતિહાસ – 1

1. નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આનર્ત પરંપરાને સામ્ય એવા માટીનાં પાત્રો સૌપ્રથમ સાથે સૂરકોટડાથી મળી આવ્યાં છે.
2. આનર્ત પરંપરા અથવા આનર્ત પાત્રો તામ્રપાષાણયુગની સંસ્કૃતિનો ભાગ છે.
3. ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલલાઓમાં આનર્ત પાત્રો મળી આવે છે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 3
(D) ફક્ત 1 અને 2
2. નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ગુપ્ત સમ્રાટોના શિલાલેખો, તામ્રપત્રલેખો તથા સિક્કાઓ શુદ્ધ સંસ્કૃતિમાં લખાયા છે.
2. મહાકાવ્યોમાં ભાસનાં ‘ કુમારસંભવ’ અને ‘રઘુવંશ’ પ્રખ્યાત હતાં,
3. વરાહમિહિરે ‘પંચસિદ્ધાંતિકા’માં પાંચ જ્યોતિષ-સિદ્ધાંતો (પરંપરાઓ)નો પરિચય આપ્યો.
(A) ફક્ત 1 અને 2
(B) ફ્ક્ત 1 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
3. બ્રહ્મો સમાજ બાબતે નીચેનાં પૈકી કયું/કયાં વિધાન વિધાનો સાચું સાચાં છે ?
1. તેણે મૂર્તિપૂજાનો વિરોધ કર્યો.
2. તેણે ધાર્મિક ગ્રંથોના અર્થઘટન માટે પુરોહિત વર્ગની જરૂરિયાતને નકારી કાઢી.
3. વેદો અચૂક છે એ સિદ્ધાંતને તેમણે લોકપ્રિય બનાવ્યો.
(A) ફ્ક્ત 1
(B) ફ્ક્ત 1 અને 2
(C) ફ્ક્ત 3
(D) 1, 2 અને 3
4. શંખેશ્વર જૈન મંદિર બાબતે નીચે પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
(A) સજ્જન શાહે બનાસ નદીના કાંઠે શંખેશ્વર પાર્શ્વનાથ જૈન મંદિર બંધાવ્યું.
(B) વસ્તુપાલ તેજપાલે વર્ધમાનસૂરિના આદેશ હેઠળ આ જૈન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. 
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) બંને પૈકી એક્પણ નહીં.
5. હડપ્પા સંસ્કૃતિમાં બનાવવામાં આવતી કાંસ્ય મૂર્તિઓ, જે પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવતી હતી તેને …… કહે છે.
(A) લોસ્ટ વેક્સ પ્રોસેસ (Lost Wax Process) 
(B) હોટ વેક્સપ્રોસેસ (Hot Wax Process)
(C) બ્રોન્ઝ વેક્સ પ્રોકેસ (Bronze Wax Process)
(D) બ્લેક એન્ડ રેડ વોક્સ પ્રોસેસ (Black and Red,Wax Process)
6. ગુજરાતના મૈત્રકોની સત્તા મહારાજાધિરાજ બુધગુપ્તે ……. ના રાજ્યાભિષેકને અનુમતિ આપતા અસ્તિત્વમાં આવી.
(A) ભટાર્ક
(B) વૃષભદેવ
(C) દ્રોણસિંહ
(D) ધ્રુવસેન
7. શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજનો પરાજય એ ……. નું સુપ્રસિદ્ધ પરાક્રમ છે.
(A) કર્ણદેવ
(B) કુમારપાળ
(C) ભીમદેવ બીજા
(D) મૂળરાજ બીજા
8. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામસંદર્ભે ઓખા-દ્વારકા વિસ્તારોમાં વાઘેર ….. ની આગેવાની હેઠળ વિપ્લવી પ્રવૃત્તિઓ થઈ હતી. 
(A) જોધા માણેક
(B) ઠાકોર સૂરજમલ
(C) વાલજી
(D) મગનજી
9. દુષ્કાળમાં રાહત આપવા ……. એ “ભાવનગર દરબાર બેંક”ની સ્થાપના કરી જે ખેડૂતો અને  વેપારીઓને સહાય હતી.
(A) જશવંતસિંહજી ભાવસિંહજી
(B) તખ઼સિંહજી જશવંતસિંહજી
(C) ભાવસિંહજી બીજા
(D) કૃષ્ણકુમાર સિંહજી
10. વિદેશમાં શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં નીચેના પૈકી કોનો સાથ મળ્યો હતો ?
1. સાવરકર
2. મદનલાલ ઢીંગરા
3. સરદારસિંહ રાણા
(A) ફક્ત 1 અને 2
(B) ફ્ક્ત 1 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
11. હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં જ નીચેના પૈકી કયા રાજ્યોએ વધારે સારી શરતો મેળવવાની ઈચ્છાથી પાકિસ્તાન …… સાથે જોડાવા માટેની હિલચાલ શરૂ કરી. 
1. જૂનાગઢ
2. જોધપુર
3. જેસલમેર
(A) ફક્ત 1 અને 2
(B) ફ્ક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
12. ગુજરાતના મુસ્લિમ રાજવીઓના સિક્કાઓ ઉપરું …….. હોતી / હોતું નથી.
(A) ખલીફાનું નામ અને
(B) જીવંત પ્રાણીની આકૃતિ
(C) રાજાનું નામ
(D) રાજાના પિતાનું નામ
13. ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન …… ધર્મમાં પીરાણ પંથ, મહાદેવી પંથ, દાદુ પંથ વગેરે વિવિધ પંથો અસ્તિત્વમાં આવ્યાં.
(A) ઈસ્લામ
(B) શાક્ત
(C) શૈવ
(D) વૈષ્ણવ
14. ગુજરાતના સોલંકી વંશના રાજાઓ મૂળ ……. કુળના હતાં.
(A) ચૌલુક્ય
(B) ચોલ
(C) રાષ્ટ્રકૂટ
(D) પ્રતિહાર
15. ચંદ્રગુપ્ત પહેલા પછી એનો પુત્ર ……. ગાદીએ આવ્યો.
(A) શ્રીગુપ્ત
(B) ચંદ્રગુપ્ત બીજો
(C) કુમારગુપ્ત
(D) સમુદ્રગુપ્ત
16. સુરતનો જરી-સોનાનો ઉદ્યોગ નીચેના પૈકી કયા સમયગાળાનો છે?
(A) મૌર્ય
(B) ગુપ્ત
(C) મુઘલ
(D) સલ્તનત
17. અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું ?
(A) મહીપતરામ નીલકંઠ
(B) હરકોર શેઠાણી
(C) વિધાગૌરી નીલકંઠ
(D) કરસનદાસ મૂળજી
18. નીચેના પૈકી કોને અંગ્રેજ સરકારનો ‘સર’નો ખિતાબ મળ્યો અને તેઓ અમદાવાદ શહેરના નગરપતિ બન્યા હતાં?
(A) દલપતરામ
(B) રમણભાઈ જોશી
(C) રમણભાઈ નીલકંઠ
(D) બ. ક. ઠાકોર
19. વાઘેલા રાજવંશના રાણા વીરસિંહની યાદમાં રાજ્યમાં પાણીની તંગીની તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવામાં આવ્યું?
(A) અડાલજની વાવ
(B) સહસ્રલિંગ તળાવ
(C) લાખોટા તળાવ
(D) રાણીની વાવ
20. સાબરમતીથી દાંડી સુધીની દાંડી કૂચ કેટલા દિવરા માટે થઈ ?
(A) 20
(B) 22
(C) 24
(D) 30
21. સુવિખ્યાત રાણ કી વાવના નિર્માણનું પ્રેમ નીચેના પૈકી કઈ રાણીને આપવામાં આવે છે? 
(A) માધવી
(C) પ્યાદેવી
(C) બકુલાદેવી
(D) ઉદયમતી
22. સપ્ટેમ્બર, 1923માં ‘સ્વરાજ આશ્રમ સંઘ’ના પ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા હતા?
(A) ગાંધીજી
(B) વલ્લભભાઈ પટેલ 
(C) અનસૂયાબહેન સારાભાઈ
(D) ચુનીલાલ મહેતા
23. સૌપ્રથમ આર્ય સમાજની સ્થાપના …… ખાતે થઈ હતી.
(A) રાજકોટ
(B) મુંબઈ
(C) પૂળા
(D) જોધપુર
24. એપ્રિલ, 1934માં નીરોના પૈકી કોણે અગ્રગણ્ય મહિલા સંસ્થા ‘જ્યોતિ સંઘ’ની સ્થાપના કરી હતી?
(A) અનસૂયાબહેન સારાભાઈ
(B) ચંપાબહેન મહેતા
(C) મૃદુલા સારાભાઈ
(D) પેરીના મિસ્ત્રી
25. રુદ્રદમનના ઈ.સ. 150ના જૂનાગઢના શિલાલેખો …… માં છે.
(A) પ્રાકૃત
(B) પાલિ
(C) તમિલ
(D) સંસ્કૃત
26. અમદાવાદ ખાતે આવેલ રાણીનો હજીરા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?
(A) તે રાણી ભાનુમતીનો મહેલ હતો,
(B) તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.
(C) તે એક મકબરો છે.
(D) તે સોલંકી રાજાઓના સમય દરમિયાન ઝવેરાતનું બજાર હતું.
27. નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સત્ય છે ?
(A) ગુજરાતમાં હિંદુઓ ઉપર સૌપ્રથમવાર જજીયા (Jazlya) અહેમદ શાહે લાધ્યો.
(B) ઈટાલીયન યાત્રી બાથૅમા માટે ભારતમાં સૌપ્રથમ રોકાણ એ સુરત હતું.
(C) (A) તથા (B) બંને
(D) (A) અથવા (B) એક પણ નહી
28. મોટા પ્રાણીની સળગેલી પાંસળી પર બનાવેલી અંશાંતિ (graduated) માપપટ્ટી એ …… ખાતે મળી આવેલ છે.
(A) લાંઘણજ
(B) રોજડી
(C) ધોળાવીરા
(D) મોટી પીપળી
29. નીચેના પૈકી કયા અહેમદ એ અમદાવાદ શહેરનો પાયો નાખવામાં 60સંકળાયેલા ચાર અહેમદ પૈકીના નથી ?
(A) શેખ અહેમદ ખટ્ટુ
(B) સુલતાન અહેમદ શાહ – પહેલો
(C) મલિક અહેમદ
(D) કાઝી અહેમદ ખાન
30. અમદાવાદમાં વાઈસરોય મિન્ટો અને લેડી મિન્ટો ઉપર બે વખત બોંબ ફેંકાયા હતા. આ બોંબ ફેંકનારાઓમાં નીચેના પૈકી કોણ હતા ?
(A) મોહનલાલ કામેશ્વર પંડ્યા (ડુંગળીચોર)
(B) પૂંજાભાઈ વકીલ
(C) વસંતરાવ વ્યાસ
(D) ઉપરના ત્રણેય
31. ગુજરાત પછી જેનો દરિયાકિનારો સૌથી મોટો છે તેવું નીચેના પૈકી ક્યું રાજ્ય છે ?
(A) મહારાષ્ટ્ર
(B) આંધ્રપ્રદેશ
(C) કેરાલા
(D) કર્ણાટક
32. ‘હું મહારાષ્ટ્રીયન છું, તો મુંબઈ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં છું’ મહાગુજરાત આંદોલન સંદર્ભે આ કથન કોનું હતું?
(A) વિનોભા ભાવે
(B) યશવંતરાવ ચૌહાણ
(C) શંકરાવ દેવ
(D) એસ. કે. પાટીલ
33. સોલંકી વંશના ક્યા રાજાએ ‘અભિનવ સિદ્ધરાજ’ અને ‘સપ્તમ ચક્રવર્તી’ જેવાં નામો ધારણ કર્યા હતા?
(A) કુમારપાળ
(B) અજયપાળ
(C) ભીમદેવ બીજો
(D) બાળ મૂળરાજ
34. ગુજરાતમાં ‘હૈડિયાવેરો’ નામે વેરો નીચે પૈકીના કયા એક સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે?
(A) ખેડા સત્યાગ્રહ
(B) ધરાસણાનો સત્યાગ્રહ
(C) બારડોલી સત્યાગ્રહ
(D) બોરસદ સત્યાગ્રહ
35. ગુજરાતના મોટા ભાગ પર શાસન કરતાં વલભીના મૈત્રકોનું રાજ્ય સિંધના આરબોના હુમલાને લઈને તૂટી પડ્યા બાદ ગુજરાતમાં ઉત્તરના ……. અને દક્ષિણના …….. ની સત્તા પ્રવર્તી.
(A) સાતવાહન, ચાલુક્ય
(B) ચાલુક્ય, સાતવાહન
(C) પ્રતિહારો, રાષ્ટ્રકૂટો
(D) રાષ્ટ્રકૂટો, પ્રતિહારો
36. વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ………….ની પસંદગી કરવામાં આવી.
(A) જવાહરલાલ નહેરુ
(B) સરદાર પટેલ
(C) રવિશંકર મહારાજ
(D) વિઠ્ઠલભાઈ પટેલ
37. સૌરાષ્ટ્રની વિધાનસભાની પ્રથમ બેઠક રાજકોટ જ્યુબિલી ગાર્ડનમાંના હોલમાં મળી જેમાં પ્રથમ પ્રમુખ (સ્પીકર) પદે ……. હતાં.
(A) કનૈયાલાલ મુનશી
(B) પુષ્પાબેન મહેતા
(C) વલ્લભભાઈ પટેલ
(D) ઉચ્છંગરાય ઢેબર
38. અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઈસ રોય મિન્ટો ઉપર બોમ્બ નાખવાનો બનાવ કયા વર્ષમાં બન્યો હતો ?
(A) ઈ.સ. 1902
(B) ઈ.સ. 1905
(C) ઈ.સ. 1907
(D) ઈ.સ. 1909 
39. જાડેજા વંશના શાસકો વિશે નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે ?
1. જામ રાવળ બાદ, જામ વિભાજી નવાનગરના રાજા બન્યા.
2. જામ સતાજી – પહેલા (જામ સતાજી !) એ ‘મજેવડી’ ગામ નજીક જૂનાગઢના યુદ્ધમાં અકબરની સેનાને પરાસ્ત કરી હતી.
3. જાડેજા વંશના રાજા હરધલજીને ‘પશ્ચિમ ભારત કા બાદશાહ’ નું બિરુદ આપવામાં આવ્યું હતું.
4. ઈ.સ. 1549 માં ખેંગાર કચ્છનો પ્રથમ રાવ બન્યો અને ભુજને તેની રાજધાની બનાવી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1, 2 અને 4
(D) માત્ર 1 અને 2
40. ગુજરાતના બહાદુર શાહના દરબારના સંગીતકાર કે જેમણે ‘બહાદુરી’ સુસ્વરની રચના કરી હતી તે નીચેના પૈકી કોણ હતા?
(A) સારંગદેવ (Sarangadeva)
(B) મરદાના (Mardana)
(C) બૈજુ 
(D) ઉપરના પૈકી એક પણ નહિ
41. નીચેના પૈકી કયા મુઘલ રાજા પાસેથી જોહન મિલ્ડેનહોલ (John Mildenhall) એ ગુજરાતમાં વ્યાપાર કરવાનો ફરમાન મેળવવા પ્રયત્ન કર્યો હતો ?
(A) અકબર 
(B) જહાંગીર
(C) ઔરંગઝેબ
(D) ઉપરના પૈકી એક પણ નહિ
42. પ્રાચીન શહેર ચાંપાનેરમાં …… દરવાજા છે.
(A) નવ
(B) સાત
(C) સોળ
(D) સત્યાવીસ
43. મહંમદ બેગડા વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
1. તેણે ગુજરાત ઉપર 50 વર્ષથી વધુ સમય શાસન કર્યું.
2. તેણે મહેમદાવાદ નામનું નવું નગર બંધાવ્યું.
3. ઉદયરાજ કે જેમણે સંસ્કૃતમાં રચનાઓ કરી છે તે તેના દરબારના કવિ હતા.
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 1
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 2 અને 3
(D) 1, 2 અને 3
44. ગુજરાતમાં ચાલુક્ય વંશના સ્થાપક નીચેના પૈકી કયા રાજવી હતા?
(A) સિદ્ધરાજ જયસિંહ
(B) મૂળરાજ પહેલો
(C) કુમારપાળ
(D) એક પણ નહિ
45. નીચેના વાક્યો તપાસો :
1. ગુજરાતમાં “સિંધુખીણની સંસ્કૃતિ” ના અવશેષો રંગપુર, રોઝડી, લોથલ, ધોળાવીરા જેવાં સ્થળેથી મળી આવેલ છે
2. આ સંસ્કૃતિમાં ઊંચા મકાનો, દરેક મકાનમાં પાણીનો કૂવોસ્નાનાગૃહ, રસોડું જેવી પ્રાથમિક સગવડો હતી
3. આ નગર પ્રધાન સંસ્કૃતિ હતી અને મુખ્ય માર્ગો, નાના માર્ગો શેરી જેવી બાબતો જોવા મળતી હતી
4. આ સંસ્કૃતિનો ઈતિહાસ તામ્રપત્ર અને અન્ય દસ્તાવેજોમાં જોવા મળે છે.
(A) 1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે
(B) 1 અને 2 વાક્યો યોગ્ય છે
(C) 1 અને ૩ વાક્યો યોગ્ય છે
(D) 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે
46. નીચેના વાક્યો તપાસો :
1. રાણી ઉદયમતિએ પ્રજા કલ્યાણ માટે “રાણીની વાવ” બનાવેલ હતી. રાજમાતા મિનળદેવીએ “ધોળકામાં મલાવ તળાવ” અને વિરમગામમાં મુનસર તળાવ બનાવેલ હતાં.
2. રાણી નાઈકીદેવીઓ શાહબુદ્દીન ઘોરીના સૈન્યને કારમી હાર આપેલ હતી.
3. સોલંકી શાસનમાં પાટણ, વિદ્યાનું ધામ બનેલ હતું અને ત્યાં અહિંસા, લક્ષ્મી અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ જોવા મળતો હતો.
4. ઈ.સ.1526 માં બાબરે પાણિપત્તના યુદ્ધમાં ઈબ્રાહિમ લોદીને હરાવીને મોગલ સામ્રાજ્યની સ્થાપના કરેલ હતી.
(A) 1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે
(B) 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે
(C) 1, 2 અને 4 વાક્યો યોગ્ય છે
(D) 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે
47. સલ્તનત યુગ દરમિયાન ગુજરાતનું કયું બંદર ખૂબ જ સમૃદ્ધ બનેલ હતું ?
(A) ઓખા
(B) દીવ
(C) ખંભાત
(D) દમણ
48. અમદાવાદમાં શ્રી વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા, કઈ લડતમાં શહીદ થયેલ હતા ?
(A) હોમરૂલ ચળવળ
(B) સવિનય કાનૂનભંગ
(C) “હિંદ છોડો” ચળવળ
(D) વ્યક્તિગત સત્યાગ્રહ
49. નીચેના વાક્યો તપાસો :
1. અંગ્રેજોએ તેઓની કોઠી સુરત ખાતે સ્થાપેલ હતી
2. “ભગવદ્ ગોમંડળ” ગ્રંથ ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ તૈયાર કરાવેલ હતો
3. રણછોડલાલ શાહે અમદાવાદ ખાતે કાપડની પ્રથમ મિલ શરૂ કરેલ હતી.
4. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાન્તિના પ્રણેતા શ્રી અરવિંદ ઘોષ હતા.
(A) 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે
(B) 1, 2 અને 4 વાક્યો યોગ્ય છે
(C) 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે
(D) 1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે
50. ગુજરાતમાં ફરજિયાત અને મફ્ત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર કયા રાજવી હતા ?
(A) મેઘરાજસિંહ
(B) લાખાજીરાજ
(C) સયાજીરાવ ગાયકવાડ
(D) જામ રાવળ
51. અમદાવાદની પ્રસિદ્ધ “જામા મસ્જિદ” કોના સમય દરમિયાન બાંધવામાં આવેલ હતી ?
(A) અહમદ શાહ
(B) ઔરંગઝેબ
(C) મહંમદ બેગડો
(D) મુઝફ્ફર શાહ
52. લાલ કિલ્લાનો મુકદમો (The Indian National Army Trials) લડનાર મુખ્ય વકીલ કોણ હતા ?
(A) શ્રી ઉચ્છંગરાય ઢેબર
(B) શ્રી ભુલાભાઈ દેસાઈ
(C) શ્રી ગાંધીજી
(D) શ્રી ગોપાલ કૃષ્ણ ગોખલે
53. દેશના બનાવો અને સંબંધિત સમયગાળાની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? 
(A) ચંપારણ સત્યાગ્રહ – 1917
(B) ખેડા સત્યાગ્રહ – 1917 થી 1918
(C) જલિયાંવાલા બાગનો હત્યાકાંડ – 1919
(D) ચૌરીચૌરાનો બનાવ – 1925 
54. ગુજરાતમાં ફરજિયાત અને મફ્ત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર કયા રાજવી હતા ?
(A) સયાજીરાવ ગાયકવાડ
(B) સ્તેસિંહરાવ ગાયકવાડ
(C) લાખાજી રાજ
(D) મેઘરાજસિંહ
55. નીચેના વાક્યો તપાસો.
1. “રાજ્ય પુનર્રચના પંચ”ની સ્થાપના માનનીય ન્યાયમૂર્તિ ફઝલ અલીના અધ્યક્ષપદે કરવામાં આવેલી હતી.
2. બોમ્બે પ્રાંતમાંથી ગુજરાતી અને મરાઠી ભાષાના ધોરણે રાજ્ય બનાવવા આંદોલન શરૂ થયેલ
3. મહાગુજરાત ચળવળના મુખ્ય રાહબર ઇન્દુલાલ યાજ્ઞિક હતા.
4. 1 મે, 1964 ના રોજ પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયેલ હતું.
(A) 1, 2 અને 4 વાક્યો યોગ્ય છે.
(B) 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
(C) 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
(D) 1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
56. નીચેના વાક્યો પૈકી કયા વાક્યો યોગ્ય છે?
1. ગોંડલ રાજ્યમાં કન્યા શિક્ષણ, ગ્રામ્ય સ્તર સુધી ફરજિયાત હતું.
2. “ભગવદ્ ગોમંડલ”ની રચના ભગવતસિંહજી મહારાજના સમયમાં કરવામાં આવેલ હતી. રાધા તું
3. કચ્છમાં જાડેજા વંશે લગભગ 300 વર્ષ સુધી રાજ્ય કરેલ હતું.
4. નવા નગરના રાજા “જામ રણજી”ના નામ પરથી રણજી ટ્રોફીનું નામ પડેલ.
(A) 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
(B) 1, 2 અને 4 વાક્યો યોગ્ય છે.
(C) 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
(D) 1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
57. કોના શાસન હેઠળ ગુજરાત એ મુગલ વંશનો ભાગ બન્યું ?
(A) બાબર
(B) હુમાયુ
(c) અકબર
(D) જહાંગીર
58. પશ્ચિમ ક્ષત્રપોના રૂદ્રદામનેપહેલ વિશે નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સત્ય છે ?
1. તે ચસ્તાનાનો પૌત્ર હતો.
2. તેણે કાઠિયાવાડમાં સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું.
3. શિષ્ઠિપુત્ર સપ્તકરણી એ તેનો જમાઈ (son-in-law) હતો.
4. અગાઉ નહાપાના ના તાબા હેઠળના મોટા ભાગના પ્રદેશો તેણે જીતીને પાછા મેળવી લીધા હતા.
(A) માત્ર 1, 2 અને 3
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1 અને 3
(D) 1, 2, 3 અને 4
59. નીચેના પૈકી કોણે મોરબીમાં ટેલિફોનિક સંદેશાવ્યવહારની શરૂઆત કરી ? 
(A) કાન્યાજી રાવજી (Kanyaji Ravaji)
(B) જાયાજી રાવજી (Jayaji Ravaji)
(C) લખધીરજી રાવજી (Lakhdhirji Ravali)
(D) વાઘજી રાવજી (Wagjf Ravaji)
60. ગુજરાત …….. ના શાસન દરમિયાન સૌ પ્રથમવાર તુર્કીના શાસન હેઠળ આવ્યું હતું.
(A) બલ્બન
(B) અલાઉદ્દીન ખીલજી
(C) મહંમદ બીન તુઘલક
(D) ફીરૂઝ તુઘલક
61. સુલતાન મહંમદ બેગડાની કબર ……. ખાતે સ્થિત છે.
(A) ચાંપાનેર
(B) ધોળકા
(C) સરખેજ
(D) જૂનાગઢ
62. …… એ મજૂરોને માર્ગદર્શન મળે તે માટે “ મજૂર મિત્રમંડળ”ની મજૂર વિસ્તારમાં સ્થાપના કરી.
(A) ગાંધીજી
(B) ચિનુભાઈ બેરોનેટ
(C) અનસૂયાબહેન સારાભાઈ
(D) ઇન્દુલાલ યાજ્ઞિક
63. પોર્ટુગીઝોએ 1537માં ગુજરાતના સૌરાષ્ટ્રકાંઠે આવેલું ……. ખૂંચવી લીધું.
(A) ખંભાત
(B) ભરૂચ
(C) રાંદેર
(D) દીવ
64. આશરે 14મી સદીનું જૈન મંદિર, બાવનજ મંદિર કયાં આવેલું છે?
(A) આબુ દેલવાડા
(B) સરોત્રા, બનાસકાંઠા
(C) ભટાલી, સાબરકાંઠા
(D) વડનગર
65. ભવાનસિંહજી દ્વિતીયના સંદર્ભે નીચેનામાંથી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(1) તેમણે સંગીતમાલાના ચાર ભાગ લખ્યા / સંપાદિત કર્યા છે.
(2) તેમણે જેની સ્થાપના કરી તે આખરે સૌરાષ્ટ્ર બેંક બની.
(3) તેમણે ગ્રીક બાર્ડ મહાકાવ્યોનો અનુવાદ ગુજરાતીમાં કર્યો.
(4) તેમણે ભાવનગરમાં શામળદાસ આર્ટ્સ કોલેજની સ્થાપના કરી.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) 1-અને 4 સાચાં
(B) 1, 2 અને 4 સાચાં
(C) 1, 2 અને ૩ સાચાં
(D) 1, 2, 3 અને 4 સાચાં
66. નીચેના પૈકી કોણે ગુજરાતની 1857ની ઘટનામાં સક્રિય રીતે ભાગ લીધો હતો ?
(1) મુખી ગરબાદાસ
(2) કાનદાસ ચારણ
(3) જોધા અને મૂળુ માણેક
(4) સૂરજમલ
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) ફક્ત 1 અને 3
(B) ફ્ક્ત 2 અને 4
(C) ફ્ક્ત 1, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
67. ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું ?
(A) ભીમદેવ
(B) કુમારપાળ
(C) તેજપાલ
(D) સજ્જનમંત્રી
68. ક્ષત્રપકાલીન ઈંટો ક્યા કિલ્લાના પાયામાંથી મળી હતી ?
(A) ઝીંઝુવાડા
(B) ડભોઈ
(C) વડનગર
(D) જૂનાગઢ
69. નીચેના પૈકી કઈ નદી ગુજરાતના સપ્તસંગમ તીર્થમાંની એક નથી?
(A) હાથમતી 
(B) મેશરી
(C) વાત્રક
(D) માઝૂમ
70. ભાવસિંહજી-ા સંદર્ભે નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(1) તેઓએ ‘સંગીતમાળા’ના ચાર ભાગ લખ્યાં/સંપાદિત કર્યાં.
(2) તેઓએ એક સંસ્થાની સ્થાપના કરી જે છેવટે બેંક ઓફ સૌરાષ્ટ્ર’ બની.
(3) તેઓએ ગ્રીક મહાકાવ્ય ‘ઈલિયાડ’નું ગુજરાતીમાં ભાષાંતર કર્યું.
(4) તેઓએ શામળદાસ આર્ટ્સ કોલેજ, ભાવનગરની સ્થાપના કરી.
(A) ફક્ત 1 અને 4
(B) ફક્ત 1, 2 અને 4
(C) ફક્ત 1, 2 અને 3
(D) 1, 2, 3 અને 4
71. નીચેના પૈકી કયા મુગલ રાજકુમાર ગુજરાતના ગવર્નર (સૂબેદાર) હતા ?
(1) મુરાદ
(2) શાહજહાં
(3) ઔરંગઝેબ
(4) દારા સિકોહ
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 1, 2 અને
(C) ફ્ક્ત 2 અને 4
(D) ફક્ત 2, 3 અને 4
72. ગુજરાતમાં ભારત છોડો ચળવળ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? 
(A) ચળવળની શરૂઆત અમદાવાદ અને વડોદરા શહેરોમાં થઈ.
(B) અમદાવાદમાં સમાંતર ‘આઝાદ સરકાર’ની રચના થઈ.
(C) રાજ્યોના વિવિધ ભાગોમાં કોઈ મહેસૂલી અભિયાન શરૂ ન થયાં.
(D) ભરૂચ, સુરત અને નવસારીમાં નાતજાતના વાડાઓથી પર થઈ ગ્રામીણ એકતા સધાઈ અને અંગ્રેજ રાજેં થોડાક સમય માટે ગાયબ થઈ ગયું.
73. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
(1) ચંપારણ સત્યાગ્રહ – રાજેન્દ્ર પ્રસાદ
(2) ખેડા સત્યાગ્રહ – વલ્લભભાઈ પટેલ
(3) અમદાવાદ મિલ કામદારો એસોસિયેશન – મોરારજી દેસાઈ
(4) પુના કરાર – બી. આર. આંબેડકર
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1, 2 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) ફક્ત 1, 2 અને 4
74. મૈત્રકનો વંશાવળી ઇતિહાસ લગભગ એકલા તેઓના ……. માંથી જ મળી રહે છે.
(A) સિક્કાઓ
(B) તામ્રપત્રો
(C) પુરાતત્ત્વીય અવશેષો
(D) ચીની યાત્રાળુઓનાં યાત્રાવૃત્તાંતો
75. પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા નીચેના પૈકી કયું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું હતું ?
(A) ધી ઇન્ડિયન ઇકોનોમિસ્ટ
(B) ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ
(C) ધી ઇન્ડિયન સ્પેક્ટેટર
(D) ધી ઇન્ડિયન ઓપિનિયન
76. 1860માં નીચેનાં પૈકી કયા શહેરમાં આવકવેરા સામે સામૂહિક પ્રતિકાર થયો હતો ? 
(A) પુના
(B) સુરત
(C) મુંબઈ
(D) પુડુચેરી
77. કચ્છ બાબતે નીચેનાં પૈકી ક્યું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
(A) ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે કચ્છ ‘C’ વર્ગનું રાજ્ય બન્યું.
(B) જ્યારે મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે જિલ્લો બન્યું.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
78. નીચેના પૈકી કયો પુરાવો ગુજરાતમાં બુદ્ધિઝમનું અસ્તિત્વ દર્શાવે છે?
(1) વડોદરાના સંગ્રહાલયમાંની નાની સચિત્ર હસ્તપ્રતો
(2) અડાલજની વાવનું શિલ્પ
(3) જૂનાગઢમાં અશોકનો શિલાલેખ
(A) ફક્ત 1
(B) ફક્ત 1 અને 3
(C) ફ્ક્ત 1 અને 2
(D) ફક્ત 3
79. ગુજરાતના નીચેના પૈકી કયા વિસ્તારોમાં ગામઠી બોલી બોલાય છે ?
(A) અમદાવાદ અને વડોદરાની આજુબાજુ
(B) સૌરાષ્ટ્રની આજુબાજુ
(C) દક્ષિણ ભરૂચની આજુબાજુ
(D) સમગ્ર ગુજરાત રાજ્યમાં
80. સયાજીરાવ ગાયકવાડ તૃતીયના સંદર્ભમાં નીચેનાં પૈકી કયું / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
(1) તેઓએ બેંક ઓફ બરોડાની સ્થાપના કરી હતી.
(2) તેઓએ સૌપ્રથમ નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી હતી.
(3) તેઓએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની સ્થાપના કરી હતી.
(4) તેઓએ 1916માં વડોદરા રાજ્ય પ્રજામંડળની સ્થાપના કરી હતી.
(A) ફક્ત 2
(B) ફ્ક્ત ૩ અને 4
(C) ફક્ત 1, 2 અને 4
(D) 1, 2, ૩, અને 4
81. નીચેના પૈકી ક્યા સોલંકી રાજાએ સોમનાથ યાત્રાળુઓનો કર માફ કર્યો હતો ?
(A) કુમારપાળ
(B) કર્ણ
(C) ભીમ-પ્રથમ
(D) જયસિંહ સિદ્ધરાજ
82. કયા યુગમાં ગુજરાતમાં સરાય સ્થાપત્યની શરૂઆત થઈ હતી ?
(A) મધ્ય યુગ
(B) યુરોપિયન સમય
(C) મુગલ સમય
(D) મરાઠા સમય
83. રાજ્યોના પુનર્ગઠનના આયોગમાં નીચેના પૈકીના કયા સભ્ય હતા?
(1) ફલ અલી
(2) હ્રદયનાથ કુન્જર
(3) કે. એમ. પાનીકર
(4) ગોવિંદ વલ્લભ પંત
(A) ફક્ત 1 અને 3
(B) ફ્ક્ત 2 અને 4
(C) ફ્ક્ત 1, 2 અને 3
(D) 1, 2, 3 અને 4
84. સતગુર નૂરની ગાદી …….. માં આવેલી છે.
(A) ખંભાત
(B) નવસારી
(C) પિરાણા
(D) પાટણ
85. મહમૂદ બેગડાના મુખ્યમંત્રી તરીકે ……. હિન્દુ બ્રાહ્મણ હતો, જે પોર્ટુગીઝનો પણ ખાસ મિત્ર હતો.
(A) મલિક ગોપી
(B) રાજ ગોપી
(C) શિવ ગોપી
(D) કર્ણ ગોપી
86. ગુજરાતમાં ચૌલુક્ય વંશનો સ્થાપક ……… હતો.
(A) મૂળરાજ
(B) સિદ્ધરાજ જયસિંહ
(C) અજયપાળ
(D) કુમારપાળ
87. 1857ના સંગ્રામના મુખ્ય નેતા મૌલવી લિયાકતખાનને અલાહાબાદમાં કયા નવાબ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો ?
(A) ખંભાત
(B) સચિન
(C) રાધનપુર
(D) પાલનપુર
88. ગુજરાતના સુલતાનો દ્વારા પોર્ટુગીઝને નીચે પૈકીનો કયો પ્રદેશ સુપરત કરવામાં આવ્યો ન હતો ?
(A) દમણ
(B) ઘોઘા
(C) સેલસેટ
(D) વસઈની ખાડી
89. ગુજરાતી ભાષાનો વૈશ્વિક સ્તરનો શબ્દકોશ : ભગવદ્ગોમંડલ ……. રાજ્યના રાજાના માર્ગદર્શન નીચે તૈયાર થયો હતો.
(A) ભાવનગર
(B) ગોંડલ
(C) લાઠી.
(D) પોરબંદર
90. નીચેના પૈકી કોણે ઉમરેઠની વાવ બંધાવી હતી ?
(A) ઉદયમતી
(B) મીનળદેવી
(C) રૂપમતી
(D) મહાકુંવરબા
91. ખેડા સત્યાગ્રહ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.
(1) તે ગુજરાતનો સૌપ્રથમ સત્યાગ્રહ હતો.
(2) ભારે વર્રસાદને કારણે પાક નિષ્ફળ ગયો હતો.
(3) તેનો પ્રારંભ મોહનલાલ પંડ્યા જેવા સ્થાનિક નેતા તરફ્થી કરવામાં આવ્યો હતો.
(4) ગાંધીજીના મતે આ સત્યાગ્રહનો અંત ‘સુખદ’ ન હતો.
(A) માત્ર 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1, 2 અને 4
(D) 1, 2, 3 અને 4
92. નીચેના પૈકી કયા મુગલ સમ્રાટ ગુજરાતમાં જન્મ્યા હતા ?
(A) ઔરંગઝેબ 
(B) અકબર
(C) શાહજહાં
(D) જહાંગીર
93. બેઈલી વિસ્તારને ………ની સાઈટ તરીકે ઓળખવામાં આવેલું છે.
(A) ખીરાસરા
(B) કાનમેર
(C) ધોળાવીરા
(D) પાબુમઠ
94. નીચેના પૈકી કોણે રાષ્ટ્રીય કોંગ્રેસના સુરત સત્રમાં અધ્યક્ષ પદ સંભાળ્યું હતું ?
(A) ગોપાલકૃષ્ણ ગોખલે
(B) રાસબિહારી ઘોષ
(C) સરદાર વલ્લભભાઈ પટેલ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
95. નીચેના પૈકી કોણે પશ્ચિમ ભારતમાં ગિરનાર પાસેની નદી ઉપર બંધ બાંધ્યો ?
(A) રાધાગુપ્ત
(B) વિષ્ણુગુપ્ત
(C) ઉપાગુપ્ત
(D) પુષ્યગુપ્ત
96. નીચેના પૈકી કયા ગુપ્ત શાસકે ઈતિહાસમાં બીજી વખત મૌર્ય યુગના સુદર્શન સરોવરનું સમારકામ કરાવ્યું હતું ? 
(A) સમુદ્રગુપ્ત
(B) સ્કંદગુપ્ત
(C) ચંદ્રગુપ્ત પ્રથમ
(D) ચંદ્રગુપ્ત દ્વિતીય
97. ગુજરાતમાં પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા / રાજ્ય વહીવટમાં મદદગાર કોણ હતી ?
(A) મીનળદેવી
(B) ચાંદબીબી
(C) રઝિયા સુલતાના
(D) અહલ્યાબાઈ હોલકર
98. પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદરે ઊતર્યા હતા ?
(A) સુરત
(B) નવલખી
(C) કલિંગ
(D) સંજાણ
99. ગુજરાતના પ્રાચીન ઈતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં નીચેના પૈકી કોનું નામ વધારે જાણીતું છે ?
(A) ડો. હસમુખ સાકળિયા 
(B) ડો. રવીન્દ્ર ઘોળકિયા
(C) ડો. કે. કા. શાસ્ત્રી
(D) ડો. અરવિંદ બુચ
100. વડોદરા સ્ટેટમાં સ્થાયી થયેલ અંગ્રેજી સેના અને ગાયકવાડી લશ્કર પર વાઘેરોએ ઈ.સ. 1858માં આક્રમણ કર્યું અને તેમને શરણે આવવાની ફરજ પાડી. દ્વારકા અને બેટ ઉપર વિદ્રોહીઓએ નિયંત્રણ મેળવ્યું. ત્યારબાદ દ્વારકાના રાજા અને વિદ્રોહીઓના નેતા તરીકે કોની ઘોષણા કરવામાં આવી?
(A) મુખી ગરબડદાસ
(B) ઠાકોર જીયાભાઈ
(C) ગોવિંદ રાવ
(D) જોધા માણેક 
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Ajit kumar

Sub Editor-in-Chief at Jaankari Rakho Web Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *