GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો – 1

GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો – 1

1. ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળે પાર્વતી અને નૃત્ય કરતાં ગણેશનું શિલ્પ આવેલું છે ?
(A) શામળાજી
(B) કોટયાર્ક
(C) કઠલાલ
(D) ટીંટોઈ 
2. ચિત્રકળા બાબતે નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. લીલીછમ વનસ્પતિ અને નાટકીય રાત્રિ આકાશ પ્રત્યેનો લગાવ બુંદી ચિત્રકામ શૈલીની લાક્ષણિકતા છે.
2. ‘મૃત્યુ પછી માનવજીવનનું શું થાય છે’- એ પૈતકર ચિત્રકલાના ઉપયોગમાં લેવાતી વિષયવસ્તુ છે.
3. જૈન લઘુચિત્રકલામાં ફક્ત સફેદ અને કાળા રંગનો ઉપયોગ થાય છે.
4. મંજૂષા ચિત્રકલાને સર્પ ચિત્રકલા (snake painting) પણ કહે છે.
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 2, 3 અને 4
(C) ફ્ક્ત 2 અને 3
(D) ફક્ત 1, 2 અને 4
3. નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ ખોટી રીતે જોડાયેલી છે ?
1. ભૂંગુરિયું – રાઠવા
2. નાગધરાનો મેળો – ભીલ ગરાસિયાઓ
3. ગોળઘોડીનો મેળો – કુંકણા
(A) ફક્ત 3
(B) ફક્ત 1
(C) ફ્ક્ત 1 અને 2
(D) 1, 2 અને 3
4. આબુ ઉપર …….. ના શાસન દરમિયાન વિમલમંત્રીએ ‘વિમલ-વસહી’ તરીકે ઓળખાતાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું.
(A) ભીમદેવ પહેલા
(B) કર્ણદેવ પહેલા
(C) સિદ્ધરાજ
(D) કુમારપાળ
5. 18મી સદીના પૂર્વાર્ધમાં શામળ ભટ્ટે નીચેના પૈકી કઈ પધકથાઓ લખી હતી ?
1. સિંહાસનબત્રીસી
2. રામવિજય
3. નંદબત્રીસી
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
6. …….. ના દિવસે ગુજરાતના ગામેગામ હોળી પ્રગટાવવામાં આવે છે.
(A) વૈશાખ સુદ સાતમ
(B) આસો વદ પૂનમ
(C) માગશર સુદ પૂનમ
(D) ફાગણ સુદ પૂનમ
7. ચાલુક્ય સ્થાપત્ય-સ્વરૂપના લક્ષણોને લગતાં નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) સોલંકી રાજ્યના સમય દરમિયાન નગરશૈલીનું પ્રાદેશિક સ્વરૂપ પૂર્ણત: ઘડાયું.
(B) ગર્ભગૃહના તલમાનમાં અંદરનો ભાગ વર્તુળ આકારનો હોય છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
8. નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) હળોતરા છોટા ઉદેપુરના આદિવાસીઓનો લગ્નોત્સવ છે.
(B) ગાંધીનગર જિલ્લાનાં રૂપાલ ગામમાં ઊજવાતો પલ્લી મહોત્સવ પંચબલિની પૂજા સૂચવે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
9. શેણી-વિજાણંદની જાણીતી લોકકથામાં વિજાણંદ ……. સારું વગાડતો.
(A) એકતારો
(B) રાવણહથ્થો
(C) સુરંદો
(D) જંતર
10. …….. ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટકતૂટક અવશેષો મળ્યાં છે.
(A) ભાવનગર જિલ્લાના ચમારડી
(B) પાટણ જિલ્લાના મેત્રાણા
(C) સાબરકાંઠા જિલ્લાના મોહનપુર
(D) બનાસકાંઠા જિલ્લાના બાલારામ
11. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) સંવતના પંદરમા અને સોળમા સૈકામાં તથા ત્યારપછીના કાળમાં બંધાયેલા હિન્દુ તથા જૈન મંદિરના બાંધકામના કારીગરો સોલંકી શૈલીનું મૂર્તિવિધાન કે રૂપકામ ભૂલી જતાં મૂર્તિવિધાનમાં લોકકળાનું અનુકરણ કર્યું.
(B) ગુજરાતમાં કાષ્ઠ મંદિરનું કામ મહંમદ ગઝનીના આક્રમણ પછી લગભગ અટકી ગયું હોય તેમ કહી શકાય. છતાં નાના દેવમંદિરો, ઘરમંદિરો, ઘર-દેરાસરો વગેરે બ્રિટિશરોના આગમન સુધી સંપૂર્ણ કાષ્ઠના જ બનતાં.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
12. …… પર 2,200 વર્ષ જૂના શ્વેતાંબર દેરાસરમાં દેશની એકમાત્ર તબલાં વગાડતી નૃત્યાંગનાની મૂર્તિ આવેલી છે.
(A) ગિરનાર
(B) ચોટીલા
(C) ઈડરિયો ગઢ
(D) પાવાગઢ
13. એક સમયે …….. રમકડાં ઉદ્યોગમાં અગ્રણી રહ્યું હતું. ત્યાં આખી ખરાદી બજાર ઊભી થઈ હતી અને દૂર દૂરનાં શહેરોમાંથી વેપારીઓ રમકડાં ખરીદવા માટે ઊમટી પડતાં.
(A) જામનગર
(B) ભાવનગર
(C) બોટાદ
(D) ઈડર
14. ગાયગોરીના મેળા બાબતે નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) ગાયગોરીનો મેળો ગોદરી પડવાના મેળા તરીકે પણ ઓળખાય છે.
(B) પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓમાં હોળીના બીજા દિવસે આ મેળો ઊજવાય છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
15. દરિયા માથે સહેલ કરનાર ખારવા અને વેપારીઓ દરિયાઈ દેવી ……. ને માને છે.
(A) રાંદેલ માતા
(B) વિધાત્રી દેવી
(C) શિકોતરી માતા
(D) મેલડી માતા
16. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) રાસમાં સંગીતનું પ્રાધાન્ય હોય છે, જ્યારે રાસડામાં નૃત્યનું.
(B) પઢાર નૃત્યમાં વપરાતી લાકડીનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી બે જાતના જુદાં જુદાં અવાજો કાઢી એકબીજા સાથે ઠોકી અલોકો નૃત્ય કરે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
17. ઠાકર્યા ચાળો કયા પ્રકારનું લોકનૃત્ય છે ?
(A) મેરાયો
(B) ડાંગી
(C) મેર નૃત્ય
(D) ભવાઈ
18. ભારતના પવિત્ર ચારધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્રધામ આવેલું છે?
(A) જગન્નાથજીનું મંદિર
(B) અંબાજી
(C) સોમનાથ
(D) દ્વારકા
19. કલાત્મક સર્જનનું કેન્દ્ર એવું “ફ્લો આર્ટ ગેલેરી” નીચેના પૈકી કયાં સ્થળે આવેલી છે ?
(A) વલ્લભવિધાનગર, આણંદ
(B) ભુજ, કચ્છ
(C) લોથલ
(D) નિનાઈ, નર્મદા
20. ‘ તેરા’ હેરિટેજ વિલેજ નીચેના પૈકી કયાં જિલ્લામાં આવેલું છે ?
(A) સાબરકાંઠા
(B) કચ્છ
(C) પાટણ
(D) સુરેન્દ્રનગર
21. પક્ષીવિદ્ ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ “સૌરાષ્ટ્રના પંખીઓ” માટે સુંદર અને જીવંત જણાતાં પંખીઓનાં અસંખ્ય ચિત્રો ………. તૈયાર કર્યા હતાં.
(A) સોમાભાઈ શાહે 
(B) બકોરે
(C) કનુ દેસાઈએ
(D) રાઘવેન્દ્ર દેસાઈએ
22. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાયાં છે ? 
(A) સલ્તનતકાળ દરમિયાન ઈડરના રાજકવિ શ્રીધર વ્યાસે રચેલ “રણમલ્લ છંદ”માં રાજા રણમલ્લે પોતાની સ્વતંત્રતા જાળવવા મુસ્લિમો સામે આદરેલા યુદ્ધનું વર્ણન કરેલું છે.
(B) ગંગાધરે રચેલા “ગંગાદાસ પ્રતાપ વિલાસ નાટક” તથા “માંડલિક મહાકાવ્ય”માં ચાંપાનેર અને જૂનાગઢના રાજ્યોની માહિતી મળે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
23. …… નામના જર્મન મુસા શેઠ શાંતિદાસ ઝવેરીના ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરનું વર્ણન પોતાના વૃત્તાંતમાં સુંદર રીતે આલેખ્યું છે.
(A) ગેરવર
(B) ડેલાવલે
(C) થોમસ હર્બર્ટ
(D) મેન્ડેલ્લો
24. ……. ના રાજમહેલમાં ભૂચરમોરીમાં ખેલાયેલા યુદ્ધનું સુંદર ભિત્તિચિત્ર આલેખાયેલું છે.
(A) જામનગર
(B) વડોદરા
(C) મોરબી
(D) વાંકાનેર
25. “ગેબી નિપજ થઈ પિંડ તણી ત્યારે તું ત્યાં નતો ધણી.” – આ કોની પંક્તિ છે ?
(A) નરસિંહ મહેતા
(B) પ્રેમાનંદ
(C) અખો
(D) પ્રીતમ
26. “બાવન ધ્વજ”ના નામે ઓળખાતું જૈન મંદિર …… ખાતે આવેલું છે.
(A) પાલિતાણા (જિ. ભાવનગર)
(B) હાલાર (જિ. દેવભૂમિ દ્વારકા)
(C) સરોત્રા (જિ. બનાસકાંઠા)
(D) ધોળકા (જિ. અમદાવાદ)
27. ……. સંપ્રદાયના મહાપ્રભુજીની બેઠક મહત્ત્વનું ધાર્મિક સ્થાન ગણાય છે.
(A) શૈવ
(B) વૈષ્ણવ 
(C) શાક્ત
(D) જૈન
28. અંબાજી નજીક આવેલાં કુંભારિયાના જૈન મંદિરો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. અહીં સૌથી મોટું મંદિર નેમિનાથનું છે.
2. તેનું શિખર તારંગાના જૈન દેવાલયના શિખર જેવું છે.
3. તેના કેટલાક સ્તંભો આબુના વિમલસહીના સ્તંભોને મળતાં આવે છે.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને ૩
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
29. 1830માં …….. દ્વારા લખાયેલા “તારીખે સોરઠ-વ-હાલાર” નામના પુસ્તકમાં સૌરાષ્ટ્રના સોરઠ અને હાલાર પ્રદેશનો તત્કાલીન ઇતિહાસ ક્રમબદ્ધ રીતે આલેખવામાં આવ્યો છે.
(A) દીવાન રણછોડજી અમરજી
(B) મુહમ્મદ ખાન
(C) મુર્તજા કુરેશી
(D) મુલ્લા ફિરદોસી
30. સૌરાષ્ટ્રમાં કામળિયા નામના સાધુની કોમ ……. માટે સુવિખ્યાત છે.
(A) મંજીરાવાદન
(B) ભૂંગળવાદન
(C) પખવાજવાદન
(D) તબલાવાદન
31. આણંદ-પરમાણંદ સુવિખ્યાત …….. હતાં.
(A) પહેલવાનો
(B) ચારણ કવિઓ
(C) સિદ્ધરાજ જયસિંહના શિલ્પીઓ
(D) અડાલજની વાવના કારીગરો
32. માણેકઠારી પૂનમનો મેળો ……. ખાતે યોજાય છે.
(A) ભરૂચ
(B) ડાકોર
(C) દ્વારકા
(D) પાલિતાણા
33. ……. સમુદાયમાં મુખ્યત્વે નાનાભાઈ અને મોટાભાઈ એમ મુખ્ય વર્ગો છે.
(A) રબારી
(B) ભરવાડ
(C) કાઠી દરબાર
(D) ગારૂડી
34. પોતાની સર્વતોમુખી પ્રતિભાને કારણે …….. ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરુદ પામેલાં
(A) આર્યભટ્ટ
(B) કાલિદાસ
(c) રામાનુજ
(D) હેમચંદ્રાચાર્ય
35. ……. નું વચન, “જાતિ પાંતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિફા હોઈ”, ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું.
(A) મીરાબાઈ
(B) સ્વામી રામાનંદ 
(C) દયારામ
(D) શામળ
36. “મારે શ્યામ રંગ સમીપે ન જાવું” – આ કોની પંક્તિ છે ? 
(A) નરસિંહ મહેતા
(B) મીરાબાઈ
(C) દયારામ
(D) શામળ
37. રાજસ્થાની અને પહાડી શૈલીઓ કઈ કલાની શૈલીઓ છે ? 
(A) સંગીત
(B) નૃત્ય
(C) ચિત્રકલા
(D) યુદ્ધ
38. ગુજરાતની જનજાતિઓના લોકો પાર્વતીમાતાના કયા રૂપને પૂજે છે?
(A) ઉમા દેવડી
(B) પાંડોર દેવી
(C) ભૂમલીમા
(D) નોહોરમાતા
39. ગુજરાત પ્રવાસન માટે ‘કુછ દિન તો ગુજારિયે ગુજરાત મેં’ અને ‘ખુશ્બ ગુજરાત કી’ અભિયાનનું આલેખન કોણે કર્યું?
(A) પ્રશાંત કિશોર
(B) મુદ્રા કોમ્યુકેશન્સ
(C) અમિતાભ બચ્ચન
(D) પીયૂષ પાંડે
40. નીચેના પૈકી કયા મંદિરને બે આંગણ છે ?
(A) નવલખા મંદિર
(B) ગોપનું મંદિર
(C) અંબરનાથ મંદિર
(D) શેઠ હઠીસિંગ મંદિર
41. ચુનીલાલ ભાવસાર નીચેના પૈકી કયા નામથી વિશેષ જાણીતાં હતાં?
(A) રંગઅવધૂત મહારાજ
(B) જલારામ બાપા
(C) પૂજ્ય મોટા
(D) મૂકસેવક
42. નીચેના પૈકી કોણે લોકપ્રિય સામયિક ‘જનકલ્યાણ’ શરૂ કર્યું હતું?
(A) ભીક્ષુ અખંડાનંદ
(B) મોરારી બાપુ
(C) સ્વામી સચ્ચિદાનંદ
(D) પુનિત મહારાજ
43. ‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી’ ગીત નીચેના પૈકી કઈ ગુજરાતી ફિલ્મનું હતું ?
(A) દીવાદાંડી
(C) જેસલતોરલ
(B) જોગીદાસ ખુમાણ
(D) શ્રેણી વિજાનંદ
44. નીચેના પૈકી કઈ પંક્તિઓ કબીરની નથી?
(A) ક્યા કાસી, ક્યા મગહર-ઉસર હરદય રામજો પ્યારા.
(B) તૂ કહેતા કાગદ કી લેખી, મેંૠતા આંખિન કી દેખી.
(C) જલ મેં કુંભ, કુંભ મેં જલ હૈ, બાહર ભીતર પાની.
(D) કૃષ્ણા-કરીમ, રામ-હિર રાઘવ, જબ લગ એકન પેષા.
45. પાટણના સહસ્રલિંગ તળાવના મધ્યભાગે કોનું મંદિર હતું? 
(A) વિંધ્યવાસિની દેવી
(B) હર્ષદમાતા
(C) બહુસ્મરણા દેવી
(D) રાણક દેવી
46. નીચેના પૈકી અચિંત્ય ભેદ-અભેદની વૈષ્ણવ પરંપરાના મહાન સંત કોણ હતા ?
(A) નરસિંહ મહેતા
(B) ચૈતન્ય મહાપ્રભુ
(C) ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
(D) વલ્લભાચાર્ય
47. સ્ત્રીપાત્રો ભજવવા માટે વિખ્યાત એવા નીચેના પૈકી કયા અભિનેતાએ ‘અભિનયપંથે’ નામની આત્મકથા લખી છે?
(A) અમૃત જાની
(B) અમૃત કેશવ નાયક
(C) પ્રભાશંકર ‘રમણી’
(D) જયશંકર ‘સુંદરી’
48. નીચેના પૈકી કયું ગીત રણછોડભાઈ ઉદયરામ કૃત ‘નિંધશૃંગાર નિષેધક’ નાટકનું છે?
(A) શાણી દીકરી પધાર તું સાસરે, સિદ્ધ કર શુભ કામ.
(B) ન પાર્ક વિચારે કરે કામ જ્યારે ન સારા પરિણામની આશ.
(C) અહીંથી લીધું, તહીંથી લીધું, લીધું જહીંથી લાધ્યું.
(D) ઘરડા વરને જવાન વહુ ને જવાનને વહુ ઘરડી.
49. આદિવાસી ગીતોમાં ‘તાજ વગરના રાજા’ તરીકે કોણ ઓળખાય છે?
(A) ગાંધીજી
(B) સરદાર પટેલ
(C) વિનોબા ભાવે
(D) જવાહરલાલ નહેરુ
50. નીચેના પૈકી ક્યા ગુજરાતી કવિએ ‘ચિત્તવિચારસંવાદ’ લખ્યું છે?
(A) નરસિંહ મહેતા
(B) અખો
(C) પ્રેમાનંદ
(D) દયારામ
51. ગુજરાતમાં મૈત્રકકાળ અને અનુમૈત્રકકાળના મંદિરો કઈ શૈલીના મંદિરો તરીકે ઓળખવામાં આવે છે ?
(A) દ્રાવિડી
(B) નાગર
(C) પૂર્વ ચૌલુક્ય શૈલી
(D) ગાંધાર
52. ગુજરાતનું ધ્રાસણવેલનું મંદિર કયા પ્રકારનું છે ?
(A) એકાયતન
(B) પંચાયતન
(C) શ્ર્ચયાતન
(D) સપ્તાયતન
53. છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં શુક્વાર માટે વપરાતો એક શબ્દ જણાવો.
(A) દિતવાર
(B) ઉદાપરિયો
(C) વાલપરિયો
(D) રાયચોરિયો
54. ગુજરાતના આદિવાસી ઘરોમાં પાણિયારા ઉપર છાણમાટીથી બનાવવામાં આવતી અભરાઇ માટે પ્રયોજાતો શબ્દ જણાવો.
(A) સીંકી
(B) બંજોટી
(C) ઓટલી
(D) ભેડિયો
55. ગુજરાતી આદિવાસીઓના ‘ઢાડું’ શબ્દ શાના માટે વપરાય છે? 
(A) ઘોડો
(B) મંદિર
(C) મા
(D) બાળક
56. દ્વારકા ખાતે આવેલું દ્વારકાધીશનું મંદિર નીચેના પૈકી કયા નામે પણ ઓળખાય છે ?
(A) જગત મંદિર
(B) ત્રિલોક સુંદર
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
57. …… માં આવેલા ઢેઢરવાડાના મંદિરમાં કાષ્ઠમંડપ અને ઘુમ્મટ, કુંભારિયા વાડાના કાષ્ઠમંડપનો ઘુમ્મટ તથા કપૂર મહેતાના વાડાના મંદિરનો કાષ્ઠમંડપ સર્વ પ્રકારના નેજવાં માટે જાણીતો છે. 
(A) વડનગર
(B) અમદાવાદ
(C) પાટણ
(D) વડોદરા
58. છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં સોમવાર માટે કયો શબ્દ પ્રચલિત છે ?
(A) દિતવાર
(B) ગુજરી
(C) રાપચોરિયો
(D) દેવનો
59. “તમે પીશો મા, પીશો મા, દારવો પીશો મા…” આદિવાસી સમાજમાં દારૂના દૂષણ વિરુદ્ધ જાગૃતિ લાવનારના ગીતના કવિનું નામ જણાવો.
(A) જુગતરામ દવે
(B) જીવણસિંહ ગામિત
(C) ઠક્કરબાપા
(D) કિશનસિંહ ગામિત
60. …….. ભગતનું ગામ તરીકે જાણીતું છે.
(A) દાંતો
(B) સાયલા
(C) અંજાર
(D) હાજીપીર
61. સૌરાષ્ટ્રમાં ચારણો જંતરને કયા ભગવાનનું સ્વરૂપ માને છે ?
(A) બ્રહ્મા
(B) કૃષ્ણ
(C) વિષ્ણુ
(D) રુદ્ર
62. નીચેના પૈકી કોણ ગુજરાતના મહાન આયુર્વેદિક ચિકિત્સક હતા ?
(A) ચરક
(B) સુશ્રુત
(C) ઝંડુ
(D) નાગાર્જુન
63. ગુજરાત સુલતાન મહમ્મદ બેગડાએ જ્યારે પાવાગઢ પર આક્રમણ કર્યું, ત્યારે કયા રાજાના રાણી અને અન્ય સ્ત્રીએ જોહર કર્યું હતું?
(A) જયસિંહ
(B) કપિલીદેવ
(C) રત્નસિંહ
(D) માનસિંહ
64. “જનનીની જોડ સખી નહીં જડે લોલ….. – આ ગીતના કવિનું નામ જણાવો.
(A) બોટાદકર
(B) ખબરદાર
(C) કાન્ત
(D) કલાપી
65. ભો.જે. અધ્યયન-સંશોધન વિધાભવન ક્યાં આવેલું છે ?
(A) રાજકોટ
(B) વડોદરા
(C) સુરત
(D) અમદાવાદ
66. તેલાવ માતાનો મેળો ક્યાં ભરાય છે ?
(A) મેવાસ
(B) બારાવાડ
(C) પાલ
(D) ડાંગ
67. કયા લોકમેળામાં ઊંટની મોટી ગુજરી ભરાય છે ?
(A) ભવનાથ
(B) તરણેતર
(C) માધવરાય
(D) વૈઠા
68. બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક ……. હનુમાનનું ભવ્ય મંદિર આવેલું છે ?
(A) દાંડીવાળા
(B) કચોરિયું
(C) શ્રીકૃષ્ણ મંદિર
(D) અષ્ટસિદ્ધ
69. ગુજરાતમાં ઈ.એમ.ઈ. – દક્ષિણમૂર્તિ મંદિર ક્યાં આવેલું છે ?
(A) વલસાડ
(B) સુરત
(C) ભરૂચ
(D) વડોદરા 
70. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2018નો સાહિત્ય ગૌરવ એવોર્ડ કોને આપવામાં આવેલ છે.
(A) મોહમ્મદ માંકડ 
(B) રઘુવીર ચૌધરી
(C) કમલ વોરા
(D) ઊર્મી દેસાઈ
71. ગુજરાતમાં પઢાર આદિજાતિ સમુદાય બાબતે નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ?
1. આ આદિજાતિ એ ગુજરાતની આદિમ્ આદિજાતિ જૂથ છે.
2. આ આદિજાતિ વસ્તી એ અમરેલી અને પોરબંદરમાં કેન્દ્રિત છે.
3. આ સમુદાયની મુખ્ય પરંપરાગત પ્રવૃત્તિઓ એ મૂળ, શાકભાજી તથા માછલી એકત્રિત કરવાની છે.
4. આ આદિજાતિ એ ગુજરાતની કુલ આદિમ્ આદિજાતિ વસ્તીના અડધા કરતાં વધુ વસ્તી ધરાવે છે.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 1 અને 3
(C) માત્ર 2 અને 4
(D) માત્ર 1, 2 અને 3
72. મહાત્મા ગાંધીની આત્મકથા ‘‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા”નું કોણે અંગ્રેજીમાં ભાષાંતર કર્યું ?
(A) ઝવેરચંદ મેઘાણી
(B) મહાદેવ દેસાઈ
(C) પન્નાલાલ પટેલ
(D) સરદાર પટેલ
73. ગુજરાતી લઘુવાર્તાઓના અગ્રણીઓમાંના એક ગણાતા એવા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એ તેમના ઉપનામ (તખલ્લુસ) …… થી ઓળખાતા હતા.
(A) ધૂમકેતુ
(B) જટાયુ
(C) કેશવસુત
(D) કાલકૂટ
74. બીજાપુરના આદિલશાહોએ કઈ ભાષાને પ્રોત્સાહન આપેલ હતું?
(A) ઉર્દૂ
(B) ફારસી
(C) ઉર્દૂ અને ફારસી બન્નેને
(D) કન્નડ
75. ઉસ્તાદ અલાઉદ્દીન ખાં સંગીત સમારોહનું મધ્યપ્રદેશમાં કયા સ્થળે આયોજન કરવામાં આવે છે ?
(A) મૈહર
(B) ગ્વાલિયર
(C) ભોપાલ
(D) ઈન્દોર
76. કયા સંપ્રદાયનાં મંદિરોમાં ફાગણ માસમાં હોરીગીત ગવાય છે ?
(A) જૈન
(B) વૈષ્ણવ
(C) બૌદ્ધ
(D) ખ્રિસ્તી
77. “જરી” એ કયા રાજ્યના લોકસંગીતનો એક પ્રકાર છે ?
(A) ઉત્તરાખંડ
(B) બિહાર
(C) ઉત્તર પ્રદેશ
(D) મધ્ય પ્રદેશ
78. છી (Chhau) નૃત્ય કયા રાજ્યનું છે ?
(A) છત્તીસગઢ
(B) ઝારખંડ
(C) આસામ
(D) બિહાર
79. સ્વ. ડો. આબાન મિસ્ત્રી કયા વાધના પ્રસિદ્ધ કલાકાર હતા ?
(A) તબલા
(B) પખવાજ
(C) વાયોલિન
(D) સિતાર
80. રામલી ઈબ્રાહિમ નીચેના પૈકી કયા નૃત્યના વિખ્યાત કલાકાર છે?
(A) કુચિપુડી
(B) મણિપુરી
(C) ભરતનાટ્યમ્ અને ઓડિસી
(D) કથ્થક
81. કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિત્યનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા?
(A) મહારાણી મહાકુંવરબા
(B) રાવ ખેંગારજી
(C) મહારાણી અહલ્યાબાઈ
(D) મરાઠા શાસકોએ
82. સુરેન્દ્રનગરના ડંગસિયા સમાજ દ્વારા હાથથી વણેલ શાલ જે ભરવાડોનો પહેરવેશ છે, તે શાલ કયા નામે ઓળખાય છે ?
(A) અજરક
(B) તાંગળિયા
(C) લોબડી
(D) કામદાની
83. ભાવનગર જિલ્લા ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે?
(A) હીંચ નૃત્ય
(B) ઢોલોરાણો નૃત્ય
(C) ગોગૂંથણ નૃત્ય
(D) ડોકા અને હૂડારાસ નૃત્ય
84. સ્પેનના સ્પેનમાં ગુજરાતી, ગણિતજ્ઞ અને શબ્દલોકના રચયિતા મહાનુભાવ નીચેનામાંથી કોણ હતા?
(A) રમણલાલ જોશી
(B) ફાધર વાલેસ
(C) કૃષ્ણકાંત પરીખ
(D) ઝુબિન મહેતા
85. વસ્તુપાળ અને તેજપાલે બનાવેલ મલ્લિનાથનું મંદિર કયાં આવેલું છે?
(A) જૂનાગઢમાં ગિરનાર ઉપર
(B) શત્રુંજ્ય પર્વત પરના મંદિરોમાં
(C) શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં
(D) આબુ પર્વત પરના દેલવાડાના મંદિરો
86. “મારે શ્યામ રંગ સમીપે ન જાવું” – કયા કવિની પંક્તિઓ છે ? 
(A) મીરાંબાઈ
(B) દયારામ
(C) શામળ
(D) વલ્લભ મેવાડો
87. મધ્યકાલીન ગુજરતી સાહિત્યમાં નીચેના પૈકી કયા જૈન કવિની આત્મવિશ્વાસને પ્રેસ્તી આ કાવ્યપંક્તિઓ છે ? “અબ હમ અમર ભયે ન મરેંગે”
(A) ૠષભદાસ
(B) આનંદધન
(C) સમયસુંદર
(D) જયવંતસૂરિ
88. ફાગુ કાવ્યમાં ……. મુખ્ય હોય છે.
(A) યુદ્ધનું વર્ણન
(B) રાજાઓની યશગાથાઓ
(C) વસંતૠતુનું વર્ણન
(D) ધાર્મિક વિધિઓનું વર્ણન
89. “કુંવરબાઈનું મામોરું” …….. છે.
(A) આખ્યાન
(B) મહાકાવ્ય
(C) લોકગીત
(D) પધનવલિકા
90. “બોલે મોર મહાતૂરો, હોયે ખાટી છાશ, પડે મેઘ મહીં ઉપરે, રાખો રૂડા આશ” ……… નું ઉદાહરણ છે. 
(A) છપ્પા
(B) ચાખો
(C) લગ્નગીત
(D) ભડલી વાક્ય
91. ……. એ 1906માં “મિત્રમંડળ પુસ્તકાલયો” ની પ્રવૃતિ શરૂ કરીને બે વર્ષમાં આશરે 150 પુસ્તકાલયો સ્થાપ્યાં હતાં.
(A) વિનોબા ભાવે
(B) ઝવેરચંદ મેઘાણી
(C) મોતીભાઈ અમીન
(D) મૂળશંકર મૂલાણી
92. રાજ્યમાં કલાશાળા ઉપરાંત કલાવંત કારખાનું પણ હતું જેમાં ઉચ્ચ કોટીના ગાયકો – વાદકોને સ્થાન હતું.
(A) ભાવનગર
(B) વડોદરા
(C) લીંબડી
(D) કચ્છ
93. ખ્યાતનામ ચિત્રકાર અને કળાશિક્ષક …….. એ પક્ષીવિદ્ ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ “સૌરાષ્ટ્રના પંખીઓ” માટે સુંદર અને જીવંત જાગતાં પંખીઓના અસંખ્ય ચિત્રો તૈયાર કર્યાં હતાં.
(A) સોમાલાલ શાહ
(B) વિનાયક ત્રિવેદી
(C) પ્રમોદકુમાર
(D) ખોડીદાસ પરમાર
94. ગુજરાતી સૌપ્રથમ રંગીન ફિલ્મ નીચેના પૈકી કઈ હતી ?
(A) નરસિંહ મહેતા
(B) કંકુ
(C) સોનબાઈની ચુંદડી
(D) લીલુડી ધરતી
95. નીચે દર્શાવેલ સંસ્થાઓ પૈકી કઈ સંસ્થાની સ્થાપના સૌ પહેલાં થઈ હતી ?
(A) ગુજરાત સાહિત્ય સભા
(B) ગુજરાત સાહિત્ય પરિષદ
(C) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિધાસભા)
(D) ગુજરાત સાહિત્ય અકાદમી
96. ગુજરાતના નીરોના પૈકી કયા કવિને મહાત્મા ગાંધીજી દ્વારા ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે સંબોધવામાં આવ્યા હતા ?
(A) ગોવર્ધનરામ ત્રિપાઠી
(B) ઉમાશંકર જોશી
(C) અવિનાશ વ્યારા
(D) ઝવેરચંદ મેઘાણી
97. નીચેના પૈકી કોણે ‘ભવની ભવાઇ’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું ? 
(A) પરેશ રાવલ
(B) હર્ષદ પટેલ
(C) કેતન મહેતા
(D) નિરેન ગાંધી
98. ગુજરાતી નવલકથા ‘પૃથ્વીવલ્લભ’ના રચયિતા કોણ છે ?
(A) ચંદ્રવદન મહેતા
(B) કનૈયાલાલ મુનશી
(C) જ્યોતીન્દ્ર દવે
(D) મનુભાઈ પંચોળી
99. ગોળ ગધેડાનો મેળો ક્યાં યોજાય છે ?
(A) વલસાડ
(B) સાબરકાંઠા
(C) બનાસકાંઠા
(D) પંચમહાલ
100. ગુજરાતમાં “દાંડિયો” નામનું પખવાડિક કોણે શરૂ કર્યું હતું ?
(A) ઇચ્છારામ દેસાઈ
(B) નવલરામ
(C) નર્મદ
(D) મહીપતરામ રૂપરામ
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *