GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો – 3

GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો – 3

1. મેઘરાજાની ડીનો ઉત્સવ ક્યાં ઊજવવામાં આવે છે ?
(A) પંચમહાલ
(B) વલસાડ
(C) ખેડબ્રહ્મા
(D) ભરૂચ
2. પુસ્તક ‘ધ સ્ટેપ વેલ્સ ઓફ ગુજરાત’ના લેખક?
(A) એસ. સી. મલિક
(B) જે, જે, જ્યુબીર
(C) કે, એમ, મુનશી
(D) વસંત શિદ
3. સુંદરી, સુરર્રાર્દા અને મોરચંગ સંગીત વાર્કો કયા વિસ્તારનાં છે ?
(A) દક્ષિણ ગુજરાત
(B) મધ્ય ગુજરાત
(C) ઉત્તર ગુજરાત
(D) કચ્છ 
4. ભારેલો અગ્નિ નવલકથાના લેખક કોણ છે ?
(A) પન્નાલાલ પટેલ
(B) રમણલાલ વ. દેસાઇ
(C) રમણભાઈ નીલકંઠ
(D) ઈશ્વર પેટલીકર
5. “ બુધિયો દરવા” ગુજરાતના કયા સ્થાપત્યનો એક ભાગ છે ?
(A) જૂનાગઢની ઉપરકોટ
(B) વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ
(C) મોરબીનો દરબારગઢ
(D) ચાંપાનેરનો કૌટ
6. કૂચીપૂડી નૃત્યમાં પારંગત સ્મિતા શાસ્ત્રી ગુજરાતની કઈ સંસ્થાની વિદ્યાર્થિની છે ?
(A) દર્પણ સંસ્થા – મૃણાલિની સારાભાઈ
(B) નૃત્યભારતી સંસ્થા – ઇલાક્ષી ઠાકોર
(C) કદંબ સંસ્થા – કુમુદિની લાખિયા
(D) ભરત નૃત્યાંજલિ સંસ્થા – હરિણાક્ષી દેસાઇ
7. યુનેસ્કીએ ગુજરાતના અમદાવાદ શહેરને ‘ભારતના સૌપ્રથમ વર્લ્ડ હૅરિટેજ શહેર” તરીકે માન્યતા કયા વર્ષે આપી ?
(A) ઇ.સ. 2014
(B) ઈ.સ. 2015
(C) ઈ.સ. 2016
(D) ઈ.સ. 2017
8. ‘‘લોકસાહિત્ય વિદ્યાલય” ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
(A) વડોદરા
(B) જામનગર
(C) ભાવનગર
(D) ભુજ
9. સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ કયું હતું ? 
(A) આદિવાસી – નૃવંશવિધા મ્યુઝિયમ
(B) મોડાસા કોલેજ મ્યુઝિયમ
(C) શ્રેયસનું લોકકલા મ્યુઝિયમ
(D) એન, સી, મહેતા સંગ્રહાલય
10. ‘‘સત્યમ્’’ આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?
(A) ચુનીલાલ શાહ
(B) સચ્ચિદાનંદ વાત્સ્યાયન
(C) ભોગીલાલ ગાંધી
(D) શાંતિલાલ શાહ
11. નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં ‘‘વડોદરા સાહિત્ય સભા” તરીકે ઓળખાતી ?
(A) ફાર્બસ ગુજરાતી સભા
(B) નર્મદ સાહિત્ય સભા
(C) પ્રેમાનંદ સાહિત્ય સભા
(D) ગુજરાત સાહિત્ય સભા
12. ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા ‘ભગવદ્ગોમંડલ’ શબ્દકોશની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ?
(A) ગોંડલ સ્ટેટના રાજવી 
(B) ભાવનગર સ્ટેટના રાજવી
(C) કચ્છ સ્ટેટના રાજવી
(D). વડોદરા સ્ટેટના રાજવી
13. નીચેનામાંથી કોને (કયા સાહિત્યકાર) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?
(A) પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
(B) ડો. ભોગીલાલ સાંડેસરા
(C) ડૉ. નલિની ગણાત્રા 
(D) ડો. હરિવલ્લભ ભાયાણી
14. નીચેના પૈકી કઈ કૃતિ જૈન મુનિ હેમચન્દ્ર કૃત છે ? 
(A) પ્રબંધ
(B) ચિંતામણી
(C) રત્નમાળા
(D) દિવ્યશ્રય
15. સામાન્ય રીતે ગુજરાતના ગીર પ્રદેશમાં કો ધાર્મિક ગ્રામ્યજીવન સંબંધી સમુદાય જોવા મળે છે?
(A) રાજગોંડ
(B) માલધારી 
(C) ડુંગરી ભીલ
(D) ઢોલી ભીલ
16. ગુજરાતના કયા પ્રખ્યાત કિલ્લાનાં ચાર પ્રવેશદ્વાર છે, જેમાં પૂર્વમાં આવેલા દ્વારને હીરા ભાગળ, પશ્ચિમના દ્વારને વડોદરા દ્વાર, ઉત્તરના દ્વારને ચાંપાનેર દ્વાર અને દક્ષિણી દ્વારને નાદોદ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે?
(A) ઉપરોટ ફિલ્લો
(B) ડભોઈ કિલ્લો
(C) ઇલવા દુર્ગા
(D) ધોરાજી કિલ્લો
17. ઉસ્તાદ મૌલાના બક્ષે વડોદરામાં સંગીત શિક્ષણ સંસ્થાની શરૂઆત કરી હતી, જે આગળ જતાં વડોદરાનું સંગીત મહાવિધાલય ….. ની સહાયથી બન્યું.
(A) મહારાજા સયાજીરાવ ગાયકવાડ
(B) વાઘેલા રાજવંશના કરણદેવ
(C) અલાઉદ્દીન ખિલજી
(D) આનંદરાવ ગાયકવાડ
18. હલ્લીસાકા નૃત્ય પરંપરા ગુજરાતનું મૂળ સ્રોત છે. આ નૃત્યશૈલીનો ઉલ્લેખ ……. માં પ્રસ્તુત કરાયો હતો. 
(A) મેઘદૂત
(B) હરિવંશ પુરાણ
(C) રામલીલા
(D) વિષ્ણુ પુરાણ
19. ગુજરાતની સાહિત્ય પરંપરા મોટે ભાગે ……. સાથે જોડાયેલી છે.
(A) ભક્તિ આંદોલન
(B) મહાગુજરાત આંદોલન
(C) મરાઠા આંદોલન
(D) મહકોશાલ આંદોલન
20. ડાંગ દરબાર …….. દિવસીય વાર્ષિક સાંસ્કૃતિક તહેવાર હોળીની સાથે ઊજવવામાં આવે છે.
(A) 3
(B) 5
(C) 1
(D) 2
21. મોઢેરા નૃત્ય મહોત્સવ ગુજરાતનો સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ છે, મોઢેરા નૃત્ય મહોત્સવનું મુખ્ય આકર્ષણ ………
(A) પલ્લી જગ ગરબો
(B) મણિયારો રાસ
(C) ઠેક વિશિષ્ટ ગરબા પ્રદર્શન
(D) દાંડિયા વિશિષ્ટ, રાસ
22. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા?
(A) રણજિતરામ મહેતા
(B) અશોક મહેતા
(C) ચંદ્રકાન્ત ટોપીવાળા
(D) ઇન્દુલાલ યાજ્ઞિક
23. ‘હુડીલા’ …….. વિસ્તારનું શૌર્યગાન છે.
(A) ભાવનગર
(B) કચ્છ
(C) ડાંગ
(D) બનાસકાંઠા
24. અમદાવાદની પોળમાં આવેલી હરકોઈ શેઠાણીની હવેલી …….. માટે વિખ્યાત છે.
(A) ભીંતચિત્ર
(B) ચંદરવો
(C) પિછવાઈ
(D) કાષ્ઠકલા
25. આળેખ ……… છે.
(A) તળપદ બોલીનાં ભજન છે.
(B) માટીની ભીંતો ઉપર ભાતીગળ રંગોનું ચિતરામણ
(C) કચ્છનું લોકભરત
(D) ધાતુકલા
26. ગુજરાત પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્માં, હસ્તપ્રત અને તંબુર …….. માં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યાં છે.
(A) ચાંપાનેર
(B) જૂનાગઢ
(C) વડનગર
(D) ડભોઈ
27. સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં દૈવી વાદ્ય તરીકે જાણીતું જંતર …….. વાધ છે.
(A) ચર્મ
(B) તંતુ
(C) સુષિર
(D) ઘન
28. …….. તાલુકામાં જોવા મળતાં પઢારનૃત્યમાં વપરાતી લાકડીઓનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી તે પ્રમાણે ઠોકીને જુદા જુદા અવાજો કાઢી લોકો નૃત્ય કરે છે. 
(A) ધોળકા 
(B) ધરમપુર
(C) હાલોલ
(D) વિજયનગર
29. “માળીનો ચાળો” …….. છે.
(A) પાવાગઢની તળેટીમાં આવેલું પ્રખ્યાત મંદિર
(B) જામનગરમાં આવેલું રાણા રામદેવજીનું સ્થાનક
(C) ચારણી સાહિત્યનો પ્રકાર
(D) એક પ્રકારનું ડાંગી નૃત્ય
30. આદિવાસી પ્રજા તથા દિગંબર જૈન સમાજની સંસ્કૃતિના સમન્વયરૂપ રેવડીનો મેળો …….. ખાતે યોજાય છે.
(A) ડાકોર
(B) સંતરામપુર
(C) લુણાવાડા
(D) પીપલોદ
31. તેલિયા તળાવ અને દૂધિયા તળાવ ક્યાં આવેલાં છે?
(A) ગીરનાર
(B) પાવાગઢ
(C) ચોટીલા
(D) માંગરોળ
32. હનુમાનની માતા અંજનીના નામ ઉપરથી પડેલું અંજનકુંડ હનુમાનનો જન્મ થયો હોવાનું મનાય છે, તે સ્થળ ક્યાં આવેલું છે? 
(A) પાટણ
(B) ભાવનગર
(C) ડાંગ
(D) વેરાવળ
33. મહાવદ ચોથના દિવસે ……. ખાતે ગાંધીજીનું અસ્થિ વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેથી દર વર્ષે આ દિવસ અહીં આદિવાસીઓનો મોટો મેળો ભરાય છે.
(A) ગલતેશ્વરે
(B) ચાંદોદ
(C) જેમલગટ
(D) કવાંટ
34. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવું બાણેજ તીર્થસ્થળ ક્યાં આવેલું છે?
(A) સાબરકાંઠા
(B) વલસાડ
(C) ગીર 
(D) ભાવનગર
35. રંગ અવધૂત મહારાજનું તીર્થસ્થાન ક્યાં આવેલું છે? 
(A) નારેશ્વર
(B) મૂળ ગોમટા
(C) બેટ દ્વારકા
(D) ફાગવેલ
36. નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી ?
(A) થેરીગાથા
(B) આચારાંગ સૂત્ર
(C) સૂત્રકૃતાંગ
(D) બૃહદકલ્પસૂત્ર
37. માણેકઠારી મેળો ક્યાં યોજાય છે?
(A) ડાકોર
(B) ભરૂચ
(C) ડાંગ
(D) ખેડબ્રહ્મા
38. જલઝીલણી એકાદશીનો ઉત્સવ કયા પ્રદેશમાં ઉત્સાહ સાથે ઊજવાય છે?
(A) મોડાસા
(B) ભાલ
(C) કચ્છ
(D) દાંતા
39. ……. નૃત્યમાં યુવર્કો’ હાથમાં મંજીરા લઈ ગોળાકારમાં નૃત્ય કરે છે.
(A) હાલી
(B) મેર
(C) પઢાર
(D) ટિપ્પણી
40. લોક ભરત-ગૂંથણનો ઉત્કૃષ્ઠ નમૂનો – ઉલેચ – શું છે?
(A) એક પ્રકારની પીછવાઈ
(B) આહીર સ્ત્રીઓની ઓઢણી
(C) ઘરમાં ઉપરથી ખરતી ધૂળ ઝીલવા માટેનું કાપડ
(D) ભરવાડ યુવાનનું ધોતિયું
41. વિવેચન ઉપરનું પુસ્તક, “ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ”ના લેખક કોણ છે?
(A) ચીનુ મોદી
(B) ઊર્મિ દેસાઈ
(C) સુરેશ દલાલ
(D) સુમન શાહ
42. નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ ‘ઉમાશંકર જોશી’નો નથી ?
(A) ગંગોત્રી
(B) નિશીય
(C) સપ્તપદી
(D) નેપથ્ય
43. ‘કદંબ’ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ?
(A) મૃણાલિની સારાભાઈ
(B) કુમુદિની લાખિયા
(C) સોનલ માનસિંગ
(D) ઇલાક્ષી ઠાકોર
44. રિખવદેવ જૈનોનો મેળો ક્યાં ભરાય છે ?
(A) ભરૂચ
(B) અમદાવાદ
(C) જામનગર
(D) પાલિતાણા
45. નીચેના પૈકી અમદાવાદના કયા નગરશેઠે “ચિંતામણિ પાર્શ્વનાથ જૈન મંદિર” બંધાવ્યું હતું ?
(A) શાંતિદાસ ઝવેરી
(B) અંબાલાલ સાંકળલાલ દેસાઈ
(C) મંગળદાસ ઝવેરી
(D) લાલભાઈ ત્રિક્મભાઈ શેઠ
46. ગુજરાતમાં આદિજાતિઓના સંદર્ભે, ભીલ સૌથી વધુ વસ્તી ધરાવતી આદિજાતિ છે. નીચેના પૈકી કઈ આદિજાતિ સૌથી ઓછી વસ્તી ધરાવે છે ?
(A) પટેલિયા
(B) વારલી
(C) ધનકા
(D) નાયકડાં
47. નીચેના પૈકી કઈ ગુજરાતની પ્રબળ મન્ગ્રોવ પ્રજાતિ છે ?
(A) બ્રેચ્યુઈરા સિલિન્ડ્રીકલ
(B) સીરીઓપ્સ ટેગલ
(C) એવિસિનિયા મરીના 
(D) એવિસિનિયા અલ્બા
48. ગુજરાતી “ગધના પિતા”ના બિરુદથી કોને નવાજવામાં આવેલ હતા?
(A) વીર નર્મદ
(B) દલપતરામ
(C) નવલરામ
(D) નંદશંકર
49. સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ?
(A) સયાજીરાવ
(B) ખંડેરાવ
(C) વિભાજી જામ
(D) તખ્તસિંહજી
50. ગુજરાતમાં “કલાસંઘ”ની સ્થાપના કોણે કરી હતી ?
(A) ચાંપશીભાઈ
(B) રવિશંકર રાવળ 
(C) રસિકલાલ પરીખ
(D) કનુ દેસાઈ
51. ‘રંગમંડળ’, ‘નટમંડળ’, ‘રૂપકસંઘ’, ‘જવનિકા’ જેવી નાટ્ય સંસ્થાઓ કયા સ્થળે સ્થપાઈ હતી ?
(A) અમદાવાદ
(B) સુરત
(C) વડોદરા
(D) મુંબઈ
52. ગુજરાતના ગીરમાં જંગલના સીદી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય …….. કહેવાય છે.
(A) માંડવી
(B) પઢાર
(C) ધમાલ
(D) ટિપ્પણી
53. “પરોઢ થતાં પહેલાં” નવલકથાના લેખક કોણ છે ?
(A) કુન્દનિકા કાપડિયા
(B) ધીરુબહેન પટેલ
(C) મનુભાઈ પંચોળી
(D) રમણલાલ વ. દેસાઈ
54. લોકસંગીતના ક્ષેત્રમાં પ્રદાન માટે ભીખુદાન ગઢવીને કયા વર્ષમાં પદ્મશ્રી એવોર્ડ મળેલ છે?
(A) ઈ.સ. 2012
(B) ઈ.સ. 2014
(C) ઈ.સ. 2016
(D) ઈ.સ. 2015
55. દેવનીમોરી એક સ્થળ છે જ્યાં …….
(A) બૌદ્ધ મઢના અવશેષો છે.
(B) જૈન મંદિરના અવશેષો છે.
(C) મસ્જિદના અવશેષો છે.
(D) દેવળના અવશેષો છે.
56. ભવનાથ મહાદેવનો મેળો ભવનાથ મહાદેવ મંદિર પાસે ……. ઊજવવામાં આવે છે.
(A) અનાવિલોના ઉદ્ગમ સ્થાન અનાવલમાં
(B) જૂનાગઢ શહેરમાં ગિરનાર પર્વતની રમણીય તળેટીમાં
(C) ઉજ્જૈન શહેરમાં
(D) પ્રભાસ પાટણના ત્રિવેણી સંગમ પર
57. ……. સમયે ‘મા’ અંબાજીનો જન્મોત્સવ ગુજરાતના અંબાજી મંદિરમાં ઊજવવામાં આવે છે.
(A) ચૈત્ર નવરાત્રી
(B) પોષ સુદ પૂનમ
(C) ભાદરવી પૂનમ
(D) કારતક સુદ બારસ
58. ‘ચાડિયા’ મેળો એ …….. નો ઉત્સવ છે.
(A) પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ
(B) ડાંગ જિલ્લાના આદિવાસીઓ
(C) સુરત જિલ્લાના આદિવાસીઓ
(D) બનાસકાંઠા જિલ્લાના આદિવાસીઓ
59. નીચેની પૈકી કઈ સસ કંપનીની શરૂઆત ગુજરાતમાં થઈ હતી ?
(A) જમ્બો સર્કસ
(B) જૈમિની સર્કસ 
(C) ગ્રેટ બોમ્બે સર્કસ
(D) કોઈ નહીં.
60. ગુજરાતી લેખકો અને તેઓની કૃતિઓનાં જોડકાંઓ પૈકી કયું જોડકું યોગ્ય નથી?
(A) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર – જીવતા તહેવારો
(B) ઝવેરચંદ મેઘાણી – સોરઠ તારા વહેતાં પાણી
(C) જ્યોતીન્દ્ર હ. દવે – રેતીની રોટલી
(D) પન્નાલાલ પટેલ – અજાણ્યું સ્ટેશન
61. ગુજરાતી સાહિત્યકાર અને તેઓની રચનાઓ અંગે નીચેનાં વાક્યો તપાસો.
(1) મીરાબાઈએ “સત્યભામાનું રુસણું”ની રચના કરેલ છે.
(2) કવિ નાકર દ્વારા “વિરાટ પર્વ”ની રચના કરેલ છે.
(A) પ્રથમ વાક્ય યોગ્ય છે.
(B) બીજું વાક્ય યોગ્ય છે.
(C) પ્રથમ અને બીજું વાક્ય બંને યોગ્ય છે.
(D) પ્રથમ અને બીજું વાક્ય બંને યોગ્ય નથી.
62. દેવનીમોરીમાં મળી આવેલી મંજુષા ……. ની બનેલી છે.
(A) શીશી કાચ
(B) મૃણ્યમૂર્તિ (ટેરાકોટા)
(C) ખડક 
(D) સુવર્ણ
63. નીચેના પૈકી કઈ ગુજરાતની જનજાતિઓને આદિમ જાતિઓ તરીકે જાહેર કરેલી છે ?
(A) હળપતિ, ઘોડિયા, નાયકડા, ગામિત અને કુકણા
(B) વારલી, ધાનકા, પટેલિયા, રાઠવા અને નાયકડા
(C) કોઠાડી, કોટવાલિયા, પઢાર, સીદી, કોલઘા
(D) કુકણા, ઘોડિયા, નાયકડા, પટેલિયા અને રબારી
64. ગુજરાતી લેખકો અને તેઓનાં નામની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(A) શ્રી મનુભાઈ રાજારામ પંચોળી-દર્શક
(B) શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી
(C) શ્રી ઝીણાભાઈ રતનજી દેસાઈ-ખબરદાર
(D) શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી – ધૂમકેતુ
65. ગુજરાતી લેખક અને તેઓની રચના પૈકીની કઈ જોડ યોગ્ય નથી ?
(A) શ્રી રા. વિ. પાઠક-ખેમી
(B) શ્રી ચંદ્રવદન મહેતા-ધરાગુર્જરી
(C) શ્રી રાજેન્દ્ર શાહ-ધ્વનિ
(D) શ્રી બાલમુકુંદ દવે – ધીમુ અને વિભા
66. મહાત્મા ગાંધી દ્વારા નીચેના પૈકી કોને “રાષ્ટ્રીય શાયર”નું બિરુદ આપવામાં આવ્યું હતું ?
(A) ઝવેરચંદ મેઘાણી 
(B) કાન્તિલાલ ગિરધારીલાલ
(C) વાલા મંછા ભૈયા
(D) હમીદુલ શાહ
67. નીચેની પૈકી કઇ ભાષાની ઉત્પત્તિ પ્રાકૃતમાંથી થયેલી નથી ?
(A) સંસ્કૃત
(B) પાલી
(C) અપભ્રંશ
(D) અર્ધમાગધી
68. રણજિતરામ સુવર્ણચન્દ્રક કયા વર્ષથી આપવામાં આવે છે ?
(A) ઈ.સ. 1926
(B) ઈ.સ. 1928
(C) ઈ.સ. 1930
(D) ઇ.સ. 1932
69. ધ્રુવ ભટ્ટ લિખિત કૃતિ “તત્ત્વમસિ”માં નર્મદાના જંગલોમાં વસતા અને શ્વસતા વનવાસીઓની સામાન્ય કહેવાતી વાતોમાં પડઘાય છે, ભારતીય સંસ્કૃતિનો અમર ઘોષ, તેની નાયિકા …… નો જીવનમંત્ર છે, હું બ્રહ્મ છું, તું પણ તેજ અને સર્વ જગત બ્રહ્મ છે. 
(A) સુપ્રિયા
(B) અનુસૂયા
(C) ભાનુપ્રિયા
(D) અનુપ્રિયા
70. ભવનાથ મહાદેવનો મેળો ભવનાથ મહાદેવ મંદિર પાસે …….. ઊજવવામાં આવે છે.
(A) અનાવિલોના ઉદ્ગમ સ્થાન અનાવલમાં
(B) જૂનાગઢ શહેરમાં ગિરનાર પર્વતની રમણીય તળેટીમાં
(C) ઉજ્જૈન શહેરમાં
(D) પ્રભાસ પાટણના ત્રિવેણી સંગમ પર
71. ગુજરાતનું કયું ઐતિહાસિક સ્થળ 15મી સદીના પૂર્વ મુઘલ ઇસ્લામિક કિલ્લો હિન્દુ અને જૈન મંદિરોના સંયોજનના આકર્ષક લાવણ્યથી શોભે છે ?
(A) પાવાગઢ પર્વત
(B) ગોવર્ધન પર્વત
(C) સૌરાષ્ટ્ર
(D) જૂનાગઢ
72. ગુજરાતનું …….. સ્થળ બૌદ્ધ સ્તૂપ અને વિહાર માટે પ્રખ્યાત છે.
(A) શામળાજી
(B) દેવનીમોરી
(C) પ્રભાસ પાટણ
(D) દ્વારકા
73. ગુજરાતનાં કવિઓ અને ઉપનામ પૈકીની કઈ જોડી યોગ્ય નથી ? 
(A) બરકત અલી ગુલામ હુસેન વીરાણી – બેફામ
(B) ત્રિભુવનદાસ લુહાર – સુન્દરમ્
(C) સુરસિંહજી ગોહિલ – કલાપી
(D) કવિ ન્હાનાલાલ -કાન્ત
74. શંખની હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન …… સ્થળે થાય છે.
(A) નાગેશ્વર
(B) પાદરી
(C) સોમનાથ
(D) બાબર કોટ
75. નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી?
(A) રવિશંકર રાવળ- ચિત્રકાર
(B) અંજલિ મેટ – ચિત્રકાર
(C) પિરાજી સાગરા – ચિત્રકાર
(D) સોમાલાલ શાહ – ચિત્રકાર
76 પુસ્તકાલયને લગતી પ્રવૃત્તિઓ માટે વડોદરાની નીચેની પૈકી જાણીતી વ્યક્તિનું નામ પસંદ કરો.
(A) મણિભાઈ પ્રજાપતિ
(B) જિતેન્દ્ર શાહ
(C) અંબુભાઈ પટેલ
(D) કિરીટ શુક્લ
77. નીચેના પૈકી કઈ આદિજાતિઓ સરદાર સરોવર વિસ્તારમાં જોવા મળતી નથી?
(A) ભીલ
(B) સંથાલ
(C) વેઈગા
(D) ગોંડ
78. નીચેના પૈકી કયું સ્થળ વોરા હવેલીઓની ભવ્યતા માટે જાણીતું છે?
(A) વડનગર
(B) સિદ્ધપુર
(C) ખંભાત
(D) સુરત
79. “ભવાઈ” ભજવવા માટે નીચેનાં પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે?
(A) કરતાલ
(B) ઢોલક
(C) ભૂંગળ
(D) એકતારો
80. નીચેનામાંથી કયું નામ “ભવાઈ” સાથે સંકળાયેલું છે?
(A) અખો
(B) મીરાંબાઈ
(C) નરસિંહ મહેતા
(D) અસાઇત
81. નીચેનામાંથી કોણ આખ્યાનકાર નથી?
(A) નાકર
(B) તાપીદાસ
(C) પ્રેમાનંદ
(D) તિલકવિજયજી
82. નીચેનામાંથી કઈ નવલકથા, ક. મા. મુનશીની નથી?
(A) પાટણની પ્રભુતા
(B) સ્વપ્નદ્રષ્ટા
(C) ચૌલાદેવી
(D) વેરની વસૂલાત
83. નીચેના નિબંધોમાંથી કયો નિબંધ નવલરામ પંડ્યાનો છે?
(A) મંડળી મળવાથી થતા લાભ
(B) સ્ત્રી કેળવણી
(C) ઓથારિયો હડકવા
(D) રામ અને કૃષ્ણ
84. નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસની નથી?
(A) મેઘદૂત
(B) કુભારસંભવમ્
(C) કર્ણભાર
(D) અભિજ્ઞાન શાકુંતલ
85. નીચેનામાંથી કઈ નવલકથા ઈશ્વર પેટલીકરની નથી?
(A) તરણાં ઓથે ડુંગર
(B) મારી હૈયાસગડી
(C) નાછૂટકે
(D) ભવસાગર
86. આ પૈકી કયું એકાંકી ચુનીલાલ મડિયાનું નથી?
(A) વિષે વિમોચન
(B) સમ્રાટ શ્રેણિક
(C) કડલાં
(D) મહાજનને ખોરડે
87. આ પૈકી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી?
(A) અકૂપાર
(B) કર્ણલોક
(C) દ્રૌપદી
(D) લવલી પાનહાઉસ
88. આ પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદનક્ષેત્રે કાર્ય નથી કર્યું?
(A) ઝવેરચંદ મેઘાણી
(B) જોરાવરસિંહ જાદવ
(C) ભગવાનદાસ પટેલ
(D) રમણ સોની
89. નીચેનામાંથી કયું કાવ્ય ખંડકાવ્ય નથી?
(A) આઠમું દિલ્હી
(B) વસંત વિજય
(C) ગ્રામમાતા
(D) ચક્રવાક મિથુન
90. બે વાક્યોથી બનેલું કયું યુગ્મ સાચું નથી?
(A) બ. ક. ઠાકોર વિચારપ્રધાન કવિતાના હિમાયતી હતા એમણે સોનેટ રચનાઓ કરી હતી.
(B) ‘સુન્દરમ્’ ગાંધીયુગના કવિ હતા એમણે ગરીબોનાં ગીતો લખેલાં.
(C) નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ કહેવામાં આવે છે. ગુજરાતી ટૂંકીવાર્તાનો પ્રારંભ તેમનાથી થયો.
(D) ઉમાશંકર જોશી સંસ્કૃતિપુરુષ તરીકે જાણીતા છે. તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો.
91. નીચેનામાંથી દયારામની રચેલી કૃતિ કઈ?
(A) પ્રબોધ-બત્રીસી
(B) મૃગલી સંવાદ
(C) રસિક વલ્લભ
(D) ઉધ્ધવગીતા
92. નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ સુન્દરનો નથી?
(A) વસુધા
(B) કોયાભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો
(C) યુગવંદના
(D) યાત્રા
93. નીચેનામાંથી કયું જૂથ અસંગત છે?
(A) ક. મા. મુનશી – ઐતિહાસિક નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર
(B) ઉમાશંકર જોશી – કવિ, નાટકકાર, વિવેચક
(C) સુરેશ જોષી – કવિ, ચરિત્રકાર, અર્વાચીન યુગના પ્રણેતા
(D) સુમન શાહ – વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક
94. નીચેનામાંથી કયું વિગતજૂથ યોગ્ય કાળક્રમમાં છે?
(A) સરસ્વતીચંદ્ર, અમૃતા, મળેલા જીવ, પાટણની પ્રભુતા
(B) સરસ્વતીચંદ્ર, મળેલા જીવ, પાટણની પ્રભુતા, અમૃતા
(C) સરસ્વતીચંદ્ર, પાટણની પ્રભુતા, મળેલા જીવ, અમૃતા
(D) સરસ્વતીચંદ્ર, પાટણની પ્રભુતા, અમૃતા, મળેલા જીવ
95. નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ રમેશ પારેખનો નથી?
(A) ક્યાં?
(B) મીરાં સામે પાર
(C) વિતાન સુદ બીજ
(D) રાનેરી
96. નીચેનામાંથી કઈ કૃતિ મધુરાયની નવલકથા છે?
(A) કુમારની અગાશી
(B) બાંશી નામની એક છોકરી
(C) ચહેરા
(D) આપણે ક્લબમાં મળ્યાં હતા
97. નીચેનામાંથી કવિતાનો ન હોય તેવો સુન્દરનો ગ્રંથ જણાવો.
(A) યાત્રા
(B) મુદિતા
(C) અર્વાચીન કવિતા
(D) વસુધા
98. નીચેનામાંથી કયો વિવેચનગ્રંથ ચન્દ્રકાન્ત ટોપીવાલાનો છે?
(A) સાહિત્યમાં આધુનિકતા
(B) નવ્યવિવેચન પછી
(C) સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન
(D) વિવેચનનું વિવેચન
99. અપભ્રંશેન તુન્તિ સ્વેન નાનયેનઃ ગુર્જરા’ જૂની ગુજરાતીનું પ્રમાણ આપતું આ વિધાન નીચેનામાંથી કયા ગ્રંથમાં મળે છે?
(A) રેવંતગિરિરાસુ
(B) સિદ્ધહૈમશબ્દાનુશાસન
(C) દશમસ્કંધ
(D) સરસ્વતી કંઠાભરણમ્
100. નીચેનામાંથી કયું વિગતજૂથ યોગ્ય કાલક્રમમાં છે?
(A) વૈદિક સંસ્કૃત – શિષ્ટ સંસ્કૃત-પ્રાકૃત/અપભ્રંશ-ગુજરાતી
(B) શિષ્ટસંસ્કૃત-વૈદિકસંસ્કૃત-પ્રાકૃત/અપભ્રંશ-ગુજરાતી
(C) પ્રાકૃત/અપભ્રંશ-વૈદિક સંસ્કૃત-શિષ્ટ સંસ્કૃત-ગુજરાતી
(D) શિષ્ટ સંસ્કૃત-પ્રાકૃત/અપભ્રંશ-વૈદિક સંસ્કૃત-ગુજરાતી
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Ajit kumar

Sub Editor-in-Chief at Jaankari Rakho Web Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *