GPSC PT 2016 to 2023 Solved – જાહેર વહીવટ

GPSC PT 2016 to 2023 Solved – જાહેર વહીવટ

1. ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા નીચેના પૈકી કઈ પ્રવૃત્તિઓ અન્વયે હાથ ધરવામાં આવી ? 
1. વિમૂડીકરણ દ્વારા
2. જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી ખાનગીક્ષેત્રનો વ્યાપ વધારીને
3. જાહેર-ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફ્ક્ત 1 અને ૩
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
2. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. પ્રથમ પંચવર્ષીય યોજના હેરોડ-ડોમર મોડેલ ઉપર આધારિત હતી.
2. બીજી પંચવર્ષીય યોજના માણે અને રૂદ્ર મોડલ તરીકે ઓળખાય છે.
3. પાંચમી પંચવર્ષીય યોજના ડી. ડી. ધાર દ્વારા તૈયાર કરાઈ હતી.
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફ્ક્ત 1 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
3. નીતિ આયોગની રચના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તેના ઉપાધ્યક્ષની નિમણૂક સંચાલન સમિતિ કરશે.
2. વડા પ્રધાન મહત્તમ ચાર કેન્દ્રીય પ્રધાનોની નિમણૂક કરશે.
3. વડા પ્રધાન વિશેષ નિમંત્રિતો તરીકે જે તે વિષયના નિષ્ણાતોની નિમણૂક કરશે.
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
4. ભારત સરકારે પ્રથમ રાષ્ટ્રીય કૃષિ નીતિ …….. માં જાહેર કરી.
(A) 1967
(B) 1977
(C) 2000
(D) 2020
5. નીચેના પૈકી કઈ બાબતોનો સેવાક્ષેત્રમાં સમાવેશ થાય છે ?
1. હોટલ અને પ્રવાસન
2.શિક્ષણ
3. મોબાઈલ ફોન રીપેરિંગ
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
6. આયોજન પંચના સ્થાને ભારત સરકારના ……… એક ઠરાવસ્વરૂપે જાહેરનામું બહાર પાડી NITI આયોગની રચના કરી. 
(A) પ્રધાનમંડળના સચિવાલયે
(B) વાણિજ્ય મંત્રાલયે
(C) નાણાં મંત્રાલયે
(D) વડા પ્રધાન કાર્યાલયે
7. મૂલ્યવર્ધિત કર (VAT) સૌપ્રથમ …….. માં દાખલ કરવામાં આવ્યો.
(A) ભારત
(B) બ્રિટન
(C) યુ.એસ.એ.
(D) ફ્રાન્સ
8. સંરક્ષણ, વ્યાજની ચુકવણી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને જાહેર વહીવટને લગતાં ખર્ચને …….. ખર્ચ તરીકે ગણવામાં આવે  છે.
(A) ઉત્પાદક
(B) બિન-ઉત્પાદક
(C) વિકાસને લગતાં
(D) પ્રગતિશીલ
9. નીચેના પૈકી કર્યું / કાં વિધાન વિધાનો સાચું / સાચી છે ?
(A) કેન્દ્ર સરકારે પરિવાર પેન્શન માટેની ટોચ મર્યાદામાં પ્રતિમાસ ₹ 45,000થી ₹ 1,25,000નો વધારો મંજૂર કર્યો છે.
(B) જો પતિ અને પત્ની બંને સરકારી કર્મચારીઓ હોય અને સનદી સેવા નિયમો હેઠળ હોય ત્યારે, તેઓના મૃત્યુ વખતે હયાત બાળક બે પરિવાર પેન્શનો માટે લાયક રહેશે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
10. ભારતીય નાણાકીય વ્યવસ્થામાં (Indian Flnanclal System) અનુદાન બાબતે નીચેનાં પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 
(A) પૂરક અનુદાન : જ્યારે જે તે વર્ષ માટે સંસદ દ્વારા કોઈ એક સેવા માટે ફાળવવામાં આવેલ રકમ એ અપૂરતી હોય ત્યારે આ અનુદાન મંજૂર કરવામાં આવે છે.
(B) વધારાનું અનુદાન : ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જ્યારે કોઈ નવી સેવા માટે વધારાના ખર્ચ બાબતે જરૂરિયાત ઊભી થઈ હોય ત્યારે મંજૂર કરવામાં આવે છે,
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
11. કેન્દ્રીય વહીવટી તપાસ પંચ (Central AdmInIstrathve Trlbunal)બાબતે નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. હાલમાં સમગ્ર ભારતમાં તેની 17 કાયમી ખંડપીઠો છે.
2. CATનું અધિકાર ક્ષેત્ર અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય સેવા સુધી વિસ્તૃત છે.
3. ખાસ પરવાનગી સાથે ઉચ્ચતમ ન્યાયાલયના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સંસદના સચિવાલયના કર્મચારીઓ આ અધિકાર ક્ષેત્રફળ હેઠળ સમાવિષ્ટ થાય છે.
4. ઉચ્ચતમ ન્યાયાલયના વર્તમાન ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સત્તાધિકારી પસંદગી સમિતિની ભલામણોના આધારે cATના સભ્યો નક્કી કરવામાં આવે છે.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1, 2 અને 4  
(D) માત્ર 2 અને 3
12. નીચેના પૈકી શાની સુધારણા માટે ઈ.સ. 1902માં ફ્રેસર કમિશનની રચના થયેલ હતી ?
(A) કરવેરાના માળખામાં ફેરફાર
(B) શિક્ષણ
(C) પોલીસ
(D) કન્યાઓ માટેના લગ્નની ઉંમરમાં ફેરફાર માટે
13. લી કમિશનની ભલામણ કોને સંબંધિત હતી ?
(A) જમીનની સુધારણા
(B) પ્રાંતોને વધુ સત્તાઓ આપવી
(C) વિધવાવિવાહ પર પ્રતિબંધ મૂકવો
(D) લોકસેવા આયોગની સ્થાપના કરવા
14. ભારત સરકાર અધિનિયમ, 1935 અંતર્ગત 1937માં થયેલ પ્રાંતીય ચૂંટણીમાં નીચેના પૈકી શામાં કોંગ્રેસને બહુમતી મળેલ હતી ?
(A) યુનાઈટેડ પ્રોવિન્સીઝ (યુ.પી.)
(B) બિહાર
(C) મદ્રાસ
(D) ઉપરના ત્રણેય
15. દસમી પંચવર્ષીય યોજના (2002-2007)નો મુખ્ય ઉદ્દેશ્ય નીચેના પૈકી શું હતો? 
(A) તીવ્ર અને વધુ સમાવેશી વિકાસ
(B) તીવ્ર સમાવેશી અને સંતોષી વિકાસ
(C) કૃષિ વિકાસપ્રેરિત સમૃદ્ધિ
(D) સામાજિક ન્યાય અને સમાનતા સાથે આર્થિક વિકાસ
16. શહેરી ક્ષેત્રમાં ‘ગરીબીરેખા’ માપવા માટે નીચેનામાંથી સરેરાશ કેટલી ઓછામાં ઓછી કેલરી પ્રતિદિન પ્રતિવ્યક્તિ માટે નિર્ધારિત કરવામાં આવી છે?
(A) 2100
(B) 2200
(C) 2400
(D) 2700
17. બીજા વહીવટી સુધારણા કમિશનનો ચોથો અહેવાલ નીચેના પૈકી કઈ બાબતને લગતો છે?
(A) કર્મચારી વહીવટનું નવીનીકરણ
(B) ઈ-ગવર્નન્સને ઉત્તેજન
(C) ત્રાસવાદ સામે લડત
(D) શાસનમાં નીતિમૂલ્યો
18. નીચેના પૈકી કઈ જોગવાઈ સંસદની ખાસ બહુમતી અને રાજ્યોની સંમતિથી સુધારી શકાય ? 
(A) સંસદમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ
(B) નાગરિકતાની પ્રાપ્તિ અને અંત
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ પણ નહીં
19. કેન્દ્ર-રાજ્ય સંબંધ બાબતની રાજમાર સમિતિની નીચેની પૈકી કઈ ભલામણ જે તે વખતની કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી ?
(A) કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદીમાંથી કેટલીક જોગવાઈઓ રાજ્ય યાદીમાં તબદીલ
(B) અનુચ્છેદ 356, 357 અને 365 નો લોપ
(C) આયોજન પંચના સ્થાને વૈધાનિક સંસ્થા
(D) ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં
20. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) તેનો ઉદ્દેશ્ય સમાજના નબળા વર્ગોને મફ્ત અને સક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવાનો છે.
(B) તે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળોને કાયદાકીય કાર્યક્રમો અને યોજનાઓનું સમગ્ર દેશમાં અમલીકરણ કરવા માટેની માર્ગદર્શિકાઓ પૂરી પાડે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ પણ નહીં
21. પછાત વર્ગોમાં ક્રીમી લેયર નિશ્ચિત કરવા માટે નીચેના પૈકી કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ?
(A) જસ્ટિસ આર. એન. મિશ્રા સમિતિ
(B) જસ્ટિસ આર. એન. માધોલકર સમિતિ
(C) જસ્ટિસ રામનંદન સમિતિ
(D) જસ્ટિસ રાજેન્દ્ર સંચાર સમિતિ
22. નીચેના પૈકી કયા રાજ્યએ “વન ડે ગવર્નન્સ મોડલ”ની સૌ પ્રથમ વખત શરૂઆત કરી હતી ? 
(A) ગુજરાત 
(B) કેરળ
(C) કર્ણાટક
(D) હરિયાણા
23. નીચેના પૈકી કોણ કારોબારી સત્તા ધરાવતું નથી ?
(A) ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયા
(B) ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા
(C) કોમ્પીટિશન કમિશન ઓફ ઈન્ડિયા
(D) ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં
24. ક્યા વર્ષના અધિનિયમથી કેન્દ્રીય સતર્કતા આયોગને વૈધાનિક દરજ્જો મળેલ છે ?
(A) ઈ.સ. 1998
(B) ઈ.સ. 2000
(C) ઈ.સ. 2003
(D) ઈ.સ. 2001
25. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, 2013 મુજબ રચવામાં આવેલ ખાસ ન્યાયાલયે કેસ દાખલ થયાથી કેટલા સમયમાં સામાન્ય રીતે તેનો નિકાલ કરવાનો હોય છે ?
(A) છ મહિનામાં
(B) એક વર્ષમાં 
(C) બે વર્ષમાં
(D) કોઈ મુદ્દત નિયત કરાયેલ નથી
26. નવા માહિતી અધિકાર બિલ, 2019 અન્વયે કેન્દ્રીય સ્તરે માહિતી આયુક્ત (Chief Information Commissioner) (CIC) અને માહિતી આયુક્તો (Information Commissioners( (ICs) ની મુદ્દત ….. છે.
(A) પાંચ વર્ષ અને ચાર વર્ષ
(B) પાંચ વર્ષ અને પાંચ વર્ષ
(C) ત્રણ વર્ષ
(D) ઉપરના પૈકી એક પણ નહિ
27. 2019 ના Arms Amendment Bill (શસ્ત્રો સુધારા બિલ) બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે ?
1. આ બિલ શસ્ત્રોના લાયસન્સની અવધિ 3 વર્ષથી વધારી વર્ષની કરશે.
2. આ અધિનિયમે 1947 ના શસ્ત્ર અધિનિયમમાં સુધારો કર્યો.
3. બે બંદૂકોની મંજૂરી મર્યાદા ઉપરાંત, વ્યકતિ પોતે વારસાગત બંદૂકોને નિષ્ક્રિય સ્થિતિમાં રાખી શકશે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 1 અને 2
28. Woman Transforming Award 2019 ની થીમ (Theme) શું છે?
(A) Woman and Entrepreneurship
(B) Woman and Education
(C) Woman and Social Awareness
(D) Woman and Social Equality
29. ધી પબ્લિક અફેર ઇન્ડેક્સ 2020 (The Public Affars Index 2020) મુજબ સૌથી ઉત્તમ ‘શાસિત (Governed) રાજ્ય કયું છે?
(A) ગુજરાત
(B) કેરલ
(C) તામિલનાડુ
(D) આંધ્ર પ્રદેશ
30. નીચેના પૈકી કયું માહિતી અધિકાર અધિનિયમ, 2005નું નોડલ વિભાગ છે ?
(A) ગૃહ બાબતોનું મંત્રાલય
(B) તાલીમ અને કર્મચારીગણ વિભાગ
(C) પ્રધાનમંત્રી કાર્યાલય
(D) કાયદો અને ન્યાય વિભાગ
31. …… અનુસાર પ્રાંતીય સરકારને કેટલાંક કાર્યોં તબદીલ કરવામાં આવનાર હતાં જ્યારે બાકીના વિષયો અમલદારી નિયંત્રણ માટે આરક્ષિત રાખવામાં આવનાર હતા.
(A) દ્વિમુખી રાજ્ય પદ્ધતિ
(B) અલગ મતદારમંડળો
(C) કોમી ચુકાદો (કમ્યુનલ એવોર્ડ)
(D) દ્વિગૃહી વિધાનમંડળ
32. નાગરિકોને માહિતી માટેનો અધિકાર આપનાર વિશ્વનો નીચેના પૈકી પ્રથમ દેશ કયો હતો ?
(A) સ્વીડન 
(B) નોર્વે
(C) ઇંગ્લેન્ડ
(D) ફ્રાન્સ
33. ભારતમાં નીતિ નિર્માણમાં નીચેના પૈકી કઈ સંસ્થા સામેલ નથી?
(A) કેબિનેટ સચિવાલય (સેક્રેટરિયાટ)
(B) વડા પ્રધાન કાર્યાલય
(C) કેન્દ્રીય સામાજિક કલ્યાણ બોર્ડ
(D) NITI આયોગ
34. રાષ્ટ્રીય માનવ હક્ક આયોગ (National Human Rights Commission) અને લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય આયોગ (National Commission for Minorities) વચ્ચેની ભિન્નતા બાબતે નીચેના પૈકી ક્યું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
(A) રાષ્ટ્રીય માનવ હક્ક આયોગના અધ્યક્ષ કોઈ પણ સમુદાયના ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ હોવા જરૂરી છે.
(B) લઘુમતીઓ માટેની રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની પસંદગી લઘુમતી સમુદાયમાંથી હોવી જોઈએ અને તેઓનું ફક્ત ન્યાયતંત્રમાંથી હોવું જરૂરી નથી.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
35. નવા ગ્રાહક સુરક્ષા ખરડા – 2018 નીચેના પૈકી કઈ વેપાર-ધંધા પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે? 
(1) અનફેર ટ્રેડ પ્રેક્ટિસ
(2) ગેરમાર્ગે દોરતી જાહેરાતો
(3) ઈ-કોમર્સ
(A) ફ્ક્ત 1 અને 3
(B) ફક્ત 2
(C) ફક્ત 1 અને 2
(D) 1, 2 અને 3
36. રાષ્ટ્રીય જળસંપત્તિ કાઉન્સિલ (National Water Resources Council) ના અધ્યક્ષ કોણ છે?
(A) જળસંપત્તિ મંત્રી
(B) રાષ્ટ્રપતિ
(C) વડા પ્રધાન
(D) ગૃહમંત્રી
37. “Human rights are women’s rights and women’s rights are human rights once and for all.” – આ વિધાન કોનું છે?
(A) મલાલા યુસુફઝાઇ
(B) હિલરી ક્લીન્ટન
(C) પ્રતિભા પાટિલ
(D) એન્જેલા ડેવિસ
38. નાગરિકોને માહિતી માટેનો અધિકાર આપનાર વિશ્વનો નીચેના પૈકી પ્રથમ દેશ કયો હતો?
(A) સ્વીડન 
(B) નોર્વે
(C) ઇંગ્લેન્ડ
(D) ફ્રાન્સ
39. ભારતમાં નીતિ નિર્માણમાં નીચેના પૈકી કઈ સંસ્થા સામેલ નથી?
(A) કેબિનેટ સચિવાલય (સેક્રેટરિયાટ)
(B) વડા પ્રધાન કાર્યાલય
(C) કેન્દ્રીય સામાજિક કલ્યાણ બોર્ડ
(D) NITI આયોગ
40. નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
(A) ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) એ માહિતીનો અધિકાર અધિનિયમ હેઠળ “માહિતી” છે અને તે નાગરિક દ્વારા ચૂંટણીપંચમાંથી રૂા. 10 ભરવાથી માંગી શકાય છે,
(B) એનો મતલબ એ થાય છે કે જ્યારે માહિતી માંગવાનો અધિકારની (RTI) અરજી કરવામાં આવે ત્યારે ચૂંટણીપંચે તેને પૂરી પાડવાની રહે અથવા માહિતીનો અધિકાર અધિનિયમ હેઠળના અપવાદ માટેના પ્રાવધાન હેઠળ નકારવાની રહે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
41. “જાહેર હિતમાં સત્યને સમર્પિત” એ (“Dedicated to Truth In Publlc Interest”)……. ની ટેગલાઇન છે.
(A) CAG
(B) UPSC
(C) ભારત નિર્વાચન આયોગ
(D) કેન્દ્રીય સતર્કતા આયોગ
42. રાજ્ય આયોગના કિસ્સામાં આયોગના સભ્યોની તથા સ્ટાફ્ની સેવાની શરતો સંબંધી વિનિયમો કરવાની સત્તા કોની છે ?
(A) રાષ્ટ્રપતિ
(B) રાજ્યપાલ
(C) મુખ્યમંત્રી
(D) મુખ્ય સચિવ
43. ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ-2013 મુજબ, મુખ્ય લોકાયુક્ત ઉપરાંત મહત્તમ કેટલા ઉપ-લોકાયુક્તની નિમણૂક કરી શકાય ? 
(A) 3
(B) 4
(C) 5
(D) 6
44. સેન્ટ્રલ વિજિલન્સ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવેલ હતો ?
(A) 2001
(B) 2002
(C) 2003
(D) 2004
45. નીચેની પૈકી કઈ સમિતિની અધ્યક્ષતા વડા પ્રધાન કરતા નથી? 
(A) રાજકીય બાબતોની સમિતિ
(B) નિમણૂકોની સમિતિ
(C) સંસદીય બાબતો અંગેની સમિતિ
(D) આર્થિક બાબતોની સમિતિ
46. નીચેના પૈકી કયું વિધાન ભારતીય નાગરિકતા ગુમાવવા માટેનો માપદંડ નથી ?
(A) કોઈ અન્ય દેશની નાગરિકતા પ્રાપ્ત કરી હોય.
(B) છેતરપિંડીથી ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી હોય.
(C) ભારતમાં કામ કરવાના કોઈ હેતુ વગર ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી હોય.
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
47. “કુદરતી ન્યાય” વિચારધારાનું ઉદ્ગમસ્થાન કયું છે.
(A) થોમસ હોબ્સ, હુગો અને જ્હોન લોક
(B) મેગ્ના કાર્ટા
(C) ગ્રીક, ખ્રિસ્તી અને મધ્યકાલીન કેથોલિક શાસ્ર
(D) કન્ફ્યુશિયસ
48. કેન્દ્રીય સતર્કતા આયોગ …….. સંસ્થા છે.
(A) બંધારણીય
(B) વૈધાનિક
(C) અર્ધન્યાયિક
(D) નિયમનકારી
49. લોકાયુક્ત બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે?
(1) લોકાયુક્તની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે.
(2) લોકયુક્ત ત્રણ સભ્યોનું બનેલું હોય છે.
(A) ફક્ત (1)
(B) ફક્ત (2)
(C) (1) અને (2) બંને
(D) (1) અને (2) પૈકી કોઈ નહીં
50. ભારતમાં લોકાયુક્ત તેમ જ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ?
(A) લક્ષ્મીમિલ સિંધવી
(B) જયપ્રકાશ નારાયણ
(C) અન્ના હજારે
(D) અરવિંદ કેજરીવાલ
51. ઝોનલ કાઉન્સિલ ……. છે.
(A) બંધારણીય સંસ્થા
(B) કારોબારી સંસ્થા
(C) પરામર્શક સંસ્થા
(D) સલાહકાર સંસ્થા
52. નીચેના પૈકી કયા સુશાસનનાં સાધન છે ?
(1) સામાજિક ઓડિટ
(2) શક્તિઓનું પૃથક્કરણ
(3) નાગરિક સનદ
(4) માહિતી અધિકાર
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) 1, 3 અને 4
(B) 2, 3 અને 4
(C) 1 અને 4
(D) 1, 2, 3 અને 4
53. જાહેર સાહસો અંગેની સમિતિની રચના …… ની ભલામણથી કરવામાં આવી છે.
(A) વહીવટી સુધારણા સમિતિ
(B) રાજમનાર સમિતિ
(C) કૃષ્ણ મેનન સમિતિ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
54. એગમાર્કનો કાયદો વર્ષ ……. માં અમલમાં આવ્યો હતો.
(A) 1937
(B) 1947
(C) 1956
(D) 1962
55. ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ, 2013 હેઠળ લોકાયુક્ત તરીકે નિમાયેલી વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષની મુદત સુધી અથવા ………. વર્ષની ઉંમર થાય અને બેમાંથી જે વહેલું થાય, ત્યાં સુધી હોદ્દો ધારણ કરી શકે છે.
(A) 60
(B) 62
(C) 65
(D) 72
56. કેન્દ્રીય માહિતી પંચ કોની પૂર્વમંજૂરીથી દિલ્હી ઉપરાંત ભારતમાં બીજાં સ્થળોએ કચેરીઓ સ્થાપી શકે છે ?
(A) રાષ્ટ્રપતિની
(B) વડા પ્રધાનની
(C) કેન્દ્ર સરકારની
(D) મુખ્ય માહિતી કમિશનરની
57. નીચેના પૈકી કયો વિભાગ કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયમાં સમાવિષ્ટ નથી ? 
(A) ભૂમિ સંશોધન વિભાગ
(B) કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ
(C) કૃષિ સહકારિતા અને કિસાન કલ્યાણ વિભાગ
(D) પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન વિભાગ
58. કેન્દ્રીય માહિતી પંચમાં મુખ્ય માહિતી આયુક્ત (Chief Information Commissioner) તરીકે હાલમાં કોણ છે ? 
(A) યશોવર્ધન આઝાદ
(B) રાધા ક્રિષ્ના માથુર
(C) સુધીર ભાર્ગવ
(D) બિમલ ઝુલ્કા
59. ધી લોકપાલ અને લોકાયુક્ત એફ્ટ, 2013 ક્રઈ તારીખથી અમલમાં આવેલ છે ?
(A) તા. 17-12-2013
(B) તા. 18-12-2013
(C) તા. 01-01-2014
(D) તા. 16-01-2014
60. “જાહેર વિતરણ પ્રણાલી” (PDS) વ્યવસ્થા ……. છે.
(A) કેન્દ્ર સરકારની જવાબદારી હેઠળ સંચાલિત
(B) રાજ્ય સરકારની જવાબદારી હેઠળ સંચાલિત
(C) કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની સંયુક્ત જવાબદારી હેઠળ સંચાલિત
(D) પ્રધાનમંત્રી કાર્યાલયથી સંચાલિત
61. રાજ્યના મુખ્યમંત્રી નીચેની પૈકી કઈ કાર્યવાહી અખિલ ભારતીય સેવાઓના (ઓલ ઇન્ડિયા સર્વિસીસ) સભ્યો સામે કરી શકે છે ?
(A) સરકારી કર્મચારીનું નિષ્કાસન (Removal)
(B) સરકારી કર્મચારીની બરતરફી (pismissal)
(C) સરકારી કર્મચારીની પાયરીમાં ઉતાર (Reduction in Rank)
(D) સરકારી કર્મચારીનું નિલંબન (Suspension)
62. જાહેરહિતની અરજી (Public Interest Litigation)ની મૂળ શરૂઆત કયા દેશમાં થયેલ હતી ?
(A) ફ્રાન્સ
(B) ઓસ્ટ્રેલિયા
(C) અમેરિકા (USA) 
(D) કેનેડા
63. સર્વે ઓફ ઇન્ડિયા (Survey of India) એ કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે ?
(A) સંરક્ષણ
(B) પર્યાવરણ અને જંગલો
(C) ગૃહમંત્રાલય
(D) વિજ્ઞાન અને ટેક્નોલોજી
64. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં ચેરમેનશ્રી ઉપરાંત મહત્તમ કેટલાં સભ્યો હોઇ શકે ?
(A) 5
(B) 4
(C) 3
(D) 2
65. કાયદાનું શાસન (Rule of Law) કઈ પદ્ધતિમાં જોવા મળે છે ?
(A) સરમુખત્થારશાહી (Dictatorship)
(B) લોકશાહી (Democracy)
(C) અમીરશાહી (Aristocracy)
(D) અલ્પજનતંત્ર (Oligarchy)
66. ધી પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ 1993ની જોગવાઈઓ મુજબ
(1) નેશનલ હ્યુમન રાઇટ કમિશન અને સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનની રચના કરવી.
(2) દરેક જિલ્લામાં હ્યુમન રાઇટ કોર્ટની શક્ય હોય તો સ્થાપના કરવી.
ઉપરોક્ત પૈકી કયું વાક્ય | વાક્યો સાચાં છે?
(A) માત્ર 1
(B) માત્ર 2
(C) 1 અને 2 બંને વાક્યો સાચાં છે.
(D) 1 અને 2 બંને વાક્યો સાચાં નથી.
67. નીચેના વિભાગો પૈકી ભારત સરકારના કયા વિભાગો કોઈ પણ મંત્રાલય હેઠળ આવતા નથી ?
(1) નિવેશ અને લોક પરિસંપત્તિ પ્રબંધન વિભાગ
(2) અંતરિક્ષ વિભાગ
(3) ઔષધ વિભાગ
(4) પરમાણુ ઊર્જા વિભાગ
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) 1 અને 2
(B) 2 અને 4
(C) 3 અને 4
(D) 1 અને 3
68. વિકાસ નિગમ, રાજ્યના અવિકસિત પ્રદેશોમાં વિકાસ સાધવા માટે સ્થાપવામાં આવે છે. નીચેના પૈકી કોણ આ વિકાસ નિગમની અધ્યક્ષતા માટે અધિકૃત છે ?
(A) મુખ્ય મંત્રી
(B) ગ્રામીણ વિકાસ મંત્રી
(C) નાણાં મંત્રી
(D) રાજ્યપાલ
69. માહિતીના અધિકાર હેઠળ કમિશનને આપવામાં આવેલ અધિકારો અને તેનાં કાર્યો અંગેની વિગતો કઈ કલમમાં જણાવેલ છે ? 
(A) 17
(B) 18 
(C) 19
(D) 16
70. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અંગે નીચેનાં વાક્યો વાંચો-
(1) કમિશન એ કાયદા દ્વારા સ્થાપવામાં આવેલ સંસ્થા છે.
(2) કમિશનમાં મહત્તમ 2 (બે) સભ્યોની નિમણૂક કરી શકાય છે.
ઉપરોક્ત વાક્યો પૈકી કયું વાક્ય/વાક્યો સાચાં છે?
(A) માત્ર 1
(B) માત્ર 2
(C) 1 અને 2 બંને સાચાં છે.
(D) 1 અને 2 બંને સાચાં નથી.
71. કઈ સંસદીય સમિતિમાં વડા પ્રધાન અને કાયદામંત્રી સામેલ હોય છે?
(A) વિશેષાધિકાર સમિતિ
(B) પ્રવર સમિતિ
(C) સંસદની નિયમ સમિતિ
(D) અંદાજ સમિતિ
72. કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી?
(A) સામાજિક વીમો
(B) સામાજિક સેવાઓ
(C) ગરીબી નિવારણના કાર્યક્રમો
(D) સામાજિક વહીવટ
73. સમાન નાગરિક સંહિતા દરખાસ્ત દરેક નાગરિકના વૈયક્તિક નિયમનનો સર્વસામાન્ય સમુચ્ચયની નિયંત્રક પ્રતિકૃતિ છે. નીચેના પૈકી કયું સમાન નાગરિક સંહિતાને અનુરૂપ નથી ?
(A) લગ્ન
(B) વારસાઈ
(C) બદનક્ષી
(D) ભરણપોષણ
74. વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ?
(1) વિદેશી રાજ્યો સાથેના મૈત્રીસંબંધ
(2) જાહેર વ્યવસ્થા
(3) બદનક્ષી
(4) અનુસૂચિત આદિજાતિનાં હિતોનું રક્ષણ
(A) 1, 2 અને 4
(B) 2 અને 3
(C) 1, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
75. “કમિટ ફાર્યક્રમ” (COMMIT Programme) કોના માટે શરૂ કરવામાં આવેલ છે ?
(A) કેન્દ્ર સરકારના અધિફારીઓને તાલીમ આપવા માટે
(B) સંરક્ષણ દળોના અધિકારીઓને તાલીમ આપવા માટે
(C) લઘુતમ વેતન મેળવતા કામદારો માટે
(D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં
76. ભારત સરકારની કુલ કેટલી સંસ્થાઓ કે જે સંપૂર્ણ રીતે માહિતી અધિકાર અધિનિયમના દાયરામાં નથી આવતી ?
(A) 18
(B) 22
(C) 36
(D) 40
77. માહિતી અધિકાર અધિનિયમ મુજબ રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજીની ફીની ચુકવણી કઇ રીતે કરવામાં આવે છે ?
(A) રોકડ
(B) ડિમાન્ડ ડ્રાફ્ટ
(C) પોસ્ટલ ઓર્ડર
(D) દર્શાવેલ તમામ
78. પબ્લિક ઇન્ફોર્મેશન ઓફ્સિર (PIO) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કઈ રીતે સ્વીકારે છે ?
(A) અરજીપત્ર દ્વારા
(B) E-mail application દ્વારા
(C) રૂબર
(D) ઉપર્યુક્ત તમામ
79. માહિતીનો અધિકાર અધિનિયમ, 2005 હેઠળ કરેલા કોઈ હુકમના સંબંધમાં દાવા, અરજી અથવા બીજી કાર્યવાહી કયા ન્યાયાલયમાં દાખલ કરી શકાશે ?   
(A) તાલુકા કક્ષાની દીવાની અદાલત
(B) જિલ્લા કક્ષાની દીવાની અદાલત
(C) (A) અને (B) બંને
(D) ઉપરના પૈકી કોઈ નહીં
80. રાજ્ય માહિતી પંચે દરેક વર્ષ પૂરું થયા પછી માહિતી અધિકાર અધિનિયમ, 2005ની કલમ 25(1) ની જોગવાઈઓ હેઠળ અમલીકરણ ઉપરનો અહેવાલ તૈયાર કરી તેની એક નકલ નીચેના પૈકી કોને મોકલવાની થાય છે ?
(A) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
(B) રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ
(C) રાજ્ય સરકાર
(D) વડા પ્રધાન
81. નીચેના પૈકી કઈ સંખ્યા “ગૃહ મંત્રાલય” હેઠળ કામગીરી કરે છે ?
(1) નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)
(2) બોર્ડર સિક્યોરીટી ફોર્સ (BSF)
(3) ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)
(A) 1 અને 2
(B) 2 અને 3
(C) 1, 2 અને 3
(D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં
82. માનવ અધિકારોના ઉલ્લંઘનના આક્ષેપોના સંબંધમાં માંગેલ હોય તેવી માહિતીના કિસ્સામાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
(A) કેન્દ્રીયમાહિતી આયોગની મંજૂરી પછી જ આપવાની થાય છે.
(B) માનવ અધિકાર પંચની મંજૂરી પછી જ આપવાની થાય છે.
(C) રાજ્ય માહિતી આયોગની મંજૂરી પછી જ આપવાની થાય છે.
(D) માંગેલ માહિતી 45 દિવસમાં કેન્દ્રીય માહિતી આયોગ/રાજ્ય માહિતી આયોગની મંજૂરી મેળવી પૂરી પાડવી જોઈશે.
83. માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત કરેલા કોઈ હુકમ સંબંધમાં કોઈ પણ દાવા, અરજી અથવા બીજી કાર્યવાહી બાબતમાં કયું વિધાન સાચું છે ?
(1) ડિસ્ટ્રિક્ટ કોર્ટને સત્તા છે.
(2) વડી અદાલતને સત્તા છે.
(3) સુપ્રીમ કોર્ટને સત્તા છે.
(4) વડી અદાલતને સત્તા નથી.
(A) (1) (2)
(B) (2) (3)
(C) (1) (3)
(D) (1) (4)
84. માહિતી અધિકાર અધિનિયમ-2005 મુજબ કચેરીને અરજી મળ્યાની તારીખથી માહિતી આપવાની બાબતમાં કયું વિધાન સાચું નથી?
(A) આ માહિતી અરજી મળવાની તારીખથી 30 દિવસમાં આપવી જોઈએ.
(B) આ 30 દિવસની ગણતરીમાં રજાના દિવસોનો સમાવેશ થતો નથી.
(C) આ 30 દિવસની ગણતરીમાં રજાના દિવસોનો સમાવેશ થાય છે.
(D) વ્યક્તિની જિંદગી અથવા સ્વતંત્રતા સાથે સંબંધિત હોય ત્યારે માહિતી 48 કલાકમાં આપવાની રહેશે.
85. જો ઈ-મેલથી માહિતી માંગવા માટેની અરજી મળેલ હોય તો, તેની બાબતમાં નીચે પૈકી કયું વિધાન સાચું નથી?
(A) અરજી ફી સાત કેલેન્ડર દિવસમાં ભરવાની હોય છે.
(B) BPLનો પુરાવો સાત કેલેન્ડર દિવસમાં આપવાનો હોય છે.
(C) ઉપર (A) અથવા (B) ની જોગવાઈનું પાલન થયેલ ન હોય તો અરજદારને પત્ર લખીને જરૂરી ફી અથવા BPLનો પુરાવો મંગાવવાનો રહેશે.
(D) ઉપર (A) અથવા (B) ની જોગવાઈનું પાલન ન થયેલ હોય તો અરજી દફ્તરે કરવામાં આવે છે.
86. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) નીચેના પૈકી કયા મંત્રાલયે હેઠળ કાર્ય કરે છે ?
(A) ગૃહમંત્રી
(B) PMO
(C) કેબિનેટ મંત્રાલય
(D) પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ
87. કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ?
(A) વડા પ્રધાન
(B) ગૃહમંત્રી
(C) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
(D) લોકસભાના વિરોધ પક્ષના નેતા
88. નીચેના પૈકી કયું વિધાન શિક્ષણનો અધિકાર, 2009 બાબતે સાચું નથી ?
(A) શારીરિક સજા અને માનસિક કનડગત પર પ્રતિબંધ
(B) કેપિટેશન ફી પર પ્રતિબંધ
(C) રાષ્ટ્રીય અને રાજ્ય સલાહકાર પરિષદોની રચનાની જોગવાઈ
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
89. નીચેના પૈકી કઈ બિનસરકારી સંસ્થાએ સરકારને માહિતી અધિકાર અધિનિયમની રચના કરવા માટે સમજાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી ?
(A) લોકસત્તા
(B) પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ
(C) મઝદૂર કિસાન શક્તિ સંગઠન (MKSS)
(D) એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ
90. નીચેનામાંથી કોણ સબલ્ટર્ન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે ?
(A) માર્કસ
(B) ડો. બી. આર. આંબેડકર
(C) માલ્યસ
(D) મેક્સવેબર
91. નીચેના પૈકી કયું જાહેર નીતિનો પ્રશ્નાર નથી ?
(A) વિતરણ નીતિઓ
(B) પુનઃવિતરણ નીતિઓ
(C) મૂડીકરણ નીતિઓ
(D) અતિશય વિતરણ નીતિઓ
92. નીચેના પૈકી કોણ કેન્દ્રીય તકેદારી આયુક્તની પસંદગી સમિતિના સભ્ય નથી ?
(A) વડા પ્રધાન
(B) ગૃહમંત્રી
(C) લોકસભાના અધ્યક્ષ
(D) લોકસભાના વિરોધપક્ષના નેતા
93. મહિલાઓના કલ્યાણ માટે કાર્યરત સંસ્થાનું સંક્ષિપ્ત નામ નીચેનામાંથી કયું છે ?
(A) CII
(B) CIC
(C) SEWA
(D) SPCA
94. Prevention of Money Laundering Act, 2002ની અમલવારીની જવાબદારી નાણાં મંત્રાલયના નીચેના પૈકી કયા વિભાગની છે ?
(A) વ્યય (ખર્ચ) વિભાગ
(B) રાજસ્વ (મહેસૂલ) વિભાગ
(C) વિત્તીય (નાણાકીય) સેવાઓ વિભાગ
(D) આર્થિક બાબતોનો વિભાગ
95. સ્થાનિક અને બહુપક્ષીય માળખામાં નિઃશસ્ત્રીકરણ, બિન-પ્રચાર બાબતો, આત્મવિશ્વાસ અને સુરક્ષા નિર્માણના ઉપાયોને લગતી બાબતો વિદેશી બાબતોના મંત્રાલયના (મિનિસ્ટ્રી ઓફ ઓક્સ્ટર્નલ અફેસ-MEA) ક્યા વિભાગને લગતું નથી ?
(A) D & ISA વિભાગ
(B) E & SA વિભાગ
(C) XPD વિભાગ
(D) UNP વિભાગ
96. માનવ અધિકાર આયોગ અધિનિયમ, 1993 મુજબ નીચેના પૈકી કોણ તેના અધ્યક્ષ હોઈ શકે છે ?
(A) સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ અથવા ઉચ્ચ ન્યાયાલયના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ
(B) માત્ર નિવૃત્ત સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
(C) સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ
(D) 20 વર્ષના વ્યવસાયિક અનુભવવાળા કોઈ પણ વકીલ
97. જાહેર સાહસો અંગેની સમિતિની રચના ……. ની ભલામણથી કરવામાં આવી છે.
(A) વહીવટી સુધારણા સમિતિ
(B) રાજમનાર સમિતિ
(C) કૃષ્ણમેનન સમિતિ  
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ
98. નીચેના પૈકી કયાં મૂળ તત્ત્વોને નાગરિક ઘોષણાપત્રમાં સામેલ કરવામાં આવે છે ?
(1) સંસ્થા દ્વારા લેવડદેવડ કરેલ વ્યવસાયની વિગતો
(2) સેવાઓ આપી હોય તે ગ્રાહકની વર્ગની વિગતો
(3) દરેક ગ્રાહકના જૂથને પૂરી પાડવામાં આવેલી
(4) ગ્રાહકો પાસે અપેક્ષા
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) કેવળ 1
(B) 1, 2 અને 3
(C) 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
99. ભારતમાં વેપારી પેઢીનું વિલીનીકરણ અને સંપાદન કોના દ્વારા કરવામાં આવે છે ?
(A) રાષ્ટ્રીય ઉત્પાદન સ્પર્ધાત્મકતા પરિષદ
(B) ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ
(C) ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ
(D) ઔધોગિક નીતિ અને સંવર્ધન વિભાગ
100. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં ચેરમેનશ્રી ઉપરાંત મહત્તમ હોઈ શકે ?
(A) 5
(B) 4
(C) 3
(D) 2
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Ajit kumar

Sub Editor-in-Chief at Jaankari Rakho Web Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *