GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 4

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 4

1. ભારતમાં પંદરમી સદીમાં નીચેના પૈકી કયા પરદેશી લોકો આવેલ ન હતા ?
(A) પોર્ટુગીઝ (Portuguese)
(B) ડચ (Dutch)
(C) અંગ્રેજ (Engllsh)
(D) જર્મન (German)
2. નીચેનાં વાક્યો તપાસો,
1. સને 1781માં વોરન હેસ્ટિંગ્ઝ કોલકાતામાં મદ્રેસાની રચના કરી જેથી મુસ્લિમ લો, પર્શિયન અને અરેબિક ભાષાનો અભ્યાસ થઈ શકે.
2. સને 1800માં અંગ્રેજી અધિકારીઓને ભારતીય ભાષાઓ, રિવાજો શિખવાડવા માટે ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરેલ હતી.
(A) પ્રથમ વાક્ય સાચું છે.
(B) બીજું વાક્ય સાચું છે.
(C) પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં છે.
(D) પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં નથી.
3. ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે ઇંગ્લેન્ડમાં કયો પક્ષ સત્તા ઉપર હતો?
(A) કોન્ઝર્વેટિવ રૂઢિચુસ્ત પક્ષ (Conservative Party)
(B) લેબર પાર્ટી – મજૂર પક્ષ (Labour Party)
(C) લિબરલ પાર્ટી – ઉદાર પક્ષ (Liberal Party)
(D) ઉપરોક્ત પૈકી કોઇ પણ નહીં.
4. નીચેના પૈકી કયા ભારતના મધ્યપાષાણ યુગના સ્થળનું સંપૂર્ણ ખોદકામ થયેલું છે ?
(A) બગોર
(B) તારાડીહ
(C) સરાય નહર રાય
(D) લાંઘણજ
5. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને ‘ભરતી’ વિશેનું જ્ઞાન હતું. એના નીચેના પૈકી કયા સ્થળે પુરાવા મળી આવ્યા છે ?
(A) સુરકોટડા
(B) લોથલ 
(C) કાલીબંગા
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
6. સિંધુ ખીણની સંસ્કૃતિના નીચેના પૈકી કયાં બે સ્થળો ધગ્ગર નદીના કિનારે સ્થિત હતાં ?,
(A) હડપ્પા અને રોજારી
(B) હડપ્પા અને મોહેં-જો-દડો
(C) કાલીબંગા અને બનાવલી
(D) બનાવલી અને સુરકોટડા
7. નીચેની ફ્ક્ત જોડી સાચી રીતે જોડાયેલી છે”
(1) કુંતાશી – ભારતમાં સૌથી વધુ વસ્તીવાળું હડપ્પન સ્થળ
(2) ઊંથલ – હડપ્પન વ્યાપાર કેન્દ્ર
(3) નેસડી – હડપ્પન પશુપાલન મથક
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) 1 અને 2
(B) 2 અને 3
(C) 1 અને 3
(D) 1, 2 અને 3
8. મૌર્ય રાજ્યના નીચેના પૈકી કયા ક્ષેત્રમાં એકાધિકાર હતા ?
(1) ખાણકામ અને ધાતુવિજ્ઞાન
(2) સિક્કા અને ચલણ
(૩) હથિયાર અને જહાજ નિર્માણ
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) 1 અને 3
(B) 2 અને 3
(C) 1 અને 2
(D) 1, 2 અને 3
9. નીચેનાં વિધાનો જુઓ.
(1) નાગભટ્ટ – પ્રથમ ગુર્જર પ્રતિહાર વંશના પહેલા મહાન શાસક હતા.
(2) ભોજ – પ્રથમ ગુર્જર પ્રતિહાર વંશના બીજા મહાન પરાક્રમી શાસક હતા.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) માત્ર 1 સાચુ
(B) માત્ર 2 સાચું
(C) 1 અને 2 સાચાં 
(D) 1 અને 2 ખોટાં
10. નીચેનામાંથી કોણે શહેનશાહ અકબર પાસે વ્યાપારનું ફરમાન મેળવ્યું હતું ?
(A) જહોન મિડનહોલ
(B) પીટર જેકોબ
(C) નિકોલસ ડી જેમ્સ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
11, નીચેના પૈકી કયા મરાઠા રાજ્યએ અંગ્રેજ પેટા કંપનીનું જોડાણ સૌથી છેલ્લે સ્વીકાર્યું હતું ?
(A) સિંધિયા
(B) ભોંસલે
(C) હોલકર
(D) ગ્વાલિયર
12. બ્રિટિશ અર્થતંત્ર નીતિ ……. માટે નિયત થઈ હતી.
(A) ભારતના ઔધોગિકીકરણ
(B) ભારતને પશ્ચિમી દેશોની સમક્ષ લાવવા
(C) ભારતનો આર્થિક વિકાસ
(D) ભારતને ગ્રામીણ આર્થિક નિર્ભરતામાં રૂપાંતરિત કરવા
13. નીચેના પૈકી દેઓબાંદના કયા વિદ્વાને ભારતીય રાષ્ટ્રવાદી ચળવળમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
(A) મહંમદ અલી ઝીણા
(B) અબ્દુલ કલામ આઝાદ
(C) બદરુદ્દીન તૈયબજી
(D) ચિરાગ અલી
14. અતિવાદી રાષ્ટ્રવાદીઓએ મધ્યસ્થીઓની આલોચના નીચેનામાંથી કયા કારણસર કરી હતી ?
(1) ભારતના રાજકીય લક્ષ્યાંકોને વ્યાખ્યાયિત કરવામાં નિષ્ફળતા
(2) હળવી અને બિનઅસરકારક પદ્ધતિઓનો ઉપયોગ
(3) ચળવળને વિશાળ, વ્યાપક ચળવળ બનાવવામાં નિષ્ફળતા
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) 1 અને 3
(B) 2 અને 3
(C) 1 અને 2
(D) 1, 2 અને 3
15. બાળલગ્નને નાબૂદ કરવાનો અધિનિયમ 1891માં ……….ના કિસ્સામાં પસાર કરવામાં આવ્યો હતો.
(A) ઈશ્વરચંદ્ર વિધાસાગર અને ભારતેન્દુ હરીશચંદ્ર
(B) મહાદેવ ગોવિંદ રાનાડે અને જ્યોતિબા ફુલે
(C) કેશવચંદ્ર સેન અને બહેરામજી મલબરી
(D) કેશવચંદ્ર સેન અને મહાદેવ ગોવિંદ રાનાડે
16. નીચેની પૈકી કઈ સંસ્થા/સંસ્થાઓએ ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો ?
(1) હિંદુ મહાસભા
(2) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
(3) મુસ્લિમ લીગ
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) માત્ર 1
(B) 2 અને ૩
(C) 1, 2 અને ૩
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
17. શહીદ ભગતસિંહ નીચેની કઈ સંસ્થા(ઓ)ના હિસ્સારૂપ હતા ?
(A) નૌજવાન ભારત સભા
(B) હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિયેશન
(C) કીર્તિ કિસાન પાર્ટી
(D) ઉપરની તમામ સંસ્થાઓ
18. 29 સપ્ટેમ્બર, 1942ના દિવસે બ્રિટિશ-ભારતીય પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની સામે એની ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યાં સુધી તેણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભારતીય ક્રાંતિકારી તરીકે સક્રિય કામગીરી કરી હતી. તેમને સ્નેહપૂર્વક ‘ગાંધી બૂરી’ તરીકે ઓળખવામાં આવતા.
(A) અરુણા અસફ અલી
(B) માતંગિની હાઝરા
(C) મલ્લૂ સ્વરાજ્યન્
(D) દુર્ગાવાઈ દેશમુખ
19. ‘ચરક’ કોના દરબારનો ચિકિત્સક હતો?
(A) હર્ષવર્ધન
(B) કનિષ્ક
(C) અશોક
(D) ચંદ્રગુપ્ત મૌર્ય
20. કાકોરી લૂંટ કેસમાં ………… ભારતીય ક્રાંતિકારીને કેદ કરી શકાયો નહોતો.
(A) ચંદ્રશેખર આઝાદ
(B) રોશનસિંહ
(C) રાજેન્દ્ર લાહિરી
(D) અશ્ફાકુલ્લાહ ખાન
21. ગદ્દર નેતા …… – એ મેક્સિકોના ક્રાંતિકારીઓનો ‘મેક્સિકન ગદ્દો’ (Mexican Ghadarites) તરીકે ઉલ્લેખ કર્યો હતો.
(A) અજિતસિંહ
(B) બરકતુલ્લા
(C) લાલા હરદયાલ
(D) સોહનસિંહ ભકના
22. …… રજવાડા સામે કરાયેલી ‘પોલીસ કાર્યવાહી’ને ઓપરેશન પોલો નામ આપવામાં આવ્યું હતું.
(A) જૂનાગઢ
(B) ત્રાવણકોર
(C) કાશ્મર
(D) હૈદરાબાદ
23. મહાલવારી સેટલમેન્ટ (જમાબંધી) સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કાયાં) વિધાન(નો) ખરું(રાં) છે ?
(1) તે કાયમી સેટલમેન્ટ (જમાબંધી)ની સુધારેલી આવૃત્તિ છે.
(2) આ પ્રથામાં જમીન મહેસૂલ કાયમી રીતે નિશ્ચિત કરવામાં આવ્યું.
(A) ફક્ત 1 
(B) ફક્ત 2
(C) બંને 1 અને 2
(D) 1 અને 2 માંથી કોઈ પણ નહીં
24. થિયોસોફિકલ સોસાયટી સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી ક્યાં વિધાનો ખરાં છે? 
(1) તેની સ્થાપના ઈ.સ. 1875માં મેડમ એચ. પી. બ્લાવાસ્તકી અને માજી અંગ્રેજ લશ્કર અધિકારી કર્નલ એચ. એસ. ઓલકોટ દ્વારા કરવામાં આવી હતી.
(2) તેનું ધ્યેય મનુષ્ય માટે સાર્વત્રિક ભાઈચારાને સિદ્ધ કરવાનું હતું.
(3) પ્રાચીન ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસ પર સોસાયટીએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
(4) તેણે ગૂઢવિધા પર ભાર મૂક્યો હતો.
(A) ફક્ત 2, 3 અને 4
(B) ફ્ક્ત 1, 3 અને 4
(C) ફક્ત 1, 2 અને 4
(D) 1, 2, 3 અને 4
25. ઈ.સ. 1809માં ત્રાવણકોર બળવાનું નેતૃત્વ તેના દીવાન ……… એ કર્યું હતું.
(A) વેલુ થમ્પી 
(B) કેરાલા વર્મા
(C) મારૂદુ પાંડ્યન
(D) કોઈ પણ નહીં
26. અમૃતસરની સંધિ (1809) રણજિતસિંહ અને …… વચ્ચે થયેલો કરાર હતો.
(A) વેલ્સલી
(B) મેટકાલ્ફ
(C) બેન્ટિક
(D) મેયો
27. સામાજિક-ધાર્મિક સંસ્થા ……. ના સહસ્થાપક સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ હતા. 
(A) માનવધર્મ સભા
(B) પરમહંસ મંડળી
(C) સત્ય મહિમા ધર્મ
(D) ઉપરના પૈકી કોઈ નહીં
28. ઈ. વી. રામાસ્વામી નાયકર ‘પેરિયાર’ના નેતૃત્વ હેઠળ દક્ષિણ ભારતમાં ઉદ્ભવેલી એક બિન-બ્રાહ્મણ ચળવળને ………. કહે છે.
(A) સ્વ-માન ચળવળ
(B) ન્યાય ચળવળ
(C) દ્રાવિડિયન ચળવળ
(D) નીચી-જાતિ ચળવળ
29. નીચે આપેલા રાજાઓમાંથી કયા ગુપ્ત વંશના રાજાએ અશ્વમેધ સિક્કાને જારી કર્યો?
(1) સમુદ્રગુપ્ત
(2) ચંદ્રગુપ્ત-2 (વિક્રમાદિત્ય)
(3) કુમારગુપ્ત-1
(4) સ્કંદગુપ્ત
(A) 1 અને 2
(B) 1 અને ૩
(C) 2 અને 3
(D) 1, 2 અને 4
30. બીજા કર્ણાટીક વિગ્રહ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે ?
(1) આર્કીટનો ઘેરો ઈ.સ. 1751માં નંખાયો.
(2) રોબર્ટ ક્લાઈવની આગેવાની હેઠળ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને આર્કોટના નવાબ વચ્ચે યુદ્ધ થયું.
(3) નવાબને ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની મદદ મળી.
(4) આર્કોટ તામિલનાડુમાં છે.
(A) 1, 2, 3 અને 4
(B) ફ્ક્ત 1, 2 અને 3
(C) ફક્ત 3
(D) ફક્ત 1
31. એંગ્લો-મૈસૂર વિગ્રહો સંબંધે નીચે આપેલાં વિધાનોમાંથી ક્યાં વિધાનો ખરાં છે ? 
(1) પહેલા એંગ્લો-મૈસૂર વિગ્રહમાં હૈદરઅલી જીત્યો.
(2) એંગ્લો-મૈસૂર બીજા વિગ્રહમાં ટીપુ સુલતાને બૈલીને હરાવ્યો.
(3) એંગ્લો-મૈસૂર ત્રીજા વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો.
(4) ચોથા એંગ્લો-મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનને મારી નાખ્યો.
(A) ફક્ત 1 અને 4
(B) ફક્ત 1, 2 અને 4
(C) ફ્ક્ત 1, ૩ અને
(D) 1, 2, 3 અને 4
32. પર્શિયનને અદાલતી ભાષા તરીકે નાબૂદ કરીને સ્થાનિક ભાષાઓને ઉપયોગમાં લેવાનો આદેશ કોણે આપ્યો?
(A) વિલિયમ બેન્ટિક
(B) ચાર્લ્સ કોર્નવોલિસ
(C) વોરન હેસ્ટિંગ્સ
(D) કોઈ પણ નહીં
33. વોકર સેટલમેન્ટ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે ?
(1) વોકર સેટલમેન્ટ વડોદરાના ગાયકવાડ પરિવાર અને સૌરાષ્ટ્રના સરદારો વચ્ચે થયેલો કરાર હતો.
(2) વડોદરાના ગાયકવાડ પરિવારને આ પસંદ ન પડ્યો, કારણ કે, એમને આમાં સૌરાષ્ટ્રમાં બ્રિટિશરોની દખલગીરી જણાતી હતી.
(3) વડોદરાના ગાયકવાડ પરિવારે એનું સ્વાગત કર્યું, કેમ કે એનાથી કોઈ લશ્કરી ચડાઈઓ વગર નિયમિત ચુકવણીની ખાતરી મળતી હતી.
(4) એનાથી સૌરાષ્ટ્ર, બ્રિટિશ તાબા હેઠળ આવ્યું.
(A) ફક્ત 1 અને 2
(B) ફ્ક્ત 1 અને 3
(C) ફક્ત 1 : અને 4
(D) ફક્ત 1, ૩ અને 4
34. નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) હડપ્પી સભ્યતા બાબતે ખરું(રાં) છે?
(1) ધોળાવીરા ગુજરાતનું સૌથી મોટું હડપ્પીય સ્થળ છે.
(2) ‘ સતી’ તરીકે ઓળખાવાતા જોડિયા ‘ ભૂમિદાહ લોથલમાંથી મળ્યા છે.
(3) ચળકતા લાલ માટીનાં વાસણો સોરઠ હડપ્પીય સંસ્કૃતિના પરિપક્વ તબક્કાનું ગુણવત્તાદર્શક ચિહ્ન છે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 1
(C) ફ્ક્ત 1 અને 2
(D) ફ્ક્ત 1 અને 3
35. નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
(1) એલેક્ઝાંડરે ઉત્તરપશ્ચિમ ભારત ઉપર ઈ.સ. પૂર્વે 326-327માં ચડાઈ કરી.
(2) તેની લશ્કરી ચડાઈઓ વિશે લખનારા વિદ્વાનો તેની સાથે હતા.
(3) મેગેસ્થેનિસનું ‘ઇન્ડિકા’ મૌર્યકાલીન ભારતનો મૂલ્યવાન ઐતિહાસિક સ્રોત છે.
(4) મેગેસ્થેનિસનું ‘ઇન્ડિકા’ પરવર્તી લેખકોનાં અવતરણો (અંશો)માં જ સચવાયું છે.
(A) 1, 2, 3 અને 4 
(B) ફ્ક્ત 1, 2 અને 4
(C) ફ્ક્ત 1, 3 અને 4
(D) ફ્ક્ત 1, 2 અને ૩
36. અન્તિર્રવાર (ઐહોળેના પાંચસો સ્વામી) દક્ષિણ ભારતનો સૌથી પ્રખ્યાત …….. હતો.
(A) વણકરોનો સમૂહ
(B) સૈનિકોનો સમૂહ
(C) સામ્રાજ્યવાદી રાજાઓનો સંઘ
(D) વેપારીઓનો સંઘ
37. બુદ્ધ અને જૈન ધર્મો વચ્ચે સામ્ય(યો) અને ભેદ જોવા મળે છે. બે ધર્મો વચ્ચેના ભેદને ઓળખો.
(A) નાસ્તિક
(B) સાદી જીવનશૈલી / સદાચરણ
(C) કાર્યશીલ
(D) આત્માનું અસ્તિત્વ નથી
38. રાજેન્દ્ર ચોલ-1 વિશે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે ?
(1) તેમણે પોતાનું આધિપત્ય ઉત્તરમાં છેક ગંગા સુધી વિસ્તાર્યું ને ‘ગંગૈકોડ ચોલમ’ બિરુદ ધારણ કર્યું.
(2) હાલ મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, શ્રીલંકા અને માલદીવ તરીકે ઓળખાતા પ્રદેશો તેમણે જીત્યા.
(3) ભગવાન શિવને સમર્પિત પ્રસિદ્ધ ‘બૃહદેશ્વર મંદિર’ તેમણે બંધાવ્યું.
(4) ગંગાઈ કોંડા ચોલાપુરમ’ નામે નવું નગર વસાવ્યું.
(A) 1, 2, 3 અને 4
(B) ફ્ક્ત 1 અને 2
(C) ફક્ત 1, 2 અને 3
(D) ફ્ક્ત 1, 2 અને 4
39. નીચે આપેલાં વિધાનોમાંથી કયુંયાં) વિધાન(નો) ખરું(રાં) છે?
(1) ગધૈયા સિક્કા ઈ.સ.ની પ્રથમ સહસ્રાબ્દીના અંતિમ શતકોમાં અને બીજી સહસ્રાબ્દીના પ્રારંભિક શતકોમાં ચલણમાં હતા.
(2) સિક્કાઓ મુખ્યત્વે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચલણમાં હતા.

(3) ચાંદીનો ઢોળ ચડાવેલા કાંસાના સિક્કા હતા.

(A) ફ્ક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) 1, 2 અને 3
(D) ફક્ત 2
40. નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે ?
(1) ઈ.સ. 1934માં પંડિત મદનમોહન માલવિયએ છૂટા પડી કોંગ્રેસ નેશનાલિસ્ટ પાર્ટીની સ્થાપના કરી.
(2) પંડિત મદનમોહન માલવિય, ગાંધીજીની દલિતોદ્ધારની ચળવળના પ્રશંસક નહોતા.
(3) ગાંધીજીએ ‘મેક્ડોનાલ્ડ ચુકાદા’ને સ્વીકાર્યો હતો.
(4) પુના કરાર (1932) સંબંધે, કોંગ્રેસ કાર્યકારિણીએ ‘સ્વીકાર નહીં અને અસ્વીકાર પણ નહીં’ એવું વલણ અપનાવ્યું.
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 1 
(C) ફ્ક્ત 1 અને 2
(D) ફક્ત 1 અને 3
41. ધ ચાર્ટર એક્ટ ઓફ ઇન્ડિયા (1813) સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
(1) બ્રિટિશ ભારતમાં શિક્ષણ માટે જોગવાઈઓ કરવામાં આવી.
(2) ખ્રિસ્તી મિશનરીઓને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાની ઔપચારિક મંજૂરી આપવામાં આવી.
(3) ‘ગવર્નર જનરલ ઓફ બેંગાલ’ પદને ‘ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા’ નામ આપવામાં આવ્યું.
(4) બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની માત્ર વહીવટી સંસ્થા બની રહી.
(A) ફક્ત 1 અને 2 3
(B) ફ્ક્ત 1, 2 અને 4
(C) ફ્ક્ત 1, 2 અને
(D) 1, 2, 3 અને 4
42. રામાનંદ વિશે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં છે? 
(1) એમણે જાતિ, સંપ્રદાય, લિંગ કે ધર્મના ભેદને અવગણીને તમામ ઇચ્છુકોને શિષ્યો તરીકે આવકાર્યા.
(2) તેમનાં પદો અને ગુરુગ્રંથસાહેબ અભિન્ન છે.
(3) રામાનંદ મુઘલ બાદશાહ અકબરના સમકાલીન હતા.
(4) રામાનુજાચાર્ય તેમના ગુરુ હતા જે ‘સામાજિક સમાનતા’માં માનતા હતા.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફક્ત 1, 2 અને 4
(D) ફક્ત 1
43. કુષાણોના સમયનો કયો અભિલેખ, કુષાણોની એક જ પ્રાંતમાં ‘ડ્યુઅલ ગવર્નરશિપ’ની નીતિની જાણકારી આપે છે ?
(A) પંજતર અભિલેખ
(B) કનિષ્કનો રાબાતક (અફ્ઘાનિસ્તાન) અભિલેખ
(C) સારનાથનો બાલ બોધિસત્ત્વ અભિલેખ
(D) મથુરા સ્તંભ અભિલેખ
44. ગોરીલાની ટેરોકોટા પ્રતિકૃતિ નીચેના પૈકી કયા સ્થળેથી મળી આવેલ છે?
(A) મોહેં-જો-દડો
(B) હડપ્પા
(C) ધોળાવીરા
(D) લોથલ
45. નીચેના પૈકી કયું લક્ષણ અમરાવતી સ્કૂલ (શાખા)ના સ્થાપત્ય નિર્માણના લક્ષણ ધરાવતું નથી?
1. બુદ્ધના જીવન આધારિત વિષયવસ્તુ
2. યોગીની સ્થિતિ (મુદ્રા)માં બેઠેલા બુદ્ધ
3. બુદ્ધની સ્નાયુબદ્ધતા (Muscularity)
(A) માત્ર 1 અને 3
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 2 અને 3
(D) 1, 2 અને 3
46. સંસ્કૃત ભાષામાં સૌપ્રથમ સત્તાવાર હેવાલ (રેકોર્ડ) છે તેવો નીચેના પૈકીનો…… શિલાલેખ પ્રાચીનતમ છે.
(A) અલાહાબાદના સ્તંભનો શિલાલેખ
(B) એહોલ પ્રશસ્તિ
(C) જૂનાગઢના ખડકનો શિલાલેખ
(D) ઉપરના પૈકીનો એકપણ નહીં
47. કોંગ્રેસના લખનૌ સત્ર બાદ મવાળવાદી નેતાઓએ કોંગ્રેસ પક્ષ છોડી દીર્ઘા અને નવા પક્ષની સ્થાપના કરી. તે પક્ષ……..ના નામે ઓળખાયો.
(A) ભારતીય ઉદારવાદી સંગઠન અથવા ઉદાર પક્ષ
(B) રાષ્ટ્રીય પક્ષ
(C) કોંગ્રેસ સમાજવાદી પક્ષ
(D) સંઘવાદી પક્ષ
48. ગુપ્ત વંશના શાસન હેઠળ પૂર્વ ભારતમાં વિરાય (જિલ્લા) અને ગ્રામ્ય ક્ષેત્ર વચ્ચે મધ્યવર્તી કક્ષાની પ્રથા હતી. તે નીચેના પૈકી કઈ હતી?
(A) ભુક્તિ
(B) પ્રદેશ
(C) વિથિ
(D) આહરા
49. 1923માં નીચેના પૈકી કઈ પરિષદમાં સ્વરાજ પક્ષને પૂર્ણ બહુમત મળ્યો હતો?
(A) ભારતીય ધારાસભા
(B) UP પરિષદ
(C) બંગાળ પરિષદ
(D) કેન્દ્રીય પ્રદેશ પરિષદ
50. ભારતીય સંઘમાં જોડાવા માટે કેટલાંક દેશી રાજ્યો છેલ્લી ઘડી સુધી ઇનકાર કરતાં હતાં. આ બાબત નીચેના પૈકી કયાં દેશી રાજ્યો માટે લાગુ પડતી નથી?
(A) ત્રાવણકોર
(B) હૈદરાબાદ
(C) જૂનાગઢ
(D) રાજકોટ
51. ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવેલ છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવેલ નથી?
(A) શૈક્ષણિક સુધારા
(B) રેલવેનું નિર્માણ
(C) ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ
(D) મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ
52. રોલેટ એક્ટનું લક્ષ્ય નીચેના પૈકી કયું હતું?
(A) યુદ્ધના પ્રયાસોમાં ફરજિયાત આર્થિક સહાય
(B) મુકદ્મા અને મુકદ્મા માટેની સંક્ષિપ્ત કાર્યપદ્ધતિ વિના કેદ
(C) ખિલાફત આંદોલનને દબાવી દેવું
(D) પ્રેસની સ્વતંત્રતા ઉપર નિયંત્રણો લાદવાં
53. કુતુબમિનાર (Qutub Minar)ના બાંધકામમાં નીચેના પૈકી કયા બાદશાહે યોગદાન આપેલ નથી?
(A) ફિરોઝશાહ
(B) અલ્તમશ તઘલખ
(C) કુતુબુદ્દીન ઐબક
(D) અલ્લાઉદ્દીન ખિલજી
54. સ્વતંત્રતા માટેના પ્રથમ યુદ્ધના સંદર્ભમાં નીચેનાં વાક્યો તપાસો. આ યુદ્ધ બાદ
1. ભારતનો વહીવટ જોવા એક સચિવની નિમણૂક કરવામાં આવી.
2. કંપનીના બોર્ડને વધારે અધિકારો અને જવાબદારી આપવામાં આવી.
3. કંપની પાસેથી બધા જ અધિકારો લઈ લેવામાં આવ્યા અને સત્તા બ્રિટિશ રાજ્યને આપવામાં આવી.
(A) 1 અને 2 વાક્યો સાચાં છે.
(B) 2 અને 3 વાક્યો સાચાં છે.
(C) 1 અને ૩ વાક્યો સાચાં છે.
(D) 1, 2 અને 3 વાક્યો સાચાં છે.
55. તરાઈનું પ્રથમ યુદ્ધ (1191)માં કયા સજવીઓ વચ્ચે થયેલ હતું?
(A) મુહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ
(B) કુત્બુદ્દીન ઐબક અને પૃથ્વીરાજ ચૌહાણ
(C) આરામશાહ અને ઈલ્તમશ
(D) ઈલ્તુમશ અને તજ્જુદીન
56. ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે નીચેના પૈકી કયા મહાનુભાવ જોડાયેલ નથી?
(A) વાસુદેવ બળવંત ફડકે
(B) વિનાયક દામોદર સાવરકર
(C) મોહનલાલ પંડ્યા
(D) ખુદીરામ બોઝ
57. 1802માં બેસીન સંધિ (Treaty of Bessein 1802) કોના વચ્ચે થયેલ હતી?
(A) બ્રિટિશ કંપની અને પેશવા 
(B) બ્રિટિશ કંપની અને નવાબ
(C) બ્રિટિશ કંપની અને શીખ
(D) બ્રિટિશ કંપની અને ફ્રેન્ચ
58. 1874-75માં મહારાષ્ટ્રમાં જે ખેડૂત આંદોલન થયેલ હતું તે કોની સામે થયેલ હતું ? 
(A) મોટા જમીનદાર
(B) ધનાઢ્ય શાહુકાર
(C) મહેસૂલ એકત્ર કરનાર
(D) અફીણ ઉગાડનારને પ્રોત્સાહન આપનાર
59. હંટર કમિશનની અગત્યની ભલામણ કઈ હતી?
1. પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન
2. સ્ત્રી શિક્ષણને મહત્ત્વ
3. લઘુમતી જાતિઓમાં શિક્ષણનો પ્રચાર
4. સમયાંતરે શિક્ષણમાંથી સરકારી સહાય નાબૂદ કરવી.
(A) 1, 2 અને 4
(B) 1, 2 અને 3
(C) 1, 3 અને 4
(D) 2, 3 અને 4
60. હડપ્પન સમયગાળાનો હોડીનો નમૂનો …….. થી મળી આવ્યાના અહેવાલ છે.
(A) સુરકોટડા
(B) પેડટી
(C) કુંતાસી
(D) લોથલ
61. પ્રતિહાર બૌકના જોધપુર શિલાલેખમાં દેવરાજને ……. દર્શાવ્યા છે.
(A) વત્સરાજ
(B) સિલુકા
(C) ભટ્ટિકા દેવરાજ
(D) નાગભટ
62. હડપ્પન સમયગાળાની હોડી આકારની કુલડી ……. માં મળી આવી હતી.
(A) લોથલ
(B) ધોલાવીરા
(C) કુંતાસી
(D) ગાયકવાડ કુળ
63. તેજસ્વી ઝગઝગતા લાલ વસ્ત્રો કયા સમય સાથે સંકળાયેલાં છે ?
(A) પૂર્ણ હડપ્પન સમય
(B) પ્રારંભિક ઐતિહાસિક સમય
(C) ઉત્તરાવસ્થાનો હડપ્પન સમય
(D) મધ્યયુગીન સમય
64. નીચેની સૂચિમાં શાસકો અને સ્વાયત્ત રાજ્યોની કઈ જોડી સાચી રીતે જોડાયેલી નથી ?
(A) મુર્શિદ કુલીખાં – બંગાળ
(B) આસફ જહાં નિઝમ-ઉલ મલ્ક – હૈદરાબાદ
(C) સદત ખાન – મૈસૂર
(D) સવાઈ જયસિંહ – આમેર
65. 1780માં નીચેના પૈકી કયું અંગ્રેજી સમાચારપત્ર ભારતમાં પ્રથમ વાર પ્રકાશિત થયું હતું ?
(A) કોલકાતા ગેઝેટ
(B) બંગાળ ગેઝેટ
(C) બંગાળ જર્નલ
(D) બોમ્બે હેરાલ્ડ
66. નીચેના પૈકી કયા ચીની યાત્રાળુએ ચન્દ્રગુપ્ત વિક્રમાદિત્યના શાસનકાળમાં ભારતયાત્રા કરી હતી ?
(A) હું-સ્ટિંગ
(B) ફા-હિયાન
(C) ઘેન-ત્સાંગ
(D) પાન-ચાઓ
67. પલ્લવોનું પ્રતીક શું હતું ?
(A) આખલો 
(B) ઘોડો
(C) હાથી
(D) વાઘ
68. અસહકારની ચળવળ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો મહત્ત્વનો તબક્કો હતો, તે ……. ને કારણે શરૂ થઈ હતી.
(A) ખિલાફ્સ ચળવળ
(B) રોવેલ્ટ એક્ટ
(C) જલિયાંવાલા બાગ નરસંહાર
(D) ભારત સરકારના 1919 એક્ટના અસંતોષ
69. રૂદ્રમાન પ્રથમના જૂનાગઢ ખડક શિલાલેખ મુજબ ચંદ્રગુપ્ત મૌર્યના સાળા નીચેના પૈકી કોણ હતા ?
(A) પુષ્ય ગુપ્ત
(B) વૈન્ય ગુપ્ત
(C) પુરૂ ગુપ્ત
(D) રાધા ગુપ્ત
70. સંગમ યુગમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઉધોગ ……. હતો.
(A) શેરડીનું ઉત્પાદન
(B) મરીનું ઉત્પાદન
(C) કાપડ ઉત્પાદન
(D) હાથીદાંતનાં ઉત્પાદનો બનાવવા
71. નીચેના પૈકી કયો શિલાલેખ કુમારેગુપ્ત પ્રથમને કેવળ મહારાજા તરીકે વર્ણવે છે ?
(A) માનકુવર બૌદ્ધમૂર્તિ શિલાલેખ
(B) બિલ્સડ સ્તંભલેખ
(C) બાયગ્રામ તામ્રપટ
(D) મથુરા જૈનમૂર્તિ શિલાલેખ
72. નીચેનામાંથી કયું સામ્રાજ્ય બ્રાહ્મણોને મહેસૂલ આવકના તમામ સ્રોતોને સ્થાનાંતરિત કરવામાં સૌપ્રથમ હતું ?
(A) વાકાટક 
(B) ગુપ્ત
(C) પલ્લવ
(D) ચાલુક્ય
73. મહાવીરે નીચેની ભાષાઓમાંથી કઈ ભાષામાં ઉપદેશ આપ્યો ? 
(A) માગધી
(B) અર્ધ માગધી 
(C) શૌરસેની
(D) અપભ્રંશ
74. નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી કયા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધનું હતું ?
(A) સંથાલ વિદ્રોહ
(B) રમ્યા વિદ્રોહ
(C) ખોંડ વિદ્રોહ
(D) મુંડા વિદ્રોહ
75. કયો પ્રદેશ ત્રણે પાષાણ યુગનો સાક્ષી છે ?
(A) ચંબલ નદીની ખીણ
(B) નર્મદા નદીની ખીણ
(C) સતલજ નદીની ખીણ
(D) ગોદાવરી નદીની ખીણ
76. ઉત્તર ભારતના રાષ્ટ્રકૂટો સાથે સર્વોપરિતા માટે લડતી તાકાત ……. ની હતી.
(A) પાલ અને પ્રતિહાર
(B) પ્રતિહાર અને પરમાર
(C) બેંગી ચાલુક્ય અને પલ્લવ
(D) પાલ અને પલ્લવ
77. કનિષ્ક શાસન અને રાજ્યશાસન પદ્ધતિ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
(A) તેઓનું સામ્રાજ્ય વિસ્તર્યું હતું. ઉત્તર-પશ્ચિમમાં ખોતાનથી પૂર્વમાં બનારસ સુધી
(B) તેઓનું સામ્રાજ્ય ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માલવા સુધી વિસ્તર્યું હતું.
(C) કનિષ્ઠે કાશ્મીરમાં ચોથી બૌદ્ધ પરિષદ બોલાવી હતી.
(D) ઉપરોક્ત તમામ સાચાં છે.
78. નીચેના પૈકી કયા પ્રતિહાર રાજા વિષ્ણુ ભક્ત હતા અને તેઓએ “આદિવŕ”નું શીર્ષક અપનાવ્યું હતું?
(A) નાગભટ્ટ
(B) મિહિરભોજ
(C) મહિપાલ
(D) મૈત્રીપાલ
79. ક્યા મરાઠા રાજ્યએ અંગ્રેજ સહાયક સંધિ છેલ્લે સ્વીકારી હતી?
(A) સિંધિયા
(B) ભોંસલે
(C) હોલકર
(D) ગ્વાલિયર
80. નીચેના મહાન વ્યક્તિત્વ પૈકી કોણ પુના કરાર સાથે સંકળાયેલ છે?
(1) ડો. બી. આર. આંબેડકર
(2) જવાહરલાલ નહેરુ
(3) મદનમોહન માલવિય
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 2
(D) ફક્ત 2
81. 1922 ની શરાબબંધી (No Tax) ઝુંબેશ ……. ના નેતૃત્વમાં શરૂ થઈ હતી.
(A) રાજગુરુ
(B) ચિતરંજનદાસ
(C) લાલા લજપતરાય
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
82. નીચેનાં સ્થળોમાંથી કયા સ્થળે ડચ લોકોએ પહેલું કારખાનું શરૂ કર્યું હતું?
(A) સુરત
(B) પુલિકટ
(C) કોચીન
(D) કાસિમ બજાર
83. પ્રાચીન નોંધવહીમાં મેલુહાના વેપાર સંબંધોનો સંદર્ભ છે. મેલુહા એ ……… નું પ્રાચીન નામ છે.
(A) મેસોપોટેમિયા
(B) ગોદાવરી વિસ્તાર
(C) સિંધુ વિસ્તાર 
(D) દૂરનું યુરોપ
84. પુરાપાષાણ (Paleolithic) લોકોનો મુખ્ય વ્યવસાય …… હતો.
(A) કૃષિ
(B) બાગાયત
(C) પશુપાલન
(D) શિકાર અને ખોરાક ભેગો કરવો
85. સમ્રાટ કૃષ્ણ દેવરાય કયા વંશના શાસક હતા ?
(A) સંગમ વંશ
(B) સાલુંવ વંશ
(C) તુલુવવંશ
(D) ઉપર પૈકી એકપણ નહીં.
86. ક્યા મોઘલ બાદશાહ દ્વારા જમીન માપણીની નવી પદ્ધતિ – “ઝબ્જી પદ્ધતિ (Zabi System) શરૂ કરવામાં આવી હતી ?
(A) બાબર
(B) અકબર
(C) શાહજહાં
(D) જહાંગીર
87. ગોલકોંડાનો કિલ્લો ક્યાં આવેલો છે ?
(A) વારાંગલ
(B) હૈદરાબાદ
(C) વિજયવાડા
(D) નેલાપટ્ટ
88. દિલ્હીમાં આવેલ લોહ સ્થંભ કોણે તૈયાર કરાવ્યો હતો ?
(A) સમુદ્રગુપ્ત
(B) કુમારગુપ્ત પહેલાએ
(C) ચંદ્રગુપ્ત પહેલાએ
(D) ચંદ્રગુપ્ત બીજાએ
89. પશુપતિ મહાદેવનું સીલ નીચેના પૈકી કઈ જગ્યાએ પ્રાપ્ત થયેલ હતું?
(A) કાલીબંગન
(B) રાખીગઢ
(C) મોહેં-જો-દરો
(D) લોથલ
90. ભારતના પુરાતત્ત્વ વિષયક ઇતિહાસને ધ્યાને લેતા નીચેના પૈકી કયું સ્થાપત્ય સૌથી પ્રથમ બનાવેલ હતું?
(A) ભુવનેશ્વર ખાતેનું લિંગરાજ મંદિર (Bhuvaneshwar (Temple)
(B) ધઉલી ખાતે પથ્થરમાંથી કોતરવામાં આવેલ હાથી (Rock-cut elephant at Dhauli)
(C) મહાબલીપુરમ્ ખાતે પથ્થરમાંથી કોતરેલ સ્થાપત્ય (Rock-cut monuments at Mahabalipuram)
(D) ઉદયગીરી ખાતેની વરાહની કૃતિ (Varaha image at Udaygiri)
91. મોગલ સમ્રાટ “બાબર” બાબતે નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી ?
(A) તેણે ઇબ્રાહિમ લોદીને હરાવીને મુગલ વંશની સ્થાપના કરેલ હતી,
(B) સને 1527માં (Khanwa)ના યુદ્ધમાં રાજપૂતોને હરાવેલ,
(C) સને 1528-29 ના વર્ષમાં ઘાઘરા (Ghaghra)ના યુદ્ધમાં અહ્વાનોને હરાવેલ.
(D) સને 1540માં તેનું મૃત્યુ થયેલ
92. સિંધુ ખીણની સભ્યતાના સંદર્ભમાં નીચેનાં વાક્યો તપાસો,
(1) કાલી બંગાન (Kali Bangan) ખાતેથી ઘણા અવશેષો મળેલ છે. હાલમાં આ સ્થળ રાજસ્થાનમાં આવેલું છે.
(2) સને 1922માં મોંહે-જો-દડોની શોધ પછી લોકોના રીતરિવાજો, કલા, ધર્મ અને વહીવટ બાબતે ઘણી માહિતી મળેલ હતી.
(A) પ્રથમ વાક્ય યોગ્ય છે.
(B) બીજું વાક્ય યોગ્ય છે.
(C) પ્રથમ અને બીજું બંને વાક્યો યોગ્ય છે.
(D) પ્રથમ અને બીજું બંને વાક્યો યોગ્ય નથી.
93. પ્રાચીન ભારતમાં ચિકિત્સા વિજ્ઞાનના ક્ષેત્રમાં નીચેના પૈકી કોનું પ્રદાન ઘણું મહત્ત્વનું રહેલ છે ?
(A) સૌમીલા (saumilla)
(B) સુદ્રકા (Sudraka)
(C) સનુક (Shaunaka)
(D) સુશ્રુપા (Susrusha)
94. મૌર્ય વંશની જાણકારી આપતા નાટક “મુદ્રા રાક્ષસ”ના લેખક કોણ હતા ? 
(A) વિષ્ણુગુપ્ત
(B) શુદ્રક
(C) કાલિદાસ
(D) વિશાખા દત્ત 
95. “પંચતંત્ર” ના લેખક કોણ છે ?
(A) વિષ્ણુ શર્મા
(B) ચાણક્ય
(C) વિષ્ણુગુપ્ત
(D) તુલસીદાસ
96. વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું?
(A) ગોદાવરી
(B) ક્રિષ્ણા
(C) નર્મદા
(D) તુંગભદ્રા
97. “પ્રથમ ગોળમેજી પરિષદ” વખતે બ્રિટનના વડા પ્રધાન કોણ હતા ?
(A) ચર્ચિલ (Churchill)
(B) રામસે મેકડોનાલ્ડ (Ramsay Mcdonald)
(C) ચેમ્બર લીન (Chamberlain)
(D) ડીઝરાયેલી (Disraeli)
98. કાલીબંગાન સ્થળેથી પ્રાચીન સમયનાં માટીનાં રમકડાંના અવશેષો મળી આવેલ છે. કાલીબંગાન કયા રાજ્યમાં આવેલ છે ?
(A) મધ્ય પ્રદેશ
(B) રાજસ્થાન
(C) બિહાર
(D) પંજાબ
99. દેવની મોરી, બોરિયા સ્તૂપ અને ઇટવા સ્તૂપ કયા રાજ્યમાંથી મળી આવેલ છે ?
(A) બિહાર
(B) મધ્ય પ્રદેશ
(C) ઉત્તર પ્રદેશ
(D) ગુજરાત
100. ખજૂરાહોનાં સુંદર મંદિરોનું નિર્માણ કયા રાજવીઓએ કરાવ્યું હતું?
(A) ચંદેલ રાજવીઓએ 
(B) પલ્લવ રાજવીઓએ
(C) ચોલ વંશના રાજ્વીઓએ
(D) પાંડ્ય રાજ્વીઓએ
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Ajit kumar

Sub Editor-in-Chief at Jaankari Rakho Web Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *