GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 7

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 7

1. અશોકના બે સ્તંભો ટોપરા અને મિરતથી દિલ્હી સ્થળાંતર કરવાનો ઉલ્લેખ નીચેના પૈકી કયા લેખકે કર્યો છે?
(A) અફીફ
(B) બર્ની
(C) જુઝાની
(D) ચંદ બરદાઈ
2. નીચેના પૈકી કયું વિધાન નાલંદા યુનિવર્સિટી અંગે સાચું નથી?
(A) તે એક પ્રાચીન બૌદ્ધ વિધાકેન્દ્ર હતું.
(B) ચીની પ્રવાસી હ્યુ એન ત્સાંગે ત્યાં અભ્યાસ કર્યો હતો.
(C) તેના વિશે આપણને માત્ર ચીની યાત્રિકોના લખાણમાંથી માહિતી મળે છે.
(D) ચીન, જાપાન અને અગ્નિ એશિયામાં બૌદ્ધ ધર્મ ફેલાવવામાં તેની મહત્ત્વની ભૂમિકા હતી.
3. નીચેના પૈકી કયો ગ્રંથ ઇજિપ્ત, પૂર્વ આફ્રિકા અને ભારત વચ્ચેની વેપારી પ્રવૃત્તિઓ વિશે લખે છે? 
(A) મિલિન્દપહનો
(B) જ્યોગ્રાફિયા
(C) મનુસ્મૃતિ
(D) એરિથ્રિયન સમુદ્રનો પેપ્લિસ
4. રશિયન પ્રવાસી અથાનસિયસ નિકિતને નીચેના પૈકી કયા બહમની બંદરને વાણિજ્યના એક મહત્ત્વના કેન્દ્ર તરીકે ઉલ્લેખ કર્યો છે?
(A) દમણ
(B) દાબુલ
(C) કૉકિનાડા
(D) વસઈ
5. મહમૂદ ગઝનીએ ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે તેની સાથે નીચેના પૈકી કોણ આવ્યો હતો?
(A) અલબરૂની
(B) અમીર ખુશરો
(C) અલી કુફી
(D) હસન નિઝામી
6. નીચેના પૈકી કયા યુદ્ધે વિજયનગર રાજ્યના પાયા હચમચાવી નાખ્યા હતા?
(A) રાયચુરની લડાઈ
(B) તાલિકોટાની લડાઈ
(C) તાંજોરની લડાઈ
(D) શ્રીરંગપટ્ટમની લડાઈ
7. પૂર્વ મધ્યકાલીન દક્ષિણ ભારતના સંદર્ભમાં ‘ખંડિત રાજ્ય’નો સિદ્ધાંત નીચેના પૈકી કયા ઇતિહાસકારે આપ્યો હતો?
(A) એમ. જી. એસ. નારાયણન્
(B) બર્ટન સ્ટેઈન
(C) નીલકંઠ શાસ્ત્રી
(D) આર. એસ. શર્મા
8. નીચેના પૈકી કઈ બાબત વેપારીસંઘ સાથે સંકળાએલ ન હતી?
(A) નિગમ
(B) શ્રેણી
(C) સાથે
(D) અલુનગણમ
9. નીચેના પૈકી દિલ્હીના કયા સુલતાને હતા અને દિલ્હી નજીકના પ્રદેશો હતા?
(A) બલ્બન
(B) અલ્લાઉદ્દીન ખિલજી
(C) મહંમદ તુઘલક
(D) ફિરોઝશાહ તુઘલક
10. તંત્રવાદ સાથે નીચેના પૈકી કઈ દેવી જોડાયેલી છે?
(A) મનસા
(B) શક્તિ
(C) માયા
(D) લક્ષ્મી
11. બહમની રાજ્યની રાજધાની નીચેના પૈકી કઈ હતી?
(A) ગુલબર્ગ
(B) બિજાપુર
(C) ગોલકોંડા
(D) અહમદનગર
12. કિસ્સા મંગરોલી શાહ એ નીચેના પૈકી કયા શાસક સાથે જોડાયેલ છે ?
(A) મહંમદ ગઝની
(B) મહંમદ ઘોરી
(C) ઇલ્તુત્મિશ
(D) બલ્બન
13. નીચેના પૈકી કયા શાસકે રૂપિયાના સિક્કાનો પ્રારંભ કર્યો હતો?
(A) શેરશાહ 
(B) અક્બર
(C) જહાંગીર
(D) શાહજહાં
14. નીચેના પૈકી કોણે 1607 અને 1610 માં ગોવામાં રાજદૂતો મોકલ્યા હતા?
(A) શાહજહાં
(B) જહાંગીર
(c) મકરબ ખાન
(D) પોર્ટુગીઝ વેપારીઓ
15. નીચેના પૈકી કયા નવાબે પોતાની રાજધાની મુર્શિદાબાદથી મોંઘીરમાં બદલી હતી?
(A) અલિવખાન
(B) સિરાજ-ઉદ્-દૌલા
(C) મીરકાસીમ 
(D) મીરજાફર
16. જમીન અંગેની મહાલવારી પદ્ધતિ પંજાબ અને મધ્ય ભારતમાં દાખલ કરાઈ હતી. આ પદ્ધતિમાં મહેસૂલ ઉઘરાવવાની જવાબદારી નીચેના પૈકી કોની હતી?
(A) જમીનદારોની
(B) ખેડૂતોની
(C) ગ્રામ સમાજની
(D) સરકારી અમલદારોની
17. ભારત સાથે સમુદ્રી વેપાર કરવાની નીચેના પૈકી કોણે પહેલે કરી હતી?
(A) ડચ
(B) પોર્ટુગીઝ
(C) અંગ્રેજ
(D) ફ્રેન્ચ
18. નીચેના પૈકી સૌપ્રથમ બંગાળમાં ડચ કોઠી કયાં સ્થાપવામાં આવી હતી?
(A) ચિનસુરા
(B).ખંડેલ
(C) હુગલી
(D) શ્રીરામપુર
19. પ્રથમ આંગ્લ-મૈસૂર વિગ્રહ સમયે ત્રિપક્ષી સંઘમાં નીચેના પૈકી કોણ સભ્ય ન હતું?
(A) શ્રાવણકોરના રાજા
(B) નિઝામ
(C) મરાઠાઓ
(D) અંગ્રેજો
20. ભારતમાં વહાબી ચળવળમાં નીચેના પૈકી કોણ નેતા ન હતા?
(A) સૈયદ અહમદ
(B) લિયાકત અલી
(C) ઈનાયત અલી
(D) શેખ મોઈનુદ્દીન ચિશ્તી
21. નીચેના પૈકી કોણે ‘જૂના માટે નવા દીવા’ શીર્ષકવાળા લેખોની શ્રેણી ઉદાર રાજકારણના પ્રથમ વ્યવસ્થિત વિવેચન તરીકે કરી હતી ?
(A) અરવિંદ ઘોષ
(B) બી. જી. તિલક
(C) સતિશચંદ્ર મુખર્જી
(D) લાલા લાજપતરાય
22. 1857ના ઉદ્રેકને નીચેના પૈકી કોણે સમર્થન આપ્યું ન હતું?
(A) રાજાઓએ
(B) નવા મધ્યમ વર્ગ
(C) ખેડૂતો અને કારીગરોએ
(D) જમીન ધરાવતા ઉમરાવો અને જમીનદારોએ
23. નીચેના પૈકી કોણે,સિવિલ સર્વિસ પરીક્ષામાં બેસવા માટેની વય 21થી ઘટાડીને 19 વર્ષની કરી હતી?
(A) લોર્ડ કેનિંગ
(B) સર જહોન લોરેન્સ
(C) લોર્ડ લિટન
(D) લોર્ડ કર્ઝન
24. નીચેના પૈકી કઈ બાબત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અંગે સાચી નથી ?
(A) અખિલ ભારતીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં 1885 યોજવામાં આવ્યું હતું.
(B) ડબલ્યુ. સી. બેનરજી તેના પ્રથમ પ્રમુખ હતા.
(C) અખિલ ભારતીય કોંગ્રેસના પ્રથમ અધિવેશનના 72 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
(D) સુરેન્દ્રનાથ બેનર્જી અને બંગાળના બીજા અનેક નેતાઓ પ્રથમ અધિવેશનમાં હાજર રહ્યા હતા.
25. 1855-56 માં રાજમહલ ટેકરીઓના સંથાલોને વિદ્રોહ માટે શા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા?
(A). રેલવેના સત્તાધીશો દ્વારા પગારની ચુકવણી ન કરવી અને તેમના સ્ત્રી સભ્યોનું અપમાન કરવું.
(B) ભારે મહેસૂલની માગણીને કારણે તેમને શરાફોનાં નાણાં ધીરવાની કડક જોગવાઈઓનો શિકાર બનવો પડ્યો.
(C) મહેસૂલ અધિકારીઓની કડક વર્તણૂક
(D) ઉપરના તમામ
26. નીચેના પૈકી કયા ઇતિહાસકારે સામંતવાદ અંગે કામ કર્યું છે ?
(A) બ્રાઉડેલ
(B) ક્રિસ્ટોફર હિલ
(C) ઈ. પી. થોમ્પસન
(D) માર્ક બ્લોક 
27. નીચેના પૈકી કોણ અનુ-આધુનિકવાદનો તત્ત્વચિંતક ન હતો?
(A) માઈકલ ફોકલ્ટ
(B) જેક્સ ડેરિડા
(C) જ્યોર્જ ડુબી
(D) જીન-ફ્રેન્કોઈસ લ્યોટાર્ડ
28. ‘સામાજિક કરારના સિદ્ધાંત’ સાથે કોણ સંકળાયેલ ન હતો?
(A) હોબ્સ
(B) ઈમૈનુએલ કાંટ
(C) રૂસો
(D) કાર્લ માર્ક્સ
29. અલાહાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતા ?
(A) ચંદ બારોટ
(B) હરિષેણ
(C) કાલિદાસ
(D) રાજશેખર
30. શતવાહન રાજાઓએ નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુના સિક્કાઓ બનાવ્યા ન હતા?
(A) સોનું
(B) ચાંદી
(C) તાંબું
(D) સીસું

ગાંધીજી અને સરદાર વલ્ભભાઇ પટેલ

ગાંધીજી

1. અમદાવાદ મિલ મજદૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કરેલ હતો ?
(A) 25
(B) 35
(C) 30
(D) 20
2. નીચેના પૈકી કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ મહાસભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો ?
(A) 1930
(B) 1931
(C) 1932
(D) 1933
3. હરિજન સેવક સમાજની ગાંધીજી દ્વારા કયા વર્ષમાં સ્થાપના કરવામાં આવી હતી ?
(A) 1934
(B) 1931
(C) 1933
(D) 1932 
4. મહાત્મા ગાંધી વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી ?
(A) ગાંધીજીએ ટોલ્સટોય ફાર્મની સ્થાપના કરી કે જ્યાં સત્યાગ્રહીઓના પરિવાર રહી શકે.
(B) ખેડૂતોની સમસ્યાઓ જાણવા માટે રાજકુમાર શુક્લ દ્વારા ગાંધીજીને ચંપારણ્ય ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
(C) અમદાવાદ મિલ કામદારોની હડતાળ બાદ ‘તીનકઠિયા” રદ કરવામાં આવી.
(D) ખેડા સત્યાગ્રહ દરમિયાન સરદાર પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિક, મહાત્મા ગાંધી સાથે જોડાયાં.
5. ગાંધી-ઇર્વિન કરાર બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે ?
1. લોર્ડ ઇર્વિન અને ગાંધી – કરાર 1931માં આવ્યો.
2. આ કરાર અનુસાર કોંગ્રેસ પ્રથમ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો.
3. ભગતસિંહના ટેકેદારોએ આ કરારનો સખત વિરોધ કર્યો.
4. આ કરાર મુજબ સમુદ્રકિનારે રહેનારા લોકોને કરવેરા સિવાય મીઠું પકવવાની મજૂરી આપવામાં આવી હતી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 1, 3 અને 4
(C) માત્ર 1, 2 અને 3
(D) માત્ર 2, 3 અને 4
6. મહાત્મા ગાંધીજી માટે કયું વાક્ય યોગ્ય નથી?
(A) તેઓનો જન્મ ઈ. સ. 1869માં પોરબંદર ખાતે થયેલ હતો.
(B) ઈ.સ. 1916માં કોચરબ (અમદાવાદ) ખાતે આશ્રમની સ્થાપના કરેલ હતી.
(C) ઈ.સ. 1917માં ચંપારણ ખાતે પ્રથમ સત્યાગ્રહ શરૂ કરેલ.
(D) ઈ. સ. 1945માં હિંદ છોડો ચળવળ શરૂ કરવામાં આવેલ હતી.
7. નીચેના પૈકી કઈ ‘દલિત’  જાતિએ મહાત્મા ગાંધીને મજબૂત ટેકો આપ્યો ?
(A) નામશૂદ્ર
(B) ઐરવ
(C) વણકર
(D) મહાર
8. નીચેની પૈકી કઈ ગાંધીના રાષ્ટ્રવાદી વિચારની વિશેષતા નથી ?
(A) સહાનુભૂતિશીલ વલણ
(B) સહિષ્ણુતા
(C) આધ્યાત્મિકતા
(D) બિનપ્રેરણાત્મક અને બિનસમાધાનકારી
9. “અસ્પૃશ્યતા જીવશે તો હિન્દુત્વ મરી જશે અને હિન્દુત્વને જીવતું રાખવું હશે તો અસ્પૃશ્યતાએ મરવું જ પડશે.” – આવું કોણે કહ્યું?
(A) બી. આર. આંબેડકર
(B) ગાંધીજી
(C) ઠક્કરબાપા
(D) કિશોરીલાલ મશરૂવાળા
10. “નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે.” આવું કોણે કહ્યું ?
(A) જવાહરલાલ નહેરુ
(B) જે. બી. ક્રિપલાણી
(C) ડો. રાજેન્દ્ર પ્રસાદ
(D) ગાંધીજી
11. ગાંધીજીનો ઉદાર ધાર્મિક દૃષ્ટિકોણ …….માં સમજાય છે.
1. પ્રણામી સંપ્રદાય વિચારધારા સાથે માતા પૂતળીબાઈની ઓળખ.
2. આફ્રિકામાં કાનૂની કારકિર્દી.
3. વિવિધાપૂર્ણ સમાજને ગતિશીલ કરવાની વ્યૂહરચના.
4. તેમની વ્યક્તિગત આધ્યાત્મિક યાત્રાથી વિકસિત સામાજિક સંશ્લેષણ પર મજબૂત માન્યતા.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) 2 અને 3
(B) 3 અને 4
(C) 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
12. ખેડૂતોની મુશ્કેલીઓ સમજવા માટે ગાંધીજી દ્વારા ચંપારણના યાત્રા પ્રવાસ સમયે તેઓની સાથે નીચેના પૈકી કોણ જોડાયા હતા?
(A) બાબુ રાજેન્દ્રપ્રસાદ
(B) જે. બી. ક્રિપલાણી
(C) નરહરિ પારેખ
(D) ઉપરના પૈકી બધા જ
13. મહાત્મા ગાંધીજીએ નીચેના પૈકી કોને દીનબંધુ (Deenbandhu) નો ખિતાબ (Title) આપેલ હતો ? 
(A) સી. એફ એંડુઝ (C.F. Andrews)
(B) ચિત્તરંજનદાસ
(C) બાળ ગંગાધર ટિળક
(D) ચંદ્રશેખર
14. ભારતની સ્વતંત્રતા પ્રાપ્તિ વખતે ગાંધીજી …….. હતા.
(A) કોંગ્રેસની કાર્યકારી સમિતિના સભ્ય
(B) કોંગ્રેસના સભ્ય ન હતા.
(C) કોંગ્રેસના પ્રમુખ
(D) કોંગ્રેસના મહાસચિવ
15. નીચેના પૈકી કોણે ક્રિપ્સ દરખાસ્તોને “વીતી ગયેલી તારીખનો  (પોસ્ટડેટેડ) ચેક” કહ્યો?
(A) સરદાર વલ્લભભાઈ પટેલ
(B) જવાહરલાલ નહેરુ
(C) ગાંધીજી  
(D) સુભાષચંદ્ર બોઝ
16. મહાત્મા ગાંધી કેટલી વાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા ?
(A) એક વાર
(B) બે વાર
(C) ત્રણ વાર
(D) ક્યારેય નહીં.
17. ગાંધીજીએ બિહારમાં ચંપારણ્યમાં ગળીનાં ખેતરોના માલિકો મારફ્તે તીન કઠિયા પદ્ધતિથી ભારતીય ખેતમજૂરોના થતાં ભારે શોષણ સામે અહિંસક સત્યાગ્રહ કર્યો અને સરકાર પાસે કાયદો કરાવીને આ પદ્ધતિ કયા વર્ષમાં બંધ કરાવી ?
(A) ઈ.સ. 1916
(B) ઈ.સ. 1918
(C) ઈ.સ. 1917 
(D) ઈ.સ. 1920
18. વ્યક્તિગત સત્યાગ્રહમાં બીજા સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોને પસંદ કરેલ હતા ?
(A) વિનોબા ભાવે
(B) સરદાર વલ્લભભાઈ પટેલ
(C) રાજેન્દ્ર પ્રસાદ
(D) બ્રહ્મદત્ત
19. નીચેના પૈકી કયું સમાચારપત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં આવ્યું ન હતું ?
(A) ઇન્ડિયન ઓપિનિયન
(B) યંગ ઇન્ડિયા
(C) વોઇસ ઓફ ઇન્ડિયા 
(D) હરિજન
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Ajit kumar

Sub Editor-in-Chief at Jaankari Rakho Web Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *