GPSC PT 2016 to 2023 Solved – ભારતનો સાંસ્કૃતિક વારસો – 1
GPSC PT 2016 to 2023 Solved – ભારતનો સાંસ્કૃતિક વારસો – 1
1. નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. દ્રાવિડ શૈલીનાં મંદિરોમાં ચોરસ ગર્ભને ફરતો ઢાંકેલો પ્રદક્ષિણાપથ રાખીને તેને ફરતો મોટો ચોરસ રાખવામાં આવે છે અને એની દીવાલની બહારની બાજુમાં અર્ધસ્તંભો વડે ગોખલા કાઢવામાં આવે છે.
2. દ્રાવિડ શૈલીના શિખર ઉપર જતાં સાંકડા થતાં જતાં અલગ અલગ મજલાઓનું બનેલું હોય છે.
3. નાગર શૈલીનાં શિખરો ઝોખ આડો હોય છે, જ્યારે દ્રવિડ શૈલીનાં શિખરનો ઝોખ ઊભો હોય છે.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
2. ગુપ્તકાલીન ગુફા-મંદિરોનું વર્ગીકરણ નીચેના પૈકી કેટલા વિભાગમાં કરી શકાય ?
(A) બ્રાહ્મણ ગુફા-મંદિર
(B) બૌદ્ધ ગુફા-મંદિર
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) બંને પૈકી એક પણ નહીં.
3. અજંતાની ગુફાઓ બાબતે નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે. ?
1. પહાડ કોતરીને 26 ગુફાઓ બનાવવામાં આવી છે.
2. આ ગુફામાં ચિત્રો જુદા સમયે બનાવેલાં છે.
3. જેવા ગૌતમ બુદ્ધના જન્મનાં ચિત્રો, મહાભિનિષ્ક્રમણ અને મહાપરિનિર્વાણનાં દૃશ્યો બતાવવામાં આવ્યાં છે.
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફક્ત અને ૩
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
4. ગ્રીકો-ભારતીય કલા બાબતે નીચેનાં પૈડ્ડી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
1 વાદળી-ભૂખરા રેતીના પથ્થરનો ઉપયોગ
2. બૌદ્ધ અને જૈન ધર્મના વિષયવસ્તુ ઉપર આધારિત
3. સાતવાહને રાજવીઓ દ્વારા આશ્રય-ઉત્તેજન
(A) ફક્ત 1
(B) ફક્ત 1 અને 2
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
5. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મૃદ્ભાણ્ડો (pottery)ના પ્રકારો પરથી ભારતના તામ્ર-કાંસ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે યુગની સંસ્કૃતિઓને બે પાંડુભાણ્ડ સંસ્કૃતિઓ અને રક્તભાણ્ડ સંસ્કૃતિઓ.
2. બલુચિસ્તાનની ક્વેટા સંસ્કૃતિના મૃદ્ભાણ્ડ પર કાળા રંગમાં ભૌમિતિક આકૃતિઓ ચીતરેલી છે.
3. પંજાબમાં સિંધુ નદીના તટ નજીક આવેલા હડપ્પા ગામ પાસેના ખંડેરોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
6. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) પાલિ ત્રિપિટકમાંના “અંગુત્તર નિકાય” ગ્રંથમાં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
(B) જૈન “ભગવતી સૂત્ર”માં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
(C) (A) અ (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
7. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ગૌતમ બુદ્ધે કરેલા મૌખિક પ્રવચનો આગળ જતાં “સૂત્ર-પિટક” નામના સંગ્રહમાં ગ્રન્થસ્થ કરવામાં આવ્યાં છે.
2. તીર્થંકરોએ ઉપદેશેલા જૈન ધર્મમાં વિવિધ અનેકાન્તવાદોના સ્થાને એકાન્તવાદનું પ્રતિપાદન થયેલું છે.
3. મહાવીર સ્વામીના મૌખિક પ્રવચનોને આગળ જતા સૂત્રોના સંગ્રહો તરીકે આગમ ગ્રંથોમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
8. નીચેના પૈકી કયાં સ્તૂપો અશોકના સમયના ઈંટેરી સ્તૂપો છે?
1. સારનાથ
2. સાંચી
3. બૈરાટ
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
9. ……. એ પાણિનિસૂત્રોના પૂરવણીરૂપે વાર્તિકો લખ્યાં.
(A) કૌટિલ્ય
(B) બિંદુસાર
(C) અશોક
(D) કાત્યાય
10. ગુપ્ત સમ્રાટોએ નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ પડાવ્યાં હતાં ?
1. સુવર્ણ
2. ચાંદી
3. તાંબું
(A) ફક્ત 1 અને 2
(B) ફ્ક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
11. નીચેના પૈકી ક્યાં નામ / બિરુદ સિદ્ધરાજ જયસિંહ સાથે સંક્ળાયેલાં છે?
1. મેલોક્યામંડ
2. સિદ્ધચક્રવર્તી
3. બર્બરકજિષ્ણુ
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
12. સ્વાતંત્ર્ય પછીના બીજા વર્ષે ભારતે 1948માં અણુશક્તિ પંચ (Atomic Energy Commission)ની સ્થાપના કરી અને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે …….. ની નિયુક્તિ કરવામાં આવી.
(A) વિક્રમ સારાભાઈ
(B) ડો. હોમી ભાભા
(C) ડો. શાંતિસ્વરૂપ ભટનાગર
(D) ડો, મેનન
13. અનુ-મૌર્ય કાળની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. સંસ્કૃત નાટકોમાં શિષ્ટ વર્ગના પાત્રો માટે સંસ્કૃતનો અને પ્રાકૃત વર્ગના પાત્રો માટે માગધી, શૌરીની અને મહારાષ્ટ્રી જેવી પ્રાકૃત ભાષાઓનો પ્રયોગ કરવામાં આવતો.
2. કવિવર કાલિદાસની પહેલાનાં સંસ્કૃત કવિઓમાં કવિ ભાસ અગ્રિમ સ્થાન ધરાવે છે.
3. ભાગવત સંપ્રદાયમાં ભગવાન વાસુદેવ કૃષ્ણના અવતારોમાં નકુલીશ-લકુવીશ અવતાર લોકપ્રિય ગણાતો,
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફ્ક્ત 1 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
14. ઈલોરાના શૈલગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં ……… કહે છે.
(A) પંચવટી
(B) વિશ્વકર્મા ગુફા
(C) પાલવ ઝોપડી
(D) મૈત્રેય ગુફા
15. નીચેના પૈકી કયું / કયાં વિધાન | વિધાનો સાચું / સાચાં છે ?
(A) શકો, કુષાણો, આભીરો, હૂણો વગેરે વિદેશી પ્રજાઓના આગમન, વસવાટ અને શાસનના લીધે ભારતીય ચિત્રકલા મરી પરવારી
(B) જૈન ગ્રંથોમાં કલ્પસૂત્ર અને કાલકાચાર્ય કથાની અનેક સુંદર સચિત્ર હસ્તપ્રતો મળી આવેલ છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
16. “અતલસ” ……. નો પ્રકાર છે.
(A) સંગીતવાધ
(B) ઘરેણાં
(C) કાપડ
(D) લોકનૃત્ય
17. ગાયત્રી મંત્ર નીચેના પૈકી કયા વેદમાં છે ?
(A) સામવેદ
(B) ઋગ્વેદ
(C) અથર્વવેદ
(D) આપેલ તમામ
18. …… વંશના રાજાઓએ નાલંદા અને વિક્રમશીલા જેવાં મહાન વિશ્વવિધાલયોને રાજ્યાશ્રમ આપ્યો,
(A) ચાલુક્ય
(B) રાષ્ટ્રકૂટ
(C) પ્રતિહાર
(D) પાલ
19. નીચેના પૈકી કયું / કયાં વિધાનો સાચું/ સાયાં છે ?
(A) ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ વાય છે.
(B) ત્રિપિટકમાં ગૌતમ બુદ્ધ સ્વયંનો ઉલ્લેખ કરવા માટે
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઇ નહીં.
20. અગિયાર માથાવાળા બોધિસત્વ દર્શાવતી પથ્થરમાં બનાવેલી બૌદ્ધ ગુફા ક્યાં આવેલી છે ?
(A) અજંતા
(B) ઇલોરા
(C) કાન્હેરી
(D) કાર્લ
21. શિલ્પ માટેની સામગ્રી તરીકે ‘સ્પોટેડ સેન્ડસ્ટોન’ કઈ કલાશાળા ઉપયોગમાં લેતી હતી?
(A) અમરાવતી
(B) ગાંધાર
(C) મથુરા
(D) સારનાથ
22. ‘એભલ મંડપ’ અને ‘ચૈત્યગૃહ’ સાથેની ગુફાઓ ……. ખાતે આવેલી છે.
(A) એભલપુરી
(B) તળાજા
(C) ઉપલેટા
(D) જામ કંડોરણા
23. આસ્ટ્સ હક્સલે નીચેના પૈકી કોને ‘બિકાનેરના ગૌરવ’ તરીકે વર્ણવે છે?
(A) કોઠારી હવેલી
(B) રામપુરિયા હવેલી
(C) ટાઢા હવેલી
(D) સોપાની હવેલી
24. ‘કાકડા નૃત્ય’ …… દેવોને પ્રસન્ન કરવા માટે થાય છે.
(A) વૃક્ષદેવ
(B) બળિયાદેવ
(C) નાગદેવતા
(D) જળદેવતા
25. ભીલ જનજાતિમાં ગાંધર્વ લગ્ન માટે નીચેના પૈકી કયા શબ્દનો પ્રયોગ થાય છે ?
(A) કહોતી લગ્ન
(B) બીરહૂર
(C) સાટા લગ્ન
(D) ઉદાળી જવું
26. આદિવાસીઓની સૌપ્રથમ કોંગ્રેસ કહી શકાય તેવી રાનીપરજ પરિષદનું ઘાટામાં આયોજન કોના દ્વારા થયું હતું ?
(A) રાયસિંગભાઈ ચૌધરી
(B) કોટલા મહેતા
(C) ગોવિંદભાઈ દેસાઈ
(D) અમરસિંહ ગામિત
27. સંગીત સમ્રાટ તાનસેન કયા વાધના નિષ્ણાત વાદક હતાં?
(A) સિતાર
(B) મૃદંગ
(c) સંતર
(D) રવાબ
28. નીચેના પૈકી કયા કલાકારે પગમાં સોનાનો તોડો પહેરીને પરંપરાગત ગુજરાતી નાટકમાં રાજા ભરથરીનું પાત્ર ભજવ્યું હતું?
(A) નટવર મસ્તાન
(B) મોહન લાલાજી
(C) પ્રાણજીવન જોષી
(D) મૂળજી આશારામ ઓઝા
29. ત્રણ ઉચ્ચ વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય …….. કહેવાતા હતા.
(A) દ્વિજ
(B) રાજન્ય
(C) ઉપનયન
(D) સભાસદ
30. કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ ……. માં થયો હતો.
(A) ઐતરેય બ્રાહ્મણ
(B) શતપથ બ્રાહ્મણ
(C) કૌષીતકિ બ્રાહ્મણ
(D) આર્સેય બ્રાહ્મણ
31. ઋગ્વેદમાં ગાયત્રી મંત્ર નીચેના પૈકી કઈ દેવીને સમર્પિત કરવામાં આવ્યો છે?
(A) લક્ષ્મી
(B) સાવિત્રી
(C) અગ્નિ
(D) મારુતિ
32. ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના પ્રેરક સ્વામીનું નામ જણાવો.
(A) નામદેવ
(B) રૈદાસ
(C) રામાનંદ
(D) ગુરુ નાનક
33. મથુરા વિસ્તારમાં કયા પ્રકારની રંગોળી જમુના જળમાં વહેવડાવવા માટે જ બનાવવામાં આવે છે ?
(A) સંઝા
(B) ઘર
(C) પીઠોરો
(D) જગતિયું
34. “સાંઈ સેતી સાંચે રહુ, ઔરાં સં સુધ-ભાઈ” – આ કોનો ધર્મ હતો?
(A) નાનક
(B) દાદૂ દયાળ
(C) કબીર
(D) રૈદાસ
35. જે લોકભરતમાં ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુની કિનાર એકસરખા કાંગરાથી ભરી હોય તેને કેવું ભરતકામ કહેવાય છે ?
(A) કાઠી ભરત
(B) મહાજન ભરત
(C) કણબી ભરત
(D) બખિયા ભરત
36. ઘરના ઉંબરને મંગલ સાથિયો દોરી ચોખાથી વધાવે છે – તે શાનું પ્રતીક મનાય છે ?
(A) નૃસિંહ ભગવાનનું સિંહાસન
(B) લક્ષ્મીજી
(C) ગણપતિ
(D) આધશક્તિ
37. કબીરની ભાષામાં અનેક ભાષાનું મિશ્રણ થયેલું હોવાથી એનું પ્રચલિત નામ કયું છે ?
(A) ખાલીક બારી
(B) કોસલી
(C) સાધુકડી
(D) ખડી
38. વૈષ્ણવ, તાંત્રિક અને બૌદ્ધ સિદ્ધાંતોનો સરસ સમન્વય સાધતા ભક્તિ આંદોલનનું નામ જણાવો.
(A) સહજિયા
(B) મહાનુભાવ
(C) પંચસખા
(D) વારકરી
39. સ્ત્રીઓ પોતાની કટિ ઉપર જે આભૂષણ ધારણ કરે છે તેને શું કહેવામાં આવે છે ?
(A) ચંદ્રકટિકા
(B) ચંપાકલી
(C) નૂપુર
(D) કોલર
40. ભારતીય “મૂર્તિશિલ્પના વિશ્વકોશ” જેવો કયો સ્તંભ મનાય છે?
(A) સૂર્યમહેલ
(B) કીર્તિસ્તંભ (ચિત્તોડ)
(C) એક્લખા મકબરો
(D) કુતુબ મિનાર
41. પંપા સરોવર, જેનો ઉલ્લેખ રામાયણમાં થયેલો છે, તે કયા રાજ્યમાં આવેલું છે ?
(A) કર્ણાટક
(B) કેરળ
(C) ઉત્તર પ્રદેશ
(D) આંધ્ર પ્રદેશ
42. નીચેના પૈકી કયા જૈન ધર્મના “ત્રિરત્નો” છે ?
(A) સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક્ ચરિત્ર
(B) સમ્યક્ આહાર, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન
(C) સમ્યક્ આહાર, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચરિત્ર
(D) સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય
43. આદિવાસીઓમાં લગ્નના દિવસોમાં કયું નૃત્ય મહદંશે પુરૃષો દ્વારા થાય છે ?
(A) કૂદણિયું
(B) હાલેણી
(C) માટલી નૃત્ય
(D) આંબલી ગોધો
44. સાંથલોની માન્યતા અનુસાર તેમની ઉત્પત્તિ નીચેના પૈકી શામાંથી થઈ?
(A) કબૂતર
(B) હંસ
(C) વાનર
(D) ભેંસ
45. ઇલોરામાં એક ખડકમાંથી કોતરેલું કોનું મંદિર છે ?
(A) ધુમલીનું મંદિર
(B) રાજરાજેશ્વર મંદિર
(C) કૈલાસનાથ મંદિર
(D) લિંગરાજ મંદિર
46. આદિવાસીઓમાં હોળીનૃત્ય પ્રસંગે અને સમૂહનૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય છે તેનું નામ જણાવો.
(A) ત્રાંસા
(B) ઝાલર
(C) ચીપિયો
(D) રમઝોળ
47. નીચેનાં પૈકી કોણ અષ્ટછાપ કવિ છે ?
(A) નંદદાસ
(B) સુંદરદાસ
(C) ગુરુદાસ
(D) રામદાસી
48. દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નંખાયો ?
(A) હોપસળ
(B) નાગર
(C) ચૌલુક્ય
(D) દ્રવિડ
49. ઓડિશાના ચૈતન્ય પ્રભુના પ્રભાવથી, જે સંપ્રદાયે લોકભાષામાં પોતાની ભક્તિ ધારા રેલાવી તે કાય નામે પ્રચલિત બન્યો ?
(A) શરણિયા
(B) સહજિયા
(C) પંચસખા
(D) ઇસ્માઇલિયા
50. કયુ વૃક્ષ આદિવાસી વિસ્તારનું કલ્પવૃક્ષ મનાય છે ?
(A) વાંસ
(B) ખાખર
(C) સાગ
(D) તાડ
51. પ્રતીક્ષા કાશી નીચેના પૈકી કયા નૃત્યના કલાકાર છે ?
(A) ભરતનાટ્યમ્
(B) કૂચીપુડી
(C) કથક
(D) મણિપુરી
52. કલમકારી ચિત્રકલાનો ઉદ્ભવ નીચેના પૈકી ક્યાં થયો હતો ?
(A) રાજસ્થાન
(B) મધ્ય પ્રદેશ
(C) આંધ્ર પ્રદેશ
(D) બિહાર
53. 2019ના વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત થયેલ છે ?
(A) શંખ ઘોષ
(B) અમિતાવ ઘોષ
(C) કૃષ્ણા સોબતી
(D) અકિકતમ્ અચ્યુતન્ નંબુદરી
54. 15મી સદીની નોંધપાત્ર કૃતિ રસમંજરી એ ……. દ્વારા રચવામાં આવી છે.
(A) બાણભટ્ટ
(B) ભાનુદત્ત
(C) આર્યભટ્ટ
(D) વીરભદ્ર
55. રાવણહથ્થા (Ravanahattha) એ ……… છે.
(A) સંગીતનું સાધન
(B) હસ્તપ્રત
(C) ભીંતચિત્ર
(D) એક પણ નહીં.
56. નીચેના પૈકી કયું સ્થળ એ’ UNESCO હેરિટેજ સ્થળ નથી ?
(A) અજંતાની ગુફાઓ
(B) ઈલોરાની ગુફાઓ
(C) બાધ ગુફાઓ
(D) એલિફંટાની ગુફાઓ
57. નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સત્ય નથી ?
(A) પ્રાકૃત એ પાલીમાંથી ઉદ્ભવી છે.
(B) પાલી ભાષા એ સંસ્કૃતથી જૂની છે.
(C) (A) તથા (B) બંને
(D) (A) અથવા (B) એક પણ નહીં.
58. નીચેના પૈકી કયું વિધાન | કયાં વિધાનો સત્ય છે ?
1. પિઠોરા એ આદિવાસી ચિત્રકામ છે.
2. પિઠોરા એ આદિવાસી
3. પિથોરા કળા એ સામાન્ય રીતે લીંપણ દીવાલો (mud walls)ઉપર જ ચિતરેલી હોય છે.
(A) માત્ર 1
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 2 અને 3
(D) 1, 2 અને 3
59. ઓડિશા શૈલીના મંદિરોને કયા નામથી ઓળખવામાં આવતા હતા?
(A) ત્રિરથ મંદિરો
(B) જગમોહન
(C) સૂર્ય મંદિરો
(D) તારાયમ
60. આઈ ડેર’ તથા ‘કાઉન્ટલી બેટન’ કોની આત્મકથા છે?
(A) વિજ્યાલક્ષ્મી પંડિત
(B) શ્રીમતી મેનકા ગાંધી
(C) કિરણ બેદી
(D) પુનિતા અરોરા
61. ભારતના ક્યા ઐક શ્રેષ્ઠ સંગીતશાસ્ત્રીની યશસ્વી કારકિર્દીનો આરંભ રામલીલાના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે થયો હતો?
(A) ડાહ્યાભાઈ નાયક
(B) બૈજુ બાવરા
(C) પંડિત ઓમકારનાથ ઠાકુર
(D) શિવકુમાર શુકલ
62. નૃત્ય સંસ્થાન અને તેના સ્થાપક અથવા સંકળાયેલ મહિલાની જોડીઓ પૈકી કઈ સાચી નથી?
(A) નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર – કનક રેલે
(B) સેન્ટર ફોર ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ – સોનલ માનસિંહ
(C) નર્તન વિધાપીઠના પ્રથમ આચાર્ય – અંજલિ મેટ
(D) નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ – ઈલાક્ષી ઠાકોર
63. સુપ્રસિદ્ધ કાંસાની પૂતળી સિંધુ સાંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવી છે?
(A) હડપ્પા
(B) લોથલ
(C) મોહેં-જો-દડો
(D) કાલિબંગાન
64. નીચેના પૈકી ૠગ્વેદના કર્યા સૂક્તમાં જગતની ઉત્પત્તિ વિષેનું વર્ણન કરવામાં આવ્યું છે?
(A) નાસદીય સૂક્ત
(B) સોમ સૂક્ત
(C) ધર્મ સૂક્ત
(D) રૂદ્ર સૂક્ત
65. પાવરી, તાડપુ અથવા ડોબરૂં, રણશિંગુ અને નાગણી કયા પ્રકારના વાઘોમાં સમાવેશ થશે?
(A) ઘન વાધો
(B) તંતુ વાધો
(C) સુષિર વાધો
(D) અવનધ્ય વાધો
66. કયા અભિલેખમાં અશોકની સાથે ‘દેવનામ પ્રિયદર્શીની’ની ઓળખ મળે છે?
(A) માસ્કી અને ગુર્જરા
(B) પ્રયાગ પ્રશસ્તિ
(C) કલસી અભિલેખ
(D) મહૌલી અભિલેખ
67. ‘ભાવાર્થદીપિકા’ નામે ગ્રંથ બીજા કયા નામે જાણીતો છે?
(A) તુલસી રામાયણ
(B) જ્ઞાનેશ્વરી ગીતા
(C) શ્રી ભાષ્ય
(D) એકનાથ ભાગવત
68. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
(A) રથમંદિરો એક જ પહાડ કે શિલા કોરીને બનાવવામાં આવતાં
(B) નરસિંહવર્મન પહેલાએ મહાબલિપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે.
(C) મામલ્લપુરમ (મહાબલિપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું.
(D) ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે.
69. ગુપ્તકાલીન ‘દશાવતાર’નું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે?
(A) ભીતરીંગાવ
(B) ભૂમરા
(C) દેવગઢ
(D) દશપુર
70. બૌદ્ધ ધર્મના ધર્મપુસ્તક ત્રિપિટકના ત્રણ સમૂહોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?
(A) વિનયપિટક
(B) સૂક્ત પિટક
(C) ધમ્મપિટક
(D) અભિધમ્મપિટક
71. 11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ……. “રામાયણમંજરી”, “ભારતમંજરી” અને “બૃહત્કથા-મંજરી” રચનાઓ માટે પ્રખ્યાત છે.
(A) ક્ષેમેન્દ્ર
(B) પદ્મગુપ્ત
(C) શ્રીહર્ષ
(D) કલ્હણ
72. ઓરિસ્સાના ……. શૈલીના મંદિરોમાં એક ગૌરવભરી અને આગવી શૈલીનો વિકાસ થયો.
(A) નાગર
(B) દ્રવિડ
(C) (A) અને (B) બંને
(D) પૈકી કોઈ પણ નહીં
73. અસોડા અને દેલમાલમાં …….. પ્રકારના મંદિરો જોવા મળે છે.
(A) ત્રિતાયતન
(B) પંચાયતન
(C) સપ્તાયતન
(D) અષ્ટાયતન
74. પદ્મનાભકૃત “કાન્હડદે પ્રબંધ” માં ……. નું વર્ણન છે.
(A) 16મી સદીના રાજ વહીવટ
(B) કૃષ્ણભક્તિ
(C) અલાઉદ્દીન ખ્રિલજીના લશ્કરે કરેલી ગુજરાત પરની ચઢાઈ
(D) મહાભારતના પ્રસંગો
75. “પાહન પૂજે હરિ મિલે, તો મૈં પહાર, તાતે યહ ચક્કી ભલી, પિસ્યો ખાય સંસાર” – કોની પંક્તિઓ છે ?
(A) સ્વામી રામાનંદ
(B) સુરદાસ
(C) કબીર
(D) રૈદાસ
76. જયપુરના મહારાજ જયસિંહે જગન્નાથ પાસે …….. ને લગતો “સિદ્ધાંત સમ્રાટ નામનો ગ્રંથ લખાવ્યો હતો.
(A) રાજવહીવટ
(B) વ્યાકરણ
(C) આયુર્વેદ
(D) જ્યોતિષ
77. …….. એ માટીમાંથી બનેલું લોક્વાધ છે જેમાં માટીના ગોળ દડામાં ત્રણ કાણાં પાડી એને પકવવામાં આવે છે અને એને ફૂંક મારીને પાવાની જેમ વગાડવામાં આવે છે.
(A) ડોબર
(B) ભારિદો
(C) તાડ્યું
(D) રમઝોળ
78. યામિની કૃષ્ણમૂર્તિ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા છે ?
(A) કથક
(B) ભરતનાટ્યમ
(C) મણિપુરી
(D) કથકલી
79. નીચેના પૈકી કયા વાધ સાથે યુ.કે.શિવરમણ સંલગ્ન છે ?
(A) વાયોલિન
(B) રૂદ્રવીણા
(C) મૃદંગમ
(D) મેન્ડોલિન
80. નીચેના પૈકી કયા વિધાન | વિધાનો સાચાં છે?
1. કમલકારી ચિત્રકલાનો ઉદ્ભવ આંધ્ર પ્રદેશમાંથી થયેલ છે.
2. ફાદ (Phad) ચિત્રકલાનો ઉદ્ભવ રાજસ્થાનમાંથી થયેલ છે.
3. વોરલી ચિત્રકલાનો ઉદ્ભવ બિહારમાંથી થયેલ છે.
(A) વિધાન (1) અને (2) સાચાં છે.
(B) વિધાન (1) અને (3) સાચા છે.
(C) વિધાન (1), (2) અને (3) સાચાં છે.
(D) વિધાન (2) અને (3) સાચાં છે.
81. ઝૂલતા મિનારા એ …….. ખાતે સ્થિત છે.
(A) જામા મસ્જિદ, અમદાવાદ
(B) અદીના મસ્જિદ
(C) સીધી બશીર મસ્જિદ
(D) જામા મસ્જિદ, ખંભાત
82. નીચેના પૈકી કઈ ભાષાઓ દ્રવિડ ભાષાઓના જૂથ સાથે જોડાયેલી છે?
1. તેલુગુ
2. તમિલ
3. કન્નડ
4. મલયાલમ
5. કોંકણી
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 1, 2 અને 4
(C) 1, 2, 3, 4 અને 5
(D) માત્ર 1, 2, 3 અને 4
83. નીચેના પૈકી ક્યા દેવતા ૠગ્વેદના મુખ્ય દેવતા હતા ?
(A) ઈન્દ્ર
(B) વરુણ
(C) અગ્નિ
(D) વાયુ
84. પૂર્વા (Purvas) જૈન સાહિત્ય એ …….. નું બનેલું છે.
(A) 11 પૂર્વા (11 Purvas)
(B) 14 પૂર્વી (14 Purvas)
(C) 12 પૂર્વા (12 Purvas)
(D) 15 પૂર્વા (15 Purvas)
85. વલ્લભાચાર્યએ …….. નો ફેલાવો કર્યો.
(A) વૈષ્ણવ ધર્મ
(B) શૈવ ધર્મ
(C) હિન્દુ ધર્મ
(D) બૌદ્ધ ધર્મ
86. નીચેનામાંથી કયું અવનધ વાધ નથી ?
(A) નાગફણિ
(B) પખવાજ
(C) માદળ
(D) તબલા
87. નીચેના પૈકી કયું વસ્ત્ર રેશમનું નથી ?
(A) ટસર
(B) ગવન
(C) ગજી
(D) અતલસ
88. ડો. વેમ્પતી ચિના સત્યમ કયા નૃત્ય સાથે સંલગ્ન છે ?
(A) ભરતનાટ્યમ્
(B) મણિપુરી
(C) કૂચીપુડી
(D) કથક
89. રાજ રેવાલ તથા બ્રિન્દા સોમૈયા કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?
(A) નૃત્યકળા
(B) સંગીત
(C) ચિત્રકળા
(D) સ્થાપત્ય
90. પ્રખ્યાત “મહિષાસુર” ચિત્ર કયા ચિત્રકારનું છે ?
(A) નંદલાલ બોઝ
(B) તૈયબ મહેતા
(C) જૈમિની રોય
(D) એસ. એચ. રાજા
91. નીચેના સંગીતકારો પૈકી કયા સંગીતકાર “કિરાના ઘરાના” ના નથી ?
(A) વીણા સહસ્ત્રબુદ્ધે
(B) ભીમસેન જોષી
(C) કિશોરી અમોનકર
(D) પ્રભા અત્રે
92. પુલીયાટ્ટમ લોકનૃત્ય કયા રાજ્યનું છે ?
(A) તામિલનાડુ
(B) કર્ણાટક
(C) આંધ્ર પ્રેદશ
(D) કેરલ
93. દેશમાં ઊજવાતા ઉત્સવો અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(A) ગણગૌર ઉત્સવ (Gangaur Festival) – રાજસ્થાન
(B) હરિયાળી તીજ (Haryali Teej) – બિહાર, ઉત્તર પ્રદેશ
(C) સારી-એ-ગુલોશન (sair-e Gulfaroshan) – દિલ્હી
(D) હોર્નબિલ ઉત્સવ – અરુણાચલ પ્રદેશ
94. નીચેના પૈકી કયું સ્થાપત્ય સૌથી જૂનું છે ?
(A) લિંગરાજા મંદિર (ingraja Temple)-ભુવનેશ્વર (Bhuvaneswar)
(B) રોક કટ એલિફ્ટ (Rock cut Elephant ધૌલી (Dhauli)
(C) રોક કટ મોન્યુમેન્ટ (Rock cut Mounmenrts) મહાબલિપુરમ (Mahabalipuram)
(D) વરાહ ઈમેજ (Varaha Image)-ઉદયગિરિ (Udayagiri)
95. નીચેના વાક્યો તપાસો :
1. ગંધાર પ્રકારની બાંધણી ઉપર ગ્રીકની અસર છે અને બુદ્ધ ધર્મની તેની ઉપર અસર છે. હાલના કંધહાર વિસ્તારમાં તેનો મુખ્યત્વે વિકાસ થયેલ હતો.
2. અમરાવતી પ્રકારની બાંધણી એ સ્થાનિક કલા ઉપર આધારિત છે. તેમાં સફેદ આરસનો ઉપયોગ થાય છે.
(A) પ્રથમ વાક્ય યોગ્ય છે
(B) બીજું વાક્ય યોગ્ય છે
(C) પ્રથમ અને બીજું બંને વાક્યો યોગ્ય છે
(D) પ્રથમ અને બીજું બંનેં વાક્યો યોગ્ય નથી
96. નીચેના પૈકી કયું સ્થાન યુનેસ્કો (UNESCO) ની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં (World Heritage Site) માં સામેલ નથી ?
(A) તાજ મહેલ – આગ્રા
(B) સૂર્યમંદિર – કોણાર્ક
(C) છત્રપતિ શિવાજી ટર્મિનસ (વિક્ટોરિયા ટર્મિનસ) – મુંબઈ
(D) દેલવાડાના મંદિરો (Delwara Temple) – માઉન્ટ આબુ
97. નીચેના તહેવારો અને ઉજવણી થતી હોય તેવાં રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે ?
1. પોંગલ (Pongal) – તામિલનાડુ
2. મેઘા બિહુ (Megha Bihu) – અસમ
3. માઘી (Maghi) – પંજાબ
4. કિચરી (Kicheri) – રાજસ્થાન
(A) 1, 2, 3 અને 4 જોડીઓ યોગ્ય છે
(B) 1, 2 અને 4 જોડીઓ યોગ્ય છે
(C) 2, 3 અને 4 જોડીઓ યોગ્ય છે
(D) 1, 2 અને 3 જોડી યોગ્ય છે
98. નીચેના વાક્યો તપાસો :
1. યુનેસ્કો (UNESCO) દ્વારા કુલ 1121 સ્થાનોને વર્લ્ડ હેરિટેજ સાઈટ (World Heritage Sites) માં સમાવેશ કરેલ છે
2. ભારતમાં કુલ 38 સ્થળોને વર્લ્ડ હેરિટેજ સાઈટ (World Heritage Site) માં સમાવવામાં આવેલ છે
(A) 1 અને 2 વાક્યો યોગ્ય છે
(B) માત્ર 1 વાક્ય યોગ્ય છે
(C) માત્ર 2 વાક્ય યોગ્ય છે
(D) 1 અને 2 બન્ને વાક્યો યોગ્ય નથી
99. ઈન્ડિયન ઈન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ (Indian International Cherry Blossom Festival) કયા રાજ્યમાં ઊજવવામાં આવે છે ?
(A) નાગાલેન્ડ
(B) અરુણાચલ પ્રદેશ
(C) મેઘાલય
(D) મણિપુર
100. ભારતમાં કરવામાં આવતા નૃત્યો અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(A) મણિયારો (Maniyaro) – ગુજરાત
(B) મયૂરભાની ચાઉ (Mayurbhani chhau) – ઓડિશા
(C) કમસલી નૃત્ય (Kamsale Dance) – કેરલ
(D) સત્તરિયા નૃત્ય (Sattriya Dance) – અસમ
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here