GPSC PT 2016 to 2023 Solved – યોજના અને અભિયાન – 2

GPSC PT 2016 to 2023 Solved – યોજના અને અભિયાન – 2

1. ગુજરાત સરકારની SWAGAT ઓનલાઇનની શરૂઆતનો હેતુ ……
(A) રાજ્યમાં વિદેશી પ્રવાસીઓની મહેમાનગતિ અને સ્વાગત માટે છે.
(B) લોક ક્લા અને નૃત્યની લોકપ્રિયતા માટે છે.
(C) રાજ્યનાં તમામ પ્રવાસી સ્થળોનું પરસ્પર તંત્ર દ્વારા સંક્લન અને દોડધામ વિનાની મુસાફરીના આયોજન માટે છે.
(D) સરકારના વિવિધ સ્તરે નાગરિકોની ફરિયાદોના અસરકારક, પારદર્શક અને ઝડપી નિરાકરણ માટે છે.
2. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ શિખર સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી? 
(A) 2003માં રાજ્યમાં રોકાણની ગતિ વધારવા માટે તેની શરૂઆત કરવામાં આવી.
(B) સમગ્ર વિશ્વભરના પ્રમુખ નીતિ નિર્માતાઓ, ઉધોગ નેતાઓ, નિયમનકારો અને પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રીઓ સાથે ચર્ચા પ્રવર્તન કરવાની તક પૂરી પાડે છે.
(C) હિસ્સેદારોને આમંત્રિત કરવા માટે અને રાજ્યમાં વિકાસલક્ષી યોજનાઓ માટે જાહેર ભંડોળ ઊભું કરવાની તક પૂરી પાડે છે.
(D) સંભવિત ભાગીદારો સાથે વૈશ્વિક સ્તરે જોડાવા માટે નાના અને મધ્યમ કદના ઉદ્યોગ-સાહસ (SMEs) માટે તક પૂરી પાડે છે.
3. આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે ગુજરાત સરકારની યોજનાઓ અંગે નીચેનાં વિધાનો જુઓ.
(1) એશિયામાં પહેલો, આબોહવા પરિવર્તનનો એક અલગ વિભાગ સ્થાપ્યો છે અને વિશ્વમાં ચોથો એવો પ્રાંત છે જે આબોહવા પરિવર્તન વિભાગ ધરાવે છે.
(2) 2009માં સ્થપાયેલ, આબોહવા પરિવર્તન વિભાગને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ હતું જેનો હેતુ પર્યાવરણીય મુદ્દાઓને માનવ ચહેરો આપવાનો હતો અને ટકાઉ વિકાસના સક્રિય પ્રતિનિધિ બનવા માટે લોકોનું સશક્તિકરણ કરવાનો છે.
(A) માત્ર 1 સાચું
(B) માત્ર 2 સાચું
(C) 1 અને 2 સાચાં
(D) 1 અને 2 ખોટાં
4. એપ્રિલ 2018માં રાષ્ટ્રીય ગ્રામ સેવા યોજનાની શરૂઆત થઈ જેના દ્વારા ……..
(A) દેશભરમાં પંચાયત રાજ વ્યવસ્થાને મજબૂત બનાવાશે.
(B) સમગ્ર દેશમાં વધુ ગ્રામીણ રોજગારી ઊભી કરાશે.
(C) સમગ્ર દેશમાં ગ્રામીણ સંચાર જોડાણ વધારાશે.
(D) માસિક નાણાકીય સહાય દ્વારા ગ્રામીણ મહિલા સશક્તિકરણમાં વધારો થશે.
5. ઇ-સનદ યોજનાનો હેતુ …….. 
(A) રૂબરૂ સંપર્ક વિના પણ દસ્તાવેજ માટે કેન્દ્રકૃત મંચ પૂરું પાડવાનો છે.  
(B) રૂબરૂ સંપર્ક વિના પણ ગ્રામીણ પરિવારો માટે નગદી રહિત વીજ “બિલ ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.
(C) એક જ સ્થળેથી ભારતીય નાગરિકો માટે પાસપોર્ટ ઉપલબ્ધ કરાવવાની સુવિધા છે.
(D) એક જ સ્થળેથી જમીન મિલકતની નોંધણી સુવિધા ઉપલબ્ધ કરાવવાની છે.
6. વિદેશમંત્રાલયના સહયોગથી માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા ભારતમાં અભ્યાસ તકની યોજના ‘સ્ટડી ઇન ઇન્ડિયા’ કાર્યક્રમનો હેતુ ………
(A) ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવાનો છે.
(B) દેશમાં આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓના હિસ્સામાં વધારવાનો છે.
(C) ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની વૈશ્વિક પ્રતિષ્ઠા અને ક્રમાંક સુધારવાનો છે.
(D) ઉપરોક્ત તમામ
7. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ‘ઇન્દ્રધનુષ’નો હેતુ …….
(A) તમામ બાળકો માટે સંપૂર્ણ રોગપ્રતિરક્ષા કવચ મજબૂત બનાવવો.
(B) ગરીબોને મફ્ત ડાયાલિસીસ સેવાઓ પૂરી પાડવી અને તમામ દર્દીઓને સહાયિત સેવાઓ આપવી.
(C) બધા માટે સસ્તી અને ગુણવત્તાવાળી આરોગ્ય સંભાળની ખાતરી,
(D) તમામ શાળાએ જતાં બાળકોને યોગ્ય પોષણ આપવું.
8. નીતિ આયોગની સૌભાગ્ય યોજના વિશે નીચેનામાંથી શું સાચું નથી?
(A) 40 મિલિયન ગ્રામીણ અને શહેરી પરિવારોને ડિસેમ્બર 2019 સુધીમાં વીજળી ઉપલબ્ધ થશે.
(B) 80,000 મિલિયન એકમ પ્રતિવર્ષ વીજ આવશ્યકતા વૃદ્ધિ.
(C) વૈશ્વિક આબોહવા પરિવર્તન પ્રતિબદ્ધતાને પહોંચી વળવા માટે કાર્યરત.
(D) શિક્ષણ, આરોગ્યને સુધારવામાં મદદ કરવી અને આર્થિક પ્રવૃત્તિ તેમ જ રોજગારની તકો સાથે જોડાણમાં ગુણકાંક વધારામાં મદદરૂપ થવું.
9. નીચેના પૈકી કયો જિલ્લો ગુજરાત સરકારની સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજનાનો ભાગ નથી?
(A) અમદાવાદ
(B) પોરબંદર
(C) અમરેલી
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
10. પરંપરાગત અને બિન-પરંપરાગત વેપારમાં મહિલાઓ માટે તાલીમ અને કૌશલ્ય પ્રદાન કરતી યોજનાનું નામ શું છે? 
(A) કિશોરી શક્તિ યોજના
(B) રાષ્ટ્રીય મહિલા કોશ
(C) સ્વયંસિદ્ધા
(D) સ્વાવલંબન
11. જનની સુરક્ષા યોજનાનું કેન્દ્ર બિંદુ
(1) માતૃત્વ મૃત્યુ દર ઘટાડવો
(2) શિશુ મૃત્યુ દર ઘટાડવો
(3) સ્ત્રીઓની આયુ સંભાવનામાં વધારો
નીચેનાં સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) 1 અને 2
(B) 2 અને 3
(C) કેવળ 1
(D) 1, 2 અને 3
12. “ગ્રામ ઉદયસે ભારત ઉદય અભિયાન”ની શરૂઆત કયા વર્ષમાં થયેલ છે ?
(A) ઈ.સ. 2015
(B) ઈ.સ. 2017
(C) ઈ.સ. 2014
(D) ઇ.સ. 2016
13. ‘ઉન્નત ભારત અભિયાન 2.0’નો મુખ્ય કાર્યક્રમ …… દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.
(A) ગ્રામીણ વિકાસ મંત્રાલય
(B) શહેરી વિકાસ મંત્રાલય
(C) માનવ સંસાધન વિકાસ મંત્રાલય 
(D) સામાજિક ન્યાય વિભાગ
14. સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ……. ઉંમરના બાળકોને છ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. 
(A) 0 થી 4
(B) 0 થી 6
(C) 0 થી 5
(D) 1 થી 5
15. પેયજળ અને સ્વતંત્રતા મંત્રાલય દ્વારા આરંભાયેલ સ્વચ્છ સર્વેક્ષણનો આદેશ ……
(A) સ્વચ્છતા પરિમાણોને આધારે મહાનગરોને ક્રમબદ્ધ કરવા.
(B) સ્વચ્છતા પરિમાણોને આધારે તમામ રાજ્યોની રાજધાનીઓને ક્રમબદ્ધ કરવી.
(C) સ્વચ્છતા પરિમાણોને આધારે તમામ જિલ્લાઓ અને રાજ્યોને ક્રમબદ્ધ કરવા.
(D) સ્વચ્છતા પરિમાણોને આધારે તમામ પંચાયતોને ક્રમબદ્ધ કરવી.
16. નવી દિલ્હીમાં …….. ના અનુરેખ અને ખોજ (ટ્રેક એન્ડ ટ્રેસ) માટે વાણિજ્ય, ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન મંત્રીએ “રિયુનાઇટ (ReUnite)” મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે.
(A) વિમાનમથક અથવા હવાઇ મુસાફરીમાં ખોવાયેલ સામાન
(B) રાજધાનીમાં ખોવાયેલ શ્વાનો
(C) ખોવાયેલાં કોમ્પ્યૂટર અને મોબાઇલ ફોન
(D) ભારતમાં ખોવાયેલાં અને તરછોડાયેલાં બાળકો
17. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સેવાભોજ યોજના શું છે?
(A) આ યોજના થકી પ્રસાદ, લંગર, ભંડારા વગેરેનાં ભોજન બનાવવામાં ઉપયોગમાં થતી સામગ્રી ઉપર જી.એસ.ટી.ના પૈસા સરકાર પરત કરશે, જેથી સેવાકીય સંસ્થાઓ અને ચેરિટેબલ ટ્રસ્ટો જે લોકોને વિનામૂલ્ય ભોજન કરાવે છે તેમને લાભ થશે.
(B) ધાર્મિક સંસ્થાઓને આ યોજનાથી કરમુક્તિ આપશે.
(C) આ યોજના એગ્રો ઉત્પાદનો 2.5% CGSTનું વ્યવસ્થાપન કરશે.
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
18. અટલ પેન્શન યોજના ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ આવે છે?
(A) સામાજિક ન્યાય અને સશક્તિકરણ
(B) સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ
(C) ગ્રામિણ વિકાસ
(D) નાણાં
19. ભારત સરકારની નીચેના પૈકી કઈ યોજના સૌ કોઈ માટે ધોરણ-9 અને તેના ઉપરના વર્ગોના અભ્યાસક્રમો શીખવવા માટે આઈ.ટી. પ્લેટફોર્મની સુવિધાઓ પૂરી પાડે છે?
(A) સ્વયં
(B) સારાંક્ષ
(C) સ્વયંપ્રભા
(D) શાળાસિદ્ધિ
20. જી.આઈ.ડી.સી.ને સેચ્યુરેટેડ એસ્ટેટ મલ્ટિ સ્ટોરેડ શેડ ઊભા કરવા માટેની નાણાકીય સહાય યોજના હેઠળ …… % સીધી સહાય પૂરી પાડવામાં આવશે.
(A) 20
(B) 30
(C) 40
(D) 50
21. ……. નિકાસ પ્રવૃત્તિને વેગ મળે તેમ જ આંતરરાષ્ટ્રીય નિકાસ હરીફાઈને પહોંચી વળવાના ઉદ્દેશથી નિકાસલક્ષી આંતર-માળખાકીય સુવિધાઓ સ્થાપવાના હેતુ માટેની યોજના છે.
(A) એસાઈડ યોજના
(B) ઇન્ડસ્ટ્રીયલ – કે.વી.કે.
(C) મોડિફાઈડ એરિયા ડેવલપમેન્ટ એપ્રોચ
(D) ઇન્ટિગ્રેટેડ કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર
22. “સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના” હેઠળ ચેકડેમ બાંધવા માટે સરકારી ફાળો ……. % અને લાભાર્થી ફાળો ……. છે.
(A) 50, 50
(B) 60, 40
(C) 70, 30
(D) 80, 20
23. સરદાર સરોવર યોજનામાં ડૂબમાં જતાં નીચેના પૈકી કયું / કાં મંદિર / મંદિરોને ઊંચા સ્થાને સ્થાપિત કરવામાં આવ્યું / આવ્યાં? 
(1) હાંફેશ્વર
(2) શુલપાણેશ્વર
(3) ગરુડેશ્વર
(A) ફક્ત (1)
(B) ફક્ત (2)
(C) ફક્ત (1) અને (2)
(D) (1), (2) અને (૩)
24. મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા મહિલા ઉધોગ સાહસિકો માટે નીચેના પૈકી કયું ઓનલાઇન માર્કેટિંગ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે?
(A) મહિલા – ઈ-હાટ
(B) મહિલા – ઈ-શક્તિ
(C) મહિલા – ઈ-મંડી
(D) મહિલા – ઈ-માર્ગ
25. ગુજરાત સરકારની શહેરી યોજના – મિશન મંગલમનું નીચેના પૈકી ક્યું મુખ્ય ઉદ્દેશ છે?
(A) સ્થાનિક શહેરી સંસ્થાઓના કર્મચારીગણમાં ક્ષમતા નિર્માણ
(B) શહેરી ગરીબ, મહિલાઓ અને બાળકોનું સશક્તિકરણ
(C) મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મલ્ટિલેન માર્ગો
(D) અમદાવાદ અને સુરતમાં રિવરફ્રન્ટ વિકાસ કાર્યક્રમ
26. બાળકોના 0-6 વર્ષના વયજૂથમાં નીચેના પૈકી કઈ સેવાઓ ICDS યોજના હેઠળ પૂરી પાડવામાં આવતી નથી ?
(A) પૂરક પોષણ
(B) રોગપ્રતિરક્ષા
(C) આરોગ્ય તપાસ
(D) પોષણ શિક્ષણ
27. ખેડૂતો માટેની સોઈલ હેલ્થ કાર્ડ કયા યોજના વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
(A) 2013
(B) 2014
(C) 2015
(D) 2016
28. અટલ પેન્શન યોજનાનું નિયમન અને સંચાલન કોણ કરે છે ? 
(A) માનવ સંસાધન વિભાગ, ભારત સરકાર
(B) પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી
(C) સામાજિક ન્યાય વિભાગ, ભારત સરકાર
(D) નાણાં મંત્રાલય, ભારત સરકાર
29. “સ્ટાર્ટ અપ ઇન્ડિયા” પ્રોગ્રામની શરૂઆત ક્યારે થઈ ?
(A) એપ્રિલ, 2016
(B) જાન્યુઆરી, 2016
(C) માર્ચ, 2016
(D) જૂન, 2016
30. “સૌભાગ્ય યોજના”ની નોડલ એજન્સી તરીકે નીચે પૈકીની કઈ સંસ્થા છે ?
(A) નેશનલ થર્મલ પાવર કું. લિ.
(B) પાવર ફાઇનાન્સ કોર્પોરેશન
(C) ગ્રામીણ વિદ્યુતીકરણ નિગમ લિમિટેડ
(D) ઉપરના પૈકી એક પણ નહીં.
31. “વિધા સાધન યોજના” અંતર્ગત કયા ધોરણમાં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની કન્યાઓને સાઇકલ આપવા માટે ગુજરાતના વર્ષ 2018-19 ના બજેટમાં રૂપિયા 16 કરોડની જોગવાઈ કરેલ છે?
(A) ધોરણ-6
(B) ધોરણ-7
(C) ધોરણ-8
(D) ધોરણ-9
32. ભારતના સમથળ વિસ્તારનું એક ગામ જેની વસ્તી …….. થી વધુ હોય તે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવે છે.
(A) 500
(B) 1000
(C) 1500
(D) 2000
33. e-NAM શું છે ?
(A) કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા કૃષિવિષયક ચીજવસ્તુઓ માટે તે એક પેન ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક વેપાર પોર્ટલ છે.
(B) ગ્રાહકોનાં હિતનું રક્ષણ કરવા માટે, વિવિધ ચીજવસ્તુઓના ભાવ જાણવા માટેની તે એક એપ્લિકેશન છે.
(C) તે વાણિજ્ય મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી એક વેબસાઇટ છે, જેના ઉપર પરંપરાગત ચીજવસ્તુઓના આર્થિક હિતને પ્રોત્સાહન આપવા માટે હસ્તકલા પ્રદર્શિત કરેલ છે.
(D) ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં.
34. SAMPADA યોજના શેની સાથે સંબંધિત છે ?
(A) લઘુ ધિરાણ દ્વારા મહિલાઓનું સશક્તિકરણ
(B) નાના ખેડૂતોને કૃષિ ધિરાણ
(C) કૃષિ ખાધ પ્રસંસ્કરણ ઉધોગ 
(D) વસ્ત્ર ઉધોગના વિકાસ માટે ધિરાણ પૂરા પાડવા
35. ભારત સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વયમ્ પ્રભા (Swayam Prabha) યોજના કઈ બાબત સાથે સંકળાયેલ છે ?
(A) યોગ અને મેડિટેશનની તાલીમ માટે
(B) યુવાસાહસિકોને તાંત્રિક તાલીમ આપવા માટે
(C) નવી ડિજિટલ ટેકનોલોજીના પ્રસાર માટે
(D) DTH ચેનલ દ્વારા શિક્ષકો, વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર જ્ઞાન આપવા માટે
36. “PMGDISHA” યોજના ક્યા હેતુસર શરૂ કરવામાં આવેલી છે ?
(A) ખાધ સુરક્ષા માટે ગ્રામીણ કક્ષાએ મદદ કરવી.
(B) દરેક ગામમાં પાણી પુરવઠો પૂરો પાડવો.
(C) ગ્રામ્ય વિસ્તારના સક્ષમ કુટુંબ પૈકી એક વ્યક્તિને ડિજિટલ જ્ઞાન આપવું.
(D) ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત બેંક શરૂ કરવા મદદ કરવી.
37. HIV પોઝિટિવ બાળકો માટે પોષણ યોજના નીચેના પૈકી કયા રાજ્યએ તાજેતરમાં શરૂ કરી છે ? 
(A) હિમાચલ પ્રદેશ 
(B) હરિયાણા
(C) પંજાબ
(D) દિલ્હી
38. લીડ બેંક યોજનાની રચના ……. માટે થયેલી છે.
(A) કોઈ ચોક્કસ જિલ્લામાં બેન્કના વધુ ધ્યાન કેન્દ્રિત પ્રયાસો
(B) નોન-બેન્કિંગ નાણાકીય સંસ્થાઓની પ્રવૃત્તિઓનું નિયંત્રણ
(C) ખાસ જિલ્લાઓમાં નબળા વિભાગોને મદદ
(D) ધિરાણ/ઉધાર/ક્રેડિટનો ઉપયોગ નિયમન
39. ચંદ્ર પર જવા માટે દુનિયાની પહેલી ખાનગી ફ્લાઇટ યોજનાનું નામ શું છે ?
(A) મૂન ફ્લાઇટ
(B) મૂન વોયેજ
(C) મૂન એક્સપ્રેસ 
(D) એક પણ નહીં
40. કઈ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કૃષિ ઊપજના યોગ્ય કિંમતની ચુકવણી માટે “ભાવાંતર ભુગતાન યોજના” શરૂ કરવામાં આવેલ છે ?
(A) ઉત્તર પ્રદેશ
(B) ઝારખંડ
(C) બિહાર
(D) મધ્ય પ્રદેશ 
41. નીચેની પૈકી કઈ એપ્લિકેશન એ સુલભ સરકાર શ્રેણીમાં શ્રેષ્ઠ એમ (M) – સરકારી સેવા એવોર્ડ જીત્યો છે ? 
(A) ઉમંગ
(B) ભીમ
(C) પેટીએમ (PayTM)
(D) કોઈ પણ નહીં
42. મુદ્રા (MUDRA) લોન યોજના સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
(A) ‘શિશુ’ યોજના હેઠળ રૂપિયા 50,000 સુધીના ધિરાણની જોગવાઈ કરવામાં આવી છે.
(B) ‘કિશોર’ યોજના હેઠળ રૂપિયા 50,000 થી પાંચ લાખ સુધીના ધિરાણની જોગવાઈ કરવામાં આવી છે.
(C) ‘તરુણ’ યોજના હેઠળ રૂપિયા પાંચ લાખથી દસ લાખ સુધીના ધિરાણની જોગવાઈ કરવામાં આવી છે.
(D) ‘શક્તિ’ યોજના હેઠળ રૂપિયા દસ લાખથી વીસ લાખ સુધીના ધિરાણની જોગવાઈ કરવામાં આવી છે.
43. વર્ધા શિક્ષણ યોજનામાં નીચેની પૈકી કઈ ભલામણ / ભલામણો કરવામાં આવી હતી ?
1. સામૂહિક શિક્ષણ
2. ફરજિયાત શિક્ષણ
3. બાળપણથી વ્યવસાયિક શિક્ષણ
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) માત્ર 1
(B) 1 અને 2
(C) માત્ર 3
(D) 1, 2 અને 3
44. નીચેના પૈકી કયો વિભાગ કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયમાં સમાવિષ્ટ નથી ?
(A) ભૂમિ સંશોધન વિભાગ 
(B) કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ
(C) કૃષિ સહકારિતા અને કિસાન કલ્યાણ વિભાગ
(D) પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન વિભાગ
45. પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ?
(A) ઈ.સ. 2014
(B) ઈ.સ. 2015
(C) ઈ.સ. 2016
(D) ઈ.સ. 2017
46. કઈ પંચવર્ષીય યોજના દરમિયાન ભારત વિશ્વ વ્યાપાર સંસ્થા (WTO)નું સભ્ય બનેલું હતું ?
(A) સાતમી
(B) આઠમી
(C) નવમી
(D) છઠ્ઠી
47. “સમીપ” કાર્યક્રમની શરૂઆત ભારત સરકારના ક્યા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે?
(A) વિદેશ મંત્રાલય
(B) માનવ સંસાધન મંત્રાલય
(C) ગૃહ મંત્રાલય
(D) સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે
48. ગુજરાત સરકારનું સત્તાવાર પોર્ટલ એ ગુજરાત માટે ……. સૂત્રનો ઉપયોગ કર્યો છે.
(A) “અતુલ્ય ગુજરાત”
(B) “ગુજરાત – મહાવીરોની ધરતી”
(C) “પ્રભુની પોતાની ધરતી”
(D) “અતુલ્ય ભારતનો આત્મા”
49. ‘એક પટ્ટો એક સડક’ એ (One belt one road) ચીન દ્વારા પ્રાયોજિત એક યોજના છે. જેમાં ….. ના દેશોને સડકો અને રેલમાર્ગે જોડવાની વિચારણા છે.
(A) ચીન અને મધ્ય એશિયા
(B) ચીન અને મધ્ય પૂર્વ વિશ્વ
(C) ચીન અને દક્ષિણ એશિયા
(D) ચીન અને યુરેશિયા
50. ……. શહેર સ્માર્ટ સિટી મિશન હેઠળની યોજનાઓના અમલીકરણમાં મહત્તમ યોજનાઓના ક્રિયાન્વયનથી ટોચના ક્રમે છે.
(A) ઉદ્યપુર
(B) કોચી
(C) સુરત
(D) અમરાવતી (આંધ્ર પ્રદેશ)
51. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (GAIL) તેની પ્રથમ કોલસામાંથી ગેસ સંરક્ષણ યોજના …… માં શરૂ કરવા જઈ રહ્યું છે.
(A) આસામ
(B) ઓડિશા
(C) તેલંગાણા
(D) મહારાષ્ટ્ર
52. નીચેના પૈકી કોણ ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરી અધિનિયમ’ હેઠળ લાભાન્વિત થવા લાયક છે ?
(A) શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાંથી પુખ્ત સભ્યો
(B) ગરીબી રેખા (BPL) નીચે જીવતા પરિવારોના પુખ્ત સભ્યો
(C) ગ્રામીણ વિસ્તારમાં દરેક પરિવારના બધા પુખ્ત સભ્યો
(D) ગ્રામીણ વિસ્તારમાં દરેક પરિવારની એક પુખ્ત સભ્ય
53. મનરેગા (MANREGA) બાબતે કયું વાક્ય/ વાર્ષ્યા સાચા છે ?
(1) નોંધાયેલ વ્યક્તિને ગ્રામ પંચાયત, જોબકાર્ડ આપે છે.
(2) યોજનાનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર વહેંચી લે છે.
(3) બાંધકામ અંગેની જવાબદારી ખાનગી ઠેકેદાર/Contractors)ને આપવામાં આવે છે.
(A) 1 અને 2
(B) 1 અને 3
(C) 2 અને 3
(D) 1, 2 અને 3
54. “SFOORIT“ એપ્લિકેશન ભારત સરકાર દ્વારા, કોના માટે વિકસાવેલ છે?
(A) લઘુમતીના 3 લાખ કરતાં વધારે લોકોને રોજગારી આપવા માટે
(B) રેલવેમાં માલનું વહન ઝડપથી થઇ શકે તે માટે
(C) કેન્દ્ર સકારની યોજનાઓના લાભ, સમયસર મળે તેના નિરીક્ષણ માટે
(D) લોક ભાગીદારી વધે અને યોજનાઓનો વધારે સારો અમલ થાય તે માટે
55. ભારત સરકારે તમામ પ્રવાસી ગાડીમાં (પેસેન્જર ટ્રેનમાં) જૈવિકશૌચાલય બનાવવાની યોજના ……. સુધીમાં પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો છે.
(A) ડિસેમ્બર 2018
(B) માર્ચ 2019
(C) જૂન 2020
(D) કોઈ પણ નહિ
56. ભારત સરકારે 125 મિલિયન US ડોલરનો વિશ્વ બેંક સાથે STRIVE પરિયોજના હેઠળ કરાર કર્યો છે. આ પરિયોજના ……. સાથે સંબંધિત છે. 
(A) ઉપગ્રહ અને વિમાનઉડ્ડયન પ્રૌધોગિક વિજ્ઞાન (સેટેલાઇટ એન્ડ એરોસ્પેસ ટેક્નોલોજી)
(B) ગ્રામીણ આર્થિક વિકાસ
(C) કૌશલ્ય વિકાસ
(D) મેક ઇન ઇન્ડિયા
57. નીચેના પૈકી કયો વૈશ્વિક સહયોગી નીતિ આયોગની સાથે “સાથ” (SATH – Sustainable Action for Transforming Human Capltal) યોજના ઉપર કાર્ય કરે છે ?
(A) ડેલોઇટ
(B) મેકેન્ઝી એન્ડ કંપની
(C) રેડ ક્રોસ
(D) વિશ્વ બેંક
58. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશેના નીચેનાં વિધાનો વાંચો.
(1) કે.સી.સી. 1998માં ચાલુ કરવામાં
(2) તેનો હેતુ ખેડૂતોને ઉત્પાદન ક્રેડિટને આવ્યું હતું. પહોંચી વળવા સમયસર અને પૂરતું ધિરાણ આપવાનો છે.
(A) ફક્ત (1) સાચું છે.
(B) ક્ક્સ (2) સાચું છે.
(C) (1) અને (2) બંને સાચાં છે. 
(D) (1) અને (2) પૈકી કોઈ સાચું નથી.
59. નીચેના પૈકી કોના કલ્યાણ માટેની તમામ યોજનાઓનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે એવું બંધારણ સુનિશ્ચિત કરે છે.
(A) અનુસૂચિત જાતિઓ
(B) અનુસૂચિત જનજાતિઓ
(C) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ બંને
(D) લઘુમતીઓ
60. નીચે દર્શાવેલ કાર્યોં કઈ સરકારી યોજનાનો ભાગ છે ?
(1) બાલિકા મંચ
(2) વિદ્યાર્થિનીઓ માટે જાજરુંની અલગ સુવિધા
(3) કસ્તુરબા ગાંધી બાલવિધાલય
(A) મધ્યાહ્ન ભોજન યોજના
(B) બેટી બચાવો, બેટી પઢાઓ
(C) સ્વચ્છ ભારત મિશન
(D) સ્વધાર
61. નીચેનામાંથી કયો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચત પ્રમોશન પર ભાર મૂકે છે ? 
(A) રાષ્ટ્રીય મહિલા કોષ
(B) મહિલા સમૃદ્ધિ યોજના
(C) ઇન્દિરા મહિલા યોજના
(D) જવાહર રોજગાર યોજના
62. ચિરંજીવી યોજના 2006 હેઠળ કોને લાભ મળે છે ?
(A) ગરીબી રેખા હેઠળ આવતી સગર્ભા સ્ત્રી
(B) અનુસૂચિત જાતિની સગર્ભા સ્ત્રી
(C) અનુસૂચિત જનજાતિની સગર્ભા સ્ત્રી
(D) ઉપર્યુક્ત તમામ
63. ICDS યોજનાના લાભાર્થી કોણ છે ?
(A) 6 વર્ષથી નીચેનાં બાળકો
(B) સગર્ભા અને ધાત્રી મહિલા
(C) 15-44 વર્ષની વયજૂથની મહિલા
(D) ઉપરના તમામ
64. આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય જાગ્રતિ જેવી બાબતો માટે નીચેના પૈકી કઈ સેવાઓ અમલમાં છે?
(A) 108 ઈમરજન્સી સેવા
(B) ખિલખિલાટ
(C) આરોગ્ય સંજીવની
(D) ઉપરોક્ત બધી જ
65. RMSA રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાનના સંદર્ભમાં કયું વિધાન સાચું છે ?
(A) આ અભિયાન હેઠળ દેશની તમામ શાળાઓને ફંડ અપાય છે.
(B) આ અભિયાન હેઠળ શહેરી ગરીબોનાં બાળકોને આર્થિક સહાય અપાય છે.
(C). આ અભિયાન હેઠળ ગ્રામ્ય ગરીબોનાં બાળકોને આર્થિક સહાય અપાય છે.
(D) આ અભિયાન હેઠળ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઊભી કરવા ફંડ અપાય છે.
66. સુકન્યા સમૃદ્ધિ યોજના સંબંધમાં કયું વાક્ય યોગ્ય છે?
(1) 10 વર્ષ સુધીની ઉંમરની બાળકીના નામે ખાતું ખોલાવી શકાય છે.
(2) બે બાળકીઓની મર્યાદામાં (જોડિયાં બાબાના કિસ્સામાં ૩) ખાતું ખોલાવી શકાય છે.
(3) 18મા વર્ષે ખાતું પરિપક્વ થશે.
(A) માત્ર 1 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1, 2 અને 3
(D) માત્ર 1 અને 3
67. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાયદાની (Natłonal Rural Employment Act) બાબતમાં નીચેના પૈકી શું સાચું નથી ?
(A) તે વર્ષ 2006 થી અમલમાં આવેલ છે.
(B) ગરીબ કુટુંબમાંથી કામ કરી શકે તેવા એક સભ્યને વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો ઉદ્દેશ છે.
(C) શરૂઆતથી જ તેનું નામાભિધાન મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંયધરી કાયદા તરીકેનું છે.
(D) લાભાર્થમાંથી ઓછામાં ઓછા 33 ટકા મહિલાઓ હોવી જોઈએ.
68. પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ?
(A) અન્નપૂર્ણ
(B) મધ્યાહ્ન ભોજન યોજના
(C) અંત્યોદય યોજના
(D) દર્શાવેલ બધી જ યોજનાઓ
69. ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ હેઠળ તાલુકા કક્ષાએ નીચે પૈકી કઈ સેવા / સેવાઓ સ્થળ ઉપર જ તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે ?
(A) રેશન કાર્ડ
(B) આવકના દાખલ
(C) મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ
(D) ઉપરની તમામ
70. ગુજરાત સરકાર દ્વારા ‘‘મમતા અભિયાન”નો નીચેના પૈકી કયો ઘટક નથી ?
(A) મમતા મુલાકાત
(B) મમતા નોંધ
(C) મમતા સંદર્ભ
(D) મમતા કલ્યાણ
71. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) નીચેના પૈકી કયા કાર્યને યોગદાન આપવા માટે છે ?
(A) ગ્રામીણ વિસ્તારમાં ગરીબ સ્ત્રીઓને LPG જોડાણ પૂરાં પાડવાં
(B) ગ્રામીણ રહેઠાણોનું વીજળીકરણ
(C) LED બલ્બનું વિતરણ
(D) ઉપરના તમામ
72. નીચેના પૈકી કઈ યોજનાનો ઉદ્દેશ ગરીબી રેખાથી ઉપરના બાંધકામ શ્રમિક પરિવારોને પાકા મકાનની સુવિધા પૂરી પાડવાનો છે ?
(A) ઇન્દિરા આવાસ યોજના
(B) સરદાર પટેલ આવાસ યોજના
(C) મુખ્યમંત્રી આવાસ યોજના
(D) શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના
73. “PURA” યોજના / વિચારનું નીચેના પૈકી કોણે સૂચન કર્યું હતું ?
(A) એ. બી. વાજપેયી
(B) એ. પી. જે. અબ્દુલ કલામ
(C) મનમોહનસિંહ
(D) પ્રણવ મુખર્જી
74. જનની સુરક્ષા યોજના (ISY) લગત નીચેના પૈકી કઈ બાબત ખરી નથી ?
(A) આ યોજના ગરીબી રેખા હેઠળનાં કુટુંબોની સગર્ભાઓ માટેની છે.
(B) આ યોજના 75% કેન્દ્ર પુરસ્કૃત છે.
(C) માતા-મરણને ઘટાડવા માટેની છે.
(D) નવજાત શિશુ-મરણને ઘટાડવા માટેની છે.
75. નાગરિકોની ફરિયાદોનો અસરકારક અને ઝડપી નિકાલ લાવવા માટે ગુજરાત સરકારે નીચે દર્શાવેલ પૈકી કયો ઈ-ગવર્નન્સ પ્રોગ્રામ શરૂ કરેલ છે ?
(A) સ્વાગત
(B) ઈ-ધારા
(C) વિશ્વગ્રામ
(D) જી-સ્વાન
76. ભારત સરકારની ‘ખેલો ઇન્ડિયા’ યોજના સંદર્ભે નીચેનાં પૈકી ક્યાં વિધાન ખોટાં છે ?
(A) રાજીવ ગાંધી ખેલ અભિયાન, શહેરી ખેલ બુનિયાદી ઢાંચાની યોજનાને એની સાથે જોડી દેવામાં આવી હતી.
(B) સમગ્ર ભારતમાં 20 વિશ્વવિધાલયોને ખેલ શ્રેષ્ઠતા કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવશે.
(C) શ્રેષ્ઠ ખેલાડીને વાર્ષિક ર5 લાખ સંવર્ધન સહાય સળંગ 8 વર્ષ સુધી મળે.
(D) ઉપરોક્તમાંથી કોઈ પણ વિધાન ખોટું નથી.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *