GPSC PT 2016 to 2023 Solved – વિજ્ઞાન અને ટેક્નોલોજી – 1
GPSC PT 2016 to 2023 Solved – વિજ્ઞાન અને ટેક્નોલોજી – 1
1. ચીકનગુનિયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) ચીકનગુનિયાનું નિદાન એન્ઝાઈમ લિન્કડ ઈમ્યુનોસરબન્ટ એસેસ (ELISA) દ્વારા કરી શકાય છે.
(B) તેનું નિદાન રિવર્સ ટ્રાન્સસ્ક્રીપ્ટેઝ પોલિમીરેઝ ચેઈન રિએક્શન (RT-PCR) ટેસ્ટ દ્વારા પણ કરી શકાય છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
2. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી બીજાં ક્યાં પોષક તત્ત્વો હોય છે ?
(A) કેલ્શિયમ, પોટેશિયમ અને જીપ્સમ
(B) કેલ્શિયમ અને પોટેશિયમ
(C) પોટેશિયમ અને લોહતત્ત્વ
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
3. સ્પેસશિપમાં વજનરહિત (weightless) હોવાનો અનુભવ ….. ને કારણે થાય છે.
(A) જSત્વ (Inertia) ની ગેરહાજરી
(B) ગતિ વધારતાં બળની ગેરહાજરી
(C) સ્પેસશિપનું મુક્ત રીતે પડવું (free fall)
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
4. બેરોમીટરના વાંચનમાં અચાનક ઘટાડો થવો એ દર્શાવે છે કે હવામાન …….. રહેશે.
(A) વરસાદી
(B) ઠંડું અને સૂકું
(C) તોફાની
(D) ગરમ અને ભેજવાળું
5. રેક્ટિફાયર એક ઈલેક્ટ્રોનિક સાધન છે કે જે …….. માં રૂપાંતર કરવા માટે વપરાય છે.
(A) AC વોલ્ટેજને DC વોલ્ટેજ
(B) DC વોલ્ટેજને AC વોલ્ટેજ
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
6. આકાશમાં તારો વાતાવરણ દ્વારા પ્રકાશના …… કારણે ઝબૂકતો દેખાય છે.
(A) પ્રકીર્ણન (scattering)
(B) પરાવર્તન (reflection)
(C) અપવર્તન (refraction)
(D) વિક્ષેપ (diffraction)
7. નીચેના પૈકી સજીવોનું કયું જૂથ ખોરાક શૃંખલા (Food Chain)ની રચના કરે છે ?
(A) ઘાસ, મનુષ્ય અને માછલી
(B) ઘાસ, બકરી અને મનુષ્ય
(C) બકરી, ગાય અને મનુષ્ય
(D) કોઈ પણ નહીં
8. નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
(A) ભીતરકર્ણિકા, ઓડિશા – વ્હેલ
(B) ડેઝર્ટ નેશનલ પાર્ક, રાજસ્થાન – ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ
(C) પોચારામ નેશનલ પાર્ક, તેલંગાણા – હાથી
(D) ઉપરોક્ત તમામ
9. સૌરમંડળ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) સૌરમંડળમાં સૌથી મોટો ગ્રહ ગુરુ છે.
(B) ગુરુ એક પરિભ્રમણ 12 વર્ષમાં પૂર્ણ કરે છે.
(C) મંગળ સૂર્યથી ચોથે (fourth) આવેલો ગ્રહ છે.
(D) ઉપરોક્ત તમામ
10. નીચેના પૈકી કોનો નેશનલ એર ક્વોલિટી ઈન્ડેક્ષમાં સમાવેશ કરાયો નથી ?
(A) સલ્ફર ડાયોક્સાઈડ
(B) મિથેન
(C) નાઈટ્રોજન
(D) કોઈ પણ નહીં
11. ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશ ચંદ્ર બોઝ નીચેના પૈકી કયા ક્ષેત્રે તેમના કાર્ય માટે જાણીતાં હતાં ?
(A) થર્મોડાયનેમિક્ર પ્રોપર્ટીઝ ઓફ એલિમેન્ટરી પાર્ટિકલ્સ
(B) એટોમિક એન્ડ ન્યૂક્લિયર રિસર્ચ
(C) રેડિયો એન્ડ માઇક્રોવેવ ઓપ્ટિક્સ
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
12. માણેક (Rubies) અને નીલમ (Sapphires) …….. ના રાસાયણિક નામે ઓળખાય છે.
(A) એલ્યુમિનિયમ ઓક્સાઈડ
(B) સિલિકોન ઓક્સાઈડ
(C) બોરોન ઓક્સાઈડ
(D) કાર્બન ઓક્સાઈડ
13. પૃથ્વી નીચેના પૈકી કયા જૂથનો ગ્રહ છે ?
(A) ભૌમિક
(B) સૌર
(C) જોવિયાન
(D) કોઇ પણ નહીં
14. બ્લોકચેન ટેક્નોલોજી (Blockchain Technology) બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
(1) તેને ડિસ્ટ્રીબ્યુટેડ લેજર ટેક્નોલોજી (Distributed Ledger Technology) પણ કહે છે.
(2) બ્લોસ્ચેન ટેક્નોલોજીને સમજવા માટે ગૂગલ ડોક્યુમેન્ટ એક સરળ સમરૂપતા (analogy) છે.
(3) આ ટેક્નોલોજીમાં દરેક ચેન બહુવિધ બ્લોક્સની બનેલ હોય છે અને દરેક બ્લોક પાયાના ત્રણ તત્ત્વો ધરાવે છે.
(4) 32-બીટ (bit) નો સંપૂર્ણ આંક નોન્સ (Nonce) કહેવાય છે કે જે બ્લોકચેન ટેક્નોલોજીમાં પાયાનું તત્ત્વ છે.
(A) ફક્ત 1,3 અને 4
(B) ફક્ત 2,3 અને 4
(C) ફક્ત 1 અને 2
(D) 1, 2, 3 અને 4
15. આનુવંશિક રોગો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(1) થેલેસેમિયા આનુવંશિક રોગ છે.
(2) અલ્ઝાઈમર રોગ બહુઘટકીય આનુવંશિક વારસો છે.
(3) રંગસૂત્રીય રોગો રંગસૂત્રોની સંખ્યામાં અથવા માળખામાં કોઈ પણ ફેરફારને કારણે થાય છે.
(4) પરિવારના માત્ર સ્ત્રી સભ્યો જ હિમોફિલિયા સિન્ડ્રોમના વાહકો છે.
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 1, 2 અને 3
(C) ફક્ત 2, 3 અને 4
(D) ફક્ત 1, 2 અને 4
16. રક્તકણો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(1) લાલ રક્તકણોનું આયુષ્ય લગભગ 120 દિવસોનું હોય છે.
(2) શ્વેત રક્તકણોનું આયુષ્ય આશરે 12-20 દિવસોનું હોય છે.
(3) લાલ રક્તકણો રોગકારક સૂક્ષ્મ જીવાણુઓ સાથે લડવા માટે એન્ટિબોડીઝના ઉત્પાદનમાં મદદ કરે છે.
(4) શ્વેત રક્તકણો શ્વસન વાયુઓને માનવશરીરના જુદાં જુદાં ભાગો સુધી પરિવહન કરવામાં મદદ કરે છે.
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 1, 2 અને 4
(C) ફક્ત 1 અને 2
(D) ફક્ત 1, 3 અને 4
17. જ્યારે ધૂળ આંખમાં જાય છે ત્યારે જે ભાગ સોજાવાળો અને ગુલાબી થઈ જાય છે તે ……. છે.
(A) પારદર્શકપટલ (કાર્નિયા)
(B) કોરોઈડ
(C) નેત્રસ્તર (ક્ટ્રેક્ટિવા)
(D) શ્વેતપટલ (સ્કેરા)
18. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મૂળ ધાતુઓને કૃત્રિમ પરમાણુ કિરણોત્સર્ગ દ્વારા સોનામાં ફેરવી શકાય છે.
2. લેસર હીરામાં પણ કાણાં પાડી શકે છે.
3. કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટવાથી ઘર્ષણ વધે છે.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3
19. નીચેના પૈકી કયા બે ગ્રહો સિવાય બાકીના ગ્રહો પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિભ્રમણ કરે છે ?
(A) શુક્ર અને યુરેનસ
(B) ગુરુ અને શનિ
(C) મંગળ અને પૃથ્વી
(D) કોઈ પણ નહીં
20. સ્ફોટક તારાનો સિદ્ધાંત (The Nova star theory) …….. રજૂ કર્યાં.
(A) લાપ્લાસે
(B) પ્રો. હોયેલે
(C) કાન્ટે
(D) પ્રો. રસેલે
21. નીચેના પૈકી કયા આવરણને “ઓઝોન આવરણ” તરીકે ઓળખવામાં આવે છે ?
(A) ક્ષોભ આવરણ
(B) સમતાપ આવરણ
(C) મધ્યાવરણ
(D) ઉષ્માવરણ
22. ભારતની અગ્નિ-5 મિસાઈલ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(1) 5000 કિમી. કરતાં વધુ પ્રહારક્ષમતા સાથે તે સમગ્ર એશિયા અને અડધા યુરોપને આવરી શકે છે.
(2) આ મિસાઈલ ત્રણ તબક્કાની ઘન ઇંધણ ટેકનોલોજી ધરાવે છે.
(3) અગ્નિ-5 જમીનથી જમીન (surface-to-surface) મિસાઈલ છે અને તે 2 મીટર પહોળી અને 17 મીટર ઊંચી છે અને 1.5 ટન સુધીનો પે-લોડ (payload) ખાસ કરીને ન્યૂક્લિયર વોરહેડ (nuclear warheads) નું વહન કરવા સક્ષમ છે.
(A) 1, 2 અને 3
(B) ફ્ક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) ફક્ત 1 અને 2
23. ……. પ્રથમ ખાનગી ભારતીય કંપની છે જેણે સફ્ળતાપૂર્વક …….. નામના સોલિડ પ્રોપલઝન રોકેટ એન્જિનનું પરીક્ષણ કર્યું.
(A) સ્કાયરૂટ એરોસ્પેસ, કલામ- 5
(B) સ્કાયસ્પેસ એરો સિસ્ટસ્, વિજય-1
(C) SSRY, વિક્રમ-5
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
24. ઈઝરાયલે …… ના સહયોગ સાથે એરો-4 (Arrow-4) નામની બેલિસ્ટિક મિસાઈલ શીલ્ડ વિકસાવવાની જાહેરાત કરી છે.
(A) USA
(B) ભારત
(C) ફ્રાન્સ
(D) રશિયા
25. ભારતીય નેવી ફ્રન્ટલાઈન શીપ્સ (Indian Navy Frontline Ships) ને સુપર રેપિડ ગન માઉન્ટસ્ (Super Rapid Gun Mounts) પૂરાં પાડવાના ઓર્ડર નીચેના પૈકી કઈ સંસ્થાએ મેળવ્યાં છે ?
(A) હિંદુસ્તાન શીપયાર્ડસ્ લિમિટેડ
(B) ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ
(C) લાર્સન એન્ડ ટુબ્રો (L&T)
(D) માઝાંગાંવ ડોક બિલ્ડર્સ લિમિટેડ
26. નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. PSLV – તેના ચાર તબક્કાઓ હોય છે કે જેમાં વારાફરતી ઘન અને પ્રવાહી બળતણ વપરાય છે.
2. GSLV – તેના ત્રણ તબક્કા હોય છે અને ત્રણેય તબક્કાઓ માત્ર ઘન બળતણનો જ ઉપયોગ કરે છે.
3. રીયુઝેબલ લોન્ચ વ્હીકલ (RV) – ISRO પ્રક્ષેપણ સફ્ળતાપૂર્વક કર્યું છે. તેનું ત્રણ વખત
(A) 1, 2 અને 3
(B) માત્ર 1
(C) માત્ર 2 અને 3
(D) માત્ર 1 અને 2
27. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. Iss એ અનેક અવકાશ સ્ટેશનોનો સમન્વય છે કે જે American Freedom, Russian Mir-2, European Columbus Japanese KIboનો સમાવેશ કરે છે.
2. સ્ટેશન 278 કિમી અને 460 કિમી.ની વચ્ચે ભ્રમણ કક્ષામાં જાળવવામાં આવે છે.
3. ISS એ અતિ ઓછાં ગુરુત્વાકર્ષણ (microgravity) પર્યાવરણમાં સંશોધન પ્રયોગશાળા તરીકે કામ કરે છે.
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 1 અને 3
(C) માત્ર 2 અને 3
(D) 1, 2 અને 3
28. ISRO અને તેના ઉપગ્રહો વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ISRO એ ભારતનો સૌપ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ તૈયાર કર્યો.
2. APPLE ભારતમાં નિર્મિત પ્રક્ષેપણ સાધન દ્વારા ભ્રમણ કક્ષામાં સ્થાપવામાં આવેલો પ્રથમ ઉપગ્રહ છે.
3. ISRO એ મંગળની ભ્રમણ કક્ષાઓ સુધી પહોંચનાર સૌપ્રથમ એશિયાઈ અવકાશ સંસ્થા છે.
(A) માત્ર 2 અને 3
(B) માત્ર 1 અને 3
(C) માત્ર 1 અને 2
(D) 1, 2 અને 3
29. ભારતને પરમાણુ પૂરાં પાડનારા જૂથ (Nuclear Suppliers Group) (NSG) તરફ્થી મળેલ મુક્તિનું મહત્ત્વ શું છે ?
(A) ભારત તેના પોતાના પરમાણુ રિએક્ટર ડિઝાઈન કરી શકે.
(B) ભારત આંતરરાષ્ટ્રીય પરમાણુ વ્યાપાર કરી શકે.
(C) ભારત બીજા દેશોને ઈંધણ પૂરું પાડી શકે.
(D) ભારત પરમાણુ પ્લાન્ટમાંથી વીજળી પૂરી પાડી શકે.
30. નીચેના પૈકી કયા સ્પેસ મિશને સૌપ્રથમવાર ચંદ્ર ઉપર પાણી હોવાની બાબતની પુષ્ટિ કરી છે ?
(A) એપોલો-11, નાસા
(B) ચંદ્રયાન-I, ઈસરો
(C) સર્વેયર-1, નાસા
(D) લોંજીયાંગ-I, CNSA
31. હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે હોક્ વિમાનથી સફ્ળતાપૂર્વક સ્વદેશી સ્માર્ટ એન્ટિ એરલ્ડિ વેપનનું પ્રક્ષેષણ કર્યું તેની અવધિ ……. છે.
(A) 300 કિમી
(B) 250 કિમી
(C) 150 કિમી
(D) 100 કિમી
32. આઇસક્યુબ ઉપગ્રહ (Ice Cube Satellite) બાબતે નીચેના પૈકી ક્યું કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
(A) આઇસક્યુબ ઉપગ્રહ (Ice Cube Satellite)નું પ્રક્ષેપણ ISRO દ્વારા કરવામાં આવ્યું હતું.
(B) આઇસક્યુબ ઉપગ્રહ (Ice Cube Satellite) ભારતીય ખંડના હિમાલય પટ્ટા ઉપરના વાતાવરણીય બરફ્ના વિતરણનો અનન્ય અભ્યાસ કરશે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
33. મંગળ ભ્રમણકક્ષા મિશન (The Mars Orblter Misslon) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે ISRO દ્વારા ભારતનું બીજું આંતરગ્રહીય મિશન છે.
2. ISRO મંગળ સુધી પહોંચનારી ચોથી અવકાશીય સંસ્થા બની છે.
3. ભારત મંગળ ભ્રમણકક્ષા સુધી પહોંચનાર પ્રથમ એશિયાઈ રાષ્ટ્ર છે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 2
(D) ફક્ત 1 અને 3
34. સ્ટેમ્સ સેલ્સ (Stem Cells) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. શરીર અથવા પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિઓ સ્ટેમ સેલ પુત્રી કોષો (daughter cells) તરીકે વધુ કોષોના નિર્માણ માટે વિભાજિત થાય છે.
2. આ પુત્રી કોષો નવા સ્ટેમ સેલ્સ બને છે અથવા વિશિષ્ટ કોષો બને છે.
3. વૈજ્ઞાનિકો નિયમિત પુખ્ત કોષોને આનુવંશિક રિપ્રોગ્રામિંગનો ઉપયોગ કરીને સ્ટેમ સેલમાં પરિવર્તિત કરવાના હજુ પ્રયત્નો કરી રહ્યાં છે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 2
(D) ફક્ત 1 અને 3
35. વર્તમાન સમયમાં મોટા ભાગના દૂરસંચાર ઉપગ્રહો /ભૂસ્થાયી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવે છે. પૃથ્વી પરના એક જ સ્થળ પર રહેવા માટે ભૂસ્થાયી ઉપગ્રહ સીધો જ ……….. ની ઉપર હોવો જોઈએ.
(A) કર્કવૃત્ત
(B) ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ
(C) વિષુવવૃત્ત
(D) કોઈ પણ નહીં
36. INS સહ્યાદ્રી હમણાં સમાચારોમાં છે. તે ……… છે.
(A) નૌકાદળમથક
(B) સબમરીન
(C) ફ્રિગેટ યુદ્ધ જહાજ
(D) નેવી રિકવરી વેસલ (નૌકાદળ બચાવ જહાજ)
37. નીચેના પૈકી કયાં જોડકાં યોગ્ય રીતે જોડવામાં આવેલ છે?
1. સોલિડ સ્ટેટ લેસર્સ – સીડી, ડીવીડી પ્લેયર
2. ગેસ લેસર્સ – વેલ્ડિંગ અને ઇન્ડસ્ટ્રિયલ કટિંગ
3. સેમી કંડક્ટર લેસર્સ – બારકોડ સ્કેનર્સ
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) ફક્ત 1 અને 2
38. નીચેના પૈકી કર્યાં જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યાં છે ? પોલીશ ઈન્સપેક્ટર (અન આમઁડ) સામાન્ય પેપર, તા. 03/01/2021
(A) અર્જુન – સ્વદેશી નિર્મિત મુખ્ય યુદ્ધ ટેંક
(B) ફાલ્કન – રશિયા દ્વારા ભારતને પૂરી પાડવામાં આવેલ ક્રૂઝ મિસાઇલ
(C) સારસ – સ્વદેશ વિકસિત નાગરિક ઉડ્ડયન જહાજી .
(D) આઈ.એન.એસ, કદંબ – કારવાર ખાતે આવેલ નૌકાદળ મથક
39. ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા (Indian Space Research Organlzatton (ISRO)) એ ભારતીય ઉપખંડનું સતત નિરીક્ષણ થઈ શકે તે માટે …….. ઉપગ્રહ પ્રક્ષેપણ કરશે.
(A) GISAT – 1
(B) RISAT – 10
(C) ISATC – 10
(D) ઉપરના પૈકી એક પણ નહીં.
40. ઇસરોનું ભારતનું Geo-platform ભુવન એ મૂલતઃ …….. છે.
(A) સોફ્ટવેર એપ્લિકેશન (Software Application)
(B) ઉપગ્રહ પ્રણાલી (Satellite System)
(C) ઉપગ્રહ નક્ષત્ર (Satellite Constellation)
(D) પ્રક્ષેપણ વાહન (Launch Vehicle)
41.પરમાણ્વીય ઊર્જા પ્લાન્ટમાં ઊર્જાના ઉત્પાદન બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?
(A) પરમાણ્વીય સંયોજન (Nuclear fusion)ની પ્રક્રિયાથી ઊર્જા ઉત્પન્ન થાય છે.
(B) અનિયંત્રિત શ્રૃંખલા પ્રતિક્રિયા (Uncontrolled chain reaction)
(C) નિયંત્રિત શ્રૃંખલા પ્રતિક્રિયા (Controlled chain reaction) સાથે પરમાણ્વીય વિખંડન (Nuclear fission) પ્રક્રિયા દ્વારા ઊર્જા ઉત્પન્ન થાય છે.
(D) શીત સંયોજન (Cold fusion) પ્રક્રિયા દ્વારા ઊર્જા ઉત્પન્ન થાય છે.
42. નીચે દર્શાવેલી જળચર ઇકો સિસ્ટમ પૈકી કઈ એ સૌથી વધુ ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (Net Primary Productivity) ધરાવે છે ?
(A) ખુલ્લા મહાસાગરો (Open Oceans)
(B) ખંડીય છાજલીઓ (Continental Shelf)
(C) મુખત્રિકોણ પ્રદેશ (Estuaries)
(D) પ્રવાહો (Streams)
43. નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે ?
(A) Nirbhay એ ભારતની સૌપ્રથમ સ્વદેશી રીતે તૈયાર કરેલ તથા વિકસાવાયેલ લાંબા મર્યાદાની સબસોનિક ક્રૂઝ મિસાઇલ (Long range subsonic cruise missile) છે.
(B) Nirbhay એ બહુવિધ પ્લેટફોર્મ ઉપરથી ઉપયોગ કરી શકાય છે.
(C) (A) તથા (B) બંને
(D) (A) અથવા (B) એક પણ નહીં.
44. ISRO ના સૌપ્રથમ સ્વદેશી પ્રાયોગિક સંચાર ઉપગ્રહનું નામ ……. હતું.
(A) આર્યભટ્ટ
(B) રોહિણી
(C) INSAT-1A
(D) એક પણ નહીં.
45. ચંદ્રયાન-2 મિશનના પ્રથમ ભારતીય ચંદ્ર ઉતરાણ અવકાશયાન (Moon Landing Spacecraft) નું નામ શું હતું ?
(A) સતીશ ધવન ચંદ્ર અવકાશયાન
(B) કલામ
(C) વિક્રમ
(D) ઉપર પૈકી એક પણ નહીં.
46. Multi Application Solar Telescope (MAST) એ……… સૌર વેધશાળા ખાતે કાર્યાન્વિત છે.
(A) બેંગાલુરુ
(B) માઉન્ટ આબુ
(C) શ્રી હરિકોટા
(D) ઉદયપુર
47. ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી સંસ્થાન ક્યાં આવેલ છે ?
(A) બેંગ્લોર
(B) તિરુવનંતપુરમ્
(C) કોચીન
(D) હૈદરાબાદ
48. અપ્સરા, સાયરસ, ઝરીના, પૂર્ણિમા, ધ્રુવ અને કામિની- નામો કોની સાથે સંકળાયેલા છે?
(A) અણુમથકો
(B) મિથાઈલ્સ
(C) અવકાશી ઉપગ્રહો
(D) અણુ રિએક્ટરો
49. અણુવિજ્ઞાનનો પ્રારંભ કયા વૈજ્ઞાનિકથી થયો?
(A) ન્યૂટન
(B) આઇન્સ્ટાઈન
(C) ડાલ્ટન
(D) ગેલિલીયો
50. ભારતના નીચે જણાવેલ વૈજ્ઞાનિક પૈકી ક્યા વૈજ્ઞાનિક નોબલ પારિતોષિક વિજેતા નથી?
(A) ડો. સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર
(B) ડો. ચંદ્રશેખર વેંકટરામન
(C) રાજા રમના
(D) ડો. હરગોવિંદ ખુરાના
51. IRNSSનું પુરું નામ શું છે?
(A) INDIAN RATIONAL NAVY SATELLITE SYSTEM
(B) INDIAN REGIONAL NAVIGATION SATELLITE SYSTEM
(C) INDIAN RETIONAL NAVY SATELLITE SYSTEM
(D) INDIAN REMOTE NAVIGATION SATELLITE SYSTEM
52. ઓઝોન સ્તર કોનાથી રક્ષણ આપે છે?
(A) દૃશ્યમાન પ્રકાશ (visible light)
(B) ઇન્ફ્રારેડ રેડિએશન ન (Infrared Radiation)
(C) એક્સ રે અને ગેમા કિરણો
(D) અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ (ultravioelet Radiation)
53. ભારતે ચંદ્રયાનવને ક્યારે પ્રસ્થાપિત કર્યું હતું?
(A) 2007
(B) 2008
(C) 2009
(D) 2010
54. કોઈ પણ સ્થળે ભારત અથવા ભારતીય સેના સામેના મોટા જૈવિક અથવા રાસાયણિક શસ્ત્રોથી હુમલાની ઘટનામાં ભારત ……. કરશે.
(A) પરમાણુ શસ્ત્રોથી પ્રતિકાર કરવાનો વિકલ્પ જાળવી રાખશે.
(B) ફક્ત તેના પરંપરાગત દળોનો ઉપયોગ કરશે.
(C) જૈવિક અને રાસાયણિક શસ્ત્રોના ઉપયોગનો વિકલ્પ જાળવી રાખશે.
(D) ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં.
55. ભારતના પરમાણ્વીય ઊર્જા ઉત્પાદન કાર્યક્રમનો ત્રીજો તબક્કો ……. પર આધારિત છે.
(A) PU-239 ના ઉપયોગ કરતાં ફાસ્ટ બ્રિડર રિએક્ટર્સ
(B) U-233 બળતણનો ઉપયોગ કરતાં બ્રિડર રિએક્ટર્સ
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ પણ નહીં
56. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) દુશ્મન સબમરીનને પાણીમાં શોધવા માટે રડાર અને સોનાર કરતાં ઘણા વધુ અસરકારક છે.
(B) સોનારની અસરકારકતા હવામાં ઘટે છે કારણ કે ધ્વનિની ઝડપ એ હવામાં સૌથી ઓછી હોય છે અને પરત ફરતા (returning) તરંગ તેની સાથે ઘણો ઘોંઘાટ (noise) લઈને આવે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ પણ નહીં
57. કયા વર્ષમાં માર્સ ઓર્બિટર સ્પેસ ક્રાફ્ટ (Mars Orbiter Space Craft) ને મંગળ ગ્રહની ભ્રમણ કક્ષામાં સફળતાપૂર્વક મોકલીને ભારતે વિશ્વમાં ચોથા રાષ્ટ્ર તરીકે અને પ્રથમ જ પ્રયત્ને મોકલીને પહેલા રાષ્ટ્ર તરીકે સિદ્ધિ હાંસલ કરેલ હતી ?
(A) ઈ.સ. 2012
(B) ઈ.સ. 2010
(C) ઈ.સ. 2012
(D) ઈ.સ. 2016
58. નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો અસત્ય છે ?
(A) LEO અથવા પૃથ્વી નજીકની ભ્રમણ કક્ષા (Near Earth Orbit (NEO)) એ પૃથ્વીની આસપાસની એવી ભ્રમણ કક્ષા છે કે જેની ઊંચાઈ 160 થી 2000 કિમી.ની વચ્ચે હોય છે.
(B) LEO નો ભ્રમણ સમય ઓછો – આશરે 84 થી 127 મિનિટનો હોય છે.
(C) ઉપરના (A) તથા (B) બંને
(D) (A) અને (B) પૈકી એક પણ નહીં
59. નીચેના પૈકી કયું વિધાન /કયાં વિધાનો સત્ય છે ?
(A) GSLV એ અવકાશમાં વધુ બોજો ઊંચકવા માટે ક્ષમતા ધરાવે છે.
(B) GSLV એ ભારે બોજો ઊંચકી શકે છે કારણ કે તે તેના અંતિમ તબક્કામાં ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરે છે.
(C) ઉપરના (A) તથા (B) બંને
(D) (A) અને (B) પૈકી એક પણ નહીં
60. કેટલા નેનોમીટરની લંબાઈ એ એક ઈંચ થાય ?
(A) 25,400,000 નેનોમીટર
(B) 52,400,000 નેનોમીટર
(C) 400,25,000 નેનોમીટર
(D) 400,52,000 નેનોમીટર
61. નીચેના પૈકી કઈ અસરએ ધ્વનિ પ્રદૂષણની અસર છે ?
(A) થાક
(B) બ્લડ પ્રેશર
(C) (A) તથા (B) બંને
(D) (A) અને (B) એક પણ નહીં
62. એવી ભ્રમણ કક્ષા કે જેમાં જમીન નિરીક્ષકોને આકાશમાં કોઈ નિશ્ચિત સ્થાન પર પદાર્થ ગતિવિહીન દેખાય છે તે કક્ષાને …….. કહે છે.
(A) જીઓ સીન્ક્રોનસ (Geo synchronous)
(B) વિષુવવૃત્તીય (Equatorial)
(C) ધ્રુવીય (Ploar)
(D) જીઓ સ્ટેશનરી (ભૂસ્થિર) (Geo stationary)
63. નીચેના પૈકી કઈ તકનિક એ જનીન ઈજનેરી (Genetic engineering) નું સ્વરૂપ નથી ?
(A) પરમાણ્વીય પ્રત્યારોપણ (Nuclear-transplantation)
(B) વાયરલ નિવેશ (Viral insertion)
(C) પસંદગીયુક્ત સંવર્ધન (Selective breeding)
(D) ઉપરના પૈકી એક પણ નહીં
64. નીચેના પૈકી કયું એ મિથેનનો મુખ્ય સ્રોત નથી ?
(A) પર્વતીય નદીઓ
(B) Landfills
(C) ડાંગરની ખેતી
(D) જળપ્લાવિત ક્ષેત્રો (Wetlands)
65. નીચેના પૈકી કયું ISROએ નું વાણિજ્યિક અંગ છે ?
(A) Vetro
(B) VSSC
(C) Crwo
(D) Antrix
66. એસિડ વર્ષા એ મુખ્યત્વે ……. ના લીધે થાય છે.
(A) વધુ માત્રામાં સાઇટ્રિક એસિડ ધરાવતા વરસાદ
(B) વધુ માત્રામાં NaCl ધરાવતા વરસાદ
(C) વાતાવરણમાં SOx અને NOx ની મુક્તિના કારણે
(D) વધુ માત્રામાં હાઇડ્રોક્લોરિક એસિડ ધરાવતા વરસાદ
67. વાદળો જ્યારે ……………… હોય ત્યારે મહત્તમ મેઘગર્જના અને વીજળી થાય છે.
(A) ઓલ્ટોક્યુમ્યુલસ (Altocumulus)
(B) કમ્યુલોનિમ્બસ (cumulonimbus)
(C) નિમ્બોસ્ટ્રેટસ (Nimbostratus)
(D) સ્ટ્રેટોક્યુમ્યુલસ (stratocumulus)
68. ભારતનો પ્રથમ · સેટેલાઈટ આર્યભટ્ટ’ (Satellite Aryabhatta)ને ડિઝાઇન કરવામાં સૌથી મહત્ત્વનો ફાળો કોણે આપેલ હતો ?
(A) પ્રો. યુ. આર. રાવ
(B) પ્રો. યશપાલ
(C) પ્રો. સી. એન. રાવ
(D) એ. એસ. કિરણકુમાર
69. વિજ્ઞાન જ્યોતિ (Vigyan Jyoti) કાર્યક્રમ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે ?
(A) સાયન્સ એન્ડ ટેક્નોલોજી
(B) નાણાં મંત્રાલય
(C) સંરક્ષણ મંત્રાલય
(D) એચ. આર. ડી. મંત્રાલય
70. “ધી સાયન્સ ટેક્નોલોજી અને ઈનોવેશન પોલિસી” (The Science, Technology and Innovation Policy) આખરી ક્યારે જાહેર કરવામાં આવેલી હતી?
(A) 2018
(B) 2019
(C) 2020
(D) 2017
71. રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓ અને રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
(A) આર્યભટ્ટ પ્રક્ષેપણ વિજ્ઞાન સંશોધન સંસ્થા (Aryabhatta Research Institute of Observational Science) – ઉત્તરાખંડ
(B) બિરબલ સહાની પૂરાવિજ્ઞાન સંસ્થા (Birbal Sahani Institute of Palaosciences) – ઉત્તર પ્રદેશ
(C) ભારતીય તારા ભૌતિકી સંસ્થા (Indian Institute of Astrophysics) – કેરલ
(D) ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ (Institute of Physics) – ઓરિસ્સા
72. નીચેના પૈકી કયું વિટામિન ધાતુ આયન (Metal iorn) ધરાવે છે ?
(A) વિટામિન – A
(B) વિટામિન – B12
(C) વિટામિન – B6
(D) રીબોફ્લેવીન
73. નીચેના પૈકી ક્યો રોગ એ વાયરસ (વિષાણુ) દ્વારા થતો નથી?
(A) રાનીખેત (Newcastle) રોગ
(B) Blue tongue
(C) Babesiosis
(D) Marek’s Disease
74. વાઈરસ (વિષાણુ)થી સંક્રમિત થયેલા શરીરના કોષો …….. નામના પ્રોટીનનું ઉત્પાદન કરે છે.
(A) Interferon
(B) Properdin
(C) Gamma Globulin
(D) Hybridoma
75. ગ્લાયકોજન ઘણીવાર …… તરીકે ઓળખાય છે.
(A) પ્રાણીજ સ્ટાર્ચ
(B) એક અંત:સ્રાવ
(C) Alginic acid ( એન્જિનિક એસિડ)
(D) સેલ્યુલોઝ
76. નીચેના પૈકી કયા ગ્રહને તેની આસપાસ વાતાવરણ નથી ?
(A) બુધ
(B) મંગળ
(C) યુરેનસ
(D) નેપ્ચ્યૂન
77. સામાન્ય રીતે, પદાર્થો કે જે માનવશરીરતંત્ર રચનામાં રોગ સામે લડે છે તે …… તરીકે ઓળખાય છે.
(A) Deoxyribonucleic acids
(B) Antigens
(C) Enzymes ( ઉત્સેચકો)
(D) Antibodies
78. રેફ્રિજરેટરમાં રેફ્રિજર તરીકે વપરાતું પ્રવાહી …….. હોય છે.
(A) પ્રવાહી કાર્બનડાયોક્સાઈડ્
(B) પ્રવાહી નાઈટ્રોજન
(C) પ્રવાહી એમોનિયા
(D) સૂર્કી બરફ
79. વર્તમાન સમયની ટેકનોલોજીમાં નીચેના પૈકી કયું મોટા તેજસ્વીપણા (Large Luminious) સાથેનું સૌથી વધુ કાર્યક્ષમ ગણાય છે ?
(A) Mercury Vapour Lights
(B) Fluorescent bulbs
(C) High Pressure Sodium based bulbs (ઊંચા દબાણવાળા સોડિયમ આધારિત બલ્બ)
(D) LED lights
80. વર્તમાન સમયની ટેકનોલોજીમાં વિદ્યુત મોટર ……. થી કાર્યરત હોય છે.
(A) માત્ર AC Power થી
(B) માત્ર DC Power થી
(C) તે AC કે DC Power દ્વારા કાર્યરત રહી શકે
(D) ઉપરના પૈકી એક પણ નહીં.
81. GAGAN ઉપગ્રહ સંશોધક કાર્યક્રમ એ …… પ્રકારના લાભ અપાવશે.
1. Geodynamics
2. Geographic Data Collection
3. Location based Services
4. Navigation and Safety Enhancement
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 3 અને 4
(C) માત્ર 1 અને 3
(D) 1, 2, 3 અને 4
82. K9 વજ્ર તોપ (Tank) કે જે 50 ટનનું વજન ધરાવે છે તે …….. કિગ્રા.ના બોમ્બનો તોપમારો …… કિમી.ના અંતર સુધીના લક્ષ્ય ઉપર કરી શકે છે.
(A) 47 અને 43
(B) 37 અને 43
(C) 150 અને 35
(D) 50 અને 50
83. ઈસરો (ISRO)નું અત્યાધુનિક સંદેશાવ્યવહાર ઉપગ્રહ GSAT-IIનું ……. સ્થળેથી પ્રક્ષેપણ કરવામાં આવ્યું.
(A) શ્રી હરિકોટા
(B) ફ્રેન્ચ ગુયાના
(C) કેપ કેનાવિરેલ
(D) બાયકોનુર
84. “એક્સરસાઇઝ સી વિજિલ” (Exercise Sea Vigil) એ …….. ની બે મહિના લાંબી તૈયારીની સંયુક્ત કવાયત છે.
(A) નૌસેના, વાયુદળ અને તટરક્ષક
(B) નૌસેના, વાયુદળ અને લશ્કર
(C) નૌસેના, વાયુદળ, લશ્કર અને તટરક્ષક
(D) નૌસેના અને તટરક્ષક
85. SHINYUU મૈત્રી-18 એ ભારત અને ……… વચ્ચેની પ્રથમ 5 દિવસની હવાઇ કવાયત છે.
(A) જાપાન
(B) જર્મની
(C) થાઇલેન્ડ
(D) દક્ષિણ કોરિયા
86. ગુજરાત સરકાર દ્વારા સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઊભા કરવામાં આવેલા ‘‘સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઈનોવેશન ફંડ” બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
(A) કુલ મંજૂર થયેલું ફંડ ટ્ 50 કરોડ છે.
(B) આવું ફંડ ઊભું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
(C) UGC અને AICTE માન્ય રાજ્યની અને કેન્દ્રની વિશ્વવિધાલયો (યુનિવર્સિટીઓ) માટે સહાય ઉપલબ્ધ છે.
(D) સરકારી શાળાઓ માટે પણ ફંડ ઉપલબ્ધ છે.
87. ભારતીય તટરક્ષક દ્વારા ICGS અમ્રિત કૌર અને ICGS કમલાદેવી નામના બે ફાસ્ટ પેટ્રોલ જહાજો મૂકવામાં આવ્યાં છે. આ નામો ……… નાં છે.
(A) હિંદુ દેવીઓ
(B) પર્વત શિખર
(C) સ્વાતંત્ર્ય સેનાનીઓ
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
88. રોકેટ નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે ?
(A) દ્રવ્યમાન સંરક્ષણ (Conservation of Mass)
(B) ઊર્જા સંરક્ષણ (Conservation of Energy)
(C) રેખીય સંવેગ સંરક્ષણ (Conservation of Linear Momentum)
(D) કોણીય સંવેદ સંરક્ષણ (Conservation of Angular Momentum)
89. ભારત રશિયા સબમરીન કરાર સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
(A) રશિયન સરકાર જલયાન 2030 સુધી ઉપલબ્ધ કરાવશે.
(B) રશિયા ચક્ર – III, અકુલા પ્રકારનું જલયાન પહોંચાડશે.
(C) ત્રીજું રશિયન જલયાન તે ભારતીય નૌસેનાને પટે આપશે.
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
90. નીચેના પૈકી કયા દેશની અંતરીક્ષ સંશોધન સંસ્થા (Space Research Organization) સાથે ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થાએ મેરીટાઇમ સર્વાંઈલન્સ કરાર કર્યા છે ?
(A) USA
(B) UK
(C) જર્મની
(D) ફ્રાન્સ
91. ડી.આર.ડી.ઓ. (DRDO)નું Rustom-2 પ્રોગ્રામ શું છે ?
(A) તે ‘લોંગ એન્ડયોરન્સ’વાળું માનવરહિત હવાઇ વાહન છે.
(B) તે વિકાસ હેઠળની એન્ટી ટેન્ક મિસાઈલ છે.
(C) તે વિકાસ હેઠળનું IT છે.
(D) તે વિકાસ હેઠળની સુપરસોનિક સપાટીથી હવા (surface to air)ની મિસાઈલ છે.
92. વર્ષ 2017માં ડી.આર.ડી.ઓ. (DRDO)એ “મુન્ત્રા” MUNTRA વિકસાવ્યું જે માનવરહિત રિમોટ ઓપરેટિંગ …… છે.
(A) ટેન્ક
(B) વિમાન
(C) મિસાઈલ
(D) ડ્રોન
93. રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ 11મી મેના રોજ શા માટે મનાવવામાં આવે છે ?
(A) પોખરણ ખાતે પરમાણુ પરિક્ષણને સફ્ળતાપૂર્વક હાથ ધરી ભારતે એક મોટી તકનિકી સિદ્ધિ હાંસલ કરી.
(B) પોખરણ ખાતે મિસાઈલ પરીક્ષણને સફ્ળતાપૂર્વક હાથ ધરી ભારતે એક મોટી તકનિકી સિદ્ધિ હાંસલ કરીઃ”
(C) શ્રી હરિકોટા ખાતે ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન પરીક્ષણને સફળતાપૂર્વક હાથ ઘરી ભારતે એક મોટી તકનિકી સિદ્ધિ હાંસલ કરી.
(D) કર્ણાટકમાં પરમાણુ માનવરહિત રિમોટ વાહન પરીક્ષણને સફળતાપૂર્વક હાથ ધરી ભારતે એક મોટી તકનિકી સિદ્ધિ હાંસલ કરી.
94. GAGAN સેટેલાઈટ નેવિગેશન કાર્યક્રમથી નીચેના પૈકી કયા લાભો પ્રાપ્ત થવાની અપેક્ષા છે ?
(1) ભૂસ્તરશાસ્ત્રીય
(2) ભૌગોલિક માહિતીસંગ્રહ
(3) સ્થળ આધારિત સેવાઓ
(4) નેવિગેશન અને સલામતીમાં વધારો
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 3 અને 4
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2, 3 અને 4
95. રિમોટ સેન્સિંગ એ વિવિધ રંગોમાં પૃથ્વીની સપાટીની છબીઓ મેળવવા વિશે છે, તેમ છતાં …….. ને કારણે વાદળી ક્ષેત્રને ટાળવું સામાન્ય છે.
(A) ટૂંકી તરંગલંબાઈ
(B) પાણી સાથે ગૂંચવણ
(C) મોટી પ્રકીર્ણન અસર
(D) ઉપરોક્ત પૈકી કોઇ નહીં.
96. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક બાબતેં નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(1) આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એક વિશાળ અવકાશયાન છે.
(2) તે ચંદ્રની ફરતે ભ્રમણ કરે છે.
(3) અવકાશ મથકની ભ્રમણકક્ષા પૃથ્વીથી આશરે 400 કિમી. ઉપર છે.
(4) અવકાશ મથકના પહેલાં ખંડ/ટુકડાનું રશિયાએ 2008માં પ્રક્ષેપણ કર્યું હતું.
(A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 2 અને 4
(C) ફ્ક્ત 1, 2 અને 3
(D) 1, 2, 3 અને 4
97. નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે
(1) PSLV એ GSLV કરતાં જૂનું છે.
(2) GSLV અવકાશમાં વધારે ભાર ઊંચકવાની ક્ષમતા ધરાવે છે.
(3) PSLV બે તબક્કા ધરાવે છે અને GSLV ચાર તબક્કા ધરાવે છે.
(4) GSLV રોકેટ તેના અંતિમ તબક્કામાં ક્રાયોજેનિક એન્જિનોનો ઉપયોગ કરે છે.
(A) ફક્ત 1, 2 અને 4
(B) ફક્ત 1, 2 અને 3
(C) ફક્ત 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
98. નીચેનાં પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(1) T-55 એ વિજયન્થા ટેન્ક હવે સેવામાંથી પરત લઈ લેવામાં આવ્યાં છે.
(2) અર્જુન – મુખ્ય યુદ્ધ ટેન્ક સ્વદેશી રીતે ડિઝાઈન અને નિર્માણ કરેલી છે.
(3) T-72 અને T-90 – આ બંને ટેન્ક સેવામાં છે.
(4) T-90 ટેન્કને અજેય અને T-12 ટેન્કને ભીષ્મ કહેવામાં આવે છે.
(A) ફક્ત 1, 2 અને 3
(B) 1, 2, 3 અને 4
(C) ફ્ક્ત 2, 3 અને 4
(D) ફક્ત 4
98. ચંદ્રમિશન, ચંદ્રયાન-1નું અનુગામી ચંદ્રયાન-2 ………નો સમાવેશ કરશે.
(A) ઓર્બિટર સ્પેસક્રાફ્ટ
(B) ઓર્બિટર અને રોવર
(C) લેન્ડર સાથેનું ઓર્બિટર અને રોવર
(D) લેન્ડર સાથેનું માનવસહ ઓર્બિટર
100. મોબાઈલ ટાવર ……. છોડે છે.
(A) B કિરણો
(B) R કિરણો
(C) X કિરણો અને B કિરણો
(D) વીજચુંબકીય કિરણોત્સર્ગ
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here