GPSC PT 2016 to 2023 Solved – વિશ્વની ભૂગોળ
GPSC PT 2016 to 2023 Solved – વિશ્વની ભૂગોળ
1. ઓસ્ટ્રેલિયાના વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા વેગીલા પવનોવાળા ચક્રવાતોને …… કહે છે.
(A) હરિકેન
(B) વિલી-વિલી
(C) ટાઈફૂન
(D) ટોર્નેડો
2. પશ્ચિમિયા પવનો બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. તે બંને ગોળાર્ધમાં 35° થી 65॰ અક્ષાંશો વચ્ચે વાતા પવનો છે.
2. તે ઉત્તર ગોળાર્ધમાં નૈઋત્ય દિશામાંથી અને દક્ષિણ ગોળાર્ધમાં વાયવ્ય દિશામાંથી ઉપ-ધ્રુવીય લઘુદાબ પટ તરફ વાય છે.
3. તે પ્રતિવ્યાપારી પવનો તરીકે પણ ઓળખાય છે,
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
3. વિષુવવૃત્તથી દૂર આવેલા સ્થળો કરતાં ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વધુ પ્રજાતિઓ હોય છે જે ………. નું સંભવત પરિણામ છે.
(A) ઓછાં શિકારીઓ
(B) વધુ તીવ્ર વાર્ષિક અળગાપણું
(C) વધુ વારંવાર પરિસ્થિતિવિષયક ખલેલ
(D) રોગોના ઓછાં કારક (agents)
4. પ્રજાતિ સમૃદ્ધિ અને સ્થાનિકતાના 36 હોટસ્પોટોની યાદીમાં પ્રથમ ક્રમે રહીને નીચેના પૈકી કયો જૈવવિવિધતા હોટસ્પોટ વિશ્વમાં સૌથી વધુ વૈવિધ્યસભર હોટસ્પોટ સમાવે છે ?
(A) સિરાડો
(B) પૂર્વ મેલેનિઝયમ ટાપુઓ
(C) ભૂમધ્ય તટ (basin)
(D) ઉષ્ણકટિબંધીય એન્ડીઝ
5. સમવર્ષા રેખા અન્વયે વરસાદના વિતરણ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) પૃથ્વીના બંને ગોળાર્ધોમાં 35 થી 40 અક્ષાંશવૃત્તો વચ્ચેના પ્રદેશોમાં અને પૂર્વનિારે વધુ વરસાદ થાય છે, જ્યારે પશ્ચિમકિનારે ઓછો વરસાદ પડે છે.
(B) ભૂમિખંડોના અંદરના ભાગો કરતાં સમુદ્રકિનારાના પ્રદેશોમાં ઓછો વરસાદ પડે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) .પૈકી કોઈ નહીં
6. પરવાળાની રચનાઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) સામાન્ય રીતે 31॰ અને 30° સે. થી ઓછાં તાપમાનવાળા સમુદ્રજળમાં પરવાળાના પ્રાણીઓ જીવી શકતાં નથી.
(B) તે 45 થી 55 મીટરથી વધારે ઊંડા પાણીમાં પણ જીવી શકતાં નથી.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
7. મહાસાગરો વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. મહાસાગરોના વિષયક સંશોધન સામાન્ય રીતે પાંચ મુખ્ય મહાસાગરોના અસ્તિત્વને સ્વીકારે છે. પ્રશાંત, એટલાન્ટિક, હિંદ, આર્કટિક અને દક્ષિણી મહાસાગરો.
2. હિંદ મહાસાગર વિશ્વના મહાસાગરના વિસ્તારનો આશરે જેટલો વિસ્તાર સમાવિષ્ટ કરે છે.
3. પ્રશાંત મહાસાગર વિશ્વની સપાટીનો ત્રીજો ભાગ ધરાવે છે અને તે વિસ્તાર તથા જથ્થામાં સૌથી મોટો મહાસાગર છે.
4. હિંદ મહાસાગર સૌથી નાનો મહાસાગર છે.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1, 2 અને 3
(D) માત્ર 1,2 અને 4
8. ભારત અને ચીન સિવાય નીચેના પૈકી ક્યા દેશોનું જૂથ મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે ?
(A) બાંગલાદેશ, થાઈલેન્ડ અને વિયેટનામ
(B) કંબોડિયા, લાઓસ અને મલેશિયા
(C) થાઈલેન્ડ, વિયેટનામ અને મલેશિયા
(D) થાઈલેન્ડ, લાઓસ અને બાંગલાદેશ
9. નીચેના પૈકી ક્યું વન પૃથ્વી ગ્રહના ફેફ્સાં ગણાય છે ?
(A) વિષુવવૃત્તીય વન
(B) ટૈગા (Taiga) વન
(C) પાનખર વન
(D) ટુંડ્ર વન
10. નીચેના પૈકી કઈ પર્વતમાળા ભારતને એશિયાથી અલગ કરતી હારમાળાઓ પૈકીની નથી ?
(A) હિંદુકુશ પર્વતમાળા
(B) કારાકોરમ
(C) હિમાલય
(D) કોઈ પણ નહીં
11. નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. પર્શિયન (ઇરાની) અખાત અરબી દ્વીપકલ્પને ઇરાનના ઉચ્ચ પ્રદેશથી અલગ કરે છે.
2. રશિયા અને જાપાન વચ્ચે કુરિલ (Kuri) દ્વીપસમૂહ બાબતે વિવાદ છે.
3. તિબેટિયન ઉચ્ચ પ્રદેશ વિશ્વનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ છે.
(A) 1, 2 અને 3
(B) ફ્ક્ત 2 અને ૩
(C) ફ્ક્ત 1 અને 3
(D) ફ્ક્ત 1 અને 2
12. નીચેના પૈકી કઈ નદી તેના વહનમાં બે વખત વિષુવવૃત્તને પાર કરે છે?
(A) નાઇલ
(B) કોંગો
(C) નાઇઝર
(D) એમેઝોન
13. ભારતીય પ્લેટ ……. સુઘી વિસ્તારિત છે.
(A) મ્યાનમારના રખાઈ ને પર્વત
(B) પાકિસ્તાનના કિરતાર પર્વત
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
14. સમુદ્રમાં તળરેખા (Baseline) થી 2000 નોટિકલ માઇલના અંતર સુધીનો વિસ્તાર ……. કહેવાય છે
(A) ઉચ્ચ સમુદ્ર વિસ્તાર (High sea zone)
(B) વિશિષ્ટ આર્થિક વિસ્તાર (Exclusive economic zone)
(C) પ્રાદેશિક વિસ્તાર (Territorial zone)
(D) સમાવિષ્ટ આર્થિક વિસ્તાર (Inclusive economic zone)
15. નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
1. દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશ – પૃથ્વીનું સૌથી પ્રાચીન ભૂમિ સ્વરૂપ
2. માળવાનો ઉચ્ચ પ્રદેશ – લાવા પ્રવાહ અને તે કાળી જમીનથી આવૃત્ત થયેલ છે.
3. છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ – ગોંડવાના ખડકો
4. મહારાષ્ટ્ર ઉચ્ચ પ્રદેશ – બેસાલ્ટિક ખડકો
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1, 2 અને 3
(D) માત્ર 1, 2 અને 4
16. નીચેના પૈકી કયા બે દેશો વસ્તીના ઊતરતા ક્રમમાં ચીન તથા ભારત પછીના ક્રમે આવે છે ?
(A) બ્રાઝિલ અને USA
(B) USA અને ઇન્ડોનેશિયા
(C) ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ
(D) રશિયા અને ઇન્ડોનેશિયા
17. ભારતીય મૂળના વેવેલ રામકલવાન (Wavel Ramkalwan) એ દેશના પ્રમુખ તરીકે ચૂંટાયા છે.
(A) માલદીવ (Maldives)
(B) સેશેલ્સ (Seychelles)
(C) મોરેશિયસ (Mauritius)
(D) પાપુઆ ન્યૂ ગીની (Papua New Guinea)
18. …….. COP-25 ની યજમાનગીરીથી અલગ થઈ ગયો, જ્યારે ……. એ તેની યજમાનગીરી માટે રસ દાખવ્યો છે.
(A) ચિલી, સ્પેન
(B) સ્પેન, ચિલી
(C) ઈટાલી, ગ્રીસ
(D) ગ્રીસ, ઈટાલી
19. ભારત એ વિયેટનામ સુધી વિસ્તારવાના કયા ધોરીમાર્ગ બાબતે ASEAN સાથે વાતચીત કરી રહ્યું છે ?
(A) ભારત – મ્યાનમાર – થાઈલેન્ડ
(B) ભારત – મ્યાનમાર – કોરિયા
(C) ભારત – મ્યાનમાર – બાંગ્લાદેશ
(D) ભારત – મ્યાનમાર – ચીન
20. નીચેના પૈકી કયું વિધાન એ સાચું નથી ?
(A) AV – આકારની ખીણ એ નદીઓના ધોવાણની ક્રિયાને લીધે નિર્માણ પામે છે.
(B) AV – આકારની ખીણ એ હિમનદીની ધોવાણની ક્રિયાને લીધે નિર્માણ પામે છે.
(C) AU – આકારની ખીણ એ હિમનદીની ધોવાણની ક્રિયાને લીધે નિર્માણ પામે છે.
(D) ઉપરના પૈકી એક પણ નહીં
21. નીચેના પૈકી સમુદ્રનો કયો પ્રવાહ એ હિંદ મહાસાગરમાં નથી ?
(A) માડાગાસ્કર પ્રવાહ (Madagaskar current)
(B) અઘુલ્હાસ પ્રવાહ (Agulhas current)
(C) સોમાલી પ્રવાહ (Somali current)
(D) બેન્ગુએલા પ્રવાહ (Benguela current)
22. પૃથ્વીનો એ ભાગ કે જે કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે રહેલો છે તે ……. તરીકે ઓળખાય છે.
(A) સમશીતોષ્ણીય ક્ષેત્ર (Temperate zone)
(B) ફ્રિજિડ ક્ષેત્ર (Frigid zone)
(C) અતિ ઉષ્ણ ક્ષેત્ર (Torrid zone)
(D) વિષુવવૃત્તીય ક્ષેત્ર (Equatorial zone)
23. 45° પૂર્વ રેખાંશ પર એક સ્થળ ૨ ‘અ’ આવેલ છે. 75 પૂર્વ રેખાંશ પર અન્ય સ્થળ ‘બ’ આવેલ છે. જો ‘અ’ નો સ્થાનિક સમય 11.00 કલાક હોય, તો ‘બ’નો સ્થાનિક સમય કેટલો હશે ?
(A) 12.00 કલાક
(B) 13.00 કલાક
(C) 10.00 કલાક
(D) 12.20 કલાક
24. નીચેના પૈકી કયું રાજ્ય નીચે આપેલી લાક્ષણિક્તાઓ ધરાવે છે ?
1. તેનો ઉત્તર ભાગ એ શુષ્ક અને અર્ધશુષ્ક છે.
2. તેનો મધ્ય ભાગ કપાસનું ઉત્પાદન કરે છે.
3 -ખાધપાક કરતાં રોકડિયા પાકનું વાવેતર મુખ્ય છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) આંધ્ર પ્રદેશ
(B) કર્ણાટક
(C) તામિલનાડુ
(D) ગુજરાત
25. ઘેટાનું સંકર સંવર્ધન હાથ ધરવા માટે ………. ના મેરિનો ઘેટાંની આયાત કરવામાં આવે છે.
(A) ઓસ્ટ્રેલિયા
(B) જર્મની
(C) રશિયા
(D) ડેનમાર્ક
26. એન્ટાર્કટિક ખાતે ભારતનું નીચેના પૈકી કયું સંશોધનકેન્દ્ર આવેલું છે ?
(A) સૂર્યા
(B) ભૂમિ
(C) આકાશ
(D) મૈત્રી
27. નીચેનાં પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(1) હાલ વિશ્વની 55% વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે.
(2) વિશ્વની શહેરી વસ્તીના 54%નું નિવસન એશિયા છે.
(3) આફ્રિકા, તેની શહેરી વિસ્તારોમાં રહેતી 43% વસ્તી સાથે, સૌથી ગ્રામીણ છે.
(A) ફક્ત 2
(B) ફક્ત 1 અને 3
(C) 1, 2 અને 3
(D) ફક્ત 2 અને ૩
28. પૃથ્વી ગ્રહ ઉપર મોટા ભાગનું મીઠું પાણી (Fresh Water) હિમ શિખરો અને હિમનદીઓ તરીકે અસ્તિત્વ ધરાવે છે. બાકીના મીઠા પાણીનું સૌથી વધુ પ્રમાણ……….
(A) વાતાવરણમાં ભેજ અને વાદળાંઓ તરીકે જોવા મળે છે.
(B) મીઠા પાણીનાં સરોવરો અને નદીઓમાં જોવા મળે છે.
(C) ભૂગર્ભજળ તરીકે અસ્તિત્વ ધરાવે છે.
(D) જમીનના ભેજ તરીકે અસ્તિત્વ ધરાવે છે.
29. નાગાલેન્ડ કોહિમાના યુદ્ધની 75મી જયંતી મનાવી. કોહિમાનું આ યુદ્ધ …….. અને ……. વચ્ચે થયું હતું.
(A) UK અને જર્મની
(B) જાપાન અને જર્મની
(C) UK અને જાપાન
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
30. નીચેનાં પૈકી કયું વિધાન ખોટું છે ?
(A) દ્વીપકલ્પ ભારત છૂટાં પડેલાં ઓસ્ટ્રેલિયાનો ભાગ છે.
(B) આફ્રિકા અને લેટિન અમેરિકા ગોંડવાના લેન્ડનો ભાગ છે
(C) નૂતનજીવી મહાકલ્પ/યુગમાં (સેનોજોઈક) ગોંડવાના લેન્ડનો વિચ્છેદ શરૂ થયો.
(D) મધ્યજીવી મહાકલ્પ / યુગમાં (મેસોજોઈક) ગોંડવાના લેન્ડનો વિચ્છેદ શરૂ થયો.
31. સુનામીની આપત્તિથી અસરગ્રસ્ત ………ની મદદ માટે ભારત સરકારે હાલમાં ઓપરેશન “સમુદ્ર મૈત્રી” શરૂ કર્યું.
(A) ઇન્ડોનેશિયા
(B) મલેશિયા
(C) શ્રીલંકા
(D) માલદિવ્સ
32. કયા દેશનો સાગરતટ સૌથી લાંબો છે ?
(A) યુ.એસ.એ.
(B) ઓસ્ટ્રેલિયા
(C) કેનેડા
(D) ભારત
33. નીચેના પૈકી કયા દેશ સાથે ભારત સૌથી લાંબી ભૂપ્રદેશ સરહદ ધરાવે છે ?
(A) ચીન
(B) પાકિસ્તાન
(C) બાંગલાદેશ
(D) નેપાળ
34. નીચેના પૈકી કયા દેશની લોખંડ અને પોલાદની કંપનીઓ કાચા માલની આયાત પર પૂર્ણપણે નિર્ભર છે ?
(A) બ્રિટન
(B) જાપાન
(C) પોલેન્ડ
(D) જર્મની
35. કયા દેશનો સાગરતટ સૌથી લાંબો છે?
(A) યુ.એસ.એ.
(B) ઓસ્ટ્રેલિયા
(C) કેનેડા
(D) ભારત
36. નીચેના પૈકી કયા ખંડને પોલો ખંડ (hollow continent) કહેવામાં આવે છે, કારણ કે તેના મધ્ય વિસ્તારોમાં વસ્તી ખૂબ જ ઓછી છે જ્યારે તેના કિનારીઓ પાસે વસ્તી ઘટ્ટ છે?
(A) આફ્રિકા
(B) ઓસ્ટ્રેલિયા
(C) દક્ષિણ અમેરિકા
(D) યુરોપ
37. મહાન સંસ્કૃતિઓ ગ્રીક અને રોમનનો વિકાસ …….. માં થયો.
(A) સવાના વિસ્તાર
(B) સમશીતોષ્ણ વિસ્તાર
(C) ભૂમધ્ય વિસ્તાર
(D) ઉષ્ણકટિબંધ વિસ્તાર
38. સિંગાપોર …….. કટિબંધમાં આવેલું છે.
(A) વિષુવવૃત્તીય પર્જન્ય
(B) ઉષ્ણકટિબંધીય ગ્રીષ્મ પર્જન્ય
(C) પેટા ઉષ્ણકટિબંધીય શુલ્ક
(D) ઉપરોક્ત પૈકીમાંથી કોઈ પણ નથી
39. નીચે આપેલાં વિધાનોમાંથી ક્યું વિધાન ખરું નથી ?
(A) દ્વીપકલ્પ ભારત એ ઓસ્ટ્રેલિયાનો છૂટો પડેલો ભાગ છે.
(B) આફ્રિકા અને લેટિન અમેરિકા ગોંડવાના પ્રદેશનો એક ભાગ છે.
(C) ગોંડવાના પ્રદેશનો લોપ સેનોઝોઈક યુગમાં શરૂ થયો હતો.
(D) ગોંડવાના પ્રદેશનો લોપ મેસોઝોઇક (Mesozoic) યુગમાં શરૂ થયો હતો.
40. એશિયાનું પ્રથમ EPZ …….. માં શરૂ કરવામાં આવ્યું.
(A) શાંઘાઈ, ચીન
(B) કંડલા, ભારત
(C) કટુનાયકે, શ્રીલંકા
(D) કરાચી, પાકિસ્તાન
41. મરે-ડાર્લિંગ પ્રણાલી (Murray-Darling System), વિશ્વની સૌથી મોટી નદીઓમાંની એક નદી, કયા દેશમાં આવેલી છે?
(A) કેનેડા
(B) રશિયા
(C) ઓસ્ટ્રેલિયા
(D) જર્મની
42. નીચેના પૈકીના કયા બે સેતુ-સમુદ્ર જહાજ નહેર દ્વારા જોડાયેલા છે ?
(A) મન્નારનો અખાત અને પાલ્ક સામુદ્રધુની (Palk Strait)
(B) કેપ કોમોરિન અને કોલંબો
(C) અરબી સમુદ્ર અને બંગાળની ખાડી
(D) ઉપરના પૈકી કોઈ નહીં
43. નીચેના પૈકી કયો ખંડ ભારતમાંથી મહત્તમ હિસ્સાની નિકાસ કરે છે?
(A) એશિયા
(B) યુરોપ
(C) આફ્રિકા
(D) ઉત્તર અમેરિકા
44. ભારત નીચેના પૈકી કયા દેશ કરતાં ક્રૂડ સ્ટીલ ઉત્પાદનમાં આગળ નીકળી ગયું છે?
(A) USA
(B) UK
(C) રશિયા
(D) ચીન
45. ……. તામિલનાડુ રાજ્ય અને શ્રીલંકાના ઉત્તરખંડના ઉત્તરીય પ્રાંતના મન્નાર જિલ્લા વચ્ચે આવેલી સામુદ્રધુની છે.
(A) પાક સામુદ્રધુની
(B) વોક સામુદ્રધુની
(C) ટોક સામુદ્રધુની
(D) બાક સામુદ્રધુની
46. નીચેના પૈકી કયો દેશ ભારત સાથે સૌથી લાંબી સીમારેખાની સહભાગિતા ધરાવે છે?
(A) બાંગલાદેશ
(B) નેપાળ
(C) ભુતાન
(D) કોઈ પણ નહીં
47. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA) સામાન્ય રીતે સૌર સ્ત્રોતોના સમૃદ્ધ દેશોનું ગઠબંધન છે જે ……
(A).કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે સંપૂર્ણ અથવા આંશિક રીતે સ્થિત છે.
(B) વિષુવવૃત્તની આજુબાજુ સંપૂર્ણ કે આંશિક રીતે સ્થિત છે.
(C) વિશ્વના પૂર્વીય ગોળાર્ધમાં સ્થિત છે.
(D) સમગ્ર વિશ્વમાં સ્થિત છે.
48. કયા બે દેશો ચીન અને ભારતને વસ્તીના સંદર્ભે ઘટતા ક્રમમાં અનુસરે છે.
(A) USA અને રશિયા
(B) USA અને બ્રાઝિલ
(C) USA અને UK
(D) USA અને ઇન્ડોનેશિયા
49. નીચેના કયા દેશોના સમૂહમાંથી – વિષુવવૃત્ત પસાર થાય છે ?
(A) બ્રાઝિલ, ઝામ્બિયા
(B) કોલંબિયા, કેન્યા
(C) બ્રાઝિલ, સુદાન
(D) ઈથોપિયા, ઇન્ડોનેશિયા
50. નીચેના કયા દેશની સીમા ઉપર “મેડિટેરિનીયન સી” (Mediterranean Sea) આવેલ નથી ?
(A) સીરિયા
(B) જોર્ડન
(C) લેબેનોન
(D) ઇઝરાયેલ
51. નીચેના પૈકી કયા વિધાન ચાહબર બંદર સંદર્ભે સાચાં છે ?
(1) ચહબાર બંદર ઓમાનના અખાત પર દક્ષિણ પૂર્વી ઈરાનમાં સ્થિત છે.
(2) પ્રથમ તબક્કાને અયાતોલ્લાહ ખોર્મની નામ આપવામાં આવ્યુંછે.
(3) ભારત પ્રથમ તબક્કામાં બે ધક્કા (બર્થ/berth) તૈયાર કરવાનું અને ચલાવવાનું છે.
(A) કેવળ 1
(B) કેવળ 2
(C) 1 અને 2
(D) 1 અને 3
52. નીચેના પૈકી કયો દેશ ઉષ્ણકટિબંધમાં આવેલો છે?
(A) જાપાન
(B) મલેશિયા
(C) નેપાળ
(D) રશિયા
53. નીચેના પૈકી ક્યા સ્થળે સર્વપ્રથમ સૂર્યોદય થશે?
(A) જમશેદપુર
(B) બેંગકોક
(C) જેસલમેર
(D) કરાચી
54. મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રિત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?
(A) ઉષ્ણતામાન
(B) બાષ્પીભવન
(C) તાજાં પાણીનો જથ્થો
(D) દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ
55. આપણા દેશના જેમ ભારત તથા India તરીકે બે નામો છે તેમ નીચે દર્શાવેલ દેશો પૈકી કયા દેશનું બીજું નામ ખોટું છે?
(A) વેટિકન – હોલી સી
(B) જાપાન – નિપોન
(C) તાઈવાન – સુઓમી
(D) નેધરલેન્ડ – હોલેન્ડ
56. નીચે દર્શાવેલ કઈ જોડ બંધબેસતી નથી?
(A) કમ્બોડિયા – કમ્યુચિયા
(B) ઝાંઝીબાર – તાન્ઝાનિયા
(C) રહોડેશિયા – તાન્ઝાનિયા
(D) પર્શિયા – ઈરાન
57. નીચે દર્શાવેલ કઇ જોડી સાચી નથી ?
(A) ડેરીનો દેશ – ન્યૂઝીલેન્ડ
(B) સફેદ હાથીનો પ્રદેશ – થાઇલેન્ડ
(C) લવિંગનો ટાપુ – ઝાંઝીબાર
(D) હિન્દ મહાસાગરનું મોતી – શ્રીલંકા
58. નીચેની કઈ જોડ બંધબેસતી નથી?
(A) બ્રિટન-પાર્લમેન્ટ
(B) USA કોંગ્રેસ
(C) બાંગલાદેશ – સંસદ
(D) નેપાળ – સંસદ
59. નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે?
(A) ગુંડક
(B) કોસી
(C) શારદા
(D) તીસ્તા
60. નીચેના પૈકી કયા દેશને “કાર્બન નેગેટિવ” દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે?
(A) આઇસલેન્ડ
(B) ગ્રીનલેન્ડ
(C) મડાગાસ્કર
(D) ભુતાન
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here