GPSC PT 2016 to 2023 Solved – સામાન્ય જ્ઞાન (Day-એવોર્ડ અન્ય)

GPSC PT 2016 to 2023 Solved – સામાન્ય જ્ઞાન (Day-એવોર્ડ અન્ય)

1. 30મી જાન્યુઆરીએ દર વર્ષે …….. ની પુણ્યતિથિએ શહીદ દિવસ મનાવવામાં આવે છે.
(A) ભગતસિંહ
(B) ચંદ્રશેખર આઝાદ
(C) ખુદીરામ બોઝ
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં. 
2. ધ કેપિટલ ફાઉન્ડેશન નેશનલ એવોર્ડ, 2020ના એવોર્ડથી કોને નવાજવામાં આવેલ છે ?
(A) જ્ઞાનેન્દ્ર નિંગોબામ્
(B) મનપ્રીત સિંગ
(C) ડો. નરિન્દર ધ્રુવ બાત્રા
(D) ઉપર પૈકી એક પણ નહીં
3. નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?
(A) ભારતથી USA મુસાફરી કરી રહેલ યાત્રીઓ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની બીજી બાજુએ એક દિવસનો ફાયદો પ્રાપ્ત કરે છે.
(B) મેક્સિકોથી ન્યૂઝીલેન્ડ જઈ રહેલા યાત્રીને એક દિવસનું નુકસાન થાય છે.
(C) જો 12 કલાકની ઘડિયાળમાં દિલ્હીમાં 5:30 કલાક થયેલા હોય, તો 24 કલાકની ઘડિયાળમાં લંડનમાં 00:00 થયા હશે.
(D) ઉપરના તમામ
4. ભારત સરકાર એ ભારત અને …….. વચ્ચે 1.8 kmના Feri Bridge ની ઘોષણા કરી છે.
(A) મ્યાનમાર
(B) નેપાળ
(C) ભૂતાન
(D) બાંગલાદેશ
5. ભારતીય ડાક સેવાની સ્પીડ પોસ્ટ અંતર્ગત કેટલા કિલો સુધીના વજનવાળા પત્રો અથવા પાર્સલો દેશભરમાં નિશ્ચિત સમયાવધિમાં મોકલી શકાય છે ?
(A) 35
(B) 15
(C) 20
(D) 25
6. ભારત સરકારે વર્ષ 2014માં ન્યુટ્રિનો વેધશાળા કયા રાજ્યમાં સ્થાપિત કરવાની મંજૂરી આપેલ હતી ?
(A) તામિલનાડુ
(B) મહારાષ્ટ્ર
(C) ગોવા
(D) કર્ણાટક
7. વર્ષ 2018 ના ગાંધી શાંતિ પુરસ્કાર નીચેનામાંથી કોને પ્રદાન થયેલ છે ? 
(A) એકલ અભિયાન ટ્રસ્ટ
(B) સુલભ ઈન્ટરનેશનલ
(C) યોહેઈ સાસાકાવા (Yohei sasakawa)
(D) અક્ષયપાત્ર ફાઉન્ડેશન
8. યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ 2020 ‘અંતર્ગત યંગ ચેમ્પિયન ઓફ ધી અર્થ એવોર્ડ’ માટે થયેલ નામાંકનમાં ભારતના કયા પર્યાવરણવિદ્નો સમાવેશ થાય છે?
(A) ઝામ્બી માટે
(B) નિરીયા અલિસિયા ગાર્સિયા
(C) વિદ્યુત મોહન
(D) વિદ્યુત શેઠ
9. સંગીત કલાનિધિ એવોર્ડ નીચેના પૈકી ક્યા કલાકારને મળેલ છે ?
(A) એ.કન્યાકુમારી
(B) એ.કે.સી. નટરાજન
(C) સુધા રઘુનાથન
(D) આપેલા બધા જ
10. ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી અપેલેટ બોર્ડ (IPAB) નું મથક કયા સ્થળે આવેલ છે ?
(A) મુંબઈ
(B) ચેન્નાઈ
(C) દિલ્હી
(D) કોલકાતા
11. વર્ષ 2018નો બોરગોલ એવોર્ડ કોને મળેલ છે ?
(A) કે. વી. પ્રભુ
(B) આઈ. વી. સુબ્બારાવ
(C) વેઈફંગ ઝાંગ
(D) ઉપર પૈકી એક પણ નહીં
12. ધી લાશ્કર એવોર્ડ્ઝ (The Lasker Awards) કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે ?
(A) તબીબી વિજ્ઞાન
(B) કૃષિ વિજ્ઞાન
(C) પરમાણુ વિજ્ઞાન
(D) જીવ વિજ્ઞાન
13. ગણિતશાસ્ત્રના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક કાર્ય માટે આપવામાં આવતો એબલ પ્રાઈઝ (Abel Prlze) એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવે છે?
(A) સ્વિડન
(B) નેધરલેન્ડ
(C) નોર્વે
(D) ન્યૂઝીલેન્ડ
14. બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી દ્વારા રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ (The National Energy Conservation Day) …….. દિવસે વાર્ષિક રીતે મનાવવામાં આવે છે. 
(A) 30 મી ડિસેમ્બર
(B) 24 મી ડિસેમ્બર
(C) 18 મી ડિસેમ્બર
(D) 14 મી ડિસેમ્બર
15. ભારતે “ડંકલ પ્રસ્તાવ” ની સંધિ પર કયા વર્ષમાં હસ્તાક્ષર કર્યા હતા? 
(A) ઈ.સ. 1991
(B) ઈ.સ. 1994
(C) ઈ.સ. 1997
(D) ઈ.સ. 2001
16. માનનીય રાષ્ટ્રપતિનું “નિશાન” મેળવનાર ગુજરાત કેટલામું રાજ્ય છે?
(A) પ્રથમ
(B) ત્રીજું
(C) પાંચમું
(D) સાતમું
17. “ભારત જ્ઞાન કેન્દ્ર (Index Knowledge Hub)” કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલ છે?
(A) નીતિ આયોગ
(B) આગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – પૂર્ણ
(C) ભારતીય તારા ભૌતિકી સંસ્થા
(D) રાષ્ટ્રીય નવપ્રવર્તન પ્રતિષ્ઠાન
18. આ વર્ષે 1લી જૂનના રોજ મનાવવામાં આવેલા વૈશ્વિક દૂધ દિવસ (ગ્લોબલ મિલ્ક ડે)નો વિષય …….. છે.
(A) ડ્રિન્ક મિલ્ક : ટુડે એન્ડ એવરી ડે
(B) ડ્રિન્ક મિલ્ક : એવરી ડે એવરી વેર
(C) ડ્રિન્ક મિલ્ક : એવરી ડે હેલ્થ
(D) ડ્રિન્ક મિલ્ક : પ્રોટેક્ટ યોર સેલ્ફ
19. નીચેના પૈકી કઈ શૈક્ષણિક સંસ્થાએ બનાવટી નોટ (Fake Notes) પકડી પાડવા માટેની મોબાઈલ એપ વિકસાવી છે?
(A) IIT – દિલ્હી
(B) IIT – ખડકપુર
(C) IIT – ગાંધીનગર
(D) IIT – મુંબઇ
20. USA અને જાપાનના વૈજ્ઞાનિકોને ચિકિત્સા વિજ્ઞાનમાં (Medicine) …….. ના ઉમદા સંશોધન માટે 2018નું નોબેલ પારિતોષિક એનાયત થયેલ છે.
(A) AIDS ઉપચાર
(B) કેન્સર ઉપચાર
(C) ક્ષય ઉપચાર
(D) ઝિકા વાઇરસ ઉપચાર
21. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે ?
(A) દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર – જાપાન
(B) મુંબઈ-બેંગલુરુ ઈકોનોમિક કોરિડોર – બ્રિટન
(C) બેંગલુરુ-ચેન્નાઈ કોરિડોર – એશિયન ડેવલપમેન્ટ બેંક
(D) અમૃતસર-કોલકાતા ઇકોનોમિક કોરિડોર – સંપૂર્ણપણે ભારત સરકાર
22. ડિસઇન્વેસ્ટમેન્ટ (વિનિવેશ) વિભાગનું નવું નામ ……. છે.
(A) NITI આયોગ
(B) ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ
(C) ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ
(D) ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એસેટ મેનેજમેન્ટ
23. “Human rights are women’s rights and women’s rights are human rights once and for all.” – આ વિધાન કોનું છે ?
(A) મલાલા યુસુફઝાઈ
(B) હિલરી ક્લીન્ટન
(C) પ્રતિભા પાટિલ
(D) એન્જેલા ડેવિસ
24. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (ICAR) એ 2018 માં પશુધન અને મરઘાંઉછેરની 15 નવી જાત/ઓલાદની નોંધણી મંજૂર કરી છે. ગુજરાતમાંથી નવી મંજૂર થયેલી બકરીની જાત…….  છે.
(A) કાહમી
(B) હાલારી
(C) પંચાલી
(D) નીડુ
25. ભારતમાં “પેટન્ટ” (Patent) ની અવધિ કેટલી છે ?
(A) 20 વર્ષ
(B) 18 વર્ષ
(C) 15 વર્ષ
(D) 10 વર્ષ
26. નીચેના પૈકી કયા મંત્રી આવાસ (Housing) ઉપર જી.એસ.ટી.ની ભલામણો માટેની સમિતિના અધ્યક્ષ છે ?
(A) સુશિલ મોદી
(B) નીતિન પટેલ
(C) વાય રામાકૃષ્ણનુડુ
(D) અમિત મિત્રા
27. નીચેના પૈકી કયું આંતરરાષ્ટ્રીય શ્રમ દિન – 2019 (International Labour Day – 2019) નું વિષયવસ્તુ છે ?
(A) સસ્ટેનેબલ લાઇફ ફોર ઓલ : ધ રોલ ઓફ વર્લ્ડ
(B) સસ્ટેનેબલ પેન્શન ફોર ઓલ : ધ રોલ ઓફ સોશિયલ પાર્ટનર્સ
(C) સ્પેશિયલ સસ્ટેનેબલ લાઇફ ફોર વર્કર્સ : પેન્શન રાઇટ્સ
(D) ઉપરના પૈકી કોઇ નહીં.
28. ફરિયાદો નોંધાવવા માટે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા નીચેના પૈકી કયો નંબર ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર તરીકે આપવામાં આવ્યો છે?
(A) 13344
(B) 14433
(C) 33144
(D) 44133
29. નીચેના પૈકી કયું આંતરરાષ્ટ્રીય શ્રમ દિન – 2019 (International Labour Day – 2019)નું વિષયવસ્તુ છે ?  
(A) સસ્ટેનેબલ લાઇફ ફોર ઓલ : ધ રોલ ઓફ વર્લ્ડ
(B) સસ્ટેનેબલ પેન્શન ફોર ઓલ : ધ રોલ ઓફ સોશિયલ પાર્ટનર્સ
(C) સ્પેશિયલ સસ્ટેનેબલ લાઇફ ફોર વર્કર્સ : પેન્શન રાઇટ્સ
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
30. મેદિની પુરસ્કાર યોજના, હિંદી ભાષામાં ……… વિષય ઉપર લખનારા લેખકો માટે છે.
(A) પર્યાવરણ, પ્રદૂષણ, જલવાયુ પરિવર્તન
(B) યુદ્ધ અને શાંતિ
(C) શિક્ષણ અને સંસ્કૃતિ
(D) ઉપરોક્ત તમામ
31. ભારત સરકારના તમામ તમાકુ ઉત્પાદન પેકેટ ઉપર આરોગ્ય ચેતવણીની સૂચનાઓ બાબતે નીચે આપેલાં વિધાનોમાંથી કયુંયાં) વિધાન(નો) ખરું(રાં) નથી?
(1) ‘તમાકુથી કેન્સર થાય છે.’
(2) ‘તમાકુ અથવા તમારો પરિવાર – ગમે તે એક.’
(3) ‘તમાકુથી પીડાદાયક મૃત્યુ થાય છે.’
(4) ‘આજે છોડો – કોલ – 1800-11-2356.’
(A) ફક્ત 1 અને 4
(B) ફક્ત 2
(C) ફક્ત 2 અને 3
(D) ફક્ત 3
32. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયન હિમાલયાઝ રીંજન ઉપર પાંચ વિષયક અહેવાલો …….. દ્વારા ઉદ્ઘાટિત કરવામાં આવ્યા હતા.
(A) સંયુક્ત રાષ્ટ્રો
(B) પર્યાવરણ મંત્રાલય, ભારત સરકાર
(C) નીતિ આયોગ
(D) આપેલા તમામ
33. નાગરિકોનું રાષ્ટ્રીય નોંધણીપત્ર (National Register of Citizen) બાબતે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં નથી?
(1) NRC હેઠળ સભ્યપદના દાવાની છેલ્લી તારીખ 24 માર્ચ, 1971ની મધ્યરાત્રિ છે.
(2) દેશમાં NRC ધરાવતાં રાજ્યો માત્ર આસામ અને ત્રિપુરા છે.
(3) ગેરકાયદેસર દેશાંતરવાસીઓની ઓળખ અને દેશપાર કરવાનું વચન અપાયું હતું એવી આસામ સમજૂતી ઉપર કેન્દ્ર અને આસામ સરકાર વચ્ચે હસ્તાક્ષર થયા હતા.
(4) સર્વોચ્ચ અદાલતે સરકારને નાગરિકતા નિયમો 2003 (Citizenship Rules 2003) હેઠળ સમયબદ્ધ રીતે NRC ને અદ્યતન કરવાનો નિર્દેશ આપ્યો.
(A) ફક્ત 2 અને 3
(B) ફ્ક્ત 1, 2 અને 3
(C) ફક્ત 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
34. ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (Gol) એ તમામ કેન્દ્રીય સુરક્ષિત સ્મારકોની હદમાં ફોટોગ્રાફી કરવા માટેની પરવાનગી અંગેનો આદેશ બહાર પાડેલ છે. આ આદેશમાં નીચેના પૈકી…… સ્મારકનો સમાવેશ કરેલ નથી.
(A) તાજમહેલ
(B) અજંતાની ગુફાઓ
(C) લેહનો મહેલ
(D) ઉપરના તમામ
35. નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી?
(A) શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી
(B) શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ
(C) શ્રી પંડિત રવિશંકર
(D) ડો. ડી. વીરેન્દ્ર હેગડે
36. ‘બહુજન હિતાય બહુજન સુખાય’ એ સૂત્ર ………. નું છે.
(A) All India Radio (આકાશવાણી)
(B) ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (Craft Council of India)
(C) ICCR
(D) સાહિત્ય અકાદમી
37. ‘ ગાંધીજી, મારે કોઈ વતનભૂમિ નથી.’ – ગાંધીજીને આ વિધાન કોણે કહ્યું હતું?
(A) મહંમદઅલી ઝીણા
(B) ડો. બી. આર. આંબેડકર 
(C) સુભાષચંદ્ર બોઝ
(D) ઉપરના પૈકી એક પણ નહીં
38. 100 મિલિયન ફોર 100 મિલિયન (100 mlllion for 100 million) ચળવળ શાની સાથે સંકળાયેલ છે?
(A) પાણી બચાવો
(B) બાળકોના અધિકાર
(C) શરણાર્થીઓને રક્ષણ
(D) પ્રાણીના અધિકારોનું રક્ષણ
39. ભારતના પ્રથમ ભૂકંપ ચેતવણીતંત્રની સ્થાપના …….. માં થઈ હતી.
(A) હિમાચલ પ્રદેશ
(B) ગુજરાત
(C) ઉત્તરાખંડ
(D) જમ્મુ-કાશ્મીર
40.-સર્જિકલ સ્ટ્રાઇકની દ્વિતીય જયંતીની …….. તરીકે ઉજવણી કરવામાં આવી.
(A) વિજય દિવસ
(B) વિજય પર્વ
(C) પરાક્રમ પર્વ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
41. ……… ની જન્મજયંતી નિમિત્તે 25th સપ્ટેમ્બર, 2018 ‘અંત્યોદય દિવસ’ તરીકે ઊજવાયો.
(A) પંડિત દીનદયાલ ઉપાધ્યાય
(B) લોકનાયક જયપ્રકાશ નારાયણ
(C) મોરારજી દેસાઈ
(D) વી. પી. સિંહ
42. ઊર્જાના ઉત્પાદન, ઉપયોગ અને વિકાસના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ કામગીરી માટે વૈજ્ઞાનિકોને ધી એનરિકો ફર્મી એવોર્ડ (The Earico Fermi Award) કઈ સરકાર દ્વારા આપવામાં આવે છે?
(A) UK
(B) US
(C) જાપાન
(D) ફ્રાન્સ
43. ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી નીચેના પૈકી કોને સન્માનિત કરવામાં આવેલ નથી ?
(A) શ્રી રાજેન્દ્ર શાહ
(B) શ્રી પન્નાલાલ પટેલ
(C) શ્રી રઘુવીર ચૌધરી
(D) શ્રી હરીન્દ્ર દવે
44. પદ્મભૂષણથી સન્માનિત સલીમઅલી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? 
(A) પક્ષીઓ સંબંધિત અભ્યાસ
(B) દરિયાઈ જીવો સંબંધિત અભ્યાસ
(C) હવામાન સંબંધિત અભ્યાસ
(D) ખેતીના પાકો સંબંધિત અભ્યાસ
45. કયા ગુજરાતી કવિ, નાટ્યકાર અને શિક્ષણશાસ્ત્રીને વર્ષ 2017 ના સરસ્વતી સન્માન માટે પસંદ કરવામાં આવ્યા હતા?
(A) રાજેશ વ્યાસ
(B) ચીનુ મોદી
(C) નિરંજન ભગત
(D) સિતાંશુ યશશ્વન્દ્ર
46. ડો. શ્યામપ્રસાદ મુખરજી રૂરબાન મિશન (RURBAN MISSION)ની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી?
(A) 2011
(B) 2012
(C) 2014
(D) 2010
47. નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનિકની પ્રતિષ્ઠિત ડેન ડેવિડ પુરસ્કાર માટે પસંદગી થયેલ છે ?
(A) શ્રીનિવાસ કુલકર્ણી
(B) સંજય ગુજ્બી
(C) પૂર્ણિમા બર્મન
(D) ઉપર પૈકી એકપણ નહીં.
48. પોસ્ટ ખાતા દ્વારા શ્રીનગરના દાલ સરોવરમાં તરતી (Floating) પોસ્ટ ઓફિસની શરૂઆત કયા વર્ષમાં કરેલ હતી ?
(A) વર્ષ 2014માં
(B) વર્ષ 2011માં
(C) વર્ષ 2015માં
(D) વર્ષ 2010માં
49. સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકે 90મો ઓસ્કાર એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ છે?
(A) ધી ફેનટાસ્ટિક વુમન
(B) ધી શેપ ઓફ વોટ
(C) કોલ મી બાય યોર નેમ
(D) આઈ ટોન્યા
50. ભારતના પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બનવાનું શ્રેય નીચેના પૈકી કોને જાય છે?
(A) અવની ચૌધરી
(B) પુનિતા અરોરા
(C) ભાવના કાંથ
(D) અવની ચતુર્વેદી
51. ભારતમાં કપાસની ગાંસડીનું વજન કેટલું હોય છે?
(A) 270 કિલો
(B) 170 કિલો
(C) 226 કિલો
(D) 126 કિલો
52. પહેલું વિશ્વયુદ્ધ પૂર્ણ થયાની 100મી જયંતી નિમિત્તે ……. ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા આશરે 60 દેશોના રાષ્ટ્રપ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.
(A) લંડન
(B) હિરોશિમા
(C) પેરિસ
(D) બર્લિન
53. એશિયન ડેવલપમેન્ટ બેંક અનુસાર નીચેના પૈકી ક્યા એશિયાઈ દેશમાંથી સૌથી વધુ સ્થળાંતરિત (outward migrants) લોકો છે? 
(A) ચીન
(B) ભારત
(C) બાંગ્લાદેશ
(D) પાકિસ્તાન
54. વિશ્વ ડાયાબિટીસ દિવસ 2018-2019 નો વિષય …….. છે. 
(A) ધ ફેમિલી એન્ડ ડાયાબિટીસ
(B) ટોક ડાયાબિટીસ એન્ડ સ્ટોપ ડાયાબિટીસ
(C) ડાયાબિટીસ ધ સ્લો પોઇઝન
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
55. સંરક્ષિત સ્મારકોના કેટલા મીટરની અંદર બાંધકામની મનાઈ છે ?
(A) 50 મીટર
(B) 100 મીટર
(C) 200 મીટર
(D) 500 મીટર
56. ભારતમાં સામાન્યતઃ કઈ તારીખે ટૂંકામાં ટૂંકી રાત હોય છે ? 
(A) 21 એપ્રિલ
(B) 22 સપ્ટેમ્બર
(C) 21 જૂન
(D) આમાંથી કોઈ નહીં.
57. ભારત સરકારે વર્ષ 2018 ને …….. તરીકે જાહેર કર્યું છે.
(A) બાજરીનું રાષ્ટ્રીય વર્ષ
(B) દરિયાઈ ખોરાકનું રાષ્ટ્રીય વર્ષ
(C) મસાલાનું રાષ્ટ્રીય વર્ષ
(D) ડાંગરનું રાષ્ટ્રીય વર્ષ
58. ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર, 2017થી નીચેના પૈકી કોને સન્માનિત કરવામાં આવેલ છે?
(A) યોશિયાકી ઇશીજાવા
(B) પ્રફુલ્લ સમંતારા
(C) ડો. અશ્વિનીકુમાર
(D) આશુતોષ શર્મા
59. નીચે દર્શાવેલ પૈકી કોને ધ્યાનચંદ પુરસ્કાર, 2017 એનાયત થયેલ છે?
(A) ભૂપેન્દ્રસિંહ
(B) પ્રશાંતસિંહ
(C) ચેતેશ્વર પૂજારા
(D) જસવીરસિંહ
60. નીચેની પૈકી કઈ સંસ્થાએ કેસર કેરીઓ માટે પ્રતીક ચિહ્ન, લોગો વિકસાવવાની અને તેની નોંધણીની પ્રક્રિયા શરૂ કરી છે ?
(A) ગીર કૃષિ વસંત ઉત્પાદક સંઘ (GKVUS)
(B) કેસર કેરી કૃષિ સંગઠન (KKKS)
(C) ગીર-સોમનાથ કેરી કૃષિ સંઘ (GSKKS)
(D) ઉપરોક્તમાંથી ક્રોઈ નહીં.
61. વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે આવે છે ?
(A) બારમી ઓગસ્ટ
(B) તેરમી સપ્ટેમ્બર
(C) બીજી ડિસેમ્બર  
(D) કોઈ પણ નહીં.
62. ભારતીય કેલેન્ડર અનુસાર શરદઋતુ “આસો અને કારતક” માસમાં આવે છે, અંગ્રેજી ફ્રેલેન્ડર પ્રમાણે શરદઋતુ કયા માસમાં આવે ?
(A) સપ્ટેમ્બર- ઓક્ટોબર
(B) ઓગસ્ટ – સપ્ટેમ્બર
(C) નવેમ્બર – ડિસેમ્બર
(D) જાન્યુઆરી – ફેબ્રુઆરી
63. રાજસ્થાનના ચિલ્કા ડેવલપમેન્ટ ઓથોરિટીને કયા વર્ષમાં “રામસર પુરેસ્કાર” મળેલ છે ?
(A) ઈ.સ. 1972
(B) ઈ.સ. 1995
(C) ઈ.સ. 2000
(D) ઈ.સ. 2002
64. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે?
(A) તા. 01-07-2015
(B) તા. 01-04-2015
(C) તા. 01-06-2015
(D) તા. 02-10–2015
65. ડિસેમ્બર 2017માં વાવાઝોડા ઓખી (Ockhi) થી કોને અસર થઈ હતી ?
(A) ઓરિસ્સા
(B) પશ્ચિમ બંગાળ
(C) તામિલનાડુ
(D) તામિલનાડુ અને કેરલ
66. વરિષ્ઠ પત્રકાર ૠતુ સરીનની વર્ષ 2017 ના “ઇન્ટરનેશનલ પ્રેસ ઇન્સ્ટિટ્યૂટ – ઇન્ડિયા એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન જર્નાલિઝમ“ માટે પસંદગી થયેલ છે. તેઓ નીચેના કયા વર્તમાનપત્ર સાથે સંલગ્ન છે?
(A) ધી ઇન્ડિયન એક્સપ્રેસ
(B) ધી હિન્દુ
(C) ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા
(D) ધી હિન્દુસ્તાન ટાઇમ્સ
67. ગુજરાત સરકારનું સત્તાવાર પોર્ટલ એ ગુજરાત માટે ……. સૂત્રનો ઉપયોગ કર્યો છે.
(A) “અતુલ્ય ગુજરાત”
(B) “ગુજરાત – મહાવીરોની ધરતી”
(C) “પ્રભુની પોતાની ધરતી”
(D) “અતુલ્ય ભારતનો આત્મા”
68. પર્યાવરણ દિવસ ક્યારે ઊજવાય છે ?
(A) 5 જૂન
(B) 5 મે
(C) 5 એપ્રિલ
(D) 5 માર્ચ
69. સૂર્યથી પૃથ્વી કયા દિવસે સૌથી વધારે અંતર ઉપર હોય છે.
(A) 4 જુલાઈ
(B) 30 જાન્યુઆરી
(C) 22 સપ્ટેમ્બર
(D) 22 ડિસેમ્બર
70. વિશ્વ AIDS દિવસ 2017નું વિષયવસ્તુ …….. છે.
(A) મારું સ્વાસ્થ્ય, મારો અધિકાર
(B) AIDS ને ચર્ચો, AIDS ને રોકો
(C) AIDS – ભંડોળ – લડત
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ
71. પ્રત્યેક વર્ષે……. દિવસને ‘વિશ્વ હિપેટાઇટીસ દિવસ’ તરીકે મનાવાય છે.
(A) જુલાઈ 12
(B) જુલાઇ 20
(C) જુલાઈ 28
(D) ઓગસ્ટ 06
72. પ્રત્યેક વર્ષે. ……. દિવસને ‘વિશ્વ હિપેટાઇટિસ દિવસ’ તરીકે મનાવાય છે.
(A) જુલાઈ 12
(B) જુલાઇ 20
(C) જુલાઇ 28 
(D) ઓગસ્ટ 06
73. વર્ષ 2016નો રેમન મેગ્સેસે એવોર્ડ નીચે પૈકી કયા ભારતીયને મળેલ છે ?
(A) ટી. એમ. ક્રિશ્ના અને બેઝવાડા વિલ્સન
(B) ટી. એમ. ક્રિશ્ના
(C) બેઝવાડા વિલ્સન
(D) ડોમ્પેટ ઘુઅફા
74. 74મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડઝમાં નીચે દર્શાવેલ કઈ ફિલ્મને સાત એવોર્ડઝ મળેલા છે?
(A) એલે (ELLE)
(B) લા લા લેન્ડ
(C) ઝુટોપિયા
(D) મૂનલાઇટ
75. વર્ષ 2016નું “ધી હેપવર્થ પ્રાઇઝ ફોર સ્કલ્પચર” નીચેનામાંથી કોને મળેલ છે?
(A) ફ્લિીડા બાર્લો
(B) સ્ટીવન ક્લેડન
(C) હેલન મોર્ટન
(D) ડેવિડ મેડલ્લા
76. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફ્થી આપવામાં આવે છે ?
(A) Conucil for Scientific and Industrial Research
(B) Indian Institute of Science
(C) University Grants Commission
(D) Defence Research and Development Organization
77. વિજ્ઞાનની લોકપ્રિયતા માટે નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવે છે?
(A) આગાખાન એવોર્ડ
(B) એબેલ એવોર્ડ
(C) મેન બુકર પ્રાઈઝ
(D) યુનેસ્કો કલીંગા એવોર્ડ
78. વિશ્વ ગ્રાહક દિવસ (World consumer day) સંદર્ભમાં કઈ બાબત સાચી નથી?
(1) 15 માર્ચના રોજ આ દિવસ ઊજવાય છે.
(2) “બિલ્ડિંગ ડિજિટલ વર્લ્ડ, કન્ઝયુમર કેન ટ્રસ્ટ” એ ચાલુ વર્ષનું વિષય વસ્તુ છે
(A) માત્ર-1
(B) માત્ર-2
(C) 1 અને 2 બંને બાબતો સાચી નથી.
(D) 1 અને 2 બંને બાબતો સાચી છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *