GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતનો ઇતિહાસ – 2

GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતનો ઇતિહાસ – 2

1. સુલતાન બહાદુર શાહે પોર્ટુગીઝોને ક્યાં કિલ્લો બાંધવાની પરવાનગી આપી?
(A) ભરૂચ
(B) દીવ
(C) સુરત
(D) જાફરાબાદ
2. વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના કોણે કરી?
(A) દામાજી રાવ-1
(B) દામાજી રાવ-2
(C) સયાજી રાવ-1
(D) પિલાજી રાવ
3. નીચેનાં પૈકી કયાં રજવાડાંમાં શ્યામજી કૃષ્ણ વર્માએ સેવાઓ આપી ન હતી?
(A) રતલામ
(B) ઉદેપુર
(C) કચ્છ
(D) જૂનાગઢ
4. ડભોઈનાં વિખ્યાત મંદિરો …… દ્વારા બાંધવામાં આવેલ છે.
(A) સિદ્ધરાજ
(B) કુમારપાળ
(C) વીરધવલ
(D) વિસળદેવ
5. ઉત્તર ગુજરાતમાં મહેસાણા નજીક સાન્હેર ખાતે આવેલ શિવમંદિર એ……. સ્થાપત્યનું મહત્ત્વનું ઉદાહરણ છે.
(A) સોલંકી
(B) વાઘેલા
(C) ગાયકવાડ
(D) ઉપરના પૈકી એક પણ નહીં.
6. દેલવાડા ખાતે આવેલ આદિનાથ જૈન મંદિરનું નિર્માણ …….. દ્વારા કરવામાં આવ્યું. 
(A) કુમારપાળ
(B) વિમલ
(C) અઝીઝ-ઉલ-મુલ્ક
(D) નાસીર-ઉસ-સૈફ
7. સાબરકાંઠા જિલ્લામાં આવેલ શામળાજી એ …….. છે .
(A) પુખ્ત (Mature) હડપ્પન સ્થળ
(B) માઈક્રોલિથિક સ્થળ
(C) અંત સમય તરફ્ન (Late) હડપ્પન સ્થળ
(D) પેલેઓલિથિક સ્થળ
8. ઐતિહાસિક પુરાવાઓના આધારે, ગુજરાત રાજ્યમાં સ્થિત સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર ગુપ્તકાળમાં થયો હતો, તે અગાઉ કયા રાજાએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલ હતો?
(A) ચંદ્રગુપ્ત મૌર્ય
(B) અશોક
(C) રુદ્રદમન – પહેલો
(D) ઉપરના પૈકી એક પણ નહીં
9. નીચેના પૈકી ક્યા બે મહાન કિલ્લા મહંમદ બેગડા દ્વારા જીતાયેલ હતા?
(A) જૂનાગઢ અને ચાંપાનેરના કિલ્લા
(B) જૂનાગઢ અને ભદ્રના કિલ્લા
(C) જૂનાગઢ અને રોહાના કિલ્લા
(D) જૂનગઢ અને કાંથાકોટના કિલ્લા
10. જ્યારે મહંમદ ગઝનીએ સોમનાથના મંદિર ઉપર આક્રમણ કર્યું અને લૂંટી લીધું, તે સમયે સોલંકી વંશનો શાસક કોણ હતો?
(A) મૂળરાજ
(B) સિદ્ધરાજ
(C) ભીમ-બીજો
(D) ભીમ-પહેલો
11. નીચેના પૈકી કયું સ્થળ અમદાવાદમાં આવેલું નથી?
(A) ઝકરિયા મસ્જિદ
(B) રાણી રૂપમતીની મસ્જિદ
(C) દાદા હરિની વાવ
(D) કીર્તિ મંદિર 
12. ગુજરાતના ‘સોલંકી વંશ’ સંબંધિત ક્યાં વાક્યો યોગ્ય છે?
1. મૂળરાજ સોલંકી મૂળ સ્થાપક હતા.
2. આ સમયમાં સિદ્ધપુરમાં રુદ્રમહાલયનું નિર્માણ થયેલું હતું.
3. રાણી ઉદયમતીએ પાટણમાં ‘રાણકી વાવ’ બંધાવી હતી.
4. મીનળદેવીએ વિરમગામમાં મલાવ તળાવનું નિર્માણ કરાવેલ.
(A) 1, 2 અને 4
(B) 1, 2 અને 3
(C) 1, 3 અને 4
(D) 2, 3 અને 4
13. ફ્તખાન (મહેમૂદ બેગડો) સંબંધિત કઈ બાબતો યોગ્ય નથી?
(A) વાત્રક નદીના કિનારે ‘મહંમદાબાદ’ની સ્થાપના કરી.
(B) દ્વારકા ઉપર વિજય મેળવનાર અગત્યનો મુસ્લિમ સુલતાન હતો.
(C) સરખેજમાં રોજાઓનું નિર્માણ કરેલ હતું.
(D) તેના વખતમાં રાજધાની તરીકે ‘મહંમદાબાદ’ વિકસેલ હતું.
14. ઘુમલીનું નવલખા મંદિર બારમી સદીમાં ……. દ્વારા બાંધવામાં આવ્યું હતું.
(A) કુમારપાળ
(B) જેઠવા
(C) ભીમદેવ-1
(D) સિદ્ધરાજ
15. ……. ગુફામાં પ્રારંભિક માનવ શિલ્પ મળી આવ્યાં હતાં.
(A) ઉપરકોટ
(B) સિયોત
(C) તળાજી
(D) બાબા પ્યારા
16. મોટા પશુની અંશાક્તિ માપની દગ્ધ પાંસળી નીચેના પૈકી ક્યા સ્થળે મળી આવેલ છે.
(A) લાંઘણજ
(B) રોજડી
(C) ધોળાવીરા
(D) મોટી પીપલી
17. જૂનાગઢ ખડકમાં …… ના શિલાલેખ છે.
(A) અશોક, રુદ્રમાન-પ્રથમ, સ્કંદગુપ્ત
(B) અશોક, રુદ્રમાન-દ્વિતીય, સમુદ્રગુપ્ત
(C) અશોક, રુદ્રમાન, પુણ્યગુપ્ત
(D) અશોક, સમુદ્રગુપ્ત, સ્કંદગુપ્ત
18. ધોળકાના મલાવ તળાવનું નિર્માણ …….. દ્વારા કરવામાં આવ્યું હતું.
(A) મીનળદેવી
(B) સુમાલાદેવી
(C) સન્તુદેવી
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
19. વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને કયા વર્ષમાં પદભ્રષ્ટ કરાયા હતા ?
(A) ઈ.સ. 1872
(B) ઈ.સ. 1875
(C) ઈ.સ. 1876
(D) ઈ.સ. 1878
20. ગુજરાતમાં કયા વર્ષમાં ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે સર્વપ્રથમ રેલવેલાઈન નખાઈ હતી ?
(A) ઈ.સ. 1851
(B) ઈ.સ. 1853
(C) ઈ.સ. 1854
(D) ઈ.સ. 1855
21. અંગ્રેજ સરકારની અપુત્ર મરનાર રાજવીના રાજ્યને ખાલસા કરવાની નીતિના કારણે ગુજરાતમાં નીચેનાં પૈકી કયાં રાજ્યો ખાલસા કરવામાં આવ્યાં હતાં ? 
(A) સુરતના નવાબનું રાજ્ય
(B) રાધનપુરનું રાજ્ય
(C) પાલનપુરનું રાજ્ય
(D) ખંભાતનું રાજ્ય
22. સમગ્ર ગુજરાતમાં પ્રથમ કોલેજ કયા સ્થળે શરૂ કરવામાં આવી હતી ?
(A) વડોદરા
(B) અમદાવાદ
(C) ભાવનગર
(D) રાજકોટ
23. નીચેનાં વાક્યો ચકાસો :
(1) ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના મૂળરાજ સોલંકીએ કરેલ હતી અને તેની રાજધાની અણહિલપુર (પાટણ) હતી.
(2) મીનળદેવી ગુજરાતની પ્રથમ મહિલા શાસક હતી. તેઓએ મલાવ તળાવ અને મુનસર તળાવ બંધાવેલ હતાં.
(3) સિદ્ધરાજે પાટણમાં સહસ્રલિંગ તળાવ બાંધેલ અને ડભોઈ, વીરપુર વગેરે સ્થળોએ વાવ બંધાવેલ.
(A) પ્રથમ અને બીજું વાક્ય યોગ્ય છે.
(B) પ્રથમ, બીજું અને ત્રીજું વાક્ય યોગ્ય છે.
(C) પ્રથમ અને બીજું વાક્ય યોગ્ય છે.
(D) બીજું અને ત્રીજું વાક્ય યોગ્ય છે.
24. મહાગુજરાત આંદોલનના પરિણામે …….
(A) મુંબઈ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો સમાવેશ થયો.
(B) મુંબઈ રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજિત થયું.
(C) મહમ્મદ બેગડાની સલ્તનતનો ગુજરાતમાં અંત થયો.
(D) અમદાવાદ ગુજરાતની રાજધાની બની.
25. મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે ?
(A) ગાંધાર શૈલી
(B) ઈરાની શૈલી 
(C) નાગર શૈલી
(D) ઉપર પૈકી એકપણ નહીં.
26. વડોદરા રિયાસત દ્વારા કયા વર્ષમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ લાગુ કરવામાં આવેલ હતી?
(A) ઇ.સ. 1911
(B) ઇ.સ. 1906
(C) ઈ.સ. 1913
(D) ઇ.સ. 1917
27. નીચેના પૈકી કોણે પાટણના સરોવર કિનારે 1008 શિવમંદિરનું નિર્માણ કર્યું હતું?
(A) વનરાજ ચાવડા
(B) મહારાજા ભીમદેવા
(C) કર્ણદેવ
(D) જયસિંહ સિદ્ધરાજ
28. મુગલ સામ્રાજ્યમાં ગુજરાતના ‘સૂબા’ ……. સંખ્યામાં સરકારમાં વહેંચાયા હતા.
(A) 6
(B) 7
(C) 9 
(D) 11
29. નીચેનાં કયા કાર્યો ગોંડલના રાજા ભગવતસિંહજીએ કર્યાં હતાં?
(1) પચાસથી વધુ કર દૂર કર્યા.
(2) ગોંડલમાં ગિરાસિયા કોલેજની સ્થાપના
(3) કન્યા કેળવણીનો આગ્રહ (સ્ત્રી શિક્ષણ)
(4) ભગવદ્ગોમંડલનું પ્રકાશન
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) 1 અને 2
(B) 2, 3 અને 4
(C) 2 અને 3
(D) 1, 2, 3, 4
30. સિદ્ધપુરનો રુદ્રમાળ ઈસવીસનની કઈ સદીનું ખૂબ જ ભવ્ય બાંધકામ છે ?
(A). અગિયારમી
(B) દસમી
(C) નવમી
(D) બારમી
31. નીચેનામાંથી કયું સ્થાપત્ય ‘“ અમદાવાદના રત્ન” તરીકે પ્રખ્યાત છે?
(A) સીદી સૈયદની જાળી
(B) દાદાહરિની વાવ
(C) સરખેજના રોજા
(D) રાણી શિપ્રીની મસ્જિદ
32. નીચેનામાંથી કોણ ગુજરાતનો પ્રાચીન સમયનો શાસક ચાવડા વંશનો હતો ?
(A) ભુવડ
(B) સારંગદેવ
(C) કૃતવીર્ય
(D) ઇંદ્રદત્ત
33. નીચેનામાંથી કયા હડપ્પીય સ્થળમાંથી ઈ.સ. પૂર્વે 5000ના સોનાના અલંકારો મળ્યા છે ?
(A) રોઝડી
(B) લોથલ 
(C) ધોળાવીરા
(D) રંગપુર
34. નીચેનામાંથી કયા વર્ષમાં ગુજરાતમાં મોરબી ખાતેનો મચ્છુડેમ તૂટેલો?
(A) ઈ.સ. 1978
(B) ઈ.સ. 1977
(C) ઈ.સ. 1979
(D) ઈ.સ. 1980
35. પ્રાચીન ગુજરાતનો કયો રાજા ‘‘એકાંગવીર” કહેવાતો ?
(A) અજયપાલ
(B) કુમારપાળ
(C) ભીમદેવ બીજો
(D) ભીમદેવ પહેલો
36. “એક નહીં અગિયાર મોરારજીભાઈ અને બાવીસ જવાહરલાલ નહેરુ આવે તો પણ મહાગુજરાત આવતું રોકી શકશે નહીં…..” મહાગુજરાત આંદોલન સમયે આ ઉક્તિ કોની ?
(A) રતુભાઈ અદાણી
(B) હરિહર ખંભોળજા
(C) જયંતિ દલાલ
(D) ઈન્દુભાઈ યાજ્ઞિક
37. ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે ‘પાંચમુ પગારપંચ’ કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન લાગુ કરવામાં આવેલ ?
(A) નરેન્દ્ર મોદી
(B) શંકરસિંહ વાઘેલા
(C) અમરસિંહ ચૌધરી
(D) દિલીપ પરીખ
38. નવસારી જિલ્લાના ગણદેવીનું પ્રાચીન નામ શું હતું ?
(A) ગુણપાત્ર
(B) ગુણિયલ
(C) ગુણપાદિકા
(D) ગુણાતીત
39. યુનેસ્કોએ ગુજરાતના અમદાવાદ શહેરને “ભારતના સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર” તરીકે માન્યતા કયા વર્ષે આપી ?
(A) ઈ.સ. 2014
(B) ઈ.સ. 2015
(C) ઈ.સ. 2016
(D) ઈ.સ. 2017
40. મીનળદેવી દ્વારા બનાવવામાં આવેલું ધોળકા ખાતેનું “માલવ તળાવ” હજી આજે પણ ……. તરીકે ઓળખાય છે.
(A) પ્રણય સરોવર
(B) શાંતિ સરોવર
(C) ન્યાય સરોવર
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
41. 1231માં માઉન્ટ આબુમાં તેજપાલ દ્વારા બાંધવામાં આવેલા નેમીનાથ મંદિરની છત ……. માંથી બનેલી છે.
(A) લાકડાં
(B) લાલ રેતી-પથ્થર
(C) આરસ
(D) તાંબા
42. પદ્મનાભ કૃત “કાન્હડદે પ્રબંધ” …….. ભાષામાં છે.
(A) મરાઠી
(B) સંસ્કૃત
(C) પ્રાકૃત
(D) ગુજરાતી
43. નીચેનામાંથી કયા સૈન્યની વ્યક્તિને અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત ઉપર ચઢાઈ કરવા મોકલાવ્યા હતા?
(A) ઉલુધખાન, નુસરત ખાન
(B) અલાઉદ્દીન, મોહમ્મદ ખાન
(C) રશિદ ખાન, ઇલ્યાઝ મોહમ્મદ્
(D) ઉપરોક્તમાંથી કોઇ નહિ.
44. નીચેનામાંથી કયો પ્રથમ શિલાલેખ છે જે ‘વાપી’ ને પાણીની ટાંકી તરીકે વર્ણવે છે ?
(A) રુદ્રસિંહ પથ્થર શિલાલેખ
(B) ધ્રુવસેન પ્રથમનો તામ્રપત્ર ઉત્કીર્ણલેખ
(C) ધ્રુવસેન દ્વિતીયનો તામ્રપત્ર ઉત્કીર્ણલેખ
(D) ગોવિંદ ચતુર્થનો શિલાલેખ
45. કણકોથ કિલ્લાનું સૂર્યમંદિર …….. ના સમયમાં બંધાયેલું છે.
(A) વાઘેલા વંશ
(C) પરમાર વંશ
(B) સોલંકી વંશ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
46. જુલાઈ 1976માં સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય ઉધાન તરીકે જાહેર કરાયેલ ભાલપ્રદેશનો એક નાનો ભાગ મુખ્યત્વે ….. માટેનું અભયારણ્ય છે.   
(A) કાળિયાર 
(B) ભૂરી વ્હેલ
(C) ઘુડખર
(D) ઘોરાડ
47. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
(A) ડો. જીવરાજ નારાયણ મહેતા
(B) શ્રી બળવંતરાય મહેતા
(C) શ્રી હિતેન્દ્ર કે. દેસાઈ
(D) શ્રી ઘનશ્યામભાઈ સી. ઓઝા
48. ગુજરાતમાં વાઘેલા વંશની રાજધાની ……. હતી.
(A) પાટણ
(B) વલ્લભીપુર
(C) ધોળકા
(D) પ્રભાસપાટણ
49. નવમી અને દસમી સદી દરમિયાન આધુનિક દક્ષિણ ગુજરાત માટે …………. શબ્દ પ્રયોજાતો,
(A) લાટ
(B) સુલકા
(C) ભાખા
(D) ગુર્જર
50. સૈયદ બંધુઓ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
(1) ઔરંગઝેબના મૃત્યુ બાદ મુગલ સામ્રાજ્યમાં તેઓ “કીંગ“મેકર”ની ભૂમિકામાં હતા.
(2) અમદાવાદના કાંકરિયા તળાવમાં આવેલી નગીનાવાડીનું નિર્માણ તેઓએ કરાવ્યું હતું.
(A) ફક્ત (1)
(B) ફક્ત (2)
(C) (1) અને (2) બંને
(D) (1) અને (2) પૈકી કોઈ નહીં.
51. સોલંકી કાળમાં ગુજરાતમાં કયો ધર્મ અસ્ત પામ્યો ?
(A) બૌદ્ધ
(B) ઇસ્લામ
(C) જૈન
(D) વૈષ્ણવ
52. કુત્બુદ્દીન ઐબકે બે વાર ગુજરાત ઉપર ચઢાઈ કરીને પાટણ લૂંટ્યું હતું ત્યારે ગુજરાતના વહીવટની જવાબદારી કોણે સ્વીકારી હતી ?
(A) વિસલદેવ વાઘેલા
(B) લવણપ્રસાદ
(C) ભીમદેવ પ્રથમ
(D) વિમલ મંત્રી
53. ગુપ્તશાસનના પતન બાદ ગુજરાતમાં કયો વંશ સત્તામાં આવ્યો ? 
(A) સોલંકી વંશ
(B) ચાવડા વંશ
(C) મૈત્રક વંશ
(D) વાઘેલા વંશ
54. “સિમ્હ સંવત” …….. દ્વારા શરૂ કરવામાં આવ્યું.
(A) ભીમદેવ – 1
(B) કર્ણરાજ
(C) મુલકરાજ
(D) સિદ્ધરાજ જયસિંહ
55. રુદ્રમાલા મંદિરના બાંધકામની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી?
(A) મૂળરાજ
(B) સિદ્ધરાજ
(C) ભીમા -1
(D) ચામુંડારાજ
56. ગુજરાતના કયા સુલતાનના રાજમાં ગુજરાતની રાજધાની અણહિલવાડ પાટણથી અમદાવાદ ખસેડવામાં આવી હતી ?
(A) મુઝફ્ફર શાહ
(B) અહમદ શાહ-i
(C) મહમદ બેગડો
(D) અહમદ શાહ-ii
57. વડોદરાના ગાયકવાડ રાજવંશના પહેલા શાસક કોણ હતા ?
(A) ખંડેરાવ દાભડે
(B) પિલાજી
(C) બાલાજી બાજીરાવ
(D) શાંભાજી
58. જૂનાગઢના શિલાલેખમાં કયા રાજાનો ઉલ્લેખ નથી ?
(A) સમુદ્રગુપ્ત 
(B) ચન્દ્રગુપ્ત મૌર્ય
(C) સ્કન્દગુપ્ત
(D) રુદ્રમન
59. નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?
(A) ઉદયમતી – રાણીની વાવ
(B) જયસિંહ સિદ્ધરાજ – ત્રિભુવનગઢ
(C) વીર ધવલ – ધોળકા ખાતે રાજધાની
(D) ભાવ બૃહસ્પતિ – સોમનાથના મહંત
60. સુરતમાં કયા વર્ષમાં મીઠાનો વિદ્રોહ થયો હતો ?
(A) ઈ.સ. 1819
(B) ઈ.સ. 1839
(C) ઈ.સ. 1844
(D) ઈ.સ. 1838
61. છત્રપતિ શિવાજીએ સૌપ્રથમ વખત સુરત પર ક્યારે આક્રમણ હતું ?
(A) ઈ.સ. 1670
(B) ઈ.સ. 1660
(C) ઈ.સ. 1672
(D) ઈ.સ. 1664
62. ગુજરાતના તારંગા જૈન મંદિરો સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
(A) તારંગા મંદિરનું નિર્માણ કુમારપાળે 1121 માં કર્યું હતું.
(B) લાલ પથ્થરની અજિતનાથની પ્રતિમા મંદિરની મુખ્ય મૂર્તિ છે.
(C) ત્યાં ઋષભદેવ અને 20 અન્ય તીર્થંકરોનાં પગલાં છે
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
63. સરખેજ રોઝાનું નિર્માણ નીચેના પૈકી કયા સૂફીસંત સાથે સંબંધિત છે ?
(A) શેખ અહમદ ગંજબક્ષ 
(B) હઝરત અમીર અબ્બાસ
(C) અબ્દુલ્લા હુસૈની કોદરી સાતરી
(D) ખ્વાજા બંદે નવાઝ
64. નીચેના પૈકી કયાં / કર્યું વિધાન સાચાં / સાચું છે ?
1. મહારાજા સયાજીરાવ ગાયકવાડ-ક્ષનાં 60 વર્ષના શાસનને નિર્મિત કરવા સીમાચિહ્નરૂપે વડોદરાના કીર્તિસ્તંભની રચના કરવામાં આવી હતી.
2. શેરી મોહમ્મદ ખાનની બહાદુરીની યાદગીરીમાં પાલનપુર ખાતે કીર્તિસ્તંભની રચના કરવામાં આવી હતી.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) ફક્ત 1 સાચું છે.
(B) ફક્ત 2 સાચું છે.
(C) 1 અને 2 સાચાં છે.
(D) 1 અને 2 બંને સાચાં નથી.
65. ગુજરાતમાં મૈત્રક વંશના શાસનમાં તેઓની રાજધાની કયા સ્થળે હતી ?
(A) પાટણ
(B) અણહિલવાડ
(C) વલ્લભી
(D) અમદાવાદ
66. કયા વર્ષમાં મોગલ શહેનશાહ હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું ?
(A) ઇ.સ. 1526
(B) ઈ.સ. 1535
(C) ઈ.સ. 1537
(D) ઈ.સ. 1836
67. સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રાચીન માટીકામ ગામ લોથલ નો શાબ્દિક – અર્થ શું છે ?
(A) મૃત મણ
(B) ધરતી પર સ્વર્ગ
(C) શાંતિનું સ્થા
(D) કોઈ પણ નહીં.
68. રાણીની વાવ 11ર્મી સદીના એક રાજાના સ્મારક તરીકે બાંધવામાં આવી હતી, તે કઈ નદીકાંઠે આવેલી છે ?
(A) સરસ્વતી નદી
(B) નર્મદા નદી
(C) સાબરમતી નદી
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
69. સહસ્ત્રલિંગ તળાવ અર્થાત્ “હજારો શિવલિંગોનું તળાવ”, જેનું દુર્લભરાય રાજા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું એ અસલ …… તરીકે જાણીતા સરોવર ઉપર આવેલું છે.
(A) શિવ સરોવર
(B) દુર્લભ સરોવર
(C) લિંગ સરોવર
(D) સહસ્ત્ર સરોવર
70. દીવાલોના નગર અમદાવાદની સ્થાપના
(A).શેખ અહમદ ખાતુએ 14 મી સદીમાં કરી હતી.
(B) અબુ-અલ મહુમદ શાહએ 14 મી સદીમાં કરી હતી.
(C) બાબા અહમદ નાગોરીએ 15 મી સદીમાં કરી હતી.
(D) સુલતાન અહેમદ શાહે 15 મી સદીમાં કરી હતી.
71. 1984ની મહાગુજરાત પહેલએ બધી ગુજરાતી ભાષી પ્રજાને એક વહીવટી સંસ્થા હેઠળ સંકલિત કરી, 1 મે, 1960 ના રોજ બોમ્બે રાજ્યને ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજિત કર્યાં, ‘મહાગુજરાત’ શબ્દ એ ગુજરાતી ભાષી પ્રજાને આવરી લીધી હતી જેમાં …… વિસ્તાર સમાવિષ્ટ હતા.
(A) ગુજરાત, સૌરાષ્ટ્ર, સુરત
(B) ગુજરાત, વડોદરા, સુરત
(C) ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ
(D) ગુજરાત, કચ્છ, વડોદરા
72. નીચેના વિકલ્પોમાંથી કયું સાચું છે ?
(A) પ્રાચીન ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન હતું.
(B) ચંદ્રગુપ્ત મૌર્યએ ગુજરાતનાં અનેક રાજ્યો પર વિજય મેળવ્યો.
(C) સમ્રાટ અશોકે ગુજરાતમાં ક્ષેત્રવિસ્તાર વિસ્તૃત કર્યો.
(D) ઉપરોક્ત તમામ 
73. કયા રાજવંશના રાજમાં ગુજરાત સૌથી વધુ ઊંચાઈએ પહોંચ્યું ?
(A) સોલંકી રાજવંશ 
(B) મૌર્ય રાજવંશ
(C) ખિલજી રાજવંશ
(D) કોઈ પણ નહીં.
74. કયા શાસકે ગુજરાતમાં સૌપ્રથમ મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરી ?
(A) જલાલ-ઉદ્દીન મોહમ્મદ અકબર
(B) અલાઉદ્દીન ખિલજી
(C) ઝફરખાન મુઝફ્ફર
(D) મોહમ્મદ ગઝની
75. નીચેના પૈકી કોણ ગુજરાતના છેલ્લા મુગલ રાજપ્રતિભુ (વાઇસરોય) હતા ?
(A) નુસરત ખાન
(B) ઉલ્લા ખાન
(C) પ ખાન
(D) મોમિન ખાન
76. ઈસવીસન પૂર્વે કર્દમ રાજવંશનું ગુજરાત ઉપર શાસન હતું, તેઓ નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા હતા ?
(A) પશ્ચિમી ક્ષત્રપ 
(B) સાતવાહન
(C) ચોલ
(C) પલ્લવ
77. નીચેના પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ કાઠિયાવાડના જાડેજા રાજપૂતો સાથે સંબંધિત છે?
(A) જબ્તી પદ્ધતિ
(B) મેવાસી પદ્ધતિ
(C) મહાલવારી પદ્ધતિ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
78. કાઠિયાવાડ રાજકીય પરિષદના સ્થાપના સમયે કાઠિયાવાડના શાસક કોણ હતા ?
(A) વીરાવાલા
(B) ધર્મેન્દ્રસિંહજી
(C) ઠાકોર સાહેબ  
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
79. ભારત-પાકિસ્તાનના 1965ના યુદ્ધ દરમિયાન ભારતના એક રાજ્યના મુખ્યમંત્રીશ્રીનું વિમાન તોડી પાડવામાં આવેલું હતું. આ મુખ્યમંત્રીશ્રી કયા રાજ્યના મુખ્યમંત્રીશ્રી હતા?
(A) ગુજરાત
(B) મહારાષ્ટ્ર
(C) પંજાબ
(D) ભેઘાલય
80. તળાજા ગુફાઓ …………. સમયની છે.
(A) ગુપ્ત
(B) મૌર્ય
(C) સોલંકી
(D) પરમાર
81. ખાન અઝીઝ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર ……. માં આવેલું છે.
(A) અણહિલવાડ પાટણ
(B) ચાંપાનેર
(C) અમદાવાદ
(D) બરોડા
82. સૌરાષ્ટ્રમાં વોકર સમાધાનની એક મહત્ત્વની કલમ કઈ હતી ?
(A) ઇજારા અથવા મહેસૂલ ખેતીની પ્રથાનો અંત
(B) શ્રી બાળહત્યાની પ્રથા પર પ્રતિબંધ, દૂધપીતી
(C) વરિષ્ઠત્વના કાયદાનું અમલીકરણ, જ્યેષ્ઠ પુત્રને મિલક્તનો વારસો મળે તે પદ્ધતિ
(D) સતીપ્રથા પરનો પ્રતિબંધ
83. નીચેના પૈકી કયા ગુજરાતમાં લાંબો સમય ઇજિપ્તના વિદ્વાન બહમનિ પ્રદેશ જતાં પૂર્વે રોકાયા હતા ?
(A) બદ્દરુદ્દીન – અદ-દમમિ 
(B) હૈબતુલ્લાહ-શાહ-મિર
(C) અબુ ફુલ ધઝરુનિ
(D) શાહ-એ-આલમ
84. નીચેના પૈકી અમદાવાદના ક્યા નગરશેઠે “ચિંતામણિ પાર્શ્વનાથ જૈન મંદિર” બંધાવ્યું હતું ?
(A) શાંતિદાસ ઝવેરી
(B) અંબાલાલ સાંકળલાલ દેસાઈ
(C) મંગળદાસ ઝવેરી
(D) લાલભાઈ ત્રિકમભાઈ શેઠ
85. ગુજરાતના કયા સુલતાનના રાજમાં ગુજરાતની રાજધાની અણહિલવાડ પાટણથી અમદાવાદ ખસેડવામાં આવી હતી ?
(A) મુઝફ્ફર શાહ
(B) અહમદ શાહ- i
(C) મહંમદ બેગડો
(D) અહમદ શાહ-ii
86. ઈ.સ. 1938માં કયા સ્થળે મળેલ કોંગ્રેસના અધિવેશનના પ્રમુખ સુભાષચન્દ્ર બોઝ હતા?
(A) નવસારી
(B) વડોદરા
(C) સુરત જિલ્લાનું હરિપુરા ગામ
(D) અમદાવાદ
87. ઈ.સ. 1615માં જહાંગીરના દરબારમાં ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાના રાજદૂત તરીકે કોણ આવેલ હતું ?
(A) કેપ્ટન વિલયમ હોકિન્સ
(B) કેપ્ટન વિલિયમ બેન્ટિક
(C) સર થોમસ રો
(D) એક પણ નહીં
88. ગુજરાતમાં સ્થિત ખોદકામ દ્વારા મળી આવેલી વિશ્વની પૂર્વકાલીન જળ સંરક્ષણ વ્યવસ્થા ક્યાં આવેલી છે ?
(A) ધોળાવીરા
(B) ઇડર
(C) મકાઈ કોઠાર
(D) નવલખા કોઠાર
89. નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો ?
(A) યાસ્તન
(B) રુદ્રદામન
(C) અશોક
(D) ચન્દ્રગુપ્ત મૌર્ય
90. નીચે પૈકી કોણ ‘છોટે સરદાર’નું બિરુદ પામ્યા હતા ?
(A) મોહનલાલ પંડ્યા
(B) મથુરદાદા
(C) વિનાયકપ્રસાદ પંડ્યા
(D) ચંદુલાલ દેસાઈ
91. નીચેના પૈકી કોણે ગુજરાતમાં 1907માં યુવાનોને ઉદ્દામમતવાદી યુદ્ધમાન પ્રવૃત્તિની તાલીમ આપવા ગંગનાથ ભારતીય સર્વ વિધાલયની સ્થાપના કરી ?
(A) અરવિંદ ઘોષ
(B) કાકાસાહેબ કાલેલકર
(C) મામા સાહેબ ફ્યુકે
(D) બારીન્દ્ર ઘોષ
92. નીચેના પૈકી કયા મુગલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો ?
(A) અકબર
(B) જહાંગીર
(C) શાહજહાં
(D) ઔરંગઝેબ
93. ચન્દ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ?
(A) રુદ્રદામનનો જૂનાગઢમાં આવેલ શિલાલેખ
(B) અશોકનો ગિરનારમાં આવેલ શિલાલેખ
(C) અશોકનો સોપારાનો શિલાલેખ
(D) કલિંગ શિલાલેખ
94. નીચેની કઈ બાબતને ધ્યાનમાં લેતા, રુદ્રદમન પહેલાની ગણના પરોપકારી રાજવી તરીકે થતી હતી ?
(A) ખાસ કરી, બળજબરીપૂર્વક મજૂરી કરાવીને કે ભેટોથી જબરજસ્તીથી નાણાં મેળવવાને બદલે જનહિતનાં કાર્યો માટે પોતાના ભંડારમાંથી ખર્ચ કરતો હતો.
(B) જૈન અને બૌદ્ધ ધર્મને આશ્રય આપતો હતો.
(C) અહિંસાનું પાલન કરતો હતો.
(D) અનાથ લોકો માટે દવાખાના તથા આશ્રયસ્થાન બંધાવતો હતો.
95. 18મી સદીમાં ભાવનગર ઔદ્યોગિક અને વેપારની દૃષ્ટિએ એક મહત્ત્વનું કેન્દ્ર ગણાતું હતું, તે માટે કયા અગત્યનાં પરિબળો હતાં ?
(A) ભાવનગર બંદરના વિકાસ માટે ગોહિલ શાસકોની પહેલવૃત્તિ
(B) કૃષિ-ઉત્પાદનમાં વધારો
(C) મરાઠાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ
(D) પેશ્વાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ
96. વડોદરા રાજ્યમાં ઉદ્યોગોનો વિકાસ થવા માટે મુખ્ય પરિબળ ……. હતું.
(A) બેન્ક ઓફ બરોડાની સ્થાપના
(B) વહીવટ પર રાજ્યનો અંકુશ
(C) યાંત્રિકીકરણ
(D) કાચી માલસામગ્રી સબસિડીના ધોરણે રાજ્ય તરફ્થી પૂરી પાડવી.
97. સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાનસકર્તા હતા કે જેઓએ :
(A) વડોદરામાં સ્વાતંત્ર્ય ચળવળની શરૂઆત કરી.
(B) ભારતીય સંઘમાં જોડાયા
(C) રાજ્યમાં મફ્ત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી.
(D) રણજી ટ્રોફીને પ્રાયોજિત કરી.
98. રાજકોટના ઠાકોરસાહેબ લાખાજી રાજસિંહજી બીજાની એક પ્રગતિશીલ રાજવી તરીકે ગણના થાય છે કારણ કે તેઓએ.
(A) 1923માં સંપૂર્ણ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભાની સ્થાપના કરી હતી.
(B) ઉધોગો માટે 25% સબસિડી આપતા હતા.
(C) વિશ્વધર્મ પરિષદ બોલાવી હતી.
(D) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકોટ ખાતેના અધિવેશનની યજમાનગીરી કરેલ હતી.
99. સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા (sovereignty) સ્થાપી હતી ?
(A) મુગલ
(B) મરાઠા
(C) અંગ્રેજો
(D) પેશવા
100. ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી?
(A) ગરબડદાસ મુખી
(B) સૂરજમલ
(C) મૂળુ માણેક
(D) નારાયણ હેમચંદ્ર
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *