GPSC PT 2016 to 2023 Solved – પંચાયતી રાજ

GPSC PT 2016 to 2023 Solved – પંચાયતી રાજ

1. ગ્રામ ન્યાયાલય અધિનિયમ 2008 ની ગ્રામ ન્યાયાલયો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 
1. ગ્રામ ન્યાયાલયના પ્રિસાઈડિંગ ઓફ્સિર (ન્યાયાધિકારી)ની નિમણૂક રાજ્ય સરકાર વડી અદાલત સાથે પરામર્શમાં રહીને કરશે.
2. દરેક પંચાયત માટે મધ્યવર્તી સ્તરે ગ્રામ ન્યાયાલયોની સ્થાપના કરવામાં આવશે.
3. ગ્રામ ન્યાયાલયો ફક્ત દીવાની અદાલતોની સત્તા ધરાવશે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 2
(D) ફક્ત 1 અને 3
2. દ્વિતીય વહીવટી સુધારા આયોગનો કયો અહેવાલ પંચાયતી રાજ વિશેની ભલામણો સાથે સંબંધિત છે?
(A) 3જો અહેવાલ
(B) 4થો અહેવાલ
(C) 5મો અહેવાલ
(D) 6ઠ્ઠો અહેવાલ
3. ગ્રામ સભાની બેઠક કરવા માટે ઓછામાં ઓછી હાજર સભ્યોની સંખ્યા ……… છે.
(A) કુલ સદસ્યોના એક ચતુર્થાંશ જેટલી
(B) કુલ સદસ્યોના એક દશાંશ જેટલી
(C) ગ્રામ સભાના 50 %
(D) ઓછામાં ઓછાં 100 સભ્યો
4. પંચાયતી રાજ વ્યવસ્થા અંગેની અશોક મહેતા સમિતિની ભલામણો બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
1. ન્યાય પંચાયતોને પંચાયતોના વિકાસથી અલગ તંત્ર તરીકે રાખવી જોઈએ.
2. પંચાયતની ચૂંટણીના તમામ સ્તર ઉપર રાજકીય પક્ષોની સત્તાવાર સહભાગિતા હોવી જોઈએ.
3. લાયકાત ધરાવનાર ન્યાયાધીશ દ્વારા ન્યાય પંચાયતની અધ્યક્ષતા થવી જોઈએ.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 1 અને 2
5. 73મા સંવિધાન સુધારા અધિનિયમ અંગે નીચેનાં પૈકી કયું વિધાન| કયાં વિધાનો સાચું/સાચાં છે ?
(A) જો સંબંધિત રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓના હેતુ માટે તે સમયે અમલમાં હોય, તેવા કોઈ કાયદાથી અથવા તે હેઠળ તેને તેવી રીતે ગેરલાયક ઠરાવેલ હોય તો તે પંચાયતના સભ્ય માટે ગેરલાયક ગણાશે.
(B) કોઈ પણ વ્યક્તિ જો તે એકવીસ વર્ષની ઉંમરની થઈ ગઈ હોય, તો તે વ્યક્તિ પચીસ વર્ષથી ઓછી ઉંમરની છે તે કારણે તેને ગેરલાયક ઠરાવી શકાશે નહિ.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
6. પંચવર્ષીય યોજનાઓ બાબતે નીચેનાં પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો સાચું /સાચાં છે ?
(A) 12મી પંચવર્ષીય યોજના એ ઝડપી, ટકાઉ અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ ઉપર ભાર મૂક્યો.
(B) 9મી પંચવર્ષીય યોજના ભારતમાં નિકાસ અન્વયે વૃદ્ધિની વ્યૂહરચનાને અનુસરે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
7. ગ્રામ ન્યાયાલયો બાબતે નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. ગ્રામ ન્યાયાલયોની સ્થાપના ગ્રામ ન્યાયાલય અધિનિયમ 2008 અંતર્ગત કરવામાં આવી છે.
2. ન્યાયાલયના પ્રમુખ અધિકારીની નિયુક્તિએ રાજ્ય સરકાર દ્વારા વડી અદાલતનાં સલાહસૂચન અનુસાર કરવામાં આવે છે.
3. ગ્રામ ન્યાયાલયો એ ફરતી અદાલત (Mobile Court) છે અને દીવાની અદાલત બંને સત્તાનો ઉપયોગ કરી શકે છે.
4. ગ્રામ ન્યાયલયની બેઠક જિલ્લા પંચાયતના મુખ્ય મથક ખાતે સ્થિત હશે.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 1, 2 અને 3
(C) માત્ર 2, 3 અને 4
(D) માત્ર 1 અને 3
8. જિલ્લા આયોજન સમિતિ બાબતે નારોનાં પૈકી કયું વિધાન / કાં વિધાનો સાચું / સાચાં છે ?
(A) જિલ્લા આયોજન સમિતિએ પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજનાઓને એકત્રિત કરે છે.
(B) જિલ્લા આયોજન સમિતિના સદસ્યોએ જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા ચૂંટાયેલા હોવા જોઈએ.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં,
9. ઈ.સ. 1971માં ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવેલ, તે સમયે ભારતમાં વાઈસ રોય તરીકે કોણ હતું ?
(A) લોર્ડ મેયો 
(B) લોર્ડ એનિ
(C) સર જોન લોરેન્સ
(D) લોર્ડ નોર્થભ્રુક
10. પંચાયતી રાજ સંસ્થાઓમાં વસ્તીના ચોક્ક્સ વર્ગના પ્રતિનિધિત્વ માટે અનામત બેઠકો બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સત્ય છે ?
1. રાજ્યમાં SCsને તેમની વસ્તીના પ્રમાણમાં અનામત બેઠકો.
2. અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો એ જે તે પંચાયત ક્ષેત્રમાં તેમની વસ્તી સાથે સાંકળી લેવામાં આવે છે,
3. પછાત વર્ગ માટે અનામત બેઠકો એ અનિવાર્યપણે તેમની વસ્તી સાથે સાંકળી લેવામાં આવતી નથી.
(A) 1, 2 અને 3
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 2 અને 3
11. દરેક સ્તરની પંચાયતોના અધ્યક્ષોના હોદ્દાની કુલ સંખ્યાના કેટલાથી ઓછાં ન હોય તેટલાં હોદ્દાઓ, મહિલાઓ માટે અનામત રાખવાના હોય છે ? .
(B) એક તૃતીયાંશથી
(A) બે તૃતીયાંશથી
(C) પચ્ચીસ ટકાથી
(D) ત્રીસ ટકાથી
12. નીચેના પૈકી ભારતના કયા બે રાજ્યોએ સૌ પ્રથમ 1959 માં પચયાતી રાજની સ્થાપના કરી હતી ? 
(A) રાજસ્થાન અને ઓરિસ્સા
(B) રાજસ્થાન અને પંજાબ
(C) રાજસ્થાન અને મહારાષ્ટ્ર
(D) રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ
13. પંચાયતી રાજ સંસ્થાઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન / વિધાનો સત્ય નથી ?
1. ભારતના બંધારણની કલમ 243 D એ પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ પૂરી પાડે છે.
2. કેન્દ્ર સરકાર એ પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા નાણાં આયોગની નિયુક્તિ કરશે.
3. પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી એ ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો,
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1, 2 અને ૩
14. ગુજરાતમાં પંચાયતી રાજ કયા વર્ષમાં અમલમાં આવેલ હતું ?
(A) 1961
(B) 1962
(C) 1963
(D) 1964
15. ભારતના બંધારણની કલમ “243 જ” માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે ?
(A) સભ્યપદ માટેની ગેરલાયકાત
(B) પંચાયતોની સત્તા, અધિકાર અને જવાબદારી
(C) પંચાયતોની રચના
(D) પંચાયતોની મુદ્દત
16. PESA (પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ્ડ એરિયાઝ) એક્ટની જોગવાઈઓ …….. દ્વારા કરવામાં આવેલી ભલામણોને આધારે રચવામાં આવેલી છે.
(A) કે, પી. સિંઘ દેઓ સમિતિ
(B) કે. સાન્થમ સમિતિ
(C) એસ. ભૂરિયા સમિતિ 
(D) એસ. કોઠારી સમિતિ
17. ન્યાય પંચાયત બાબતે નીચેના પૈકી કયું ખોટું છે ?
(A) તે વૈકલ્પિક વિવાદ નિવારણ માટે તંત્ર બનાવે છે.
(B) તે દીવાની તેમ જ ફોજદારી બંને બાબતોમાં ન્યાયિક કાર્યો ધરાવે છે.
(C) તે લોકશાહી વિકેન્દ્રીકરણ અને ન્યાય માટેના સરળ માર્ગ તરફ દોરે છે.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
18. ભારત સરકારના નીચેના પૈકી કયા મંત્રાલય દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન મિશનનું સંચાલન થાય છે ?
(A) ગ્રામીણ વિકાસ મંત્રાલય (Ministry of Rural Development)
(B) પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય (Ministry of Drinking Water and Sanltation)
(C) પંચાયતી રાજ મંત્રાલય (Ministry of Panchayati Raj)
(D) મહિલા અને બાળવિકાસ મંત્રાલય (Ministry of Women and Child Development)
19. 74મા સુધારા અધિનિયમને અનુલક્ષીને નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
(1) તે નાના શહેરી વિસ્તાર માટે નગરપંચાયતનું સૂચન કરે છે.
(2) તે મોટા શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકાની જોગવાઈ કરે છે.
(3) આ અધિનિયમ એ રાજ્યનાં અનુસૂચિત ક્ષેત્રો તથા જનજાતિ ક્ષેત્રોને લાગુ પડતો નથી,
ઉપરના પૈકી કયું વિધાન ક્યાં વિધાનો સાચું સાચાં છે ?
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 3
(D) 1, 2 અને 3
20. દરેક પંચાયતમાં બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતના બંધારણના ક્યા આર્ટિક્લમાં કરવામાં આવેલી છે ?
(A) 243-A
(B) 243-B
(C) 243-C
(D) 243-D
21. બ્લોક સ્તરે પંચાયત સમિતિ એ …….. છે.
(A) એક સલાહકાર મંડળ
(B) એક વહીવટી સત્તા
(C) એક પરામર્શી સમિતિ
(D) એક અવેક્ષક સત્તા
22. નીચેનામાંથી ક્યું સમાજવાદી વિચારધારા પ્રતિબિંબ કરે છે ?
(A) પ્રતિબંધ
(B) ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવો
(C) રાજ્યમાં સમાન કાર્ય માટે સમાન વેતનના પ્રયત્નો
(D) પંચાયત વ્યવસ્થા રાજ્યની જવાબદારી
23. પંચાયતની મધ્યવર્તીય સ્તરની રચના માટે મહત્તમ વસ્તીમર્યાદા કેટલી રાખવામાં આવી છે ?
(A) 10 લાખ
(B) 12 લાખ
(C) 15 લાખ
(D) 20 લાખ
24. દરેક પંચાયતોનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે જે …….
(A) પંચાયતની ચૂંટણીઓ હાથ ધરવાના સમયથી ગણાય છે.
(B) ચૂંટણીનાં પરિણામોની જાહેરાતના સમયથી ગણાય છે.
(C) તેની પ્રથમ સભાના સમયથી ગણાય છે.
(D) જે ચૂંટાયેલા સભ્યોની શપથવિધિના સમયથી ગણાય છે.
25. મુદ્દત પૂર્ણ ના થઈ હોય એવી પંચાયતના વિઘટનથી રચવામાં આવેલી નવી પંચાયત …… સમય માટે ચાલુ રહેશે. 
(A) તેની પ્રથમ બેઠકની તારીખથી આગામી 5 વર્ષ સુધી અને તેથી વધુ નહીં.
(B) જો વિઘટિત પંચાયતનું વિઘટન થયું ના હોત અને ચાલુ રહી હોત તો તેના બાકી રહેલા
(C) રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી
(D) રાજ્ય વિધાનસભા તેને ચાલુ રહેવા દે ત્યાં સુધી
26. દરેક રાજ્યમાં ગામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની જોગવાઈ કરવી ફરજિયાત છે, આ જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિક્લમાં જણાવવામાં આવેલી છે?
(A) 243 – A
(B) 243 – B
(C) 243 – C
(D) 243 – D
27. ભારતમાં નગરપાલિકાની રચના કરવા માટે ચૂંટણી …….. પૂર્ણ કરવી પડે. 
(A) પાંચ વર્ષની અવધિ પૂર્ણ થયા બાદ તુરંત
(B) ઠરાવેલી મુદત સમાપ્તિ પહેલા
(C) મુદત સમાપ્તિ 6 મહિના, તેના વિસર્જનની તારીખ પહેલા
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
28. પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનર્વિચારણા કરવા નાણાં આયોગની રચના કરવાની સત્તા કોની છે ?
(A) રાજ્યનું વિધાનમંડળ
(B) રાજ્યના રાજ્યપાલ
(C) રાજ્યના મુખ્યમંત્રી
(D) સંસદ
29. “પંચાયતોની ચૂંટણી સંબંધી બાબતોમાં ન્યાયાલયની દરમિયાનગીરીના બાધે”ની જોગવાઈ ભારતના સંવિધાનના કયા આર્ટિક્લ હેઠળ કરવામાં આવેલી છે ?
(A) 243-O (ઓ)
(B) 243-N (એન)
(C) 243-M (એમ)
(D) 243-L (એલ)
30. પંચાયતની ચૂંટણીમાં ભાગ લેવા માટે વ્યક્તિની ઉંમર કેટલી હોવી જોઈએ? 
(A) 21 વર્ષ પૂરાં થયેલાં હોવા જોઈએ.
(B) 20 વર્ષ પૂરાં થયેલાં હોવા જોઈએ.
(C) 18 વર્ષ પૂરાં થયેલાં હોવા જોઈએ.
(D) 25 વર્ષ પૂરાં થયેલાં હોવા જોઈએ.
31. મારું ચાલે તો દરેક ગામડાને પ્રજાસત્તાક બનાવી દઉં” – આ ઉક્તિ કોની ?
(A) વિનોબા ભાવે
(B) જવાહરલાલ નહેરુ
(C) નરેન્દ્ર મોદી
(D) ગાંધીજી
32. નવા શરૂ થયેલા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનનો ઉદ્દેશ પંચાયત રાજની સંસ્થાઓમાં ……….. ના વિકાસ માટે સહાયભૂત થવું. 
(A) ટકાઉ વિકાસ લક્ષ્યો સુધી પહોંચાડવા માટે શાસનની ક્ષમતાઓ
(B) સામાજિક સુરક્ષા યોજનાઓને લક્ષ્ય સુધી પહોંચાડવા માટે શાસનની ક્ષમતાઓ
(C) સ્વયં શાસને પહોંચાડવા માટે શાસનની ક્ષમતાઓ
(D) ટેકનોલોજિકલ સેવાઓ પહોંચાડવા માટે શાસનની ક્ષમતાઓ
33. જેનો હેતુ દેશનાં પંચાયત રાજ સંસ્થાઓને પ્રોત્સાહન આપવાનો છે એવા ભારતીય બંધારણના અધિનિયમ 1992 (73rd સુધારા) મુજબ તમામ પંચાયત ચૂંટણીનું સંચાલન કોણ કરે છે?
(A) ભારતનું ચૂંટણીપંચ
(B) રાજ્ય ચૂંટણી આયોગ
(C) જિલ્લા વહીવટી
(D) રાજ્ય સરકાર
34. પંચાયતી રાજ બાબતે એલ. એમ. સિંઘવી સમિતિ દ્વારા નીચેના પૈકી કઈ ભલામણો કરવામાં આવી હતી?
(A) ગામડાંઓના ઝુમખા માટે ન્યાય પંચાયતની રચના
(B) ગ્રામ પંચાયતોને વધુ નાણાકીય સત્તાઓ
(C) પંચાયતી રાજ માટે બંધારણમાં એક નવું પ્રકરણ ઉમેરવું
(D) ઉપરના તમામ
35. પંચાયતી રાજ માળખામાં ત્રિ-સ્તરીય માળખાને બદલે દ્વિ-સ્તરીય માળખાની ભલામણ નીચેના પૈકી કોણે કરી?
(A) બેંગલ રાવ સમિતિ
(B) અશોક મહેતા સમિતિ
(C) પી, કે. થેંગન સમિતિ
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
36. નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં પંચાયતી રાજ વ્યવસ્થા જોવા મળતી નથી?
(A) દમણ અને દીવ
(B) ચંદીગઢ
(C) દિલ્હી 
(D) ઉપરના તમામ
37. કઈ પંચવર્ષીય યોજનાના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય આવકનો વાસ્તવિક વૃદ્ધિ દર તેના લક્ષ્યાંક કરતાં વધુ હતો?
(A) પ્રથમ
(B) દ્વિતીય
(C) નવમી
(D) અગિયારમી
38. ગુજરાત સરકારે તાજેતરમાં ……. પ્રાદેશિક કમિશનરો, નગરપાલિકાઓ નિયુક્ત કર્યા છે.
(A) 4
(B) 5
(C) 6
(D) 7
39. ભારતના બંધારણની બારમી અનુસૂચિમાં સ્થાનિક શહેરી સંખ્યાઓની 18 જવાબદારીઓની વિગતોમાં નીચેના પૈકી કઈ નથી?
(1) માર્ગ, પુલો અને અગ્નિશામક સેવાઓ
(2) શહેરી ગરીબી નિવારણ
(3) શહેરી જંગલ અને પર્યાવરણ બાબતોની અભિવૃદ્ધિ
(4) જાહેર વિતરણ વ્યવસ્થા અને મત્સ્યઉદ્યોગ
(A) ફ્ક્ત (1) અને (2)
(B) ફક્ત (2) અને (3)
(C) ફક્ત (1), (2) અને (૩)
(D) ફ્ક્ત (4)
40. રાજ્યોમાં નવા મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના જે તે રાજ્યની વિધાનસભાની મંજૂરીથી કરવામાં આવે છે. કેન્દ્રશાસિત પ્રદેશોના કિસ્સામાં નવા મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના …… દ્વારા થશે.
(A) સંસદના અધિનિયમ
(B) કારોબારી હુકમ
(C) કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાનિક શહેરી સંસ્થાઓ હોતી નથી.
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
41. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની રચનાની જોગવાઈઓ બંધારણના …….. અનુચ્છેદમાં કરવામાં આવી છે.
(A) 263
(B) 253
(C) 243
(D) 233
42. નીચેના પૈકી કયું જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશનનું ઘટક નથી?
(A) શહેરી ગરીબોને પાયાની સેવાઓ
(B) સંકલિત આવાસ અને ઝૂંપડપટ્ટી વિકાસ કાર્યક્રમ
(C) શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમની અસરકારક અમલવારી
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
43. નીચેના પૈકી કયા બ્રિટિશ ઠરાવે સ્થાનિક શહેરી સંસ્થાઓમાં સ્વચ્છતા અને જાહેર કામો બાબતે વિકેન્દ્રીયકરણ અપનાવ્યું હતું?
(A) મેયો ઠરાવ
(B) રીપન ઠરાવ
(C) લોરેન્સ ઠરાવ
(D) મોન્ટેગ્યુ ઠરાવ
44. નીચેના પૈકી કઈ શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાને બંધારણીય પાયો નથી ?
(A) કેન્ટોનમેન્ટ બોર્ડ
(B) નગર પંચાયત
(C) મ્યુનિસિપલ કાઉન્સિલ
(D) આપેલ તમામ
45. 12મી અનુસૂચિ હેઠળ શહેરી સ્થાનિક સંસ્થાઓનાં કાર્યોની 18 બાબતોની યાદીમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
(A) નગર આયોજન
(B) જાહેર સ્વાસ્થ્ય
(C) ઝૂંપડપટ્ટી સુધારાઓ
(D) કોઈ પણ નહીં.
46. દેશમાં પંચાયતી રાજને પ્રોત્સાહન આપતા ભારતીય સંવિધાનના (73મો સુધારો) અધિનિયમ 1992 સંદર્ભે નીચેનું પૈકી કયું સાચુંનથી ?
(A) જિલ્લા આયોજન સમિતિઓનું બંધારણ
(B) બધી પંચાયત ચૂંટણીઓ યોજવા માટે રાજ્ય ચૂંટણી આયોગ
(C) રાજ્ય વીત્ત આયોગની સ્થાપના
(D) પ્રત્યક્ષ નિર્વાચન દ્વારા પસંદ કરાયેલી વ્યક્તિઓ દ્વારા પંચાયતની તમામ બેઠકો ભરવામાં આવશે.
47. પંચાયતો બાબતની જોગવાઇ ભારતના બંધારણના કયા ભાગ (Part)માં દર્શાવવામાં આવેલી છે ?
(A) ભાગ – 9
(B) ભાગ – 8
(C) ભાગ – 7
(D) ભાગ – 6
48. “રાજ્યના રાજ્યપાલશ્રી નાણાં આયોગની રચના કરશે. દરેક પાંચમા વર્ષના અંતે પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા આ આયોગ કામ કરશે.” આ જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?
(A) 243 – A
(B) 243 – F
(C) 243 – I
(D) 243 – K
49. “દરેક રાજ્યમાં ગ્રામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતોની રચના કરવી જોઈએ.” આ જોગવાઈ બંધારણમાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?
(A) 243–ક. (243-A)
(B) 243-ખ. (243-B)
(C) 243-ગ. (243-C)
(D) 243-ધ. (243-D)
50. ‘સ્થાનિક સરકાર’ નીચેની પૈકી કઈ સૂચિમાં આવે છે ?
(A) સંઘ સૂચિ
(B) બાકી રહેલી સૂચિ
(C) રાજ્ય સૂચિ
(D) સહવર્તી સૂચિ
51. ભારતના સંવિધાનમાં ભાગ-૭માં થયેલ પંચાયતોની જોગવાઈઓ નીચે પૈકી કયા રાજ્યમાં લાગુ પડતી નથી ?
(A) નાગાલેન્ડ
(B) મેઘાલય
(C) મિઝોરમ
(D) આપેલ ત્રણેય રાજ્યો
52. PESA અધિનિયમની જોગવાઈ હેઠળ નીચેના પૈકી ગુજરાતનો કર્યો જિલ્લો સમાવિષ્ટ નથી?
(A) સુરત
(B) પંચમહાલ
(C) નવસારી
(D) ખેડા
53. ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત “ગ્રામસભા” એટલે.
(A) ગ્રામ સ્તરે, પંચાયત વિસ્તારમાં રહેતી વ્યક્તિઓનું બનેલું મંડળ
(B) ગ્રામ સ્તરે પંચાયત વિસ્તારમાં રહેતી પુખ્ત ઉંમરની વ્યક્તિઓનું બનેલું મંડળ
(C) ગ્રામ સેવક અને પંચાયતના ચૂંટાયેલા સભ્યોનું બનેલું મંડળ
(D) ગ્રામ સ્તરે, પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદારયાદીમાં નોંધાયેલી વ્યક્તિઓનું મંડળ
54. ‘પેસા’ PESAના આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકારો મળશે ?
(A) ગૌણ ખનીજ ઉત્ખનન
(B) ગૌણ વનપેદાશોની માલિકી
(C) જમીન અને જમીન સંપાદન
(D) ઉપરોક્ત બધી જ બાબતો
55. નીચેનામાંથી કોણ અનુસૂચિત જનજાતિનું (જાતિનું) પ્રમાણપત્ર આપી શકે ?
(A) ગ્રામ પંચાયત સભ્ય
(B) સરપંચ
(C) મામલતદાર  
(D) તલાટી
56. બળવંતરાય મહેતા સમિતિએ સૂચવેલ ત્રિસ્તરીય પંચાયતી રાજની મુખ્ય ત્રણ સંસ્થાઓમાં અત્રે એક નોંધેલ કઈ સમાવિષ્ટ થતી નથી ?
(A) ગ્રામ પંચાયત
(B) નગર પંચાયત
(C) તાલુકા પંચાયત
(D) જિલ્લા પંચાયત
57. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સ્થાપવાનું કાર્ય નીચેનામાંથી કોનું છે ?
(A) ગુજરાત રાજ્ય પંચાયત પરિષદે
(B) ગ્રામ પંચાયત
(C) તાલુકા પંચાયત
(D) જિલ્લા પંચાયત
58. ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી અનિવાર્ય છે ?
(A) ઉમેદવાર 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ.
(B) ઉમેદવાર 21 વર્ષની ઉંમરનો હોવો જોઈએ.
(C) ઉમેદવારે સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.
(D) ઉમેદવાર ધો. 12 પાસ હોવો જોઈએ.
59. “ સ્મોક્લેસ પંચાયેt” (Smokeless panchayat)નાં ખ્યાલ સાથે કયું વાક્ય યોગ્ય નથી ?
(1) પર્યાવરણ મંત્રાલય દ્વારા આ યોજના શરૂ કરાયેલ છે.
(2) પંચાયત અને ગ્રામગૃહ નિર્માણ મંત્રાલય દ્વારા આ યોજના અમલી કરાયેલ છે.
(3) ગ્રામમાં કચરો બાળવા ઉપર પ્રતિબંધ મૂકવાનો આશય છે.
(A) 1 અને 2
(B) 2 અને 3
(C) 1 અને 3
(D) 1, 2 અને 3
60. નીચેના પૈકી કઈ સમિતિ / સમિતિઓ પંચાયત સુધારણા સમિતિ હતી?
(1) રિખવદાસ શાહ સમિતિ
(2) ઝીણાભાઈ દરજી સમિતિ
(3) ખોડીદાન ઝુલા સમિતિ
(4) ડો. મિશ્રા સમિતિ
(A) ફક્ત (1)
(B) ફક્ત (2)
(C) ફક્ત (1) અને (2)
(D) આપેલા તમામ
61. નીચેના પૈકી કયા રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી ?
(A) જમ્મુ અને કાશ્મીર
(B) નાગાલેન્ડ
(C) પંજાબ
(D) કેરળ
62. નીચેની પૈકી કઈ સંસ્થા દ્વારા રાજ્યની પંચાયત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ ચકાસવામાં આવે છે અને કરવેરા તથા અન્ય બાબતોની ફાળવણી માટે રાજ્ય સરકારને ભલામણ કરે છે ?
(A) જિલ્લા આયોજન મંડળ
(B) રાજ્ય ફાઇનાન્સ કમિશન
(C) રાજ્યના નાણાં મંત્રીશ્રી
(D) રાજ્યના પંચાયત મંત્રીશ્રી
63. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?
(1) સમરસ” સર્વ સંમત ગ્રામ પંચાયત
(2) ગોકુળગ્રામ – ગામના વિવિધ પ્રશ્નોનું ઝડપી નિવારણ
(3) પંચવટી – આનંદપ્રમોદ માટે બાગબગીચા
(4) ઈ-ગ્રામ – કમ્પ્યૂટર નેટવર્કથી ગામડાંઓમાં ઝડપી સરકારી સેવા
(A) 2
(B) 3
(C) 1
(D) 4
64. 12 મી અનુસૂચિ હેઠળ શહેરી સ્થાનિક સંસ્થાઓનાં કાર્યોની 18 બાબતોની યાદીમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
(A) નગર આયોજન
(B) જાહેર સ્વાસ્થ્ય
(C) ઝૂંપડપટ્ટી સુધારાઓ
(D) કોઈ પણ નહીં
65. “રાજ્યના રાજ્યપાલશ્રી નાણાં આયોગની રચના કરશે. દરેક પાંચમા વર્ષના અંતે પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા આ આયોગ કામ કરશે.” આ જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?
(A) 243-A
(B) 243-F
(C) 243-I
(D) 243-K
66. પંચાયતો બાબતની જોગવાઈ ભારતના બંધારણના કયા ભાગ (Part)માં દર્શાવવામાં આવેલી છે ?
(A) ભાગ – 9
(B) ભાગ – 8
(C) ભાગ – 7
(D) ભાગ – 6
67. ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓનાં કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે ?
(A) 8મી યાદી
(B) 9મી યાદી
(C) 11મી યાદી  
(D) 12મી યાદી
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *