GPSC PT 2016 to 2023 Solved – પર્યાવરણ – 1

GPSC PT 2016 to 2023 Solved – પર્યાવરણ – 1

1. ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લી. બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) તે ગુજરાતમાં ઉદ્યોગોમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા 2018માં સ્થાપવામાં આવી.
(B) તેના દ્વારા રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઈ યોજનાનો સમાન ધોરણે અમલીકરણ કરવામાં આવે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
2. નીચેના પૈકી કોણ ભારતમાં નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફ્ના અધ્યક્ષ છે ?
(A) રાષ્ટ્રપતિ
(B) ઉપરાષ્ટ્રપતિ
(C) વડા પ્રધાન
(D) પર્યાવરણ, વન અને આબોહવા બદલાવ મંત્રાલયના મંત્રી
3. ભોપાલ ગેસ દુર્ઘટના બાદ ધોરણોનું પાલન કરાવવા માટે કડક કાયદાઓ ઘડી અને તે દ્વારા ભારતમાં આવા ઔદ્યોગિક જોખમો ટાળવા માટે ક્યો અધિનિયમ અમલમાં આવ્યો ?
(A) પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986
(B) રાષ્ટ્રીય પર્યાવરણ ટ્રિબ્યુનલ અધિનિયમ, 1989
(C) રાષ્ટ્રીય પર્યાવરણ એપેલેટ ઓથોરિટી અધિનિયમ, 1997
(D) પર્યાવરણ નિયમો, 1989
4. ભારતનું પ્રથમ વાવાઝોડું સંશોધન પરીક્ષણ ફ્લક ………. રાજ્યમાં સ્થપાશે. 
(A) કચ્છ, ગુજરાત
(B) વિદર્ભ, મહારાષ્ટ્ર
(C) બોલસાર, ઓડિશા
(D) નિઝામાબાદ, તેલંગાણા
5. નીચેના પૈકી કઈ સંસ્થા એ ઉત્પાદનો માટે ઈકોમાર્ક (Ecomark) ના લેબલની ફાળવણી કરે છે ?
(A) પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય
(B) ભારતીય માનક બ્યૂરો (Bureau of Indian Standards)
(C) જીયોગ્રાફ્કિલ ઇન્ડિકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા
(D) ઓર્ગેનિક ફાર્મિંગ સોસાયટી ઓફ ઇન્ડિયા
6. રામસર સંમેલન સચિવાલય દ્વારા CEPA કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે જે …….. માટે વપરાય છે. 
(A) Communication, Environment, Participation and Awareness
(B) Communication, Education, Participation and Awareness
(C) Sommunication, Education, Pollution and Awareness
(D) Communication, Environment Protection and Awareness
7. નીચેના પૈકી કઈ દવા જે પશુધનના ઈલાજમાં ઉપયોગમાં લેવાતી હતી તે સમગ્ર દક્ષિણ એશિયામાં ગીધના વસ્તીના પતનના કારણ સાથે સંકળાયેલી છે?
(A) મેલોક્ષીકામ
(B) આઇબુપ્રોફેન
(C) ડાઈક્લોનૅિક
(D) કારપ્રોફેન
8. 2014માં ભારતે નગોયા રાજદ્વારી કરાર (Nagoya Protocol)માં જોડાવવાની ઘોષણ કરી. નગાયા પ્રોટોકોલ નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ?
(A) આબોહવા પરિવર્તન
(B) જૈવ વૈવિધતા
(C) પરમાણુ સંધિ
(D) ગરીબી નાબૂદી
9. નીચેના પૈકી કયું આબોહવા, પરિવર્તનની રાષ્ટ્રીય કાર્ય યોજના (નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટચેન્જ) હેઠળનું મિશન નથી ?
(A) નેશનલ મિશન ફોર સસ્ટેનિંગ હિમાલયન ઈકોસિસ્ટમ
(B) નેશનલ મિશન ફોર અ ગ્રીન ઇન્ડિયા
(C) નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ અર્બન ઈકોસિસ્ટમ
(D) નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રિકલ્ચર
10. વિશ્વ વનોની સ્થિતિ (ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડઝ ફોરેસ્ટ) વિશેનો અહેવાલ ……. દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે.
(A) સંયુક્ત રાષ્ટ્રો પર્યાવરણ કાર્યક્રમ
(B) વિશ્વ વન સંસ્થાન
(C) યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેન્ટ ચેન્જ
(D) સંયુક્ત રાષ્ટ્રો ખાદ્ય અને કૃષિ સંસ્થાન
11. નીચેના પૈકી કયું વિધાન એક વાતાવરણના બંધારણ વિશે સાચું નથી ?
(A) ક્ષોભ આવરણની જાડાઇ વિષુવવૃત્ત ઉપર મહત્તમ હોય છે.
(B) સમતાપ આવરણમાં જેમ ઊંચાઈ વધે તેમ તાપમાનમાં વધારો થાય છે.
(C) મધ્યાવરણમાં જેમ ઊંચાઈ વધે તેમ તાપમાનમાં વધારો થાય છે.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
12. ચક્રવાત વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(A) ઉષ્ણ કટિબંધીય ચક્રવાત સમુદ્ર ઉપર વિકસિત થાય છે.
(B) સમશીતોષ્ણ ચક્રવાત સમુદ્ર અને જમીન બંને ઉપર વિકસિત થાય છે.
(C) ઉષ્ણ કટિબંધીય ચક્રવાત ઉનાળા દરમિયાન વિકસિત થાય છે, સમશીતોષ્ણ ચક્રવાત શિયાળા દરમિયાન વિકસિત થાય છે.
(D) ઉપરના તમામ
13. નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ?
(A) ઊંચા વાદળો – અલ્ટોસ્ટ્રેટસ, અલ્ટોકેબ્યુલસ, નીમ્બોસ્ટ્રેટસ્
(B) મધ્યમ વાદળો – સીરસ, સીરોસ્ટ્રેટસ, સીરોકર્મ્યુલસ
(C) નીચા વાદળો – કમ્યુલસ, સ્ટ્રેટસ, કમ્યુોનીમ્બસ 
(D) ઉપરોક્ત તમામ.
14. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) તરંગો મહાસાગરની સપાટી તરફ સ્થળાંતર કરે છે.
(B) ભરતી પાણીના વિશાળ જથ્થાનો સમયાંતર ચઢાવ અને ઉતરાવ છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
15. નીચેના પૈકી કયું વાતાવરણના ક્ષોભ આવરણ (Troposhere)માં હવાના સંચારણનું કારણ છે ?
(A) સૌર પવન (Solar Wind)
(B) પરંપરાગત પ્રવાહો (Conventłonal Current)
(C) પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ
(D) હવાના દબાણમાં તફાવત
16. નીચેના પૈકી કોને ભારતીય ચોમાસાના મોડેલના પિતા માનવામાં આવે છે ?
(A) વિક્રમ સારાભાઈ
(B) જયંત નારલીકર
(C) દેવરાજ સિક્કા
(D) વસંત ગોવરી
17. નીચેના પૈકી કયું જળચર નિવસનતંત્ર (aquatic ecosystem) સૌથી વધુ ચોખ્ખી (net) પ્રાથમિક ઉત્પાદકતા ધરાવે છે ?
(A) ખુલ્લાં મહાસાગરો
(B) ખંડીય છાજલીઓ
(C) નદીમુખ
(D) પ્રવાહો
18. હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડની વધતી માત્રા વાતાવરણના તાપમાનમાં ધીમો વધારો કરી રહી છે. કારણકે તે……….
(A) હવામાંની બાષ્પનું શોષણ કરે છે અને તેની ગરમીને જાળવી રાખે છે.
(B) સૌર કિરણોત્સર્ગના પારજાંબલી વિભાગનું (Ultraviolet)નું શોષણ કરે છે.
(C) તમામે સૌર કિરણોનું શોષણ કરે છે.
(D) સૌર કિરણોત્સર્ગનો અવરક્ત વિભાગ (Ultraviolet)નું શોષણ કરે છે.
19. નીચેના પૈકી કઈ એક્સ સીટૂ સંરક્ષણ પદ્ધતિ (Ex Situ Conservation)નો પ્રકાર નથી ?
(A) વનસ્પતિ ઉદ્યાન
(B) બીજ છત (Seed Vault)
(C) રાષ્ટ્રીય ઉદ્યાનો
(D) કોઈ પણ નહીં
20. ઓઝોન ઘટાડતાં પદાર્થોના ઉપયોગને નિયંત્રિત અને તબક્કાવાર અંત લાવવા સાથે નીચે પૈકીનું કયું સંકળાયેલું છે?
(A) મોન્ટ્રિયલ પ્રોટોકોલ
(B) ક્યોટો કોન્ફરન્સ
(C) નગોયા કોન્ફ્રન્સ
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
21. નીચેના પૈકી કઈ બાબત પારજાંબલી (UV) કિરણોત્સર્ગ વોટર પ્યોરીફાયર સિસ્ટમમાં ભાગ ભજવે છે ?
(A) એ હાનિકારક સૂક્ષ્મ જીવાણુઓને નિષ્ક્રિય કરી નાશ કરે છે.
(B) તે પાણીમાંથી અનિચ્છિત દુર્ગંધ દૂર કરે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
22. આનુવંશિક અભિયંત્રિકી (જેનેટિક એન્જિનિયરિંગ) જિન્સને ……. તબદીલ કરવા દે છે.
(A) વનસ્પતિઓની અલગ અલગ પ્રજાતિઓ વચ્ચે
(B) પ્રાણીઓમાંથી વનસ્પતિઓમાં
(C) (A) અને (B) બંને 
(D) (A) અને (B) પૈકી કોઇ, નહીં.
23. ભારતમાં તીડ જંતુના આક્રમણ બાબતે નીચેનાં પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
(A) પૃથ્વી પર તીડની મહત્ત્વની 10 પ્રજાતિઓ છે, કે જે મોટા પાયે નુકસાન કરે છે.
(B) ભારતમાં માત્ર 4 જોવા મળે છે તે રણ તીડ, બોમ્બે તીડ, સ્થળાંતરિત તીડ અને વૃક્ષ તીડ.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) એક પણ નહીં,
24. જૈવ વૈવિધ્ય …….. માં સર્વોચ્ચ હોવાની શક્યતા છે.
(A) પાનખર જંગલો
(B) પહાડી ઘાસિયાં મેદાનો
(C) શંકુદ્રમ જંગલો
(D) વિષુવૃત્તીય બારમાસી લીલાં જંગલો
25. ખાધ માછલીની નવી પ્રજાતિ પંપા નદીમાં મળેલ છે. આ નદી કયા રાજ્યમાં આવેલી છે ?
(A) આંધ્ર પ્રદેશ
(B) તામિલનાડુ
(C) કર્ણાટક
(D) કેરલ
26. ગટર વ્યવસ્થાપન સુવિધામાં પાણીને જંતુમુક્ત કરવા માટે કયા બે વાયુઓ વપરાય છે ?
(A) નાઇટ્રોજન અને હાઇડ્રોજન
(B) હિલિયમ અને ઓઝોન
(C) ક્લોરિન અને નાઈટ્રોજન
(D) ઓઝોન અને ક્લોરિન
27. નીચેના પૈકી ભારતના ક્યાં પાંચ રાજ્યોએ ગીધના રક્ષણ માટે સંરક્ષણો કેન્દ્રો મેળવ્યા છે ?
(A) ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, ત્રિપુરા, આંધ્ર પ્રદેશ અને ગુજરાત
(B) ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, ત્રિપુરા, મહારાષ્ટ્ર અને કર્ણાટક
(C) મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, હરિયાણા અને અસમ
(D) રાજસ્થાન, ગુજરાત, કેરળ, તેલંગાણા અને અસમ
28. ભારતમાં વન સર્વેક્ષણની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
(A) 1965
(B) 1992
(C) 1981 
(D) 1976
29. ભારતે સ્ટોકહોમ સંધિ કયા વર્ષથી લાગુ કરેલ છે ?
(A) 2005
(B) 2009
(C) 2004
(D) 2006
30. ભારતમાં પ્લાસ્ટિક કચરા પ્રબંધન નિયમ, 2016 અંતર્ગત પ્લાસ્ટિકની થેલીઓની ન્યૂનતમ જાડાઈ કેટલા માઈક્રોનની રાખવામાં આવેલ છે?
(A) 40
(B) 45
(C) 50 
(D) 60
31. કેન્દ્રીય ઔષધિ શોધ સંસ્થા ક્યાં આવેલી છે ? 
(A) લખનૌ
(B) કલકત્તા
(C) મુંબઈ
(D) મૈસુર
32. કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણને અનુકૂળ અને ઓછી કિંમતવાળા સૌરપ્રકાશ ઉપ્રકરણ “સૂર્યજ્યોતિ”ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
(A) 2014
(B) 2015
(C) 2016
(D) 2018
33. કેન્દ્ર સરકાર દ્વારા પ્લાસ્ટિક પાર્ક માટે મંજૂર કરાયેલા છ રાજ્યોની યાદીમાં નીચેના પૈકી કયું રાજ્ય સમાવિષ્ટ થયેલ નથી ?
(A) તામિલનાડુ
(B) ઓરિસ્સા
(C) ગુજરાત
(D) ઝારખંડ
34. રેડ ડેટા બુક (Red Data Book) ་’શેના વિષેની માહિતી / વિગતો આપે છે?
(A) સિંહ
(B) પક્ષીઓ
(C) પક્ષી, વૃક્ષો અંગેની વિગતો
(D) જોખમમાં મુકાયા છે તેવાં વૃક્ષો, પ્રાણીઓ
35. ડાન્સિંગ ડીયર સાંગાઇ (Dancing Deer Sangai) દેશના કયા ભાગમાં જોવા મળે છે ?
(A) ગુજરાત (Gujarat)
(B) મણિપુર (Manipur)
(C) તામિલનાડુ (Tamil Nadu)
(D) જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir)
36. નીચેના પૈકી કયા ત્રણ “R” એન્વિરોનમેન્ટ ફ્રેન્ડલી (EnvIronmentfriendly) ગણાય છે ?
(A) Read, Register, Recall
(B) Random, Reduce, Recall
(C) Reduce, Rebuilt, Recall
(D) Reduce, Reuse, Recycle
37. “Bio Carbon Fund Initiative for Sustainable Forest Landscapes”નું કોના દ્વારા સંચાલન કરવામાં આવેલ છે?
(A) એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB)
(B) ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)
(C) યુનાઈટેડ નેશન્સ એનવાયરોન્મેન્ટ પ્રોગ્રામ (United Nations Environment Programme)
(D) વર્લ્ડ બેન્ક (World Bank)
38. નીચેના પૈકી કયા નેશનલ પાર્કમાં “Floating vegetation that support a rich biodiversity” જોવા મળે છે?
(A) ભિતરકણિકા નેશનલ પાર્ક (Bhitarkanika National Park)
(B) કૈબુલ લામ્બાઓ નેશનલ પાર્ક (Kaibul Lamjao National Park)
(C) કેવલા દેવ ઘાના નેશનલ પાર્ક (Keoladed Ghana National Park)
(D) સુલતાનપુર નેશનલ પાર્ક (Sultanpur National Park)
39. નીચેના પૈકી કયા સંમેલનમાં ઓઝોન અવક્ષય પદાર્થના નિયંત્રણ અને ઉપયોગ ઘટાડવા માટે (Issue of control and phasing out of use of ozone depleting substances)ની ચર્ચા થયેલ હતી? 
(A) બેટન વૂડ ર્કોનફરન્સ (Bretton Woods Conference)
(B) મોન્ટ્રીયલ પ્રોટોકોલ (Montreal Protocol)
(C) ક્યોટો પ્રોટોકોલ (kyotggProtocol)
(D) નાગોયા પ્રોટોકોલ (Nagpya Protocol)
40. અન્ન શૃંખલા (Food Chain)માં નીચેના પૈકી કૌની વસ્તી સૌથી વધુ છે ?
(A) વિઘટન કરનાર (Decomposers)
(B) ઉત્પાદક (Producer)
(C) પ્રાથમિક ઉપભોકતા (Primary Consumer)
(D) ગૌણ ઉપોક્તા (Secondary Consumer))
41. નીચેનું પૈકી કયું જૈવમંડળ (Biosphere) યુનેસ્કો (UNESCO) સંરક્ષિત જૈવમંડળ વિશ્વ નેટવર્કમાં સમાવિષ્ટ નથી ?
(A) કચનજંગા
(B) અગસ્ત્યમાલા
(C) નોકરેક
(D) કચ્છનું રણ
42. નિવસનતંત્રમાં (Ecosystem) નીચેના પૈકી શું ફરીથી વાપરી શકાય તેવું (Recyclable) નથી ?
(A) કાર્બન
(B) પાણી
(C) ઓક્સિજન
(D) ઊર્જા
43. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) ઉદ્યોગમાં બાયોટેક્નોલોજીના ઉપયોગને સફેદ બાયોટેક્નોલોજી તરીકે ગણવામાં આવે છે, તે ઔધોગિક પ્રક્રિયાઓને સુધારે છે અને નવાં ઉત્પાદનોનું સર્જન કરે છે.
(B) બ્લૂ બાયોટેક્નોલોજી જલીય પર્યાવરણ સાથે ઊર્જાના નવા સ્રોતો ઊભા કરવા અને નવી દવાઓ વિકસાવવા સંકળાયેલું છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
44. ધુમાડાનો સંકેત …….. છે.
(A) લાંબા અંતરના સંદેશાવ્યવહારનાં સૌથી જૂનાં સ્વરૂપો પૈકીનું એક છે.
(B) માઈક્રોવેવ ઓવનમાં વપરાતી અધતન ટેક્નોલોજી છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
45. જેતાપુર પરમાણુ ઊર્જામથક પૂર્ણ થતાં તે વિશ્વનું સૌથી મોટું પરમાણુ ઊર્જામથક બનશે, તે કેટલા પરમાણુ રિએક્ટરો ધરાવતું હશે અને તેની સંરચય ક્ષમતા કેટલી હશે ?
(A) સાત, 8200 MW
(B) ચાર, 8500 MW
(C) પાંચ, 8900 MW
(D) છ, 9900 MW
46. રાજ્યોને કેન્દ્ર સરકારે 3000 કરતાં વધુ SAEC કિટ્સનું વિતરણ કર્યું છે, આ કિટ …………  ને લગતી છે.
(A) આપત્તિ વ્યવસ્થાપન રેડિયો
(B) જાતીય હુમલાની તપાસ
(C) સિક્યોરિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
(D) દેખરેખ સુગમતા
47. સૌથી નાના અને સૌથી વધુ દરિયાઈ ઓલિવ રેડ્વી કાચબાના સંવનન અને માળાના સ્થળના વિશ્વના 50% …….. આવેલ છે.
(A) ગોવા સમુદ્રકિનારે
(B) ઓડિશા સમુદ્રકિનારે
(C) કચ્છની ખાડીમાં
(D) માલાબાર સમુદ્રકિનારે
48. જૈવિક સમુદાય તેના પર્યાવરણમાં જેવાં કે તળાવ, સમુદ્ર, જંગલ કે જો માછલીઘરમાં પણ હોય તો તેને ……. કહેવાય છે.
(A) જૈવક્ષેત્ર (ખાયોમ)
(B) સમુદાય
(C) અજૈવિક પર્યાવરણ
(D) નિવસનતંત્ર (ઇકોસિસ્ટમ)
49. જળચક્ર એક સંકલ્પના છે જે …….. સૂચવે છે.
(A) જીવાવરણ જળાવરણ, વાતાવરણ અને શિલાવરણની વચ્ચે જળસંગ્રહ
(B) જીવાવરણ, વાતાવરણ, શિલાવરણ અને જળાવરણની વચ્ચે જળની ગતિ
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
50. ગ્રીન હાઉસ ગેસના સ્રાવની મર્યાદા નક્કી કરવા નીચેના પૈકી કઈ પ્રથમ બેઠક મળી હતી ?
(A) રિયો સમિટ
(B) મોન્ટ્રિયલ પ્રોટોકોલ
(C) ક્યોટો પ્રોટોકોલા 
(D) ટોરેન્ટો સંમેલન
51. રાષ્ટ્રીય જળસંપત્તિ કાઉન્સિલ (Natlonal Water Resources Council) ના અધ્યક્ષ કોણ છે છે.
(A) જળસંપત્તિ મંત્રી
(B) રાષ્ટ્રપતિ
(C) વડા પ્રધાન
(D) ગૃહમંત્રી
52. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
(A) તે સંસદના કાયદા દ્વારા રચવામાં આવી છે.
(B) તેણે કેસનો નિકાલ છ મહિનામાં કરવાનો હોય છે.
(C) તેની મુખ્ય બેઠક (બે) દિલ્હીમાં છે અને અન્ય બેઠકો (બેન્ચીઝ) ચાર રાજ્યોમાં છે.
(D) તે દીવાની કાર્યપદ્ધતિ સંહિતા અને પુરાવા અધિનિયમના પુરાવાના સિદ્ધાંતોથી સીમિત છે.
53. ન્યુક્લિયર નોન-પ્રોલીશન ટ્રીટી (NPT) અને કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ બાન ટ્રીટી (CTBT) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાયું છે ?
(A) – ભારતે NPT અને CTBT બંને ઉપર સહી કરી છે.
(B) ભારતે NPT ઉપર સહી કરી છે પરંતુ CTBT ઉપર કરી નથી.
(C) ભારતે NPT ઉપર સહી કરી નથી પરંતુ CBT બંને ઉપર કરી છે.
(D) ભારતે NPT અને CTBT પૈકી કોઈ ઉપર સહી કરી નથી.
54. બર્ન સંમેલન (Berne Summit) ……. બાબતનું છે.
(A) સાહિત્યિક અને કલાત્મક રચનાઓનું રક્ષણ કરવા
(B) જૈવવિવિધતા
(C) બૌદ્ધિક સંપદા અધિકાર
(D) ગ્લોબલ વોર્મિંગ
55. કોલ્હાપુર CNG પ્લાન્ટમાં બાયોગેસ ઉત્પન્ન કરવા માટે કઈ કચરો સામગ્રી (waste material) વપરાય છે ?
(A) શેરડીનો કચરો (sugarcane waste)
(B) પ્રાણી કચરો (Animal waste)
(C) નગરપાલિકા ઘન કચરો (Municipal solid waste)
(D) કુદરતી લાકડાનો કચરો (Natural wooden waste)
56. નીચેના પૈકી કયા જૈવઈંધણ (Biofuel) ને “વૂડ આલ્કોહોલ” (wood Alcohol) તરીકે ઓળખવામાં આવે છે ?
(A) મિથેનોલ
(B) ઇથેનોલ
(C) બ્યુટેનોલ
(D) બાયોડીઝલ
57. સ્વચ્છ સર્વેક્ષણ 2018ના એવોર્ડ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (ઘન કચરાના પ્રબંધ)ની શ્રેણીમાં નીચેના પૈકી ભારતના કયા શહેરને શ્રેષ્ઠ રાજધાની શહેરનો એવોર્ડ આપવામાં આવ્યો છે?
(A) હૈદરાબાદ
(B) ગાંધીનગર
(C) જયપુર
(D) ચેન્નાઈ
58. ગ્રીન હાઉસ ગેસના સ્રાવની મર્યાદા નક્કી કરવા નીચેના પૈકી કઈ પ્રથમ બેઠક મળી હતી?
(A) રિયો સમિટ
(B) મોન્ટ્રિયલ પ્રોટોકોલ
(C) ક્યોટો પ્રોટોકોલ  
(D) ટોરેન્ટો સંમેલન
59. ઊર્જા ક્ષેત્ર “IPHE” એટલે ……..
(A) ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હાઈડ્રોજન ઇકોનોમી
(B) ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હેલોજન એક્સિી
(C) ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હિલિયમ એફિશિયન્સી
(D) ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હાઇબ્રીડ એનર્જી
60. બેસલ સંમેલનનું માળખું નીચેના પૈકી કઈ બાબત લગતું છે?
(A) તે જોખમી કચરાની સીમાઓ આરપાર હેરફેર અને તેના સલામત નિકાલનું નિયમન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
(B) તે ઓઝોન સ્તરને નાશ કરતાં પદાર્થોના ઉત્પાદન અને હેરફેરનું નિયમન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
(C) તે રાષ્ટ્રીય સીમાઓ ઉપરથી ગેરકાયદેસર સ્થળાંતરકારોની હલચલ અને તેમને પ્રત્યાવર્તન પૂરું પાડવાનું નિયમન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
(D) તે રાષ્ટ્રીય સીમાઓ ઉપરથી મનોવૈજ્ઞાનિક દવાઓ (Psychotropic drugs) ના ઉત્પાદન અને હલચલને નિયંત્રિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
61. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (Department of Atomic Energy) એ “ફ્લુઓરિમીટર” (Fluorimeter) નામનું સાધન વિકસાવ્યું છે. આ સાધનનો હેતુ શું છે?
(A) તે યુરેનિયમની સમૃદ્ધિના સ્તરની માપણી કરવા માટે વપરાય છે.
(B) તે લોહીમાં ફ્લોરાઈડ ઝેરની માપણી કરવા માટે વપરાય છે.
(C) તે ધરતીના પેટાળમાં યુરેનિયમના નમૂનાઓ કેટલી ઊંડાઈએ આવેલા છે તેની માપણી કરવા માટે વપરાય છે.
(D) તે પાણીમાં યુરેનિયમની માત્રાની માપણી કરવા માટે વપરાય છે.
62. કોલ્હાપુર CNG પ્લાન્ટમાં બાયોગેસ ઉત્પન્ન કરવા માટે કઈ કચરો સામગ્રી (waste material) વપરાય છે?
(A) શેરડીનો કચરો (sugarcane waste)
(B) પ્રાણી કચરો (Animal waste)
(C) નગરપાલિકા ઘન કચરો (Municipal solid waste)
(D) કુદરતી લાકડાનો કચરો (Natural wooden waste)
63. નીચેના પૈકી કયું નિવસન તંત્ર જૈવિક રીતે સૌથી વધુ વૈવિધ્યસભર છે ?
(A) આર્દ્રભૂમિ 
(B) વર્ષાવન
(C) છીછરો સમુદ્ર
(D) ઉપરોક્ત તમામ
64. ભારતની સૌપ્રથમ ‘વાયુ ગુણવત્તા અને હવામાન આગાહી પદ્ધતિ’ની (SAFAR) ………….માં સ્થાપના થઈ હતી.
(A) અમદાવાદ
(B) હૈદરાબાદ
(C) નવી દિલ્હી
(D) બેંગાલુરુ
65. નીચેના પૈકી કયું બહુપક્ષીય સંમેલન ઓર્ગનિક સ્થાયી પ્રદૂષકોમાંથી માનવ અને વાતાવરણને સુરક્ષિત રાખવા માંગે છે ?
(A) સ્ટોકહોમ સંમેલન
(B) પેરિસ સંમેલન
(C) એમ્સ્ટર્ડમ સંમેલન
(D) ચેંગ્યુ સંમેલન
66. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીએ પોતાનું પ્રથમ પ્રાદેશિક કેન્દ્ર ……. ખાતે ખોલ્યું.
(A) ચિલ્કા સરોવર
(B) નળ સરોવર
(C) કોલેરૂ સરોવર
(D) ઉપરનાં તમામ
67. ત્રીજી પેઢીના જૈવ ઇંધણ (Third Generation Biofuels) શું છે? 
(A) તે પડતર જમીનમાં ઊગેલી વનસ્પતિમાંથી ઉત્પાદિત થાય છે.
(B) તે ખાસ તૈયાર કરેલ ઊર્જા પાકમાંથી તેના ઊર્જાસ્રોત તરીકે ઉત્પાદિત થાય છે.
(C) તે અખાધ પાકમાંથી ઉત્પાદિત થાય છે
(D) તે ખાધ પાકનો ઉપયોગ કરીને ઉત્પાદિત થાય છે.
68. ભારતમાં નીચેના પૈકી રક્ષિત વિસ્તારોની કઈ શ્રેણીમાં સ્થાનિક લોકોને ખાનગી જમીનની માલિકીની પરવાનગી નથી?
(A) જીવાવરણ અનામત
(B) રાષ્ટ્રીય ઉધાનો 
(C) વિશ્વ ધરોહર સ્થળો
(D) આપેલા તમામ
69. નીચેના પૈકી કયું સ્થળ મહત્તમ જૈવ વિવિધતા અને સ્થાનિક પ્રાણીઓ ધરાવે છે?
(A) પૂર્વીય ઘાટ અને પશ્ચિમ બંગાળ
(B) પશ્ચિમી ઘાટ અને પૂર્વીય હિમાલય
(C) થારનું રણ અને પંજાબ
(D) નિકોબાર અને કેરળ
70. ભારતનાં દરિયાઈ રાજ્યોમાં સંભવિત માછીમારી ઝોનની આગાહી નીચેના પૈકી કયા ઉપગ્રહનાં પરિણામોની વ્યુત્પત્તિ છે?
(A) ખારાશ અને પવનવેગ
(B) તાપમાન અને સમુદ્રરંગ
(C) વાદળની ઊંચાઈ અને તરંગો
(D) ઉપરનાં પૈકી એક પણ નહીં
71. પરંપરાગત ઊર્જા સ્રોતોનાં વપરાશ મારફ્તે ઉદ્યોગોના મુખ્ય હવા પ્રદૂષકો નીચેનાં પૈકી કયાં છે?
(A) નાઇટ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ
(B) નાઇટ્રોજન અને સલ્ફ
(C) નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ
(D) સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્સ ઓક્સાઇડ
72. 2014ના અંદાજ મુજબ, અશ્મિભૂત બળતણના દહનમાંથી ઉત્પન્ન થતાં કાર્બન ડાયોક્સાઇડ બાબતે ભારત દેશોની યાદીમાં ……. છે.
(A) પ્રથમ
(B) દ્વિતીય
(C) તૃતીય 
(D) ચતુર્થ
73. ભારતીય વન અધિનિયમ (1927) હેઠળ નીચેના પૈકી કયું જંગલનું ખરું વર્ગીકરણ છે?
(A) ઘાસનાં મેદાનો, ઉષ્ણકટિબંધનાં જંગલ, ર્વભૂમિ
(B) વન્યજીવન અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, સંરક્ષિત જૈવમંડળ
(C) ઘાસનાં મેદાનો, વન્યજીવન અભયારણ્ય, રાષ્ટ્રીય ઉધાન
(D) રક્ષિત જંગલ, અનામત જંગલ, ગ્રામ્ય જંગલ
74. વિઝન 2020 : કૃષિનીતિમાં નીચેના પૈકી કયા પડકારોની પરિકલ્પના કરવામાં આવી છે? 1315121
(1) ઊપજ પાકોનું જોડાણ
(2) વર્ષા આધારિત ઈકો સિસ્ટમને પ્રાધાન્ય
(3) વિઘટિત પોષક વ્યવસ્થાપન
(A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 2
(D) 1, 2 અને 3
75. ખરાઈ ઊંટ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાન(નો) ખ(ર) છે?
(1) આ ઊંટો સૂકી ભૂમિ તેમ જ દરિયાઈ તટવર્તી ઇકો સિસ્ટમ બંનેમાં અનુકૂલન સાધી શકે છે અને તે વધુ માત્રામાં ક્ષાર અને TDS (ટોટલ ડિઝોલ્વડ સોલ્ટસ) ધરાવતાં પાણીને સહન કરી શકે છે.
(2) તે દરિયાઈ પાણીમાં ઉત્તમ તરણ સામર્થ્ય ધરાવે છે,
(3) તે મુખ્યત્વે મૈનગ્રૂવ અને અન્ય લવણી વનસ્પતિ ચરે છે.
(A) ફક્ત 1 અને 3
(B) ફ્ક્ત 2 અને 3
(C) ફક્ત 1
(D) 1, 2 અને 3
76. ટર્મિનેટર જીન ……..
(A) ફૂલોને સમાપ્ત કરવામાં સહાય કરે છે.
(B) બીજ અંકુરણ સમાપ્ત કરવામાં સહાય કરે છે.
(C) સકરણ (હાયબ્રીડાઇઝેશન)માં વપરાય છે.
(D) બાયોપેસ્ટિસાઇડને સમાપ્ત કરવામાં સહાય કરે છે.
77. કાર્બનિક ક્ચરાથી ભરપૂર એવા ઘરેલુ ગટરનો પ્રવાહ તળાવમાં …… માં પરિણમે છે.
(A) શેવાળ પ્રસ્ફોટનના કારણે તળાવનું ઝડપથી સૂકાઈ જવામાં
(B) ભરપૂર પોષક તત્ત્વોના કારણે માછલીઓના ઉત્પાદનમાં વધારો
(C) ઓક્સિજનની ઊણપના કારણે માછલીઓનું મૃત્યુ
(D) જળ આહારશૃંખલા જળચર જીવોની સંખ્યામાં વધારો
78. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન ખરું નથી ?
(A) વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો પ્રકાશ- સંશ્લેષણના પ્રમાણમાં વધારો કરશે.
(B) વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો પ્રકાશસંશ્લેષણના પ્રમાણમાં ઘટાડો કરશે.
(C) વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો, વાતાવરણમાંથી મહાસાગરોમાં કાર્બન ડાયોક્સાઇડનું ચોખ્ખું પરિવહન કરશે.
(D) કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો, પૃથ્વીના વૈશ્વિક સરેરાશ
79. રાષ્ટ્રીય હવા ગુણવત્તા સૂચકાંકની યાદીમાંના આઠ પ્રદૂષકોમાંના નીચેના પૈકી કયા પદાર્થનો સમાવેશ થયેલ નથી? 
(A) સલ્ફર ડાયોક્સાઇડ
(B) સીસું
(C) એમોનિયા
(D) ઉપરના પૈકી એક પણ નહીં’
80. ક્લાઉડ સીડિંગ (cloud seeding) એટલે?
(A) વાદળાં દેખાય ત્યારે વરસાદ થશે એ ધારણાથી વાવણી કરવી.
(B) ક્લાઉડ કોમ્પ્યુટિંગ (cloud computing)થી ગણતરી ઝડપી કરવી.
(C) કૃત્રિમ રીતે વરસાદ વરસવાની/વધારવાની પદ્ધતિ 
(D) ઉચ્ચ કક્ષાના હાઇબ્રીડ પાકનું ઉત્પાદન લેવું
81. ……. આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમે (UNEP) વિશ્વનું પ્રથમ સંપૂર્ણપણે સૌર શક્તિ હવાઈ મથક ગણાવ્યું છે.
(A) હૈદરાબાદ
(B) કોચિન
(C) મસીઘાઈ
(D) રાજકોટ
82. નીચેના પૈકી કયા વૃક્ષને પર્યાવરણીય સંકટ માનવામાં આવે છે.
(A) લીમડો
(B) ચીર દેવદાર
(C) નીલગિરિ
(D) બાવળ
83. તેમના કુદરતી આશ્રયસ્થાનમાં પ્રાણીઓ અને છોડની પ્રજાતિઓના સંરક્ષણને …….. કહેવામાં આવે છે.
(A) જૈવવિવિધતા
(B) સ્વ-સ્થાન સંરક્ષણ
(C) પરોક્ષ-સ્થાન સંરક્ષણ
(D) જીવાવરણ
84. ભૂમંડલીય ઉષ્મીકરણની (ગ્લોબલ વોર્મિંગ) અસર મેન્ગ્રેવ વન ઉપર શું થાય છે? 
(A) મેન્ગ્રવ વધુ ફૂલશેફાલશે
(B) મેન્ગ્રેવના મોટા વિસ્તાર ડૂબી જશે.
(C) કાર્બન સિંક તરીકેની મેન્ગ્રેવની ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ બનશે.
(D) બંને (A) અને (B)
85. પ્રવાલ શૈલ-શ્રેણીને (કોરલ રીફ્સ) નાજુક નિવસન તંત્ર કહેવામાં આવે છે, કારણ કે ……….
(A) કૃષિ અને શહેરી પ્રદૂષણ દરિયાઇ પાણીના શેવાળના પ્રકુટનમાં પરિણમે છે.
(B) તે પાણીના તાપમાન પ્રત્યે સંવેદનશીલ છે.
(C) બંને (A) અને (B)
(D) ઉપરોક્તમાંથી કોઇ નહીં.
86. વન પર્યાવરણ નિવસનતંત્ર જેણે વસવાટનો ભારે વિનાશ સહ્યો છે તેમાં ………..નો સમાવેશ થાય છે.
(A) ઉષ્ણકટિબંધીય વરસાદી વન
(B) ઉષ્ણકટિબંધીય પાનખર વન
(C) સમશીતોષ્ણ વન
(D) ઉપરોક્તમાંથી કોઇ નહિ,
87. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સીઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી પુસ્તિકામાં ગહન સંકટગ્રસ્ત (Critically endangered) જીવોને કયા રંગનાં પૃષ્ઠો પર દર્શાવવામાં આવે છે ?
(A) લાલ
(B) ગુલાબી
(C) સદ
(D) પીળા
88. “સેવ (save)” કાર્યક્રમ કોના સંરક્ષણ માટે છે ?
(A) ગીધ
(B) કાચબો
(C) હંગુલ
(D) મગરમચ્છ
89. પર્યાવરણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી ‘બ્લૂ ફ્લેગ’ પરિયોજના ……. સાથે સંબંધિત છે.
(A) દરિયાઇ પ્રજાતિઓનું રક્ષણ
(B) સમુદ્રકિનારાની સફાઇ
(C) નદીઓની સફાઇ
(D) સરોવરોનું રક્ષણ
90. GOI દ્વારા પ્રવર્તિત વનસ્પતિ સંરક્ષણ યોજના હેઠળ જંતુનાશકના સલામત અને ન્યાયી ઉપયોગ માટે લેવાયેલા સાવચેતીનાં પગલાંમાં નીચેના પૈકી કયું પગલું આવતું નથી ?
(A) એકીકૃત નાશીજીવ પ્રબંધન (IPM)
(B) જંતુનાશકના પાત્ર ઉપર જંતુનાશક અંગેની માહિતી રોગ નિયંત્રણની જાણકારી, ઉપયોગની માત્રા, સાવચેતી વગેરે હોવી જોઇએ.
(C) રાસાયણિક જંતુનાશક સિવાય, બિન-રાસાયણિક પદ્ધતિ આધારિત જંતુનાશકનો જરૂરિયાત મુજબ ઉપયોગ
(D) કેન્દ્રીય અને રાજ્ય સરકારના વિસ્તરણ કાર્યકરોને તાલીમ
91. નીચેનામાંથી કયું પ્રાણી મૂળ ગુજરાત અને રાજસ્થાનમાં મળી આવે છે અને હાલમાં વિલુપ્ત થતી જાતિઓમાંનું એક છે ?
(A) ઘુડખર
(B) પેંડા
(C) ધોરાડ
(D) કાળિયાર
92. નીચેનામાંથી ભારતનું કયું શહેર સૌથી વધુ ઇ.કચરો પેદાશ કરે છે ?
(A) બેંગાલુરુ
(B) મુંબઇ
(C) હૈદરાબાદ
(D) ગુડગાંવ
93. નીચે દર્શાવેલ પૈકી ભારતનું પ્રથમ જૈવમંડળ આરક્ષિત-ક્ષેત્ર કયું છે?
(A) સુંદરવન
(B) મન્નારની ખાડી
(C) નીલગિરિ
(D) નંદાદેવી
94. આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ | (JUCN) દ્વારા તૈયાર કરવામાં આવતી લાલ યાદીમાં વન્ય જીવોને કુલ કેટલી શ્રેણીમાં દર્શાવવામાં આવે છે?
(A) પાંચ
(B) છ
(C) નવ
(D) દસ
95. વિશ્વ પાણી દિવસ (World Water Day) નીચે પૈકી કયા દિવસે મનાવવામાં આવેલ હતો?
(A) તા, 21-3-2018
(B) તા. 21-2-2018
(C) તા. 26-3-2018
(D) તા, 22-3-2018
96. નીચેનામાંથી સૌથી વધુ ખરાબ હવાનું પ્રદૂષણ શાનાથી થાય છે ?
(A) કાર્બન ડાયોક્સાઇડ
(B) કાર્બન મોનોક્સાઇડ
(C) સ્મોક (ધુમાડો)
(D) સલ્ફર ડાયોક્સાઇડ
97. નીચેનામાંથી કર્યુ શહેર ભારતનું પ્રથમ સ્માર્ટ શહેર બની ગયું છે, જ્યાં દિવસના સમય દરમિયાન 100% પુનઃપ્રાપ્ય ઊર્જા ચાલે છે.
(A) સુરત
(B) હૈદરાબાદ
(C) અમરાવતી
(D) દીવ
98. નીચેના જૈવભારમાંથી કયા જૈવભારમાં સૌથી વધુ પ્રજાતિ વિવિધતા છે?
(A) સમશીતોષ્ણ જંગલ
(B) ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ
(C) સમશીતોષ્ણ ઘાસભૂમિ
(D) ઉપરોક્તમાંથી કોઇ નહિ.
99. ભારતના વન્યજીવનના રાષ્ટ્રીય બોર્ડના મુખ્ય નીચેના પૈકી કોણ હોય છે?
(A) રાષ્ટ્રપતિ
(B) ઉપરાષ્ટ્રપતિ
(C) પ્રધાનમંત્રી
(D) વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી
100. પર્યાવરણ મંત્રાલય દ્વારા દિવાળીના સંદર્ભે નીચેના પૈકી કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું? 
(A) હમારી દિવાલી, હરિત દિવાલી
(B) હરિત દિવાલી, આરોગ્ય દિવાલી
(C) હરિત દિવાલી, સ્વસ્થ દિવાલી
(D) હમારી દિવાલી, સ્વસ્થ દિવાલી
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *