GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 6

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 6

1. નીચેનાં વિધાનો વિચારણામાં લઈને તે કઈ સંસ્થાને સંબંધિત છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) તેની સ્થાપના ઈ.સ. 1830માં થઈ હતી.
(2) આ સંસ્થા બધા પ્રકારની મૂર્તિપૂજા અને બલિની વિરુદ્ધ હતી.
(3) તેના અનુયાયીઓ ઉપનિષદોમાં વિશ્વાસ રાખતા હતા.
(A) પ્રાર્થનાસમાજ
(B) વેદસમાજ
(C) રામકૃષ્ણ મિશન
(D) બ્રહ્મોસમાજ
2. પૂના સમજૂતીની જોગવાઈઓ અનુસાર પછાત જાતિઓના પ્રતિનિધિઓ માટે પ્રાંતિક ધારાસભાઓમાં સામાન્ય મતવિભાગમાં કુલ કેટલી બેઠકો અનામત રાખવાનું નક્કી થયું હતું ?
(A) 71
(B) 141
(C) 148
(D) 66
3. ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસા નીતિ અન્વયે નીચેનામાંથી સૌપ્રથમ કયું રાજ્ય ખાલસા થયું હતું ?
(A) સતારા 
(B) સંબલપુર
(C) નાગપુર
(D) ઝાંસી
4. ભારતમાં કયા વર્ષમાં ગુલામો રાખવાનો રિવાજ બંધ કરવામાં આવ્યો હતો ?
(A) ઈ.સ. 1833
(B) ઈ.સ. 1840
(C) ઈ.સ. 1849
(D) ઈ.સ. 1829
5. ઈ.સ. 1938માં કયા સ્થળે મળેલ કોંગ્રેસના અધિવેશનના પ્રમુખ સુભાષચન્દ્ર બોઝ હતા ?
(A) નવસારી
(B) વડોદરા
(C) સુરત જિલ્લાનું હરિપુરા ગામ
(D) અમદાવાદ
6. નીચેના પૈકી કોણ ‘શક, પલ્લવ અને યવનના વિનાશક) તરીકે અને વન નિસૂદનઓળખાય છે ?
(A) નાહપનાહ
(B) ગૌતમીપુત્ર સાતકર્ણિ
(C) વશિષ્ઠીપુત્ર પુલુમાવી
(D) સાતકણિ – દ્વિતીય
7. રાજા ટ્રોડરમલ દ્વારા વિકસાવવામાં આવેલી દહશાલા પદ્ધતિ એટલે ……. .
(A) દસ વર્ષ માટે પ્રમાણભૂત કરે જમીન મહેસૂલ સંચય
(B) દસ વર્ષ માટે ખેડૂત અને રાજ્ય વચ્ચે પાકની વહેંચણી
(C) મહેસૂલ સંચય 10 વર્ષના સરેરાશ ઉત્પાદનના ભાવના આધારે
(D) વિસ્તાર આકારણી નક્કી કરવા માટે 10 વર્ષમાં એક વાર જમીનની માપણી
8. નીચેના પૈકી કયા ગવર્નર જનરલે ભારતીય સંયોજિત નાગરિક સેવાઓનો પ્રારંભ કર્યો હતો, જે પછીથી ભારતીય નાગરિક સેવાઓ તરીકે ઓળખાયો ?
(A) લોર્ડ વેલેસ્લી
(B) લોર્ડ કોર્નવોલિસ
(C) વિલિયમ બેન્ટિક
(D) વોરેન હેસ્ટિંગ્સ
9. બંકીમચંદ્ર ચેટરજીની નવલકથા ‘આનંદ મેંઠ’માં નીચેના પૈકી કયો બળવો ખૂબ પ્રખ્યાત થયો ?
(A) સંન્યાસી બળવો  
(B) ભીલ બળવો
(૮) રંગપુર અને દિનાપુર બળવો
(p) કોઈ પણ નહીં.
10. ઈ.સ. 1615માં જહાંગીરના દરબારમાં ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાના રાજદૂત તરીકે કોણ આવેલ હતું ?
(A) કેપ્ટન વિલિયમ હોકિન્સ
(B) કેપ્ટન વિલિયમ બેન્ટિક
(C) સર થોમસ રો
(D) એક પણ નહીં.
11. વિક્રમશીલા યુનિવર્સિટીની સ્થાપના કયા રાજવીએ કરી હતી ?
(A) ગોપાલ
(B) જયસિંહા
(C) પુષ્પભૂતિ
(D) ધર્મપાલ
12. ભારતમાં 1857 માં જે વિપ્લવ થયો તે સમયે ગવર્નર જનરલ તરીકે કોણ હતું ?
(A) લોર્ડ એલનબરો
(B) ડેલહાઉસી
(C) વિલિયમ બેન્ટિક
(D) કેનિંગ
13. કોલકાતામાં “ઇન્ડિયન એસોસિયેશન” નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
(A) સુરેન્દ્રનાથ બેનરજી
(B) વ્યોમેશચન્દ્ર બેનરજી
(C) આનંદમોહન ‘બોઝ
(D) ક્રિસ્તદાસ પાલ
14. ઇંગ્લેન્ડના વડા પ્રધાન એટલી દ્વારા હિન્દ છોડવાની ઐતિહાસિક જાહેરાત ક્યારે કરવામાં આવી ?
(A) જાન્યુઆરી, 1947
(B) ફેબ્રુઆરી, 1947
(C) માર્ચ, 1947
(D) એપ્રિલ, 1947
15. રાસબિહારી બોઝે સર્વસંમતિથી ઇન્ડિયન ઇન્ડીપેન્ડન્સ લીગ તથા આઝાદ હિંદ ફોજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચન્દ્ર બોઝની વરણી કયા સ્થળે કરી હતી ?
(A) રંગૂન
(B) બેંગકોક
(C) સિંગાપોર
(D) ટોકિયો
16. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના ક્યા સ્થળે પહેલું કારખાનું શરૂ કર્યું ?
(A) સુરતમાં 1614ની સાલમાં
(B) મુંબઈમાં 1615ની સાલમાં
(C) કોલકાતામાં 1600ની સાલમાં
(D) દિલ્હીમાં 1648ની સાલમાં
17. …… હડપ્પીય સંસ્કૃતિ દરમિયાન મીઠું ઉત્પાદનનું સ્થળ.
(A) લોયલ
(B) દાંત્રાણા
(C) પાદરી
(D) કુંતાસી
18. ચાણક્યના સપ્તાંગ સિદ્ધાંત મુજબ નીચેના પૈકી ક્યું રાજ્યનું ઘટક નથી ?
(A) રાજા
(B) મંત્રી
(C) કોટકિલ્લાથી સજ્જ શહેર
(D) ગુપ્તચરો
19. ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન ‘પ્રયાગ પ્રશસ્તિ’ અભિલેખની રચના કોણે કરી હતી ?
(A) હરિપેણ 
(B) વિજયપેણ
(C) વીરાપેણ
(D) સૂરપેણ
20. નીચેના પૈકી કોંગ્રેસના કયા સત્રમાં ગાંધી ઇરવિન સમજૂતીનું સમર્થન થયું હતું ?
(A) મુંબઈ સત્ર, 1932
(B) કોલકાતા સત્ર, 1930
(C) કરાંચી સત્ર, 1931 
(D) નાગપુર સત્ર, 1927
21. મૌર્ય સમયના શિલ્પ સંદર્ભમાં નીચેનાં વાક્યો તપાસો.
(1) યક્ષ અને યક્ષીણીનાં શિલ્પો પ્રખ્યાત હતાં.
(2) શિલ્પમાં તે વખતના ત્રણ ધર્મો જૈન, હિન્દુ અને બુદ્ધના સિદ્ધાંતોનો સમન્વય હતો.
(A) પ્રથમ વાક્ય સાચું છે.
(B) બીજું વાક્ય સાચું છે.
(C) 1 અને 2 વાક્યો સાચાં છે.
(D) 1 અને 2 બંને વાક્યો ખોટાં છે.
22. ભારતનાં સુપ્રસિદ્ધ કિલ્લાઓ અને રાજ્યોનાં જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ?
(A) જિંજીનો કિલ્લો – તામિલનાડુ
(B) રોહતાસનો કિલ્લો —બિહાર
(C) રણથંભોરનો કિલ્લો – રાજસ્થાન
(D) દોલતાબાદનો કિલ્લો – મધ્યપ્રદેશ 
23. જનરલ ડાયર દ્વારા કરવામાં આવેલ “જલિયાંવાલા બાગનો હત્યાકાંડ” કઈ તારીખે બનેલ હતો?
(A) 12 એપ્રિલ, 1919
(B) 13 એપ્રિલ, 1919
(C) 14 એપ્રિલ, 1919
(D) 15 એપ્રિલ, 1919
24. શિવાજી મહારાજના સમયગાળા દરમિયાન “પરદેશ સાથેના સંબંધો અંગેના મંત્રી” ને કયા હોદ્દાથી ઓળખવામાં આવતા હતા?
(A) પેશ્વા
(B) સુમંત
(C) સચિત
(D) પંડિત રાવ
25. 1857ના સ્વતંત્રતાના પ્રથમ સંગ્રામ દરમિયાન ગવર્નર-જનરલ કોણ હતા ?
(A) લોર્ડ ડેલહાઉસી (Dalhousie)
(B) લોર્ડ કેનિંગ (Canning)
(C) લોર્ડ હાર્ડિંગ (Harding)
(D) લોર્ડ લિટન (Lytton)
26. “તીભાગ ખેડૂત ચળવળ” દરમિયાન બંગાળના ખેડૂતોની મુખ્ય માંગણી કઈ હતી ? 
(A) ખેડૂત ખેતી કરતો હોવાથી, જમીનની માલિકી ખેડૂતની હોવી જોઈએ.
(B) પાક્ની ઊપજમાં જમીનદારનો હિસ્સો ઘટાડવો જોઈએ.
(C) જમીનદારી પદ્ધતિનો અંત લાવીને ખેડૂતોને મુક્ત કરવા જોઈએ.
(D) ખેડૂતોના દેવાં માફ કરવા.
27. બંકીમચંદ્ર ચેટરજી દ્વારા લખવામાં આવેલ “આનંદ મઠ” નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ?
(A) ભીલ વિદ્રોહ
(B) રંગપુર અને દિનાપુર વિદ્રોહ
(C) વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ
(D) સંન્યાસી વિદ્રોહ
28. 1857ના બળવામાં ભાગ લેનાર નીચેના પૈકી કયા મહાનુભાવને મિત્ર દ્વારા દગો આપીને પકડાવી દીધેલ અને તેઓને ફાંસી આપવામાં આવેલ હતી ?
(A) નાના સાહેબ પેશ્વા
(B) કનવાર સિંઘ
(C) ખાન બહાદુર ખાન
(D) તાત્યા ટોપે
29. નિગ્રંથ યતિ સમુદાયના સ્થાપક કોણ હતા ?
(A) ચાર્વાક
(B) પાર્શ્વનાથ
(C) ગોશાલા મસ્કરીપુત્ર
(D) બુદ્ધ
30. નીચેની પૈકી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી ?
(A) ચંદ્રગુપ્ત પ્રથમ-કુમારદેવી સાથે લગ્ન
(B) સમુદ્રગુપ્ત-પ્રાચીન ભારતના નેપોલિયન
(C) સમુદ્રગુપ્ત – દરબારના કવિ હરિસેન
(D) ચંદ્રગુપ્ત દ્વિતીય – મહરૌલી ખાતે સ્તૂપ
31. મધ્યયુગીન ભારત સંદર્ભે “તકાવી” એટલે –
(A) પ્રાંતીય સરદારો દ્વારા જારી કરાયેલા ચાંદીના સિક્કા
(B) કૃષિલાયક ભૂમિ પર કર
(C) કૃષિમાં સહાયતા માટે આપવામાં આવેલું ૠણ
(D) એક પ્રકારની ન્યાયિક પ્રક્રિયા સંહિતા
32. દિલ્હીના કયા સુલતાને પિરામનના રાજપૂત સરદાર મોખરાજી ગોહેલને હરાવ્યા હતા ?
(A) અલાઉદ્દીન ખિલજી
(B) મુહમ્મદ બિન તુઘલક
(C) ફિરોઝશાહ તુઘલક
(D) મુબારકશાહ ખિલજી
33. કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો ‘પ્રેમ-વાટિકા’ના રચયિતા ……. છે.
(A) બિહારી
(B) સૂરદાસ
(C) કબીર
(D) રસખાન
34. રોલેટ એક્ટ …… તરીકે પણ જાણીતો છે.
(A) અરાજક્તાવાદી અને ક્રાંતિકારી અપરાધ અધિનિયમ
(B) ભારતીય અધિનિયમમાં ગુનાઓની રોકથામ
(C) ભારતીય ગુના જૂથ અધિનિયમ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
35. ભારતની સ્વાતંત્ર્ય ચળવળના આંતરવિગ્રહ બળવાના બે પ્રખ્યાત નેતાઓ સિંકુ અને કાન્હેં કયા સમુદાયના હતા ?
(A) કોળી
(B) સંથાલ 
(C) ભીલ
(D) રબારી
36. ‘અભિનવ ભારત સમિતિ’નું નામ પહેલા ……. હતું.
(A) યુગાંતર
(B) નિબંધમાળા
(C) મિત્રમેળા 
(D) સરગમ શક્તિ
37. “મોહેં-જો-દડો” ના સંદર્ભમાં નીચેનાં વાક્યો ચકાસો.
(1) પૂર તથા ભેજથી બચવા ઊંચા ઓટલા, પહોળા રસ્તાઓ અને તે કાટખૂણે મળતા હતા અને આયોજનબદ્ધ મકાનોનું બાંધકામ
(2) સારી રીતે આયોજન ગટરયોજના, જાહેર સ્નાનાગાર અને જાહેર ઉપયોગ થઈ શકે તેવાં મકાનો હતાં.
(A) પ્રથમ વાક્ય યોગ્ય છે.
(B) બીજું વાક્ય યોગ્ય છે.
(C) 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.
(D) 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી.
38. નર્મદા ખીણ પ્રદેશમાં આવેલી ભીમબેટકાની ગુફાઓ હાલના કયા રાજ્યમાં આવેલી છે ?
(A) ગુજરાત
(B) મધ્યપ્રદેશ
(C) રાજસ્થાન
(D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં.
39. મુઘલ સામ્રાજ્યમાં ચિત્રકળા કોના સમયમાં પરાકાષ્ટાએ પહોંચી હતી?
(A) હુમાયુ
(B) જહાંગીર
(C) અકબર
(D) શાહજહાં
40. જનરલ ડાયર દ્વારા કરવામાં આવેલ “જલિયાવાલાં બાગનો હત્યાકાંડ” કઈ તારીખે થયેલ હતો ?
(A) 14 એપ્રિલ, 1919
(B) 12 એપ્રિલ, 1919
(C) 13 એપ્રિલ, 1919
(D) 15 એપ્રિલ, 1919
41. સ્થાપત્ય અને તેનું સ્થળ/જિલ્લાની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
(A) તાજમહેલ-આગ્રા
(B) બુલંદ દરવાજો-ફ્તપુર સિક્રી
(C) બૃહદેશ્વરનું મંદિર-મીનાક્ષીપુરમ્
(D) ઢાઈ દિન કા ઝોંપડા-દિલ્હી
       જેનું બાંધકામ કુતુબુદ્દીન ઐબકે કરાવેલ હતું.
42. 1857ના બળવા બાદ મુખ્યત્વે કયા ફેરફારો અમલમાં આવ્યા ?
(1) કંપની શાસનનો અંત અને બ્રિટિશ શાસનનો આરંભ.
(2) ભારત તરફી નીતિઓમાં ફેરફાર
(3) ભારતના લોકોમાં રાષ્ટ્રવાદની પ્રેરણા
(A) માત્ર 1
(B) માત્ર 1 અને 2
(C) 1, 2 અને 3
(D) માત્ર 2 અને 3
43. મહાનુભાવ અને તેઓના કાર્યવાહીની વિગતો દર્શાવતી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(A) શ્રી દયાનંદ સરસ્વતી-આર્યસમાજ
(B) શ્રી સ્વામી વિવેકાનંદ-રામકૃષ્ણ મિશન
(C) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા-વહાબી આંદોલન
(D) ઠક્કરબાપા-ગુજરાત સેવા સમાજ

44. કીર્તિ કૌમુદી …… દ્વારા લખાયેલ છે.

(A) સોમેશ્વર
(B) આચાર્ય મેરુતંગ
(C) બારોટ
(D) ચાંદ
45. બેસનગરના સ્તંભનો શિલાલેખ કયાં ગ્રીક રાજદૂતનો ઉલ્લેખ કરે છે ?
(A) હેલી ઓડોરસ
(B) એન્ટિયલકિડાસ
(C) સોટર
(D) અગાથોકલ્સ
46. અમોઘવર્ષ -ાના નીચેના પૈકી કયો શિલાલેખ કોલ્હાપુર લક્ષ્મી મંદિર ખાતે તેના ડાબા હાથની આંગળીના બલિદાનનો ઉલ્લેખ કરે છે ?
(A) માન્ને શિલાલેખ
(B) બેલ્લુર શિલાલેખ 
(C) સંજાન શિલાલેખ
(D) કોઈ પણ નહીં
47. નીચેના પૈકી કયા સ્થળેથી શાહમૃગનાં ઈંડાની છાલના મણકા મળી આવ્યાના અહેવાલ છે ?
(A) લાંઘણજ
(B) જવાશિયા
(C) મહેતાખેડી
(D) પાટણ
48. નીચેના પૈકી કોણે એવું અનુભવ્યું કે મુસ્લિમ રાજમાં ખૂબસૂરત, સમૃદ્ધ અને કિંમતી મંદિરો સલામત નથી ? 
(A) વલ્લભાચાર્ય
(B) બાલગોપાલ
(C) વિઠ્ઠલેશ્વર
(D) બાઈ હરિર
49. નીચેના પૈકી કયા ભક્તિ યુગના સંતે તેમના સંદેશાના પ્રચાર માટે તદ હિન્દીનો ઉપયોગ સૌથી પહેલાં ક્યાં હતો ?
(A) દાદુ
(B) રામાનંદ
(C) તુલસીદાસ
(D) કબીર
50. નીચેનામાંથી કયું ખોટું છે ?
(A) પહેલો સંગમ – અગસ્ત્ય
(B) બીજો સંગમ – તોલ્કાપ્પિયમ
(C) ત્રીજો સંગમ – નાફ્ફેરન
(D) કોઈ પણ નહીં
51. ‘સામ્રાજ્યિક અધિમાન’ (‘ઇમ્પીરિઅલ પ્રેફરન્સ’) …….. પર લાગુ કરવામાં આવ્યું હતું.
(A) ભારતમાં બ્રિટિશ આયાત પર ખાસ વિશેષાધિકારો
(B) વંશીય ભેદભાવ
(C) બ્રિટિશને માટે ભારતીય હિત ગૌણતા
(D) ભારતીય રાજકુમારોની જગ્યાએ બ્રિટિશ રાજકીય પ્રતિનિધિને અપાતી અગ્રિમતા
52. આગ્રામાં લાલ પથ્થરમાંથી બનેલો આગ્રાનો કિલ્લો કયા બાદશાહે બંધાવ્યો હતો ?
(A) અકબર
(B) જહાંગીર
(C) શાહજહાં
(D) બાબર
53. સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રાચીન માટીકામ ગામ – ‘લોથલ’નો શાબ્દિક અર્થ શું છે ?
(A) મૃત મણ
(B) ધરતી પર સ્વર્ગ
(C) શાંતિનું સ્થાન
(D) કોઈ પણ નહીં
54. નીચેના પૈકી કયું વર્ધા શિક્ષણ યોજનાનું સૂચન નથી ?
(A) સામૂહિક શિક્ષણ
(B) ફરજિયાત શિક્ષણ
(C) બાળપણથી વ્યાવસાયિક શિક્ષણ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ
55. ફ્લુપુર સિક્રી ખાતે આવેલ ‘ઇબાદતખાના’નો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવતો હતો?
(A) શાહી યજમાનના જમવાના સ્થળ તરીકે
(B) અકબરના પ્રાર્થના સ્થળ તરીકે
(C) રાજઘરાનાની વ્યક્તિઓનાં પ્રાર્થના સ્થળ તરીકે
(D) અલગ અલગ ધર્મના જાણકારો સાથે અક્બર ધર્મની ચર્ચા કરતો હતો.
56. સ્વતંત્રતા ચળવળ વખતનાં પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.
(1) ભવાની મંદિર – અરવિંદો ઘોષ
(2) ગોરા – રવીન્દ્રનાથ ટાગોર
(3) ગીતા રહસ્ય-બાળ ગંગાધર ટિળક
(4) ડિસ્કવરી ઓફ ઇન્ડિયા – જવાહરલાલ નેહરુ
(A) 1, 2 અને ૩
(B) 1, 2 અને 4
(C) 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
57. નીચે દર્શાવેલ પેશવાઓમાંથી “નાના સાહેબ”ના નામે કોણ પ્રસિદ્ધ હતું?
(A) બાજીરાવ પહેલો
(B) બાજીરાવ બીજો
(C) નાના ક્ડનવીસ
(D) બાલાજી બાજીરાવ
58. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ?
(A) અબ્દુલ કલામ આઝાદ
(B) વ્યોમેશચન્દ્ર બેનરજી
(C) દાદાભાઈ નવરોજી
(D) સુરેન્દ્રનાથ બેનર્જી
59. “બીજાપુર” કર્ણાટક નીચેના પૈકી કયા કારણસર જાણીતું છે ?
(A) દુષ્કાળ અને ભૂખમરો
(B) ગોળ ગુંબજ
(C) ભારે વરસાદ અને કુદરતી તારાજી
(D) ગોમટેશ્વર તળાવ
60. સામાજિક-ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ? 
(A) ડેવિડ હેર
(B) ઈશ્વરચંદ્ર વિધાસાગર
(C) હેનરી દેરોઝિયો
(D) એક પણ નહિ
61. ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ-સ્થાને હતા ?
(A) ગોપાલકૃષ્ણ ગોખલે
(B) ગોપાલ હરિ દેશમુખ
(C) સુભાષચંદ્ર બોઝ 
(D) ગાંધીજી
62. નીચેના પૈકી કોણે સૌથી વધુ એટલે કે 50% જમીન મહેસૂલ ઉઘરાવ્યું હતુ ?
(A) અલ્લાઉદ્દીન ખિલજી
(B) બલબન
(C) મહમદ તુઘલક
(D) બાહલુલ લોધી
63. નીચેના પૈકી કયા વેદને કેટલાક વિદ્વાનો વેદ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરે છે?
(A) ઋગ્વેદ
(B) યજુર્વેદ
(C) અથર્વવેદ
(D) સામવેદ
64. નીચેના પૈકી ક્યો આયોગ ભાષાકીય પ્રાંત સમિતિના નામે પણ જાણીતો હતો?
(A) રાજાગોપાલાચારી આયોગ
(B) ફૈઝલ અલી આયોગ
(C) ધાર આયોગ
(D) વલ્લભભાઈ આયોગ
65. નીચેનામાંથી કયું જોડાણ સાચું નથી?
(A) કાલીબંગા-રાજસ્થાન
(B) બાનાવલી-હરિયાણા
(C) હડપ્પા-સિંધ
(D) રાણપુર – ગુજરાત
66. નીચેના પૈકી કયું વિધાન પૂના કરાર સંદર્ભે ખોટું છે? 
(A) વંચિત વર્ગો માટે અલગ મતદારમંડળનો વિચાર પડતો મુકાયો.
(B) વંચિત વર્ગોને લઘુમતી તરીકે જાહેર કરવામાં આવ્યા.
(C) પ્રાંત વિધાનસભામાં વંચિત વર્ગો માટે આરક્ષિત બેઠકો વધારવામાં આવી.
(D) તે કરાર મહાત્મા ગાંધી અને બી.આર. આંબેડકર વચ્ચે થયો હતો.
67. નીચેના પૈકી કોણ પ્રથમ ગવર્નર જનરલ અને વાઇસરોય એમ બંને હતા?
(A) લોર્ડ ડેલહાઉસી
(B) લોર્ડ એલ્ગીન-1
(C) લોર્ડ કેનિંગ
(D) સર જ્હોન લોરેન્સ
68. ઇજિપ્તના રાજા ટોલ્મી ॥ ફીલાડેલફ્સ દ્વારા બિંદુસારના દરબારમાં મોકલાયેલા રાજદૂતનું નામ ……. હતું. 
(A) ડાયનાઈસીઅસ 
(B) ડાઈમેક્સ
(C) એન્ટીઓક્સ
(D) અરીઅન
69. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી?
(A) દાદોબા પાંડુરંગ – સત્યશોધકસભા
(B) દેવેન્દ્રનાથ ટાગોર – તત્ત્વબોધિનીસભા
(C) દુર્ગારામ મહેતા – માનવ ધર્મસભા
(D) શિવનારાયણ અગ્નિહોત્રી – દેવ સમાજ
70. વૈદયુગમાં નીચે પૈકી કયું સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું?
(A) ગોધન
(B) સોનું
(C) જમીન
(D) મકાન
71. નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હૂણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢ્યા હતા ?
(A) સમુદ્રગુપ્ત
(B) સ્કંદગુપ્ત
(C)કુમારગુપ્ત
(D) ભાનુગુપ્ત
72. હિંદ છોડો ચળવળમાં નીચેની કઈ પાર્ટીએ સહકાર આપ્યો ન હતો?
(A) ધી હિન્દુ મહાસભા
(B) ધી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા
(C) ધી યુનિયનિસ્ટ પાર્ટી ઇન પંજાબ
(D) ઉપરની ત્રણેય પાર્ટી
73. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના હક્કો નીચે દર્શાવેલ કથા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા?
(A) રેગ્યુલેટિંગ એક્ટ, 1773
(B) ચાર્ટર એક્ટ, 1813
(C) ચાર્ટર એક્ટ, 1833
(D) ચાર્ટર એક્ટ, 1853
74. લોકમાન્ય ટિળકની બાબતમાં શું સાચું નથી?
(A) ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ’ તેવો મંત્ર આપ્યો.
(B) તેઓ મવાળવાદના મુખ્ય નેતા હતા.
(C) તેમણે ગણેશચતુર્થીનો ઉત્સવ ઊજવવાનું શરૂ કર્યું.
(D) હોમરુલ ચળવળના સાક્રય ભૂમિકા ભજવી.
75. નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ?
(A) લેટર્સ ફ્રોમ એશિયા – રવીન્દ્રનાથ ટાગોર
(B) ભવાની મંદિર – અરવિંદ ઘોષ
(C) પ્રિઝન ડાયરી – જવાહરલાલ નહેરુ
(D) સોવિયત એશિયા – જવાહરલાલ નહેરુ
76. ફ્રાન્સ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌ પહેલી વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલ સ્થળો પૈકી ક્યા સ્થળે સ્થાપી હતી?
(A) મુસલીપટ્ટમ
(B) સુરત
(C) પુડુચેરી
(D) કોલકાતા
77. નીચે પૈકીના કયા કાવતરામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલ હતી?
(A) બનારસ
(B) હાવડા
(C) ઢાકા
(D) લાહોર
78. નીચે દર્શાવેલ રાજનીતિક સંસ્થાઓ અને તેના સ્થાપકને વિચારણામાં લઈને કયો વિકલ્પ સાચો નથી?
(A) મદ્રાસ નેટિવ એસોસિયેશન – સી. બી. મુદલિયાર
(B) અમદાવાદ ટેક્સ્ટાઇલ લેબર એસોસિયેશન – મહાત્મા ગાંધી
(C) બ્રિટિશ ઇન્ડિયન એસોસિયેશન – દેવેન્દ્રનાથ ઠાકુર
(D) ફોરવર્ડ બ્લોક – સુભાષચન્દ્ર બોઝ
79. નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઇન્ડિયન સિવિલ સર્વિસ (Indian Civil Service)માંથી બરતરફ (Dismissed) કરવામાં આવેલ હતા ?
(A) સરદાર વલ્લભભાઈ પટેલ
(B) સુરેન્દ્રનાથ બેનરજી
(C) આર. સી. દત્ત
(D) સુભાષચંદ્ર બોઝ
80. દિવાન-આઈ-કોહી (કૃષિવિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ?
(A) મુહમ્મદ-બીન તુઘલક
(B) અલાઉદ્દીન ખિલજી
(C) ગ્યાસુદ્દીન તુઘલક
(D) ફિરોઝ તુઘલક
81. મુઘલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઊતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર કયો વિકલ્પ સાચો છે?
(A) સુબાહ, માક્તા, પરગણા
(B) શીક, મુક્તા, પરગણા
(C) સુબાહ, સરકાર, પરગણા  
(D) સુબાહ, આમીલ, સરકાર
82. કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્ત્વનાં રાજકીય કેન્દ્રો હતાં ?
(A) પુરુશાપુરા અને મથુરા 
(B) પુરુશાપુરા અને પાટલીપુત્ર
(C) સારનાથ અને શ્રીનગર
(D) મથુરા અને સારનાથ
83. નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.
1. બીજી ગોળમેજી પરિષદ
2. ચૌરીચૌરાનો બનાવ
3. દાંડીકૂચ
4. જલિયાંવાલા બાગ હત્યાકાંડ
(A) 2, 1, 4 અને 3
(B) 4, 2, 3 અને 1
(C) 3, 1, 4 અને 2
(D) 1, 2, 4 અને 3
84. નીચેનાં પૈકી બે વિધાનો વાંચી સાચો જવાબ પસંદ કરો,
(1) ઈ.સ. 323માં એલેક્ઝાન્ડરનું મૃત્યુ થયું.
(2) તેના મૃત્યુ બાદ સિંધુ નદી પરનું ગ્રીકનું વર્ચસ્વ સારા એવા પ્રમાણમાં ઘટી ગયું.
(A) વિધાન 1 અને 2 બંને સાચાં
(B) વિધાન 1 અને 2 બંને ખોટાં
(C) વિધાન 1 સાચું અને 2 ખોટું
(D) વિધાન 1 ખોટું અને 2 સાચું
85. નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા ?
(A) રાષ્ટ્રકૂટ
(B) ગંગા
(C) મૈત્રક
(D) ગુપ્ત પછીના
86. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?
(A) દુર્ગાવતી – ગોંડવાનાની રાણી
(B) ચાંદબીબી – અહમદનગરની શાહજાદી,
(C) માહમ અનગા – અકબરની ધાઈમાતા
(D) અર્જુમંદબાનુ – નૂરજહાં
87. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?
(A) સમુદ્રગુપ્ત – આર્યવર્તના નવ રાજાઓને હરાવ્યા
(B) ‘ચંદ્રગુપ્ત – બલખના વાહલિકોને હરાવ્યા
(C) કુમારગુપ્ત – વિષ્ણુનો ઉપાસક
(D) સ્કંદગુપ્ત – હુણોને હરાવ્યા
88. ગૌપાલકૃષ્ણ ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ ન હતા?
(A) સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી
(B) રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર
(C) રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસ ઈન ઇન્ડિયા
(D) ડેક્કન એજ્યુકેશન સોસાયટી
89. નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ?
(A) રાજરાજા ચોલા
(B) રાજેન્દ્ર ચોલા
(C) રાજાધિરાજ ચોલા
(D) કુલોત્તુંગ ચોલા
90. નીચેના પૈકી કયાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી ? 
(A) બેક્ટેરિયન ગ્રીક
(B) કુષાણ
(C) મૌર્ય
(D) ગુપ્ત
91. નીચેના પૈકી કોણે પોતાના રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો?
(A) રાજારાજ ચોલા-1
(B) રાજેન્દ્ર ચોલા-1
(C) રાજાધિરાજા ચોલા
(D) અધિરાજેન્દ્ર ચોલા
92. નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિસંબંધી ચાર તબક્કાઓ, જેવાં કે ખેડવું, વાવણી, લણણી અને છેડવું-નો ઉલ્લેખ કરવામાં આવેલો છે?
(A) યજુર્વેદ
(B) અથર્વવેદ
(C) શતપથ બ્રાહ્મણ
(D) માંડૂક્ય ઉપનિષદ
93. નીચેના પૈકી કયો પાષાણ યુગ એ માછીમારી અને પ્રાણીઓને પાળવા સાથે સંકળાયેલ હતો?
(A) મધ્ય પ્રાચીન પાષાણ યુગ
(B) ઉપલો પ્રાચીન પાષાણ યુગ
(C) મધ્ય પાષાણ યુગ 
(D) નૂતન પાષાણ યુગ
94. ‘કુતારઉપકારક’ સંજ્ઞા નીચેના પૈકી કોનો ઉલ્લેખ કરે છે? 
(A) કારીગર જે હથોડાથી ધાતુને ટીપે છે.
(B) કારીગર જે ધાતુને ઓગાળે છે.
(C) નકલી સિક્કા બનાવનાર 
(D) સિક્કાનો આકાર બનવિનાર
95. નીચેના પૈકી નૂતન પાષાણ યુગનાં કયાં સ્થળોમાં હાડકાંનાં ઓજારોના અવશેષો જોવા મળ્યા છે?
(A) બાગોર
(B) ડિડવાણા
(C) ભીમબેટકા
(D) બુર્જહોમ
96. નીચેના પૈકી કઈ પૂર્વ-હડપ્પન વસાહત બલુચિસ્તાનમાં આવેલ નથી?
(A) કોટ ડીજી 
(B) કિલી ઘુલ મુહમ્મદ
(C) રાણા કુંડાઈ
(D) મુંડીગાક
97. નીચેના પૈકી સિંધુ ખીણ સંસ્કૃતિના કયા સ્થળેથી પુરુષ અને સ્ત્રીનાં હાડપિંજર એક જ કબરમાંથી મળ્યાં છે?
(A) કાલિબંગાન
(B) લોથલ
(C) ડેરાવર
(D) હડપ્પા
98. નીચેના પૈકી કઈ લોહયુગની જગ્યામાંથી પ્રાચીન કાળની શૃંખલાની કબરો મળતી નથી?
(A) ચિરાન્દ 
(B) મસ્કી
(C) બ્રહ્મગિરિ
(D) યેલેશ્વરમ
99. નીચેના પૈકી મગધ રાજ્યનો શાસક કોણ ન હતો?
(A) બિમ્બિસાર
(B) અજાતશત્રુ
(C) શિશુનાગ
(D) પ્રસેનજીત
100. ચંદ્રગુપ્ત મૌર્ય બાબતે કયું વાક્યે યોગ્ય નથી?
(1) “કૌટિલ્યનું અર્થશાસ્ત્ર” પુસ્તક ભારતની તે વખતની પરિસ્થિતિ ઉપર પ્રકાશ ફેંકે છે.
(2) આ વખતની રાજ્યવ્યવસ્થા ખૂબ આયોજિત અને લોકહિત ખ્યાલ વાળી હતી.
(3) લોકભાગીદારી અને લોકો દ્વારા આયોજન મહત્ત્વનો ભાગ ભજવતો હતો.
(4) ચંદ્રગુપ્તની સેનાએ સિધ્દરને હરાવ્યો હતો.
(A) 4
(B) 3
(C) 2
(D) 1
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *