GPSC PT 2016 to 2023 Solved – માનવ સંસાધન

GPSC PT 2016 to 2023 Solved – માનવ સંસાધન

1. 2011ની વસ્તી ગણતરી અનુસાર દેશના રાજ્યોમાં (કેન્દ્રશાસિત પ્રદેશ સિવાય) ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ……… ક્રમ અને વસ્તી ગીચતાની દૃષ્ટિએ …….. ક્રમ ધરાવે છે.
(A) 6, 8
(B) 8, 6
(C) 10, 14
(D) 14, 10
2. 2001-2011 દરમિયાન ….. જિલ્લાનો દાયકાનો વસ્તી વૃદ્ધિ દર રાજ્યમાં સૌથી વધુ જોવા મળ્યો.
(A) અમદાવાદ
(B) વડોદરા
(C) સુરત
(D) રાજકોટ
3. વસ્તી ગણતરી 2011 મુજબ રાજ્યમાં ……. જિલ્લો જાતિપ્રમાણમાં સૌથી છેલ્લું સ્થાન ધરાવે છે. 
(A) સુરત
(B) કચ્છ
(C) ભાવનગર
(D) દાહોદ
4. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) ગુજરાતમાં 2001-2011ના દશકા દરમિયાન પુરુષોના સાક્ષરતા દરમાં કુલ વધારો કરતાં સ્ત્રીઓના સાક્ષરતા દરમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.
(B) 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતામાં સુરત જિલ્લો પ્રથમ ક્રમે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
5. વસતિ ગણતરી 2011 મુજબ ….. જિલ્લો જાતિપ્રમાણમાં ગુજરાતમાં પ્રથમ ક્રમે છે.
(A) તાપી
(B) ડાંગ
(C) દાહોદ
(D) અમદાવાદ
6. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
(A) વસતિ ગણતરી 2011 મુજબ છેલ્લા દશકામાં ગુજરાતમાં સાક્ષરતા દરમાં 8.9 અંકનો વધારો થયો છે.
(B) સાક્ષરતા દરમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં અનુક્રમે 10.4 અને 4.5 અંકોનો વધારો થયો છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
7. વસતિ ગણતરી 2011 મુજબ ગુજરાતમાં સૌથી ઓછી વસતિગીચતા …….. જિલ્લામાં મળેલ છે.
(A) ડાંગ
(B) કચ્છ
(C) સુરેન્દ્રનગર
(D) દાહોદ
8. નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(A) વસ્તીનો લિંગ ગુણોત્તર પ્રત્યેક, 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દ્વારા સુનિશ્ચિત થાય છે.
(B) જન્મ દર : એક વર્ષમાં પ્રત્યેક 10,000 લોકોએ જન્મેલ બાળકોની સંખ્યા.
(C) મૃત્યુ દર : એક વર્ષમાં પ્રત્યેક 10,000 લોકોએ જીવતાં લોકોની સંખ્યા વર્ષમાં
(D) ઉપરોક્ત તમામ
9. વસ્તી પિરામિડ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(A) વસ્તી પિરામિડમાં પુરુષો ડાબી બાજુએ તથા સ્ત્રીઓ જમણી બાજુએ દર્શાવવામાં આવે છે.
(B) X-અક્ષ પર વસ્તીનું કદ દર્શાવવામાં આવે છે અને Y-અક્ષ પર વયજૂથ દર્શાવવામાં આવે છે.
(C) ભારતનો વસ્તી અવલંબન ગુણોત્તર (Poulation dependency ratio) વિશ્વની વસ્તી અવલંબન ગુણોત્તર કરતાં ઓછો છે.
(D) ઉપરોક્ત તમામ
10. બાળ મૃત્યુનો ઘટાડો ……… વડે વસ્તીવધારાના નિયંત્રણને મદદરૂપ થાય છે.
(A) મૃત્યુદરની ભરપાઈ કરવા વારંવારના બાળજન્મના નિયંત્રણ
(B) માતાના આરોગ્યના રક્ષણ
(C) બે જન્મ વચ્ચેના સમયગાળાના વધારા
(D) જન્મ પૂર્વે બાળકની જાતિ પસંદ કરવાની વૃત્તિને અટકાવવા
11. ડેમોગ્રાફ્ટિ ડિવિડન્ડ બાબતે નીચેનાં પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ?
(A) ડેમોગ્રાફિક ડિવિડન્ડને વસ્તીમાં કામ કરતી વયના લોકોના વધતાં જતાં હિસ્સાના કારણે આર્થિક વૃદ્ધિના ક્ષેત્રમાં વધારા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
(B) આ ઘટના વધતાં જતાં જન્મદર અને વસ્તીના વય માળખામાં કામ કરીત પુખ્તવય તરફ પરિણામે પલટાની સાથે થાય છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
12. RBI “Now Casting Indian GDP Growth using a Dynamic Factor Model” નિબંધ (પેપર) દ્વારા ભારતની વૃદ્ધિની ગણતરી કરવા માટે 12 સૂચકો રજૂ કર્યા છે. નીચેના પૈકી કોનો સમાવેશ તે યાદીમાં થતો નથી ?
(A) સહકારી મંડળીઓ
(B) નિકાસ
(C) રેલમાલ ભાડું
(D) બેંકધિરાણ
13. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયાં જિલ્લાઓમાં સાક્ષરતામાં પ્રથમ ત્રણ ક્રમે આવ્યા છે ? 
(A) સુરત, ગાંધીનગર, અમદાવાદ
(B) સુરત, અમદાવાદ, આણંદ
(C) અમદાવાદ, આણંદ અને વડોદરા
(D) સુરત,અમદાવાદ અને રાજકોટ
14. 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં શહેરોની સંખ્યા કેટલી થઈ છે.
(A) 242
(B) 305
(C) 318
(D) 348
15. ભારતની વર્ષે 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાત રાજ્યનો વસ્તીની સંખ્યાની દૃષ્ટિએ કેટલામો ક્રમ છે ?
(A) 9મો
(B) 10મો
(C) 12મો
(D) 14મો
16. ભારતની 2011 વસ્તી વિતરણના સંદર્ભે નીચે જણવેલ કેટલીક લાક્ષણિકતાઓ પૈકી કઈ બાબત સાચી નથી?
(A) ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્ર પ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે.
(B) ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે.
(C) સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે.
(D) લક્ષદ્વીપ (કે.શા.)ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે.
17. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સ્થળાતંરનું સૌથી મોટું કારણ કયું છે ?
(A) શિક્ષણ
(B) લગ્ન
(C) રોજગાર
(D) અવિકસિત પ્રાદેશિક અર્થતંત્ર
18. 2011 ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતના નીચેના પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ કૃષિ મજૂરો નોંધાયા છે ?
(A) વડોદરા
(B) સુરત
(C) જૂનાગઢ
(D) આણંદ
19. વસ્તીવિષયક સંક્રમણના સિદ્ધાંતમાં અંતિમ તબક્કો ……. છે. 
(A) જન્મદર વધે છે, મૃત્યુદર પણ વધે છે.
(B) જન્મદર વધે છે, જ્યારે મૃત્યુદર ઘટે છે.
(C) જન્મદર તથા મૃત્યુદર બંને ઘટે છે.
(D) ઉપરના પૈકી એક પણ નહીં
20. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે આણંદ અને સુરત જિલ્લાઓ નીચેના પૈકી કઈ બાબતમાં ગુજરાતના ટોચના પાંચ પૈકીના હતા ?
(A) સાક્ષરતા દર 
(B) લિંગ ગુણોત્તર
(C) વૃદ્ધિદર
(D) સ્થળાંતર દર
21. 2011ના સેન્સસ પ્રમાણે, ગુજરાત રાજ્ય માટે નીચે પૈકી કયું વાક્ય યોગ્ય નથી? 
(A) વસ્તીની ઘનતા (Density) 308 છે.
(B) સેક્સ રેશિયો (Sex Ratio) 919 છે.
(C) સાક્ષરતા દર લગભગ 68 છે.
(D) કુલ વસ્તીના પ્રમાણમાં 42.6% લોકો શહેરોમાં વસે છે.
22. 2011ના સેન્સસ મુજબ, ગુજરાત રાજ્યમાં કુલ વસ્તીના પ્રમાણમાં બાળકોની વસ્તી (Children Population), કયા જિલ્લામાં સૌથી ઓછી છે ?
(A) ડાંગ
(B) નવસારી
(C) દાહોદ
(D) સુરત
23. નીચેના પૈકી કયા રાજ્યનો દાયકાની વસ્તી વધારાનો દર 2001થી 2011દરમિયાન સૌથી ઊંચો છે ?
(A) મહારાષ્ટ્ર
(B) પશ્ચિમ બંગાળ
(C) તામિલનાડુ
(D) ગુજરાત
24. ભારતના કયા રાજ્યમાં અનુસૂચિત જનજાતિની વસ્તી સૌથી વધુ છે?
(A) મધ્ય પ્રદેશ
(B) ઓરિસ્સા
(C) મહારાષ્ટ્ર
(D) રાજસ્થાન
25. 2011 ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયું રાજ્ય સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છે ?
(A) કર્ણાટક
(B) ગુજરાત
(C) ત્રિપુરા
(D) ગોવા
26. વર્ષ 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં હિંદી પછી કઈ ભાષા સૌથી વધુ બોલાય છે ?
(A) તમિલ
(B) તેલુગુ
(C) મરાઠી
(D) બંગાળી
27. ભારત અને ગુજરાતની વસ્તીની ઘનતા (Destiny of Population) અનુક્રમે કેટલી છે ?
(A) 382 અને 270
(B) 382 અને 308
(C) 308 અને 382
(D) 308 અને 1028
28. સને 2011 ના સેસ મુજબ ક્યા રાજ્યમાં પુરુષો (male) અને સ્ત્રીઓનો સાક્ષરતા દર સૌથી ઓછો છે ?
(A) બિહાર અને રાજસ્થાન 
(B) બિહાર અને અરુણાચલ પ્રદેશ
(C) આંધ્ર પ્રદેશ અને રાજસ્થાન
(D) મેઘાલય અને ઝારખંડ
29. 2011 ની વસ્તી ગણતરી મુજબ દેશમાં ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર અને કુલ વસ્તીનો સેક્સ રેશિયો (Sex Ratio દર હજાર પુરુષોદીઠ સ્ત્રીઓની સંખ્યા) કેટલો છે ?
(A) 949, 929 અને 943
(B) 929, 949 અને 943
(C) 943, 929 અને 949
(D) 919, 949 અને 880
30. સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળ (United Nations Population fund) અનુસાર ભારતની વસ્તી વર્ષ 2010 થી 2019 વચ્ચે ……. ના સરાસરી દરે વધીને 136 કરોડ થઈ છે.
(A) 0.8%
(B) 1.2%
(C) 1.8%
(D) 2.2%
31. 2011ની વસ્તીગણતરી પ્રમાણે નીચેના પૈકીનાં કયાં બે શહેરોએ સૌથી 38. વધુ વસ્તી નોંધાવી છે ?
(A) દિલ્હી અને મુંબઈ
(B) દિલ્હી અને કોલકાતા
(C) બેંગલુરુ અને દિલ્હી
(D) કોલકાતા અને મુંબઈ
32. 2011ની વસ્તીગણતરી મુજબ વસ્તીની ગીચતાના સંદર્ભે ગુજરાત રાજ્ય કયા ક્રમે છે ?
(A) 8
(B) 21
(C) 30
(D) 3
33. ગુજરાતની આદિવાસી વસ્તી સંદર્ભે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(1) દેશની અનુસૂચિત આદિજાતિની વસ્તી 8.1% ગુજરાતમાં છે.
(2) ગુજરાતની વસ્તીમાં આદિવાસી વસ્તી 14.8% છે.
(3) સૌથી મોટી આદિજાતિ ભીલ છે જે રાજ્યની આદિવાસી વસ્તીમાં 47.89% છે.
(4) 2011ની વસ્તીગણતરી મુજબ આદિજાતિમાં સાક્ષરતાદર 43.22% છે.
(A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 2, 3 અને 4
(C) 1, 2, 3 અને 4
(D) ફક્ત 1, 2, અને 3
34. ગુજરાતમાં અનુસૂચિત જાતિની યાદીમાં બલાહી તથા બલઈ જાતિઓ નીચેના પૈકી કયા વર્ષમાં ઉમેરવામાં આવી ?
(A) 1956
(B) 1998
(C) 2002
(D) 2004
35. 2011ની વસ્તીગણતરી મુજબ વસ્તીની ગીચતાના સંદર્ભે ગુજરાત રાજ્ય કયા ક્રમે છે?
(A) 8
(B) 21
(C) 30
(D) 3
36. ગુજરાતની આદિવાસી વસ્તી સંદર્ભે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(1) દેશની અનુસૂચિત આદિજાતિની વસ્તી 4.1% ગુજરાતમાં છે.
(2) ગુજરાતની વસ્તીમાં આદિવાસી વસ્તી 14.8% છે.
(3) સૌથી મોટી આદિજાતિ ભીલ છે જે રાજ્યની આદિવાસી વસ્તીમાં 47.89% છે.
(4) 2011ની વસ્તીગણતરી મુજબ આદિજાતિમાં સાક્ષરતાદર 43.22% છે.
(A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 2, 3 અને 4
(C) 1, 2, 3 અને 4
(D) ફક્ત 1, 2, અને 3
37. ગુજરાતમાં અનુસૂચિત જાતિની યાદીમાં બલાહી તથા બલઈ જાતિઓ નીચેના પૈકી કયા વર્ષમાં ઉમેરવામાં આવી ?
(A) 1956
(B) 1998
(C) 2002
(D) 2004
38. 2011ની વસ્તીગણતરી અનુસાર નીચેના પૈકી કયો ધાર્મિક સમુદાય સૌથી વધુ સાક્ષરતાદર ધરાવે છે ? 
(A) બૌદ્ધ
(B) જૈન
(C) ખ્રિસ્તી
(D) શીખ
39. ભારતમાં સાક્ષરતાની ટકાવારી બાબતે વસ્તીગણતરી 2011 અનુસાર નીચેનાં પૈકી કયું / કયાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે ?
(1) ગ્રામીણ કરતાં શહેરી વિસ્તારોમાં નીચી
(2) પુરુષોમાં સ્ત્રીઓ કરતાં વધારે
(A) 1 અને 2 બંને
(B) ફક્ત 1
(C) ફક્ત 2
(D) 1 અને 2 પૈકી કોઈ નહીં.
40. ભારતની 2011 વસ્તીગણતરી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં નથી ?
(1) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિની ટકાવારી 16.2% છે.
(2) ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની વસ્તીસંખ્યા છે.
(3) મહારાષ્ટ્રમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે.
(4) છત્તીસગઢમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તીસંખ્યા અને ટકાવારી છે.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 4
(C) ફ્ક્ત 1, 2 અને 3
(D) 1, 2, 3 અને 4
41. 2001 તથા 2011 દરમિયાન …….. માં મહત્તમ અને લઘુતમ વસ્તી ઘનતામાં તફાવત નોંધાયો.
(A) હરિયાણા અને અરુણાચલ પ્રદેશ
(B) ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ
(C) પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડ
(D) બિહાર અને નાગાલેન્ડ
42. 2011ની વસ્તીગણતરી પ્રમાણે નીચેના પૈકીનાં ક્યાં બે શહેરોએ સૌથી વધુ વસ્તી નોંધાવી છે ?
(A) દિલ્હી અને મુંબઈ
(B) દિલ્હી અને કોલકાતા
(C) બેંગલુરુ અને દિલ્હી
(D) કોલકાતો અને મુંબઈ
43. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
(A) સ્વાંતત્ર્ય પ્રાપ્તિ પછીના, 1951-2011ના સમયગાળામાં ગુજરાત રાજ્યનો વસ્તવૃદ્ધિદર 200% કરતાં વધુ છે.
(B) 1961 થી ગુજરાત રાજ્યનો દશકાનો સૌથી ઓછો વસ્તીવૃદ્ધિ દર 2001-2011માં નોંધાયો છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
44. 2011ના સેન્સસના આંકડા અનુસાર રાજ્યની વસ્તીની ગીચતા કેટલી છે ?
(A) 382
(B) 308
(C) 398
(D) 1100
45. 2011ના સેન્સસ મુજબ ભારતમાં કુલ વસ્તીના પ્રમાણમાં (શૂન્યથી છ વર્ષની વયનાં) બાળકોની ટકાવારી કેટલી છે ? (% of child population to total population)
(A) 13.6
(B) 16.3
(C) 14.7
(D) 15.2
46. 2011ના સેન્સસ મુજબ, ભારત અને ગુજરાતની વસ્તીની ગીચતા (Density of population) કૈટલી છે ? 
(A) 382 અને 308
(B) 308 અને 382
(C) 1106 અને 573
(D) 860 અને 365
47. 2018-19નું ગુજરાતનું ……. બજેટ આદિજાતિ વિકાસ માટે ફાળવાયું હતું.
(A) 14.75%
(B) 23.22%
(C) 7.8%
(D) 10%
48. ભારતની વસ્તી-ગણતરી 2011ના સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી ક્યું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
(1) ભારતની કુલ વસ્તીના 31.15 ટકા વસ્તી શહેરી વસ્તી હતી.
(2) ગુજરાતની કુલ વસ્તીના 5740 ટકા વસ્તી ગ્રામીણ વસ્તી હતી.
(3) કેરળ તેની કુલ વસ્તીના પ્રમાણમાં સૌથી વધુ શહેરી વસ્તી ધરાવે છે.
(A) ફક્ત 1 અને 2
(B) 1, 2 અને 3
(C) ફક્ત 2
(D) ફક્ત 3
49. ભારતની 2011ની વસ્તી-ગણતરી અનુસાર ભારતનાં નીચેનાં પૈકીનાં કયા રાજ્યોની જોડી અનુક્રમે સૌથી ઊંચી અને સૌથી નીચી જાતિ ગુણ્ડત્તર સાથે સંકળાયેલી છે ?
(A) કેરળ, જમ્મુ અને કાશ્મીરે
(B) મધ્ય પ્રદેશ અને હરિયાણા
(C) કેરળ અને હરિયાણા 
(D) મેઘાલય અને પંજાબ
50. વસ્તી વિષયક સંક્રમણ સિદ્ધાંતના આધારે, 2011ની વસ્તી ગણતરી દૃષ્ટિએ, નીચેનાં પૈકી કયાં રાજ્યો, એ ચોથા તબક્કાના સંક્રમણમાં છે તેમ કહી શકાય ?
(A) કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ અને આંધ્ર પ્રદેશ
(B) કેરળ, તામિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ
(C) કેરળ, પંજાબ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા
(D) ગુજરાત, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને પંજાબ
51. ભારતમાં બાળ લિંગ ગુણોત્તર સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(A) બાળ લિંગ ગુણોત્તર એ 0-6 વર્ષની ઉંમરની વયના દરેક 1000 પુરુષોએ માદાઓની સંખ્યા છે.
(B) 2001ની વસ્તી ગણતરીમાં 927 થી 2011ની વસ્તી ગણતરીમાં રાષ્ટ્રીય બાળ જાતિ ગુણોત્તર 914 થયો હતો.
(C) બંને (A) અને (B)
(D) (A) અને (B) બેમાંથી કોઈ નહિ,
52. ગુજરાતના કયા જિલ્લામાં સ્ત્રીઓનું અક્ષરજ્ઞાનનું પ્રમાણ સૌથી વધુ છે ?
(A) ગાંધીનગર
(B) અમદાવાદ
(C) સુરત
(D) નવસારી
53. નીચેનાં વિધાનો ચકાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) અમરેલી જિલ્લામાં સ્ત્રીઓના પ્રમાણમાં વર્ષ 2001 કરતાં વર્ષ 2011માં વધારો થયો છે.
(2) ડાંગ જિલ્લામાં સ્ત્રીઓના પ્રમાણમાં વર્ષ 2001 કરતાં વર્ષ 2011માં ઘટાડો થયો છે.
(A) બંને વિધાનો સાચાં છે.
(B) બંને વિધાનો ખોટાં છે.
(C) વિધાન (1) સાચું અને (2) ખોટું છે.
(D) વિધાન (1) ખોટું અને (2) સાચું છે.
54. ભારત દેશના કુલ ક્ષેત્રફ્ળ પૈકી ગુજરાત કેટલા ટકા (%) વિસ્તાર ધરાવે છે ?
(A) 9.37
(B) 7.33
(C) 5.97
(D) 4.11
55. ગુજરાતના કુલ વિસ્તાર પૈકી કેટલા ટકા (%) વિસ્તારમાં જંગલો આવેલાં છે ?
(A) 11.05
(B) 12.05
(C) 14.05
(D) 16.05
56. ભારતમાં કુલ વસ્તીના કેટલા ટકા (%) વસ્તી, શૂન્યથી છ વર્ષ (Zero to Six years) સુધીનાં બાળકોની છે ? (2011ના સેન્સસ મુજબ)
(A) 12.87
(B) 13.59
(C) 14.70
(D) 15.46
57. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર (Literacy rate) કેટલો છે ? (2011 ના સેન્સસ મુજબ)
(A) 69.7
(B) 61.4
(C) 81.1
(D) 57.9
58. 2011ના સેન્સસ મુજબ, કુલ વસ્તીના પ્રમાણમાં શહેરમાં વસતાં લોકોની વસ્તી, કયા રાજ્યમાં સૌથી વધારે છે ?
(A) આંધ્ર પ્રદેશ
(B) આસામ
(C) બિહાર
(D) ગોવા
59. ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં સેક્સ રેશિયો (Sex Ratio) સૌથી ઓછો છે ?
(A) તાપી
(B) સુરત
(C) વલસાડ
(D) ડાંગ
60. હજાર વ્યક્તિ દીઠ જન્મેલાં બાળકોની સંખ્યા એટલે ……
(A) મૃત્યુદર
(B) જન્મદર
(C) જાનહાનિ
(D) ઘનતા
61. સમગ્ર વિશ્વમાં સરેરાશ અપેક્ષિત આયુષ્ય હાલમાં ……
(A) વધી રહ્યું છે.
(B) સ્થાયી છે.
(C) બદલાતું નથી.
(D) ઘટી રહ્યું છે.
62. વર્ષ 2011ની વસ્તીગણતરી અનુસાર નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં પ્રતિ વર્ગ કિલોમીટર વસ્તીની ગીચતા વધુ છે ?
(A) ત્રિપુરા
(B) આસામ
(C) ઝારખંડ
(D) મહારાષ્ટ્ર
63. ભારતની વસ્તીગણતરીમાં નગરોને કેટલા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે  ?
(A) 3
(B) 4
(C) 5
(D) 6 
64. વસ્તીગણતરી 2011 મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિની વસ્તી સંદર્ભે નીચેનામાંથી ક્યું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
(1) ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની સંખ્યા છે.
(2) પંજાબમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે.
(3) મધ્ય પ્રદેશમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની સંખ્યા છે.
(4) મિઝોરમમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની ટકાવારી છે.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) (1) અને (૩)
(B) (2) અને (4)
(C) (1), (2) અને (3)
(D) (1), (2), (3) અને (4)
65. ગુજરાતમાં વર્ષ 2001-2011 દરમિયાન કયા જિલ્લાનો દાયકાનો સૌથી વધુ વસતિ વૃદ્ધિ દર છે?
(A) સુરત
(B) અમદાવાદ
(C) રાજકોટ
(D) વડોદરા
66. ગુજરાતના કયા જિલ્લાની વસ્તીમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ છે?
(A) વડોદરા
(B) વલસાડ
(C) દાહોદ
(D) સુરત
67. વસ્તી ગણતરી-2011 મુજબ ગુજરાતનો કયો જિલ્લો સાક્ષરતામાં છેલ્લેથી પ્રથમ ક્રમે છે?
(A) દાહોદ
(B) ડાંગ
(C) તાપી
(D) સાબરકાંઠા
68. ગુજરાતમાં બાળમૃત્યુદર વર્ષ 2002માં 60 હતો જે ઘટીને વર્ષ 2016માં ……. થયો છે.
(A) 50
(B) 40
(C) 30
(D) 20
69. ભારતમાં શહેરી વસ્તી 1951માં 17.3% થી વધીને 2011માં …….. થઈ છે.
(A) 35.2%
(B) 31.2%
(C) 42%
(D) 44%
70. વસ્તી ગણતરી-2011 મુજબ ગુજરાતના કયા બે જિલ્લાઓમાં સમતોલ જાતિપ્રમાણ કરતાં વધુ જાતિપ્રમાણ નોંધાયેલ છે ?
(A) પંચમહાલ અને ગોધરા
(B) વલસાડ અને નવસારી
(C) ડાંગ અને તાપી
(D) ગાંધીનગર અને આણંદ
71. ગુજરાતની કુલ વસ્તીના કેટલા ટકા (%) વસ્તી 0 થી 6 વર્ષના વયજૂથમાં આવે છે ?
(A) 12.9
(B) 13.9
(C) 11.5
(D) 13.6
72. ગુજરાતના કયા જિલ્લામાં ગ્રામ વિસ્તારમાં સેક્સ રેશિયો (Sex Ratio) સૌથી ઓછો છે ? (2011ના સેન્સસ મુજબ)
(A) સુરત
(B) કચ્છ
(C) ભાવનગર
(D) રાજકોટ
73. 2011ના સેન્સસ મુજબ ગુજરાતના કયા જિલ્લાનો સેક્સ રેશિયો (Sex Ratio) સૌથી વધારે છે ?
(A) અમદાવાદ
(B) રાજકોટ
(C) ડાંગ
(D) સુરત
74. ભારત તથા ગુજરાત રાજ્યનો સાક્ષરતા દર (Literacy Rate) 2011ની ગણતરી મુજબ કેટલો છે ?
(A) 73 અને 78
(B) 78 અને 73
(C) 67 અને 73
(D) 68 અને 78
75. 2015ના આંકડાઓ મુજબ રાજ્યનો બાળમરણ દર (infant mortality rate) કેટલો છે ?
(A) 33
(B) 31
(C) 41
(D) 32
76. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના નીચે દર્શાવેલા જિલ્લાઓ પૈકી કયો જિલ્લો વસ્તી ગીચતાની દૃષ્ટિએ પ્રથમ ક્રમાંકે આવે છે ?
(A) ગાંધીનગર
(B) આણંદ
(C) દાહોદ
(D) નવસારી
77. નમૂના નોંધણી પદ્ધતિ 2016 મુજબ ગુજરાતનો શિશુ મૃત્યુદર …… છે.
(A) 41
(B) 37
(C) 35
(D) 30
78. વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ ગુજરાતના નીચે દર્શાવેલા જિલ્લાઓ પૈકી કયો જિલ્લો વસ્તીગીચતાની દૃષ્ટિએ પ્રથમ ક્રમાંકે આવે છે.
(A) ગાંધીનગર
(B) આણંદ
(C) દાહોદ
(D) નવસારી
79. ગુજરાતમાં આદિજાતિઓના સંદર્ભે, ભીલ સૌથી વધુ વસ્તી ધરાવતી કઈ આદિજાતિ સૌથી ઓછી વસ્તી ધરાવે છે ?
(A) પટેલિયા
(B) વારલી
(C) ધનકા
(D) નાયકડાં
80. નીચેના પૈકી કયા શહેરનો સેક્સ રેશિયો (Sex Ratio) સૌથી વધુ છે?
(A) ચેન્નાઈ
(B) નાગપુર
(C) પૂણે
(D) લખનૌ
81. દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય (Top literate State) કયું છે ?
(A) ત્રિપુરા
(B) ગોવા
(C) મિઝોરમ
(D) કેરાલા
82. 2013થી આજદિન સુધી ભારત દેશમાં માતૃ મૃત્યુદર ………. % નોંધાયો છે.
(A) 15
(C) 22
(B) 20
(D) 25
83. 2011 સેન્સસ મુજબ, ગુજરાતમાં કામદારો (Work Participation Rate) ની ટકાવારી કેટલી છે?
(A) 44
(B) 43
(C) 42
(D) 41
84. ઇમિગ્રેશન એ એમિગ્રેશનથી કઈ રીતે અલગ છે? ખરો વિકલ્પ ઓળખો. 
(1) કોઈ વિસ્તારમાં લોકોના બહારથી સ્થળાંતરને ઇમિગ્રેશન કહે છે, જ્યારે કોઈ વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતરને એમિગ્રેશન કહે છે.
(2) મોસમી રોજગારીની શોધમાં લોકોના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતરને ઇમિગ્રેશન કહે છે, જ્યારે રોજગારીના ઉદ્દેશથી લોકોના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રોજિંદા સ્થળાંતરને એમિગ્રેશન કહે છે.
(A) બંને 1 અને 2
(B) ફક્ત 1
(C) ફક્ત 2
(D) કોઈ પણ નહીં
85. ભારતના નીચેના પૈકી કયા દાયકાઓને વસ્તીવિસ્ફોટના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે?
(A) 1921-1951
(B) 1901-1921
(C) 1981-2001
(D) 1951-1981
86. વસ્તીના માળખાનું વય અને જાતિ જૂથના સંદર્ભમાં વિશ્લેષણ કરવામાં આવે છે તે …….. દ્વારા રજૂ થાય છે. 
(A) જનસંખ્યા પિરામિડ
(B) જન્મદર પિરામિડ
(C) મૃત્યુદર પિરામિડ
(D) આયુ પિરામિડ
87. કયા નાણાં પંચની ભલામણમાં રાજ્યની જનસંખ્યા અને વનાચ્છાદાન જેવા બે નવા માપદંડો ઉમેરાયા?
(A) 11 મા
(B) 12 મા
(C) 13 મા
(D) 14 મા
88. ભારતની રાષ્ટ્રીય વસ્તી નીતિ, 2000 મુજબ કયા વર્ષ સુધીમાં આપણે વસ્તી સ્થિરીકરણ પ્રાપ્ત કરવાનો ધ્યેય રાખીએ છીએ ?
(A) 2025
(B) 2035
(C) 2045 
(D) 2055
89. વસ્તીગણતરી 2011 મુજબ નીચેનામાંથી કયો માપદંડ શહેરી વિસ્તાર તરીકેની લાયકાત ગણનાનો માપદંડ નથી ?
(A) વિસ્તારની કુલ વસ્તી
(B) વિસ્તારની વસ્તીગીચતા
(C) બિનકૃષિ વ્યવસાયની ટકાવારી
(D) વિસ્તારમાં ઔધોગિક કર્મચારીઓની સંખ્યા
90. વર્ષ 2001 થી 2011ના દસકામાં વસ્તીવૃદ્ધિનો સૌથી ઓછો દર નીચેનાં રાજ્યો પૈકી કયા રાજ્યનો હતો?
(A) ગોવા
(B) કેરલ
(C) આંધ્ર પ્રદેશ
(D) હિમાચલ પ્રદેશ
91. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો ?
(A) ચંદીગઢ
(B) દમણ અને દીવ
(C) પુડુચેરી
(D) લક્ષદ્વીપ
92. 2011ની વસ્તી ગણતરી અનુસાર નીચેના પૈકી કયું રાજ્ય અનુસૂચિત જનજાતિની સૌથી નીચી ટકાવારી ધરાવે છે ?
(A) મિઝોરમ
(B) મણિપુર
(C) નાગાલેન્ડ
(D) અરુણાચલ પ્રદેશ
93. વસ્તી ગણતરી-2011 અનુસાર ભારતમાં નીચેના પૈકી કયાં રાજ્યમાં દશકાનો સૌથી નીચો વસ્તી વૃદ્ધિદર નોંધાયો છે ? 
(A) નાગાલેન્ડ
(B) કેરળ
(C) ગુજરાત
(D) મહારાષ્ટ્ર
94. 2011 ની વસ્તી-ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે?
(A) ગુજરાત
(B) પશ્ચિમ બંગાળ
(C) પંજાબ
(D) કર્ણાટક
95. 2011ની વસ્તી-ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે ?
(A) ડાંગ
(B) તાપી
(C) દાહોદ
(D) નર્મદા
96. દેશનાં રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ (Union Territory)માં સૌથી વધારે વસ્તીની ગીચતા (Density of Population – Population per Sq. km.) ક્યાં છે ?
(A) બિહાર અને ચંદીગઢ
(B) ઉત્તર પ્રદેશ અને દિલ્હી
(C) બિહાર અને દિલ્હી  
(D) ઉત્તર પ્રદેશ અને ચંદીગઢ
97. ભારતમાં વસ્તીની ગીચતા (પ્રતિ ચો. કિ.મી.) નીચે દર્શાવેલાં રાજ્યો પૈકી કયા રાજ્યમાં સૌથી વધુ છે ?
(A) મહારાષ્ટ્ર
(B) બિહાર
(C) પશ્ચિમ બંગાળ
(D) કોલકાતા
98. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર નીચેનાં રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે?
(A) નાગાલેન્ડ
(B) મિઝોરમ
(C) મેઘાલય
(D) મણિપુર
99. 2011ની વસતી ગણતરી મુજબ નીચેના પૈકી કયા રાજ્યમાં 19912001ની સરખામણીમાં 2001-2011ના દશકાના વસતી વધારાનો દર સૌથી વધુ ઘટ્યો છે ?
(A) ઉત્તર પ્રદેશ
(B) મહારાષ્ટ્ર
(C) બિહાર
(D) આંધ્ર પ્રદેશ
100. 2011ની વસતી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ?
(A) કેરળ – મિઝોરમ – ત્રિપુરા – ગોવા
(B) કેરળ – ગોવા – ત્રિપુરા – મિઝોરમ
(C) મિઝોરમ – કેરળ – ગોવા – ત્રિપુરા
(D) ગોવા – કેરળ – મિઝોરમ – ત્રિપુરા
101. 2011ની વસતી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે ?
(A) ગુજરાત
(B) કેરળ
(C) તામિલનાડુ
(D) મહારાષ્ટ્ર
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *