GPSC PT 2016 to 2023 Solved – વર્તમાન પ્રવાહો – 1

GPSC PT 2016 to 2023 Solved – વર્તમાન પ્રવાહો – 1

1. તાજેતરમાં શોધ કરવામાં આવેલાં નેનો યૂરિયા પ્રવાહી (Nano Urea Liquid) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 
1. દુનિયાનું સૌથી પ્રથમ નેનો યૂરિયા પ્રવાહીનો આવિષ્કાર IFFCO દ્વારા કરવામાં આવ્યો હતો.
2. તેનો આવિષ્કાર IFFCO દ્વારા તેના કલોલ ખાતે આવેલાં એકમમાં કરવામાં આવ્યો હતો.
3. તે IFFCO દ્વારા સંપૂર્ણ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યું છે.
(A) 1, 2 અને 3
(B) ફ્ક્ત 1
(C) ફક્ત 2 અને 3
(D) ફ્ક્ત 1 અને 3
2. ભારતમાં મળેલાં COVID-19 ના વેરિયન્ટ (variant) ને વિશ્વ આરોગ્ય સંસ્થાએ …….. નામ આપ્યું.
(A) Kunt and Goban
(B) Kappa and Delta
(C) Berun and Alpha
(D) કોઈ પણ નહીં
3. સિક્યુરિટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) એ મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) માટે વિદેશી રોકાણમર્યાદા વધારીને ……. USD કરી છે.  
(A) 500 મિલિયન
(B) 10 બિલિયન
(C) 1 બિલિયન
(D) 5 બિલિયન
4. તાજેતરમાં સમાચારોમાં રહેલ INS સંધ્યાક …….. છે.
(A) ન્યૂક્લિયર સબમરીન
(B) તટરક્ષક પેટ્રોલિંગ જહાજ
(C) નૌકાદળનું અદ્યતન ક્રૂડ ઓઈલ જહાજ
(D) સૌથી જૂનું હાઈડ્રોગ્રાફિક સર્વે જહાજ
5. ……. એ ગુજરાત સરકાર સાથે તેના કોયલી વડોદરા ખાતે આવેલ ગુજરાત રિફાઈનરીમાં 6 પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ ઉપર હસ્તાક્ષર કર્યા છે.
(A) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લી.
(B) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લી,
(C) ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
(D) ઉપરોક્ત પૈકી કોઇ નહીં
6.ગુજરાત મેરીટાઈમ બોર્ડ ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ મેરીટાઈમ સર્વિસ કલ્સટર …….. ખાતે સ્થાપનાર છે.
(A) સુરત
(B) કંડલા બંદર
(C) દહેજ બંદર
(D) કોઈ પણ નહીં
7. લાપત્તા વ્યક્તિઓ (Missing Persons) ની ઓળખ કરવા માટે ……. દ્વારા I-Famllia વૈશ્વિક ડેટાબેઝ ઊભું કરવામાં આવ્યું છે.
(A) ઈન્ટરપોલ
(B) સેન્ટ્રલ ઈન્ટેલિજનસ એજન્સી, યુ.એસ.એ.
(C) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્ટેલિજન્સ, ભારત
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
8. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંયુક્ત રાષ્ટ્રો આર્થિક અને સામાજિક કાઉન્સિલ (UN-ECOSOC) માં ભારત 2022-24 ના સમયગાળા માટે ચૂંટાયું છે.
2. ભારત એશિયા-પેસિફિક વર્ગમાં અફ્ઘાનિસ્તાન, કઝાકસ્તાન અને ઓમાન સાથે ચૂંટાયું છે.
3. ECOSOC ના કુલ 54 સભ્યો છે.
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફ્ક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 3
(D) 1, 2 અને 3
9. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ભારતીય નૌકાદળે સ્વદેશી બનાવટના ત્રણ ALH MK-III એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટરો સામેલ કર્યાં.
2. આ ત્રણ હેલિકોપ્ટરો રશિયાની મદદથી વિકસાવવામાં આવ્યા છે.
3. આ ત્રણ હેલિકોપ્ટરો INડ ડેગા, વાઈઝાગ દ્વારા મૂકવામાં આવ્યા છે.
4. આ હેલિકોપ્ટરો હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસાવામાં આવ્યાં છે.
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 1, 3 અને 4
(C) ફ્ક્ત 2, 3 અને 4
(D) ફ્ક્ત 1 અને 2
10. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 
(A) રિઝર્વ બેંકના 2020-21ના અહેવાલ અનુસાર બેંક છેતરપિંડીઓમાં મૂલ્યની દૃષ્ટિએ 25%નો ઘટાડો થયો છે.
(B) આ જ અહેવાલ મુજબ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરવૈયામાં 6.99%નો વધારો થયો છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
11. નીચેના પૈકી કોણે તિબેટની નિર્વાસિત સરકાર (Government In Exlle) ના પ્રમુખ તરીકે શપથ લીધા છે ?
(A) પેંપા સેરિંગ
(B) પેંમા વેગડુ
(C) તેઝીન ગ્યોત્સો
(D) કોઈ પણ નહીં
12. ……. પશ્ચિમ એન્ટાર્કટિકામાંથી તૂટીને વેડેલ સાગરમાં ગયેલી વિશાળ હિમશીલા વિશ્વની સૌથી મોટી હિમશીલા બની છે.
(A) X-76
(B) Q-76
(C) A-76
(D) I-76
13. ટોકિયો પેરાલિમ્પિક્સ 2021 માટે પલક કોહલી અને પારૂલ પરમાર …….. રમતમાં ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય રમતવીરો બન્યાં છે.
(A) પેરા શટલર્સ
(B) પેરા સ્વીમર્સ
(C) પેરા બોક્સર્સ
(D) કોઈ પણ નહીં
14. સંયુક્ત રાષ્ટ્રો પર્યાવરણ કાર્યક્રમના “પ્રોટેક્ટેડ પ્લાનેટ રિપોર્ટ – 2020” અહેવાલ અનુસાર 2010થી ……. મિલિયન ચોરસ કિલોમીટર સુરક્ષિત અને સંરક્ષિત (Protected and Conserved) વિસ્તાર હેઠળ મૂકવામાં આવ્યાં છે.
(A) 15
(B) 21 
(C) 25
(D) 26
15. UNESCO ની વિશ્વ ધરોહરના સ્થળોની ભારતની કામચલાઉ યાદીમાં નીચેના પૈકી કયા સ્થળો ઉમેરવામાં આવ્યાં ?
1. કાંચીપુરમનું મંદિર
2. સાતપુડા ટાઇગર રિઝર્વ
3. વારાણસીના ગંગાઘાટ
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) ફક્ત 1 અને 2
16. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અનુસાર ……… રાજ્યએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટની અમલવારીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
(A) ગુજરાત
(B) મહારાષ્ટ્ર
(C) ઝારખંડ 
(D) કર્ણાટક
17. મંગળના યુટોપીયા પ્લાનીટીયા વિસ્તાર ઉપર ચીનનું પ્રથમ મંગળ (Mars) રોવર ……. ઊતર્યું. 
(A) તાઝહુઅગ (Tanzhoug)
(B) સેનક્ષોઝ (Shenxoz)
(C) ઝૂરોન્ગ (Zhurong)  
(D) કોઈ પણ નહીં
18. દર વર્ષે વિશ્વભરમાં 15મે ના રોજ પરિવારો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Famllies) મનાવવામાં આવે છે. આ વર્ષે તેનું વિષયવસ્તુ (theme for this year) ………. છે.
(A) પરિવારો અને વડીલોની સુરક્ષા
(B) પરિવારો અને મૂલ્યોની સુરક્ષા
(C) પરિવારો અને સંયુક્ત પરિવારો
(D) પરિવારો અને નવી ટેકનોલોજી
19. બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેશન (Blue Flag Certification) ……..ને લગતું છે.
(A) ચોખ્ખી બીચ (Beaches)
(B) વીજળીના ધોરણો (Electricity Standards)
(C) વન્યજીવ સંરક્ષણ
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
20. ભારત …….. માં વિશ્વ વ્યાપાર સંસ્થા (WTO)નું સભ્ય બન્યું.
(A) 1985
(B) 1990
(C) 1995
(D) 1998
21. ભારતના વિદેશ વ્યાપાર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) જાન્યુઆરી – 2020ની સરખામણીમાં જાન્યુઆરી – 2021માં ભારતીય નિકાસમાં ઘટાડો થયો છે.
(B) જાન્યુઆરી – 2020ની સરખામણીમાં જાન્યુઆરી – 2021માં ભારતીય આયાતમાં વધારો થયો છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
22. ગુજરાત રાજ્યની ઔદ્યોગિક નીતિ 2020 અનુસાર વર્ષ 2022 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જાક્ષમતાનો (installed capacity) લક્ષ્યાંક …… MW પ્રાપ્ત કરવાનો છે.
(A) 10,000
(B) 20,000
(C) 30,000
(D) 40,000
23. 2024 સુધીમાં ચંદ્ર ઉપર પ્રથમ મહિલા અને પછીના પુરુષને ઉતારવાના નાસા (NASA) ના આયોજનનું નામ શું છે ?
(A) ઓર્ટેમીસ કાર્યક્રમ
(B) પ્રોજેક્ટ એપોલો
(C) જૂનો
(D) વોયેજર-2
24. ગુજરાત માટે “ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પોલિસી” – બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 
1. રાજ્ય માટે ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પોલિસી તૈયાર કરવા 20 વર્ષનો એક્શન પ્લાન તૈયાર કરવો.
2. રાજ્યમાં લોજિસ્ટિક પરફોર્મન્સ ઈન્ડેક્ષ નિર્ધારિત કરવો.
3. કાયદાકીય અને સંસ્થાકીય ઓથોરિટીની રચના પોલિસીની અમલવારી તેમજ બિઝનેસ પ્લાન તૈયાર કરવાના ઉદ્દેશથી કરવી.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
25. એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લાઓનો એસ્પિરેશન જિલ્લા તરીકે સમાવેશ થયો છે ?
1. બનાસકાંઠા
2. નર્મદા
3. દાહોદ
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
26. જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)નું પાયાનું વર્ષ 2004-05 બદલીને ……. કરવામાં આવ્યું છે.
(A) 2011-12
(B) 2015-16
(C) 2017-18
(D) 2018-19
27. નીચેના પૈકી કઈ બાબત રઘુરામ રાજન સમિતિનો વિષય હતી ?
(A) સરકારી ખર્ચમાં કરકસર
(B) નાણાકીય ક્ષેત્ર સુધારણા
(C) નિકાસ-આયાત સમતુલા
(D) વધતાં જતાં ભાવો
28. નીચેના પૈકી કયો કર આયાત ઉપર લાગશે ?
(A) CGST
(B) SGST
(C) IGST
(D) કોઈ પણ નહીં
29. GST હેઠળ SAC કોડ એટલે ………
(A) Services Accounting Code
(B) Software Accounting Code
(C) System Accounting Code
(D) Service Application Code
30. રશિયાની અવકાશી સંસ્થાએ “ROSCOSMOS” આંતરરાષ્ટ્રીય લુનાર સાયન્ટિફિક રિસર્ચ સ્ટેશનનું સર્જન કરવા માટે …….. દેશ સાથે સમજૂતીપત્ર ઉપર સહી કરી. 
(A) ભારત
(B) જાપાન
(C) યુરોપ (યુરોપીય અવકાશ એજન્સી)
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
31. તાજેતરમાં ઝુલુ રાષ્ટ્રના રાજા ગુડવીલ ઝવેલિથિની મૃત્યુ પામ્યાં, આ ઝુલુ આદિજાતિ …….. દેશમાં જોવા મળે છે.
(A) નાઈજીરિયા
(B) દક્ષિણ આફ્રિકા 
(C) પાપુઆ ન્યૂ ગિની
(D) ઓસ્ટ્રેલિયા
32. યુરોપીય સંસદે સમગ્ર યુરોપીય યુનિયનને “……… ફ્રીડમ ઝોન” તરીકે જાહેર કર્યું છે.
(A) LGBTQ
(B) વિમેન (Women)
(C) બ્રિટિશર્ટ્ઝ
(D) બ્લેક પીપલ
33. જાપાન દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવેલું નીચેના પૈકી કયું વિશ્વનું સૌથી શક્તિશાળી કોમ્પ્યુટર છે ?
(A) આકાશી (Akashi)
(B) શિમોષી (Shimoshi)
(C) ફુગ્ગાકુ (Fugaku)
(D) કામલ્શિ
34. ભારત સરકારના સૂચિત રાષ્ટ્રીય રેલ પ્લાન બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ પગલું માલભાડામાં રેલ્વેનો હિસ્સો 45% સુધી વધારવા માટે લેવામાં આવ્યું હતું.
2. ભારત સરકારે વર્ષ 2030 સુધીમાં ભવિષ્યની તૈયાર રેલ્વે સિસ્ટમની સ્થાપના કરવા માટે રાષ્ટ્રીય રેલ પ્લાન (NRP) તૈયાર કર્યો.
3. સમગ્ર સેવા ગુણવત્તા અને કામગીરી કાર્યક્ષમતા વધારવા ભારતીય રેલ્વે ઉતારુ ગાડી (passenger train) માટે સંપૂર્ણ ખાનગી અભિગમ (Complete Private Approach) (CPA) હાથ ધરી રહ્યો છે.
(A) 1, 2 અને 3
(B) ફ્ક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 2
(D) ફ્ક્ત 1 અને 3
35. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે (RBI) ……… બેંકને ત્વરિત સુધારાત્મક પગલા (Prompt Corrective Action) (PCA) માંથી દૂર કરી છે.
(A) IDFC
(B) IDBI
(C) ઉજજીવન
(D) લક્ષ્મી વિલાસ બેંક
36. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) ની અદ્યતન ટેકનોલોજી “એર ઈન્ડિપેન્ડન્ટ પ્રપલઝન” (AIP) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ ટેકનોલોજી સબમરીનને પાણી નીચે લાંબા સમયગાળા સુધી ડૂબાડેલી રાખી શકે છે.
2. આ સિસ્ટમ સબ સરફેસ પ્લેટફોર્મને ન્યૂક્લિયર સબમરીન કરતાં વધુ શાંત બનાવી ઘાતક પણ બનાવે છે.
3. ભારતીય નૌકાદળ આ ટેકનોલોજી તેના યુદ્ધ જહાજો (frigates) ઉપર ગોઠવવા માટે આયોજન કરી રહ્યું છે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 1 અને 2
(C) ફક્ત 2 અને 3
(D) ફક્ત 1 અને 3
37. સંયુક્ત રાષ્ટ્રોના નીચેના પૈકી કયા સંસ્થાએ “કુડ વેસ્ટ ઇન્ડેક્ષ રિપોર્ટ 2021” પ્રકાશિત કર્યો છે ?
(A) સંયુક્ત રાષ્ટ્ર ખોરાકે અને કૃષિ સંસ્થાન
(B) સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ
(C) સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ
(D) સંયુક્ત રાષ્ટ્ર માનવ વસાહતો માટેનું કેન્દ્ર
38. તાજેતરમાં ……. રાજ્યમાં આવેલ સિમિલિપાલ ટાઇગર રિઝર્વમાં ભારે આગ લાગી.
(A) મધ્ય પ્રદેશ
(B) અસમ
(C) હરિયાણા
(D) કોઈ પણ નહીં
39. રાષ્ટ્રીય જળ મિશને (National Water Mission) (NWM) “કેચ ધ રેઈન” (Catch the Rain) નામની નવી ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશની ટેગલાઈન (tagline) …….. છે.
(A) Catch the Rain, It is a future gain
(B) Catch the Rain and Gain Your Future
(C) Catch the Rain, where it falls, when it falls
(D) Catch the Rain, it will save your life
40. ભારતની સંસદે બે ટી.વી. ચેનલો, લોકસભા ટી.વી. અને રાજ્યસભા ટી.વી.ને સંકલિત ચેનલ …….. માં ભેગી કરી છે.
(A) લોક પ્રશાસન ટી.વી.
(B) ભારત ટી.વી.
(C) લોકપ્રિય ટી.વી.
(D) કોઈ પણ નહીં
41. યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેઈન્જ (UNFCCC) દ્વારા ઈનિશિયલ નેશનલી ડીટરમાઈન્ડ કોન્ટ્રિબ્યુશન્સ સી-થિસીસ રિપોર્ટ જારી કરવામાં આવ્યો. આ અહેવાલ …….. ખાતે યોજાનાર આગામી ……….. માટે દેશોના આબોહવા પગલાંઓનું માપન કરે છે. 
(A) મડાગાસ્કર, COP26
(B) વેનિસ, COP26
(C) મેડ્રિડ, COP25
(D) ગ્લાસગો, COP26
42. ઓકોન્જો-ઈવેલા તાજેતરમાં સમાચારમાં હતાં, તેઓ ….. ના વડા બન્યા.
(A) આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ
(B) આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન
(C) યૂરો બેંક
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
43. યુરોપિયન યુનિયનના લોકશાહી સૂચકાંક (Democracy Index) 2020માં ભારત ……… ક્રમે છે.
(A) 63મા
(B) 60મા
(C) 55મા
(D) 53મા
44. તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ISRO ને C32 – LH2 આપ્યાં, આ ……… છે.
(A) અત્યાર સુધીનો સૌથી મોટી ક્રાયોજેનિક પ્રોપેલન્ટ ટેન્ક
(B) અત્યાર સુધીનું સૌથી મોટું GSLV માટેનું લોન્ચ પેડ
(C) નેનો રડાર સિસ્ટમ જે ઉપગ્રહોની ભ્રમણ કક્ષાનું પગેરું લે છે.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
45. તાજેતરમાં ભારતના ……. રાજ્યમાં યુનાઈટેડ સ્ટેટ્સ સ્થિત ઈલેક્ટ્રિક કારના નિર્માતા ટેસ્લા ઈન્કે સંપૂર્ણ માલિકીની પેટા કંપની દાખલ કરી.
(A) ગુજરાત
(B) મહારાષ્ટ્ર
(C) કેરળ
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
46. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તાજેતરમાં અહેવાલ અનુસાર ભારતે 2018-19માં ઈ-વેસ્ટ (E-Waste)ના ……. ટકા એકત્રિત કર્યા.
(A) 1
(B) 5
(C) 10
(D) 52
47. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન બન્યા. તેઓ …….. બાદ ચેરમેન તરીકે નિયુક્ત થનાર બીજા વડા પ્રધાન છે.
(A) જવાહરલાલ નહેર
(B) ઈન્દિરા ગાંધી
(C) પી. વી. નરસિંહ રાવ
(D) મોરારજી દેસાઈ
48. ગ્રીનપીસ સાઉથ ઇસ્ટ એશિયાના તાજેતરના અહેવાલ અનુસાર ગયા વર્ષે PM 2.5 હવા પ્રદૂષણના કારણે દિલ્હીમાં આશરે …….. લોકોએ જીવ ગુમાવ્યો.
(A) 24,000
(B) 34,000
(C) 44,000
(D) 54,000 
49. નીચેના પૈકી કઈ દવાને કોરોના માટે આયુષ મંત્રાલય તરફથી પ્રમાણન પ્રાપ્ત થયું છે ?
(A) કોરોનાક્યોર
(B) કોરોનાવીર
(C) કોરોનાઝીન
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
50. સંયુક્ત રાષ્ટ્રો ખાધ અને કૃષિ સંસ્થાન (The United Nations Food and Agriculture Organization – FAO) અને આલ્બરે ડે ફાઉન્ડેશને તાજેતરમાં ……… ને 2020 ટ્રી સિટી ઓફ વર્લ્ડ (Tree City of World) તરીકે સ્વીકૃ ત કર્યું છે.
(A) અમદાવાદ
(B) હૈદરાબાદ
(C) કોલકાતા
(D) બેંગાલુરુ
51. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ અધિકૃત રીતે (On record) સૌથી જૂના ડી. એન. એ. ………. ના દાંતમાંથી મેળવ્યાં છે.
(A) આફ્રિકન સિંહ
(B) સાઇબીરીયન પ્રાચીન હાથી (Mammoth)
(C) ભારતીય વાઘ
(D) ઓસ્ટ્રેલિયન કાંગારૂ
52. વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક સભાની 51મી આવૃત્તિ દાવોસ ખાતે “ધ દાવોસ એજન્ડા-2021” સાથે યોજાઈ હતી. આ એજન્ડાનું વિષયવસ્તુ ………. હતું.
(A) વિશ્વાસનું પુનઃનિર્માણ કરવા માટેનું નિર્ણાયક વર્ષ
(B) વૃદ્ધિનું પુનઃનિર્માણ કરવા માટેનું અગત્યનું વર્ષ
(C) દેશો વચ્ચે સહકારનું નિર્માણ કરવા માટેનું વર્ષ
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
53. તાજેતરમાં સમાચારોમાં સ્કવેર કિલોમીટર એરે (Square Kilometre Array) છે. આ ……… છે. ક્લા
(A) વિશાળ સંખ્યામાં રિસીવરો ધરાવતું ટેલિસ્કોપ
(B) એક ચોરસ કિલોમીટરમાં કોવિડ દર્દીઓની સંખ્યા
(C) ગ્લેશિયરમાં હિમપ્રપાતોનું માપ
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
54. મેન્ડરિન ડક (Mandarin duck) કે જે પૂર્વીય એશિયાનું રંગબેરંગી બતક છે, તે નીચેના પૈકી …….. ભારતીય રાજ્યમાં તાજેતરમાં જોવા મળ્યું હતું.
(A) અસમ
(B) આંધ્ર પ્રદેશ
(C) ગુજરાત
(D) કર્ણાટક
55. નીચેના પૈકી કયા દેશે મંગળની ભ્રમણ કક્ષામાં “હોપ” (Hope) તરીકે ઓળખાતું “પ્રોબ” (Probe)નું પ્રક્ષેપણ કર્યું અને મંગળની ભ્રમણ કક્ષામાં “પ્રોબ”નું પ્રક્ષેપણ કરનાર પાંચમો દેશ બન્યો ?
(A) કેનેડા
(B) ફ્રાન્સ
(C) જાપાન
(D) UAE 
56. વર્ષ 2019-2020 માટે બેંકિંગ લોકપાલ યોજના (Banking Ombudsman Scheme)ના વાર્ષિક અહેવાલ બાબતે નીચેના પૈકી કર્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) RBI ત્રણ લોકપાલ (Ombudsmen) – બેંકિંગ લોકપાલ (banking ombudsman), નોન બેંકિંગ નાણાકીય કંપની લોકપાલ (nonbanking finance company ombudsman) અને ડિજિટલ વ્યવહારો માટેના લોકપાલ (ombudsman for digital transactions) ધરાવે છે.
(B) તાજેતરમાં સહકારી સોસાયટીઓ માટે નવા લોકપાલની સ્થાપના કરવામાં આવી છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
57. ભારત …….. દેશ પાસેથી ‘Slkorsky Romeo હેલિકોપ્ટરો ખરીદવાનું આયોજન કરી રહેલ છે.
(A) ઈઝરાઈલ
(B) રશિયા
(C) યુનાઈટેડ સ્ટેટ્સ
(D) ફ્રાન્સ
58. ……. નવેમ્બર, 2020માં ISRO દ્વારા કૃષિ અને વન તથા આપત્તિ વ્યવસ્થાપનના કાર્યોંપયોગ (applkcations)ને મદદરૂપ થવા પ્રક્ષેપણ કરવામાં આવેલો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે.
(A) EOS-01 ઉપગ્રહ
(B) DMS-01 ઉપગ્રહ
(C) AFDM-01 ઉપગ્રહ
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
59. નીચેના પૈકી કયા રાજ્યએ NITI આયોગના ઇન્ડિયન ઇનોવેશન ઇન્ડેક્ષ 2020ની બીજી આવૃત્તિના ઇનોવેશન ઇન્ડેક્ષમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ?
(A) ગુજરાત
(B) મહારાષ્ટ્ર
(C) કર્ણાટક
(D) કેરળ
60. ભારતીય રેલવે દ્વારા નીચેના પૈકી કઈ ભારતની સૌથી જૂની ચાલતી ટ્રનનું પુનઃ નામકરણ નેતાજી એક્સપ્રેસ તરીકે કરવામાં આવ્યું છે?
(A) હાવરા – નવી દિલ્હી રાજધાની
(B) હાવરા – કાલ્કા મેલ
(C) હાવરા – મદ્રાસ મેલ
(D) હિમાલયન ક્વીન
61. તાજેતરમાં પાકિસ્તાને …….. પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ, શાહિન-IIIનું પરીક્ષણ કર્યું.
(A) જમીનથી જમીન
(B) જમીનથી હવામાં
(C) હવામાંથી જમીન
(D) આપેલાં તમામ
62. ગુજરાત સરકારના I-હબે વિવિધ ફોક્સ ક્ષેત્રોમાં સ્ત્રીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ સ્ટાર્ટઅપને મદદરૂપ થવા મૂડી ઊભી કરવા માટે ……. રાજ્યના We-હબ સાથે સમજૂતી કરાર કર્યો છે. 
(A) દિલ્હી
(B) કર્ણાટક
(C) હરિયાણા
(D) તેલંગાણા
63. ભારત સરકારે તેનો પ્રથમ રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ કાર્યક્રમ 18 જાન્યુઆરી, 2021થી 17 ફેબ્રુઆરી, 2021 દરમિયાન મનાવ્યો જેનો મુખ્ય વિચાર ……….. હતો.
(A) સબકી સડક – સબકી સુરક્ષા
(B) સડક સુરક્ષા – જીવન સુરક્ષા
(C) સબકી સડક – મંગલમય જીવન
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
64. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) વટહુકમ-2021ની જોગવાઈ. મુજબ જમ્મુ અને કાશ્મીર કેડરની અખિલ ભારતીય સેવાઓ જેવી કે આઈ.એ.એસ., આઈ.પી.એસ. અને આઈ.એફ.એસ. સેવાઓને …….. સાથે ભેળવી દેવામાં આવશે.
(A) દિલ્હી, અંદમાન અને નિકોબાર ટાપુઓ સનદી સેવાઓ
(B) ઉત્તર-પૂર્વ રાજ્યો સનદી સેવાઓ
(C) AGMUT કેડર
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
65. 600 મેગાવોટની ક્ષમતા ધરાવતાં વિશ્વના સૌથી મોટા તરતા સોલાર ઊર્જા પ્રોજેક્ટનું નિર્માણ ……. ખાતે થઈ રહ્યું છે.
(A) ક્રિષ્ણા નદી ઉપર નાગાર્જુનસાગર બંધ
(B) કાવેરી નદી ઉપર મુલ્લાપેરિયાર બંધ
(C) યાંગત્સે નદી ઉપર થ્રી ગોર્જિજ બંધ
(D) નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર બંધ
66. ભારતીય તટરક્ષકે નીચેના પૈકી કયા દેશો સાથે મેરીટાઈમ (દરિયાઈ) સંશોધન અને બચાવકાર્યમાં સહકારના સમજૂતી કરાર કર્યા છે ?
(A) જાપાન, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, મ્યાનમાર, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, વિયેતનામ
(B) સિંગાપોર, ઈરાન, મલેશિયા, બાંગલાદેશ, માલદીવ, મોરેશિયસ
(C) તાઈવાન, મોંગોલિયા, સાઉદી અરેબિયા
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
67. ભારતીય નૌકાદળ અને DRDO એ સફ્ળતાપૂર્વક સ્વદેશી રીતે વિકસાવેલા SAHAYAK-NGનું સૌપ્રથમ પરીક્ષણ કર્યું, જે …….. છે.
(A) ઓક્સિજન સિલિન્ડર
(B) હવામાંથી પડતો મૂકી શકાય એવું કન્ટેનર
(C) કોવિડ નિદાન કી
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
68. મૈત્રી સેતુ પુલ બાંગલાદેશ અને ભારતના ……… રાજ્યને જોડે છે.  
(A) પશ્ચિમ બંગાળ
(B) બિહાર
(C) ત્રિપુરા
(D) અરુણાચલ પ્રદેશ
69. પૂર્વ લદ્દાખમાં પેગોગ સરોવર માટે 12 પેટ્રોલિંગ હોડીઓના નિર્માણ માટે ભારતીય સૈન્યએ …….. સાથે સમજૂતી કરી છે.
(A) ગોવા શિપયાર્ડ લિમિટેડ
(B) રાજકોટ શિપ બિલ્ડર્સ
(C) મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
70. ઓસ્કાર 2021 માટેની ભારતની સત્તાવાર પ્રવેશ – ઓફિશિયલ એન્ટ્રી તરીકે નીચેના પૈકી કઈ ભારતીય ફિલ્મને પસંદ કરવામાં આવી છે? 
(A) થુંગા ફંગલ
(B) મારા
(C) દંદુપલ્યમ્
(D) જલીન્ટુ
71. તાજેતરમાં DRDO એ તેની પ્રથમ ભારે વજનવાળી ટોરપીડો ભારતીય નૌકાદળને રવાના કરી.
(A) જલાસ્ત્ર
(B) વરુણાસ્ત્ર
(C) સાગરિકા
(D) જલશ્વ
72. ભારત, થાઇલેન્ડ અને …….. વચ્ચે ત્રિ-પક્ષીય નૌકા કવાયત SITMEX-20 અંદમાનના દરિયામાં યોજાઈ ગઈ.
(A) સિંગાપોર
(B) દક્ષિણ કોરિયા
(C) શ્રીલંકા
(D) વિયેતનામ
73. ભારતીય નૌકાદળે તાજેતરમાં …….. દેશ પાસેથી નવમું P-81 સર્વેલન્સ વિમાન મેળવ્યું.
(A) રશિયા
(B) ઇઝરાયલ
(C) યુ.એસ.એ.
(D) વિયેતનામ
74. નીચેના પૈકી કઈ સમિતિએ તાજેતરમાં સનદી સેવાઓના ભાગરૂપે અખિલ ભારતીય તબીબી સેવાઓનું સૂચન કર્યું ? ”
(A) NITI આયોગ
(B) ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ સમિતિ
(C) આરોગ્ય માટેની સંસદીય સમિતિ આયોગ
(D) 15મુ નાણાકીય
75. નીચેના પૈકી કોણે START (સ્ટ્રેટેજિક આર્મ્સ રિડક્શન ટ્રીટ)ને 5 વર્ષ માટે લંબાવવાની દરખાસ્ત કરી ?
(A) વ્લાદિમિર પુતિન
(B) બાઇડેન
(C) બોરીસ જ્હોનસન
(D) એંટોનિયો ગુટેરેસ
76. ગુજરાતમાં BIG 2020 ……… નું વિઝન ડોક્યુમેન્ટ (Vision Document) છે.
(A) ઉદ્યોગક્ષેત્ર
(B) કૃષિક્ષેત્ર
(C) આંતરમાળખું 
(D) વિદેશી વેપાર
77. તાજેતરમાં વિકસિત કરવામાં આવેલ જેમિની ઉપકરણ, જે માછીમારો માટે ખૂબ ઉપયોગી થશે તે …… છે.
(A) મિની સેટેલાઇટ
(B) પોર્ટેબલ રિસિવર
(C) મોબાઇલ એપ
(D) ટ્રાન્સપોન્ડર
78. National Council of Applied Economic Research (પ્રયોજિત અર્થશાસ્ત્ર સંશોધનની રાષ્ટ્રીય પરિષદ)ની Land Records and Service Index (જમીન દફ્તર અને સેવા સૂચિ)ની પ્રથમ આવૃત્તિ અનુસાર જમીન દફ્તરના ડિજિટાઇઝેશનમાં ગુજરાત રાજ્ય …….. મા ક્રમે આવેલ છે ?
(A) 1st (પહેલા)
(B) 9th (નવમા)
(C) 19th (ઓગણીસમા)
(D) ઉપર પૈકી એક પણ નહીં.
79. ભારત સરકારના જણાવ્યા મુજબ ચંદ્રયાન-3 ………. વર્ષમાં લોન્ચ કરવામાં આવશે ?
(A) 2020
(B) 2021
(C) 2022
(D) 2024
80. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (National Health Authority (NHA)) ના વિશ્લેષણ મુજબ PM-JAY – Pradhan Mantri Jan Arogya Yojana (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ દર્દીઓને અન્ય રાજ્યોમાં મોલનારાં રાજ્યોની યાદીમાં …… રાજ્ય ટોચના ક્રમે રહ્યું છે?
(A) ગુજરાત
(B) મધ્ય પ્રદેશ
(C) રાજસ્થાન
(D) ઝારખંડ
81. તાજેતરમાં નીચેના પૈકી ક્યો SAARC દેશ એ united Nations Human Rights Council (UNHRC) (સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ)ના ગુનાઓ સામે યુદ્ધના ઠરાવમાંથી દૂર થઈ ગયો છે ?
(A) બાંગલાદેશ
(B) અફ્ઘાનિસ્તાન
(C) પાસ્તિાન
(D) શ્રીલંકા
82. પ્રોટીનના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ પ્રત્યે જાગૃતતા વધારવાના હેતુથી ફેબ્રુઆરી 27, 2020ના રોજ ભારતમાં પ્રથમ પ્રોટીન દિવસ મનાવવામાં આવ્યો. પ્રોટીન દિવસ 2020નો મુખ્ય વિચાર (Theme) …….. હતો.
(A) પ્રોટીન એ તમામ બોબત છે, (Protein is everything)
(B) પ્રોટીન મે સબ કુછ
(C) પ્રોટીન મેં ક્યા હૈ
(D) પ્રોટીન ખાઓ સુખી રહો
83. તાજેતરમાં કેન્દ્ર સરકારે …….. ના લાભાર્થે santusht’ નામની મોબાઇલ Appનો પ્રારંભ કર્યો છે. 
(A) ESI લાભાર્થીઓ (ESI ‘Beneficlaries)
(B) બિનસંગઠિત મજૂર
(C) સગર્ભા સ્ત્રીઓ
(D) બાંધકામ મજૂર
84. યુ.કે. (United Kingdom), સ્વિટ્ઝર્લેન્ડ અને ભારતના નિષ્ણાતોની ટીમ Cave fishની વિશ્વની સૌથી મોટી પ્રજાતિ ……. ખાતેથી શોધી કાઢી છે. 
(A) કચ્છ, ગુજરાત (Kutch, Gujarat)
(B) નીલગિરિની ટેકરીઓ, તામિલનાડુ (Nilgiri Hills, Tamil Nadu)
(C) જૈન્ટિયા ટેકરીઓ, મેઘાલય (Jaintia Hills, Meghalaya)
(D) ચિલ્કા સરોવર, ઓડિશા (Chilka Lake, Odisha)
85. 2020ની Asian Wrestling Championship (એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ)માં મેડલની ગણતરીમાં જાપાન ટોચના ક્રમે રહ્યું જ્યારે ભારત ……. મા ક્રમે આવ્યું.
(A) 2nd (બીજા)
(B) 3rd ( ચોથા)
(C) 4th (ત્રીજા)
(D) 2nd (પાંચમા)
86. ભારત સરકારે …….. સુધીમાં દૂધ પ્રક્રિયાક્ષમતા (Milk Processing Capacity) બમણી કરવાનું નક્કી કરેલ છે.
(A) 2022
(B) 2025
(C) 2030
(D) 2035
87. વિશ્વ ભાષા ડેટાબેઝ (World Language Database), Ethnologueની 22મી આવૃત્તિ અનુસાર, 2019માં હિન્દી વિશ્વની ……. ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે.
(A) અંગ્રેજી પછી બીજા
(B) મેન્ડરીન (Mandarin) પછી ત્રીજા
(C) સ્પેનીશ પછી ચોથા
(D) પહેલા
88. તાજેતરમાં USA અને તાલિબાને …….. દેશ ખાતે તેમના અફ્ઘાનિસ્તાન ખાતે ચાલતાં યુદ્ધનો અંત લાવવાના હેતુથી ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.
(A) ઇજિપ્ત
(B) કતાર
(C) પાકિસ્તાન
(D) તુર્કી
89.Indra Dhanush Exerclse 2020, એ હિન્ડોન એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલી ભારત અને ……. દેશ વચ્ચેની સંયુક્ત એરફોર્સ કવાયત (exercise) છે.
(A) USA
(B) UK
(C) રશિયા
(D) ફ્રાન્સ
90. તાજેતરમાં ભારતીય કેબિનેટ એ Air Transport સેવાઓમાં …… FDIsની પરવાનગીને મંજૂરી આપી છે.
(A) 49%
(B) 51%
(C) 66.6%
(D) ઉપરના પૈકી એક પણ નહીં,
91. Banking Regulation (Amendment) Bill 2020, (બેંકિંગ નિયમો (સુધારણા) વિધેયક 2020) બાબતે નીચેનાં પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ વિધેયક એ 1540 સહકારી બેંકોને નિયમિત કરવા માટે છે.
2. આ સુધારણાથી RBI પાસે નિયંત્રણનાં કાર્યો ઉપરાંતની વધારાની સત્તા આવશે.
3. હાલમાં સહકારી બેંકોએ મંડળીઓના રજિસ્ટ્રાર અને RBIના નિયંત્રણ હેઠળ છે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 2
(D) માત્ર 1 અને 2
92. નીચેનાં પૈકી કયાં બે સ્થળો એ તાજેતરમાં વિશ્વ હેરિટેજ સ્થળોની યાદીમાં કેન્દ્ર સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવ્યા છે ?
(A) ધોલાવીરા, દખ્ખણ સલ્તનતનાં સ્મારકો અને કિલ્લાઓ
(B) ધોલાવીરા અને ભુવાનગીરી
(C) ભુવાનગીરી તથા ટીપુ સુલતાનનાં સ્મારકો અને કિલ્લાઓ
(D) ટીપુ સુલતાનનાં સ્મારકો અને કુરૂપ્પમ
93. ભારત પાસેથી સ્વાતિ રડારની ખરીદી માટે નીચેનાં પછી કયા દેશ કરાર પર હસ્તાક્ષર કર્યા છે?
(A) યુક્રેન
(B) કોંગો
(C) કઝાકીસ્તાન
(D) આર્મેનિયા
94. આર્થિક સર્વેક્ષણ 2020 અનુસાર, ભારતમાં વન અને વૃક્ષોનું આવરણ દેશના કુલ ભોગોલિક ક્ષેત્રના પહોંચ્યું …….. છે.
(A) 24.58%
(B) 14.84%
(C) 31%
(D) ઉપર પી એક પણ નહીં
95. ઉન્દ્ર સરકારના મતે વર્ષ ……… સુધીમાં ભારતીય રેલવેનું 100% વીજળીકરણ થઈ ગયું હશે. 
(A) 2022
(B) 2024
(C) 2025
(D) 2026
96. ભારતનું …….. શહેર એ 2021 માં Sience and Technolog for Sustainable Devlopment with women Empernment ના ધ્યેય સાથે 108 મી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસના યજમાન બનવાનું છે.
(A) ગાંધીનગર
(B) પૂના
(C) ભોપાલ
(D) જયપુર
97. વિશ્વના હોકી ટીમના રેન્કિંગમાં ભારતીય હોકી ટીમે સૌપ્રથમ વખત …….. સ્થાન પ્રાપ્ત કર્યું.
(A) બીજું
(B) ત્રીજું
(C) ચોથું
(D) પાંચમું
98. વિખ્યાત Nagoba Jatara ઉત્સવ એ તાજેતરમાં …….. રાજ્યમાં ઊજવવામાં આવ્યો.
(A) તેલંગાણા
(B) આંધ્ર પ્રદેશ
(C) મિઝોરમ
(D) આસામ
99. કર્યા યુરોપિયન દેશ ટ્રાફિક જામ ઘટાડવા માટે જાહેર પરિવહનને મફ્ત બનાવનારો પ્રથમ દેશ બન્યો છે ?
(A) નેધરલેન્ડ
(B) લકઝમબર્ગ
(C) આયર્લેન્ડ
(D) સ્વીડન
100. વર્લ્ડ હૅપિનેસ ઈન્ડેક્ષ, 2020માં પ્રથમ ક્રમાંકે ક્યા દેશનો સમાવેશ થયેલ છે ?
(A) સ્વિટ્ઝર્લેન્ડ
(B) ડેનમાર્ક
(C) નિર્લેન્ડ
(D) આઈસલેન્ડ
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *