બેરોજગારીની અસરો જણાવો.
બેરોજગારીની અસરો જણાવો.
પ્રશ્ન .
બેરોજગારીની અસરો જણાવો.
અથવા
ટૂંક નોંધ લખો : ભારતમાં બેરોજગારીની અસરો
ઉત્તર:
ભારતમાં બેરોજગારીની અસરો નીચે પ્રમાણે જોવા મળે છે:
- યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થાય છે.
- તેમની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે. તેઓ નિરાશા અને હતાશા અનુભવે છે. લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલી જેવાં અસામાજિક, અનૈતિક કે ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય છે.
- સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે, જેથી સમાજમાં વર્ગભેદ સર્જાય છે.
- બેરોજગારીને કારણે ગરીબી ઉદ્ભવે છે. ગરીબ અને બેકાર બનેલાં કુટુંબોની સ્થિતિ અત્યંત દયનીય બને છે. તેમનું જીવનધોરણ ખૂબ નીચું જાય છે. બેહાલ બનેલાં કુટુંબો માદક દ્રવ્યો કે અન્ય વ્યસનો તરફ વળે છે.
- આમ, બેરોજગારીની વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ દેશના અર્થતંત્ર પર વિઘાતક અસરો પડે છે.