સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો.
સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો.
પ્રશ્ન .
સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો.
અથવા
અન્ન સુરક્ષાના કાર્યક્રમ તરીકે મા અન્નપૂર્ણા યોજના’ની માહિતી
અથવા
અન્ન સુરક્ષાના કાર્યક્રમ તરીકે “મા અન્નપૂર્ણા યોજના’ની જોગવાઈઓ જણાવો.
અથવા
ટૂંક નોંધ લખો: ‘મા અન્નપૂર્ણા યોજના”
ઉત્તર:
ભારત સરકારે ઈ. સ. 2013માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કર્યો. – અન્ન સલામતી એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય
અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ’. – આ કાયદા અન્વયે ગુજરાત સરકારે “મા અન્નપૂર્ણા યોજના’ શરૂ
કરી છે.
- આ યોજના હેઠળ રાજ્યનાં અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબીરેખા નીચે જીવતાં તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે.
- તેમાં મધ્યમવર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં ₹2 પ્રતિકિલો, ચોખા ₹૩ પ્રતિકિલો અને જાડું અનાજ ₹1 પ્રતિકિલોના ભાવે આપવામાં આવે છે.
- રાજ્યના લગભગ 3.62 કરોડ લોકોને આ યોજનાનો લાભ આપીને તેમને અન્ન સુરક્ષા બક્ષવામાં આવી છે.
- આ યોજનાનો લાભ મેળવતાં કુટુંબોની બચતો વધશે, જેથી તેઓ અન્ય વપરાશી વસ્તુઓ ખરીદીને પોતાનું જીવનધોરણ સારું બનાવી શકશે.