ગરીબી ઉદ્ભવવાનાં કારણો જણાવો.
ગરીબી ઉદ્ભવવાનાં કારણો જણાવો.
પ્રશ્ન .
ગરીબી ઉદ્ભવવાનાં કારણો જણાવો.
અથવા
ભારતમાં ગરીબીનાં મૂળિયાં શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડાં છે. તે માટે જવાબદાર કારણો કયાં ગણો છો?
અથવા
ગરીબી એટલે શું? તેના ઉદ્ભવનાં કારણો આપો.
ઉત્તર:
સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી’ કહેવાય છે અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને “ગરીબ’ ગણવામાં આવે છે.
ભારતમાં ગરીબીના ઉદ્ભવ માટેનાં જવાબદર કારણો નીચે પ્રમાણે છે :
- દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેતપેદાશોની આવકમાં ઘટાડો થયો.
- ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ.
- ગામડાના લોકોમાં કૃષિ સિવાયના બીજા વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ.
- જ્ઞાતિપ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચા કરવાથી લોકો દેવાદાર બને છે. આમ, બિનઉત્પાદકીય ખર્ચા કરવાથી વ્યક્તિ ગરીબ જ રહે છે.
- દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે. સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ તે મેળવી શકતો નથી.
- દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેનાં હિતોની ઉપેક્ષા થવી.
- ખેતપેદાશોમાં રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું. પરિણામે અનાજ, કઠોળના ભાવો વધ્યા. ભાવવધારો અને મોંઘવારીને કારણે વ્યક્તિને બે ટંક પૂરતું ભોજન ન મળ્યું.
- દેશમાં આર્થિક સુધારાઓને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ. કુટિર અને લઘુઉદ્યોગો બંધ થયા. રોજી-રોટી ન મળવાથી લોકો શહેરો તરફ વળ્યા. આ ઉપરાંત, ખેતીની આવકમાં ઘટાડો થવાથી ગામડાંમાં મજૂરીકામ ઓછું થયું.
- સતત પોષણક્ષમ આહારના અભાવે ગરીબો નાના-મોટા રોગોના ભોગ બને છે. પરિણામે તેમની સારવારનો ખર્ચ વધે છે, જ્યારે આવકમાં વધારો થતો નથી. તેથી ગરીબોની આર્થિક સ્થિતિ સુધરતી નથી.
- ટેકનોલૉજીમાં ફેરફાર થતાં ગામડાંના પરંપરાગત વ્યવસાયો, કુટિર ઉદ્યોગો અને ગ્રામોદ્યોગો પડી ભાંગ્યા. તેથી બેકારીમાં વધારો થયો.
- જીવનજરૂરિયાતની વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટતાં ભાવો વધ્યા. લોકોની ખરીદશક્તિ ઘટી. પરિણામે જીવનધોરણ નીચું ગયું. અંતે દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું.