ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનાં રે લક્ષણો જણાવો.
ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનાં રે લક્ષણો જણાવો.
પ્રશ્ન .
ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનાં રે લક્ષણો જણાવો.
અથવા
સામાન્ય રીતે કયા લોકોને ગરીબી રેખાથી નીચે જીવન જીવતા 3 લોકો ગણવામાં આવે છે?
ઉત્તર:
ગરીબીનો અર્થ નીચે પ્રમાણે થાય છે?
- જેમને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર (આરોગ્ય) જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી ત્યારે સમાજની એ સ્થિતિને ગરીબી કહે છે. ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનાં લક્ષણો નીચે પ્રમાણે છે:
- જે લોકોને બે ટંક પૂરતું ભોજન ના મળતું હોય.
- જેમને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા ન મળતી હોય.
- જેમને ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય.
- જેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય.
- જેમને પોષણયુક્ત આહાર ન મળતો હોય.
- જેઓ શારીરિક રીતે અશક્ત હોય.
- જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યદરથી ઓછું હોય.
- જેઓ નિરક્ષર હોય.
- જેઓ સતત અનેક નાના-મોટા રોગોથી પીડાતા હોય.
- જેમનાં બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય. જેમનાં બાળકોનું મૃત્યુપ્રમાણ ઊંચું હોય.
સામાન્ય રીતે ઉપર્યુક્ત લક્ષણો ધરાવતા લોકોને ગરીબીરેખાની નીચે જીવતા લોકો ગણવામાં આવે છે.