બેરોજગારીનાં કારણો જણાવો.
બેરોજગારીનાં કારણો જણાવો.
પ્રશ્ન .
બેરોજગારીનાં કારણો જણાવો.
ઉત્તર:
ભારતમાં બેરોજગારીનાં કારણો નીચે પ્રમાણે છે :
- વસ્તીવધારો.
- શિક્ષિત યુવક-યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન. તેમનામાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલનો અભાવ.
- દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં મળેલી નિષ્ફળતા.
- કૃષિક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડો તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમનું વધેલું પ્રમાણ.
- આજના યુવાનોમાં કૃષિ-વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા.
- ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ.
- ગ્રામોદ્યોગો, કુટિર ઉદ્યોગો અને લઘુઉદ્યોગોની નબળી સ્થિતિ.
- જ્ઞાતિપ્રથા અને સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધાને કે પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિક્તા.
- નવા ધંધા-ઉદ્યોગ શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ.
- યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન, તાલીમ કે અનુભવનો અભાવ.
- માનવશ્રમની અગતિશીલતા અને તેનું ખામીયુક્ત આયોજન.
- બચતોના ઓછા પ્રમાણને કારણે નવા મૂડીસર્જનના દરમાં ઘટાડો.