બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજના અને કાર્યક્રમો (મુખ્ય ચાર) સવિસ્તર સમજાવો.

બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજના અને કાર્યક્રમો (મુખ્ય ચાર) સવિસ્તર સમજાવો.

પ્રશ્ન .
બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજના અને કાર્યક્રમો (મુખ્ય ચાર) સવિસ્તર સમજાવો.
અથવા
ભારતમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયો અને કાર્યક્રમો જણાવો.
અથવા
ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઘટાડવા માટે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ? દરેકની ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:
ભારતમાં બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો નીચે પ્રમાણે છેઃ
1. ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10 % જેટલો ઊંચો રાખીને તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવાં જોઈએ. ૪ – આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ. – ગૃહઉદ્યોગો અને કુટિર ઉદ્યોગોનો ઝડપી અને સંતુલિત વિકાસ કરવો જોઈએ.

2. શ્રમપ્રધાન ઉત્પાદન-પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામોદ્યોગો, હુન્નર ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ.

૩. ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ વડે વધારે લોકોને રોજગારી આપી શકાય છે. એવી ખેતીવિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓનો મહત્તમ અમલ કરવો જોઈએ.

  • જેમ કે, કૃષિક્ષેત્રે એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી, નવી જમીન ખેડાણ હેઠળ લાવવી, દરેક ખેતરને પાણી અને વીજળી પૂરાં પાડવાં, નાની-મોટી સિંચાઈ યોજનાઓ બનાવવી, સડકોનું નિર્માણ કરવું, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યઉછેર, મરઘાંબતકાંઉછેર, વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવી.
  • બાગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું વગેરે.

4. ગ્રામીણ ક્ષેત્રે લોકોનો તંદુરસ્ત વિકાસ સાધવા તેમને પૌષ્ટિક આહાર, પીવા માટે ચોખ્ખું પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, રસ્તાઓ વગેરે પૂરાં પાડીને તેમજ બૅન્ક, વીમો, ઇન્ટરનેટ, સંદેશવ્યવહાર, વાહનવ્યહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ, જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિમાણાત્મક સુધારો લાવી શકાય.

5. શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા તેમનામાં કૌશલોનો વિકાસ કરવો અને તેમને શિક્ષણને અનુરૂપ રોજગારી – પૂરી પાડવી.

6. ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલૉજીમાં ફેરફાર થવાથી કૌશલયુક્ત શ્રમિકોની માંગ વધી છે. આથી શ્રમિકોને જે-તે ક્ષેત્રનાં પ્રશિક્ષણ અને તાલીમ આપીને કાર્યક્ષમ બનાવવાથી તેમને રોજગારી પ્રાપ્ત થઈ શકે.
આ માટે

  • વ્યવસાયલક્ષી કે તકનિકી શિક્ષણ નીતિ અપનાવવી.
  • શાળા-કૉલેજના અભ્યાસક્રમો સ્થાનિક ઉદ્યોગોની માંગ પ્રમાણે રાખવા.
  • બજારની માંગ પ્રમાણે શ્રમિકોને વ્યાવસાયિક અને ટેનિકલ શિક્ષણ અને તાલીમ આપવાં.
  • શ્રમિકોને સતત કામ મળી રહેશે એવું આશ્વાસન આપવું.
  • કામની નવી પરિસ્થિતિ મુજબ નૂતન જાણકારી મેળવવી અને શ્રમિકને સક્ષમ બનાવી રોજગારી અપાવવી.
  • વિકસિત દેશોની શ્રમશક્તિની તુલનામાં ભારતીય શ્રમિકો વૈશ્વિક કક્ષાએ તેમની સમકક્ષ ઊભા રહી શકે એવી પરિસ્થિતિ સર્જવી.

7. ભારત સરકારે યુવા બેરોજગારોને માટે “મેક ઇન ઇન્ડિયા’ “સ્કિલ ઈન્ડિયા” અને “ડિજિટલ ઇન્ડિયા’ જેવી યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓનો વ્યાપ વધારીને બેરોજગારોને તેની સઘળી માહિતી પૂરી પાડવામાં આવે, તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે.

8. શ્રમશક્તિનું આયોજન રોજગારીનાં નવાં ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. એ ક્ષેત્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શાળા અને કૉલેજોમાં નવા અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ.

  • આમ, શ્રમશક્તિની આજની માંગને અનુરૂપ શ્રમિકોને ટૂંકા કે લાંબા સમયના સર્ટિફિકેટ કે ડિપ્લોમા પ્રકારના તાલીમી અભ્યાસક્રમો સરળ રીતે ઉપલબ્ધ કરાવવાથી શિક્ષિત બેરોજગારી ઘટાડી શકાય છે. આ ક્ષેત્રે ભારત સરકારે દેશનાં બધાં રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો (ITI) તેમજ દરેક રાજ્યમાં એક IIT (આઈ.આઈ.ટી.) અને IIM (આઈ.આઈ.એમ.) જેવી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ સ્થાપી છે.
  • ઉદ્યોગસાહસિકોને નવા ધંધા-ઉદ્યોગો શરૂ કરવા માટે “સ્ટાર્ટ-અપ ઇન્ડિયા’ અન્વયે સસ્તી લોનની સહાય આપવામાં આવે છે, જે બેરોજગારી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

9. ઉદ્યોગસંબંધી વિકાસઃ નવા વેપાર-ઉદ્યોગો ઓછી મૂડીથી સ્વરોજગારીની વધુ તકો ઊભી કરવામાં ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. આ માટે સરકારે ઓછા વ્યાજના દરે ધિરાણ, કાચો માલ અને યંત્રસામગ્રીની પ્રાપ્તિ, વેચાણ-વ્યવસ્થા વગેરે માટે અનેક પગલાં લીધાં છે.

10. રોજગાર વિનિમય કેન્દ્રો પોતાને ત્યાં નોંધાયેલ બેરોજગારોને તેમની લાયકાત અને અનુભવ મુજબ કામ ક્યાં ક્યાં મળી રહેશે તેની વિશ્વસનીય માહિતી અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. આ કેન્દ્રો પોતાનાં કદ અને કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તારીને બેરોજગારોને ઝડપથી સઘળી માહિતી પૂરી પાડે, તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે.
આજે રોજગાર વિનિમય કેન્દ્રો રોજગાર’, “કારકિર્દી” જેવાં સામયિકો દ્વારા રોજગારીની માહિતી પૂરી પાડે છે. તે “મૉડેલ કેરિયર સેન્ટર અને હેલ્પલાઈન નંબર 1800-4251514 દ્વારા બેરોજગારોને જરૂરી માહિતી આપે છે. આ ઉપરાંત, સરકાર રોજગાર મેળા પણ યોજે છે.

Sujeet Jha

Editor-in-Chief at Jaankari Rakho Web Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *