ભારતમાં ગરીબીનું વર્ણન કરો.
ભારતમાં ગરીબીનું વર્ણન કરો.
પ્રશ્ન .
ભારતમાં ગરીબીનું વર્ણન કરો.
અથવા
ભારતમાં ગરીબી વિશે વિસ્તૃત નોંધ લખો.
ઉત્તર:
ભારતમાં આયોજનપંચે ઈ. સ. 2011 – 12માં છે ગરીબીરેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ ૨818 એટલે કે કુટુંબદીઠ ખર્ચ 4080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ ખર્ચ ૬ 1000 એટલે કે કુટુંબદીઠ 5000નું પ્રમાણ નક્કી કર્યું હતું.
- આ માપદંડના આધારે ભારતમાં ઈ. સ. 2011-12માં દેશની ? કુલ 121 કરોડની વસ્તીમાંથી 27 કરોડ લોકો ગરીબ હતા; જ્યારે ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.9 % હતું.
- વિશ્વબૅન્ક ગરીબીરેખાના ધોરણ માટે ઈ. સ. 2012માં ઈ. સ. 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક 1.90 s (યુ.એસ.એ. ડૉલર) નક્કી કરી હતી. – વિશ્વબૅન્કના એક અહેવાલ મુજબ ઈ. સ. 2010માં ભારતની કુલ વસ્તીના 11 કરોડમાંથી 45.8 કરોડ લોકો ગરીબ હતા, એટલે કે કુલ વસ્તીના 32.7% લોકો ગરીબીરેખાની નીચે જીવન જીવતા હતા.
- UNDP -2015ના રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92 % હતું. તેમાં ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 25.7% અને શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 13.7% હતું. એટલે કે દેશના 28.93 કરોડ ગરીબોમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.85 કરોડ અને શહેરી ક્ષેત્રે .28 કરોડ લોકો ગરીબીરેખા નીચે જીવન જીવતા હતા.
- ભારતમાં ગરીબીના પ્રમાણમાં આંતરરાજ્ય અસમાનતા પ્રવર્તે છે. ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ છત્તીસગઢ રાજ્ય(38.98%)માં અને સૌથી નીચું પ્રમાણ ગોવા રાજ્ય(5.08 %)માં જોવા મળ્યું હતું.
- ભારતમાં છત્તીસગઢ, અસમ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર,અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ સરેરાશ 30 %થી વધારે છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.83% છે.
ગ્રામીણ ક્ષેત્રે ગરીબો ગ્રામીણ વિસ્તારમાં વસતા ગરીબોમાં મુખ્યત્વે જમીનવિહોણા ખેતમજૂરી, ગૃહઉદ્યોગો કે કુટિર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો વગેરેનો સમાવેશ થાય છે.
શહેરી ક્ષેત્રે ગરીબોઃ શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં મુખ્યત્વે કામચલાઉ મજૂર, બેરોજગાર દૈનિક શ્રમિક, ઘરનોકર, રિક્ષાચાલક, ચા-નાસ્તાની લારી-ગલ્લા કે હોટલ-ઢાબા પર કે ઑટોમૅરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો વગેરેનો સમાવેશ થાય છે.