‘મનરેગા” કાર્યક્રમની સ્પષ્ટતા કરો.
‘મનરેગા” કાર્યક્રમની સ્પષ્ટતા કરો.
પ્રશ્ન .
‘મનરેગા” કાર્યક્રમની સ્પષ્ટતા કરો.
અથવા
ટૂંક નોંધ લખો : મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના
ઉત્તર:
“મનરેગા યોજના ભારત સરકારનો ગરીબીનિવારણનો એક કાર્યક્રમ છે.
- “આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ’ના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબદીઠ 18 વર્ષથી વધુ ઉંમરના એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે.
- કામ માગ્યા પછી સરકાર કામ પૂરું ન પાડી શકે, તો વ્યક્તિને બેકારી ભથ્થુ આપવામાં આવે છે.
- “મનરેગા’ યોજના હેઠળ ગામમાં કૂવા, શૌચાલયો અને ઇન્દિરા આવાસનાં બાંધકામમાં મજૂરી, ઢોર-છાપરી, જૈવિક ખાતર, જમીનને સમથળ કરવી, માછલી સુકવણી, કૅનાલ સફાઈ, રસ્તા પર વનીકરણ, જળસંગ્રહ જેવાં ગ્રામોદ્ધારનાં કામો કરવામાં આવે છે.
- આમ, આ યોજનામાં ગ્રામજનોને રોજગારીની બાંહેધરી આપીને તેમને ગરીબીરેખાથી ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.