GPSC PT 2016 to 2023 Solved – અર્થશાસ્ત્ર – 4

GPSC PT 2016 to 2023 Solved – અર્થશાસ્ત્ર – 4

1. નીચેનાં પૈકી કોણે “ઔધોગિક કામદારો માટે ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક” બહાર પાડ્યો?
(A) કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ
(B) આર્થિક કાર્ય વિભાગ
(C) ભારતીય રિઝર્વ બેંક
(D) શ્રમ વિભાગ/બ્યૂરો
2. ખાધ ધિરાણની આવશ્યકતા પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ ઉપાય પસંદ કરો.
(A) આંતરિક ઋણગ્રહણ દ્વારા
(B) RBI ૠણ ગ્રહણ દ્વારા
(C) નવીન ચલણ મુદ્રણ દ્વારા
(D) બાહ્ય સહાય દ્વારા
3. ભારતીય ખાદ્ય નિગમ, FCIના જાહેર બજાર પ્રબંધના (ઓપન માર્કિટ સ્કીમ) નીચેના પૈકી કયો મુખ્ય હેતુ નથી?
(A) અનાજ સંગ્રહખોરીની તપાસ કરવી
(B) અનાજનો બાકીનો વધારાનો જથ્થો વેચવો
(C) અનાજનો બજાર પુરવઠો વધારવો
(D) ખાધપદાર્થોના જાહેર બજાર ભાવ પર મધ્યસ્થી પ્રભાવનો સીમિત અમલ
4. ભારતમાં કયા વર્ષ સુધી વિદેશ વ્યાપાર નીતિ ટૂંકા ગાળા માટે જાહેર કરવામાં આવતી હતી ?
(A) 1990
(B) 1985
(C) 1986
(D) 1991
5. કઈ પંચવર્ષીય યોજના દરમિયાન હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડની સ્થાપના થઈ હતી ? 
(A) બીજી
(B) ત્રીજી
(C) ચોથી
(D) પહેલી
6. તેજી-મંદીના વેપારચક્રને લીધે રોજગારીમાં થતાં વધારા કે ઘટાડાને કયા પ્રકારની બેરોજગારી કહેવાય છે ?
(A) ઘર્ષણજન્ય બેરોજગારી
(B) મોસમી બેરોજગારી
(C) ચક્રીય બેરોજગારી
(D) માળખાગત બેરોજગારી
7. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનીતિની કામગીરી કોને સોંપવામાં આવેલ છે ?
(A) ભારતીય રિઝર્વ બેંક
(B) નાણાં મંત્રાલય
(C) વાણિજ્ય મંત્રાલય
(D) ઔધોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગ (DIPP)
8. સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાનું વડું મથક ક્યાં આવેલ છે ?
(A) હૈદરાબાદ
(B) લખનઉ
(C) મુંબઈ
(D) કોલકાતા
9. ધી હાઉસિંગ એન્ડ અરબન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (HUDCO) ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
(A) ઇ.સ. 1970
(B) ઈ.સ. 1974
(C) ઇ.સ. 1976
(D) ઈ.સ. 1975
10. પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ખેડૂતોએ બાગાયતી પાક માટે ……. % પ્રીમિયમની ચુકવણી કરવાની હોય છે ?
(A) 1%
(B) 1.5%
(C) 5%
(D) 2%
11. ભારતની માથાદીઠ આવકની તુલનામાં, હાલના ભાવ પ્રમાણે ગુજરાતની માથાદીઠ આવક, વર્તમાન ભાવ મુજબ …… છે.
(A) નીચી
(B) ઊંચી
(C) સમાન
(D) કોઈ પણ નહીં
12. ભારતીય મુદ્રા પ્રણાલી નીચેના પૈકી કઈ પદ્ધતિ ઉપર આધારિત છે?
(A) સર્વણ પ્રારક્ષણ પદ્ધતિ
(B) લઘુતમ પ્રારક્ષણ પદ્ધતિ
(C) પ્રમાણસર પ્રારક્ષણ પદ્ધતિ
(D) ચલમુદ્રા પદ્ધતિ
13. ભારતમાં કઈ પંચવર્ષીય યોજના દરમિયાન 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ?
(A) પાંચમી પંચવર્ષીય યોજના
(B) ત્રીજી પંચવર્ષીય યોજના
(C) ચોથી પંચવર્ષીય યોજના
(D) છઠ્ઠી પંચવર્ષીય યોજના
14. ભારતીય રિઝર્વ બેંકે આર્થિક પ્રવૃત્તિ માપવા માટે કુલ મૂલ્ય ઉમેરો (GVA) ની જગ્યાએ …….. નો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.
(A) કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)
(B) કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNI)
(C) કુલ રાષ્ટ્રીય આવક (GNP)
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
15. નીચેનામાંથી કયા ઘટક “દુકાળ”ની અસરો દર્શાવે છે?
(1) ખેતી વિસ્તારમાં ઘટાડો
(2) કૃષિ રોજગારમાં ઘટાડો
(3) ખરીદશક્તિમાં ઘટાડો
(4) ફુગાવાના દરમાં વધારો
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) (1) અને (2)
(B) (2) અને (3)
(C) (1), (2) અને (3)
(D) (1), (2), (3) અને (4)
16. નીચેની કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
(A) રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) તે વાણિજ્યક બેંકમાં કુલ થાપણની ટકાવારી RBI સાથે જાળવી રાખવા જરૂરી છે.
(B) બેંક દર (Bank Rate) તે સત્તાવાર વ્યાજ દરનો ઉલ્લેખ કરે છે, RBI બેંકિંગ વ્યવસ્થાને લોન આપે છે.
(C) રેપો દર (Repo Rate) વાણિજ્યક બેંકો જે ટૂંકા ગાળા માટે RBI નાણાં ચૂકવે તે દર
(D) રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate) વાણિજ્યક બેંકો જે ટૂંકા ગાળા માટે RBI ને નાણાં ચૂકવે તે દર
17. નીચેના પૈકી કયું ભારતમાં જમીન સુધારણાના ભાગરૂપે નથી? 
(A) ગ્રામીણ ઔદ્યોગિકીકરણ
(B)-જમીન ટોચમર્યાદા
(C) ભાડા નિયમન
(D) ઉપરોક્ત તમામ
18. ભારતીય બેન્કિંગ ક્ષેત્રે ભારે NPAs ની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે, નીચેના પૈકી કયા ઉદ્યોગે NPA સ્તરે ઓછામાં ઓછું યોગદાન આપ્યું છે?
(A) સોફ્ટવેર અને BPO
(B) લોખંડ અને સ્ટીલ
(C) રિયલ એસ્ટેટ સેક્ટર
(D) ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ
19. આંતરરાષ્ટ્રીય તરલતા સમસ્યા ……… ની બિન ઉપલબ્ધતા સંબંધિત છે.
(A) સામાન અને સેવાઓ
(B) સોના અને ચાંદી આસિસ્ટન્ટ
(C) ડોલર અને અન્ય દુર્લભ મુદ્રાઓ
(D) નિકાસક્ષમ અધિવેશ
20. સંતુલન ચુકવણી ખાતા સંદર્ભ નીચેની કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી.
(A) માલ અને સેવાઓ આયાત – ચાલુ ખાતામાં ઉધાર
(B) પોર્ટફોલિયો રોકાણ ચુકવણી – ચાલુ ખાતામાં ઉધાર
(C) હસ્તાંતરણ ચુકવણીની આવક – ચાલુ ખાતામાં જમા
(D) સીધા રોકાણની આવક – મૂડી હિસાબ ખાતામાં જમા
21. નીચેનામાંથી ક્યુ ભારતમાં સેવા ક્ષેત્ર નથી.
(A) પરિવહન
(B) બાંધકામ
(C) વીમા
(D) વિશ્રામાલય અને ઉપહારગૃહ
22. IMF આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ દ્વારા ભારતની જાહેરક્ષેત્રની બેંકો બાબતે નીચેનાં પૈકી કયા અવલોકનો વ્યક્ત કર્યાં છે?
(1) જાહેર ક્ષેત્રની બેંકોમાં જાહેર માલિકી તાત્કાલિક પરત ખેંચી શાસન સુધારણા, આંતરિક નિયંત્રણો અને કામગીરી માટે આયોજન કરવું.
(2) જાહેર ક્ષેત્રની બેંકોના બોર્ડમાંથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓને દૂર કરવા.
(A) ફક્ત (1)
(B) ફક્ત (2)
(C) (1) અને (2) બંને
(D) (1) અને (2) પૈકી કોઈ નહીં.
23. જાહેર જનતા પાસેથી સરકાર દ્વારા લીધેલી લોનને ………….. કહે છે.
(A) કોર્પોરેટ ૠણ
(B) સામાન્ય માણ
(C) બજાર ૠણ
(D) ખાનગી ૠણ
24. ભારતમાં વિદેશી મુદ્રાના ભંડોળનું સંચાલન કોણ કરે છે?
(A) વિદેશી બાબતોનું મંત્રાલય
(B) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 
(C) નાણાં મંત્રાલય
(D) NITI આયોગ
25. નીચેના પૈકી કયું “હોટ મની” (Hot Money)ની સમજૂતી યોગ્ય રીતે આપે છે?
(A) ઊંચા વ્યાજદરનો ફાયદો લેવા માટે એક દેશમાંથી અન્ય દેશમાં લઈ જવાતું ફંડ
(B) આ ફંડ બજારમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવે છે.
(C) આ ફંડ અમેરિકી ડોલરમાં ઊંચા વ્યાજદરે ટૂંકા ગાળા માટે ઔદ્યોગિક ગૃહોને પૂરું પાડવામાં આવે છે.
(D) મિલકતની જપ્તી અટકાવવા માટે બેંકને સમજૂતીના ભાગરૂપે પ્રથમ હપતા તરીકે આપવી પડતી રકમ.
26. GST બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
(1) કેન્દ્ર તેમ જ રાજ્ય બંનેના કર વેચાણ-બિંદુ ઉપર ઉઘરાવવામાં આવશે.
(2) કેન્દ્ર તેમ જ રાજ્ય બંનેના કર ઉત્પાદન-શુલ્ક ઉપર આકારવામાં આવશે.
(3) આ નિર્ણય સર્વોચ્ચ અદાલત દ્વારા નીમાયેલ સમિતિની ભલામણને આધારે કરવામાં આવ્યો છે.
(A) ફ્ક્ત (1)
(B) ફક્ત (2)
(C) (1) અને (2) બંને 
(D) (1) અને (2) પૈકી કોઈ નહીં,
27. ભારતમાં “મિશ્ર અર્થતંત્ર” …….. થી શરૂ થયું.
(A) બીજી પંચવર્ષીય યોજના
(B) બંધારણના ઘડતર સાથે
(C) 1948ની ઔદ્યોગિક નીતિ 
(D) આયોજનપંચની રચના
28. કઈ પંચવર્ષીય યોજના ભારે ઉદ્યોગો ઉપર ઓછો ભાર અને આંતરમાળખાકીય સવલતો ઉપર વધુ ભાર મૂકવાની શરૂઆત કરે છે?
(A) ચોથી
(B) છઠ્ઠી
(C) આઠમી
(D) દશમી
29. ભારતમાં બેંકોમાં બચતખાતાના વ્યાજદરનું નિયમન …….. કરે છે.
(A) કેન્દ્ર સરકાર
(B) જે તે રાજ્ય સરકાર
(C) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
(D) નિયમન થતું નથી.
30. નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલ છે ?
(A) રિવર્સ રેપો રેટ : આ દરે RBI ટૂંકા સમયગાળા માટે બેંકોને નાણાં ધીરે છે.
(B) રેપો રેટ : આ દરે વાણિજ્ય બેંકો ટૂંકા સમયગાળા માટે RBાને નાણાં ધીરે છે.
(C) બેંક રેટ : સત્તાવાર વ્યાજનો દર જે દરે RBI બેન્કિંગ વ્યવસ્થાને લોન પૂરી પાડે છે.
(D) ઉપરના તમામ
31. નીચેના પૈકી કયું ફુગાવાનું પુરવઠા બાજુનો ઘટક નથી ?
(A) કાચા માલની કિંમત
(B) વેતન
(C) પરિવહન બળતણ
(D) વસ્તીમાં વધારો
32. ભારતમાં નીચેના પૈકી કયું ક્ષેત્ર રોજગારીમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે ?
(A) ઉત્પાદન
(B) કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો
(C) બાંધકામ
(D) સેવાઓ
33. નીચેના પૈકી કોની ગણના “મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ” તરીકે થઈ શકે નહીં ?
(A) ડિબેન્ચર
(B) વિનિમય બિલ
(C) તિજોરી બિલ
(D) કોઈ પણ નહીં.
34. ભારતમાં નીચેના પૈકી કોણ કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ક્રેડિટ વિતરણમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે ?
(A) સહકારી બેંકો
(B) વાણિજ્ય બેંકો
(C) પ્રાદેશિક ગ્રામીણ બેંકો
(D) માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ
35. અર્થશાસ્ત્ર અને વાણિજ્યની ભાષામાં “ઉત્કૃષ્ટ પ્રતિભૂતિ ધાર” બજાર (“gilt-edged” market) એટલે શું ?
(A) સોના-ચાંદી બજાર
(B) ઔધોગિક સુરક્ષા બજાર
(C) સલામત સુરક્ષા (જેમ કે સરકાર) માટે બજાર
(D) સોફ્ટવેર ટેક્નોલોજી / સેવા ઉત્પાદન માટે બજાર
36. લીડ બેંક યોજનાની રચના ……… માટે થયેલી છે.
(A) કોઈ ચોક્કસ જિલ્લામાં બેંકના વધુ ધ્યાન કેન્દ્રિત પ્રયાસો
(B) નોન-બેન્કિંગ નાણાકીય સંસ્થાઓની પ્રવૃત્તિઓનું નિયંત્રણ
(C) ખાસ જિલ્લાઓમાં નબળા વિભાગોને મદદ
(D) ધિરાણ/ઉધાર/ક્રેડિટનો ઉપયોગ નિયમન
37. નીરોના પૈકી કોણે ગરીબોને ધિરાણ સહાય માટે સ્વયંસહાયક જૂથની (SHG’s) નાણાં વ્યવસ્થાને પ્રોત્સાહન આપ્યું ?
(A) RBI
(B) NABARD
(C) કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય
(D) કેન્દ્રીય શ્રમ મંત્રાલય
38. અર્થશોધન નિવારણ, પૈસાની અદ્ય હેરાફેરી (Money laundering) એટલે શું ? 
(A) મની લોન્ડરિંગ એ વિદેશમાં વિદેશી ચલણ પરિવહન કરવાની પ્રક્રિયા છે.
(B) મની લોન્ડરિંગ નાણાં સ્રોત છુપાવવાની પ્રક્રિયા છે.
(C) મની લોન્ડરિંગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સાય કરવા નાણાં પરિવહન કરવાની પ્રક્રિયા છે,
(D) મની લોન્ડરિંગ ટેક્સ હેવન્સમાંથી નાણાં પરિવહન કરવાની પ્રક્રિયા છે.
39. કોણ ભારતમાં વિદેશી વિનિમય ભંડાર જાળવે છે ?
(A) ભારતીય રિઝર્વ બેંક
(B) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
(C) વીત્ત મંત્રાલય ભારત સરકાર
(D) ભારતની નિકાસ આયાત બેંક
40. નીચેના પૈકી કયું ચુકવણીના શેપ બાકી રહેલાં લેણાં હેઠળ ચાલુ ખાતાના ભાગરૂપે નથી ? 
(A) માલની નિકાસ અને આયાત
(B) સેવાઓની નિકાસ અને આયાત
(C) આવક પ્રાપ્તિ અને ચુકવણી
(D) મૂડી આવક અને ચુકવણી
41. નીચેના પૈકી કયો ખંડ ભારતમાંથી મહત્તમ હિસ્સાની નિકાસ કરે છે?
(A) એશિયા
(B) યુરોપ
(C) આફ્રિકા
(D) ઉત્તર અમેરિકા
42. ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત ઈ.સ. ……. માં મેક્સિકોમાં વિકસાવેલા ઘઉંની બૌની જાતિના ઉપયોગથી થઇ હતી.
(A) 1966-67
(B) 1967-68
(C) 1969-70
(D) 1971-72
43. જૂની ટેક્નોલોજીના સ્થાને નવી ટેક્નોલોજી અપનાવવામાં આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને છે, આવી બેરોજગારીને શું કહે છે ?
(A) ચક્રીય બેરોજગારી
(B) ઘર્ષણજન્ય બેકારી
(C) માળખાગત બેરોજગારી
(D) મોસમી બેરોજગારી
44. ઓછામાં ઓછું વ્યક્તિએ કેટલું શિક્ષણ મેળવ્યું હોય અને તે વ્યક્તિ બેરોજગાર હોય તો તે શિક્ષિત બેરોજગાર તરીકે ઓળખાય છે?
(A) પ્રાથમિક શિક્ષણ
(B) સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ
(C) માધ્યમિક શિક્ષણ
(D) અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ
45. ખુલ્લા બજારનો વાસ્તવિક ભાવ અને વાજબીભાવની દુકાનોની વસ્તુઓના ભાવોનો તફાવત સરકાર ઉઠાવે છે તેને શું કહે છે?
(A) નફો
(B) આર્થિક સહાય
(C) સબસિડી
(D) વેરા રાહત
46. પર્વતીય ક્ષેત્રના વિકાસ કાર્યક્રમોની કઇ પંચવર્ષીય યોજનામાં શરૂઆત કરવામાં આવી હતી ?
(A) ત્રીજી
(B) ચોથી
(C) પાંચમી 
(D) છઠ્ઠી
47. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી ?
(A) આઠમી
(B) નામી
(C) દસમી
(D) અગિયારમી
48. ભારતીય અર્થતંત્ર સંદર્ભે નીચેનામાંથી કયું સાચું છે ?
(A) ઓગળવું (મેલ્ટ ડાઉન) એટલે સ્ટોકના ભાવમાં ઘટાડો
(B) મંદી (રિસેશન) એટલે વિકાસ-દરમાં ઘટાડો
(C) મંદ ગતિ (સ્લો ડાઉન) એટલે GDPમાં ઘટાડો
(D) ઉપરોક્ત તમામ
49. નીચેની વસ્તુઓ પૈકી કઈ વસ્તુઓને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીનો સૌથી વધુ હિસ્સો ફાળવવામાં આવ્યો છે ?
(A) ખાદ્યપદાર્થ, ઇંધણ અને ખાતર
(B) વ્યાજ, ખાદ્યપદાર્થ અને ખાતર
(C) પાણી, ખાદ્યપદાર્થ અને વ્યાજ
(D) ખાદ્યપદાર્થ, પાણી અને ખાતર
50. નીચેનામાંથી ભારતનું કયું સ્ટોક એક્સચેન્જ (શેર બજાર) SEBI દ્વારા માન્યતા પ્રાપ્ત નથી ?
(A) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)
(B) મુંબઈ સ્ટોક એક્સચેન્જ
(C) અમદાવાદ સ્ટોક એક્સચેન્જ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં. 
51. નીચેનું પૈકી કયું આરક્ષિત ધનમાં સમાવિષ્ટ નથી ?
(A) ધન પરિસંચરણ
(B) RBI પાસે બેંકરની થાપણો
(C) RBI પાસે સરકારની થાપણો
(D) બેંકની પાસે માંગ થાપણ
52. અમ્બ્રેલા પ્રોગ્રામ ફોર નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ (UPNRM)નું કોના દ્વારા સંચાલન કરવામાં આવે છે ?
(A) ભારત સરકારના ગ્રામીણ મંત્રાલય
(B) ભારતીય રિઝર્વ બેંક
(C) રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક
(D) ભારત સરકારના નાણાં મંત્રાલય
 53. ધી ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીનું વડુ મથક ક્યાં આવેલ છે ? 
(A) મુંબઇ
(B) બેંગલુરુ
(C) કોલકાતા
(D) હૈદરાબાદ
54. સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
(A) ઈ.સ. 1990
(B) ઈ.સ. 1992
(C) ઈ.સ. 1995
(D) ઇ.સ. 1996
55. પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ? 
(A) ઈ.સ. 2014
(B) ઈ.સ. 2015
(C) ઈ.સ. 2016
(D) ઇ.સ. 2017
56. કઈ પંચવર્ષીય યોજના દરમિયાન ભારત વિશ્વ વ્યાપાર સંસ્થા (WTO)નું સભ્ય બનેલું હતું ?
(A) સાતમી
(B) આઠમી
(C) નવમી
(D) છઠ્ઠી
57. રાષ્ટ્રીય નાના બચત ભંડોળ એ (National Small Saving Fund) નીચેના પૈકી કોનો ભાગ છે ?
(A) ભારતનું એકત્રીકરણ ભંડોળ
(B) ભારતનું જાહેર ખાતું
(C) ભારતનું આકસ્મિક ભંડોળ
(D) વડા પ્રધાન રાહત ભંડોળ
58. કઈ સંસ્થા ભારતના મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કરે છે ?
(A) RBI
(B) SEBI
(C) NABARD
(D) AMFI
59. નીચેનું પૈકી કયો પરોક્ષ કર નથી ?
(A) નિગમ કર (કોર્પોરેશન ટેક્સ)
(B) સેવા કર (સર્વિસ ટેક્સ)
(C) સીમા શુલ્ક (કસ્ટમ ડ્યૂટી)
(D) આબકારી શુલ્ક (એક્સાઇઝ ડ્યૂટી)
60. નીચેના પૈકી કયા અધિનિયમ મુજબ ભારતમાં હવાલા વ્યવહાર ઉપર પ્રતિબંધ છે ? 
(A) FERA
(B) FEMA
(C) FRBMA
(D) AFSPA
61. GST માલ અને સેવાની વપરાશ પર ……… આધારિત કર છે ?
(A) ઉત્પત્તિ
(B) લાભાંશ
(C) વિકાસ
(D) ગંતવ્ય
62. એન્કર બેંકો એટલે-
(A) જાહેરક્ષેત્રની બેંકો જે રાજ્યની માલિકીની બેંકોમાં એકીકરણની પ્રક્રિયા ચલાવશે.
(B) જાહેરક્ષેત્રની બેંકો માળખાકીય ધિરાણ પૂરું પાડશે.
(C) જાહેરક્ષેત્ર જે એક જિલ્લામાં બેંકિંગ પ્રવૃત્તિઓનું સંકલન કરશે.
(D) જાહેરક્ષેત્રની બેંકોને સ્થાનિક વ્યવસ્થાની મહત્ત્વની બેંકો (D-SIBS) તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.
63. નીચેનો પૈકી કયો કર GST દ્વારા સમાવિષ્ટ નથી ?
(A) ખરીદી કર
(B) પ્રવેશ કર
(C) જકાત
(D) વાહન નોંધણી કર
64. જ્યારે નાણાંનો પુરવઠો વધે અને નાણાંની માંગ ઘટે ત્યારે –
(A) ભાવના સ્તરમાં ઘટ થાય
(B) વ્યાજદરમાં ઘટાડો થાય.
(C) વ્યાજદરમાં વધારો
(D) માંગ સ્તરમાં ઘટાડો
65. ભાવમાં વધારાને કારણે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તેને શું કહેવાય ? 
(A) વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો
(B) સ્થિર ભાવથી રાષ્ટ્રીય આવકમાં વધારો
(C) સામાન્ય રાષ્ટ્રીય આવકમાં વધારો
(D) આધાર વર્ષ (બેઝ યર) ભાવે રાષ્ટ્રીય આવકમાં વધારો
66. નીચેના પૈકી કોણ ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ’ હેઠળ લાભાન્વિત થવા લાયક છે ?
(A) શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાંથી પુખ્ત સભ્યો
(B) ગરીબી રેખા (BPL) નીચે જીવતા પરિવારોના પુખ્ત સભ્યો
(C) ગ્રામીણ વિસ્તારમાં દરેક પરિવારના બધા પુખ્ત સભ્યો
(D) ગ્રામીણ વિસ્તારમાં દરેક પરિવારનો એક પુખ્ત સભ્ય
67. નીતિ આયોગ દ્વારા કેટલા “સસ્ટેનેબલ ગોલ” (Sustainable Goals) નક્કી કરવામાં આવેલ છે ?
(A) 15
(B) 16
(C) 17
(D) 18
68. ભારતમાં ઉદારીકરણની શરૂઆત કયા પગલાંથી થઈ હતી ? 
(A) ઉધોગનીતિમાં ધરખમ ફેરફારથી
(B) રૂપિયાના અવમૂલ્યનથી
(C) પરદેશી રોકાણ અને તેના પરના કરના ઘટાડાથી
(D) દેશના કરવેરાઓમાં ફેરફારથી
69. ‘ડેમોગ્રાફ્ટિ ડિવિડન્ડ (Demographic Dividend) – કયા સંદર્ભમાં ઉપયોગમાં લેવામાં આવે છે ?
(A) શૂન્યથી 15 વર્ષના વયજૂથના લોકો માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
(B) કાર્યકારી વજૂથ (Working age group)ના લોકો માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
(C) દેશના વસ્તીવધારા માટે આ શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે.
(D) કંપની દ્વારા શેરહોલ્ડરને બોનસના રૂપમાં આપવામાં આવે છે.
70. સ્વતંત્ર ભારતમાં નીચેના પૈકી સૌથી પ્રથમ કો બનાવ બનેલ હતો? 
(A) વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ
(B) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ
(C) બેંકિંગ રેગ્યુલેશન એક્ટનું અમલીકરણ
(D) પ્રથમ પંચવર્ષીય યોજના
71. “કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ નંબર ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર” (Consumer PrIce Index Number for Industrial Workers) કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ?
(A) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
(B) ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ (Dept. of Economic Affairs)
(C) લેબર બ્યૂરો
(D) ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DOPT)
72. દેશની પેટ્રોલિયમ પ્રોડક્ટ પ્રોસેસિંગ કરતી સૌથી મોટી ખાનગી રિફાઇનરી કયા રાજ્યમાં આવેલી છે ?
(A) ગુજરાત
(B) મહારાષ્ટ્ર
(C) આસામ
(D) ચેન્નાઈ
73. દેશમાં સૌથી વધુ શેરડી (sugarcane)નું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?
(A) મહારાષ્ટ્ર
(B) ગુજરાત
(C) ઉત્તર પ્રદેશ
(D) કર્ણાટક
74. ઇન્ડેક્ષ ઓફ એઇટ કોર ઈન્ડસ્ટ્રીઝ (Index of eight core industries) કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ?
(A) કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય 
(B) નાણાં મંત્રાલય
(C) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
(D) નીતિ આયોગ
75. નાણાંની અવૈધ હેરાફેરી એટલે શું ?
(A) નાણાંની અવૈદ્ય હેરાફેરી એટલે વિદેશમાં વિદેશી ચલણ સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા
(B) નાણાંની અવૈધ હેરાફેરી એટલે નાણાંના સ્રોતને છુપાવવાનીપ્રક્રિયા
(C) નાણાંની અવૈધ હેરાફેરી એટલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે નાણાંને સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા
(D) નાણાંની અવૈધ હેરાફેરી એટલે કરના સ્વર્ગોમાંથી (Tax havens) નાણાં સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા
76. ઔદ્યોગિક એકમના યાંત્રિક સ્વયંસંચાલનને કારણે મોટી સંખ્યામાં કામદારો રોજગારી ગુમાવે છે ત્યારે તેને શું કહેવાય છે ?
(A) મોસમી બેરોજગારી
(B) રચનાગત બેરોજગારી
(C) છૂપી બેરોજગારી
(D) ચક્રીય બેરોજગારી
77. GSTના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(A) સેવા પ્રદાતા માત્ર સેવાઓ પર નિવેશ ધિરાણ મેળવી શકે છે.
(B) માલના વેપારી માત્ર માલસામાન પર જ નિવેશ ધિરાણ મેળવી શકે છે.
(C) સેવા પ્રદાતા વ્યક્તિગત વપરાશ માટે ઉપયોગમાં લેવાતા માલ પર નિવેશ ધિરાણનો દાવો કરી શકે છે.
(D) સેવા પ્રદાતા સેવાઓ તેમ જ માલસામાન પર નિવેશ ધિરાણ મેળવી શકે છે.
78. બેંકોએ તેમની પ્રવાહી અસ્કયામતો અને કુલ થાપણો વચ્ચે ચોક્કસ ગુણોત્તર જાળવી રાખવો જરૂરી છે. આ ગુણોત્તર એટલે –
(A) CRR (રોકડ અનામત ગુણોત્તર/કેશ રિઝર્વ રેશિયો)
(B) SLR (વૈધાનિક તરલતા ગુણોત્તર/સ્ટેટ્યૂટરી લિક્વિડિટી રેશિયો)
(C) CAR (મૂડી પર્યાપ્તતા ગુણોત્તર/કેપિટલ એડિકવસી રેશિયો)
(D) CLR (કેન્દ્રીય પ્રવાહી અનામત/સેન્ટ્રલ લિક્વિડ રેશિયો)
79. નાણાકીય જવાબદારી અને અંદાજપત્ર વ્યવસ્થા અધિનિયમ (FRBMA) શેના પર અંકુશ રાખવા માટે પસાર કરવામાં આવ્યો હતો ?
(A) માત્ર રાજવિત્તીય ખાધ
(B) માત્ર મહેસૂલ ખાદ્ય ઉપર જ
(C) બંને રાજવિત્તીય ખાદ્ય અને મહેસૂલ ખાધ ઉપર
(D) રાજવિત્તીય ખાદ્ય અને મહેસૂલ ખાધ બંનેમાંથી કોઈ ઉપર નહીં.
80. ‘ગતિમાન નાણું’ (હોટ-મની) નીચેના પૈકી કોનો ઉલ્લેખ કરવા માટે વપરાય છે ? 
(A) ચલણ + RBI પાસેની અનામત
(B) ચોખ્ખી GDR આવક
(C) ચોખ્ખું વિદેશી સીધું રોકાણ
(D) વિદેશી વિત્ત (પોર્ટફોલિયો) રોકાણ
81. નીચેની પૈકી કઈ બાબતનું ભારતમાં થોક મૂલ્ય સૂચકાંકમાં મહત્તમ ભારાંક છે ?
(A) પ્રાથમિક વસ્તુ
(B) બળતણ અને શક્તિ
(C) ઉત્પાદિત પેદાશ
(D) ખાદ્યપદાર્થ વસ્તુઓ
82. ભારતીય સિનેમામાં કેટલાં ટકા FDI ની મંજૂરી છે ?
(A) 26%
(B) 74%
(C) 51%
(D) 100% 
83. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ (National Institute of Financial Management) કઇ જગ્યાએ સ્થાપવામાં આવેલ છે ?
(A) મુંબઈ
(B) કોલકાતા
(C) ફરીદાબાદ
(D) ચેન્નાઈ
84. જ્યારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડવામાં આવે છે ત્યારે, ધિરાણક્ષમતા ……. (credit creation)
(A) વધે છે.
(B) ઘટે છે.
(C) કોઈ અસર પડતી નથી.
(D) કોઈ પણ નહીં.
85. રાજ્ય કક્ષાના નાણાકીય નિગમો સામાન્ય રીતે કોને ધિરાણ કરે છે? 
(A) કૃષિક્ષેત્રને
(B) કુટીર ઉદ્યોગોને
(C) મધ્યમ અને નાના ઉધોગોને
(D) મોટા ઉદ્યોગોને
86. કંપનીઓમાં ડિબેન્ચરધારક (Debentureholder) એ ……. 
(A) કંપનીનો શેરહોલ્ડર છે.
(B) કંપનીનો લેણદાર છે.
(C) કંપનીનો દેવાદાર છે.
(D) ઉપરોક્ત બધી જ બાબતો લાગુ પડે છે.?
87. ખાધવાળું ધિરાણ [Deficit Financing]ના કિસ્સામાં સરકાર કોની પાસેથી નાણાં ભંડોળ ઊભું કરે છે ?
(A) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
(B) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ
(C) મોટા ઉદ્યોગો
(D) વર્લ્ડ નટુ
88. નીચેના પૈકી કયા સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મે નાના અને મધ્યમ કદના સાહસો માટે “બિઝનેસ” એપ શરૂ કરી છે ?
(A) વોટ્સએપ
(B) ફેસબુક
(C) ટિવટર
(D) ઇન્સ્ટાગ્રામ
89. ગુજરાતમાં નીચેની પૈકી કઈ કંપનીએ સ્ટાર્ટઅપ્સ માટે “એક્સલીરેટર સેન્ટર”ની જાહેરાત કરી ?
(A) દેવ ઇન્ફર્મેશન ટેક્નોલોજી લિ.
(B) વર્ચ્યુઅલ રિઆલિટી ટેક્નોલોજી લિ.
(C) E-GCO ટેક્નોલોજી લિ.
(D) E-Bizz ટેક્નોલોજી લિ.
90. ભારતમાં રાષ્ટ્રીય આવક એટલે ……..
(A) બજાર ભાવ પર ચોખ્ખી સ્થાનિક પેદાશ
(B) પરિબળ ખર્ચ પર ચોખ્ખી સ્થાનિક પેદાશ
(C) બજાર ભાવ પર ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ
(D) પરિબળ ખર્ચ પર ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ
91. ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
(A) ઈ.સ. 1956
(B) ઈ.સ. 1957
(C) ઈ.સ. 1960
(D) ઈ.સ. 1965
92. સૌથી મોટા પ્રમાણમાં ભારતીય રેલવે દ્વારા વહન થતી એક વેપારની જણસ –
(A) કોલસો
(B) ઘઉં
(C) લોખંડ
(D) કપાસ
93. કઈ સંસ્થા ઉત્પાદનોને ઈકો-માર્કથી નામપત્રિત કરે છે ?
(A) પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય
(B) સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
(C) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ
(D) ભારતીય માનક બ્યૂરો
94. કંપનીના સરવૈયા ઉપરથી (Balance-sheet) નીચે પૈકી કઈ બાબત જાણી શકાય છે ?
(A) કંપનીની નફો કમાવવાની શક્યતા જાણી શકાય છે.
(B) કંપનીની આવક્ર, ખર્ચ, ખરીદ-વેચાણની વિગતો જાણી શકાય છે.
(C) કંપનીની અસ્કયામતો (Assets) અને જવાબદારીઓ (Liabilities) જાણી શકાય છે.
(D) બજારના અનુમાનોને ધ્યાને લેતા સરવૈયાને પુનઃ આયોજિત કરી શકાય છે અને ખરીદ-વેચાણ જણાવી શકાય છે.
95. જ્યારે દેશના બજેટમાં ‘ખાધવાળું બજેટ” સતત રજૂ કરવામાં આવે છે ત્યારે નીચેના પૈકી કયાં પગલાં સરકાર લઈ શકે છે ? 
(A) મહેસૂલી ખર્ચ ઘટાડવો
(B) સહાયમાં ઘટાડો કરવો
(C) યોજનાઓનું એકત્રીકરણ કરવું
(D) ઉપરોક્ત બધી જ બાબતો
96. “RBI એ બેંકર્સ બેંક છે” આ વાક્યના સંદર્ભમાં નીચેનું કયું વાક્ય / વાક્યો સાચાં છે ?
(A) બેંકો પોતાની ડિપોઝિટ RBI પાસે રાખે છે.
(B) RBI બેંકોને જરૂર હોય ત્યારે ધિરાણ કરે છે.
(C) નાણાકીય બાબતોમાં RBI બેંકોને સલાહ/આદેશ આપે છે.
(D) ઉપરોક્ત બધાં જ વાક્યો સાચાં છે.
97. નાણાં આયોગ (Finance Commission)ના સંદર્ભમાં નીચેના પૈકી કયું વાક્ય વાક્યો સાચાં છે ?
(A) પરદેશનાં મૂડીરોકાણને પ્રોત્સાહન મળે તેવાં સૂચનો કરે છે.
(B) જાહેરક્ષેત્રનાં સાહસોને પૂરતાં નાણાં મળે તે માટે સૂચનો કરે છે.
(C) નાણાકીય વ્યવહારોમાં પારદર્શકતા આવે તેવી સલાહ આપે છે.
(D) ઉપરોક્ત A, B, C પૈકી કોઈ વાક્ય સાચું નથી.
98. સેન્સેક્સ (Sensex) શબ્દ કયા સંદર્ભમાં ઉપયોગમાં લેવામાં આવે છે ? 
(A) સેન્સેક્સ દ્વારા શેરબજારની પરિસ્થિતિ જાણી શકાય છે.
(B) સેન્સેક્સ દ્વારા ખેતીવાડી ક્ષેત્રમાં પ્રવર્તમાન જણસોની કિંમત જાણી શકાય છે.
(C) સેન્સેક્સ દ્વારા સરકાર દ્વારા કરવેરા આયોજનથી મેળવેલ Tax-collectionની વિગતો મેળવી શકાય છે.
(D) ઉપરોક્ત પૈકી બધી જ બાબતો જાણી શકાય છે.
99. “ધી સિટી લિવએબિલિટી ઇન્ડેક્સ” (The City Liveability Index) કયા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે ? 
(A) હાઉસિંગ અને અર્બન અફેર (Housing and Urban Affalrs)
(B) હેલ્થ અને ફેમિલી વેલફેર (Heath and Family Welfare)
(C) પેયજળ અને સેનિટેશન (prinking Water and Sanitation)
(D) પર્યાવરણ, જંગલ અને ક્લાયમેટિક ચેન્જ (Environment, Forest and Climate Change)
100. પ્રજાસત્તાક દિવસના રોજ લાલ કિલ્લા ખાતે આયોજિત “ભારત પર્વ” (Bharat Parv)નું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવેલું હતું ?
(A) મિનિસ્ટ્રી ઓફ કલ્ચર (Culture)
(B) મિનિસ્ટ્રી ઓફ ટૂરિઝમ (Tourism)
(C) મિનિસ્ટ્રી ઓફ રેલવે (Railway)
(D) મિનિસ્ટ્રી ઓફ HRD (Human Resource Department)
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *