GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતની ભૂગોળ – 1

GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતની ભૂગોળ – 1

1. ગાયકવાડી શાસનની “બરોડા સ્ટેટ રેલ્વે” બાબતે નીચેના પૈકી કર્યુ / કર્યા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) સૌપ્રથમ રેલ્વે માર્ગ ડભોઈ અને મિયાગામ વચ્ચે શરૂ કરવામાં આવ્યો,
(B) પ્રારંભમાં બળદોનો ઉપયોગ કરી આ ટ્રેન ચાલતી હતી,
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઇ નહીં
2. ગુજરાત (કચ્છ) અને અરુણાચલ પ્રદેશ વચ્ચે લગભગ 30′ રેખાંશોનો તાવત હોવાને લીધે સ્થાનિક સમયમાં આશરે ……..કલાકનો તાવત પડે છે.
(A) 2
(B) 3
(C) 4
(D) 5
3. કચ્છ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્રમાં કચ્છ ઉપરાંત નીચેના પૈકી ક્યા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
1. સુરેન્દ્રનગર
2. રાજકોટ
3. પાટણ
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
4. ગુજરાત વન વિભાગે ……. ની જમીનો પર વનીકરણ માટે “સામાજિક વનીકરણ કાર્યક્રમ”  અમલમાં મૂક્યો છે.
(A) અભયારણ્યો
(B) રાષ્ટ્રીય ઉધાનો
(C) આરક્ષિત
(D) વન વિસ્તાર સિવાયની
5. ……. પ્રદેશ ઇસબગુલના વાવેતરની અગત્યનો વિસ્તાર છે.
(A) દક્ષિણ ગુજરાતનો ભેજવાળો પ્રદેશ
(B) ઉત્તર ગુજરાતનો સૂકો પ્રદેશ
(C) કચ્છનો રણ પ્રદેશ
(D) ડાંગનો ડુંગરાળ પ્રદેશ
6. ગુજરાતના નીચેના પૈકી કયા પ્રદેશો ખાડીરૂપ સમુદ્રભાગ જ હતાં કે જે પાછળથી ભૂ-સંચાલન ક્રિયાથી ઊંચકાયા અને કાળક્રમે નદીઓના પૂરાણના કારણે જમીનસ્વરૂપે અસ્થિત્વમાં આવ્યાં છે?
(A) ભાલ – નળ કાંઠાના પ્રદેશ
(B) કચ્છના અખાત અને ખંભાતના અખાતથી જોડાયેલો પ્રદેશ
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઇ નહીં
7. રચનાત્મક દૃષ્ટિએ ………… બે ત્રણ વિભાગોમાં વિભાજિત કરી શકાય, રાજપીપળા – ટેકરીઓ, મહાદેવ ટેકરીઓ તથા અમરકંટક શિખર.
(A) વિંધ્ય શ્રેણી
(B) સહ્યાદ્રિ શ્રેણી
(C) સાતપુડા શ્રેણી 
(D) અરવલ્લી શ્રેણી
8. ગુજરાતના ….. વિસ્તારમાં ફ્લોરસ્પારનો મોટો જથ્થો રહેલો છે. 
(A) છોટા ઉદેપુર
(B) બનાસકાંઠા
(C) સાબરકાંઠા
(D) કચ્છ
9. ગુજરાતમાં આઝાદી પૂર્વે …….. નું એકમાત્ર આકાશવાણી સ્ટેશન હતુ.
(A) અમદાવાદ
(B) વડોદરા
(C) રાજકોટ
(D) ભૂજ
10. બાઈ હરિરની વાવ …… ખાતે આવેલી છે. 
(A) અમદાવાદ
(B) માણસા
(C) ચાંપાનેર
(D) મહેસાણા
11. …… ગુજરાતીમાં બીબાં બનાવી 1812માં પહેલું ભારતીય માલિકીનું ગુજરાતી ટાઈપ સાથે છાપખાનું શરૂ કર્યું હતું. 
(A) ભીમજી શાહે
(B) ફરદુનજી મર્ઝબાને
(C) રણછોડભાઈ શેઠે
(D) જમશેદજી ખોજાજીએ
12. પ્રાકૃતિક ચિકિત્સા માટેની વિવિધ ઔષધીય વનસ્પતિઓનું અપૂર્વ સંગ્રહાલય …….. ખાતે આવેલું છે.
(A) વઘઈ બોટનિકલ ગાર્ડન, ડાંગ
(B) સરદાર સરોવર મ્યુઝિયમ
(C) જૂનાગઢ
(D) આહવા
13. પંચમહાલના આદિવાસીઓમાં નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ પ્રચલિત છે ?
(A) કુમરી
(B) જુમ અને દાંઝણા
(C) પણ પાવરટા
(D) રાબ
14. નીચેના પૈકી કઈ નદી કર્કવૃત્તની આરપાર બે વખત પસાર થાય છે?
(A) નર્મદા
(B) મહી
(C) શોણ
(D) દામોદર
15. નીચેના પૈકી કયું / કયાં વિધાન | વિધાનો સાચું / સાચાં છે ? 
(A) મોટા ભાગનું ગુજરાત Mega Thermic કેટેગરી – જમીનનું સરેરાશ તાપમાન 28° થી વધુ હોય તે હેઠળ આવે છે.
(B) સામાન્ય રીતે જાન્યુઆરીમાં હવાનું તાપમાન 10° C ઉપર રહે છે. મે મહિનામાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ગુજરાતનું મહત્તમ તાપમાન 40° Cથી વધુ રહે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
16. ગુજરાતમાં ખનીજ ઉત્પાદન બાબતે નીચેના પૈકી કયાં વીધાનો સાચાં છે ?
1. ગુજરાત એ દેશમાં બીજા ક્રમનું સૌથી મોટું બ્રાઉન ગોલ્ડ ઉત્પાદક રાજ્ય છે.
2. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા એ બોક્સાઈટનો સમૃદ્ધ સ્ત્રોત છે.
3. ગુજરાતમાં મેંગેનીઝની કોઈ ખાણ મળી આવી નથી.
4. છોટાઉદેપુર ખાતે ફ્લોરસ્પારની ખાણ જોવા મળે છે.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 1, 3 અને 4
(C) માત્ર 1, 2 અને 4
(D) માત્ર 2 અને 3
17. ગુજરાતમાં સિંચાઈ હેઠળનો વિસ્તાર કુલ કૃષિ વિસ્તારના આશરે …….. છે.
(A) 37%
(B) 47%
(C) 57%
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
18. ગુજરાતના જળસ્ત્રોતો બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
1. રાજ્ય દેશમાં ઉપલબ્ધ જળના માત્ર 2% જેટલું જ સપાટી પરનું જળ ધરાવે છે.
2. ગુજરાતનો 55%)પ્રદેશ પાણીની તંગીવાળો વિસ્તાર છે.
3. દક્ષિણ અને મધ્ય ગુજરાતનો 45% પ્રદેશ વધારાનું જળ (અધિશેષ) (surplus) છે.
4. સાબરમતી અને સરસ્વતી નદીઓનું આંતરિક જોડાણ રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 1 અને 4
(C) ફક્ત 2 અને 3
(D) ફક્ત 1
19. નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
(A) રાજપીપળાની ટેકરીઓ સાતપુડા હારમાળાનો પશ્ચિતમ ભાગ છે.
(B) આ નર્મદા નદીની દક્ષિણે આવેલ અને તે નર્મદા અને તાપીના નદી ક્ષેત્રો (Basins) વચ્ચેનો જળવિભાજક બનાવે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
20. સિયોતની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ?
(A) રાજકોટ
(B) ડાંગ
(C) કચ્છ
(D) સુરેન્દ્રનગર
21. ગુજરાત બાબતે નીચેનાં પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો સાચું સાચાં છે ?
(A) 2013માં ગુજરાતમાં સાત નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા.
(B) NITI આયોગે મોરબી અને નર્મદાને સૌથી પછાત જિલ્લાઓ તરીકે નિયત કર્યા છે,
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
22. પક્ષીદર્શન અને કુદરતી પ્રેમીઓ માટે વિખ્યાત વઢવાણા તળાવ (વેટલેન્ડ) ક્યાં આવેલું છે ?
(A) ડભોઈ
(B) સાપુતારા
(C) પાલનપુર
(D) રાજકોટ
23. ગુજરાતમાં ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર સંગ્રહાલય ક્યાં આવેલું છે?
(A) રાજકોટ
(B) વાંકાનેર
(C) ગોંડલ
(D) અમદાવાદ
24. કબા ગાંધીનો ડેલો, ગાંધી સ્મૃતિ ક્યાં આવેલું છે ?
(A) પોરબંદર
(B) રાજકોટ
(C) ગોંડલ
(D) દાંડી
25. નીચેનાં પૈકી ક્યું / કયાં વિધાન/ વિધાનો ગુજરાતના દરિયા કિનારા માટે સાચું /સાચાં છે ?
(A) વલસાડ, નવસારી, ભરૂચ અને સુરત જિલ્લાની પશ્ચિમી સરહદ અરબી સમુદ્ર છે.
(B) ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓની પૂર્વીય સરહદ અરબી સમુદ્ર છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
26. નીચેનાં પૈકી ક્યાં વિધાનો ગુજરાતના ખનીજ બાબતે સાચાં છે?
1. ગુજરાતએ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું લિગ્નાઇટ ઉત્પાદન કરતું રાજ્ય છે.
2. દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં બોક્સાઇટની ખાણો મળી આવી છે.
3. ફ્લોરસ્પાર ખનીજ છોટાઉદેપુર જિલ્લામાં મળી આવે છે.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3
27. નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં ક્ષારથી અસર પામેલી ખરાબાની જમીન મોટા પ્રમાણમાં નોંધાયેલી છે ?
(A) કચ્છ
(B) ભાવનગર
(C) ભરુચ
(D) ઉપર પૈકી કોઈ પણ નહીં.
28. સાતપુડા ગિરિમાળાનો ભાગ બનતા નીચેના પર્વતોને પશ્ચિમથી પૂર્વ તરફ જતાં ખરા ક્રમમાં ગોઠવો.
(A) રાજમહાલ, મહાદેવ, મૈકલ અને રાજપીપળા
(B) રાજપીપળા, મૈકલ, મહાદેવ અને રાજમહાલ
(C) રાજપીપળા, મહાદેવ, મૈકલ અને રાજમહાલ
(D) ઉપર પૈકી કોઈ પણ નહીં.
29. W.Koppen આબોહવા પ્રકારની નીચેના પૈકીની ક્યા પ્રકારની આબોહવા એ મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં ફેલાયેલી છે ?
(A) Bwhw & Cwg
(B) Aw & Bshw
(C) Aw & Bwhw
(D) એક પણ નહીં.
30. ગુજરાત વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સત્ય છે ?
1. ભારત દરિયાકિનારાના 24% સાથે ગુજરાત એ સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે
2. ગુજરાત એ તેના ભૌગોલિક વિસ્તારનો માત્ર 11.03% વન જે વિસ્તાર ધરાવે છે કે જે રાષ્ટ્રીય સરેરાશથી ઊંચો છે.
3. રાજકોટ જિલ્લો તેના ભૌગોલિક વિસ્તારનો માત્ર 1.38% વન વિસ્તાર ધરાવે છે જે રાજ્યમાં સૌથી ઓછો છે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 1 અને 2
31. ગુજરાત મેદાનો અને ટેકરીઓ કૃષિ આબોહવા ક્ષેત્ર (Plains and Hills Agro Climatic Zone) બાબતે નીચેના પૈકી કયું વિધાન/ક્યાં વિધાનો સત્ય છે ?
1. ગુજરાત, રાજસ્થાન, દાદરા અને નગર હવેલી અને દીવ તથા દમણ આ ક્ષેત્ર હેઠળ આવે છે.
2. આ ક્ષેત્ર હેઠળ ગુજરાતમાં સાત પેટા કૃષિ આબોહવા ક્ષેત્રો આવેલા છે.
3. ઉત્તર ગુજરાત પેટા ક્ષેત્ર હેઠળ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાઓ આવે છે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 2
(D) માત્ર 1 અને 3
32. પ્રખ્યાત પ્રાચીન નગર અંકોટાકા (Ankottaka) એ ……… નદીના કાંઠે સ્થિતિ હતું.
(A) સાબરમતી
(B) રૂપેણ
(C) વિશ્વામિત્રી
(D) બનાસ
33. ગુજરાતમાં બેન્ટોનાઈટ ખનીજ મુખ્યત્વે નીચેના પૈકી ક્યા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળે છે ?
(A) ગીર સોમનાથ
(B) કચ્છ
(C) ભાવનગર
(D) કચ્છ અને ભાવનગર બંને
34. નીચેના પૈકી કઈ નદી ટુંગા પર્વતમાંથી નીકળે છે ?
(A) બનાસ
(B) સરસ્વતી
(C) રૂપેણ
(D) સિપ્રી
35. સૌરાષ્ટ્રમાં મીઠું અને તેના પર આધારિત ઔદ્યોગિક એકમો પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ એકમો આવેલા છે ?
(A) સુરેન્દ્રનગર
(B) જામનગર
(C) ગીર-સોમનાથ
(D) દેવભૂમિ-દ્વારકા
36. ગુજરાતમાં નીચેના પૈકી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 8-ક કયો છે ?
(A) બામણબોરથી પોરબંદર વચ્ચેનો
(B) ચિલોડાથી ગાંધીનગર થઈને સરખેજ સુધીનો
(C) અમદાવાદથી કંડલા સુધીનો
(D) રાધનપુર, ડીસા થઈ ગુજરાતની હદ સુધીનો
37. મહી અને ઢાઢર નદી વચ્ચેનો કેટલોક પ્રદેશ નીચેના પૈકી કયા નામે ઓળખાય છે ?
(A) વાકળ
(B) માળ
(C) કાનમ
(D) ઉપર પૈકી એકપણ નહીં
38. ભુજ સોલાર તળાવ પ્રોજેક્ટનો નીચેનામાંથી કોના સહયોગી પ્રયાસથી અમલ કરવામાં આવી રહેલ છે ?
1. ગુજરાત ડેરી વિકાસ નિગમ
2. ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થાન
3. ટાટા ઊર્જા સંશોધન સંસ્થાન
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 1 અને 3
(C) માત્ર 2 અને ૩
(D) 1, 2 અને 3
39. ગુજરાતના વિશાળ વિસ્તારમાં ભૂસ્તર તરીકે રહેલા બેસાલ્ટિક લાવામાંથી બનેલા અગ્નિકૃત ખડકોને કયા નામે ઓળખવામાં આવે છે?
(A) પ્લુટોનિક ખડકો
(B) ડેક્કન ટ્રેપ ખડકો
(C) દિલ્હીના સ્તરો
(D) લામેટા સ્તરો
40. જૂનાગઢ જિલ્લામાંથી મળી આવતા કેલ્સાઈટ ખનીજના જથ્થાને શાના તરીકે ઓળખવામાં આવે છે?
(A) પનાલા ડિપોઝિટ
(B) મિલિયોલાઈટ
(C) ફ્લોરસપાર
(D) ડોલોમાઈટ
41. ગુજરાતમાં ઉત્પાદિત થતાં પાકો અને દેશમાં તેના ક્રમની જોડ પૈકી કઈ જોડ ખોટી છે? 
(A) એરંડો-પ્રથમ
(B) તમાકુ-બીજો
(C) જીરુ, વરિયાળી, ઈસબગુલ- પ્રથમ
(D) બાજરી- બીજો
42. કયા યુગના ખડકો ગુજરાતના આશરે 19553 ચોરસ કિમી. એટલે કે, કુલ વિસ્તારના 10.0 ટકા વિસ્તારમાં જોવા મળે છે?
(A) મેસોઝોઈક યુગ
(B) આર્કિયન યુગ
(C) ટર્શિઅરી યુગ
(D) ક્વાર્ટનરી
43. ગુજરાત રાજ્યના પ્રાકૃતિક ભૌગોલિક લાક્ષણિક્તાઓની બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ટર્શિઅરી ખડકોનું તળ (basement) ટેક્કન ટ્રેપ (Deccan trap) છે.
(B) પ્રાકૃતિક ભૂગોળની દૃષ્ટિએ ગુજરાત રાજ્ય અને ફક્ત એક જ એકમ છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ પણ નહી
44. કચ્છના રણ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(A) કચ્છનું રણ ધરતીકંપના ઝોન V અને તીવ્રતા IX માં આવે છે.
(B) કચ્છનું રણ ધરતીકંપના ઝોન IV અને તીવ્રતા VIII માં આવે છે.
(C) કચ્છનું રણ ધરતીકંપના ઝોન VII અને તીવ્રતા IV માં આવે છે.
(D) ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં
45. નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ગુજરાતમાં ઉનાળામાં તાપમાનનો ગાળો દરિયાકિનારાના પ્રદેશમાં ઓછો અને અંદરના ભાગોમાં વધુ રહે છે,
2. મે મહિનામાં ગુજરાતના ઉત્તર ભાગમાં નીચામાં નીચું દબાણ અને સૌરાષ્ટ્રના દક્ષિણકિનારે ઊંચામાં ઊંચું દબાણ હોય છે.
(A) વિધાન (1) સાચું અને (2) ખોટું છે.
(B) વિધાન (1) ખોટું અને (2) સાચું છે.
(C) બંને વિધાનો સાચાં છે. 
(D) બંને વિધાનો સાચાં છે ?
46. ગુજરાતના કા આદિવાસીઓને વન વિભાગ દ્વારા વાંસમાંથી ચીજવસ્તુઓ બનાવવા માટે વાંસ પૂરો પાડવામાં આવે છે?
(A) કોવાળિયા
(B) ડુંગરી ભીલ
(C) બાવચા
(D) દૂબળા
47. ગુજરાતમાં ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે ?
(A) અમદાવાદ
(B) પાટણ
(C) વડોદરા
(D) દેવભૂમિ દ્વારકા
48. ગુજરાત રાજ્યમાં વન્યજીવ અભયારણ્ય બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે ?
1. જંગલી ગદર્ભનું અભયારણ્ય કચ્છના નાના રણમાં સ્થિત છે.
2. થોળ તળાવ પક્ષી અભયારણ્યમાં સિંહ જોવા મળે છે.
3. કુંજ (Crane)એ મિટિયાલા વન્યજીવ અભયારણ્યમાં જોવા મળે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 2
(B) માત્ર 1
(C) માત્ર 2 અને 3
(D) 1, 2 અને 3
49. નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે ?
(A) ગુજરાત એ ભારતમાં સૌથી વધુ કાર્યરત બંદરો (Operational Ports) અને વાણિજ્યિક માલવાહક બંદરો (Commercial Cargo Ports) ધરાવે છે.
(B) દિલ્હી-મુંબઈ ઔધોગિક કોરિડોરનો 50 પ્રતિશત ગુજરાત રાજ્યમાં સ્થિત છે.
(C) ઉપરના (A) તથા (B) બંને
(D) (A) અને (B) એક પણ નહીં
50. ગુજરાતમાં નીચેના પૈકી કયા પ્રકારના જંગલો જોવા મળે છે ?
1. શુષ્ક પાનખર જંગલો
2. સમતીષોશણ શંકુદ્રુમ જંગલો
3. ઉત્તરી બોરીયલ જંગલો
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 1 અને 2
(B) 1, 2 અને 3
(C) માત્ર 1
(D) માત્ર 3
51. ચેર આચ્છાદિત વિસ્તારમાં દેશમાં ગુજરાતનો કયો ક્રમ આવે છે ?
(A) બીજો
(B) ત્રીજો
(C) પાંચમો
(D) ચોથો
52. નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. શેઢીની નદીની ઉત્તરે આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ “વાકળ”ના નામે ઓળખાય છે.
2. મહી અને ઢાઢર નદી વચ્ચેનો કેટલોક પ્રદેશ “માળ”ના નામે ઓળખાય છે.
(A) વિધાન 1 સાચું અને 2 ખોટું છે
(B) વિધાન 1 ખોટું અને 2 સાચું છે
(C) બંને વિધાનો સાચાં છે
(D) બંને વિધાનો ખોટાં છે
53. કર્કવૃત્ત નીચેના પૈકી કયા રાજ્યમાંથી પસાર થતું નથી ?
(A) રાજસ્થાન
(B) છત્તીસગઢ
(C) ઉત્તરાખંડ
(D) ઝારખંડ
54. નીચેના પૈકી કઈ પર્વતમાળા (Mountain ranges) માત્ર એક જ રાજ્યમાં પ્રસરેલી છે ?
(A) અરવલ્લી (Aravalli)
(B) સાતપુડા (Satpura)
(C) અજંતા (Ajanta)
(D) સહ્યાદ્રિ (Sahyadri)
55. સને 2011 ના સેન્સસ મુજબ ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓમાં કુલ વસ્તીના પ્રમાણમાં બાળકોની વસ્તી(% of child population to total population) સૌથી વધારે અને સૌથી ઓછી છે ?
(A) દાહોદ અને તાપી
(B) અમદાવાદ અને સુરત
(C) કચ્છ અને અમદાવાદ
(D) દાહોદ અને નવસારી
56. ગુજરાતની કંપનીઓ અને તેના મુખ્ય મથકને દર્શાવતાં જોડકાંઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(A) ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સ કંપની લી. – વડોદરા
(B) ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની લી. – સુરત
(C) ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસ લી.- અમદાવાદ
(D) અલકોક એશડાઉન (ગુજ) લી. (Alcock Ashdown (Guj) Ltd.) – ભાવનગર
57. ગુજરાત રાજ્યના ડેમ અને તેના જિલ્લાઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ? 
(A) સરદાર સરોવર ડેમ – તાપી જિલ્લો
(B) ન્યારી ડેમ – રાજકોટ જિલ્લો
(C) કમલેશ્વર ડેમ અથવા હિરણ – 1 ડેમ – જૂનાગઢ
(D) ધરોઈ ડેમ – મહેસાણા
58. ગુજરાતના કયા સમુદ્ર તટ (Sea – beach) ને Blue Flag (વાદળી ફ્લેગ) નો દરજ્જો આપવામાં આવેલ છે?
(A) ભોગાવે
(B) ઘોઘલા
(C) શીવરાજપુર
(D) મીરામાર
59. કેન્દ્રીય નમક અને દરિયાઈ રાસાયણિક સંશોધન સંસ્થા (Central Salt and Marine Chemicals Research Institute) એ ગુજરાતમાં …… ખાતે સ્થિત છે.
(A) ગાંધીનગર
(B) ભાવનગર
(C) જામનગર
(D) રાજકોટ
60. નીચે આપેલ જળચર ઈકોસિસ્ટમ (પર્યાવરણીય પ્રણાલી) પૈકી કોની ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા સૌથી વધુ છે ?
(A) ખુલ્લા સમુદ્રો (Open Oceans)
(B) ખંડીય છાજલી (Continental Shelt)
(C) નદીના મુખ આગળની ખાડી (Estuaries)
(D) પ્રવાહી (streams)
61. ગુજરાત વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સત્ય છે ?
1. ગુજરાતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ કચ્છ સૌથી મોટો જિલ્લો છે.
2. ગુજરાતમાં ક્ષેત્રફ્ળની દૃષ્ટિએ ડાંગ સૌથી નાનો જિલ્લો છે.
3. ગુજરાતમાં સુરત સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે.
4. ગુજરાતમાં અમદાવાદ સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતો જિલ્લો છે.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 1, 2 અને 3
(D) માત્ર 2, 3 અને 4
62. ગુજરાતની પર્વતમાળાઓ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સત્ય છે? 
(A) અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ ખાતેથી શરૂ થાય છે અને વાંકીચૂકી આગળ વધી પાવાગઢ ખાતે વિંધ્ય પર્વતમાળામાં સમાઈ જાય છે.
(B) અરવલ્લીની આરાસુર શાખા દાંતા, ખેડબ્રહ્મા, ઇડર અને શામળાજીની દિશા તરફ જાય છે અને વિંધ્ય સાથે જોડાઈ જાય છે.
(C) (A) તથા (B) બંને
(D) (A) અથવા (B) એક પણ નહીં
63. સાબરમતી ખંભાતના અખાતને મળે છે ત્યાં રચાતા પટને ……. ની ખાડી કહેવાય છે. 
(A) સુવાલી
(B) કોપાલી
(C) ખારીસરી
(D) લાણાસરી
64. ……. ટેકરીઓ ભાદર બેસિનને શેત્રુંજી બેસિનથી જુદો પાડે છે. 
(A) ગર્દાની
(B) પારનેરાની
(C) રતનમલની
(D) ગીરની
65. ગુજરાતમાં રસાયણો અને પેટ્રો કેમિકલ્સનાં ઉત્પાદનો માટેના સૌથી મોટા બંદર તરીકે નીચેના પૈકી કયું બંદર વિકસાવવામાં આવ્યું છે ?
(A) કંડલા
(B) ઓખા
(C) હજીરા
(D) દહેજ 
66. નીચેના પૈકી કયું ખનીજ ગુજરાત રાજ્યમાં મળી આવતું નથી ?
(A) લોહઅયસ્ક
(B) બોક્સાઈટ
(C) મેંગેનીઝ
(D) ગ્રેપ
67. નીચેના પૈકી ક્યું વીજમથક સૌથી વધુ ઉત્પાદનક્ષમતા ધરાવે છે?
(A) વણાકબોરી
(B) ગાંધીનગર
(C) પાનમ
(D) ધુવારણ
68. કચ્છમાં 1819માં થયેલા ભૂકંપના કારણે લખપત તાલુકાને ફ્ળદ્રુપ બનાવી મીઠું પાણી પૂરું પાડતો …….. નદીનો ફાંટો બંધ થઈ ગયો હતો.
(A) લૂણી
(B) રૂપેણ
(C) સિંધુ
(D) કંકાવટી
69. ગુજરાત સંદર્ભે નીચેનાં વિધાનો જુઓ.
(1) સૌરાષ્ટ્ર, દ્વીપકલ્પ ગુજરાત સમુદ્રના પાણીથી ત્રણે બાજુઓથી ઘેરાયેલું છે.
(2) ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગમાં કચ્છનો વિસ્તાર તેના ખનીજોમાં સમૃદ્ધ છે જેમ કે બોક્સાઈટ, જિપ્સમ, એગેટ, ચૂનાના પથ્થર વગેરે.
(3) ગુજરાતમાં જંગલો 19.66 લાખ હેક્ટર જમીનમાં વિસ્તરેલાં છે.
(4) ગુજરાતની આબોહવા દક્ષિણી જિલ્લાઓમાં સૂકી છે અને ઉત્તરના પ્રદેશોમાં ભેજવાળી છે.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો અને ઉપરોક્ત કર્યું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે.
(A) ફક્ત 1 અને 2
(B) ફ્ક્ત 2 અને 4
(C) ફ્ક્ત 1, 2 અને 4
(D) ફ્ક્ત 1, 2 અને 3
70. ગુજરાતમાં 5 વર્ષની નીચે મૃત્યુદર –
(A) સ્ત્રી કરતાં પુરુષોમાં વધારે છે.
(B) પુરુષ કરતાં સ્ત્રીમાં વધારે છે.
(C) સ્ત્રી અને પુરુષમાં સમાન છે.
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
71. નીચેના પૈકી કયું કચ્છમાં બ્લોક પ્રિન્ટનું કેન્દ્ર ગણાય છે ?
(A) ભુજોડી
(B) નામદા
(C) અજરખપુર
(D) ઝુરા
72. …… તેનાં ‘ખરાદી બજાર’ માટે જાણીતું છે.
(A) ઈડર
(B) પાલનપુર
(C) ડભોઈ
(D) બાંટવા
73. ગુજરાતના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(A) કચ્છના અખાતના પરવાળાની રચનાઓ ભારતીય સમુદ્રમાં પરવાળાની સૌથી ઉત્તરીય સીમાનું પ્રતિનિધિત્વ કરે છે.
(B) ભારતમાં તમામ ખરાબા (reef) પરાતટીય ખરાબા (fringing reefs) છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
74. ગુજરાતના આદિજાતિ સમૂહો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(1) ગુજરાતના 78% સાક્ષરતા દરની સામે અનુસૂચિત જનજાતિનો સાક્ષરતા દર 62% છે.
(2) કુલ 14 ITDP ગુજરાતમાં સ્થપાયાં.
(3) દેશના 8.1% જેટલી અનુસૂચિત જનજાતિ વસ્તી ગુજરાતમાં છે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) ફક્ત 1 અને 2
75. નીચેનાં પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) લિગ્નાઇટ વિશ્વભરમાં બ્રાઉન ગોલ્ડ” (Brown sold) તરીકે જાણીતું છે.
(B) ઊંચી કક્ષાના લિગ્નાઇટથી ગુજરાત સમૃદ્ધ છે. GMDG દેશની લિગ્નાઇટનું ઉત્પાદન કરતી બીજા નંબરની કંપની છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
76. કચ્છના સંરક્ષિત જીવાવરણ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
(A) ઘુડખર મોટી સંખ્યામાં છે.
(B) સુરખાબ (બળાપક્ષી) (Flamingo)ના સંવર્ધન માટેની જગ્યા છે.
(C) ધાનવાર,કોલ કામવાર અને ચમારની આદિજાતિઓનો વસવાટ છે.
(D) મેક કવીન્સ બસ્ટર્ડ જોવા મળે છે.
77. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચ્ચું છે ?
(A) સ્વાંતત્ર્ય પ્રાપ્તિ પછીના, 1951-2011ના સમયગાળામાં ગુજરાત રાજ્યનો વસ્તવૃદ્ધિદર 200% કરતાં વધુ છે.
(B) 1961 થી ગુજરાત રાજ્યનો દશકાનો સૌથી ઓછો વસ્તીવૃદ્ધિ દર 2001-2011માં નોંધાયો છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઇ નહીં.
78. સરદાર સરોવર નર્મદા નિગમ લિ. બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં ?
(1) સરદાર સરોવર પ્રોજેક્ટ ગુજરાતના 15 જિલ્લાઓમાં 73 –તાલુકાઓના 3112 ગામડાંઓમાં સિંચાઈની સુવિધાઓ પૂરી પાડશે.
(2) બે વીજમથકો, રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ, અનુક્રમે 1200 MV અને 250 Mની ક્ષમતા (Installed capacity) ધરાવે છે.
(3) તે રાજસ્થાનમાં બાડમેર અને ઝાલોરના વ્યુહાત્મક રણ જિલ્લાઓની 246,000 હેક્ટર જમીનને પણ સિંચાઈ પૂરી પાડશે.
(4) ઊર્જાની ત્રણ રાજ્યોમાં – મધ્ય પ્રદેશ (17%), મહારાષ્ટ્ર (27%) અને ગુજરાત (56%) – વહેંચણી થશે.
(A) ફ્ક્ત 1 અને 3
(B) ફ્ક્ત 2 અને 4
(C) ફક્ત 1, 2 અને 3
(D) 1, 2, 3 અને 4
79. ગુજરાતમાં …….. સ્થળેથી નાણાકીય કાર્યશાળ મળી આવેલ છે.
(A) બગસરા
(B) પાદરી
(C) સોમનાથ
(D) નાગેશ્વર
80. નીચેનાં પૈકી કયું વિધાન અસત્ય છે ?
(A) મહાનદી તથા ક્રિષ્ણા પૂર્વ તરફ વહેતી નદીઓ છે.
(B) મહીં અને તાપી પશ્ચિમ તરફ વહેતી નદીઓ છે.
(C) ભાદર અને શેત્રુંજી નદીઓ અરબી સમુદ્રમાં વહે છે.
(D) ઉપરનાં પૈકી એકપણ નહીં.
81. નીચેના પૈકી ક્યું વિધાન ક્યાં વિધાનો સત્ય છે ?
(1) ગુજરાતમાં મગફળી એ ‘ખરીફ પાક’ છે.
(2) તામિલનાડુમાં મગફ્ળી એ ઝઈદ (ઉનાળુ) પાક છે.
(3) મગફ્ળીનો પાક એ અતિશય ઠંડી અને હિમથી સંવેદનશીલ છે.
(A) માત્ર 2 અને 3
(B) માત્ર 1 અને 3
(C) 1, 2 અને 3
(D) ઉપરના પૈકી એકપણ નહીં,
82. નીચે આપેલ ગુજરાતના ચાર જિલ્લાઓ પૈકી કયા જિલ્લા કુલ ક્ષેત્રફળમાં વનક્ષેત્રના હિસ્સા બાબતે ઊતરતા ક્રમમાં સાચો વિકલ્પ છે ?
(A) ડાંગ, નર્મદા, વલસાડ અને જૂનાગઢ
(B) નર્મદા, ડાંગ, જૂનાગઢ અને વલસાડ
(C) ડાંગ, વલસાડ, નર્મદા અને જૂનાગઢ
(D) જૂનાગઢ, વલસાડ, નર્મદા અને ડાંગ
83. ગુજરાતમાંથી પસાર થતી નદીઓ બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
(1) નર્મદા નદીનું નદીમુખ એ ખંભાતના અખાતમાં છે.
(2) સાબરમતી નદી કચ્છના અખાતમાં મળે છે.
(3) પશ્ચિમ બનાસ એ કચ્છના અખાતમાં ખુલ્લા પ્રદેશમાં આવે છે.
(4) મહી નદી ખંભાતના અખાતમાં મળે છે.
ઉપરનાં પૈકી ક્યું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ?
(A) માત્ર 1 અને 2
(B) 1, 3 અને 4
(C) માત્ર 2 અને 3
(D) માત્ર 3 અને 4
84. નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
(1) સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ ધરતીકંપના જોખમની તીવ્રતાના ઝોન- માં આવે છે.
(2) કચ્છ દ્વીપકલ્પ ધરતીકંપના જોખમની તીવ્રતાના ઝોન-5માં આવે છે.
(3) ગુજરાત રાજ્યનો કોઈ પણ ભાગ ધરતીકંપના જોખમની તીવ્રતાના ઝોન-૫ માં આવતો નથી.
(A) માત્ર 1 અને 2
(B) 1, 2 અને 3
(C) માત્ર 2
(D) માત્ર 3
85. ત્રિફળા વન ક્યાં આવેલું છે?
(A) સાગબારા
(B) અકેલબારા
(C) અમીરગઢ
(D) સાપુતારા
86. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવવામાં આવી રહેલાં બુદ્ધિસ્ટ ટૂરિસ્ટ સરકિટનાં સ્થળો પૈકીનું પ્રાચીન દેવનીમોરી ……. નદીના કિનારે આવેલું છે.
(A) મેશ્વો
(B) સાબરમતી
(C) નર્મદા
(D) તાપી
87. ગુજરાતના નીચેના પૈકી કયા જિલ્લામાં ઉષ્ણકટિબંધીય ભેજવાળાં પાનખર જંગલ આવેલાં છે ?
(A) સુરત, વલસાડ અને ડાંગ
(B) સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા
(C) રાજકોટ, જામનગર અને ભાવનગર
(D) અરવલ્લી, દાહોદ અને વડોદરા
88. રાજ્યનાં અભયારણ્યો અને સંબંધિત જિલ્લાઓની જોડ પૈકી કઈ જોડ યોગ્ય નથી ?
(A) વાઇલ્ડ એસ અભયારણ્ય – કચ્છનું નાનું રણ
(B) જેસોર હરણ અભયારણ્ય – બનાસકાઠા
(C) રતનમહાલ અભયારણ્ય – સાબરકાંઠ
(D) મીતાયાળા અભયારણ્ય – અમરેલી
89. ગુજરાતની યુનિવર્સિટી અને તેના સ્થળનો જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ? 
(A) વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી – સુરત
(B) સરદાર પટેલ યુનિવર્સિટી – વલ્લભવિધાનગર
(C) મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી – વડોદરા
(D) ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી – અમદાવાદ
90. ગુજરાતનાં ગ્રંથાલયો / ગ્રંથભંડારો તથા તેનાં સ્થળ પૈકી કઈ જોડી યોગ્ય છે ? 
1. હંસા મહેતા ગ્રંથાલય – વડોદરા
2. એન્ડ્રુઝ લાઇબ્રેરી – સુરત
3. બાર્ટન લાઇબ્રેરી – ભાવનગર
4. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર – કોબા (ગાંધીનગર)
(A) 1, 2, 3 અને 4 
(B) 2, 3 અને 4
(C) 1, 2 અને 3
(D) 1, 3 અને 4

91. નીચેનાં વિધાનો જુઓ.
(1) અરવલ્લી પશ્ચિમ ભારતસ્થિત એક જૂની પર્વતમાળા છે, તે ઉત્તરની તુલનાએ દક્ષિણમાં વિસ્તૃત અને ઊંચી છે.
(2) અરવલ્લી પર્વતમાળા સંપૂર્ણ જળ વિભાજન કરે છે, સાબરમતી, લુણી અને બનાસ નદીનો સ્રોત છે.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) માત્ર 1 સાચું
(B) માત્ર 2 સાચું
(C) 1 અને 2 સાચાં
(D) 1 અને 2 ખોટાં
92. માર્ચથી જૂન વચ્ચેના પાકને ……. કહેવાય છે.
(A) ઝેડ (જાયદ)
(B) રવી
(C) ખરીફ
(D) મજોદ
93. …… કપિલા, સરસ્વતી અને હિરણ્ય નદીના સંગમ ઉપર આવેલું છે.
(A) ચાણોદ
(B) દ્વારકા
(C) ભાલકા
(D) મોઢેરા
94. ગુજરાતી ભાષા સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે ?
(1) ગુજરાતી ભાષા પશ્ચિમી ઇન્ડો-આર્યન જૂથની છે.
(2) ગુજરાતી ભાષા મધ્ય ઇન્ડો-આર્યન જૂથની છે.
(3) ભારતની વસ્તી ગણતરી 2011 પ્રમાણે ભારતમાં બોલાતી ભાષાઓમાં ગુજરાતી બોલનારા છઠ્ઠા ક્રમે છે.
(4) ભારતની વસ્તીગણતરી 2011 પ્રમાણે ગુજરાતી બોલનારા લોકોની સંખ્યા ભારતમાં ઉર્દૂ ભાષા બોલનારા લોકોની સંખ્યા સાથે સમાન છે.
(A) ફ્ક્ત 1 અને 4
(B) ફક્ત 1, 3 અને 4
(C) ફક્ત 2 અને 3
(D) ફક્ત 1 અને 3
95. ગુજરાતનું નીચેનાં પૈકીનું ક્યું શહેર કર્કવૃત્તની ઉત્તરે આવેલું છે ? 
(A) ગાંધીનગર
(B) સુરેન્દ્રનગર
(C) ગોધરા
(D) મહેસાણા
96. ભૌગોલિક ઉપદર્શન (GI) સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
(1) ભૌગોલિક ઉપદર્શન ચોક્કસ ભૌગોલિક પ્રદેશના પ્રાથમિક કૃષિ, પ્રાકૃતિક અથવા ઉત્પાદિત ચીજવસ્તુ છે.
(2) હાલમાં ગુજરાતમાં કચ્છી ખારેક, ગીર કેસર કેરી અને ભાલિયા ઘઉં – આ ત્રણ જે કૃષિ ઉત્પાદનો ભૌગોલિક ઉપદર્શન (Geographlcal indication)માં સમાવિષ્ટ છે.
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) બંને 1 અને 2
(D) કોઈ પણ નહીં
97. ગુજરાત રાજ્યની અગત્યની સંસ્થાઓ અને તેનાં સ્થાનની વિગતો દર્શાવતાં જોડકાંઓ પૈકી કર્યું જોડકું યોગ્ય નથી? 
(A) મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટયૂટ – પોરબંદર
(B) સેન્ટ્રલ યુનિવર્સિટી – ગાંધીનગર
(C) ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી – જામનગર
(D) નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલવે – વડોદરા
98. રાજ્યનાં સાંસ્કૃતિક વનો અને તેના સ્થળોને દર્શાવતી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
(A) પુનિત વન – ગાંધીનગર
(B) માંગલ્ય વન – અંબાજી
(C) ભક્તિ વન – સોમનાથ
(D) ગોવિંદ ગુરુ સ્મૃતિવન – માનગઢ
99. ‘રતન મહાલ પક્ષી અભયારણ્ય’ અને રીંછ આરણ્ય કયા રાજ્યોમાં આવેલ છે? 
(A) મહારાષ્ટ્ર
(B) ગુજરાત
(C) આસામ
(D) આંધ્ર પ્રદેશ
100. ગુજરાતના કયા જિલ્લામાં સેક્સ રેશિયો (Sex ratio) સૌથી ઓછો છે, અને સાક્ષરતા દર (Literacy rate) વધારે છે? (2011ના સેન્સસ મુજબ)
(A) અમદાવાદ
(B) રાજકોટ
(C) સુરત
(D) ભાવનગર
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *