GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતની ભૂગોળ – 2
GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતની ભૂગોળ – 2
1. …….માં ખાન સરોવર તળાવ આવેલું છે,
(A) અનહિલ પાટણ
(B) બરોડા
(C) કાઠિયાવાડ
(D) કચ્છ
2. …… નદીના કાંઠે પ્રભાસ પાટણ આવેલું છે.
(A) હીરણ
(B) કાળી સિન્ધ
(C) ઓઝત
(D) ભાદર
3. અમદાવાદ શહેર ……… ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે.
(A) 1
(B) 2
(C) 3
(D) 4
4. કર્કવૃત્ત ગુજરાત રાજ્યના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે ?
(A) ચાર
(B) ત્રણ
(C) પાંચ
(D) છ
5. વાંસદા કઈ નદીના કિનારે વસેલું છે ?
(A) પૂર્ણા
(B) ઔરંગા
(C) અંબિકા
(D) પાર
6. ગુજરાત એઝોડાઈઝના ઉત્પાદનમાં દેશમાં કેટલામા સ્થાને છે ?
(A) બીજા
(B) ત્રીજા
(C) પહેલા
(D) પાંચમા
7. સરદાર સરોવર યોજના ગુજરાત સિવાયના અન્ય ક્યાં રાજ્યોને / રાજ્યને આવરી લે છે ?
(A) મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન
(B) મહારાષ્ટ્ર અને રાજસ્થાન
(C) મહારાષ્ટ્ર
(D) રાજસ્થાન
8. દમણગંગા નદી સહ્યાદ્રી ટેકરીઓમાં ……. ઉદ્ભવે છે.
(A) ગુજરાતના વલસાડ જિલ્લામાંથી
(B) મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી
(C) દાદરા, નગરહવેલી અને દમણમાંથી
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
9. સાબરમતી અને વાત્રક નદીનું સંગમ સ્થળ ……. છે.
(A) પચનડા
(B) કુસેલા
(C) વૌઠા
(D) કુડલી
10. ગુજરાતમાં કયાં 100% સૌરશક્તિ સ્વાસ્થ્ય કેન્દ્રો છે ?
(A) બરોડા
(B) સુરત
(C) બનાસકાંઠા
(D) ગાંધીનગર
11. ગુજરાતની ઉત્તર-પશ્ચિમ સરહદે પાકિસ્તાન દેશ આવેલો છે, જેની સરહદ કચ્છના મોટા રણમાં આવેલી છે. આ સરહદ કેટલા કિલોમીટરની છે.
(A) 498 કિ.મી.
(B) 502 કિ.મી.
(C) 511 કિ.મી.
(D) 512 કિ.મી.
12. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે કયા વર્ષમાં ગીરમાં સિંહ પરિયોજના શરૂ કરાઈ હતી?
(A) ઈ.સ. 1972
(B) ઈ.સ. 1975
(C) ઈ.સ. 1976
(D) ઈ.સ. 1979
13. સોરઠી, વઢિયારી, કનાડી ……. સંબંધિત નામો છે.
(A) માછલીની જાતિ
(B) ઢોરની જાતિ
(C) બકરાની જાતિ
(D) બિયારણની જાતિ
14. ગુજરાતમાં સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરેમિક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે ?
(A) અંક્લેશ્વર
(B) મોરબી
(C) વડોદરા
(D) અમદાવાદ
15. ગુજરાતના કયા દરિયાકિનારે વ્હેલ અને શાર્ક માછલી આવતી હોય છે ?
(A) કચ્છના અખાતમાં
(B) ઓખા અને વેરાવળ બંદરના દરિયાકાંઠે
(C) મગદલ્લા બંદરના કિનારે
(D) દહેજના દરિયાકિનારે
16. ભારતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ?
(A) કચ્છ
(B) ડાંગ
(C) પોરબંદર
(D) જામનગર
17. ગુજરાત જંગલ વિભાગ મુજબ હેક્ટર દીઠ સીધી ઓછાં વૃક્ષો નીચેના પૈકી કયા જિલ્લામાં છે ?
(A) અમદાવાદ
(B) જામનગર
(C) સુરેન્દ્રનગર
(D) સુરત
18. ગુજરાતની આદિજાતિમાંથી નીચેની પૈકી કઈ જાતિ મૂળ આાિતિ તરીકે ઓળખાતી નથી?
(A) ધાનક
(B) કોટવાળિયા
(C) પઢાર
(D) સિદ્દી
19. પરવાલિયા અને અલંગ નદી વચ્ચેના ગઢાણ …….. માં ખેંચાય છે.
(A) કચ્છના અખાત
(B) મન્નારના અખાત
(C) ખંભાતનો અખાત
(D) એડનની ખાડી
20. ગુજરાતની અંબિકા નદી અંતે …….. પાસે દરિયામાં મળે છે.
(A) ભરૂચ
(B) નાથેજ
(C) ગૌજીંગ
(D) નવસારી
21. ગુજરાતમાં સૌથી વધુ ઘઉંના પાકનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?
(A) મહેસાણા
(B) દેવભૂમિ દ્વારકા
(C) ખેડા
(D) અમદાવાદ
22. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય વસવાટોની વિવિધતા યુક્ત, તેના પ્રવાળ શૈલ-શ્રેણી અને મેનગ્રૂવ વનસ્પતિ…………માં સ્થિત છે.
(A) જામનગર
(B) (ભાવનગર
(C) સુરત
(D) વલસાડ
23. ગુજરાત સરકારના નવા નિર્ણય પ્રમાણે પ્રવર્તમાન સિંહોના વિસ્તારનું ત્રણ ક્ષેત્રોમાં વિભાજન થશે. જેમ કે વન્યજીવન ક્ષેત્ર જૂનાગઢ, જૂનાગઢ પ્રાદેશિક ક્ષેત્ર અને રાજકોટ ક્ષેત્રને ……… માં ફેરવીને મૂકવામાં આવશે.
(A) જૂનાગઢ પ્રાદેશિક ક્ષેત્ર
(B) વન્યજીવન ક્ષેત્ર જૂનાગઢ
(C) રાજકોટ ક્ષેત્ર
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
24. ગુજરાતનું પૂર્ણા વન્યજીવન અભયારણ્ય …… નો ભાગ છે.
(A) વિંધ્યા પર્વતમાળા
(B) સતપુડા પર્વતમાળા
(C) દનના પઠાર
(D) પશ્ચિમ ઘાટ
25. ભદ્રેશ્વર …….. છે.
(A) આસામમાં કાલિમાતાની પૂજા માટેનું મંદિર
(B) ઓડિશામાં શિવ દર્શનનું મંદિર
(C) ગુજરાતનું જૈન તીર્થધામ
(D) બિહારનું બૌદ્ધ યાત્રાનું સ્થળ
26. સોનગઢ કિલ્લાનું નિર્માણ ………. દ્વારા કરવામાં આવ્યું હતું.
(A) શિવાજી
(B) પિલાજીરાવ ગાયકવાડ
(C) હિંદુ ચુડાસમા શાસકો
(D) બ્રિટિશ કર્નલ વિલિયમ કોયર
27. દેશમાં નાનાં બંદરોની માલસામાનની હેરફેર પૈકી ……. ટકા ગુજરાતમાંથી થાય છે.
(A) 51
(B) 61
(C) 71
(D) 81
28. ગુજરાતમાં કેટલા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન (SIR) નોટીફાઈ થયેલાં છે?
(A) 4
(B) 5
(C) 6
(D) 7
29. ગુજરાતમાં વીજ ઉત્પાદનમાં નીચેના પૈકી સૌથી વધુ હિસ્સો કોનો છે?
(A) ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિ. (GSECL)
(B) ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. (GUVNL)
(C) ખાનગી ક્ષેત્ર
(D) કેન્દ્રીય ક્ષેત્ર
30. ગુજરાત મેરીટાઈમ-બોર્ડ દ્વારા …… ને હજીરા પોર્ટના વિકાસ માટે અધિકારો સુપરત કરવામાં આવ્યા છે.
(A) મે, શેલ ગેસ બી.વી.
(B) એસ્સાર
(C) રિલાયન્સ
(D) પેટ્રોનેટ
31. …… દરિયાઈ વિશ્વમાં એલ.પી.જી. (LPG) આયાત કરનાર સૌ પ્રથમ ખાનગી બંદર છે.
(A) ભાવનગર
(B) પોરબંદર
(C) કંડલા
(D) દહેજ
32. ભારતમાં સૌથી મોટી ઘોડા ભરતી ……. પાસે આવે છે.
(A) નર્મદામાં ભરૂચ
(B) મહાનદીમાં જગતસિંહપુર
(C) કાવેરીમાં હમશલા દેવી
(D) ગંગાનદી (હુગલી)માં કોલકાતા
33. ભરૂચ અને શુક્લતીર્થની વચ્ચે કઈ ઉપનદી નર્મદાને મળે છે ?
(A) કાવેરી
(B) અમરાવતી
(C) ભૂખી
(D) ઉપરની તમામ
34. ગુજરાતમાં પ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી?
(A) હજીરા
(B) જામનગર
(C) ખારાઘોડા
(D) વડોદરા
35. ગુજરાતમાં નીચેના પૈકી કયા પાકનો વાવેતર વિસ્તાર સૌથી વધુ છે?
(A) મગફ્ળી
(B) ઘઉં
(C) બાજરી
(D) કપાસ
36. નીચેના પૈકી કયો ગુજરાતનો રવી પાક નથી?
(A) કપાસ
(B) ઘઉં
(C) રાયડો
(D) શેરડી
37. નીચેના પૈકી કઈ નદી / નદીઓ નર્મદાને મળતી નથી?
(1) ભૂખી
(2) ઓરસંગ
(3) અગ્રાવતી
(4) ખારી
(A) ફ્ક્ત (1)
(B) ફ્ક્ત (4)
(C) ફક્ત (1) અને (4)
(D) ફક્ત (2) અને (3)
38. પંચમહાલ અને ભરૂચ જિલ્લાનો કેટલાક ભાગમાં ……. અને ……. ખડકો મળી આવે છે.
(A) ફ્લોસ્પાર, અકીક
(B) ડોલોમાઈટ, ચિરોડી
(C) ગ્રેનાઈટ, નીસ
(D) વુલેસ્ટોનાઈટ, ફ્લોરસ્પાર
39. 1819ના ભૂકંપમાં કચ્છના પશ્ચિમ કોંઠે વસેલું ……. બંદર આખું ……. દરિયામાં ડૂબી ગયેલું.
(A) જબઉ
(B) કોટડા
(C) ભૂજિયા
(D) સિંઘરી
40. ભાવનગ્રનો ફિનારે નીચેના પૈકી કયો બેટ આવેલો નથી?
(A) પીરમ
(B) સવાઈ
(C) માલબેન્ક
(D) સુલતાનપુર
41. ગર્દા ટેકરીઓ ક્યાં જિલ્લામાં આવેલી છે?
(A) ભાવનગર
(B) અમરેલી
(C) કચ્છ
(D) નર્મદા
42. ઉત્તર ગુજરાતની નદીઓમાં ……. સૌથી લાંબી નદી છે.
(A) બનાસ
(B) સરસ્વતી
(C) રૂપેણ
(D) સિપ્રી
43. ગુજરાતમાં ફ્લોરસ્પાર ક્યાંથી મળી આવે છે ?
(A) પારનેરા ડુંગર
(B) આંબા ડુંગર
(C) માંડલના ડુંગર
(D) બાલારામના ડુંગર
44. સલ્તનત યુગના ગુજરાતમાં સૌથી વધુ સમૃદ્ધ બંદર કયું હતું ?
(A) દીવ
(B) ઓખા
(C) સુરત
(D) ખંભાત
45. નીચેના પૈકી કયા સ્થળેથી શાહમૃગના ઈંડાની છાલના મણકા મળી આવ્યાના અહેવાલ છે ?
(A) લાંઘણજ
(B) જવાશિયા
(C) મહેતાખેડી
(D) પાટણ
46. ગુજરાતમાં નીચેના પૈકી કયો કાચો માલ સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ છે ?
(A) લેપીસ લાઝુલી
(B) પીરોજ
(C) અકીક
(D) આપેલ તમામ
47. “બોમ્બે ડક્ર” ……… છે જે મુખ્યત્વે ગુજરાત અને મુંબઈમાં મળી આવે છે.
(A) માછલી
(B) મરઘી
(C) બકરી
(D) ઘાસ
48. આર્દ્ર પર્ણપાતી વન મોટે ભાગે ગુજરાતના …….. જિલ્લામાં ફેલાયેલું છે.
(A) બનાસકાંઠા, નવસારી
(B) રાજકોટ, નવસારી
(C) વડોદરા, પંચમહાલ
(D) ડાંગ અને વલસાડ
49. નીચેના પૈકી કયો બંધ નર્મદા નદી ઉપર બંધાયેલો છે ?
(A) ધોળી
(B) હેરાન
(C) રામી
(D) કોઈ પણ નહિ.
50. નીચેનાં વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) ઢાઢરથી કીમ નદી વચ્ચેના પ્રદેશને “કાનમ“ કહેવાય છે.
(2) કાનમની જમીન લાવામાંથી બનેલી કાળી અને ક્સવાળી જમીન છે.
(3) આ જમીન કપાસના પાકને ખૂબ માફ્ક આવે છે.
(A) વિધાન (1) અને (2) સાચાં છે.
(B) વિધાન (2) અને (3) સાચાં છે.
(C) વિધાન (1) અને (3) સાચાં છે.
(D) ત્રણેય વિધાન સાચાં છે.
51. દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કામ કરતું બંદર નીચેના પૈકી ક્યું છે ?
(A) રોઝી
(B) પોશીત્રા
(C) પીપાવાવ
(D) દહેજ
52. જેને ‘સપ્તસંગમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, એવી વૌઠામાં મળતી સાત નદીઓની સૂચિમાં નીચેની પૈકી કઈ નદી નથી ?
(A) સાબરમતી
(B) માઝમ
(C) મેશ્વો
(D) ભાદર
53. કંડલાને કયા વર્ષમાં ‘મહાબંદર’ તરીકે જાહેર કરવામાં આવેલું હતું ?
(A) ઈ.સ. 1960
(B) ઈ.સ. 1950
(C) ઈ.સ. 1955
(D) ઈ.સ. 1962
54. …….એ પ્રથમ બંદર છે જે ગુજરાત રાજ્યમાં સ્વતંત્રતા પછી વિકસાવવામાં આવ્યું હતું.
(A) કચ્છ
(B) સ્ત્રલા
(C) કંડલા
(D) પોરબંદર
55. ગુજરાતમાં આવેલા કયા રાષ્ટ્રીય ઉદ્યાનને વિશ્વમાં ડાયનાસોર ઈંડાંઓનું બીજું સૌથી મોટું સેવન-ગૃહ ગણવામાં આવે છે ?
(A) વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
(B) ગીર જંગલ રાષ્ટ્રીય ઉધાન
(C) નારા શૈલ ભિત્તિ
(D) ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન
56. ગુજરાતના કયા જિલ્લાને રુદ્રમાતા મધ્યમ સિંચાઈ યોજનાથી લાભ થાય છે ?
(A) કચ્છ
(B) સુરત
(C) વડોદરા
(D) બનાસકાંઠા
57. સાબરમતી, ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદીઓમાંથી એક છે, તેનું ઉદ્ભવ સ્થાન …… છે.
(A) અંબાજી નજીક કોટેશ્વર
(B) અરવલ્લી પર્વતમાળા
(C) ઢેબર સરોવર, રાજસ્થાન
(D) સિનવિ પર્વત, રાજસ્થાન
58. ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત કયો છે ?
(A) ગિરનાર
(B) શેત્રુંજય
(C) કાલા પર્વત
(D) રાજપીપળાનો પર્વત
59. ગુજરાતની ઉત્તર તરફ વહેતી નદીઓ કઈ છે ?
(A) પાર, કૌલક અને દમણ ગંગા
(B) મીંઢોળા, પૂર્ણ અને અંબિકા
(C) વાંકી, ઔરંગ અને તાપી
(D) આજી, મચ્છુ અને બ્રાહ્મણી
60. …… ગુજરાતની ઉત્તર સરહદમાંથી પસાર થાય છે.
(A) મૃગશીર્ષના વિષુવવૃત્તીય
(B) ઉષ્ણકટિબંધ
(C) વિષુવવૃત્ત
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
61. નીચેની પૈકી ગુજરાતની કઈ આર્દ્રભૂમિને/આર્દ્રભૂમિઓને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી આર્દ્રભૂમિ/આર્યભૂમિઓ જાહેર કરવામાં આવી છે ?
(1) થોળ સિંચાઈ જળાશય
(2) પરીએજ સિંચાઈ જળાશય
(3) નળ સરોવર
(4) વઢવાણા સિંચાઈ જળાશય
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) કેવળ 1
(B) 2 અને 3
(C) 1, 2 અને 4
(D) 1, 2, 3 અને 4
62. ગુજરાત રાજ્યમાં …….. યુગના ખડકો દૃશ્યમાન છે.
(1) કેંબ્રિયન પૂર્વ (Pre Cambrian)
(2) મધ્યજીવી મહાકલ્પ (Mesozoic)
(3) પૂરાજીવી મહાક્બ (Paleozoic)
(4) નૂતનજીવ મહાકલ્પ (Cenozolc)
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) કેવળ 1
(B) 2 અને 3
(C) 1, 2 અને 4
(D) 1, 2, 3 અને 4
63. ‘સાંગાવાડી’, ‘ઊંડ’ અને ‘પાર્’ ……. ના નામ છે.
(A) વાનગીઓ
(B) નદીઓ
(C) પશુઓ
(D) ઘઉંનાં બિયારણો
64. નીચેના પૈકી કયા/કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ/રાષ્ટ્રીય ધોરીમાર્ગો ગુજરાતમાંથી પસાર થાય છે ?
(1) NE1
(2) 48 ન્યૂ
(3) 58 ન્યૂ
(4) 56 ન્યૂ
નીચેના સંકેોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) કેવળ 1
(B) 1 અને 2
(C) 2 અને 3
(D) 1, 2, 3 અને 4
65. શંખની હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન …… સ્થળે થાયછે.
(A) નાગેશ્વર
(B) પાદરી
(C) સોમનાથ
(D) બાબર કોટ
66. નીચેના પૈકી કયા/કયું વિધાન સાચું/સાચાં છે ?
(1) શેત્રુંજી નદી ગીરના જંગલમાંથી ઉદ્ભવે છે અને ખંભાતની ખાડીને મળે છે.
(2) શેલ, ખારી, તળાજા આ બધી શેત્રુંજી નદીના જમણા કાંઠાની ઉપનદીઓ છે.
(3) શાતાલી, ઠેબી, ગાંગરિયો આ બધી શેત્રુંજી નદીના ડાબા કાંઠાની ઉપનદીઓ છે.
(4) ખોડિયાર જળાશય યોજના શેત્રુંજી નદી ઉપર છે.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) 1 અને 2
(B) 2 અને 3
(C) 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
67. ગુજરાત મેનગ્રૂવ જંગલના વન આવરણ સંદર્ભે ભારતમાં ……. સ્થાને છે.
(A) પ્રથમ
(B) દ્વિતીય
(C) તૃતીય
(D) ચોથા
68. નીચે આપેલી ઘટતી લંબાઈના સંદર્ભે પશ્ચિમમાં વહેતી નદીઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
(A) નર્મદા-તાપી-સાબરમતી-મહી
(B) તાપી-નર્મદા-મહી-સાબરમતી
(C) સાબરમતી-નર્મદા-તાપી-મહી
(D) નર્મદા-તાપી-મહી-સાબરમતી
69. નીચેના પૈકી કઈ ગુજરાતની પ્રબળ મન્ગ્રોવ પ્રજાતિ છે ?
(A) બ્રુગ્યુઈરા સિલિન્ડ્રીકલ
(B) સીરીઓપ્સ ટેગલ
(C) એવિસિનિયા મરીના
(D) એવીસીનીયા અલ્બા
70. સરકારે દરિયાકિનારાનાં આરક્ષક દળોને તાલીમ આપવા માટે તટવર્તીય આરક્ષકો માટેની રાષ્ટ્રીય તાલીમ સંસ્થા (Natłonal Academy of Coastal Policing) ………. શહેરમાં શરૂ કરવાનું નક્કી કર્યું છે.
(A) કંડલા
(B) ઓખા
(C) સોમનાથ
(D) ભાવનગર
71. ગુજરાત સરકારે ખનન સુરક્ષા સ્વયંસંચાલન શ્રેષ્ઠત્તમ આંતરરાષ્ટ્રીય (International Centre of Excellence in Mining Safety and Automation) …….. માં સ્થાપ્યું છે.
(A) અમદાવાદ
(B) સુરેન્દ્રનગર
(C) રાજકોટ
(D) મહેસાણા
72. ગુજરાતમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની ગ્રીન, ઓરેન્જ અને રેડ એમ ત્રણ પ્રકારની કેટેગરી નક્કી કરવામાં આવી છે. ઓરેન્જ યાદીના સૌથી વધુ ઉધોગો ક્યાં છે ?
(A) અમદાવાદમાં
(B) વડોદરામાં
(C) સુરતમાં
(D) ભરૂચ વિસ્તારમાં
73. દેશમાં જંગલોના કુલ 16 પ્રકારો પાડવામાં આવેલ છે. તે પ્રકારોને ધ્યાને લેતા ગુજરાતમાં કેટલા પ્રકારનાં વનો અસ્તિત્વ ધરાવે છે?
(A) 4
(B) 5
(C) 6
(D) 7
74. મેન્ચૂવ્સ (ચેર) માટેનાં વિધાનો પૈકી કયાં વિધાન/વિધાનો સાચાં છે?
(1) ચેર બિન-ઇમારતી વન પેદાશોનો અગત્યનો સ્રોત છે.
(2) ભરતી, ઓટ, તોફાનોથી, દરિયાકિનારાનું ધોવાણ અટકાવે છે.
(3) તે કાર્બન સિંક (કાર્બન શોષક) તરીકે કામ કરે છે.
(4) ગુજરાતના દરિયામાં ચેર જોવા મળતા નથી.
(A) 1 અને 2
(B) 1, 2 અને 3
(C) 1, 2, 3 અને 4
(B) 1, 2 અને 4
75. દેશમાં કોલસાથી વીજળીનું ઉત્પાદન કરતા પાંચ (Five) સૌથી મોટા એકમો પૈકી બે એક્રમો ગુજરાતમાં આવેલ છે. તે એકમો કયા સ્થળે આવેલા છે ?
(A) મુંદ્રા
(B) સાબરમતી (અમદાવાદ)
(C) વડોદરા
(D) સુરત
76. ગુજરાત રાજ્યની યુનિવર્સિટી અને તેનાં સ્થળ દર્શાવતાં જોડકાં પૈકી કયું જોડકું યોગ્ય નથી ? ‘
(A) ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU) – અમદાવાદ
(B) વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી – ભરૂચ
(C) હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી – પાટણ
(D) મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી – ભાવનગર
77. નદી અને તેના ઉપર બાંધવામાં આવેલ બંધ (ડેમ)ની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(A) નર્મદા – સરદાર સરોવર ડેમ (બંધ)
(B) તાપી – ઉકાઈ ડેમ (બંધ)
(C) મહી – કડાણા ડેમ
(D) સાબરમતી – દાંતીવાડા
78. દેવનીમોરીમાં મળી આવેલી મંજુષા ……. ની બનેલી છે.
(A) શીશી કાચ
(B) મૃણ્યમૂર્તિ (ટેરાકોટા)
(C) ખડક
(D) સુવર્ણ
79. નીચેના પૈકી કઈ ગુજરાતની જનજાતિઓને આદિમ જાતિઓ તરીકે જાહેર કરેલી છે ?
(A) હળપતિ, ઘોડિયા, નાયકડા, ગામિત અને કુકણા
(B) વારલી, ધાનકા, પટેલિયા, રાઠવા અને નાયકડા
(C) કોઠાડી, કોટવાલિયા, પઢાર, સીદી, કોલઘા
(D) કુકણા, ઘોડિયા, નાયકડા, પટેલિયા અને રબારી
80. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
(A) સુરખાબ અભયારણ્ય – કચ્છ
(B) ઘુડખર અભયારણ્ય – જામનગર
(C) રતનમહાલ અભયારણ્ય – દાહોદ
(D) ગીર અભયારણ્ય – ગીર સોમનાથ
81. કચ્છમાં નીચે પૈકી કયા બેટમાં ધોળાવીરા આવેલું છે ?
(A) બેલા
(B) ખદીર
(C) પદ્મ
(D) એક પણ નહિ
82. નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં વન-આવરણ સૌથી ઓછું છે?
(A) ગાંધીનગર
(B) પાટણ
(C) આણંદ
(D) ખેડા
83. નીચેના પૈકી કર્યા આબોહવાકીય પ્રકાર મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં ફ્લાયેલો છે?
(A) અંશતઃ ભેજવાળી સંક્રમણિકની શુષ્ક
(B) અર્ધ શુષ્ક ઉષ્ણકટિબંધીય શુષ્ક
(C) અર્ધ શુષ્ક ઉપ ઉષ્ણકટિબંધીય શુષ્ક
(D) અંશતઃ ભેજવાળી ઉષ્ણકટિબંધીય શુષ્ક
84. ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે?
(A) પંચમહાલ
(B) બનાસકાંઠા
(C) રાજકોટ
(D) પોરબંદર
85. નીચેના પૈકી કયા જિલ્લાઓમાં મેન્જીવ જંગલો આવેલાં છે?
(A) કચ્છ અને જામનગર
(B) સુરત અને ડાંગ
(C) વલસાડ અને નવસારી
(D) સાબરકાંઠા અને બનાસકાંઠા
86. નીચેના પૈકી કયું વૈધાનિક નગર નથી?
(A) અંકલેશ્વર
(B) અંજાર
(C) જૂનાગઢ
(D) મુંદ્રા
87. નીચેનામાંથી કઈ નદી ‘કુંભારિકા’ ગણાય છે?
(A) બનાસ
(B) સાબરમતી
(C) મીંઢાળા
(D) તાપી
88. કયા વિહારધામને દરિયાકિનારો નથી?
(A) અહમદપુર માંડવી
(B) ઉભરાટ
(C) નારગોલ
(D) સાપુતારા
89. “ભાલ” પ્રદેશનો નીચેના પૈકી કયાં મેદાનોમાં સમાવેશ થાય છે ?
(A) વિરમગામનું મેદાન
(B) અમદાવાદના મેદાનનો દક્ષિણ – પશ્ચિમ ભાગ
(C) ચરોતરના પૂર્વનું મેદાન
(D) ઢાઢરનું મેદાન
90. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ઘેટાં સંવર્ધનકેન્દ્ર આવેલું છે?
(A) ડાંગ
(B) પાટણ
(C) ધોળકા
(D) પોરબંદર
91. ગુજરાતમાં ક્ષારીય જમીનને નવસાધ્ય કરવાની બાબતમાં નીચેનાં વિધાનો પૈકી શું સાચું છે?
(A) ઈ.સ. 1963માં ‘ખારલેન્ડ એક્ટ’ ઘડવામાં આવ્યો.
(B) ગુજરાત રાજ્ય ખાર જમીન વિકાસ મંડળ મારફ્ત કાર્ય થાય છે.
(C) આ જમીનને નવસાધ્ય કરવાની ત્રણ પદ્ધતિ છે.
(D) ઉપરના ત્રણેય વિકલ્પ સાચા છે.
92. બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું ક્યું ખનીજ સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સ પર ચમક લાવવા વપરાય છે?
(A) ગ્રેફાઇટ
(B) બેન્ટોનાઈટ
(C) વુલેસ્ટોનાઈટ
(D) કેલ્સાઈટ
93. ગુજરાતમાં ફ્લોરસ્પાર નીચે પૈકી કયા સ્થળેથી મળે છે?
(A) વડોદરા જિલ્લામાં આંબાડુંગર ડુંગરગામ અને નૌતિટોકરી
(B) ભરૂચ જિલ્લાના રતનપુર અને રાજપીપળાના ડુંગરો
(C) સુરત જિલ્લામાં ઓસવાડ અને માંગરોળ
(D) જૂનાગઢ જિલ્લામાં
94. નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી?
(A) લક્ષ્મીવિલાસ પેલેસ-ભુજ
(B) વિજયવિલાસ પેલેસ – ભુજ
(C) અડાલજની વાવ-ગાંધીનગર
(D) પ્રાગમહલ – ભુજ
95. નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર (Catchment area) છે?
(A) નર્મદા
(B) તાપી
(C) મહાનદી
(D) ગોદાવરી
96. ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરિવાહ (Drainage) જોવા મળે છે ?
(A) આયાતકાર
(B) વૃક્ષાકાર
(C) જાળીઆકાર
(D) ત્રિજ્યા
97. નીચેના જિલ્લાઓને જંગલવિસ્તારના વિતરણના સંદર્ભમાં ઘટતા જતાં ક્રમમાં દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો.
(A) કચ્છ, જૂનાગઢ, નર્મદા, ડાંગ
(B) ડાંગ, નર્મદા, જૂનાગઢ, કચ્છ
(C) નર્મદા, ડાંગ, કચ્છ, જૂનાગઢ
(D) જૂનાગઢ, ડાંગ, નર્મદા, કચ્છ
98. નીચેના પૈકી કયું બંદર “દુનિયાનું વસ્ત્ર” કહેવાતું હતું?
(A) ભરૂચ Deputy
(B) ખંભાત
(C) સુરત
(D) ઘોઘા
99. કચ્છના દરિયાકાંઠે સમુદ્ર વેપાર વિકસે તે સારુ રાખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી કયાં બંદરનો વિકાસ કરવામાં આવ્યો?
(A) માંડવી
(B) કંડલા
(C) જો
(D) મુંદ્રા
100. ગુજરાતના નીચેના જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં વધુ તાલુકાઓ આવેલા છે ?
(A) અમરેલી
(B) સુરેન્દ્રનગર
(C) બનાસકાંઠા
(D) ભરૂચ
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here