GPSC PT 2016 to 2023 Solved – પર્યાવરણ – 2
GPSC PT 2016 to 2023 Solved – પર્યાવરણ – 2
1. નીચેના પૈકીનું કયું જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર સૌથી વધુ ભૌગોલિક વિસ્તાર ધરાવે છે?
(A) કચ્છનું મોટું રણ
(B) મન્નારની ખાડી
(C) સુંદરવન
(D) નીલગિરિ
2. એગ્રોફોરેસ્ટ્રી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(1) આ પદ્ધતિમાં જંગલમાં નાશ પામેલાં વૃક્ષોને સ્થળે ખેતીના પાકોનું વાવેતર કરવામાં આવે છે.
(2) આ પદ્ધતિમાં બહુપયોગી વૃક્ષોને ખેતરના એકાદ ટુકડામાં પદ્ધતિસર ઉછેરવામાં આવે છે.
(A) ફક્ત (1)
(B) ફક્ત (2)
(C) (1) અને (2) બંને
(D) (1) અને (2) પૈકી કોઈ નહીં.
3. ગુજરાતના નીચેના પૈકી કયા જિલ્લામાં મેન્ગ્રેવ જંગલો નથી?
(A) કચ્છ
(B) ડાંગ
(C) જામનગર
(D) જૂનાગઢ
4. નિવસનતંત્રમાં નીચેના પૈકી કયું ચક્રીય નથી?
(A) કાર્બન
(B) પાણી
(C) ઓક્સિજન
(D) ઊર્જા
5. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ક્યારે અસ્તિત્વમાં આવ્યો ?
(A) 1972
(B) 1975
(C) 1982
(D) 1985
6. સ્વતંત્રતા પછી જળપ્રદૂષણ અંગેનો કાયદો ઘડનાર પ્રથમ રાજ્ય કયું છે?
(A) કર્ણાટક
(B) કેરલ
(C) ઓરિસ્સા
(D) ઉત્તર પ્રદેશ
7. આપત્તિ સંચાલનમાં કયા સંસાધન ઉપયોગી થાય છે ?
(A) ઉપગ્રહ
(B) હેમ રેડિયો
(C) વેધશાળા
(D) ઉપરનાં તમામ
8. પર્યાવરણમાં પ્રદૂષકોની ઉપસ્થિતિને સામાન્ય રીતે ppmમાં દર્શાવવામાં આવે છે. આ ppmનું પૂરું નામ શું છે ?
(A) પાર્ટિકલ્સ પર માઇક્રોગ્રામ
(B) પોલ્યુટેડ પાર્ટ્સ મિલિયન
(C) પ્યોરિટી પર માઇક્રોગ્રામ
(D) પાર્ટ્સ પર મિલિયન
9. નીચેના પૈકી કયો ગ્રીન હાઉસ વાયુ છે, પરંતુ વાયુ પ્રદૂષક નથી ?
(A) નાઈટ્રોજન ઓક્સાઈડ
(B) કાર્બન ડાયોક્સાઈડ
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) બંને પ્રદૂષકો છે.
10. આઈચી લક્ષ્યાંકો નીચેના પૈકી કઈ બાબત સાથે સંબંધિત છે ?
(A) મોન્ટ્રિયલ પ્રોટોકોલ
(B) જૈવિક વિવિધતા પર સંમેલન
(C) રામસર સંમેલન
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
11. વિશ્વ વન્યજીવ દિવસ 2018નો વિષય ……… છે
(A) મોટી શિકારી બિલાડીઓ ખતરા હેઠળ (Big cats : Predators under threat)
(B) મોટી બિલાડીઓનું રક્ષણ કરવા માટેનો સમય (Big cats : Time to protect)
(C) નાની બિલાડીઓ, સરીસૃપિ ખતરા હેઠળ (small cats : Reptiles under threat)
(D) મોટી બિલાડીઓ, નાનાં પક્ષીઓ ખતરા હેઠળ (Big cats : Small birds under threat)
12. વૈશ્વિક નાગોયા પ્રોટોકોલ નીચેનામાંથી કઈ બાબતની સમજૂતી છે?
(A) આનુવંશિક સંસાધનોના લાભોની વહેંચણી ઉપયોગથી ઉદ્ભવતા ન્યાયપૂર્ણ
(B) આબોહવા પરિવર્તન અંગેનો કરાર
(C) અક્ષય વિકાસ અંગેનો કરાર
(D) આબોહવા પરિવર્તન અંગેનો પ્રોટોકોલ
13. નીચેના પૈકી કયું મુખ્ય પર્યાવરણીય આંતરરાષ્ટ્રીય સંમેલન, જોખમી પદાર્થ સંબંધિત નથી ?
(A) બેસેલ સંમેલન
(B) રામસર સંમેલન
(C) રોટરડેમ સંમેલન
(D) સ્ટોકહોમ સંમેલન
14. નીચેના પૈકી કયા ગ્રીન હાઉસ વાયુથી મહત્તમ વૈશ્વિક ઉષ્ણતાની (GWP) સંભાવના છે ?
(A) કાર્બન ડાયોક્સાઈડ
(B) હાઈડ્રો ફ્લોરો કાર્બન
(C) મિથેન
(D) નાઈટ્રસ ઓક્સાઇડ
15. નીચેનામાંથી ક્યું એસિડ વરસાદનું કારણ છે ?
(A) કાર્બન ડાયોક્સાઈડ
(B) ક્લોરો ફ્લોરો કાર્બન
(C) સલ્ફર ડાયોક્સાઈડ
(D) હાઈડ્રો કાર્બન
16. નીચેના પૈકી કયા રાષ્ટ્રીય ઉધાનને, UNESCO એ વિશ્વ ધરોહર ‘વિશ્વ વિરાસત સ્થળ’ તરીકે જાહેર કરેલ નથી ?
(A) સુંદરવન
(B) કેવલા દેવ
(C) ગીર
(D) કાઝીરંગા
17. ઊર્જાના વૈકલ્પિક સંદર્ભે બાયોફ્યુઅલ તરીકે ઇથેનોલ ……… માંથી મેળવી શકાય છે.
(A) બટેટા
(B) ચોખા
(C) શેરડી
(D) ઘઉં
18. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016 અનુસાર પ્લાસ્ટિકની થેલીની ન્યૂનતમ જાડાઈ કેટલી હોવી જોઈએ ?
(A) 40 માઈક્રોન
(B) 45 માઈક્રોન
(C) 55 માઈક્રોન
(D) 50 માઈક્રોન
19. …… ને બચાવવા કચ્છના લાલા અભયારણ્યમાં ખેડૂતોએ અકાર્બનિક ખાતર અને ઝેરી જંતુનાશકોનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે.
(A) ઘોરાડ
(B) બળા જળકૂકડી
(C) ઘુડખર
(D) કોઇ પણ નહીં.
20. ભારત સરકાર દ્વારા દેશનાં 10 મુખ્ય શહેરોમાં વાયુ પ્રદૂષણના સ્તરના છ માપદંડોને જુદા જુદા રંગોમાં પ્રદર્શિત કરવા માટે “રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા સૂચકાંક” ક્યારે અમલમાં મૂકવામાં આવેલ હતો ?
(A) એપ્રિલ, 2014
(B) જૂન, 2014
(C) એપ્રિલ, 2015
(D) જાન્યુઆરી, 2016
21. ભારતમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ પ્રથમ વખત કયા વર્ષમાં “રાષ્ટ્રીય વન નીતિ”ની ઘોષણા કરવામાં આવી હતી ?
(A) ઈ.સ. 1952
(B) ઈ.સ. 1956
(C) ઈ.સ. 1962
(D) ઇ.સ. 1970
22. નીચેની પૈકી કઈ પદ્ધતિથી ઠોસ કચરાનું પુનઃચક્રણ થાય છે ?
(A) ગોટિકા (પેલેટિઝેશન)
(B) બાળી નાખવું (ઈન્સિનરેશન)
(C) અવશિષ્ટ ભરાવક્ષેત્ર (લેન્ડફ્સિ)
(D) સ્વચ્છતાલક્ષી ભરાવક્ષેત્ર (સેનિટરી લેન્ડફ્સિ)
23. નીચેનું પૈકી કયું વિધાન ક્લાઉડ સીડિંગને સમજાવે છે ?
(A) અપેક્ષિત વરસાદની અપેક્ષાએ બીજ વાવેતર
(B) ક્લાઉડ કમ્પ્યુટિંગનો ઉપયોગ કરીને ઝડપી માહિતીનું હસ્તાંતરણ
(C) કૃત્રિમ વરસાદ પેદા કરવાની એક પદ્ધતિ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
24. કઈ સંસ્થા ઉત્પાદનોને ઈકો-માર્કથી નામપત્રિત કરે છે ?
(A) પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય
(B) સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
(C) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ
(D) ભારતીય માનક બ્યૂરો
25. ભારતીય ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાન સંસ્થા ક્યાં આવેલી છે ?
(A) મુંબઈ
(B) દિલ્હી
(C) પૂના
(D) બેંગાલુરુ
26. શહેરી વિકાસ અને પર્યાવરણ ફેરફાર અંગેના નીચેનાં વિધાનો પુરાવા ધ્યાને લો.
(1) શહેરી પરિવહન અને CO2 ઉત્સર્જન
(2) વધુ કાર્યક્ષમ મકાન પ્રકારોની ઊર્જા બચત
(3) “કાર્બન સીન્ક” તરીકે વનોની જાળવણી
(4) જમીનનો મિશ્ર ઉપયોગ, રહેઠાણ અને રોજગારી ઉપરનાં પૈકી કયું – કયા વિધાન – નો સાચું – સાચાં છે?
(A) ફ્ક્ત 1,3 અને 4
(B) ફક્ત 2, 3 અને 4
(C) ફક્ત 1, 2 અને 3
(D) 1, 2, 3 અને 4
27. કૃષિક્ષેત્રે નીચેના પૈકી કયું નૈતિક ચિંતા બની શકે છે ?
(A) ટર્મિનેટર બીજનો ઉપયોગ
(B) ટ્રાન્સજેનિક પાકને કારણે થતી એલર્જિક પ્રતિક્રિયાઓ
(C) સુપર નીંદણ બનાવવું
(D) વનસ્પતિમાં પ્રાણી જનીનો નાખવા
28. નીચેના પૈકી કર્યો સંયુક્ત રાષ્ટ્રનો જૈવવિવિધતાનો દસ) (UN Decade on Blodiversity) છે ?
(A) 2011 – 2020
(B) 2016 – 2025
(C) 2014 – 2024
(D) 2005 – 2014
29. ભારતમાં નીચેના પૈકી કઈ જણસમાં સૌથી વધુ જૈવવિવિધતા જોવા મળે છે?
(A) કેરી
(B) સાગ
(C) ઘઉં
(D) બાજરી
30. નીચેનાં વિધાનો વાંચો.
(1) કચ્છના મોટા રણનું જૈવક્ષેત્ર ભારતનું સૌથી મોટું સંરક્ષિત જૈવક્ષેત્ર છે.
(2) આ જૈવક્ષેત્રની મુખ્ય પ્રાણીસૃષ્ટિ ભારતીય જંગલી ગધેડો છે.
(A) ફક્ત (1) સાચું છે.
(B) ફક્ત (2) સાચું છે.
(C) (1) અને (2) બંને સાચાં છે.
(D) (1) અને (2) પૈકી કોઈ સાચું નથી.
31. નીચે જણાવેલ વાયુઓને તેમની વાતાવરણમાં ટકાવારીના ઘટતાં જતાં ક્રમમાં ગોઠવો.
1. ઓક્સિજન
2. નાઇટ્રોજન
3. કાર્બન ડાયોક્સાઇડ
4. આર્ગન
(A) 1, 2, 3 અને 4
(B) 2, 1, 4 અને 3
(C) 3, 4, 2 અને 1
(D) 2, 1, 3 અને 4
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here