GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 3

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 3

1. જૈન ધર્મ અનુસાર મહાવીર સ્વામી પૂર્વે કેટલા તીર્થંકરો થયાં છે? 
(A) 21
(B) 22
(C) 23
(D) 24
2. નીચેના વાક્યો તપાસો અને ક્યા વાક્યો યોગ્ય છે?
1. ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય વેદ ગણાય છે.
2. ઋગ્વેદ ઉપરાંત ત્રણ વેદોની રચના થયેલ છે,
3. અગત્યના પ્રાચીન મહાકાવ્યોમાં રામાયણ અને મહાભારતની ગણના થાય છે.
4. જૈન ધર્મના સાહિત્યમાં “ત્રિપિટક” સૌથી મહત્ત્વનો ગ્રંથ છે.
(A) 1 અને 2
(B) 1, 2 અને 3
(C) 1, 2 અને 4
(D) 1, 2, 3 અને 4
3. નીચેના વાક્યો તપાસો :
1. “અર્થશાસ્ત્ર”ની રચના કૌટિલ્ય/ચાણક્ય દ્વારા કરવામાં આવેલ હતી. આ ગ્રંથ મૌર્યકાળના રાજ્યનું સ્વરૂપ, રાજાના કર્તવ્યો વગેરે બાબતો પર પ્રકાશ પાડે છે.
2. મેગેસ્ટનિસ દ્વારા રચિત “ઇન્ડિકા” એ મૌર્ય શાસનના સિદ્ધાંતો, શાસક અધિકારીના કર્તવ્યો, નાગરિકોની ફરજ જેવી બાબતોની વિગતો દર્શાવે છે.
3. “મુદ્રારાક્ષસ”ના લેખક વિશાખાદત્ત હતા, તે મૌર્ય ઇતિહાસ જણાવે છે.
(A) 1 અને 2 વાક્યો યોગ્ય છે.
(B) 1 અને 3 વાક્યો યોગ્ય છે.
(C) 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
(D) 1, 2 અને 3 વાક્યો યોગ્ય નથી.
4. નીચેના વાક્યો તપાસો :
1. ગુપ્તકાલીન ભારતમાં, અહિક્ષત્ર, મથુરા, પાટલીપુત્ર, કૌશામ્બી જેવાં વાણિજ્યના અગત્યના કેન્દ્રો હતાં.
2. ગુપ્તકાળમાં મેઘદૂતમ, શાકુન્તલમ, રઘુવંશ, કુમારસંભવમ્ જેવાં ગ્રંથોનું નિર્માણ થયેલ.
3. ગુપ્તકાળમાં ખગોળવિજ્ઞાન ક્ષેત્રમાં અમોલ ગ્રંથ “આર્ય ભટ્ટીયમ્”ની રચના થયેલ હતી.
4. બિન્દુસાગર, સમ્રાટ અશોક જેવા મહાન રાજાઓ ગુપ્તકાળમાં થયેલ હતા.
(A) 1 અને 2 વાડ છે.
(B) 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
(C) 1, 2 અને 4 વાક્યો યોગ્ય છે.
(D) 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
5. નીચેના વાક્યો તપાસો :
1. પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામાએ ભારતના જળમાર્ગની શોધ કરી અને પોર્ટુગીઝ લોકો સૌ પ્રથમ વેપાર કરવા ભારત આવ્યા.
2. 1608 માં અંગ્રેજ કંપનીનું વહાણ સૌ પ્રથમ સુરત આવેલ હતું.
3. 1613 માં જહાંગીર બાદશાહની પરવાનગીથી સુરત ખાતે પ્રથમ કોઠી સ્થાપી.
4. ભારતમાં સત્તા સ્થાપવા માટે કુલ 4 કર્ણાટક યુદ્ધો થયાં હતાં.
(A) 1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
(B) 1, 2 અને 4 વાક્યો યોગ્ય છે.
(C) 1,2 અને ૩ વાક્યો યોગ્ય છે.
(D) 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
6. નીચેના વાક્યો તપાસો :
1. સિરાજ ( દૌલા ગામે કામી વર્ષો / લાનું થયેલ હતું.
2. 1764માં સંયુક્ત સેના ને કાનીની સેના વચ્ચે કાર તે યુદ્ધ થયેલ હતું.
3. ગવ પર જનરલ ડેલહાઉસીએ “જીત, જતી જાને બાવરણો ની’નો માધ્યમથી રાજ્ય વિસ્તાર કલિ હતો.
4. કંપનીના વહીવટને કારણે ખેડૂત પાયમાલ થયો કે વાનીમાં હિતના માધ્યમથી ધંધા રોજગાહનો વિકાસ થયો.
(A) માત્ર 1, 2, અને 3 વાક્યો ખરાં છે.
(B) માત્ર 2, 3 અને 4 વાક્યો ખરા છે.
(C) માત્ર 1, 3 અને 4 પાકો ખરા છે.
(D) 1, 2, 3 અને 4 પાક્યો ઘણું છે.
7. 1857 ના સંગ્રામમાં, ગુજરાતના નીચેના પૈકી કયા શહેરો સંગ્રામકુનો ન હતા?
(A) અમદાવાદ, ગોધરા, સાબરકાંઠા
(B) પાટણ, ખેરાલુ, વિજાપુર
(C) ખેડા, દ્વારકા, ઓખા
(D) વડોદરા, (ભાવનગર, ગોંડલ
8.આત્યંતિક રાષ્ટ્રવાદના કાર્યમાં નીરોના પૈકી કયા મહાનુભાવ જોડાયેલ ન હતા?
(A) શ્રી મોહનલાલ કામેશ્વર પંડ્યા, પૂંજાભાઈ વકીલ અને વસંતરાવ વ્યાસ
(B) શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા
(C) સરદારસિંહ રાણા, મેડમ ભિખાઈજી કામાં
(D). રોમેશરાંદ્ર દત્ત, દિનશા વારછા, સુરેન્દ્રનાથ બેનરજી
9. ….. રજવાડા સામે કરાયેલી “પોલીસ કાર્યવાહી”ને ઓપરેશન પોલો (Polo) નામ આપેલ હતું.
(A) જૂનાગઢ
(B) હૈદરાબાદ
(C) ત્રાવણકોર
(D) કાશ્મીર
10. કાોરી લૂંટ કેસ (Kakori Robbery Case)માં, ભારતના કયા ક્રાંતિકારીને કેદ કરી શકાયા ન હતા ?
(A) ચંદ્રશેખર આઝાદ
(B) કુન્દનલાલ
(C) રાજેન્દ્ર લાહિરી
(D) અશ્ફાક ઉલ્લાહ ખાન
11. નીચેનાં વિધાનો ……. સલ્તનત શાસક સાથે સંકળાયેલાં છે
1. તેણે “Blood and iron” (રક્ત અને લોહ) ની નીતિ અપનાવી હતી.
2. તે સિજદા અને પાઇબોસ (Sijada and Paibos) ના સમારોહનો આગ્રહ રાખતો હતો.
3. તેણે લશ્કરી વિભાગ (દીવાને-એ-અર્ક)નું પુનર્ગઠન કર્યું અને જે સૈનિક હવે સેવા માટે યોગ્ય ન હતા તેમને પેન્શન આપી દીધું.
(A) કુતબુદ્દીન ઐબક
(B) ઇલ્યુમીશ
(C) બલ્બન  
(D) અલાઉદ્દીન ખીલજી
12. લંડનમાં વાર્ષિક ધોરણે યોજાતી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામી ભારતીય સિવિલ સેવામાં જોડાનારા પ્રથમ ભારતીય …… હતા.
(A) સત્યેન્દ્રનાથ ટાગોર
(B) સુરેન્દ્રનાથ બેનરજી
(C) અરવિંદો ઘોષ
(D) દાદાભાઈ નવરોજી
13. પ્રાચીન ભારતમાં વિષ્ટી એ શું હતું ? 
(A) સોનાના નિભાવ માટે આમ જનતા પર લગાવવામાં આવતો કર
(B) એક પ્રકારનું જમીન અનુદાન
(C) શાહી સૈન્ય અને અધિકારીઓની સેવા માટે બળજબરી મજૂરી (Forced Labour)
(D) એક પ્રકારનો વિધિ
14. નીચેના પૈકી કઈ બાબતે ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી?
1. Charter Act of 1813
2. General Committee of Public instruction, 1823
3. Orientalist (પ્રાચ્ય) and Anglicist (અંગૂલીવાદી)Controversy
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2
(C) માત્ર 1 અને 3
(D) 1, 2 અને 3
15. પીલાજી ગાયકવાડના અનુગામી એ તેમના પુત્ર …… બન્યા.
(A) દામાજી પહેલા
(B) દામાજી બીજા
(C) ખાંડે રાવ
(D) મલ્હાર રાવ
16. 1857 વિપ્લવ બાદ બ્રિટિશ સેનાના પુનર્ગઠન બાબતે નીચેના પૈકી કયું વિધાન | કયાં વિધાનો સત્ય છે ?
1. સૈન્યમાં યુરોપીયનોનું પ્રતિશત ઘટાડવામાં આવ્યું હતું.
2. સૈન્યમાં જુદાં જુદાં જૂથોમાં ભાગલા પાડવા માટે શીખ, ગુરખા જેવી કેટલીક જાતિઓ બિનલડાયક જાહેર કરવામાં આવી હતી.
(A) માત્ર 1
(B) માત્ર 2
(C) માત્ર 1 અને 2
(D) 1 અથવા 2 એક પણ નહીં
17. નીચેના પૈકી કઈ સંસ્થાઓએ હિંદ છોડો ચળવળમાં ભાગ લીધો હતો?
1. હિંદ મહાસભા
2. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)
3. મુસ્લિમ લીગ
(A) માત્ર 1
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 2 અને 3
(D) ઉપરના પૈકી એક પણ નહીં
18. નીચેના પૈકી કયા પ્રદેશનું જૂનું નામ મેલુહા છે ?
(A) બેહરીન
(B) સિંધુ સંસ્કૃતિ વિસ્તાર
(C) પશ્ચિમ યુરોપ
(D) ઉપરના પૈકી કોઇ નહીં.
19. આદિપુરાણના લેખક અને વિખ્યાત જૈન વિદ્વાન જિનસેન નીચેના પૈકી કયા રાજવીના દરબારમાં હતા ?
(A) દેવપાલ, પાલ રાજવી
(B) અમોધ વર્ષા-ન, રાષ્ટ્રકૂટ રાજવી
(C) મિહિર ભોજ, પ્રતિહાર રાજવી
(D) કુમારપાળ, સોલંકી રાજવી
20. નીચેના પૈકી કઈ ખેડૂત ચળવળ અંગ્રેજોની અફીણ નીતિનું પરિણામ હતી ?
(A) બિરસાઈ ઉબ્દુલન (1899-1900)
(B) પબના વિદ્રોહ (1873)
(C) મરાઠા ખેડૂત બળવો (1875)
(D) લાગુરી ધાવા (1861)
21. યુદ્ધ દરમિયાન ભારતીયો દ્વારા લંડ પ્રેરક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવા માટે નીચેના પૈકી કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ?
(A) મોન્ટેગ્યુ કમિશન
(B) સાયમન કમિશન
(C) રોવલેટ્ટ કમિશન 
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
22. 18મી સદીમાં સ્ત્રીઓની સામાજિક સ્થિતિ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
(A) સ્ત્રી કેળવણી ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું ન હતું
(B) બાળવિવાહ સામાન્ય રીતે ઉત્તર ભારતમાં પ્રચલિત હતા.
(C) સતીપ્રથા સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં પ્રચલિત ન હતી.
(D) 18મી સદીના અંતમાં વિધવાઓની સ્થિતિ વધુ વણસી.
23. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં જાહેર થયેલા ધ્યેયો બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
(A) રાષ્ટ્રવાદી રાજકીય કાર્યકરો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવું.
(B) અંગ્રેજ સરકાર વિરુદ્ધ અહિંસક રાજકીય ચળવળની શરૂઆત
(C) રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ અને સુગઠન
(D) દેશમાં જનતાની તાલીમ અને સંગઠન
24. ભારતના ઇમ્પિરિયલ ગેઝેટે નોંધ્યું કે મુંબઈ પ્રેસિડન્સીના ……. ખાતે 1857નો બળવો જોવા મળ્યો હતો. 
(A) રાજકોટ
(B) ભાવનગર
(C) જૂનાગઢ
(D) કરાચી અને અમદાવાદ
25. મૌર્ય શાસન દરમિયાન વેપારને ઉત્તેજન આપનાર શાહી ધોરી- માર્ગ પાટલીપુત્રથી …… હતો.
(A) તક્ષશિલા
(B) મુલતાન
(C) કાબુલ
(D) સિયાલકોટ
26. ……….. પ્રથમ એંગ્લો-મરાઠા યુદ્ધની શાંતિ-સંધિ હતી.
(A) રાજઘાટ શાંતિ સંધિ
(B) સાલબાઈ શાંતિ સંધિ
(C) સુરજી અનજાન ગાઉ શાંતિ સંધિ
(D) વસઈ શાંતિ સંધિ
27. પ્રાચીન ભારતીય પ્રત સંદર્ભે નીચેના / નીચેનું પૈકી કયાં / કયું વિધાનો / વિધાન ખોટું / ખોટાં છે ?
(1) સિંધુ સંસ્કૃતિની લિપિ મુદ્રા ઉપર જોવા મળે છે.
(2) અશોકના સમયની આજ્ઞા ઉપર બ્રાહ્મણી લિપિ જોવા મળે છે
(3) ખરોષ્ઠીએ પ્રાચીન લિપિ નથી.
(4) દેવનાગિરી દક્ષિણ ભારતમાં પ્રચલિત હતી.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 3 અને 4
(C) ફક્ત 2 અને 4
(D) 1, 2, 3 અને 4
28. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રથમ બેઠક મુંબઈમાં ………ની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
(A) એ, ઓ. હ્યુમ
(B) સુરેન્દ્રનાથ બેનરજી
(C) વ્યોમેશચંદ્ર બેનરજી
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
29. ભારત બહાર સ્વતંત્ર ભારતીય સેના સ્થાપનાર પ્રથમ વ્યક્તિ ……. હતી.
(A) એમ. એમ. રોય
(B) લાલા હરદયાલ
(C) રાસ બિહારી બોઝ
(D) સુભાષચંદ્ર બોઝ
30. નીચેનામાંથી કયો શિલાલેખ બુદ્ધના જન્મનો સંદર્ભ દર્શાવે છે ?
(A) લુમ્બિની
(B) કાલસી
(C) બૈરાત
(D) માસકી
31. નીચેના કયા આક્રમણને કારણે ભારતનો સંપર્ક પર્શિયન ઉપસાગર, મધ્ય એશિયા અને ભૂમધ્ય સાથે સ્થપાયો ?
(A) એલેક્ઝાન્ડર
(B) હૂણ
(C) તુર્ક
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
32. લોર્ડ વેલેસ્લે દ્વારા અપનાવેલ સહાયક જોડાણ (subsidary Alliance) સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
(A) જોડાણવાળા ભારતીય રાજ્યના શાસકને તેના પ્રદેશના વ્યવસ્થાપન માટે બ્રિટિશ દળની સ્થાયી વ્યવસ્થા સ્વીકારવાની અને તેનો ખર્ચ ઉઠાવવાની ફરજ પડી હતી.
(B) એક બ્રિટિશ મૂળની વ્યક્તિને શાસકના દરબારમાં કાયમી પદ આપવામાં આવેલ હતું.
(C) બ્રિટિશ બાહ્ય આક્રમણોથી શાસનને રક્ષણ આપતું હતું.
(D) જો બ્રિટિશ રક્ષણ હેઠળના રાજ્યના શાસકને પોતાના વંશજ ન હોય અને તે શાસક જો મૃત્યુ પામે તો તે રાજ્ય બ્રિટિશ શાસન હેઠળ આવી જાય.
33. રાજ્ય પુનઃસંગઠન અધિનિયમ (State Reorganization Act, Nov. 1956) સંદર્ભે નીચેનું પૈકી કયું સાચું નથી ?
(A) કચ્છ અને સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ કરી તેનું વિસ્તરણ કર્યું.
(B) તેણે મદ્રાસના કન્નડભાષી વિસ્તારને હૈદરાબાદ સાથે જોડ્યા.
(C) હૈદરાબાદના મરાઠીભાષી વિસ્તારનું પણ મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ કરવામાં આવ્યું.
(D) તેણે હૈદરાબાદના તેલંગાણા વિસ્તારનું આંધ્રમાં સ્થાનાંતરણ કર્યું.
34. નીચેની કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
(1) ક્લેમેન્ટ એટલી – કેબિનેટ મિશન પ્લાન
(2) લોર્ડ લિનલિથગો – ઓગસ્ટ ઓફર
(3) લોર્ડ વેવેલ – બ્રેકડાઉન પ્લાન
(4) લોર્ડ માઉન્ટ બેટન – પ્લાન બાલકન
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1, 2 અને 3
(D) 1, 2, 3 અને 4
35. 1857ના વિપ્લવ બાદ નીચેનાં પૈકી કયાં પરિણામો આવ્યાં ?
(A) રાણી વિક્ટોરિયાનું જાહેરનામું જેમાં બ્રિટિશ રાજગાદીએ ભારતમાં વહીવટની સીધી જવાબદારી હસ્તગત કરી.
(B) બંગાળમાં બેવડી સરકારની શરૂઆત થઈ.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
36. ભારતની બહાર સ્વતંત્ર ભારતીય સૈન્યની સ્થાપના કરનાર પ્રથમ વ્યક્તિ …….. હતા. 
(A) એમ. એન. રોય
(B) લાલા હરદયાલ
(C) રાસબિહારી બોઝ
(D) સુભાષચંદ્ર બોઝ
37. નીચેનાં પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
(A) ‘ડિશ-ઓન-સ્ટેન્ડ’ એ હડપ્પા સંસ્કૃતિનું લાક્ષણિક વાસણ છે.
(B) ઘઉં હડપ્પાનો મુખ્ય ખોરાક હતો.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
38. નીચેનાં પૈકી ક્યું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
(A) ઋગ્વેદ સમયમાં ઇન્દ્ર સૌથી મોટો ભગવાન છે.
(B) ૠગ્વેદનાં તમામ મંડળોની શરૂઆત અગ્નિની સ્તુતિથી થાય છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
39. નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(1) વૈદિક સમયમાં આયસનો સંદર્ભ ધાતુ હતો.
(2) ૠગ્વેદ પછીના સમયમાં શ્યામ આયસ અથવા કૃષ્ણ આયસનો સંદર્ભ લોખંડ થતું હતું.
(3) આમ, ૠગ્વેદ એ લોહકાળ પૂર્વેનો ગ્રંથ છે.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 3
(D) 1, 2 અને 3
40. સ્કંદગુપ્તનો મંદસૌરનો શિલાલેખ અને ઇન્દોરનું તામ્રપત્ર દર્શાવે છે કે –
(A) તેઓ વિવિધ કારીગરોના શક્તિશાળી સમૂહો હતાં.
(B) તેઓ આર્થિક રીતે સદ્ધર હતાં.
(C) તેઓ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતાં હતાં.
(D) ઉપરોક્ત તમામ
41. કશરદા (ક્યાદરા)નું પ્રખ્યાત યુદ્ધ ……..વચ્ચે લડાયું હતું.
(A) મોહમ્મદ ગઝનવી અને ભીમદેવ સોલંકી
(B) મોહમ્મદ ગઝનવી અને આનંદપાળ
(C) મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ
(D) મોહમ્મદ ઘોરી અને સોલંકીઓ
42. વેદકાળ દરમિયાન શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેરનાર વર્ગને કયા નામે ઓળખવામાં આવતા ?
(A) ગોપાલક
(B) ઠાકોર
(C) પરિયા
(D) ગાડરી
43. સિંધુખીણની સંસ્કૃતિ બાબતે નીચેનાં પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો સાચું/સાચાં છે 
(1) મોહેં-જો-દરો એ સિંધુખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે.
(2) પાણીનો સંગ્રહ અને સંચાલન પદ્ધતિ ધોળાવીરાનું સૌથી આકર્ષક અને અનન્ય લક્ષણ છે,
(3) લોથલનું સૌથી અનન્ય લક્ષણ ગોદીવાડો (ડોકયાર્ડ) છે.
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફક્ત 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2, અને 3
44. નીચેનાં પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
(1) ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ દ્વારા દસ્તકોનો દુરુપયોગ દુશ્મનાવટનું મુખ્ય કારણ હતું જે છેવટે પ્લાસીના યુદ્ધમાં પરિણમ્યું.
(2) પ્લાસીના યુદ્ધમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ચડિયાતાં લશ્કરી દળો સિરાજ-ઉ-દૌલાની હારનું કારણ બન્યાં.
(3) પ્લાસીના યુદ્ધે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ઉત્તર અને પૂર્વ ભારતમાં સુષુપ્ત સત્તા બનાવી.
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) ફક્ત 1 અને 2
(D) 1, 2 અને 3
45. નીચે પૈકી કયા બહુમતી મુસ્લિમ વસ્તી ધરાવતાં ભારતીય રાજ્યોએ ભારતમાં જોડાવવા માટે સરદાર પટેલને પોતાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ સરદારે તેઓને પાકિસ્તાનમાં જોડાવવા સલાહ આપી કારણ કે પોતે એક સિદ્ધાંતવાદી રાજકારણી અને મુત્સદ્દી હતા.
(A) કલાત અને બહાવલપુર
(B) સિંધ અને જમ્મુ
(C) બિલાસપુર અને કલાત
(D) બહાવલપુર અને ભોપાલ
46. નીચે પૈકીના ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કયા ગવર્નર જનરલે ભારતીય મૂળનાં રાજ્યોની બાબતોમાં તટસ્થતા અને બિન હસ્તક્ષેપની નીતિ શરૂ કરી ?
(A) વોરન હેસ્ટિંગ્સ
(B) લોર્ડ કોર્નવાલિસ
(C) સર જોન શોર
(D) લોર્ડ વેલેસ્લી
47. નીચેનાં પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
(1) વોરન હેસ્ટિંગ્સ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા.
(2) લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા.
(3) લોર્ડ કેનિંગ ભારતના પ્રથમ વાઈસરોય હતા,
(A) ફક્ત 1
(B) ફક્ત 1 અને 2
(C) ફક્ત 3
(D) 1, 2 અને ૩
48. રામોશી વિદ્રોહ બાબતે નીચેનાં પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/ સાચાં છે ?
(A) તે વાસુદેવ બળવંત ફાડકેના નેતૃત્વ હેઠળનો આદિવાસી વિદ્રોહ હતો.
(B) તે બ્રિટિશ વિરુદ્ધ દુષ્કાળ સામેનાં પગલાં લેવાની નિષ્ફળતાની સામે હતો.
(C) (A) અને (B) બંને 
(D) (A) અને (B) પૈકી કોઇ નહીં.
49. નીચેના પૈકી કોણે સનસનાટીવાળી બારાહ ધાડ/ડકેતીનું આયોજન કર્યું હતું ?
(A) બરીન્દ્ર ઘોષ
(B) પ્રફુલ ચાકી
(C) પુલિન બિહારી દાસ 
(D) ખુદીરામ બોઝ
50. અરાજકતા અને ક્રાન્તિકારી ગુના અધિનિયમ-1919 …… તરીકે પ્રચલિત થયો હતો.
(A) રોલેટ એક્ટ 
(B) પીટ્સ ઇન્ડિયા એક્ટ
(C) ઇન્ડિયન આર્મી એક્ટ
(D) ઇલબર્ટ બિલ
51. 1946માં બનાવવામાં આવેલી વચગાળાની કેબિનેટના વડા કોણ હતા?
(A) રાજેન્દ્ર પ્રસાદ
(B) જવાહરલાલ નહેરુ
(C) સરદાર વલ્લભભાઈ પટેલ
(D) રાજગોપાલાચારી
52. ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન નીચેના પૈકી કોણે ફ્રી ઇન્ડિયન લિજિયન’ સૈન્ય ઊભું કર્યું હતું ?
(A) લાલા હરદયાલ
(B) રાસબિહારી બોઝ
(C) સુભાષચંદ્ર બોઝ
(D) વી. ડી. સાવરકર
53. અરુણા અશરફ અલી નીચેના પૈકી કોની સાથે સંકળાયેલાં હતા ?
(A) બારડોલી સત્યાગ્રહ
(B) ભારત છોડો ચળવળ
(C) સવિનય કાનૂનભંગની ચળવળ
(D) ખિલાફ્ત ચળવળ
54. લખનઉ કરાર (1916) બાબતે નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં નથી? 
(A) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મવાળવાદીઓ અને જહાલવાદીઓનાં જૂથો તેઓની વચ્ચેના મતભેદો ભૂલી ગયાં
(B) પ્રતિનિધિત્વવાળી સરકાર અને ભારતના આધિપત્યના હેતુ સાથે કોંગ્રેસ અને મુસ્લિમ લીગે બંધારણીય સુધારાઓ માટેની સંયુક્ત યોજના રજૂ કરી.
(C) કોંગ્રેસે અલગ મતદારમંડળનો સિદ્ધાંત સ્વીકાર્યો.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
55. બંગાળના ભાગલા સામેની પ્રતિક્રિયા તરીકે નીચેના પૈકી કઈ ચળવળ શરૂ કરવામાં આવી હતી?
(A) સ્વદેશી ચળવળ
(B) બંગાળ બચાવો ચળવળ
(C) અસહકારની ચળવળ
(D) મુક્ત ભારતની ચળવળ
56. નીચેના પૈકી કયું પુસ્તક ચંદ્રગુપ્ત- ના રાજગાદી પરના ઉત્તરાધિકાર વિશે વાત કરે છે ?
(A) દેવી ચંદ્રગુપ્તમ
(B) કૌમુદિ મહોત્સવ
(C) મૃચ્છકટિકા
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
57. નીચેના પૈકી કોણે સૌપ્રથમવાર શૂદ્રને ખેડૂતવર્ગ તરીકે વર્ણવ્યા છે ?
(A) મનુ
(B) ફાહિયાન
(C) હ્યુ-એન-ત્સાંગ
(D) નારદ
58. કોના પેશ્વારાજ હેઠળ મરાઠાઓએ બંગાળ પર ચઢાઈ કરી હતી ?
(A) બાલાજી વિશ્વનાથ
(B) બાજીરાવ I
(C) બાલાજી બાજીરાવ
(D) રઘુજી ભોંસલે
59. ભારતીય કલ્યાણ માટે જાહેર મંતવ્ય ઊભું કરવા માટે નીચેના પૈકી કોણે લંડનમાં ઈસ્ટ ઇન્ડિયા એસોસિયેશનનું આયોજન કર્યું?
(A) આનંદમોહન બોઝ
(B) ભીખાજી કામાં
(C) દાદાભાઈ નવરોજી
(D) સુરેન્દ્રનાથ બેનરજી
60. નીચેના પૈકી કયું વિધાન સરંજામી પદ્ધતિ સાચી રીતે સમજાવે છે ?
(A) એ મરાઠા સામ્રાજ્યની જમીન મહેસૂલી પદ્ધતિ હતી.
(B) એ બ્રિટિશ સલ્તનતની પ્રાદેશિક રિસેટલમેન્ટ પદ્ધતિ હતી.
(C) એ આંબેર રાજ્ય દ્વારા ઘડાયેલી સિંચાઈ પદ્ધતિ હતી.
(D) એ મોગલ સામ્રાજ્ય અંતર્ગત કડિયાઓની મંડળી હતી.
61. નીચેનાં પૈકી કયું / કયાં વિધાન | વિધાનો ભારતીય રાષ્ટ્રીય ચળવળ સંદર્ભે ગદર પાર્ટી માટે સાચું / સાચાં છે ?
(1) ગદર પાર્ટીના સ્થાપક પ્રમુખ લાલા હરદયાળ હતા.
(2) આ પાર્ટીના સભ્યો USA અને કેનેડામાંથી ભારત આવીને વસેલા શીખો હતા.
(3) કોમાગાટામારુની ઘટનાનો સંબંધ ગદર પાર્ટી સાથે છે.
(A) ફક્ત 1
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3
62. વડોદરાના પ્રથમ નિવાસી અધિકારી તરીકે મેજર એલેક્ઝાન્ડર વોકરની નિયુક્તિ …… એ કરી હતી.
(A) ગવર્નર ડંકન
(B) કર્નલ ફ્ન
(C) કર્નલ કિટિંગ
(D) કેપ્ટન બાર્નવેલ
63. લોર્ડ કર્ઝનના શાસનકાળ દરમિયાન બંગાળના ભાગલા પૂર્વે ‘પ્રેસિડેન્સી ઓફબંગાળ’ તરીકે ઓળખાતો પ્રદેશ  ……. રાજ્યોનો બનેલો હતો.
(A) ફક્ત સંપૂર્ણ બંગાળ
(B) બંગાળ અને ઓડિશા
(C) બંગાળ અને બિહાર
(D) બંગાળ, બિહાર અને ઓડિશા
64. પરમાર રાજા ભોજે એકાદ ડઝન જેટલી કૃતિઓનું લેખનકાર્ય કર્યું હોવાનું કહેવાય છે. નીચેના પૈકી કઈ કૃતિ એમની નથી ?
(A) આયુર્વેદ સર્વસ્વ
(B) રાજમૃગાંક
(C) વ્યવહાર સમુચ્ચય
(D) માનસોલ્લાસ
65. હિન્દુ બાળલગ્ન બિલ-1930 દ્વારા લગ્ન માટે સ્ત્રીની નિયત કરવામાં આવેલી ઓછામાં ઓછી ઉંમર ……… વર્ષ છે.
(A) 13
(B) 14
(C) 15
(D) 16
66. 1857ના સ્વાતંત્ર્ય-સંગ્રામ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? 
(A) 1857માં બ્રિટિશ લશ્કરના ભારતીય સૈનિકોએ બ્રિટિશરો સામે પહેલી વાર બળવો કર્યો.
(B) બ્રિટિશરોએ અમલમાં મૂકેલા સામાજિક સુધારા ભારતીયોએ તત્કાળ સ્વીકારી લીધા.
(C) મોટા ભાગના ભારતીય રાજાઓ 1857ના સંગ્રામમાં જોડાયા.
(D) બળવો પોકારનારાઓમાં આવશ્યક એકતા અને આયોજનની ખામી હતી.
67. ચતુર્થ બૌદ્ધ પરિષદ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(A) તે પરિષદ પાટલીપુત્રમાં યોજાઈ હતી.
(B) તે અજાતશત્રુની સહાયથી રાજગૃહમાં યોજાઈ હતી.
(C) તે કનિષ્કની સહાયથી કાશ્મીરમાં યોજાઈ હતી.
(D) તે અજાતશત્રુની સહાયથી કાશ્મીરમાં યોજાઈ હતી.
68. બ્રિટિશરોએ ભારતમાં નવા પ્રદેશો મેળવવા માટે નીચેની પૈકી કઈ વિવિધ વ્યૂહરચનાઓનો/પદ્ધતિઓનો ઉપયોગ કર્યો ?
(1) હૈદરાબાદ હસ્તગત કરવા માટે સહાયકારી યોજના
(2) સતારા હસ્તગત કરવા માટે ખાલસા નીતિ
(3) મરાઠાઓની જમીન પડાવી લેવા યુદ્ધ
(4) ગેરવહીવટના મામલે અવધને કબજે કરી લેવું.
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1, 2 અને 3
(D) ફક્ત 1, 2, 3 અને 4 
69. ……. ના પ્રશ્ને ગોળમેજી પરિષદનું બીજું સત્ર ભાંગી પડ્યું.
(A) ગાંધીજીના આમરણ ઉપવાસ
(B) લઘુમતી માટે અલગ મતદારમંડળ
(C) રાજાના પ્રતિનિધિઓ સમાન ગાંધીજીની ગણતરી કરવામાં આવી ન હતી.
(D) તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવાની સરકારની અનિચ્છા
70. નીચેનાં વિધાન ધ્યાને લો.
(1) મંચિકા ઉપર તાસક હડપ્પન સંસ્કૃતિનું વિશિષ્ટ વાસણ છે
(2) હડપ્પન લોકોનો મુખ્ય ખોરાક ઘઉં હતો.
(A) ફક્ત 1 સાચું છે.
(B) ફક્ત 2 સાચું છે.
(C) 1 અને 2 બંને સાચાં છે.
(D) 1 અને 2 બંને ખોટાં
71. છંદોગ્યોપનિષદ ક્યા વેદનું ઉપનિપદ છે ?
(A) ઋગ્વેદ
(B) સામવેદ
(C) યજુર્વેદ
(D) અથર્વવેદ
72. “જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્ત દ્વારા નિર્મિત છે ?” આ વિધાન કોનું છે ?
(A) ભગવાનદાસ
(B) તુકારામ
(C) એકનાથ
(D) કબીર
73. નીચેના પૈકી કયા સ્થળે માટીકામ ઉપર પૂર્વ હડપ્પન, હડપ્પન અને પછીના હડપ્પન યુગની સંસ્કૃતિના પ્રભાવનો પુરાવો મળે છે ?
(A) કાયથા
(B) માલવા
(C) અરણ
(D) જોર્વ
74. નીચેની પૈકી કઈ આકૃતિ હડપ્પન માટીકામની સપાટી ઉપર દર્શાવાતી ન હતી ?
(A) દેવી અને દેવતાઓ
(B) વનસ્પતિ અને પ્રાણીઓ
(C) મનુષ્યો અને મિશ્રિત હસ્તીઓ
(D) ભૌમિતિક રૂપરેખા
75. દ્રવિડિયન સ્થાપત્યની મુખ્ય વિશેષતા ……. છે.
(A) શિખર
(B) પીટા
(C) મંડપ
(D) વિમાન
76. નીચે પૈકી કયો વિકલ્પ બાકીના વિકલ્પો સાથે બંધબેસતો નથી ?
(A) પાણિની
(B) ભાસ્કરાચાર્ય
(C) રામાનુજ
(D) આર્યભટ્ટ
77. ભારતીય રાષ્ટ્રીય ચળવળના નીચેના બનાવોને કાલક્રમાનુસાર ગોઠવો-
(1) ગાંધી-ઈર્વિન કરાર
(2) પૂના કરાર
(3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું કરાચી અધિવેશન
(4) વ્યક્તિગત સત્યાગ્રહ
(A) 1, 3, 2, 4
(B) 2, 3, 4, 1
(C) 3, 4, 2, 1
(D) 4, 3, 2, 1
78. મૌર્યયુગના સમયમાં સમાજને સાત વર્ગમાં વહેંચ્યાનો ઉલ્લેખ …….. માં છે.
(A) પુરાણો
(B) મેગેસ્થેનિસની ઇન્ડિકા
(C) કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
(D) અશોકની રાજાજ્ઞા (શિલાલેખ)
79. 1942ની ‘ભારત છોડો’ ચળવળને ‘અહિંસક છાપામાર યુદ્ધ’ (Nonviolent guerrills warfare) કોણે કહ્યું ?
(A) જયપ્રકાશ નારાયણ
(B) અરુણા આસફ અલી
(C) રાજગોપાલાચારી
(D) સુભાષચંદ્ર બોઝ
80. પંચમહાલમાં બ્રિટિશ વિરુદ્ધ ‘નાયાસ આદિવાસી ચળવળ’ કોના  નેતૃત્વમાં થઈ ?
(A) રૂપસિંઘ
(B) બુદ્ધો ભગત
(C) જાફરા ભગત
(D) ગોવિંદ ગુરુ
81. ‘ગવર્નમેન્ટુ ઓફ ઇન્ડિયા એક્ટ,  1935′ ને કોણે ‘નવું ગુલામીખત’ (New charter of slavery) કહ્યું ?
(A) સરદાર પટેલ
(B) મહંમદ અલી ઝીણા
(C) મોતીલાલ નહેરુ
(D) જવાહરલાલ નહેરુ
82. ઈંગ્લિશ ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ એ બંગાળ, બિહાર અને ઓરિસાની દીવાની કોની પાસેથી લઈ લીધી ?
(A) મીર જાફર
(B) શાહ આલમ બીજો
(C) મીર કાસિમ
(D) સિરાજ-ઉદ્-દૌલા
83. નીચેના પૈકી કોના રાજ્યકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી ?
(A) મહેન્દ્રવર્મન-1
(B) નરસિંહવર્મન-1
(C) શિવસ્કંદવર્મન
(D) સિંહરિષ્ન
84. ‘ભુક્તિ’ શબ્દ …… સૂચવે છે.
(A) પ્રાંત
(B) જિલ્લો
(C) ગ્રામસમૂહ
(D) પરગણું
85. સંસ્કૃત ભાષા અને યુરોપની કેટલીક મુખ્ય ભાષાઓ વચ્ચેની સામ્યતાઓ શોધી કાઢનાર પ્રથમ યુરોપિયન કોણ હતો ?
(A) ફિલિપ્પો સાસેટી
(B) સર વિલિયમ જોન્સ
(C) પ્રો. મેક્સ મૂલર
(D) પેંકા
86. લોર્ડ ડેલહાઉસી દ્વારા નીચે જણાવેલાં દેશી રજવાડાંઓના જોડાણનો કાળક્રમ દર્શાવો.
(A) ઔધ, સતારા, સંભલપુર
(B) ઔધ, સંભલપુર, સતારા
(C) સતારા, સંભલપુર, ઔધ
(D) સતારા, ઔધ, સંભલપુર
87. મૌર્યોની મંત્રીપરિષદમાં કોષાધ્યક્ષ કોણ હતો ?
(A) સોમહર્તા
(B) સન્નિદાતા
(C) રાજુકા
(D) કર્માંતિકા
88. આંદામાન અને નિકોબાર ટાપુઓ કબજે કરી લીધા પછી જાપાને તે સુભાષચંદ્ર બોઝને સોંપી દીધા જેમણે તેનાં નામ ……… આપ્યાં.
(A) શહીદ અને સ્વરાજ્ય
(B) શાંતિ અને સુખ
(C) દેશપ્રેમ અને દેશહિત
(D) ક્રાન્તિ અને કમળ
89. નીચેના પૈકી કયું જોડકું ખોટું છે ?
(A) શિવનારાણ (સત્યાનંદ) અગ્નિહોત્રી – દેવસમાજ
(B) જી. જી. આગરકર – ડેક્કન એજ્યુકેશન સોસાયટી
(C) એમ. જી. રાનડે – ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સ
(D) જી. કે. ગોખલે – પૂના સેવા સદન
90. નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિનું કયું સ્થળ ડાંગરની ખેતી સાથે સંકળાયેલ છે ?
(A) કાલીબાંગાન
(B) હડપ્પા
(C) કોટ દીજી
(D) લોથલ
91. નીચેના પૈકી કયા ખ્યાલ સાથે લોર્ડ મેકોલે સંકળાયેલ હતા ?
(A) કાયદાકીય કોડિફ્ટેિશન (લીગલ કોડિફ્લેિશન)
(B) સતીપ્રથાની નાબૂદી
(C) ઉપરના (A) તથા (B) બંને
(D) ઉપરના (A) તથા (B) પૈકી એકપણ નહીં.
92. નીચેનાં પૈકી કયાં વિધાન ભારતમાં 19મી સદીમાં થયેલ નવજાગૃતિનાં કારણો છે ?
(A) ભારતના પ્રાચીન સાંસ્કૃતિક વારસાને પુનઃસ્થાપિત કરવાની ઇચ્છા
(B) જીવનનાં તમામ ક્ષેત્રોમાં સુધારણા લાવવાની ઇચ્છા
(C) બાહ્ય વિશ્વ સાથે જોડાણ
(D) ઉપરનાં તમામ વિધાનો
93. નીચેના પૈકી કયો વિકલ્પ એ સવિનય કાનૂનભંગની ચળવળના કાર્યક્રમમાં સમાવિષ્ટ કરવામાં આવેલ ન હતો ?
(A) દારૂ અને વિદેશી કપડાંનું વેચાણ કરતી દુકાનો સામે ધરણાં કરવા.
(B) સરકારી શાળાઓ અને મહાશાળાઓનો બહિષ્કાર કરવો.
(C) સરકારી નોકરીઓમાંથી રાજીનામું આપવું.
(D) ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારો તથા મતદારો દ્વારા વિધાન પરિષદની ચૂંટણીનો બહિષ્કાર કરવો.
94. લોર્ડ વેલેસ્લી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ‘સહાયકારી યોજના’ વિશે નીચેનાં પૈકી કયું વિધાન સત્ય નથી?
(A) આ સહાય મેળવનાર ભારતીય રાજ્યને તેના પ્રદેશમાં બ્રિટિશદળોના કાયમી નિવાસને સ્વીકારવા તેમ જ તેના નિભાવ ખર્ચ આપવા માટે ફરજ પાડવામાં આવી.
(B) શાસકના ન્યાયાલયમાં બ્રિટિશ નાગરિકની નિમણૂક કરવામાં આવી.
(C) બ્રિટિશ સરકાર શાસકને બાહ્ય આક્રમણથી બચાવશે.
(D) જો  સુરક્ષા મેળવનાર રાજ્યનો શાસક નિર્વંશ મૃત્યુ પામે તો તેનું સાથે જોડી દેવામાં આવશે. 
95. ભારતની સિંહાકૃતિ નીચે ઉત્કીર્ણ, ભારતનું રાષ્ટ્રીય સૂત્ર ‘સત્યમેવ જયતે’ ……. માંથી લેવામાં આવ્યું છે. 
(A) કઠ ઉપનિષદ
(B) મુંડક ઉપનિષદ 
(C) છાન્દોગ્ય ઉપનિષદ
(D) ઐતરેય ઉપનિષદ
96. 1857ના બળવાના અગ્રણી નેતા કુંવર સિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ?
(A) બિહાર 
(B) મધ્ય પ્રદેશ
(C) રાજસ્થાન
(D) ઉત્તર પ્રદેશ
97. નીચેના પૈકી કયા અધિનિયમે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારનો ઇજારો ભારતમાંથી નાબૂદ કર્યો ?
(A) રેગ્યુલેટિંગ એક્ટ, 1773
(B) પિટ્સ ઇન્ડિયા એક્ટ, 1784
(C) ચાર્ટર એક્ટ, 1813 
(D) ચાર્ટર એક્ટ, 1853
98. કયા ફારસીને સૌરાષ્ટ્રનો વહીવટ કરવા માટે સમ્રાટ અશોક દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે ? 
(A) તુસાપા  
(B) જસ્ટિન
(C) પ્લુટાર્ક
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
99. નીચેના પૈકી કોણ મૌર્ય દરબારના યૂનાની રાજદૂત નહોતા ?
(A) મેગાસ્થનીઝ
(B) ડીયોડોરસ
(C) ડીઈમાચસ
(D) ડાઈયનિસિયસ
100. કયા ટર્કીના ઇજનેરે બહાદુર ઝફરને ચિત્તોડનો ગઢ ઉડાવવામાં મદદ કરી હતી ? 
(A) હિંડાલ
(B) ખુસરો ખાન
(C) રુમી ખાન 
(D) આમીર ખાન
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *