GPSC PT 2016 to 2023 Solved – ભારતનો સાંસ્કૃતિક વારસો – 2
GPSC PT 2016 to 2023 Solved – ભારતનો સાંસ્કૃતિક વારસો – 2
1. હિન્દી ભાષાના લેખકો અને તેઓના પ્રદાનના જોડકાંઓ પૈકી કયું જોડકું યોગ્ય નથી ?
(A) બાબુ દેવકીનંદન ખત્રી – ચંદ્રકાંતા સંતતિ
(B) પ્રેમચંદ – નિર્મલા
(C) જયશંકર પ્રસાદ – કામાયની
(D) મહાદેવી વર્મા – અપ્સરા
2. નીચેના પૈકી કોની સાથે “Geographical Indication Status” જોડાયેલ છે?
1. બનારસની સાડીઓ
2. રાજસ્થાનની દાલ, બાટી અને ચુરમા
3. તિરુપતિના લાડુ
(A) 1 અને 2
(B) 1 અને 3
(C) 2 અને 3
(D) 1, 2 અને 3
3. પેન્ટિંગના પ્રકાર અને તેના મૂળના રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
1. પટુઆ આર્ટ (patua Art) – બંગાળ
2. પેઈટકર પેન્ટિંગ (Paltkar Painting) – ઝારખંડ
3. કલમકારી પેન્ટિંગ (Kalamkarl Palnting) – આંધ્ર પ્રદેશ
4. વરલી પેન્ટિંગ (War|| Palnting) – મધ્ય પ્રદેશ
(A) 4
(B) 3
(C) 2
(D) 1
4. સંગીતના ઘરાના (Gharana) અને ગાયકોની જોડીઓમાંથી કઈ જોડી યોગ્ય છે ?
1. ગ્વાલિયર ઘરાના (Gwallor) – નથુ ખાન
2. કિરાના ઘરાના (Kirana) – અબ્દુલ કરીમ ખાં
3. આગ્રા ઘરાના (Agra) – વિજય કિટચલુ
4. પતિયાલા ઘરાના – બડે ગુલામ અલી ખાં
(A) 1, 2 અને 3
(B) 1, 2 અને 4
(C) 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
5. નીચેના પૈકી કયા મહાનુભાવ સિતાર (Sltar) વાદક નથી ?
(A) રવિશંકર
(B) અલ્લાર ખાં
(C) નિખિલ બેનરજી
(D) ઉસ્તાદ વિલાયત ખાં
6. સુંદરી, ભોરરિન્ડો, જોડિયા પાવા, મોરચંગ વગેરે વાદ્યો મુખ્યત્વે કયા જિલ્લાના સંગીતમાં વપરાય છે?
(A) કચ્છ
(B) દાહોદ
(C) ડાંગ
(D) તાપી
7. અલગ અલગ રાજ્યોના નૃત્યો અને સંબંધિત રાજ્યની જોડી પૈકી કઈ યોગ્ય નથી?
(A) પંડવની (Pandvani) છત્તીસાઢ
(B) બિહુ (Bihu) નૃત્ય – અસમ
(C) વીર નાટ્યમ્ (Veer natyam) – તામિલનાડુ
(D) ઓટ્ટમ (Ootam) – કેરલ
8. હિન્દી ભાષાના લેખકો અને તેઓના પુસ્તકોની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે?
1, કામાયની-યશંકર પ્રસાદ
2. અપ્સરા-સૂર્યકાન્ત ત્રિપાઠી
3. યામા-મહાદેવી વર્મા
4. ચિંદબરા-સુમિત્રાનંદન પંત
(A) 1, 2 અને 3
(B) 1, 2 અને 4
(C) 1, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
9. ભારતના ઉત્સવો અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
(A) બ્રહ્મોત્સવ (Brahmotsava) – આંધ્ર પ્રદેશ
(B) ડ્રી મહોત્સવ (Dree Festival) – અરુણાચલ પ્રદેશ
(C) છઠ પૂજા (Chhath Puja) – બિહાર
(D) કાર્નિવલ (Carnlval) – ઝારખંડ
10. નીચેના પૈકી કયું નૃત્ય/ગરબો ગુજરાતમાં કરવામાં આવતો નથી?
(A) માળીનો ચાળો અને ઠાકર્યા ચાળો
(B) શ્રમહારી ટીપણી નૃત્ય
(C) ધમાલ નૃત્ય અને પઢાર નૃત્ય
(D) ધનગર નૃત્ય
11. ચિત્રકલા અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ નથી?
(A) પટ્ટચિત્ર આર્ટ (Pattchitra Art) – કર્ણાટક
(B) કલમકારી પેઇન્ટિંગ (Kalamkarl Painting) – આંધ્ર પ્રદેશ
(C) વર્લી આર્ટ (Warli Art) – મહારાષ્ટ્ર, ગુજરાત
(D) કાલીઘાટ પટ આર્ટ (Kalighat Pat art) – પશ્ચિમ બંગાળ
12. દેશની પેઇન્ટિંગ (Painting) શૈલીઓ અને તેના પ્રદેશો દર્શાવતી જોડીઓ પૈકી કોઈ જોડી યોગ્ય નથી?
(A) પ્હાડ પેઇન્ટિંગ (Phad) – ઉત્તર પ્રદેશ
(B) મધુબની પેઇન્ટિંગ – બિહાર
(C) પટ્ટચિત્ર પેઇન્ટિંગ – ઓડિશા
(D) પીઠોરા પેઇન્ટિંગ – ગુજરાત
13. નીચેના વાક્યો તપાસો :
1. “લાવણી” એ મહારાષ્ટ્રમાં કરવામાં આવતા નૃત્યનો પ્રકાર છે. આ નૃત્યનું મુખ્ય વાજિંત્ર “ઢોલકી” છે.
2. “પંડવની (Pandavani)” માં ઇતિહાસના પાત્રો, મહાભારતના પ્રસંગોને લઈને ગાયનો બનાવવામાં આવે છે. “તંબુરા”નો સાથ ગાયનને આપવામાં આવે છે. છત્તીસગઢ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ રાજ્યોમાં તેનો પ્રચાર થયેલ છે.
(A) માત્ર 1 વાક્ય યોગ્ય છે.
(B) માત્ર 2 વાક્ય યોગ્ય છે.
(C) 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.
(D) 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી.
14. જૈન લઘુચિત્ર પેઇન્ટિંગ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સત્ય છે ?
1. કલાકારો મજબૂત (strong) રંગોનો ઉપયોગ કરતા હતા અને પેઇન્ટિંગ્સમાંથી વ્યક્તિઓની વિસ્તૃત આંખો દર્શાવવાનું પસંદ કરતા હતા.
2. કલાકારો પેઈન્ટિંગ્સમાં વ્યક્તિઓને આભૂષણોથી સજાવટ કરવાનું પણ પસંદ કરતા હતા.
3. રંગો ખાસ કરીને શાકભાજી, ખનીજો (minerals) અને સોના તથા ચાંદીમાંથી પણ બનાવવામાં આવતા હતા.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 1 અને 2
15. ખરોષ્ટિ લિપિ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સત્ય છે?
(A) તે એક પ્રાચીન ભારતીય લિપિ હતી જેમાં ગાંધારી પ્રાકૃત અને સંસ્કૃતનો ઉપયોગ થયો હતો.
(B) તે મોટાભાગે જમણેથી ડાબે લખાયેલી હતી.
(C) (A) તથા (B) બંને
(D) (A) અથવા (B) એક પણ નહીં
16. જેના કોતરેલા 56 આધારસ્તંભો, સંગીતના સૂરો રજૂ કરે છે તે પ્રખ્યાત વિજય-વિઠ્ઠલ મંદિર ક્યાં આવેલું છે ?
(A) બેલુર
(B) ભદ્રાચલમ
(C) હમ્પી
(D) શ્રી રંગમ
17. નીચેના પૈકી કઈ જોડી રીતે જોડાયેલી છે ?
(A) વિક્રમશિલા વિશ્વવિધાલય – ઉત્તર પ્રદેશ
(B) હેમકુંડ ગુરુદ્વારા – હિમાચલ પ્રદેશ
(C) ઉદયગિરી ગુફાઓ – મહારાષ્ટ્ર
(D) અમરાવતી બૌદ્ધ સ્તુપ – આંધ્ર પ્રદેશ
18. ગ્રીક-ભારતીય કલા વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સત્ય છે ?
1. વાદળી-ભૂખરા (Bluish Grey) રેતિયા પથ્થર (Sand Stone)નો ઉપયોગ.
2. બૌદ્ધ અને જૈન ધર્મ પર આધારિત વિષયવસ્તુ.
3. સાતવાહન શાસકો દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો.
(A) માત્ર 1
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 2 અને 3
(D) ઉપરના પૈકી એક પણ નહીં
19. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
(A) વારલી પેઈન્ટિંગ (Warll Painting) – મહારાષ્ટ્ર
(B) વ્યંગકા પેઇન્ટિંગ (Thangka Painting) – સિક્કિમ
(C) મંજૂષા પેઇન્ટિંગ (Manjusha Palnting) – બિહાર
(D) કલમકારી પેઈન્ટિંગ (kalamakari Palnting) – કેરળ
20. નીચેના પૈકી કયો રસ એ નવ રસોમાંનો એક રસ નથી ?
(A) બીભત્સ
(B) અદ્ભુત
(C) રૌદ્ર
(D) લાવણ્ય
21. શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ?
(A) ગોમટેશ્વર
(B) રાજેશ્વર
(C) હોયસલેશ્વર
(D) અર્ધનારીશ્વર
22. રમઝોળ ………. છે
(A) ધનવાધ
(B) ચર્મવાધ
(C) તંતુવાધ
(D) સુષિરવાધ
23. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
(A) મોહિનીયટ્ટમ સ્ત્રી અને પુરુષ બંને દ્વારા ભજવવામાં આવે છે.
(B). ભરતનાટ્ક તામિલનાડુમાં મંદિર નૃત્યકારોની કલામાંથી ઉદ્ભવ્યું છે.
(C) કુચિપુડી વાયોલિન, વાંસળી અને તંબૂરા વાધો સાથે ભજવાય છે.
(D) મણિપુરી નૃત્ય આધ્યાત્મિક અનુભવ સાથે સંપૂર્ણપણે ધાર્મિક છે.
24. સૂર્યવર્તન દ્વિતીયના સમયમાં નીચેના પૈકી કયા મંદિરનું પ્રારંભિક નકશી અને બાંધકામ થયું હતું ?
(A) મરિયમ્મન મંદિર
(B) અંગકોરવાટ મંદિર
(C) બાતુ ગુફા મંદિર
(D) કામાખ્યા મંદિર
25. હડપ્પન મુદ્રા સંદર્ભે નીચેનું / નીચેનાં કર્યું / કયાં સાચું / સાચાં છે ?
(1) મુદ્રામાં વપરાયેલ લિપિ પ્રાકૃત જણાય છે.
(2) લિપિ જમણેથી ડાબે લખાયેલી છે.
(3) મુદ્રાનો ઉપયોગ આધ્યાત્મિક હેતુ માટે તાવીજ તરીકે થતો હતો. નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) ફક્ત 1 અને 2
(B) ફ્ક્ત 2 અને 3
(C) ફક્ત 2
(D) ફક્ત 1 અને ૩
26. મૃત્યુ પછી મનુષ્ય જીવનું શું થાય છે, એ …….. ચિત્રકલાનું વિષયવસ્તુ છે.
(A) પાટકર ચિત્રકલા
(B) વારલી ચિત્રકલા
(C) મધુબની ચિત્રકલા
(D) થાંકા ચિત્રકલા
27. નીચેના પૈકી ક્યો નવ રસમાંનો એક નથી ?
(A) હાસ્ય
(B) રૌદ્ર
(C) વીર
(D) આનંદ
28. ભારતમાં બોલાતી મોટા ભાગની ભાષાઓ ……… ભાષા પરિવારની છે.
(A) દ્રવિડ સમૂહ
(B) હિન્દ – આર્ય સમૂહ
(C) ચીની – તિબેટિયન સમૂહ
(D) હિન્દ – ઓસ્ટિક સમૂહ
29. નીચેની પૈકી કઈ તત્ત્વજ્ઞાનની જોડી ભારતીય દર્શનમાં સમાવિષ્ટ નથી?
(A) મીમાંસા – વેદાન્ત
(B) ન્યાય – વૈશેષિક
(C) લોકાયત – કાપાલિક
(D) સાંખ્ય – યોગ
30. ગુજરાતની અનુસૂચિત જાતિઓની યાદીમાં નીચેના પૈકી કયા વર્ષમાં “બલાહી” અને “બલાઈ” જાતિઓનો સમાવેશ થયો ?
(A) 1956
(B) 1998
(C) 2002
(D) 2004
31. શાહજહાંએ ‘‘પંડિતરાજ”નું બિરુદ કયા સંસ્કૃત કવિને આપ્યું હતું ?
(A) રૂપ ગોસ્વામી
(B) જગન્નાથ
(C) નીલકંઠ દીક્ષિત
(D) વિમલકીર્તિ
32. ગામચોરે કાંસાની થાળી વગાડીને લોકોને ભેગા કરનારને ….. કહેવામાં આવતો.
(A) વહીવંચા
(B) ગરોડા
(C) ચુંદડિયા બ્રાહ્મણ
(D) દેવીપૂજક
33. ……. લાઠીના લોકચિત્રકાર છે.
(A) વ્રજલાલ ભગત
(B) વિનય ત્રિવેદી
(C) કુમાર મંગળસિંહ
(D) ખોડીદાસ પરમાર
34. “ચોઘડિયા’’ શું છે ?
(A) નગારાંનો પ્રકાર
(B) તંતુવાદ્યનો પ્રકાર
(C) વાંસળીનો પ્રકાર
(D) મંજીરાનો પ્રકાર
35. તોડા આદિજાતિનું નિવાસસ્થાન …….. માં છે.
(A) ઈરામલા પહાડીઓ
(B) શિવાલિક પહાડીઓ
(C) મહાદેવ પહાડીઓ
(D) નીલગિરિ પહાડીઓ
36. નીચેના પૈકી કયા સમુદાયમાં લગ્નપ્રસંગે કેટલાક પંથકમાં ‘‘ગોદડીનો ઝઘડો” કરવામાં આવે છે ૧
(A) વસાવા
(B) ભરવાડ
(C) રબારી
(D) દેવીપૂજક
37. સંગીતની ધ્રુપદ ગાનપદ્ધતિનો સૌથી વધુ પ્રચાર કોણે કર્યો હતો?
(A) રાજા માનસિંહ
(B) કુંભાજી રાણા
(C) આચાર્ય સારંગદેવ
(D) બાજબહાદુર
38. ગોળાકાર પાયા અને ઢળતાં છાપરાંવાળું મંદિર સ્થાપત્ય સવિશેષ ક્યાં જોવા મળે છે ?
(A) કેરળ
(B) રામેશ્વર
(C) ગુજરાત
(D) મૈસૂર
39. પહાડી ચિત્રકળામાં કઈ શૈલી ઉત્તમ મનાય છે ?
(A) ગુલેર
(B) બશોલી
(C) કાંગડા
(D) મેવાડી
40. દક્ષિણ ભારતમાં પ્રચલિત ‘વરાહ શૈલીના વિજયનગરના સિક્કાઓ કઈ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હતા ?
(A) ચાંદી
(B) તાંબું
(C) સોનું
(D) કાંસું
41. ઓડિશામાં મંદિરના મંડપને શું કહેવાય છે ?
(A) દેઉલ
(B) જગમોહન
(C) કળશ
(D) સ્તૂપી
42. તેરાપંથના સ્થાપકનું નામ જણાવો.
(A) આચાર્ય ભિક્ષુ
(B) જગજીવનદાસ
(C) રામચરણ
(D) ભીખાનંદ
43. પરંપરાગત વ્યવસાય મુજબ ‘ગારુડી’ એટલે શું ?
(A) મદારી
(B) ભવાયાં
(C) દરજી
(D) ઢોલી
44. ગંધાર અને મથુરા શૈલીની કળા નીચેના પૈકી કોના યુગમાં શરૂ થઈ હતી ?
(A) અશોક
(B) કનિષ્ક
(C) સમુદ્રગુપ્ત
(D) હર્ષ
45. પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં ‘યવનપ્રિય’ શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે ?
(A) તેલ
(B) કાળાં મરી
(C) હાથીદાંત
(D) ઉત્તમ ભારતીય મસ્લિન
46. નીચેના પૈકી કયો સિદ્ધાંત જૈનોના રત્નત્રય (ત્રિરત્ન) સંબંધિત નથી?
(A) સમ્યક દર્શન
(B) સમ્યક જ્ઞાન
(C) સમ્યક ચરિત્ર
(D) સમ્યક તપ
47. ભારતીય શાસ્ત્રીય સંગીતનો કયો રાગ મધ્યરાત્રીએ ગવાય છે?
(A) રામકહ
(B) માલકૌશ
(C) લલિત
(D) ભીમપલાસી
48. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
(A) વરલી ચિત્રકળા – મહારાષ્ટ્ર
(B) થાંકા ચિત્રકળા – સિક્કિમ
(C) મંજૂષા ચિત્રકળા-બિહાર
(D) કલમકારી ચિત્રકળા-કેરળ
49. યમપુરી એ …….. નું કળાસ્વરૂપ છે.
(A) યુદ્ધકળા
(B) લોકનૃત્ય
(C) કઠપૂતળી
(D) લોકસંગીત
50. સ્વામી સહજાનંદની સમાજસુધારણા પ્રવૃત્તિમાંથી નીચેના પૈકી કયા બ્રિટિશ અધિકારીઓ પ્રભાવિત થયા હતા ?
(1) એ. કે. હેરોન (ખેડા જિલ્લો)
(2) કર્નલ વોકર (વડોદરા ખાતેના બ્રિટિશ રેસિડેન્ટ)
(3) એન્ડરસન (સુરતના ક્લેક્ટર)
(4) જ્હોન માલકોમ (મુંબઈના ગવર્નર)
(A) ફ્ક્ત 2 અને 4
(B) ફક્ત 1, 3 અને 4
(C) ફ્ક્ત 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
51. “સૂર્યધન” એ …….. નો પ્રકાર છે.
(A) ખાંભી
(B) વાજિંત્ર
(C) લોકનૃત્ય
(D) તલવારબાજી
52. ભારતીય સ્થાપત્યમાં “આમલક”ની રચના ક્યાં કરવામાં આવે છે ?
(A) મંડોવરમાં
(B) અંતરાલમાં
(C) શિખર ઉપર
(D) પીઠ ઉપર
53. “ઓળીપો” કયા પ્રકારની કલા છે ?
(A) ભીત્તીચિત્ર
(B) નખ રંગવાની
(C) વસ્ત્ર રંગવાની
(D) કેશગૂંફ્નની
54. “છાઉં” – એ કયા પ્રકારની લોકકલા છે ?
(A) લોકનૃત્ય
(B) શાસ્ત્રીય નૃત્ય
(C) સમૂહગાન
(D) લોકનાટ્ય
55. …….. માળવાના સુલતાન યુગલનું સંગીતક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન છે.
(A) ધ્રુપદ ગાયકી
(B) ચતરંગ
(C) સિતારની શોધ
(D) વાજિંત્ર શોધ
56. “મન મથુરા, દિલ દ્વારિકા, કાયા કાશી જાન, દસો દ્વાર કા દેહરા, તામે જ્યોતિ પિછાન” – પંક્તિઓના કવિનું નામ જણાવો.
(A) મીરાંબાઈ
(B) જ્ઞાનેશ્વર
(C) રામાનંદ
(D) કબીર
57. કાઠીઓ નીચેના પૈકી કોની પૂજા કરે છે ?
(A) ઊંટ
(B) અશ્વ
(C) કૂકડો
(D) હરણાં
58. મુઘલકાળમાં “રૂવાબ” નીચેના પૈકી કોને કહેવાતું હતું ?
(A) વાજિંત્ર
(B) ચિત્રશૈલી
(C) ધાર્મિક ગ્રંથ
(D) પડદાપ્રથા
59. મથુરા કલા શાળા (મથુરા સ્કૂલ ઓફ આર્ટ) એ બહોળી સંખ્યામાં જૈન છબીઓ તૈયાર કરી છે. તે………. ખાતે જોવા મળે છે.
(A) કાંકલી ટીલા
(B) ભૂતેશ્વર
(C) સારનાથ
(D) ઉપરના પૈકી એકપણ નહીં.
60. ગુપ્તકાળ દરમિયાન શિલ્પકારોએ વિવિધ પ્રકારના વળાંકો (Curves) અને મુદ્રાઓ (Postures)ની રચના કરી હતી. નીચેના પૈકી કઈ હસ્તમુદ્રા સૌથી વધુ દર્શાવવામાં આવી હતી ?
(A) અભય
(B) વરદાન
(C) ધ્યાન
(D) વ્યાખ્યાન
61. નીચે પૈકી કયા સ્થળે શંકરાચાર્યએ મઠની સ્થાપના કરી ન હતી?
(A) કાંચી
(B) કાશી
(C) પુરી
(D) દ્વારકા
62. ‘ મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે.’ આ વિષયવસ્તુ…….. ચિત્રોમાં વાપરવામાં આવે છે.
(A) પેટકર ચિત્રો
(B) વરલી ચિત્રો
(C) મધુબની ચિત્રો
(D) ઠાંગકા ચિત્રો
63. ……… એ જન્મ અને મૃત્યુનાં ચક્રોને લગતી ધાર્મિક વિધિઓની માહિતી તેમ જ આત્માની જટિલતા અંગેનાં સંકલન છે.
(A) વેદો
(B) ઉપનિષદો
(C) બ્રાહ્મણગ્રંથો
(D) આયનકો
64. પ્રારંભિક વેદિક આર્યોનો ધર્મ પ્રાથમિક રીતે …… હતો.
(A) છબીની પૂજા અને યજ્ઞો
(B) પ્રકૃતિની પૂજા અને યજ્ઞો
(C) પ્રકૃતિની પૂજા અને ભક્તિ
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
65. નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(1) મુગલ લઘુચિત્ર રંગકામ એ વિખ્યાત લઘુચિત્ર શાળાઓમાંની એક છે.
(2) જયદેવનું ગીત ગોવિંદ એ બાશોલી રંગકામમાં વર્ણવવામાં આવેલ છે.
(3) ‘ અકબર હૅટિંગ’ એ એક પ્રખ્યાત મુગલ લઘુચિત્ર છે.
(4) લઘુચિત્ર રંગકામ પ્રણાલી ગુજરાતમાં પ્રચલિત હતી.
(A) માત્ર 1 અને 4
(B) માત્ર 2 અને 4
(C) માત્ર 1, 2 અને 3
(D) 1, 2, 3 અને 4
66. નીચેના પૈકી કોણે ‘સંવાદ કૌમુદી’ નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ?
(A) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
(B) સુરેન્દ્રનાથ બેનરજી
(C) સ્વામી દયાનંદ સરસ્વતી
(D) રાજા રામમોહનરાય
67. નીચે પૈકી કયો વિકલ્પ બાકીના વિકલ્પો સાથે બંધબેસતો નથી?
(A) વીણા
(B) સિતાર
(C) પખવાજ
(D) ગિટાર
68. તેનાલી રામકૃષ્ણ મૂળ કઈ ભાષાના કવિ હતા?
(A) તેલુગુ
(B) મરાઠી
(C) તમિળ
(D) બંગાળી
69. “સૂર્યધન” એ …… નો પ્રકાર છે.
(A) ખાંભી
(B) વાજિંત્ર
(C) લોકનૃત્ય
(D) તલવારબાજી
70. ભારતીય સ્થાપત્યમાં “આમલક”ની રચના ક્યાં કરવામાં આવે છે ?
(A) મંડોવરમાં
(B) અંતરાલમાં
(C) શિખર ઉપર
(D) પીઠ ઉપર
71. “છાઉં” એ કયા પ્રકારની લોકકલા છે ?
(A) લોકનૃત્ય
(B) શાસ્ત્રીય નૃત્ય
(C) સમૂહગાન
(D) લોકનાટ્ય
72. કાઠીઓ નીચેના પૈકી કોની પૂજા કરે છે?
(A) ઊંટ
(B) અશ્વ
(C) કૂકડો
(D) હરણાં
73. મુઘલકાળમાં “રૂવાબ” નીચેના પૈકી કોને કહેવાતું હતું?
(A) વાજિંત્ર
(B) ચિત્રશૈલી
(C) ધાર્મિક ગ્રંથ
(D) પડદાપ્રથા
74. નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ ‘મોનસોલ્લાસ’ના રચયિતા છે ?
(A) સોમેશ્વર તૃતીય
(B) વિજયસેન
(C) બિલહાના
(D) ચંદ્ર
75. કાપડ છાપકામ, ‘બાંધવાની અને રંગવાની કલા બાંધણી ……. ની પ્રસિદ્ધ કલા છે.
(A) પુંજાબ
(B) ઉત્તર પ્રદેશ
(C) બિહાર
(D) રાજસ્થાન
76. ઇલોરા ગુફાઓ અને શૈલકર્તિત મંદિરો …….. સ્થાપત્ય છે.
(A) બૌદ્ધ
(B) બૌદ્ધ અને જૈન
(C) હિંદુ અને જૈન
(D) હિંદુ, બૌદ્ધ અને જૈન
77. ચિત્રક્લાનો પ્રકાર અને હાલમાં આ ચિત્રકલા જે વિસ્તારમાં પ્રચલિત છે, તેની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(A) પટ્ટાચિત્ર (Patta chitra) – ઓડિશા
(B) પટઉ ચિત્ર (Patua chitra) – બિહાર
(C) પઈટકર ચિત્ર (Paltkar chltra) – ઝારખંડ
(D) કલમકારી ચિત્ર (Kalam Karl chjtra) – આંધ્ર પ્રદેશ
78. યુનેસ્કો (UNESCO) દ્વારા નીચેના પૈકી કોનો સમાવેશ “વર્લ્ડ હેરિટેજ લિસ્ટ” (World Heritage List)માં કરવામાં આવેલ છે ?
(A) સાંચી ખાતેનાં બુદ્ધ(સ્થાપત્યો
(B) એલિન્ટાની ગુફાઓ
(C) અમદાવાદ શહેર
(D) ઉપરોક્ત બધાનો સમાવેશ થયેલ છે.
79. નીચેના પૈકી કયા કલાકાર નૃત્ય સાથે સંક્ળાયેલ નથી ?
(A) પંડિત બિરજુ મહારાજ
(B) સોનલ માનસિંહ
(C) ઉદયશંકર
(D) પંડિત રવિશંકર
80. સલીમ અલીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?
(A) પ્રાણી વિશારદ
(B) પક્ષી વિશારદ
(C) ભાષા વિશારદ
(D) નાડી વિશારદ
81. નીચેના પૈકી કોણ મહારાષ્ટ્રમાં વારકરી સંપ્રદાયના સ્થાપક હતા ?
(A) ચૈતન્ય
(B) વલ્લભાચાર્ય
(C) રામાનુજાચાર્ય
(D) તુકારામ
82. યક્ષ અને યક્ષિણી શિલ્પ નીચેનામાંથી શેની સાથે સંબંધિત છે ?
(A) બૌદ્ધ ધર્મ
(B) હિંદુ ધર્મ
(C) જૈન ધર્મ
(D) ઉપરોક્ત તમામ
83. નીચેની કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી નથી ?
(1) હડપ્પન સંસ્કૃતિ – ગ્રે પોટરી શૈલી
(2) કુષાણ રાજવંશ – ગંધાર કળા પરંપરા
(3) મોઘલો – અજંતા ચિત્રકલા
(4) મરાઠા – પહાડી ચિત્રકલા શૈલી
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો,
(A) માત્ર 1
(B) 1 અને 3
(C) 2 અને 4
(D) 1, 2 અને 3
84. નીચેના પૈકી કયું શ્રેષ્ઠત્તમ રીતે બૌદ્ધ નિર્વાણની સમજ આપે છે ?
(A) ઇચ્છાઓનો અંત
(B) સંપૂર્ણ સ્વયં વિલયની સ્થિતિ
(C) મનની પરમ શાંતિ અને સંપૂર્ણ આનંદમય સ્થિતિ
(D) ઉપરોક્ત તમામ
85. નીચેના પૈકી કોને મંચ નિર્દેશન માટે સંગીત નાટક અકાદમી (નવી દિલ્હી) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો?
(A) મોહનલાલજી
(B) મૂલચંદ નાયક
(C) નાયક કેશવલાલ
(D) કાસમભાઈ મીર
86. સ્વામી હરિદાસ તેમની ……. શૈલીમાં ભક્તિ રચનાઓ માટે પ્રસિદ્ધ છે.
(A) ઠુમરી
(B) ચારચરી
(C) ધ્રુપદ
(D) ટપ્પા
87. હિંડોલા રાગ લઘુ ચિત્રકલામાં નીચેનાં પૈકી કયાં દેવી-દેવતાઓનું ચિત્રણ થયું છે?
(A) શિવ-પાર્વતી
(B) કૃષ્ણ અને રાધા
(C) ઇન્દ્ર અને ઇન્દ્રાણી
(D) ગણેશ અને રિદ્ધિ
88. રાજસ્થાનની કિશનગઢ શાળા ………. માટે પ્રખ્યાત છે.
(A) ચિત્રક્લા
(B) નૃત્ય
(C) શિલ્પ
(D) સ્થાપત્ય
89. પાંડવાની નીચેનાં પૈકી ક્યા રાજ્યની પરંપરાગત નૃત્ય/નાટક રંગભૂમિ કળા છે?
(A) છત્તીસગઢ
(B) બિહાર
(C) ઝારખંડ
(D) તેલંગાણા
90. નાગર શૈલીનાં મંદિરોની દીવાલ …….. તરીકે ઓળખાય છે.
(A) મંડોવર
(B) સ્તંભ
(C) તોરણ
(D) શૃંખલા (Chain)
91. મંદસૌર શિલાલેખ અને સ્કંદ ગુપ્તની ઇંદોર તાંબાની થાળી સૂચવે છે
(A) તેઓ વિવિધ કારીગરોના સમર્થ સમૂહો હતા
(B) તેઓ આર્થિક રીતે સદ્ધર હતા
(C) તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હતા
(D) ઉપરોક્ત તમામ
92. નવનીતકામ – એ ગુપ્તા સમયનું …………. નું પુસ્તક છે.
(A) ખગોળશાસ્ત્ર
(B) ગણિત
(C) ચિકિત્સા પદ્ધતિ
(D) જ્યોતિષવિદ્યા
93. વલ્લભાચાર્યનું તત્ત્વજ્ઞાન …….. છે.
(A) અદ્વૈતવાદ
(B) વિશિષ્ટ અદ્વૈત
(C) શુદ્ધ અદ્વૈતવાદ
(D) દ્વૈત અદ્વૈતવાદ
94. દીપામસા અને મહાવામસા પુસ્તકો ……. પંથને સબંધિત છે.
(A) મહાયાન બૌદ્ધ ધર્મ
(B) થેરાવાડા બૌદ્ધ ધર્મ
(C) જૈન ધર્મનો દિગંબર પંથ
(D) જૈન ધર્મનો શ્વેતાંબર પંથ
95. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?
(A) ભરતનાટ્યમ્ – રુમિણી અરુન્ડાલે
(B) મણિપુરી નૃત્ય – ઝવેરી ભગિનીઓ
(C) કુચીપુડી – સિતારા દેવી
(D) ઓડિશી – સોનલ માનસિંહ
96. નીચેના પૈકી કયું સ્થળ એ પાલ કળાનું શ્રેષ્ઠ કેન્દ્ર હતું ?
(A) નાલંદા
(B) તક્ષશિલા
(C) સાંચી
(D) અમરાવતી
97. નીચેના પૈકી કોણ ગાંધાર કળાના મુખ્ય આશ્રયદાતા (Patron) હતા ?
(A) મૌર્ય
(B) સાતવાહન
(C) શક અને કુષાણ
(D) ઉપરના પૈકી એક પણ નહીં
98. શક સંવત પ્રમાણે ગણેશ ચતુર્થી નીચેના પૈકી કયા મહિનામાં આવે છે?
(A) અષાઢ
(B) શ્રાવણ
(C) કાર્તિક
(D) ભાદ્ર
99. નીચેના પૈકી કયું/કયાં મંદિર ખજુરાહો ખાતે જોવા મળતાં નથી?
1. દેવી જગદમ્બા મંદિર
2. પાર્શ્વનાથ મંદિર
3. નીલકંઠેશ્વર મંદિર
4. વિશ્વનાથ મંદિર
(A) માત્ર 2
(B) માત્ર 2 અને 4
(C) માત્ર 3
(D) 1, 2, 3 અને 4
100. નીચેના પૈકી શેની સ્થાપના રાજા રામમોહનરાય દ્વારા કરવામાં આવી હતી?
1, આત્મીય સભા
2. બ્રહ્મોસમાજ
3. પ્રાર્થનાસમાજ
4. આર્યસમાજ
નીચે આપેલ કોડનો ઉપયોગ કરી સાચો જવાબ પસંદ કરો.
(A) માત્ર 1, 2 અને 3
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 2
(D) માત્ર 1, 3 અને 4
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here