GPSC PT 2016 to 2023 Solved – ભારતનો સાંસ્કૃતિક વારસો – 4

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો સાંસ્કૃતિક વારસો – 4

1. તિરુપતિ ડોલ્સ (dolls) શામાંથી બનાવવામાં આવે છે ?
(A) ચંદન
(B) સાગ
(C) લાલ ચંદન
(D) સીસમ
2. લોક નૃત્ય/ગીત અને તેના વિસ્તારોની જોડ પૈકીની કઈ જોડ યોગ્ય નથી ?
(A) બોલ (Baul) – બંગાળ
(B) વનાવન (Wanawan) – કાશ્મીર
(C) પનિહારી (Panihari) – મધ્યપ્રદેશ
(D) ઓવી (Ovi) – મહારાષ્ટ્ર
3. ભારતમાં સૌપ્રથમ બોલતી ફિલ્મ (Talking Film) કઈ હતી ?
(A) ભક્ત પ્રહલાદ
(B) આલમઆરા
(C) દેવદાસ
(D) પ્રેમસાગર
4. નીચેના પૈકી કઈ ગાયકીનો પ્રકાર, ભારતીય ગાયકીમાં સમાવેશ થતો નથી ?
(A) ભજન, હવેલી સંગીત
(B) કવ્વાલી, ગંગા સંગીત
(C) રવીન્દ્ર સંગીત
(D) રોક અને ઝાઝ સંગીત
5. નીચેના પૈકી કયા રાજવી ચિત્રકાર, લેખક, સંગીતકાર હતા અને 1932 માં ઇંગ્લેન્ડના પ્રવાસની ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું ? 
(A) રાજકુમાર ઉદયભાણસિંહજી જેઠવા
(B) નટવરસિંહજી ભાવસિંહજી
(C) ઘનશ્યામસિંહજી
(D) ઉપરના પૈકી કોઈ નહીં
6. સામવેદ ……. ભાષામાં કૃત છે.
(A) સંસ્કૃત
(B) પાલી
(C) પ્રાકૃત
(D) અર્ધમાગધી
7. ભાગવત મુજબ નીચેના પૈકી કઈ પ્રાથમિક ભક્તિ છે ?
(A) સંપૂર્ણ અનુરાગ ભક્તિ
(B) નિ:સ્વાર્થે અપ્રવૃત્ત ભક્તિ 
(C) પીડિતોની ભક્તિ
(D) સંપૂર્ણ જિજ્ઞાસુની ભક્તિ
8. કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો ‘પ્રેમ-વાટિકા’ના રચયિતા …….. છે.
(A) બિહારી
(B) સૂરદાસ
(C) કબીર
(D) રસખાન
9. નીચેના પૈકી કયું નાટક બાળકીના વેચાણની પ્રથા ઉપર આધારિત છે?
(A) કજોડાં
(B) કન્યા
(C) લલિતા
(D) મદેરિયા
10. ખ્યાતનામ નૃત્ય કરતાં શિવ શિલ્પ ‘નટરાજ’ નીચેના પૈકી ક્યા સમૂહનું છે?
(A) અકોટા બ્રોન્ઝ
(B) પહાડી આર્ટ (કળા)
(C) ચોલા બ્રોન્ઝ
(D) મથુરા આર્ટ (કળા)
11. નીચેના પૈકી મણીપુરનું કયું સૌથી લોકપ્રિય નૃત્ય છે?
(A) કથ્થકલી
(B) તમાશા
(C) ખાંભા તોઈબી
(D) બીહુ
12.નીરોના પૈકી ક્યા સંગીત વાધો ભારતીય-ઇસ્લામિકના સંયુક્ત મૂળનાં છે?
(1) સિતાર
(2) શહેનાઈ
(3) તબલાં
(4) સારંગી
નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો,
(A) ફક્ત (1) અને (2)
(B) ફ્ક્ત (1), (૩) અને (4)
(C) ફ્ક્ત (1), (2) અને (3)
(D) (1), (2), (૩) અને (4)
13. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
(A) કબીર નિર્ગુણ ભક્તિ સંત હતા.
(B) તુલસીદાસ સગુણ ભક્તિ સંત હતા.
(C) રાઈદાસ કબીરના અનુયાયી હતા.
(D) ગુરુ અર્જુને આદિગ્રંથ/ગ્રંથ સાહિબનું સંક્લન કર્યું.
14. ભારતમાં રોગન ચિત્રકળા ……. દેશથી લાવવામાં આવી હતી.
(A) ઈરાન
(B) બ્રિટન
(C) ચીન
(D) પોર્ટુગલ
15. છાઉ લોકનૃત્યોમાં નીચેના પૈકી કઈ વસ્તુનો સુંદર રીતે ઉપયોગ થાય છે?
(A) મ્હોરાં
(B) સૂજણી
(C) છત્રી
(D) ચાકળા
16. દેવીશક્તિના નિવાસસ્થાન એવાં ભારતીય મંદિર માટે પ્રયોજાતો શબ્દ જણાવો.
(A) સ્તૂપ
(B) ગર્ભગૃહ
(C) દેવાયતન
(D) વેદિકા
17. નીચેના પૈકી કઈ વાર્તા રવીન્દ્રનાથ ટાર્ગોર દ્વારા લખવામાં આવી છે?
(A) અન ટુ ધ લાસ્ટ
(B) અલ – બલોધ
(C) આકાશ
(D) કાબૂલી વાલા
18. પ્રાચીન સંસ્કૃતિઓ નીચેનામાંથી કયા તત્ત્વથી અજાણ હતી?
(A) ટીન
(B) એલ્યુમિનિયમ
(C) પારો
(D) ગંધક
19. ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલીફ્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે?
(A) ગુપ્તકાળ
(B) સાતવાહન વંશ
(C) અનુમૌર્યયુગ
(D) મૌર્યયુગ
20. દ્રવિડ કુળની નીચે દર્શાવેલ ચાર ભાષાઓ પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે? 
(A) તેલુગુ
(B) કન્નડ
(C) મલયાલમ
(D) તામિલ
21. નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે?
(A) અશ્વઘોષ – બુદ્ધચરિત
(B) પ્રાણિની – અષ્ટાધ્યાયી
(C) કાલિદાસ – રઘુવંશ
(D) હુમાયુનામા – અકબર
22. નીચે દર્શાવેલ તહેવારોની જોડમાં કયો વિકલ્પ સાચો નથી?
(A) પોંગલ – તામિલનાડુ
(B) ગણગોર – બિહાર
(C) ઓનમ – કેરલ
(D) બિહુ – આસામ
23. નીચે દર્શાવેલ સાહિત્યકારો અને કૃતિની જોડીમાં કઈ જોડી સાચી નથી?
(A) ચંદ બરદાઈ – પૃથ્વીરાજ રાસો
(B) કવિ બદરુદ્દીન – શાહનામા
(C) કૃષ્ણ-વૃષ્ટિ – નરસિંહ મહેતા
(D) ગોવિંદગમન – નરસિંહ મહેતા
24. નીચેના પૈકી કયું વસ્ત્ર પુરુષો જ ધારણ કરે છે?
(A) જીમી
(B) મોસલો
(C) મોસરિયું
(D) ટંગલિળો
25. નીચેનામાંથી કઈ નવલકથા મનોવૈજ્ઞાનિક પ્રકારની છે ?
(A) માદામ બોવારી
(B) ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ 
(C) ધ આઉટસાઈડર
(D) ધ ઓલ્ડમેન એન્ડ ધ સી
26. અસ્તિત્વવાદી વિચારણા સાથે નીચેનામાંથી કોનું નામ સંકળાયેલું નથી ? . 
(A) હેન્રી ઈબ્સન
(B) કિર્કેગાર્દ
(C) સાર્થક
(D) આલ્બેર કામુ
27. ‘ડિકન્સ્ટ્રક્શન’ સાથે આમાંથી કયા વિવેચકનું નામ જોડાયેલું છે?
(A) ટી. એસ. એલિયટ
(B) મેથ્યુ આર્નોલ્ડ
(C) દેરીદા
(D) સાર્થ
28. કાળાનુક્રમે ગોઠવો,
(A) હોમર, દાન્તે, શેક્સપિયર, ઇબ્સન
(B) હોમર, શેક્સપિયર, દાન્તે, ઈબ્સન
(C) દાન્તે, હોમર, શેક્સપિયર, ઇબ્સન
(D) હોમર, દાન્તે, ઈબ્સન, શેક્સપિયર
29. કાળાનુક્રમે ગોઠવો.
(A) ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ, માદામ બોવારી, ઓથેલો, થ્રી સિસ્ટર્સ
(B) માદામ બોવારી ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ, થ્રી સિસ્ટર્સ, ઓથેલો
(C) ઓથેલો, ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ, માદામ બોવારી, શ્રી સિસ્ટર્સ
(D) ઓથેલો, માદામ બોવારી, ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ થ્રી સિસ્ટર્સ
30. કાળાનુક્રમે ગોઠવો.
(A) પ્રત્યક્ષ, સંસ્કૃતિ, એતદ્, સમીપે
(B) એતદ્, સમીપે, પ્રત્યક્ષ, સંસ્કૃતિ
(C) સંસ્કૃતિ, સીપે, એતદ્, પ્રત્યક્ષ
(D) સંસ્કૃતિ, એતદ્, પ્રત્યક્ષ, સમીપે
31. નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલ નથી?
(A) જેમિની રોય
(B) શ્રી મનજિત બાલા
(C) કે. એ. સાયગલ
(D) શ્રી રવિશંકર રાવલ
32. અમીર ખુશરો બાબતે કયું વાક્ય સાચું નથી?
(1) તેઓ કવિ, ઇતિહાસકાર અને સંગીતકાર હતા.
(2) હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેઓના ગુરુ હતા.
(3) અસિકા નૂહ, સિપિહર જેવી કૃતિઓ તેઓએ લખેલ છે.
(4) તેઓ મુઘલ શાસન દરમિયાનના મહાન લેખકો પૈકીના એક હતા.
(A) 1
(B) 3
(C) 4
(D) 2
33. નીચેનાં સ્મારકોના ઘુમ્મટ પૈકી કયો ઘુમ્મટ, ભારતનો સૌથી મોટો ઘુમ્મટ ગણવામાં આવે છે?
(1) સાસારામ ખાતેની શેરશાહ સૂરીની કબર.
(2) જામા મસ્જિદ, દિલ્હી.
(3) ગ્યાસુદ્દીન તઘલખની દિલ્હી ખાતેની કબર.
(4) ગોળ ગુંબજ, બિજાપુર
(A) વિભૂતિભૂષણ બંદોપાધ્યાય
(B) સુનિલ ગંગોપાધ્યાય
(C) યુ. આર. અનન્તમૂર્તિ
(D) મહાશ્વેતાદેવી
(A) 4
(B) 3
(C) 2
(D) 1
34. સંગીતનાં વાધ અને સંગીતકારનાં જોડકાંમાંથી ક્યું જોડકું યોગ્ય નથી?
(A) વાંસળી – પંડિત હરિપ્રસાદ ચૌરસિયા
(B) શહેનાઈ – બિસ્મિલ્લા ખાન
(C) સિતાર – પંડિત રવિશંકર
(D) સારંગી – અલી અમઝદ હુસૈન
35. નીચેના પૈકી કયા ગાયકને “ભારત રત્ન” એવોર્ડ આપવામાં આવ્યો છે?
(A) દુર્ગા ખોટે
(B) આશા ભોસલે
(C) કિશોરકુમાર
(D) લતા મંગેશકર
36. નીચેના પૈકી કયું કાનનું ઘરેણું નથી?
(A) સોનિયો
(B) દડો
(C) ત્રીટી
(D) વેટલા
37. નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી?
(A) આંધ્રપ્રદેશ-કૂચીપુડી
(B) તામિલનાડુ-ભરતનાટ્યમ્
(C) મધ્યપ્રદેશ-કાલબેલિયા
(D) ઉત્તરપ્રદેશ-કથક
38. નીચે દર્શાવેલ કયા પુરાતત્ત્વ સ્થળેથી પાષાણયુગથી લઇને હડપ્પા સંસ્કૃ તિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળ્યા છે? 
(A) આમરી
(B) કોટદિજી
(C) મહેરગઢ
(D) કાલીબંગન
39. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલ ઇલોરાની ગુફાઓ બાબતમાં શું સાચું નથી?
(A) તેમાં કુલ 34 ગુફાઓ છે.
(B) 30 થી 34 ગુફાઓ બૌદ્ધ ગુફાઓ છે.
(C) 13 થી 29 ગુફાઓ હિન્દુ ધર્મની છે.
(D) ત્યાંનું વિશેષ આકર્ષણ કૈલાસમંદિર છે.
40. હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જૂનામાં જૂની રચના નીચે પૈકી કઈ છે.
(A) ઠુમરી
(B) ગઝલ
(C) ધ્રુપદ
(D) દર્શાવેલ પૈકી એકપણ નહીં
41. રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઇ જોડ સાચી નથી? 
(A) ઐપન – હિમાચલ પ્રદેશ
(B) કોલ્લમ – તામિલનાડુ
(C) મંડના – મધ્યપ્રદેશ
(D) રંગાવલી – કર્ણાટક
42. નીચે દર્શાવેલ પ્રારંભિક (early) ભારતીય શહેરો પૈકી કયા શહેરનો સંબંધિત સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો?
(A) ચંપા
(B) સાકેત
(C) પાટલીપુત્ર
(D) કોસંબી
43. અલાઉદ્દીન ખિલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા, એ નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે?
(A) કુતુબમિનાર
(B) કુવ્વાન્તુલ ઇસ્લામ મસ્જિદ
(C) ઇલ્યુમીશનો ગુંબજ
(D) ઉપર પૈકી એકપણ નહીં
44. ઇન્ડો-ઇસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય (Popularization) થવામાં મદદ કરી?
(A) જ્યોતિષશાસ્ત્ર
(B) તબીબી શાખાની યુનાની પદ્ધતિ
(C) બાગાયત વિધા
(D) ગણિતશાસ્ત્ર
45. ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ “ધી રાઝમનામા” (The Razmnama) નીચે પૈકી કોનો અનુવાદ છે?
(A) રામાયણનો
(B) મહાભારતનો
(C) અથર્વવેદનો
(D) રાજતરંગિણીનો
46. નીચેના પૈકી દરાયસ દ્વારા સિંધુ ખીણની અને તેની શાખાઓને શોધવા/ખૂંદવા માટે ઈસુના જન્મ પૂર્વે 517માં કોની નિમણૂક કસઈ હતી?
(A) સીલેક્ષ
(B) ઝરસીઝ
(C) સ્ટ્રેબો
(D) હેર્રોડોટ્સ
47. નીચેના પૈકી કયું જૈન લખાણ નથી ?
(A) આચારાંગ સૂત્ર
(B) સૂત્રક્રીતંગ
(C) કલ્પસૂત્ર
(D) વિશુદ્ધીમાગા
48. તાંજાવુર, તામિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો.
(A) નટરાજ 
(B) બુદ્ધ
(C) તીર્થંકર
(D) મહિષાસુર મર્દિની
49. નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ?
(A) તોડી
(B) દરબારી
(C) મલ્હાર
(D) ભોપાલી
50. નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ?
(A) વિવેકાનંદ
(B) દયાનંદ સરસ્વતી
(C) બી. આર. આંબેડકર
(D) મહાત્મા હંસરાજ
51. નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે?
(A) પ્રશ્ના
(B) ઇશા
(C) છંદોગ્ય
(D) કથા
52. પોચમપલ્લી સાડી નીચેના પૈકી કયા રાજ્યમાં વણાય છે ?
(A) તામિલનાડુ
(B) કેરળ
(C) કર્ણાટક
(D) તેલંગાણા 
53. નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?
(A) નેમીનાથ – કૃષ્ણના પિતરાઈ ભાઈ અરિસ્થનેમિ
(B) મલ્લિનાથ – એકમાત્ર સ્ત્રી તીર્થંકર
(C) પદ્મપ્રભુનાથ – બનારસના રાજા અશ્વસેનના પુત્ર
(D) અણોજ્જા – મહાવીર સ્વામીની પુત્રી
54. નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ?
(A) મોહેં-જો-દડો
(B) હડપ્પા
(C) ધોળાવીરા
(D) મેહરગઢ
55. નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે?
(A) મનુસ્મૃતિ
(B) અર્થશાસ્ત્ર
(C) નીતિસારા
(D) અષ્ટાધ્યાયી
56. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?
(A) પલ્લવોનું રાજચિહ્ન – હાથી
(B) રાષ્ટ્રકૂટ રાજવી કૃષ્ણ પહેલો – ઇલોરાનું કૈલાસ મંદિર
(C) ચૌલ શાસન દરમિયાન કમ્બને રચ્યું – રામાવતારમ્
(D) તાંજોર – બૃહદેશ્વરનું મંદિર
57. નીચેનામાંથી કઈ હસ્તપ્રત તેનાં લઘુચિત્રો માટે જાણીતી છે ? 
(A) કલ્પસૂત્ર
(B) રામાયણ
(C) જાતકકથાઓ
(D) મહાભારત
58. નીચેના ગ્રંથોને કાલાનુક્રમિક ગોઠવો.
(1) પાણિનિનું અષ્ટાધ્યાયી
(2) પતંજલિનું મહાભાષ્ય
(3) વામન અને જયાદિત્યનું કશિકા
(4) કાત્યાયનનું વર્તિકા
(A) 1, 2, 3, 4
(B) 1, 3, 4, 2
(C) 1, 3, 2, 4
(D) 1, 4, 2, 3
59. નીચેના પૈકી સિંધુ ખીણ સંસ્કૃતિના કયા સ્થળેથી દાઢીવાળા અને જાડા હોઠવાળા માણસનું ચૂનાનું શિલ્પ મળી આવ્યું છે?
(A) હડપ્પા
(B) મોહેં-જો-દડો
(C) કાલિબંગાને
(D) ધોળાવીરા
60. નીચેના પૈકી સિંધુ ખીણ સંસ્કૃતિનાં કયાં સ્થળોએ મકાનના મુખ્ય દરવાજા મુખ્ય રસ્તા ઉપર હતા?
(A) બાનાવલી
(B) સુરકોટડા
(C) ચકુંદરો
(D) લોથલ
61. સિંધુખીણ સંસ્કૃતિની લિપિ નીચેના પૈકી કોની સાથે વધુ મળતી આવે છે?
(A) તે સ્પષ્ટપણે દ્રવિડ પ્રકારની છે.
(B) તે સ્પષ્ટપણે સંસ્કૃત પ્રકારની છે.
(C) તે વર્ણમાળા આધારિત નહિ, પરંતુ ચિત્રાત્મક છે.
(D) આ લિપિ દ્વારા વપરાયેલ ભાષાનો ચોક્કસ પ્રકારનો સુમેરિયા સાથેનો સંબંધ હતો.
62. નીચેના પૈકી કયા વેદમાં વિધિવિધાનો દરમિયાન ગાવાના મુખ્ય હેતુ સાથેની પ્રાર્થનાઓ અને મંત્રો સમાવવામાં આવ્યા છે? 
(A) અથર્વવેદ
(B) ઋગ્વેદ
(C) સામવેદ 
(D) યજુર્વેદ
63. ૠગ્વેદના નીચેના પૈકી કયા ભાગમાં ચાર વર્ણોની વિગત પ્રથમવાર દર્શાવવામાં આવી છે?
(A) પૃથ્વી સૂક્ત
(B) પુરુષ સૂક્ત
(C) તૈતરિયસંહિતા
(D) વાજસનેયીસંહિતા
64. મહિષ્મતી નામનું પ્રાચીન શહેર નીચેના પૈકી કઈ નદીના કાંઠે વસેલું હતું?
(A) રાવિ
(B) નર્મદા
(C) ગંડક
(D) ચંબલ
65. નીચેના પૈકી કયું મહાજનપદ હાલના પૂર્વ રાજસ્થાનથી સંબંધિત છે?
(A) મત્સ્ય
(B) પંચાલ
(C) મદ્ર
(D) વત્સ
66. નીચેના પૈકી કયો ગ્રંથ ઉપનયન વિધિનો ઉલ્લેખ કરે છે?
(A) શતપથ બ્રાહ્મણ
(B) છાંદોગ્ય ઉપનિષદ
(C) તૈતરિય બ્રાહ્મણ
(D) અષ્ટાધ્યાયી
67. નીચેના પૈકી શેમાં આત્માના પુનર્જન્મની વાત આલેખાયેલી છે?
(A) ધર્મસૂત્રો
(B) ગૃહસૂત્રો
(C) ઉપનિષદો
(D) પુરાણો
68. બૌદ્ધ ધર્મને વિશ્વધર્મ બનાવવામાં નીચેના પૈકી કયા રાજવીએ યોગદાન આપ્યું હતું?
(A) અશોક
(B) કનિષ્ક
(C) અજાતશત્રુ
(D) હર્ષ
69. નીચેના પૈકી દક્ષિણ ભારતનાં કયા રાજ્યોનો અશોકના અભિલેખોમાં ઉલ્લેખ નથી?
(A) ચેરા
(B) પાંડ્ય
(C) ચોલ
(D) સાતવાહન
70. નીચેના પૈકી કઈ બાબત કુષાણોથી સંબંધિત નથી?
(A) મથુરા કલા
(B) ગાંધાર કલા
(C) અજંતાનાં ચિત્રો
(D) ચોથી બૌદ્ધ સંગતિ
71. ભીતરગાંવ, ભીતરી અને દેવગામનાં મંદિરો જે ગુપ્તયુગમાં બંધાયાં હતાં તેમનું એક સામાન્ય લક્ષણ નીચે પ્રમાણેનું કયું છે?
(A) શીલામાંથી કોતરેલ
(B) ઈંટોનું બાંધકામ
(C) ગુફા મંદિર
(D) પથ્થરનું ‘બાંધકામ
72. ભારતમાં મણકા અને કાચના અભ્યાસ માટે નીચેનામાંથી કયા પુરાતત્ત્વવેત્તાને વિશેષરૂપે યાદ કરવામાં આવશે?
(A) એચ. ડી. સાંકળિયા
(B) મોરેશ્વર દીક્ષિત
(C) ડી. પી. અગ્રવાલ
(D) બી. બી. લાલ
73. નીચેના પૈકી કયા મધ્યકાલીન ગ્રંથનો લેખક ઝિયાદ્દીન બરની છે?
(A) તારીખે ફિરોજશાહી
(B) તબકાત-એ-નાસરી
(C) કુતુહ-અલ-સલાતિન
(D) તારીખ-એ-મુબારકશાહી
74. નીચેના પૈકી કયા રાજ્યમાં ફિરોઝશાહ તુઘલકે હિસ્સાર-ફિરોઝા નામનો કિલ્લો બંધાવ્યો હતો?
(A) દિલ્હી
(B) ઉત્તર પ્રદેશ
(C) ગુજરાત
(D) હરિયાણા 
75. ‘એનાલ્સ એન્ડ એન્ટિકવીટીઝ ઓફ રાજસ્થાન’ ગ્રંથના લેખક નીચેના પૈકી કોણ હતા?
(A) ફર્ગ્યુસન
(B) ફ્રાંસિસ બુખાનન
(C) વી. એ. સ્મિથ
(D) જેમ્સ ટોડ
76. નીચેના પૈકી કોણે ઉપનિષદોનો અનુવાદ ફારસી ભાષામાં કર્યોહતો?
(A) દારા શિકોહ
(B) અબ્દુલ કાદર બદાયુ
(C) શાહ વલીઉલ્લાહ
(D) અબુલ ફઝલ
77. બ્રહ્મા, વિષ્ણુ અને શિવને રજૂ કરતી ત્રિમૂર્તિ-એ નીચેના પૈકી કયા મંદિરની લાક્ષણિકતા હતી?
(A) ઈલોરા
(B) હોયસલેશ્વર
(C) એલિફ્ટા
(D) અજંટા
78. નીચેના પૈકી કોણ કાયદા-સંહિતા સાથે સંકળાયેલ હતો?
(A) હિરોડોટસ
(B) એરિસ્ટોટલ
(C) હમ્મુરાબી
(D) રૂસો
79. નીચેના પૈકી કોણ યુરોપમાં ધર્મસુધારણાના એક આગેવાન હતા? 
(A) માર્ટિન લ્યુથર
(B) જહોન ઓફ ક્રોસ
(C) પીટર પઝમની
(D) જ્યોર્જ-13 મો
80. ભરતમુનિકૃત “નાટ્યશાસ્ત્ર” ગ્રંથ નીચેના પૈકી કયા વિષયવસ્તુ લગતો છે ?
(A) નાટક
(B) નૃત્ય
(C) સંગીત
(D) આપેલા તમામ
81. વજ્રપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે?
(A) ઢાંક
(B) ઉપરકોટ
(C) ખંભાલીડા
(D) આબુ
82. નીચેનામાંથી કયું સાચું નથી?
(A) અલાઈ દરવાજા – અલાઉદ્દીન ખિલજી
(B) જયાઅત ખાના મસ્જિદ – બબલખાન
(C) હિસાર – ફિરોજશાહ તઘલખ
(D) કુતુબમિનાર – અલ્તમશ
83. સ્થાપત્યની દૃષ્ટિએ નાગરા (Nagra) શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો …… છે.
(A) કૈલાસનાથ મંદિર – કાંચીપુરમ
(B) લિંગરાજ મંદિર – ભુવનેશ્વર
(C) બ્રુહદેશ્વર મંદિર – તાંજાવુરમ
(D) કંડારિયા મહાદેવ મંદિર – ખજૂરાહો
84. નીચેનામાંથી કઈ જાતિ આદિવાસીઓમાં અતિપછાત એવી આદિમ જાતિ નથી?
(A) કોટવાળિયા
(B) કાથોડી
(C) ચૌધરી
(D) પઢાર
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *