GPSC PT 2016 to 2023 Solved – ભારતીચ બંધારણ – 1
GPSC PT 2016 to 2023 Solved – ભારતીચ બંધારણ – 1
1. ભારતીય સંસદમાં ભાષા બાબતે નીચેનાં પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. બંધારણે સંસદમાં હિન્દી અને અંગ્રેજી ભાષાઓ કામકાજ માટે જાહેર કરી છે.
2. જો ગૃહમાં કોઈ સભ્યએ તેઓની માતૃભાષામાં સંબોધન કરવું હોય, તો તેઓએ પ્રિસાઇડિંગ ઓફ્સિર મારફ્તે રાષ્ટ્રપતિ પાસેથી ખાસ પરવાનગી લેવી પડે છે.
3. રાજભાષા અધિનિયમ, 1963 એ અંગ્રેજીને હિન્દી સાથે ચાલુ રાખવાની પરવાનગી આપી છે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 2
(D) ફ્ક્ત 1 અને 3
2. સંસદમાં માત્ર સમાપ્તિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. સત્ર સમાપ્તિ ફ્ક્ત બેઠકનો અંત નથી લાવતું, પરંતુ ગૃહના સત્રનો અંત લાવે છે.
2. સત્ર સમાપ્તિ ગૃહ સમક્ષ બાકી ખરડાઓ અથવા અન્ય કોઈ કામકાજ ઉપર અસર કરતું નથી.
3. સત્ર સમાપ્તિ તમામ બાકી નોટિસ (ખરડાઓ રજૂ કરવા માટેની સિવાય) રદ થવા તરફ દોરી જાય છે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 2
(D) ફ્ક્ત 1 અને 3
3. નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) એસ. આર. બોમ્માઈ કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે બંધારણ સમવાયી છે અને સંઘવાદ તેનું મૂળભૂત લક્ષણ છે.
(B) રાષ્ટ્રપતિ રાજ્યના ખરડાઓ ઉપર પોતાની અનુમતિ ફક્ત પ્રથમવારના કિસ્સામાં જ નહીં, પરંતુ બીજીવારના કિસ્સામાં પણ રોકી રાખી શકશે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
4. ભારતના બંધારણના અનુચ્છેદ-22 હેઠળ નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. વ્યક્તિને તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેની મારતે પોતાનો બચાવ કરવાનો હક્ક છે.
2. વ્યક્તિને તેની ધરપકડના કારણો જાણવાનો હક્ક છે.
3. ઉપરોક્ત બે જોગવાઈઓ શત્રુદેશની વ્યક્તિ અથવા નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કોઈ કાયદા અનુસાર ધરપકડ કરાયેલી અથવા અટકમાં રાખેલી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહીં.
(A) ફક્ત 2 અને 3
(B) ફક્ત 1 અને 2
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3
5. “રીટ” (Writs) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. જે કાર્યવાહીઓ ધારાસભા અથવા ન્યાયાલયના અનાદરને લગતી હોય ત્યાં બંદી પ્રત્યક્ષીકરણ (હેબિયસ કોરપસ) જારી કરી શકાશે નહીં.
2. પરમાદેશ (મેન્ડેમસ) ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા વિરુદ્ધ જારી કરી શકાશે નહીં.
3. સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવ્યું છે કે ઉત્પ્રેક્ષણ (સર્ટિયોરરી) વહીવટી સત્તામંડળો વિરુદ્ધ પણ જારી કરી શકાશે.
4. અધિકાર-પૃચ્છા (ક્વો વોરંટો) કોઈ પણ રસ ધરાવતી વ્યક્તિ (interested person) અને ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ (aggrieved person) દ્વારા માંગી શકાતી નથી.
(A) 1, 2, 3 અને 4
(B) ફ્ક્ત 2, 3 અને 4
(C) ફક્ત 1, 2 અને 3
(D) ફક્ત 2 અને 3
6. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. જ્યારે રાષ્ટ્રીય કટોકટી અમલમાં હોય ત્યારે, સંસદ સત્રમાં હોય તો પણ, રાષ્ટ્રપતિ રાજ્યના વિષયોને લગતાં વટહુકમો જારી કરી શકે છે.
2. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદે રાજ્યના વિષયો ઉપર ઘડેલાં કાયદાઓ કટોકટીનો અંત આવ્યાંના 6 મહિના બાદ નિષ્ક્રિય થઈ જાય છે.
3. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન કોઈ પણ બાબત ઉપર રાજ્યને કારોબારી નિર્દેશો આપવા કેન્દ્ર અધિકૃત બને છે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 3
(D) ફક્ત 1 અને 2
7. સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) સંસદીય સમિતિઓ રાષ્ટ્રપતિ દ્વારા વડા પ્રધાનની સલાહ પ્રમાણે રચવામાં આવે છે.
(B) સંસદીય સમિતિના સભ્યો થવા માટે ફ્ક્ત કેબિનેટ (Cabinet) મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
8. કેન્દ્રીય માહિતી આયોગ (CIC) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મુખ્ય માહિતી આયુક્ત પોતાનો કાર્યભાર 5 વર્ષની મુદ્દત માટે સંભાળશે અને તેઓ પુનઃનિયુક્તિ માટે પાત્ર રહેશે.
2. મુખ્ય માહિતી આયુક્તના પગાર અને ભથ્થાંઓ અને સેવાઓની શરતો મુખ્ય ચૂંટણી આયુક્તના જેવી જ રહેશે.
3. કેન્દ્રીય માહિતી આયોગ મુખ્ય માહિતી આયુક્ત અને એવા 15 થી વધુ નહીં એટલા જરૂરિયાત મુજબના આયુક્તો ધરાવશે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) ફક્ત 1 અને 2
9. ભારતની સંસદમાં ધારાકીય કાર્યરીતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. બીજા વાંચનના પ્રથમ તબક્કામાં ખરડાના સિદ્ધાંતો અને જોગવાઈઓ ઉપર ચર્ચા થાય છે.
2. બીજા વાંચનના બીજા તબક્કામાં ખરડાને, રજૂ કરવામાં આવ્યો હોય તે મુજબ અથવા તો પસંદગી / સંયુક્ત સમિતિના અહેવાલ મુજબ, દરેક કલમ (clause)ની વિચારણા કરવામાં આવે છે.
3. ત્રીજા વાંચનમાં ખરડો સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવે છે.
(A) 1, 2 અને 3
(B) ફ્ક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 2
(D) ફ્ક્ત 1 અને 3
10. રાજ્ય વિધાન પરિષદ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. વિધાન પરિષદની મહત્તમ સભ્યસંખ્યા તે રાજ્યની વિધાનસભાની કુલ સભ્યસંખ્યા ૐ જેટલી નિયત કરવામાં આવી છે.
2. વિધાન પરિષદના ૐ સભ્યો રાજ્યના સ્થાનિક સત્તામંડળોના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે.
3. વિધાન પરિષદના 12 સભ્યો રાજ્યના માધ્યમિક શાળાની કક્ષા કરતાં નીચલી કક્ષાના ન હોય એવી રાજ્યમાંની શિક્ષણ સંસ્થાઓમાં ઓછામાં ઓછાં ત્રણ વર્ષથી શિક્ષણ આપવાનું કામ કરતાં હોય તેવા શિક્ષકો દ્વારા ચૂંટાશે.
4. વિધાન પરિષદના કુલ સભ્યોના સભ્યો પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે.
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 1, 2 અને 3
(C) ફ્ક્ત 2 અને 4
(D) ફક્ત 1, 3 અને 4
11. સંઘ લોક સેવા આયોગ (UPSC) બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
(A) બંધારણ UPSCમાં કેટલા સભ્યો હોઈ શકે તેનો ઉલ્લેખ કરતું નથી અને સદરહુ બાબત રાષ્ટ્રપતિ ઉપર છોડી છે,
(B) અધ્યક્ષ અને અન્ય સભ્યોના પગાર અને અન્ય ભથ્થાઓ એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે.
(C) સંયુક્ત લોક સેવા આયોગ તેનો વાર્ષિક અહેવાલ ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરશે.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
12. નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
(A) મતદાન કરવા માટેની વયમાં ઘટાડો – 61મું બંધારણીય સુધારા અધિનિયમ
(B) સૌ પ્રથમવાર પ્રયોગાત્મક ધોરણે EVM નો ઉપયોગ થયો – 1998
(C) સેવા મતદારો (Service Voters) ને “પ્રોક્સી” (Proxy) અન્વયે મત આપવાના વિકલ્પની સુવિધા આપવામાં આવી – 2003
(D) ઉપરોક્ત તમામ
13. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવા બાબત નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) ન્યાયાધીશને દૂર કરતા પ્રસ્તાવ ઉપર લોકસભાના કિસ્સામાં ઓછામાં ઓછાં 50 સભ્યોની અને રાજ્યસભાના કિસ્સામાં ઓછામાં ઓછાં 25 સભ્યોની સહી હોવી ફરજિયાત છે.
(B) સ્પીકર અથવા અધ્યક્ષે ન્યાયાધીશને દૂર કરવાની દરખાસ્ત ફરજિયાતપણે દાખલ કરવી પડે છે અને તેઓ આ દરખાસ્તનો અસ્વીકાર કરી શકતાં નથી.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
14. અનુસૂચિત વિસ્તારો બાબત નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) ભારતના રાષ્ટ્રપતિ કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે.
(B) જો કોઈ સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી આદિજાતિઓ હોય તો રાજ્યપાલ જિલ્લાને અનેક સ્વાયત્ત વિસ્તારોમાં વિભાજિત કરી શકે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
15. લાભદાયક હોદ્દા (Office of Profit) બાબતે નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) “લાભદાયક હોદ્દો” – વિસ્તૃત રીતે બંધારણમાં અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951માં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે.
(B) સંસદસભ્ય અને ધારાસભ્યને લાભદાયક હોદ્દો ધારણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, કારણ કે તે તેમને નાણાકીય લાભ પ્રાપ્ત કરવાની સ્થિતિમાં મૂકી શકે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં’
16. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. અનુચ્છેદ-14 વર્ગ માટે કાયદાના પ્રાવધાનનો નિષેધ કરે છે, તે કાયદા દ્વારા વ્યક્તિઓ, વસ્તુઓ અને વ્યવહારોના વાજબી વર્ગીકરણને પરવાનગી આપે છે.
2. અનુચ્છેદ-39 ને તે અનુચ્છેદ-14નો ભંગ કરે છે તે આધારે પડકારી શકાય નહીં.
3. સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે જ્યાં અનુચ્છેદ-13-૮ આવે છે ત્યાં અનુચ્છેદ-14 ખૂબ જ અસરકારક હશે.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને ૩
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને ૩
17. સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે ધાર્મિક સંપ્રદાયે ત્રણ શરતો સંતોષવી પડશે. નીચેના પૈકી તે કઈ શરતો છે ?
1. તે વ્યક્તિઓનો એવો સમૂહ હોવો જોઈએ કે જે તેઓની આધ્યાત્મિક સુખાકારી માટે અનુકૂળ હોય તેવી માન્યતાઓનું તંત્ર ધરાવતું હોય.
2. તે વિશિષ્ટ નામે નિયુક્ત થયેલું હોવું જોઈએ.
3. તે સર્વંગત સંગઠન ધરાવતું હોવું જોઈએ.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
18. સંસદ દ્વારા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ (1951)માં મૂકવામાં આવેલી વધારાની ગેરલાયકાતો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. સંસદસભ્ય ગેરલાયક ઠરશે જો તેઓ સરકારી સેવાઓમાંથી ભ્રષ્ટાચાર અથવા રાજ્ય તરીકે કૃતઘ્નતા માટે બરતરફ કરાયા હતા.
2. જો’ સંસદસભ્ય સામાજિક ગુનાઓના ઉપદેશ અને આચરણ માટે સજા પામ્યા હોય.
3. જો વ્યક્તિની નિવારક અટકાયત કાયદા હેઠળ કરવામાં આવી હોય.
(A) 1, 2 અને 3
(B) ફ્ક્ત 1 અને 2
(C) ફ્ક્ત 1
(D) ફ્ક્ત 2 અને 3
19. રાજ્યસભાના ઉપાધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. જો ઉપરાષ્ટ્રપતિ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હોય તો ઉપાધ્યક્ષ અન્ય સામાન્ય સભ્યની જેમ રહેશે.
2. તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે.
3. પરંતુ તેઓ ગૃહ સમક્ષના કોઈ પ્રશ્ન ઉપર મત આપી શકશે નહીં.
(A) 1, 2 અને 3
(B) ફ્ક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 2
(D) ફ્ક્ત 1 અને 3
20. લોકસભાના અધ્યક્ષની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. લોકસભાનું વિસર્જન થયાથી, અધ્યક્ષ પોતાનો હોદ્દો ખાલી કરતાં નથી અને નવી ચૂંટાયેલી લોકસભા મળે ત્યાં સુધી ચાલુ રહે છે.
2. લોકસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાના આશય માટેના પ્રસ્તાવની ઓછામાં ઓછી 10 દિવસની નોટિસ આપવી પણ ફરજિયાત છે.
3. અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન તેઓ મત આપી શકશે નહીં.
(A) 1, 2 અને 3
(B) ફ્ક્ત 1 અને 3
(C) ફક્ત 1 અને 2
(D) ફક્ત 1
21. ભારતીય સંસદની વિભાગીય સ્થાયી સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. દરેક સ્થાયી સમિતિ 31 સભ્યોની બનેલી હોય છે, 21 લોકસભામાંથી અને 10 રાજ્યસભામાંથી
2. મંત્રીઓ પૈકી ફ્ક્ત કેબિનેટ મંત્રીઓ જ સ્થાયી સમિતિના સભ્યો બનવા યોગ્યતા ધરાવે છે.
3. 24 સમિતિઓમાંથી, 14 લોકસભામાંથી છે અને 10 રાજ્યસભામાંથી છે.
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફ્ક્ત 1 અને 3
(C) ફક્ત 1
(D) 1, 2 અને 3
22. મુખ્યમંત્રીની સત્તાઓ અને કાર્યો બાબતે નીરોના પૈકી કયું /કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) મુખ્યમંત્રી જે તે ઝોનલ કાઉન્સિલના નાયબ અધ્યક્ષ તરીકે ક્રમ આધારે 2 વર્ષના સમયગાળા માટે કાર્ય કરશે.
(B) . તેઓ કોઈ પણ સમયે કેન્દ્રને વિધાન પરિષદનો ભંગ કરવા માટેની ભલામણ કરી શકશે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં’
23. ટ્રિબ્યુનલો બાબતે નીરોના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. ટ્રિબ્યુનલોની સ્થાપના માટેની જોગવાઈ કરવા ફ્ક્ત સંસદ જ અધિકૃત છે.
2. રાજ્ય સરકારના કર્મચારીઓની ભરતી અને તમામ સેવાને લગતી બાબતોના સંબંધે રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલો મૂળ ન્યાય ક્ષેત્ર (original jurisdiction) ભોગવે છે,
3. બંધારણ અનુસાર કેન્દ્ર માટે ફક્ત એક અને દરેક રાજ્ય અથવા બે કે તેથી વધુ રાજ્યો માટે એક ટ્રિબ્યુનલની સ્થાપના કરી શકાશે.
(A) 1, 2 અને 3
(B) ફ્ક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 3
(D) ફ્ક્ત 1 અને 2
24. 73મા બંધારણીય સુધારણા અધિનિયમમાંથી બાકાત રાખવામાં આવેલાં વિસ્તારો બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ અધિનિયમ નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમ રાજ્યોને લાગુ પડતો નથી.
2. મણિપુરનો પહાડી વિસ્તાર કે જેના માટે જિલ્લા પરિષદ અસ્તિત્વ ધરાવે છે તેને બાકાત રાખવામાં આવ્યો છે.
3. પશ્ચિમ બંગાળનો દાર્જલિંગ જિલ્લો પણ આ અધિનિયમથી બાકાત રાખવામાં આવ્યો છે.
4. સંસદ આ અધિનિયમની જોગવાઈઓને અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારો સુધી વિસ્તૃત કરવા અધિકૃત છે.
(A) 1, 2, 3 અને
(B) ફક્ત 1, 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 2
(D) ફક્ત 2 અને 4
25. કેન્દ્રશાસિત વિસ્તારો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. બ્રિટિશ શાસન દરમિયાન, 1874માં કેટલાક વિસ્તારો અનુસૂચિત જિલ્લાઓ તરીકે રચવામાં આવ્યા હતા.
2. આ અનુસૂચિત જિલ્લાઓ ત્યારબાદ ચીફ કમિશનર પ્રોવિન્સીસ તરીકે જાણીતા થયાં.
3. 7મા બંધારણીય સુધારા અધિનિયમ અને રાજ્ય પુનર્ગઠન અધિનિયમ અન્વયે 1956માં ભાગ-૮ અને ભાગ- પ્રદેશો કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે બદલવામાં આવ્યાં,
4. વર્ષ 1996માં દિલ્હીને ખાસ દરજ્જો પૂરો પાડવામાં આવ્યો.
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 2, 3 અને 4
(C) ફ્ક્ત 1, 2 અને 3
(D) કોઈ પણ નહીં’
26. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં ?
1. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ચાર સભ્યોની સમિતિની ભલામણો ઉપર થાય છે.
2. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યો હોદ્દો ત્રણ વર્ષના તમામ સમય માટે અથવા 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ધાણ કરે છે.
3. રાજ્યપાલ રાજ્ય મુખ્ય માહિતી કમિશનર અથવા અન્ય કોઇ પણ માહિતી કમિશનરોને દૂર કરી શકે છે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) ફક્ત 3
27. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. નાણાં (Money) વિધેયક માત્ર મંત્રી જ રજૂ કરી શકે છે.
2. તમામ નાણાં (Money) વિધેયકો વિત્તીય (Finance) વિધેયકો છે, પરંતુ માત્ર કેટલાક વિત્તીય (Finance) વિધેયકો નાણાં (Money) વિધેયકો છે.
3. અનુચ્છેદ 117 હેઠળ વિત્તીય (Finance) વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વમંજૂરીથી માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય.
(A) 1, 2 અને 3
(B) માત્ર 1 અને 3
(C) માત્ર 2 અને 3
(D) માત્ર 1 અને 2
28. અર્ધન્યાયિક સંસ્થાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
1. અર્ધન્યાયિક સંસ્થાઓ ન્યાયાલય જેવી જ સત્તાઓ અને કાર્યવાહીઓ ભોગવે છે.
2. સામાન્ય રીતે ટ્રિબ્યુનલો આવી વિશેષતાઓ ધરાવે છે.
3. કેન્દ્રીય માહિતી આયોગ એ અર્ધન્યાયિક સંસ્થા છે.
4. તેમની સત્તાઓ ખૂબ જ વિશિષ્ટ ક્ષેત્રો પૂરતી સીમિત હોય છે.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1, 2 અને 3
(D) માત્ર 1 અને 4
29. ઉત્તર પૂર્વીય પરિષદ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. ઉત્તર-પૂર્વીય રાજ્યોના રાજ્યપાલો તેમ જ મુખ્યમંત્રીઓ બંને ઉત્તરપૂર્વીય પરિષદના સદસ્યો છે.
2. તે ઉત્તર-પૂર્વીય ક્ષેત્રના ક્ષેત્રીય આયોજન સંસ્થા તરીકે કાર્ય કરે છે.
3. બે અથવા તેથી વધુ ઉત્તર-પૂર્વીય રાજ્યોને લાભકર્તા હોય તેવા પ્રોજેક્ટ અને યોજનાઓને અગ્રતા આપવામાં આવે છે.
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 1 અને 3
(C) માત્ર 2 અને 3
(D) 1, 2 અને 3
30. નીચેના પૈકી કઈ બાબતોની જોગવાઈ રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 હેઠળ કરવામાં આવેલ છે?
1. આંતર-રાજ્ય પરિષદ
2. સીમાંકન આયોગ દ્વારા મતદાર ક્ષેત્રોનું સીમાંકન
3. નવાં રચાયેલાં રાજ્યો માટે વડી અદાલત
(A) માત્ર 2 અને ૩
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 1 અને 3
(D) 1, 2 અને 3
31. સર્વોચ્ચ અદાલતના સલાહ ક્ષેત્રાધિકાર વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. રાષ્ટ્રપતિ દ્વારા સલાહ-સૂચન માટે પૃચ્છા કરવામાં આવેલી કોઈ પણ બાબત પર પોતાનો અભિપ્રાય આપવા સર્વોચ્ચ અદાલત માટે બંધનકર્તા છે.
2. સર્વોચ્ચ અદાલતને તેની સલાહ ક્ષેત્રાધિકાર સત્તા હેઠળ સોંપવામાં આવેલ કોઈ પણ બાબતની સુનાવણી તેના ઓછામાં ઓછાં પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ કરે છે.
3. સલાહ ક્ષેત્રાધિકાર હેઠળ કોઈ પણ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા નથી.
(A) માત્ર 3
(B) માત્ર 1 અને 3
(C) માત્ર 2 અને 3
(D) 1, 2 અને 3
32. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
(A) સજામાફી (Pardon) – માત્ર માફી જ સજાનો સંપૂર્ણપણે અંત લાવી શકે છે.
(B) સજા પરિવર્તન (Commute) – શિક્ષામાં ઘટાડો
(C) સજામાં ઘટાડો (Remission) – કોઈ વિશિષ્ટ કારણોસર સજામાં ઘટાડો
(D) ફાંસી મોકૂફી (Reprieve) – દેહાંતદંડની સજામાં કામચલાઉ મોકૂફી
33. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક …… સિવાયની તમામ પ્રકારની લેખા પરીક્ષા (ઓડિટ) કરે છે.
(A) માલિકીનું ઓડિટ (Proprletary Audit)
(B) ભંડોળની જોગવાઈઓનું ઓડિટ
(C) કાર્યદક્ષ કામગીરીનું ઓડિટ
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
34. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ કે જે તેમના સાર્વત્રિક કલ્યાણ માટે બનેલી છે તે ……. ની છે.
(A) કુલ 30 સભ્યો – લોકસભામાંથી 20 અને રાજ્યસભામાંથી 10
(B) કુલ 30 સભ્યો – લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 15
(C) કુલ 25 સભ્યો – લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 10
(D) કુલ 20 સભ્યો – લોક્સભામાંથી 10 અને રાજ્યસભામાંથી 10
35. આર્થિક રીતે નબળા વર્ગો (EWS) ને આરક્ષણ પૂરું પાડવા માટે 2019 માં કયો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો ?
(A) અનુચ્છેદ 15(1) અને 16(1)
(B) અનુચ્છેદ 15(2) અને 16(2)
(C) અનુચ્છેદ 15(4) અને 16(4)
(D) અનુચ્છેદ 15(6) અને 16(6)
36. નીચેના પૈકી કયો કેસ/ક્ષેત્ર જાહેર હિતનો દાવો (Public Interest Litigation) (PIL) તરીકે ગણી શકાય નહીં?
1. મકાન માલિક-ભાડૂઆતને લગતી બાબતો
2. સેવાકીય બાબતો અને વ્યક્તિના પેન્શન તથા ગ્રેચ્યુઇટીને લગતી બાબતો
3. કેન્દ્ર/રાજ્ય સરકારી વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ વિરુદ્ધની ફરિયાદો,
4 વડી અદાલત અને તાબાની અદાલતોમાં પેન્ડિંગ કેસની ઝડપી સુનાવણી માટેની દાદ અરજી
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1, 2 અને 4
(D) માત્ર 2 અને 3
37. રાજ્યના રાજ્યપાલની ન્યાયિક સત્તા વિશે નીરોના પૈકી ક્યું/ કાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
(A) રાજ્યની કારોબારી ક્ષેત્રની સત્તા મુજબ રાજ્યપાલ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ગુના સબબ થયેલ સજા માફ કરી શકે છે, ઓછી કરી શકે છે તેમ જ માત્ર ઠપકો પણ આપી શકે છે.
(B) તેઓ રાજ્યની વડી અદાલત સાથે પરામર્શ કરીને જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક, સ્થળ-નિમણૂક તથા બઢતી કરી શકે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
38. નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. વડી અદાલતના ન્યાયાધીશોના પગાર અને ભથ્થાઓનો ખર્ચ ભારતના એકીકૃત ભંડોળમાંથી કરવામાં આવે છે,
2. વડી અદાલતના કર્મચારી વર્ગના પગાર, ભથ્થાં તેમ જ પેન્શન તથા વહીવટી ખર્ચા રાજ્યના એકત્રિત ભંડોળમાંથી આકારવામાં આવે છે.
3. વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશો સર્વોચ્ચ અદાલત સિવાયની અન્ય કોઈ અદાલતમાં પ્રેક્ટિશ કરી શકે નહીં.
(A) 1, 2 અને 3
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 2
(D) માત્ર 1 અને 3
39. નીચેના પૈકી કઈ સેવાઓ કેન્દ્રીય વહીવટી ન્યાય પંચ (Tribunal) (CAT) ના ક્ષેત્રાધિકાર હેઠળ સમાવિષ્ટ છે ?
1. કેન્દ્રીય મુલ્કી સેવાઓ
2. કેન્દ્ર હેઠળની મુલ્કી સેવાઓ અને સંરક્ષણ સેવાઓના નાગરિક કર્મચારીઓ (civilian employees)
3. સંસદીય સચિવાલયનો કર્મચારી વર્ગ (Secretarlal staff of the Parliament)
4. સર્વોચ્ચ અદાલતના અધિકારીઓ અને કર્મચારીઓ
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 3 અને 4
(D) માત્ર 1, 2 અને 3
40. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ સત્તામંડળની સ્થાપના સંસદમાં ઘડવામાં આવેલ અધિનિયમ અંતર્ગત કરવામાં આવી.
2. પ્રત્યેક રાજ્યમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની રચના કરવામાં આવી છે.
3. ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આ સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 2
(D) માત્ર 1 અને 3
41. ભારતના ચૂંટણી પંચ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(A) ચૂંટણી પંચના સદસ્યની લાયકાત બાબતે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે.
(B) ચૂંટણી પંચના સદસ્યની મુદત બાબતે બંધારણમાં નિર્દેશ કરેલ નથી.
(C) બંધારણે નિવૃત્ત થયેલા ચૂંટણી આયુક્તોને બાદમાં અન્ય કોઈ સરકારી નિમણૂક માટે નિષેધ કરે છે.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
42. ભારતના નાણાં પંચ વિશે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ભારતનું નાણાં પંચ એક અધ્યક્ષ અને 5 અન્ય સદસ્યોનું બનેલું છે.
2. પંચના સદસ્યની લાયકાત સુનિશ્ચિત કરવા માટે બંધારણ સંસદને અધિકૃત કરે છે.
3. સુદૃઢ નાણાં વ્યવસ્થાના હિતમાં રાષ્ટ્રપતિ કોઈ પણ બાબત નાણાં આયોગને સલાહ સૂચન માટે મોકલી શકે છે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 3
43. ભારતના બંધારણના હેતુઓમાંનો એક ‘આર્થિક ન્યાય’ની જોગવાઈ ……. માં છે.
(A) આમુખ અને મૂળભૂત હકો
(B) મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
(C) આમુખ અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
(D) ઉપરોક્ત તમામ
44. નીચેના પૈકી કયા વિધાનો ભારતમાં બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલ મૂળભૂત ફોન કે ભાગ રૂપ છે?
1. ધાર્મિક, પ્રાદેશિક અને ભેષિાકીય સંવાદિતા તથા સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી.
2. 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના બાળકોને શિક્ષિત કરવાં.
3. બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતોને ઉત્તેજન આપવું.
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1, 2 અને 3
45. નીચેના પૈકી કર્યો અનુચ્છેદ ઇન્ટરનેટના ઉપયોગની જોગવાઈ કરે છે?
(A) અનુચ્છેદ 21
(B) અનુચ્છેદ 17
(C) અનુચ્છેદ 22
(D) અનુચ્છેદ 23
46. બંધારણસભાની રચના અંગે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
1. પ્રત્યેક દેશી રાજ્યને તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો ફાળવવાની થતી હતી.
2. પ્રત્યેક અંગ્રેજ પ્રાંતને ફાળવવામાં આવેલી બેઠકો મુસ્લિમ તથા શીખ અને અન્ય સામાન્ય લોકો વચ્ચે વહેંચવામાં આવનાર હતી.
3. અન્ય જ્ઞાતિઓને (મુસ્લિમ તથા શીખ)ને ફાળવવામાં આવેલી બેઠકોની જ્ઞાતિના પ્રાંતીય ધારાસભામાં સભ્યો દ્વારા ચૂંટવામાં આવનાર હતી.
4. ઉપરોક્ત પ્રક્રિયામાં એક જ તબદીલપાત્ર મત પદ્ધતિ દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વને અનુસરવામાં આવ્યું હતું.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1, 2 અને 3
(D) માત્ર 3 અને 4
47. બંધારણસભામાં નીચેના પૈકીની કઈ જ્ઞાતિ ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતી હતી ?
(A) મુસ્લિમ
(B) અનુસૂચિત જાતિ
(C) ભારતીય ખ્રિસ્તીઓ
(D) શીખ
48. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે?
1. ચોથી અનુસૂચિ – રાજ્યસભામાં બેઠકોની ફાળવણી
2. દસમી અનુસૂચિ – ધારાસભાઓમાં સભ્યોના ગેરલાયક હોવા બાબતની જોગવાઈઓ
3. સાતમી અનુસૂચિ – કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી
4. છઠ્ઠી અનુસૂચિ – કેટલાક રાજ્યોમાં આદિજાતિ ક્ષેત્રોમાં વહીવટ અંગેની જોગવાઈઓ
(A) માત્ર 1 અને 3
(B) માત્ર 2 અને 4
(C) માત્ર 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
49. ભારતીય બંધારણમાં બંધુતાની વિભાવના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. બંધુતાની વિભાવના એક નાગરિકત્વની પ્રથાથી પ્રોત્સાહિત કરવામાં આવી છે.
2. ભારતના બંધારણની મૂળભૂત ફરજો પણ બંધુતાની વિભાવનાને પ્રોત્સાહિત કરે છે.
3. બંધુતાની ભાવના વ્યક્તિગત ગૌરવ તથા દેશની એકતા અને અખંડિતતાની ખાતરી આપે છે.
4. દેશની એકતા અને અખંડિતતા ફક્ત પ્રાદેશિક પરિમાણો જ સૂચવે છે.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1, 2 અને 4
(D) માત્ર 1, 2 અને 3
50. અનુચ્છેદ ૩ ના સંદર્ભમાં ભારતની સંસદની સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. સંસદ રાજ્યોના પુનર્ગઠન વિશેનું વિધેયક માત્ર રાષ્ટ્રપતિની પૂર્વસંમતિથી જ દાખલ કરી શકે.
2. વિધેયકને મંજૂરી આપતા પહેલાં રાષ્ટ્રપતિ તે વિધેયકને જે તે રાજ્યની ધારાસભાને સલાહસૂચન માટે મોકલી શકે.
3. રાષ્ટ્રપતિ રાજ્યની ધારાસભાની ભલામણોનો સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે.
4. સંઘ પ્રદેશોના કિસ્સામાં રાષ્ટ્રપતિ રાજ્યસભાની વિશેષ મંજૂરી લેશે.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 1, 2 અને 3
(C) માત્ર 2, 3 અને 4
(D) માત્ર 1 અને 4
51. કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકત્વની ફરજિયાત સમાપ્તિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. નાગરિકે ભારતના બંધારણ પ્રત્યે બિનવફાદારી દર્શાવી હોય.
2. યુદ્ધ દરમિયાન નાગરિકે દુશ્મન સાથે ગેરકાયદે વ્યાપાર સંદેશાવ્યવહાર કર્યા હોય.
3. નાગરિકને તેની નોંધણી અથવા પ્રાકૃતિકરણ (naturalizationના પાંચ વર્ષમાં કોઈ દેશમાં બે વર્ષ માટે કેદ કરવામાં આવ્યો હોય.
4. નાગરિક સતત બે વર્ષ માટે ભારતની બહારના સામાન્ય રહેવાસી હોય
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને
(C) માત્ર 1 અને 2
(D) માત્ર 1, 2 અને 3
52. ભારતના સંદર્ભમાં સમાનતા અપવાદો (Exception to Equality) બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું સાચાં છે?
(A) સંસદનો કોઈ પણ સદસ્ય કંઈ પણ કહેવાના સંદર્ભમાં કોઈ પણ અદાલતમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહીને પાત્ર રહેશે નહીં.
(B) કોઈ પણ વર્તમાનપત્રમાં નોંધપાત્ર સાચા અહેવાલને પ્રકાશિત કરવા બાબતે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ અદાલતમાં દીવાની કે ફોજદારી કાર્યવાહીને પાત્ર રહેશે નહીં.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
53. આરક્ષણમાં ઉન્નત વર્ગ બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો સાચું/સાચાં છે?
1. સેનામાં કર્નલ અથવા તેથી ઊંચો હોદ્દો તેમ જ નૌસેના અને વાયુ સેનામાં તેને સમકક્ષ હોદ્દો ધરાવતી વ્યક્તિ OBC આરક્ષણનો લાભ મેળવી શકે નહી.
2. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડી અદાલતના ન્યાયાધીશો જેવા બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિઓને ઉન્નત વર્ગમાંથી મુક્તિ આપવામાં આવી છે તેઓ OBC લાભ મેળવી શકે છે.
3. વ્યક્તિઓ કે જેમની કુલ વાર્ષિક આવક 15 લાખ રૂપિયા સુધીની હોય, તેઓ OBC આરક્ષણનો લાભ મેળવી શકે છે.
(A) 1, 2 અને ૩
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1
(D) માત્ર 1 અને 2
54. મિલકતના હૅક બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(A) તેને બંધારણીય સુધારા વિના નિયંત્રિત, ઘટાડી કે સુધારી શકાય છે.
(B) તે ખાનગી મિલકતને કારોબારી ક્રિયા વિરુદ્ધ રક્ષણ આપે છે, પરંતુ ધારાકીય કાર્યવાહી વિરુદ્ધ રક્ષણ આપતો નથી.
(C) તેના ઉલ્લંઘનના કિસ્સામાં અસર પામેલ (aggrieved person) સીધો વડી અદાલતમાં જઈ શકે પરંતુ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકતો નથી.
(D) ઉપરોક્ત તમામ
55. સંસદમાં ખાસ બહુમતી નિયમો (Special Majority Rules) વિશે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
(A) ખાસ બહુમત પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાનો બહુમત છે અને દરેક ગૃહના હાજર અને મતદાન કરતાં 2/3 સભ્યોનો બહુમત છે.
(B) ઉપરોક્ત વિધાનમાં કુલ સભ્ય સંખ્યા એટલે ખાલી જગ્યાઓ અને ગેરહાજર છે કે નહિ તે ધ્યાને લીધા વિના ગૃહના કુલ સભ્યો
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
56. ભારતની સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યા મુજબ નીચેના પૈકી કયા મૂળ તત્ત્વો (elements) ભારતના બંધારણના મૂળભૂત માળખા હેઠળ આવે છે ?
1. સમવાય તંત્ર
2. સામાજિક ન્યાય
3. ન્યાય માટેનું અસરકારક પ્રયોજન
4. વ્યક્તિના સ્વાતંત્ર્ય અને ગૌરવ
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1, 2 અને ૩
(D) માત્ર 1
57. કેન્દ્રની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો સાચું/સાચાં છે?
(A) સંસદ રાજ્યક્ષેત્રાતીત કાયદા ઘડી શકે કે જે ભારતના નાગરિકો અને સમગ્ર વિશ્વમાં તેમની સંપત્તિ પર લાગુ પડી શકે.
(B) જે તે રાજ્યમાંના અનુસૂચિત ક્ષેત્રમાં સંસદનો અધિનિયમ લાગુ પડતો નથી તેવો નિર્દેશ આપવાની સત્તા રાજ્યપાલને છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
58. કેન્દ્ર અને રાજ્યના સંબંધો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
(A) પ્રથમ વહીવટી સુધારણા આયોગ દ્વારા અનુચ્છેદ 356, 357 365 સંપૂર્ણ રીતે રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી.
(B) સરકારિયા આયોગે ભલામણ કરી હતી કે રાજ્યોને અવશેષ સત્તાઓ ફાળવવામાં આવી,
(C) રાજમનાર સમિતિએ ભલામણ કરી હતી કે કેન્દ્રનું અધિકાર ક્ષેત્ર સંરક્ષણ, વિદેશ બાબતો, સંદેશાવ્યવહાર અને ચલણ (currency) પૂરતું મર્યાદિત હોવું જોઈએ.
(D) સરકારિયા આયોગે ભલામણ કરી કે કેન્દ્ર પાસે રાજ્યોની સંમતિ લીધા વિના પણ સશસ્ત્ર દળો તૈનાત કરવાની સત્તા હોવી જોઈએ.
59. નીચેના પૈકી કયા આયોગ/સમિતિએ સૌપ્રથમવાર એક સાથે ચૂંટણીની ભલામણ કરી હતી ?
(A) પી. એ. સંગમા સમિતિ
(B) જે. એન. લિંગદોહના અધ્યક્ષપદ હેઠળની ભારતના ચૂંટણી પંચની સમિતિ
(C) નાચિયાપન સમિતિ
(D) નારા ચંદ્રા બાબુ નાયડુ સમિતિ
60. નીચેના પૈકી કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે?
(A) એક નાગરિકત્વ – કેનેડામાંથી લેવામાં આવેલ છે.
(B) બંધારણનું આમુખ – યુનાઇટેડ કિંગ્ડમમાંથી લેવામાં આવેલ છે.
(C) પ્રજાસત્તાકની વિભાવના – ફ્રાંસમાંથી લેવામાં આવેલ છે.
(D) કટોકટી દરમિયાન મૂળભૂત હકોને સ્થગિત કરવા – રશિયામાંથી લેવામાં આવેલ છે.
61. રાષ્ટ્રીય કટોકટીની અસરો બાબતે નીચેના પૈકી કયું, કયાં વિધાના વિધાનો સાચું/સાચાં છે?
(A) કટોકટી દરમિયાન રાજ્યને કોઈ પણ બાબતમાં કારોબારી નિર્દેશો જારી કરવા માટે કેન્દ્ર અધિકૃત બને છે.
(B) કટોકટી દરમિયાન સંસદનું સત્ર ચાલુ હોય તો પણ રાજ્યની બાબતો પર રાષ્ટ્રપતિ વટહુકમ જારી કરી શકે છે.
(C) રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મહેસૂલના બંધારણીય વિતરણમાં ફેરફાર કરી શકતા નથી.
(D) ઉપરોક્ત તમામ
62.બિનનિવાસી ભારતીયો (Non-Redident Indians)(NRIs)ના મતાધિકાર બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. NRIs એ જો સતત પાંચ વર્ષથી વધુ સમય માટે પરદેશમાં વસતાં હોય તો તેઓ મત આપવા માટે પાત્રતા ધરાવતા નથી.
2. NRIs નું રહેઠાણ જ્યાં આવેલ હોય તે મતદાર ક્ષેત્રમાં માત્ર રૂબરૂમાં જ મત આપી શકે છે.
3. NRIs Electronically Transmitted Postal Ballot System (ETPBS) દ્વારા પરદેશમાંથી મત આપી શકે છે.
4. ભારતની બહાર નિમણૂક પામેલા માત્ર સેના દળો, પોલીસ અને સરકારી કર્મચારીઓ માટે જ અવેજી (Proxy) મતદાનનો વિકલ્પ ઉપલબ્ધ છે.
(A) માત્ર 1, 2 અને 3
(B) માત્ર 2 અને 4
(C) માત્ર ૩ અને 4
(D) 1, 2, 3 અને 4
63. બંધારણસભા બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
1. બંધારણસભા રજવાડાંઓમાંથી સીધા ચૂંટાયેલા સભ્યોની બનેલી હતી.
2. બંધારણસભામાં બ્રિટિશ ભારતીય પ્રાંતોના સદસ્યો, પ્રાંતીય વિધાનસભાઓના સભ્યો દ્વારા પરોક્ષ રીતે ચૂંટવામાં આવ્યા હતા.
3. બંધારણસભા અંશતઃ પરોક્ષ રીતે ચૂંટાયેલા અને અંશતઃ નામાંકિત સંસ્થા તરીકે કરવાનું આયોજન હતું.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) ફક્ત 1
64. ભારતીય બિન-સાંપ્રદાયિકતા બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો સાચું/સાચાં નથી ?
1. ભારત કોઈ ધર્મને દેશના સત્તાવાર ધર્મ તરીકે માન્ય કરતું નથી.
2. ભારત તમામ ધર્મો પ્રત્યે નિષ્પક્ષ છે.
3. ભારત તમામ ધર્મોને પ્રોત્સાહન આપે છે.
4. કોઈ ધર્મને માન્યતા આપતું નથી અને ધર્મને લોકોની વ્યક્તિગત બાબત તરીકે જ ગણે છે.
(A) ફક્ત 4
(B) ફક્ત 1, 2 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) ફ્ક્ત 3 અને 4
65. ભારતના બંધારણના અનુચ્છેદ 3 બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
(A) રાજ્યનું નામ, વિસ્તાર કે સીમા બદલવા માટે અનુચ્છેદ ૩ હેઠળનું વિધેયક માત્ર રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે.
(B) અનુચ્છેદ ૩ હેઠળનું વિધેયક સંસદમાં માત્ર રાષ્ટ્રપતિની ભલામણથી જ રજૂ કરી શકાય છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
66. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. ભારતના બંધારણનો અનુચ્છેદ 16 નાગરિકને જાહેર રોજગારની બાબતમાં રાજ્ય દ્વારા ભેદભાવ સામે રક્ષણ આપે છે.
2. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો પ્રથમ માપદંડ સમાજના વર્ગનું સામાજિક અને શૈક્ષણિક પછાતપણું છે.
3. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો બીજો માપદંડ જાહેર રોજગારમાં અપૂરતું પ્રતિનિધિત્વ છે.
(A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 2
(D) 1, 2 અને 3
67. નીચેના પૈકી કર્યો ભારતના રાષ્ટ્રપતિનો વિવેકાધિકાર નથી ?
(A) સરકારના કાર્ય વ્યવહાર (Transaction of Business) માટેના નિયમો
(B) કોઈ પક્ષ બહુમત બેઠકો મેળવી ન શકે તેવા કિસ્સામાં કોઈ રાજકીય પક્ષના નેતાને બહુમત સિદ્ધ કરવા આમંત્રણ આપવું.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
68. ભારતના ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત માત્ર રાજ્યસભામાં જ દાખલ કરી શકાય છે.
2. પદભ્રષ્ટ કરવાની પ્રક્રિયા” માટે રાજ્યસભામાં અસરકારક બહુમતીથી પદભ્રષ્ટની દરખાસ્ત પસાર થવી આવશ્યક છે.
3. ત્યાર બાદ પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત લોકસભામાં પણ સાદી બહુમતી દ્વારા પસાર થવી જરૂરી છે.
4. ઓછામાં ઓછી ત્રીસ દિવસની આગોતરી નોટિસ અપાયા વગર આવી કોઈ દરખાસ્ત પસાર થઈ શકે નહિ.
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 1, 2 અને 3
(C) ફક્ત 1, 3 અને 4
(D) ફક્ત 1 અને 3
69. ભારતીય સંસદીય પ્રણાલીમાં વિવિધ પ્રકારના વિધેયકો બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
(A) નાણાં વિધેયક (Money Bill)માં મડાગાંઠના સંદર્ભે સંયુક્ત બેઠક થઈ શકે નહિ, જ્યારે વિત્તીય વિધેયકો (Finance Bills)ના મડાગાંઠના કિસ્સામાં તે થઈ શકે.
(B) નાણાં વિધેયક (Money Bill) અને વિત્તીય વિધેયકો (Finance Bills) ના કિસ્સામાં અધ્યક્ષનું પ્રમાણીકરણ (Certificate) જરૂરી છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
70. ભારતના આકસ્મિક ફંડની બાબતમાં નીચેના પૈકી કયું/કયાં વિધાન| વિધાનો સાચું/સાચાં છે ?
(A) ભારતના આકસ્મિક ફંડની મહત્તમ મર્યાદા રૂપિયા 5,000 કરોડ છે.
(B) આકસ્મિક ફંડમાંથી નાણા વાપરવાની રાષ્ટ્રપતિની અધિકૃતતા મળ્યેથી તેટલી રકમ આકસ્મિક ફંડમાંથી એકત્રિત ફંડમાં તબદીલ કરવામાં આવે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઇ નહીં
71. મૂળભૂત હક્કો અને કાનૂની હક્કો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મૂળભૂત હક્કોના ઉલ્લંઘનના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિ સીધી જ ઉચ્ચતમ ન્યાયાલયમાં અરજી દાખલ કરી શકે છે.
2. કાનૂની હક્કોના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિએ રાબેતા મુજબની ન્યાયિક પ્રક્રિયાને અનુસરવી પડે છે.
3. ભારતના બંધારણમાં ભાગ સિવાય કોઈ પણ ભાગમાં કાનૂની હક્કોની જોગવાઈ કરવામાં આવી છે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) ફક્ત 1 અને 2
72. રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન રાજ્ય (અથવા સંઘ પ્રદેશ)ના ચૂંટાયેલા ધારાસભ્યોના મતના મૂલ્યની ગણતરી માટે નીચેના પૈકી ક્યા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે છે ?
(A) 1971
(B) 2001
(C) 2011
(D) કોઈ પણ નહીં
73. ભારતના બંધારણના મૂળભૂત હક્કો બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
(A) રાજ્ય ધારાસભાએ અનુચ્છેદ ૩૩ હેઠળ ઘડેલા કાયદાઓને કોઈ અદાલત દ્વારા પડકારી શકાય નહિ.
(B) અનુચ્છેદ ૩૩ લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના રીટ અધિકાર ક્ષેત્રમાંથી પણ બાકાત રાખી શકે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
74. ભારતના બંધારણમાં સત્તાની વહેંચણી બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
1. હાલમાં સંઘ યાદીમાં 99 વિષયો છે, જે પ્રારંભમાં 96 વિષયો હતા.
2. હાલમાં રાજ્ય યાદીમાં 54 વિષયો છે, જે પ્રારંભમાં 65 વિષયો હતા.
3. હાલમાં સંયુક્ત યાદીમાં 52 વિષયો છે, જે પ્રારંભમાં 47 વિષયો હતા.
(A) 1, 2 અને 3
(B) ફ્ક્ત 1 અને ૩
(C) ફક્ત 3
(D) ફ્ક્ત 1 અને 2
75. નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
1. જો બે કે તેથી વધુ રાજ્યો સંસદને કાયદો ઘડવા માટે વિનંતી કરે તો સંસદ કાયદો ઘડી શકે.
2. ઉપરના કિસ્સામાં કાયદો ભારતના તમામ રાજ્યો માટે લાગુ પડશે.
3. પરંતુ આવો કાયદો રાજ્યો તેમની જરૂરિયાત પ્રમાણે રદ કરી શકશે.
(A) ફક્ત 1
(B) ફ્ક્ત 2 અને ૩
(C) ફક્ત 1 અને 2
(D) 1, 2 અને 3
76. ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
(A) મંત્રીમંડળના તમામ નિર્ણયો રાષ્ટ્રપતિને જણાવવા પ્રધાનમંત્રી માટે વૈકલ્પિક છે.
(B) સંઘની બાબતોના વહીવટ અંગેની માહિતી રજૂ કરવી એ પ્રધાનમંત્રીની ફરજ છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
77. ભારતમાં અંદાજપત્ર વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. ઉધારેલ (charged) ખર્ચ સંસદ દ્વારા મતદાનપાત્ર નથી, સંસદમાં માત્ર તેની ચર્ચા જ થઈ શકે.
2. ભારતના એકત્રિત ફંડમાંથી કરેલા ખર્ચનું સંસદ દ્વારા મતદાન થવું જોઈએ.
3. રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થાં તથા તેમના કાયૅલિયને સંલગ્ન અન્ય ખર્ચા ઉધારેલ ચાર્જ (charged) ખર્ચ હેઠળ આવે છે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) ફ્ક્ત 1 અને 2
78. ન્યાયાધીશની નિમણૂક કેસ 1998ના સંદર્ભે ન્યાયાધીશોની નિમણૂક બાબતે ઉચ્ચતમ ન્યાયાલયના સ્પષ્ટીક્રણો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
(A) ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક કરતી વખતે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ઉચ્ચતમ ન્યાયાલયના ચાર વરિષ્ઠતમ ન્યાયાધીશો સાથે વિચાર-વિનિમય કરશે.
(B) ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની ફેરબદલી કરતી વખતે, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જ્યાંથી ન્યાયાધીશની ફેરબદલી કરવામાં આવી છે અને જ્યાં ફેરબદલી કરવામાં આવી છે તે ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચાર-વિનિમય કરશે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
79. 73મા બંધારણીય સુધારણા અધિનિયમ મુજબ, ગ્રામસભા નું બનેલું મંડળ છે.
(A) ગ્રામ પંચાયતની સમગ્ર પુખ્ત વસ્તી
(B) પાંચ વર્ષની વયથી ઓછી વયના બાળકો સિવાયની પંચાયત હેઠળની ગામની સમગ્ર વસ્તી
(C) 18 વર્ષની વય પૂરી કરી ચૂકી હોય અને રાજ્યમાં કોઈ પણ જગ્યાએ મતદાર યાદીમાં નામ હોય તેવી ગામની વસ્તી
(D) ઉપરના પૈકી કોઈ નહીં
80. લોકઅદાલત વિશે નીચેનાં પૈકી ક્યું વિધાન/કયાં વિધાનો સાચું સાચાં છે ?
1. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ અને અન્ય કાનૂની સેવા સંસ્થાઓ લોકઅદાલતની કાર્યવાહી કરે છે.
2. કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ હેઠળ લોકઅદાલતોને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે.
3. જો પક્ષકારો એ લોકઅદાલતના નિર્ણયથી સંતુષ્ટ ન હોય તો પણ આવા નિર્ણયથી વિરુદ્ધ અપીલ અંગે કોઈ જોગવાઈ નથી.
4. લોકઅદાલતના સભ્યોની ભૂમિકા એ માત્ર વૈધાનિક સમાધાનકર્તા તરીકેની જ હોય છે અને તેમની કોઈ ન્યાયિક ભૂમિકા હોતી નથી.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર ૩ અને 4
(D) માત્ર 1, 2 અને 4
81. નીચેના પૈકી કઈ સમિતિએ રાજ્યોના ભાષા આધારિત પુનર્ગઠનના ખ્યાલનો અસ્વીકાર કર્યો હતો ?
1. એસ. કે. ધાર સમિતિ
2. જે. વી. પી. સમિતિ
3. ફઝલ અલી સમિતિ
(A) માત્ર 1 અને 2
(B) 1, 2 અને 3
(C) માત્ર 2 અને ૩
(D) માત્ર 1
82. નીચેના પૈકી કઈ વ્યક્તિ નોંધણી દ્વારા ભારતના નાગરિક તરીકે નોંધી શકાય ?
1. ભારતીય મૂળની એવી વ્યક્તિ કે જે નોંધણીની અરજી કર્યા પહેલાંનાં સાત વર્ષ સુધી ભારતમાં સામાન્ય નિવાસી તરીકે રહેતી આવી હોય.
2. ભારતના નાગરિક હોય તેવી વ્યક્તિઓનાં સગીર બાળકો
૩. પુખ્તવયની અને યોગ્યતા ધરાવતી વ્યક્તિ કે, જે ઓછામાં ઓછી દસ વર્ષથી ભારતના વિદેશી નાગરિક કાર્ડધારક તરીકે નોંધાયેલ હોય.
4. ભારતીય મૂળની વ્યક્તિ કે, જે અવિભાજિત ભારતની બહારના કોઈ દેશ કે સ્થળના સામાન્ય નિવાસી હોય.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 1, 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 1, 2 અને 4
83. કાયદા સમક્ષ સમાનતાના અપવાદ બાબતે નીચેનાં પૈકી કયું વિધાન/ ક્યાં વિધાનો સાચું/સાચાં છે ?
(A) રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ વિરુદ્ધ તેમના હોદ્દાની મુદત દરમિયાન કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી માંડી શકાશે નહિ.
(B) કોઈ વ્યક્તિ સંસદની કોઈ પણ કાર્યવાહીના વસ્તુતઃ સાચા અહેવાલની વર્તમાનપત્રમાં પ્રસિદ્ધિના સંબંધમાં કોઈ ન્યાયાલયમાં કોઈ પણ દીવાની કે ફોજદારી કાર્યવાહીને પાત્ર થશે નહિ.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
84. ભારતમાં EWS હેઠળના અનામતમાંથી બાકાત રાખવાની બાબતમાં નીચેનાં પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. જો કોઈ પણ વ્યક્તિ 10 એકર અને તેથી વધુ ખેતીની જમીન ધરાવતી હોય.
2. 1000 ચો. ફૂટ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાકનો ફ્લેટ ધરાવતા હોય.
3. નોટિફાઇડ નગરપાલિકામાં 100 ચો. યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાક પ્લોટ ધરાવતા હોય.
4. નોટિફાઇડ નગરપાલિકા સિવાયના ક્ષેત્રમાં 200 ચો. યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાક પ્લોટ ધરાવતા હોય.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 3 અને 4
(D) માસ 1 અને 3
85. ભારતમાં મૂળભૂત હક્કો બાબતે નીચેનાં પૈકી ક્યાં-વિધાનો સાચાં છે?
1. અનુચ્છેદ ૩૩ એ લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતના રિટ અધિકારક્ષેત્રમાં સમાવિષ્ટ કરતા નથી.
2. લશ્કરી કાયદાનો ખ્યાલ એ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલ નથી.
3. લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હક્કો પર કોઈ અસર થઈ શકે નહિ.
4. લશ્કરી કાયદો એ દેશનો ફોઈ ચોક્કસ ભાગમાં નહિ, પરંતુ સમગ્ર દેશમાં લાદવામાં આવે છે.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1 અને 2
(D) માત્ર ૩ અને 4
86. રાજ્યનીતિના માર્ગદર્શફ સિદ્ધાંતો બાબતે નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. શ્રી બી. એન. રાવે ભારતીય નાગરિકો માટે બે શ્રેણીના હક્કોની ભલામણ કરી હતી:ન્યાયપાત્ર અને બિન-ન્યાયપાત્ર,
2. ઉપરની ભલામણો સાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા.
3. મીનરવા મિલ્સ કેસમાં ઉચ્ચતમ ન્યાયાલયે ઘોષિત કર્યું કે મૂળભૂત હક્કો ઉપર માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ચસ્વ એ ગેરબંધારણીય છે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 2
(D) માત્ર 1 અને ૩
87. ભારતીય બંધારણના સુધારણાની પ્રક્રિયા બાબતે નીચેનાં પૈકી કયું વિધાન/ક્યાં વિધાનો સાચું/સાચાં છે ?
1. બંધારણમાં સુધારાની પ્રક્રિયાનો પ્રારંભ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળમાં જ કરી શકાય.
2. સુધારણા વિધેયક એ માત્ર મંત્રીઓ દ્વારા જ દાખલ કરી શકાય.
3. સંવિધાનની કેટલીક જોગવાઈઓની સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વમંજૂરી આવશ્યક છે.
4. રાષ્ટ્રપતિએ બંધારણ સુધારણા વિધેયકને અનુમોદન આપવું જ પડે, તે આ વિધેયક ને અટકાવી શકે નહિ કે પરત મોકલી શકે નહિ.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 3 અને 4
(D) માત્ર 4
88. સંઘરાજ્ય વચ્ચેના સંબંધો બાબતે નીચેનાં પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
1. માત્ર સંસદ જ વધારાના પ્રાદેશિક કાયદા (Extra territorial Legislation) બનાવી શકે છે.
2. સંસદના કાયદાઓ ભારતીય નાગરિકો અને તેમની વિદેશમાં કોઈ પણ જગ્યાએ રહેલી મિલકતને લાગુ પડે છે.
3. રાજ્યમાં અનુસૂચિત કરેલાં ક્ષેત્રમાં સંસદના અધિનિયમ લાગુ પડતા નથી તેવો આદેશ કરવાની સત્તા રાજ્યપાલ ધરાવે છે.
4. ઉપરનાં તમામ
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1, 2 અને 3
(D) માત્ર 2 અને 3
89. અખિલ ભારતીય સેવાઓ બાબતે નીચેનાં પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
1. અખિલ ભારતીય સેવાઓ ઉપર અંતિમ નિયંત્રણ સંઘનું હોય છે, જ્યારે રાજ્ય એ ત્વરિત નિયંત્રણ ધરાવે છે.
2. 1947માં માત્ર બે જ અખિલ ભારતીય સેવાઓ હતી. ત્રીજી સેવા ત્યાર બાદ શરૂ કરવામાં આવી,
3. લોકસભાના ઠરાવના આધારે સંસદને નવી અખિલ ભારતીય સેવાઓ શરૂ કરવાની સત્તા છે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 1 અને 2
90. આંતર સરકારી કરની ક્ષમતાઓ (Inter-Government Tax Immunities) બાબતે નીચેનાં પૈકી કયા વિધાનો સાચાં છે ?
(A) સંઘની મિલકતને રાજ્ય અથવા રાજ્યના કોઈ સત્તાધિકાર દ્વારા લાદવામાં આવેલા તમામ પ્રકારના કરમાંથી મુક્તિ મળેલ હોય છે.
(B) પરંતુ રાજ્યની મિલકત અને આવકને સંઘના કરવેરામાંથી મુક્તિ મળતી નથી.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
91. રાષ્ટ્રીય કટોકટીનો ઉદ્ઘોષણા બાબતે નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. સંસદના કાયદા દ્વારા લોકસભાની મુદત એક સમયે તેની સામાન્ય મુદત કરતાં એક વર્ષ માટે લંબાવી શકાય છે.
2. લોકસભાનો કાર્યકાળ એ સંસદના કાયદા દ્વારા વધુમાં વધુ ૩ વર્ષ માટે લંબાવી શકાય છે. (એક સમયે એક વર્ષ માટે)
3. કટોકટી પૂરી થઈ ગયા બાદ લોકસભાનો કાર્યકાળ છ માસથી વધુ સમય ગાળા માટે ચાલુ રહી શકે નહિ.
(A) 1, 2 અને 3
(B) માત્ર 1 અને 3
(C) માત્ર 2 અને 3
(D) માત્ર 1 અને 2
92. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. સામાન્ય ચૂંટણીથી અલગ રીતે, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા માટે મતદારમંડળ (Electoral College)માં 50% + 1 મત મેળવવા જરૂરી છે.
2. રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંકળાયેલા તમામ પ્રશ્નો અને વિવાદોની તપાસ અને નિર્ણય એ ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવે છે, જેનો નિર્ણય આખરી ગણાય છે.
3. મતદારમંડળ (Electoral College) અધૂરું હતું, તે આધાર પર કોઈ પણ વ્યક્તિની રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી એ પડકારી શકાય નહિ.
(A) 1, 2 અને 3
(B) માત્ર 1 અને 3
(C) માત્ર 1 અને 2
(D) માત્ર 2 અને 3
93. નીચેનાં પૈકી કયું યુગ્મ એ સાચી રીતે જોડાયેલું/જોડાયેલાં છે ?
1. નિરપેક્ષ નિષેધાધિકાર (Absolute Veto) પારિત કરવામાં આવેલ વિધેયકની મંજૂરી વિધાન મંડળ દ્વારા અટકાવી રાખવી.
2. શરતી નિષેધાધિકાર (Qualified Veto) – તે વિધાન મંડળ દ્વારા ભારે બહુમતીથી સર્વોપરી થઈ શકે.
3. નિલંબન-મોકૂફી નિષેધાધિકાર (Suspensive Veto) – તો વિધાન મંડળ દ્વારા સામાન્ય બહુમતીથી સર્વોપરી થઈ શકે.
4. ખીસા નિષેધાધિકાર (Pocket Veto) – તે સંસદ દ્વારા 2/3 બહુમતી તેમજ અડધા રાજ્યોના મત દ્વારા સર્વોપરી થઈ શકે
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 1, 2 અને 3
(C) માત્ર 1 અને 2
(D) માત્ર 4
94. વિધાનમંડળમાં બેવડું (double) સભ્યપદની બાબતમાં નીચેનાં પૈકી ક્યું વિધાન/કયાં વિધાનો સાચું/સાચાં છે ?
1. જો કોઈ વ્યક્તિ સંસદનાં બંને ગૃહોના સદસ્ય તરીકે પસંદ થાય, તો તેણે/તેણીએ પોતે કયા ગૃહમાં જોડાવવા ઇચ્છે છે તે 30 દિવસની અંદર જણાવવું પડે.
2. જો તે આવી જાણ કરવામાં નિષ્ફળ જાય તો તેની રાજ્યસભાની સીટ ખાલી પડશે.
3. જો કોઈ વ્યક્તિ ગૃહમાં બે બેઠક ઉપરથી ચૂંટાયેલ હોય, તો તેણે કોઈ એક બેઠકનો વિકલ્પ આપવાનો રહેશે અન્યથા બંને બેઠકો ખાલી પડેલી ગણાશે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1 અને 2
95. સંસદમાં પ્રસ્તાવ બાબતે નીચેનાં પૈકી ક્યાં વિધાનો યોગ્ય રીતે જોડાયેલાં છે ?
1. સત્તા સૂચક પ્રસ્તાવ (Substantive Motion) તે સ્વયં પર્યાપ્ત સ્વતંત્ર દરખાસ્ત છે, કે જે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ જેવી અતિમહત્ત્વની બાબત સાથે સંલગ્ન છે.
2. અવેજી પ્રસ્તાવ (substitue Motion) તે એક મૂળ પ્રસ્તાવની અવેજીમાં ચલાવવામાં આવતો અવેજી પ્રસ્તાવ છે અને તે મૂળ પ્રસ્તાવના વિક્લ્પની દરખાસ્ત કરે છે.
3. સમાપન પ્રસ્તાવ (Closure Motion) । પ્રસ્તાવ એ સભ્ય દ્વારા ગૃહમાં કોઈ મુદ્દા પર ચર્ચાને ટૂંકાવવા માટે કરવામાં આવતો પ્રસ્તાવ છે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1 અને 2
96. સંસદમાં વિધેયકો બાબતે નીચેની પૈકી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
(A) સાર્વજનિક વિધેયક (Public Bill) : તેને ગૃહમાં દાખલ કરવા માટે 14 દિવસની નોટિસ જરૂરી છે.
(B) બિન-સરકારી વિધેયક (Private Bill) : તેને ગૃહમાં દાખલ કરવા માટે 1 મહિનાની નોટિસ જરૂરી છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
97. ભારતના ઉચ્ચતમ ન્યાયાલય બાબતે નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. સંસદના દરેક ગૃહમાં સંબોધન પછી રાષ્ટ્રપતિએ કરેલા હુકમ સિવાય ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય નહિ.
2. હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ એ દરેક ગૃહ તે ગૃહની કુલ સભ્યસંખ્યાની બહુમતીના તથા તે ગૃહના હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોની બહુમતીના ટેકાવાળો હોવો જોઈએ.
3. ઉચ્ચતમ ન્યાયાલયની કાર્યવાહી એ અંગ્રેજી અથવા હિન્દીમાં જ હાથ ધરવામાં આવે છે.
4. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી કોઈ પણ વ્યક્તિ એ ભારતના ઉચ્ચતમ ન્યાયાલય સિવાયના કોઈ પણ ન્યાયાલયમાં અથવા કોઈ સત્તાધિકાર સમક્ષ કામકાજ કરી શકશે નહીં.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 3 અને 4
(D) માત્ર 1, 2 અને 3
98. ભારતમાં સંસદીય પ્રણાલી બાબતે નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. 1952 સુધી ભારતની સંવિધાનસભા એ કામચલાઉ સંસદ તરીકે કાર્યરત હતી.
2. વિધેયક કે જે ભારતના એકત્રિત ફંડ (Consolidated Fund of India) માંથી ખર્ચ કરવાનું થતું હોય, તેને રાષ્ટ્રપતિએ વિચારણા કરવા માટે ગૃહને ભલામણ કરી ન હોય, તો સંસદના બેમાંથી કોઈ ગૃહમાંથી પસાર કરી શકાય નહિ.
3. અધ્યક્ષ અથવા નાયબ અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલી લોકસભાના 20 સદસ્યોની બનેલી સભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે.
4. સભાપતિ અથવા નાયબ સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ દ્વારા નામાંકિત કરવામાં આવેલી રાજ્યસભાના 10 સદસ્યોની બનેલી ઉપ-સભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 1, 2 અને 3
(C) માત્ર 3 અને 4
(D) માત્ર 1 અને 2
99. નીચેનાં પૈકી કયાં વિધાનો એ સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે કૂંચી આયોગની ભલામણો છે ?
1. પંચાયતી રાજ સંસ્થાઓમાં અનુસૂચિત સૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત બેઠકોનો ક્રમાનુવર્તી ફેરફાર કરવા બાબતનો વિચાર.
2. સમવર્તી સૂચિના કાયદાઓની બાબતમાં સંઘએ રાજ્યોના સલાહસૂચન લેવા આવશ્યક છે.
3. રાજ્યપાલની મુદત એ પાંચ વર્ષ માટેની સુનિશ્ચિત કરેલી છે અને તેઓને પભ્રષ્ટ કરવાની સત્તા એ કેન્દ્રમાં રહેલી સરકારની ઇચ્છાશક્તિ અનુસારે હોવી ન જોઈએ.
4. આ આયોગ દ્વારા ‘ સ્થાનિક કટોકટી”નો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર ૩ અને 4
(D) માત્ર 1 અને 2
100. નીચેના પૈકી કયા આધાર પર ધારાકીય અધિનિયમ અથવા કારોબારીની બંધારણીય માન્યતાએ ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતને પડકારી શકાય છે ?
(A) તે સત્તાધિકારી કે જેણે તેને રચી છે તેની સત્તાની બહારની બાબત છે.
(B) તે બંધારણીય જોગવાઈઓનો તિરસ્કાર કરતી હોય.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here