GPSC PT 2016 to 2023 Solved – ભારતીચ બંધારણ – 2

GPSC PT 2016 to 2023 Solved – ભારતીચ બંધારણ – 2

1. નીચેનાં પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે?
1. પછાત વર્ગો માટેનું રાષ્ટ્રીય આયોગ-અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 3 સભ્યો
2. મહિલાઓ માટેનું રાષ્ટ્રીય આયોગ-અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 4 સભ્યો
3. અનુસૂચિત જાતિ માટેનું રાષ્ટ્રીય આયોગ-અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 3 સભ્યો
(A) 1, 2, અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 1 અને 2
2. ભારતીય સંવિધાન દ્વારા નીચે દર્શાવેલ ભાષાઓ પૈકી કઈ ભાષા માન્યતા પ્રાપ્ત ભાષા તરીકે ગણેલ નથી ?
(A) સિંધી
(B) કોંકણી
(C) મૈથિલીં
(D) અંગ્રેજી
3. સંસદ દ્વારા ભારતના સંવિધાનમાં આમુખમાં સુધારો કયા અનુચ્છેદની જોગવાઈ અંતર્ગત થઈ શકે છે ?
(A) 356
(B) 368
(C) 352
(D) 358
4. ભારતના સંવિધાનના અનુચ્છેદ 360ની જોગવાઈનો અમલ અત્યાર સુધી કેટલી વખત થયો છે ?
(A) એક
(B) બે નથી
(C) ત્રણ
(D) ક્યારેય થયો
5. વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની ભારતના સંવિધાનમાં જોગવાઈ છે :
(A) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં
(B) મૂળભૂત ફરજોમાં
(C) ઉપર (A) તથા (B) બંનેમાં
(D) આવી કોઈ જોગવાઈ નથી
6. રાષ્ટ્રપતિ દ્વારા ભારતના સંવિધાનમાં નિયત કરાયેલ કાર્યવાહી અનુસરીને ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને નીચેના કયા કારણસર હોદ્દા પરથી દૂર કરી શકાય છે ?
(A) ગેરવર્તણૂક
(B) અપાત્રતા
(C) નાદારી
(D) ઉપર (A) અથવા (B)
7. ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ પંચાયતોને કર નાખવાની સત્તા અને ફંડ બાબતે કોણ જોગવાઈ કરી શક઼શે ?
(A) મુખ્યમંત્રી
(B) રાજ્ય વિધાનમંડળ
(C) પંચાયતનો કારોબાર સંભાળતા મંત્રી
(D) રાજ્યપાલ
8. લોકાયુક્ત આયોગને મળેલી કોઈ ફરિયાદ આથવા બાબત પર લોકાયુક્ત આયોગની બેચ દ્વારા જ તપાસ અથવા અન્વેષણ કરી શકશે. લોકાયુક્ત આયોગ, ઓછામાં ઓછા ……. સભ્યોની બેચમાં કામગીરી કરશે. 
(A) બે
(B) ત્રણ
(C) ચાર
(D) પાંચ
9. લોકસેવા આયોગના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લો :
1. વધુ રાજ્યોના જૂથ માટે એક લોકસેવા આયોગ રાખી શકાશે
2. બે કે કોઇ લોકસેવા આયોગના સભ્ય તરીકે હોદ્દો ધરાવી વ્યક્તિ પોતાના હોદ્દાની મુદત પૂરી થયે તે હોદ્દા પર ફેરનિમાણૂક માટે પાત્ર ગણાશે નહીં.
3. કોઈ રાજ્ય લોકસેવા આયોગના અધ્યક્ષ, સંઘ લોકસેવા આયોગના સભ્ય તરીકે નિમાવાપાત્ર ગણાશે.
(A) 1 અને 2
(B) 1 અને 3
(C) 2 અને 3
(D) 1, 2 અને 3
10. રાજ્ય માહિતી પંચમાં મુખ્ય માહિતી કમિશનર, અને …… વધુ નહિ તેટલા, રાજ્ય માહિતી કમિશનરો રાખવાની જોગવાઈ છે.
(A) પાંચી
(B) સાતથી
(C) દસથી 
(D) છથી
11. ભારતના સંવિધાનમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ?
(A) મિઝોરમ
(B) અરુણાચલ પ્રદેશ
(C) ત્રિપુરા
(D) સિક્કિમ
12. અનુસૂચિત આદિજાતિઓના સભ્યોને નાણાં ધીરનારાઓના ર્ધીરધારના ધંધાનું નિયમન ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ કોણ કરી શકે છે ?
(A) રાજ્ય વિધાનમંડળ
(B) સંસદ
(C) રાજ્યપાલ
(D) રાષ્ટ્રપતિ
13. ભારતના સંવિધાનની નીચેના કયા અનુચ્છેદની જોગવાઈ “કોઈ વ્યક્તિ”ને લાગુ પડે છે ?
(A) અનુરચ્છેદ-15
(B) અનુચ્છેદ-14
(C) અનુચ્છેદ-16
(D) અનુચ્છેદ-19
14. ભારતના સંવિધાનની જોગવાઈ અનુસાર રાષ્ટ્રપતિ તરીકે નિમાવાને લાયક હોય તેવી કોઈ વ્યક્તિને ભારતના એટર્ની જનરલ તરીકે નીમી શકે છે.
(A) ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ
(B) ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ
(C) ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ
(D) ઉચ્ચતમ ન્યાયાલય ન્યાયાધીશ
15. રાજ્યનીતિના માર્ગદર્શક”સિદ્ધાંત બાબતે નીચેના પૈકી ક્યું વિધાન કયાં વિધાનો સત્ય નથી ?
(A) સંસદ એ માર્ગદર્શક સિદ્ધાંતોને લાગુ કરવા માટે મૂળભૂત અધિકારમાં સુધારો કરી શકે છે, જો કે આ સુધારા એ પાયાના લક્ષણોને સ્પર્શતા હોવા ન જોઈએ.
(B) તે કલ્યાણ રાજ્યની વિભાવનાને મૂર્તિમંત કરે છે.
(C) તે મૂળભૂત અધિકારોની પુરવણી કરે છે.
(D) ઉપર પૈકી એક પણ નહીં.
16. હાલમાં ભારતના રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચેના સંબંધોનું …….. ની જોગવાઈ દ્વારા નિયમન કરવામાં આવે છે.
(A) 42મા બંધારણીય સુધારણા અધિનિયમ
(B) 44મા બંધારણીય સુધારણા અધિનિયમ
(C) 48મા બંધારણીય સુધારણા અધિનિયમ
(D) 54મા બંધારણીય સુધારણા અધિનિયમ
17. ભારત સરકાર અધિનિયમ, 1935ની નીચેના પૈકીની કઈ અનુસૂચિ (Schedule) કાયદાકીય સૂચિઓ ધરાવે છે ?
(A) પાંચમી અનુસૂચિ
(B) છઠ્ઠી અનુસૂચિ
(C) સાતમી અનુસૂચિ
(D) આઠમી અનુસૂચિ
18. અનુચ્છેદ 51-4ના 86મા બંધારણીય સુધારા દ્વારા નીચેના પૈકી કઈ મૂળભૂત ફરજને ઉમેરવામાં આવી છે ?
(A) વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.
(B) માતા-પિતાએ પોતાના બાળકની શિક્ષણની તકો પૂરી કરવાની.
(C) વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની.
(D) જાહેર મિલકતનું રક્ષણ કરવાની.
19. ……… સાથે સંબંધિત બાબતોમાં સંઘ લોક સેવા આયોગનો પરામર્શ કરવામાં આવતો નથી.
(A) મુલ્કી સેવાઓમાં ભરતીની પ્રક્રિયાઓ સંબંધિત બાબતો.
(B) ભારત સરકારની સેવાઓમાં નાગરિક તરીકે સેવા બજાવી રહેલ વ્યક્તિને સ્પર્શતી શિસ્તને લગતી બાબતો.
(C) રાજ્ય સરકારની સેવાઓમાં નાગરિક તરીકે સેવા બજાવી રહેલ વ્યક્તિને સ્પર્શતી શિસ્તને લગતી બાબતો.
(D) પદ્ધતિ કે જેમાં અનુચ્છેદ 335 ની જોગવાઈઓનો જ અમલ આપી શકાય.
20. નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સત્ય છે ?
1. મુખ્ય ચૂંટણી આયુક્ત તથા ચૂંટણી આયુક્તોને એક સમાન રીતે (હોદ્દા ઉપરથી) દૂર કરી શકાય છે.
2. બંધારણનો 324મો અનુચ્છેદ એ લોકસભાની ચૂંટણીના સંદર્ભે છે.
3. મતનો અધિકાર એ બંધારણીય અધિકાર છે.
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 3
(D) 1, 2 અને 3
21. ભારતના બંધારણમાં પ્રતિષ્ઠાપિત (enshrinal) ભારતમાં બિનસાંપ્રદાયિકતા નીચેના વિચારોથી પ્રેરિત છે. આ બાબતમાં નીચેના પૈકી ક્યું વિધાન સત્ય નથી ? 
(A) તમામ ધર્મોનો આદર તથા સંરક્ષણ
(B) તમામ ધર્મોથી સમાન અંતરાલ ધરાવતું રાજ્ય
(C) ધર્મના આધારે કોઈ પણ વ્યક્તિ સામે ભેદભાવ નહીં.
(D) ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને વિશિષ્ટ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો.
22. નીચેના પૈકી કયું વિધાન એ લોકસભા અને લોકસભાના અધ્યક્ષ બાબતે સત્ય નથી ?
(A) જ્યારે મત બાબતે મડાગાંઠ થાય ત્યારે અધ્યક્ષ એ મડાગાંઠનો ઉકેલ લાવવા માટે પોતાનો નિર્ણય મત આપી શકે.
(B) બે ગૃહોની સંયુક્ત બેઠક એ લોકસભાના નિયમો અનુસાર યોજાય છે નહિ કે સભ્યસભાના આપવું પડે.
(C) અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ અધ્યક્ષે પોતાના પક્ષની સદસ્યતામાંથી રાજીનામું આપવું પડે.
(D) લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક અધ્યક્ષના પ્રમુખપદ હેઠળ યોજાય છે.
23. કેન્દ્રમાં મંત્રીમંડળનું મહત્તમ માન્ય સદસ્ય બાબતે નીચેના પૈકી ક્યું વિધાન/ક્યાં વિધાનો સત્ય છે ?
(A) લોકસભાના કુલ સદસ્યોના 15%થી વધુ હોઈ શકે નહીં
(B) બંને ગૃહોના કુલ સભ્યોની સંખ્યા 15%થી વધુ હોઇ શકે નહીં.
(C) મહત્તમ કદ 75 છે, પરંતુ રાષ્ટ્રપતિની મંજૂરીથી 100 સુધી વિસ્તારી શકે છે.
(D) બંને ગૃહોના કુલ સભ્યોના 10% થી વધુ હોઈ શકે નહીં.
24. ભારતમાં જો કોઈ ધાર્મિક લઘુમતીને રાષ્ટ્રીય લઘુમતી તરીકેનો દરજ્જો માન્ય કરવામાં આવે તો તે કયા અધિકાર પ્રાપ્ત કરે છે ?
(A) તેઓ વિશિષ્ટ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી અને સંચાલન કરી શકે છે.
(B) તેઓ વર્ષ 2006ના પ્રધાનમંત્રીના 15 મુદ્દા કાર્યક્રમમાંથી લાભ મેળવી શકે છે.
(C) (A) તથા (B) બંને
(D) (A) અથવા (B) એક પણ નહીં.
25. સંઘ લોક સેવા આયોગના સભ્યના હોદ્દાની મુદત કેટલી હોય છે ?
(A) હોદ્દો સંભાળે તે તારીખથી છ વર્ષ અથવા 62 વર્ષની ઉંમરના થાય તે બેમાંથી જે વહેલું બને ત્યાં સુધી.
(B) હોદ્દો સંભાળે તે તારીખથી પાંચ વર્ષ અથવા 62 વર્ષની ઉંમરના થાય તે બેમાંથી જે વહેલું બને ત્યાં સુધી.
(C) હોદ્દો સંભાળે તે તારીખથી છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમરના થાય તે બેમાંથી જે વહેલું બને ત્યાં સુધી.
(D) હોદ્દો સંભાળે તે તારીખથી પાંચ વર્ષ અથવા 65 વર્ષની ઉંમરના થાય તે બેમાંથી જે વહેલું બને ત્યાં સુધી.
26. ભારતના સંવિધાનના આમુખ અંગે નીચેનામાંથી ક્યું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અનુસાર આમુખ એ સંવિધાનનો ભાગ નથી.
2. આમુખમાં દેશની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી … બંધુતા વિકસાવવાની જોગવાઈ છે.
3. આમુખમાં સંવિધાન (બેતાળીસમા સુધારા) અધિનિયમી અમુક જોગવાઈઓમાં ફેરફાર થયેલ છે.
(A) માત્ર 1 અને 3
(B) માત્ર 3
(C) માત્ર 2 અને 3
(D) માત્ર 1 અને 2
27. મૂળભૂત હકોના સંબંધમાં નીચેનામાંથી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો હક માત્ર ભારતના નાગરિકોને જ મળે છે.
2. આમાંના કેટલાક હકો સશસ્ત્ર દળોને મળતા નથી.
3. રાષ્ટ્રપતિ દ્વારા કટોકટીની ઘોષણા થાય ત્યારે આપોઆપ આ હકો મોકૂફ બની જાય છે.
4. સંસદ મૂળભૂત હકોમાં સુધારો કરી શકતી નથી.
(A) માત્ર 1 અને 4
(B) માત્ર 1,2 અને 3
(C) માત્ર 2
(D) માત્ર 2 અને 4
28. નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યના રાજ્યપાલને આદિજાતિ વિસ્તારોમાં કોઈ નવો સ્વાયત્ત જિલ્લો રચવાની સત્તા છે ?
(A) અરુણાચલ પ્રદેશ
(B) મિઝોરમ
(C) સિક્કિમ
(D) નાગાલેન્ડ
29. સંવિધાનમાં સુધારા કરીને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં નીચેનામાંથી કયા ઉમેરવામાં આવ્યા છે ?
(A) ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી.
(B) પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણની બાબત.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) બંનેમાંથી એકેય નહીં
30. નીતિ આયોગના વાર્ષિક અહેવાલ 2019-20 અનુસાર સતત વિકાસ લક્ષ્ય (SDG) માં વર્ષ 2019 માં નીચેના પૈકી ક્યા રાજ્યએ પ્રથમ ક્રમાંક મેળવેલ છે ? 
(A) હિમાચલ પ્રદેશ
(B) આંધ્રપ્રદેશ
(C) કેરલ
(D) તામિલનાડુ
31. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ ભારતમાં ક્યારથી અમલી બનેલ છે ?
(A) તા. 17-12-2013
(B) તા. 16-1-2014
(C) તા. 1-4-2014
(D) તા. 18-12-2013
32. કેન્દ્રીય ચીફ વિજિલન્સ કમિશનરને કોના દ્વારા હોદ્દા પરથી દૂર કરી શકાય છે ?
(A) સર્વોચ્ચ અદાલત
(B) સંસદ
(C) રાષ્ટ્રપતિ
(D) વડા પ્રધાન
33. ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે પંથનિરપેક્ષ’નો શો અર્થ થાય?
(A) ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે
(B) ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે.
(C) સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ
(D) બધાંજ ધર્મો સમાન ગણી તેમનું મહત્ત્વ સ્વીકારવું
34. ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓમા 92મા બંધારણીય સુધારા 2003 અંતર્ગત, નીચે પૈકી કઈ ભાષાઓ સમાવિષ્ટ કરવામાં આવેલ છે?
(A) મણિપુરી, નેપાલી, ડોંગરી, બોડો
(B) કોંકણી, મણિપુરી, નેપાલી, ડોંગરી
(C) ડોંગરી, મૈથિલી, બોડો, સંથાલી
(D) કોંકણી, મણિપુરી, નેપાલી, મૈથિલી
35. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે, તો અન્ય કયા રાજ્યનું રાજ્યવૃક્ષ પણ ‘વડ’ છે.
(A) મધ્ય પ્રદેશ
(B) ગુજરાત
(C) તામિલનાડુ
(D) આંધ્ર પ્રદેશ
36. નીચેનામાંથી કયું પંચ ભારતના બંધારણના એક અનુચ્છેદ હેઠળ સુસ્પષ્ટ જોગવાઈ પ્રમાણે રચાયેલ છે?
(A) વિશ્વ વિધાલય અનુદાન પંચ (UGC)
(B) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
(C) ચૂંટણી પંચ
(D) કેન્દ્રીય સતર્કતા પંચ
37. ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ શામાં કરવામાં આવી છે?
(A) મૂળભૂત ફરજો
(B) બંધારણનું આમુખ
(C) રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો  
(D) નવમી અનુસૂચિ
38. ‘ભારત-બાંગ્લાદેશ જમીન સરહદ કરાર’ તરીકે ઓળખતો બંધારણીય સુધારો કર્યો છે?
(A) 98મો બંધારણીય સુધારો
(B) 97મો બંધારણીય સુધારો
(C) 100મો બંધારણીય સુધારો
(D) 86મો બંધારણીય સુધારો
39. ભારતના બંધારણમાં પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ (schedules)ની જોગવાઈ નીચેનામાંથી કોના માટે કરવામાં આવી છે?
(A) અનુસૂચિ જનજાતિઓના હિતોના રક્ષણ માટે
(B) રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે
(C) પંચાયતોની સત્તાઓ-અધિકાર અને જવાબદારીઓ નક્કી કરવા માટે
(D) બધાં સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે
40. બાળકોના બંધારણીય અધિકારો પૈકી રાજ્યને, તમામ બાળકો કેટલા વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી નિઃશુલ્ક, પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણની વ્યવસ્થા જવાબદારી સોંપે છે?
(A) 14 વર્ષ કરતાં ઓચી
(B) 0થી 14 વર્ષ
(C) 0થી 6 વર્ષ
(D) 0થી 10 વર્ષ
41. ખર્ચ વિનિયોગ ખરડો એટલે શું?
(A) નાણાં ખરડો
(B) લેખાનુદાન અનુસાર ખર્ચની મંજૂરી માટેનો ખરડો
(C) એકત્રિત નિધિમાંથી કરવામાં આવતાં ખર્ચની મંજૂરી માટેનો ખરડો
(D) પૂરક માગણીઓના ખર્ચ માટેનો ખરડો
42. બંધારણે “અવશિષ્ટ સત્તા” કેન્દ્રમાં નિહિત કરેલી છે, પરંતુ કોઈ બાબત અવશિષ્ટ સત્તાઓમાં આવે છે કે કેમ તે નિર્ણય કરવાની આખરી સત્તા ……. પાસે છે. 
(A) સંસદ
(B) રાષ્ટ્રપતિ
(C) રાજ્યસભા
(D) સર્વોચ્ચ અદાલત
43. ભારતના બંધારણના કયો અનુચ્છેદ વ્યક્તિને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના હક્કની સુરક્ષા બક્ષે છે ? 
(A) અનુચ્છેદ 19
(B) અનુચ્છેદ 21
(C) અનુચ્છેદ 25
(D) અનુચ્છેદ 29
44. જાહેર હિતની અરજી – પબ્લિક ઈન્ટરસેટ લિટિગેશનનો વિચાર નીચેના પૈકી કયા દેશમાં ઉદ્ભવ્યો હતો ?
(A) ઓસ્ટ્રેલિયા
(B) કેનેડા
(C) યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા
(D) સ્વિડન
45. નીચેના પૈકી ભારતનું કયું રાજ્ય અનુસૂચિત જનજાતિઓ માટે લોકસભામાં સૌથી વધુ સંખ્યામાં બેઠકોનું આરક્ષણ ધરાવે છે ?
(A) ઉત્તર પ્રદેશ
(B) બિહાર
(C) મધ્ય પ્રદેશ
(D) છત્તીસગઢ
46. રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક (appolntment), નિમણૂકનું સ્થળ (posting) અને બઢતી (promotion) ……. દ્વારા કરાય છે.
(A) રાજ્યપાલના ઉચ્ચ અદાલત સાથેના પરામર્શ
(B) રાજ્યની ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશના રાજ્યપાલ સાથે પરામર્શ
(C) રાષ્ટ્રપતિના ઉચ્ચ અદાલત સાથે પરામર્શ
(D) ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં.
47. ભારતના એટર્ની જનરલ બાબતે નીચે પૈકી ક્યું વધાન ખોટું છે ?
(A) તેમની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય છે.
(B) તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય છે.
(C) તે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સલાહ આપે છે.
(D) તેમને ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક્ક રહેશે.
48. નીચેના પૈકી ક્યો ભારતના બંધારણમાંનો મૂળભૂત હક્ક નથી ?
(A) પ્રદૂષણમુક્ત હોવાનો હક્ક
(B) આશ્રયનો હક્ક
(C) કાનૂની સહાયનો હક્ક
(D) શિક્ષણનો હક્ક
49. અનુચ્છેદ 20(2) …….. ના પ્રતિબંધનો સમાવેશ કરે છે.
(A) પોતાની વિરુદ્ધ સાક્ષી બનવાની ફરજ પાડવા
(B) એક જ ગુના માટે કોઈ પણ વ્યક્તિ ઉપર એકથી વધુ વાર કામ ચલાવીને તેને શિક્ષા આપવા.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ પણ નહીં
50. નીચેના પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે ?
(A) પ્રત્યક્ષીકરણ (હેબિયસ કોર્પ્સ) – ગેરકાયદેસર અટકાયતને ગેરકાનૂની ઠેરવે છે.
(B) પરમાદેશ (મેન્ડામસ) : નીચલી અદાલતમાં ચાલેલા કેસની ઉપરી અદાલત સમીક્ષા કરે છે.
(C) પ્રતિબંધ (પ્રોહિબિશન) : નિમ્ન અદાલતો દ્વારા અધિકાર ક્ષેત્રમાં ન આવતી બાબતોમાં કાર્યવાહી ન કરવાનું ઠેરવે છે.
(D) અધિકાર પૃચ્છા (ક્વો-વોરંટી) : જાહેર પદને ગેરકાયદેસર રીતે પચાવી પાડવા વિરુદ્ધ છે.
51. ભારતની સર્વોચ્ચ અદાલત અનુસાર અનુચ્છેદ 51(A)ના (i)માં ઉલ્લેખ કર્યા મુજબ, સમન્વિત સંસ્કૃત”નો પાયો …… છે.
(A) ભારતની સંસ્કૃતિની વિવિધતા
(B) સંસ્કૃતિ ભાષા અને સાહિત્ય
(C) ભારતની બિનસાંપ્રદાયિક્તા
(D) સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ઉદ્ભવેલા મૂલ્યો
52. સંસદ અને રાજ્ય વિધાનસભામાં બેઠકોના આરક્ષણ બાબતે નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?
(A) મૂળ બંધારણમાં આરક્ષણની કોઈ જોગવાઈ હતી નહીં
(B) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે.
(C) આરક્ષણ 2024 સુધી લંબાવવામાં આવ્યું છે.
(D) ઉપરોક્ત તમામ
53. ગૃહ બેઠકમાં સભ્યની કેટલા દિવસોની પરવાનગી વગરની ગેરહાજરી પ્રિસાઈડિંગ ઓફ્સિરને તે સભ્યની બેઠકને ખાલી પડેલી જાહેર કરી શકશે ?
(A) 30 દિવસો
(B) 45 દિવસો
(C) 60 દિવસો 
(D) 75 દિવસો
54. ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ?
(A) સર્વ લોકોને
(B) સર્વ નાગરિકોને
(C) અમને પોતાને
(D) ઉપર પૈકી એક પણ નહીં
55. ભોરતના સંવિધાનમાં ભાગ – 3 મૂળભૂત હકો અતંર્ગત “રાજ્ય”માં નીચેના પૈકી શાનો સમાવેશ થાય છે ?
(A) ભારતની સરકાર અને સંસદ
(B) દરેક રાજ્યની સરકાર અને તેનું વિધાનમંડળ
(C) ભારતના રાજ્યક્ષેત્રોની અંદરના અથવા ભારત સરકારના નિયંત્રણ હેઠળના તમામ સ્થાનિક કે બીજા સત્તામંડળો
(D) ઉપર (A), (B) અને (C) માં દર્શાવેલ તમામ
56. ભારતની નાગરિક ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ રાજ્ય હેઠળનો કોઈ લાભદાયક અથવા વિશ્વાસનો હોદ્દો ધરાવતી હોય તે દરમિયાન તેમનાથી કોની સંમતિ વિના કોઈ વિદેશી રાજ્ય પાસેથી કોઈ ખિતાબ સ્વીકારી શકાતો નથી ? 
(A) રાષ્ટ્રપતિ
(B) વડા પ્રધાન
(C) રાજ્યપાલ
(D) સંબંધિત રાજ્યના મુખ્યમંત્રી
57. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. કોઈ ન્યાયાલયથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈઓનો અમલ કરાવી શકાશે નહીં.
2. છતાં આ સિદ્ધાંતો દેશના રાજ્ય વહીવટમાં મૂળભૂત છે અને કાયદા કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ રહેશે.
(A) વિધાન (1) સાચું અને (2) ખોટું છે.
(B) વિધાન (1) ખોટું અને (2) સાચું છે.
(C) બંને વિધાનો સાચાં છે.
(D) બંને વિધાનો ખોટાં છે.
58. નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિક્લ્પ પસંદ કરો.
1. કેન્દ્રીય મંત્રીઓના પગાર અને ભથ્થાં રાષ્ટ્રપતિ વખતોવખત નક્કી કરે છે.
2. કેન્દ્રીય મંત્રીઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવી શકે છે.
(A) વિધાન (1) સાચું અને (2) ખોટું છે.
(B) વિધાન (1) ખોટું અને (2) સાચું છે.
(C) બંને વિધાનો ખોટાં છે.
(D) બંને વિધાનો સાચાં છે.
59. રાજ્યસભામાં નીચેના રાજ્યો પૈકી ક્યા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે?
(A) ગુજરાત
(B) રાજસ્થાન
(C) કેરળ
(D) ઓરિસ્સા
60. ઉચ્ચ ન્યાયાલયના કોઈ ન્યાયાધીશ, કોને સંબોધીને પોતાની સહીંવાળા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું આપી શકે છે ?
(A) મુખ્ય ન્યાયમૂર્તિ, ઉચ્ચ ન્યાયાલય
(B) મુખ્ય ન્યાયમૂર્તિ, ઉચ્ચતમ ન્યાયાલય
(C) સંબંધિત રાજ્યના રાજ્યપાલ
(D) રાષ્ટ્રપતિ
61. ભારતના સંવિધાનના ક્યા અનુચ્છેની જોગવાઈ હોઠળ રાજ્યપાલ, રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કરે છે ?
(A) અનુચ્છેદ – 164
(B) અનુચ્છેદ – 165
(C) અનુચ્છેદ – 166
(D) અનુચ્છેદ – 167
62. ભારત સરકાર વિરુદ્ધ LIC ઓફ ઇન્ડિયા કૅસ, 1995માં સર્વોચ્ચ અદાલત ……. બાબત પર અડગ રહી. 
(A) આમુખ ભારતના બંધારણનો અભિન્ન ભાગ નથી
(B) આમુખમાં સુધારો થઈ શકે નહિ
(C) આમુખ એ ભારતના બંધારણનો અભિન્ન ભાગ છે
(D) ‘અહિંસા’ શબ્દને આમુખમાં સમાવિષ્ટ કરવો જોઈએ
63. 15 મા નાણાં પંચે કરના વિચલન અને નાણાકીય બાબતો માટે ભલામણો આપવાની છે જે કથા નાણાકીય વર્ષની શરૂઆતથી અમલી બનશે ?
(A) 1 લી એપ્રિલ, 2020
(B) 1 લી એપ્રિલ, 2021
(C) 1 લી એપ્રિલ, 2022
(D) 1 લી એપ્રિલ, 2023
64. ન્યાયાધીશ કે. એસ. પુટ્ટાસ્વામી (નિવૃત્ત) અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ તથી બીજાનો નોંધપાત્ર કેસ કે જે 2017માં સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્ણિત કરવામાં આવ્યો તે નીચેના પૈકી કઈ બાબત સાથે સંલગ્ન છે?
(A) સ્ત્રીઓ (વય જૂથ 10-50) ને શબરીવાલા મંદિરમાં પ્રવેશ પ્રતિબંધ દૂર કરતો.
(B) ગોપનીયતા (Privacy) નો હક
(C) IPC ની કલમ 377 ને ડીક્રિમિનલાઇઝેશન (બિનઅપરાધીરણ) કરતો
(D) FIR નોંધણીને આદેશાત્મક બનાવવાની કાયદેસરતાની બાબત
65. નીચેના પૈકી કઈ બાબત સંસદીય પ્રણાલીની ગુણવત્તા (merit) નથી?
(A) ધારાસભા અને કારોબારી વચ્ચે સુસંગતતા
(B) જવાબદાર સરકાર
(C) નિષ્ણાતો દ્વારા સરકાર
(D) વિશાળ પ્રતિનિધિત્વ (wide representation)
66. નીચેના પૈકી ક્યો સંસ્થાનીય અધિનિયમ ભારતમાં સંસદીય પ્રણાલી’ દાખલ કરવા માટે જાણીતો છે ?
(A) 1813 નો ચાર્ટર અધિનિયમ
(B) 1833 નો ચાર્ટર અધિનિયમ
(C) 1853 નો ચાર્ટર અધિનિયમ
(D) 1858 નો ભારત સરકાર અધિનિયમ
67. સર્વોચ્ચ અદાલતે જીવન જીવવાના અધિકાર (અનુચ્છેદ 21) ના બહોળા અર્થઘટન માટે નીચેના પૈકી કયા મુદ્દાનો ઉમેરો કરેલો છે ?
1. જીવન જીવવાનો અધિકાર એ માનમોભામુક્ત જિંદગીનો અધિકારનો સમાવેશ કરે.
2. જીવન જીવવાનો અધિકાર એ આજીવિકાના અધિકારનો સમાવેશ કરે
3. જીવન જીવવાનો અધિકાર એ લઘુતમ વેતન મેળવવાના અધિકારનો સમાવેશ કરે.
4. જીવન જાવવાનો અધિકાર એ વર્ષમાં 100 દિવસ માટે રોજગારની બાંહેધરીનો સમાવેશ કરે
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 1, 2 અને 4
(B) માત્ર 1, 2 અને 3
(C) માત્ર 2 અને 3
(D) માત્ર 1 અને 4
68. ભારતના બંધારણના 79મા આર્ટિકલ (અનુચ્છેદ) મુજબ, સંઘની સંસદમાં ………..નો સમાવેશ થાય છે. 
(A) કેબિનેટ અને વિરોધ પક્ષ
(B) માત્ર લોકસભા અને રાજ્યસભા
(C) રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા
(D) ઉપરના પૈકી એક પણ નહિ
69. અનુચ્છેદ 24 અનુસાર ……. વર્ષથી ઓછી વયના બાળકને કોઈ પણ કરાખાના, ખાણ કે અન્ય કોઈ જોખમી રોજગારમાં રોજગારી માટે રાખી શકાય નહીં.
(A) 12
(B) 14
(C) 16
(D) 18
70. નીચેના પૈકી કયો મૂળભૂત હક એ અદાલતો દ્વારા ભારતના નાગરિકોના દૈનિક જીવન વિશેની બાબતો માટે ઉપયોગમાં લેવાય આસિસ્ટન્ટ ડિરેક્ટર, જનરલ સ્ટેટ સર્વિસ, ગવર્નમેન્ટ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી, છે ? 
(A) સ્વતંત્રતાનો હક
(B) સમાનતાનો હક
(C) જીવન જીવવાનો હક (Right to life)
(D) ઉપરના તમામ
71. નીચેના પૈકી કયા મુદ્દા પર રાજ્યપાલ એ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકે નહીં ? 
(A) રાજ્યના મંત્રીમંડળને બરતરફ કરવું
(B) વડી અદાલતના ન્યાયાધીશને દૂર કરવા
(C) રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવું
(D) રાજ્યમાં બંધારણીય તંત્રના પતનની ઘોષણા
72. નીચેના પૈકી કયા આયોગે IAS અને IPS સેવાઓને નાબૂદ કરવાનું સૂચન કર્યું ?
(A) સરકારી આયોગ
(B) માંડલ આયોગ
(C) શાહ આયોગ
(D) રાજામનાર આયોગ
73. ભારતના બંધારણના અનુચ્છેદ 352 ના પદ ‘સશસ્ત્ર બળવો’ને 44મા સુધારા, 1978 અંતર્ગત નીચેના પૈકી કયા પદ દ્વારા બદલવામાં આવ્યો છે ?
(A) હિંસક ચળવળ
(B) આંતરિક અશાંતિ 
(C) ષડ્યત્ર
(D) બંધારણની નિષ્ફળતા
74. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
(A) ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવા માટે જે તે વ્યકિત, એ રાજ્ય પરિષદના સદસ્ય તરીકે ચૂંટાઈ આવવા માટે લાયકાત ધરાવતી હોવી જોઈએ.
(B) જ્યારે ઉપરાષ્ટ્રપતિ, એ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળે ત્યારે તુરત જે તે, તેણી રાજ્ય પરિષદના પ્રમુખ તરીકેના સામાન્ય કાર્યો કરી શકતાં નથી.
(C) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી એ પ્રત્યક્ષ છે અને તે પ્રમાણસર પ્રતિનિધિત્વ અનુસાર હોય છે.
(D) ઉપરના પૈકી એક પણ નહીં
75. ભારતમાં સાર્વત્રિક પુખ્ત મતાધિકાર કે જેની અંદર સ્ત્રી મતાધિકારનો પણ અનિવાર્ય રીતે સમાવેશ કરી લેવામાં આવે, તે અંગેની જરૂરિયાતની રજૂઆત બાબતે બંધારણીય સુધારણા સમિતિને મળેલ પ્રતિનિધિમંડળની આગેવાની નીચેના પૈકી કોણે કરી હતી ?
(A) માર્ગરિટ કઝીન્સ (Margaret Cousins)
(B) સરલાદેવી ચૌધરાની
(C) કમલા નહેરૂ
(D) સરોજીની નાયડુ
76. 1990 ના મોર્લે મિન્ટો સુધારા બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
(A) તે સુધારાએ શાહી (Imperial) વિધાનસભા અને પ્રાંતીય સમિતિઓમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યામાં વધારો કર્યો.
(B) તે સુધારાએ અલગ મુસ્લિમ મતદાર દાખલ કર્યાં.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) એક પણ નહીં
77. નીચેના પૈકી કઈ સમિતિની ભલામણે કંપની અધિનિયમ 2013ની રચના કરી ?
(A) શાહ સમિતિ
(B) બીબેક-દેબ્રોય સમિતિ
(C) જે.જે. ઈરાની સમિતિ
(D) એસ.એસ.રાઘવન સમિતિ
78. ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં જોગવાઈ છે કે “રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના રાજ્ય વહીવટમાં મૂળભૂત છે અને કાયદા કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ રહેશે.”
(A) અનુચ્છેદ 36
(B) અનુચ્છેદ 37
(C) અનુચ્છેદ 38
(D) અનુચ્છેદ 40
79. ભારતના સંવિધાનમાં મૂળ કેટલી મૂળભૂત ફરજોનો સમાવેશ થયેલ હતો ? 
(A) 11
(B) 9
(C) 8
(D) 10
80. નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો. નાણાકીય કટોકટી –
1. ભારતના સંવિધાનના અનુચ્છેદ-360 અંતર્ગત રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટી જાહેર કરી શકે છે
2. નાણાકીય કટોકટીની આ ઉદ્ઘોષણા સંસદના દરેક ગૃહ સમક્ષ મૂકવાની રહેશે.
3. જો લોકસભાનું વિસર્જન ન થયેલ હોય તો ત્રણ મહિનાની મુદ્દત પૂરી થાય તે પહેલાં સંસદના બંને ગૃહોના ઠરાવોથી તેને માન્ય રાખવામાં આવે નહીં તો તે મુદ્દત પૂરી થયે તે અમલમાં રહેતી નથી.
(A) વિધાન 1 અને 2 સાચાં છે
(B) વિધાન 1 અને ૩ સાચાં છે
(C) ત્રણેય વિધાન સાચાં છે
(D) વિધાન 2 અને 3 સાચાં છે
81. લોકસભામાં વધુમાં વધુ સભ્યો હોવા જોઈએ તેવો બંધારણીય સુધારો કયા વર્ષમાં કરવામાં આવેલ છે ?
(A) 1976
(B) 1982
(C) 1987
(D) 1990
82. લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
(A) અનુચ્છેદ – 80
(B) અનુચ્છેદ – 81
(C) અનુચ્છેદ – 84
(D) અનુચ્છેદ – 330
83. ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત રાજ્યના રાજ્યપાલને કયા અનુચ્છેદ હેઠળ કારોબારી સત્તા મળે છે ?
(A) અનુચ્છેદ – 171
(B) અનુચ્છેદ – 162
(C) અનુચ્છેદ – 166
(D) અનુચ્છેદ – 162 અને 166
84. ભારતના સંવિધાનના અનુચ્છેદ 280માં નાણાં આયોગની જોગવાઈ છે. આ જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા પ્રથમ નાણાં આયોગની કયા વર્ષમાં રચના કરવામાં આવી હતી ?
(A) 1950
(B) 1951
(C) 1952
(D) 1953
85. માનનીય રાજ્યપાલશ્રી હોદ્દો ધારણ કરતાં પહેલા શપથ કોની હાજરીમાં લે છે ?
(A) માનનીય રાષ્ટ્રપતિશ્રી
(B) માનનીય વડા પ્રધાનશ્રી
(C) માનનીય મુખ્યમંત્રીશ્રી
(D) માનનીય ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી
86. નીચેના વાક્યો ચકાસો.
1. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય. રાષ્ટ્રપતિની મરજી હોય તેયાં સુધી તેઓ હોદ્દો ધારણ કરશે.
2. તેઓ રાષ્ટ્રપતિ દ્વાર સોંપવામાં આવેલ કાયદાવિષયક બાબતોમાં ભારત સરકારને સલાહ આપે છે. તેઓને ભારતના તમામ ન્યાયાલયોની સુનાવણીનો હક્ક રહે છે.
(A) પ્રથમ વાક્ય યોગ્ય છે
(B) બીજું વાક્ય યોગ્ય છે
(C) પ્રથમ અને બીજું વાક્ય બંને વાક્યો યોગ્ય છે
(D) પ્રથમ અને બીજું વાક્ય બંને વાક્યો યોગ્ય નથી
87. સંસદની દરેક રાજ્યની વિધાનમંડળની ચૂંટણીઓ ઉપર દેખરેખ, દોરવણી અને નિયંત્રણની જવાબદારી ચૂંટણી આયોગમાં નિહિત થાય છે.
આ જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે ?
(A) 321
(B) 322
(C) 324
(D) 326
88. ભારતના સંવિધાનના આમુખમાં “સાર્વભૌમ બિનસાંપ્રદાયિક લોકતંત્ર” શબ્દો બંધારણના કયા સુધારાને કારણે દાખલ કરવામાં આવેલ હતા? 
(A) 40 મો સુધારો
(B) 41 મો સુધારો
(C) 42 મો સુધારો
(D) 43 મો સુધારો
89. ભારતના સંવિધાનની કલમ 23માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવી છે.
(A) કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ
(B) મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી ઉપર પ્રતિબંધ
(C) જીવન અને શરીર સ્વાતંત્ર્યતાનું રક્ષણ
(D) વાણીસ્વાતંત્ર્ય વગેરે સંબંધિત હક્કોનું રક્ષણ
90. “પુરુષ અને સ્ત્રી નાગરિકો આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન હક્ક છે અને સરખા કામ માટે સરખો પગાર મળે તેવી જોગવાઈ કરવાની જવાબદારી રાજ્યની છે” – આ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે ?
(A) કલમ 37
(B) કલમ 38
(C) કલમ 39
(D) કલમ 40
91. મૂળભૂત ફરજો અંગેનો સુધારો સંવિધાનમાં કયા સુધારાને કારણે ઉમેરવામાં આવેલ હતો ?
(A) 41 મો સુધારો
(B) 42 મો સુધારો
(C) 43 મો સુધારો
(D) 44 મો સુધારો
92. ઉચ્ચતમ ન્યાયાલયોની સ્થાપના અને રચના અંગેની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે ?
(A) 123
(B) 125
(C) 126
(D) 124
93. ભારતના એટર્ની જનરલ અંગેની જોગવાઈઓ કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે ? 
(A) 75
(B) 76
(C) 77
(D) 78
94. ચૂંટણી વિષયક બાબતમાં ન્યાયાલયોની દખલગીરી ઉપર પ્રતિબંધની જોગવાઈ, કઈ કલમ હેઠળ કરવામાં આવેલ છે ?
(A) 326
(B) 327
(C) 328
(D) 329
95. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(A) રાષ્ટ્રીય કુલ – કમળ
(B) રાષ્ટ્રીય ફ્ળ – કેરી
(C) રાષ્ટ્રીય વૃક્ષ – લીમડો
(D) રાષ્ટ્રીય નદી – ગંગા
96. બંધારણમાં સુધારાની પદ્ધતિ નીચેના પૈકી કયા રાષ્ટ્રમાંથી લેવામાં આવી છે ?
(A) USA
(B) UK
(C) ઓસ્ટ્રેલિયા
(D) દક્ષિણ આફ્રિકા
97. ભારતના બંધારણના અનુચ્છેદ 343 એ હિન્દીને ……. તરીકે ઘોષિત કરે છે.
(A) રાષ્ટ્રભાષા (National Language)
(B) રાજ્યભાષા (State Language)
(C) સંઘની સત્તાવાર ભાષાઁ (official Language of the Unlon)
(D) સંઘની વહીવટી ભાષા (Administrative Language of the Union)
98. બ્રિટિશ યુગ દરમિયાન ક્યા અધિનિયમ અંતર્ગત ભારતમાં સંસદીય પ્રણાલીની શરૂઆત થઈ ?
(A) Charter Act, 1853
(B) Indian Counclls Act, 1861
(C) Government of India Act, 1919
(D) New Constitution of India (ભારતનું નવું બંધારણ)
99. નીચેના પૈકી કયો ખરડો એ બંને ગૃહો અને સંસદમાં પસાર થવા માટે વિશેષ બહુમતની જરૂરિયાત ધરાવે છે ?
(A) Finance Bill ( વિત્તીય ખરડો)
(B) Money Bill ( નાણાં ખરડો)
(C) ordinary Bill (સામાન્ય ખરડો)
(D) Constitution Amendment Bill (બંધારણ સુધારણા ખરડો)
100. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંતર્ગતના નીચેના પૈકીના કયા અનુચ્છેદને 86મા બંધારણીય (સુધારા) અધિનિયમ 2002 દ્વારા મૂળભૂત હક-શિક્ષણના હક તરીકે રૂપાંતરિત કરવામાં આવ્યો ? 
(A) અનુચ્છેદ 51
(B) અનુચ્છેદ 49
(C) અનુચ્છેદ 45 
(D) અનુચ્છેદ 44
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *