GPSC PT 2016 to 2023 Solved – ભારતીચ બંધારણ – 3

GPSC PT 2016 to 2023 Solved – ભારતીચ બંધારણ – 3

1. જ્યારે ખરડો સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને ………. દ્વારા પસાર કરવું પડે છે.
(A) હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની 3/4 બહુમતીથી
(B) હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની સામાન્ય બહુમતીથી
(C) ગૃહોની 2/3 બહુમતીથી
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
2. એકત્રિત ભંડોળમાંથી નાણાં ……. બાદ જ ઉપાડી શકાય છે.
(A) સંસદની મંજૂરી
(B) સંસદમાં વિનિયોગ ખરડો રજૂ કર્યા
(C) સંસદ દ્વારા વિનિયોગ ખરડો પસાર કર્યાં
(D) નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની પૂર્વમંજૂરી
3. ભારતના બંધારણમાં કાયદાના શાસનનો ખ્યાલ …….. માંથી લેવામાં આવ્યો છે.
(A) બ્રિટિશ કાયદાનું શાસન
(B) અમેરિકન કાયદાનું શાસન
(C) ફ્રેન્ચ કાયદાનું શાસન
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
4. “આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની”, …… સૂચવે છે. 
(A) મૂળભૂત ફરજ
(B) નૈતિક મૂલ્ય
(C) સાંસ્કૃતિક મૂલ્ય
(D) દેશભક્તિ
5. એક બાબત જે રાજ્યસભાને વિધાનપરિષદથી અલગ પાડે છે તે ……. છે.
(A) પરોક્ષ ચૂંટણી
(B) મહાભિયોગની સત્તા
(C) સભ્યોનું નામાંકન
(D) સભ્યપદની મુદત
6. ભારતની બંધારણસભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?
(A) સામ્યવાદી પક્ષ
(B) અનુસૂચિત જાતિઓ ફેડરેશન
(C) હિંદુ મહાસભા
(D) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
7. ‘ લોકસ સ્ટેન્ડી’’ (Locus standi)નો સિદ્ધાંત નીચેના પૈકી કયામાં લાગુ પડે છે ?
(A) હેબિયસ કોર્પસ
(B) જાહેરહિતની અરજી
(C) કવો વોરન્ટો
(D) ઉત્પ્રેક્ષણ
8. ભારતના બંધારણના આમુખમાં “આર્થિક ન્યાય” ……. ઠરાવે છે.
(A) સંપત્તિની સમાન વહેંચણી
(B) ન્યાયના અમલમાં અર્થતંત્ર
(C) સામાજિક-આર્થિક ક્રાંતિ
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
9. ભારતના બંધારણના આમુખમાં ભારતના નાગરિકોને નીચેના પૈકી કયા પ્રકારની સ્વતંત્રતાની ખાતરી પૂરી પાડવામાં આવી છે ?
(1) વિચારની સ્વતંત્રતા
(2) ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા
(3) અભિવ્યક્તિની સ્વતંત્રતા
(4) માન્યતાની સ્વતંત્રતા
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1, 2 અને 3
(C) ફક્ત 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
10. “સંઘ”, સમવાયતંત્ર, એટલે …….
(A) સત્તાનું એકીકરણ
(B) સત્તાસોંપણી
(C) સત્તાનું વિભાજન
(D) ઉપરના તમામ
11. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોનાં પગાર અને ભથ્થાંઓનો ખર્ચ ……. માંથી કરવામાં આવે છે. 
(A) ભારતના એકત્રિત ભંડોળ
(B) રાજ્યના એકત્રિત ભંડોળ
(C) ભારતના આકસ્મિક ભંડોળ
(D) ઉચ્ચતમ ન્યાયાલયના અંદાજપત્ર
12. ભારત સરકારના 1935 અધિનિયમ પ્રમાણે શેષ સત્તા ……… ને આપવામાં આવી.
(A) સમવાય સંઘ વિધાનસભા (Fedral legislature)
(B) પ્રાન્ત વિધાનસભા (Provincial Legislature)
(C) મહારાજ્યપાલ (Governor General)
(D) પ્રાન્ત રાજ્યપાલ (Provincial Governor)
13. ન્યાયપંચાયતના સંદર્ભે નીચેનું પૈકી કયું ખોટું છે ?
(A) તેઓ વૈકલ્પિક ઠરાવ પદ્ધતિ બનાવે છે.
(B) તે જાહેર મુલકી તેમ જ ફોજદારી ક્ષેત્રોમાં ન્યાયિક કાર્ય કરે છે.
(C) તે લોકશાહીને વિકેન્દ્રીકરણ તરફ દોરી જાય છે અને ન્યાયનો સરળ પ્રવેશમાર્ગ પૂરો પાડે છે.
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
14. લોકસભાના સ્પીકર સંદર્ભે નીચેના પૈકી કયું સાચું નથી ?
(A) સ્પીકર ગૃહના વિશેષાધિકારને સમર્થન આપવા માટે જવાબદાર છે.
(B) ભારતના એકત્રિત ભંડોળમાંથી સ્પીકરનો પગારખર્ચ આકારવામાં આવે છે.
(C) બંધારણીય રીતે સ્પીકર પ્રથમ દૃષ્ટાંતે મત આપવા અપેક્ષિત નથી.
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
15. દિલ્હીમાં કાયમી બેઠક ઉપરાંત સુપ્રીમ કોર્ટ …….. પણ મળી શકે છે.
(A) મંત્રીપરિષદ દ્વારા નક્કી કરાયેલ અન્ય કોઈ સ્થળે
(B) ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા રાષ્ટ્રપતિ સાથેના પરામર્શમાં નક્કી કરાયેલ અન્ય કોઈ સ્થળે
(C) ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલ નોટિસમાં અન્ય કોઈ સ્થળે
(D) કેન્દ્ર સરકાર વતી એડ્વોકેટ જનરલ દ્વારા સૂચિત કરવામાં આવેલ અન્ય કોઈ સ્થળે
16. ભારતીય સંવિધાન મુજબ, ભારતના મુખ્ય નિર્વાચન કમિશનરના કાર્યકાળ સંદર્ભે નીચેના પૈકી કયું સાચું છે ?
(A) 6 વર્ષ અથવા 65 વર્ષની આયુ થાય ત્યાં સુધી, જે પહેલું હોય ત્યાં સુધી
(B) 5 વર્ષ અથવા 62 વર્ષની આયુ થાય ત્યાં સુધી, જે પહેલું હોય ત્યાં સુધી
(C) 6 વર્ષ અથવા 62 વર્ષની આયુ થાય ત્યાં સુધી, જે પહેલું હોય ત્યાં સુધી
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
17. નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(A) ભારતની બંધારણીય સભા સાર્વત્રિક મતાધિકાર પર આધારિત હોય છે.
(B) ભારતની બંધારણીય સભાના સભ્યો લોકો દ્વારા સીધા ચૂંટાઇ આવતા હોય છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) માંથી કોઈ નહીં.
18. નીચેના પૈકી કયું પાસું મૂળભૂત ધારણાના માળખામાં નથી ?
(A) સંસદીય લોકશાહી (Parliamentry Democracy)
(B) બંધારણની સર્વોચ્ચતા (Supremacy of Constitution)
(C) કાયદા ઘડવાની પ્રક્રિયા (Law Making Procedure)
(D) મૂળભૂત અધિકારો (Fundamental Rights)
19. સંસદનાં બે ગૃહો સંદર્ભે નીચેના પૈકી કયું સાચું છે ?
(A) બંધારણમાં સુધારા માટે લોકસભા અને રાજ્યસભાની સરખી સત્તા
(B) બંને ગૃહોની સત્તાનું પ્રાગટ્ય સહસમાન છે.
(C) રાજ્યસભા મંત્રીમંડળને ઠપકો આપી શકે છે.
(D) બંને ગૃહોને સહસમાન ચૂંટણી સત્તા છે.
20. નીચેનું / નીચેનાં પૈકી કયું / કર્યા સુપ્રીમ કોર્ટના મૂળ સમર્થનમાં નથી?
(1) ભારત સરકાર અને કોઇ વ્યક્તિ વચ્ચે વિવાદ
(2) ભારત સરકાર અને કોઈ રાજ્ય સરકાર વચ્ચે વિવાદ
(3) ભારત સરકાર અને એકથી વધુ રાજ્યો સાથે વિવાદ
(4) રાજ્યો વચ્ચે વિવાદ
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો,
(A) ફક્ત 1 
(B) ફક્ત 2
(C) ફક્ત 3 અને 4
(D) ફક્ત 2, 3 અને 4
21. નીચેના પૈકી કોણે કેન્દ્રીય માહિતી આયોગની સ્થાપના કરી છે?
(A) સંવિધાન
(B) મંત્રીમંડળ / કેબિનેટ
(C) કેન્દ્ર સરકાર
(D) સંસદના કાયદા દ્વારા
22. વહીવટી સુધારણા આયોગ મુજબ લોકપાલની નિમણૂક કરે છે.
(A) રાષ્ટ્રપતિ સાથે પરામર્શનમાં મુખ્ય ન્યાયાધીશ, વડા પ્રધાન
(B) રાષ્ટ્રપતિ સાથે પરામર્શનમાં મુખ્ય ન્યાયાધીશ, લોકસભાના સ્પીકર, રાજ્યસભાના અધ્યક્ષ
(C) રાષ્ટ્રપતિ સાથે પરામર્શનમાં વડા પ્રધાન, લોકસભાના વિરોધ પક્ષના નેતા, રાજ્યસભાના અધ્યક્ષ
(D) રાષ્ટ્રપતિ સાથે પરામર્શનમાં વડા પ્રધાન અને ઉપ રાષ્ટ્રપતિ
23. બાળકોના હક્કો માટેની સંયુક્ત રાષ્ટ્રોની સભા દ્વારા જાહેર કર્યા પ્રમાણે નીચેના પૈકી કયા બાળકોના હક્કો છે ?
(1) હયાત/જીવતા રહેવાનો હક્ક
(2) રક્ષણનો હક્ક
(3) તેઓના વાલીઓ સાથેના સંબંધનો હક્ક
(4) વિકાસનો હક્ક
(A) ફ્ક્ત 1 અને 4
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1, 2 અને 3
(D) 1, 2, 3 અને 4
24. બંધારણીય સુધારાઓ માટેની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
(A) બંધારણના મોટા ભાગના ભાગોના સુધારા માટે સંસદનાં બંને ગૃહોની ખાસ બહુમતી જરૂરી છે.
(B) કેટલાક સુધારા માટે સાદી બહુમતી જરૂરી છે.
(C) ભારતના રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે કહી શકે.
(D) કેટલાક સુધારા માટે અડધાં રાજ્યોથી ઓછા ન હોય તેમના દ્વારા સમર્થન જરૂરી છે.
25. ભારતના ચૂંટણી આયોગ પાસે ……. છે.
(A) અર્ધ-ન્યાયિક સત્તા
(B) સલાહકારી સત્તા
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઇ નહીં.
26. નીચેના પૈકી કયું રાજ્યની ઉચ્ચ અદાલતના હકૂમત હેઠળનું નથી ?
(A) તે નીચલી અદાલતોની અપીલો સાંભળી શકે છે.
(B) તે મૂળભૂત હક્કોની જાળવણી માટેની રિટ આપી શકે છે.
(C) તે બે રાજ્ય વચ્ચેના નદીના પાણીના વિવાદ અંગે નિર્ણય કરી શકે છે.
(D) તે તાબાની અદાલતોનું નિયમન અને નિયંત્રણ કરે છે.
27. ભારતનાં નાણાં પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણો ……..
(A) સલાહનું સ્વરૂપ છે.
(B) બંધનકર્તા છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
28. ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક માટે નીચેના પૈકી કયું અન્વેષણ વિવેકાધિકાર હેઠળનું છે અને આવશ્યક નથી ?
(A) હિસાબી અન્વેષણ
(B) સત્તાનું અન્વેષણ
(C) વિનિયોગનું અન્વેષણ
(D) માલિકીનું અન્વેષણ
29. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ……. માટે પાયારૂપ છે.
(A) દેશના શાસન
(B) સ્ત્રી સશક્તિકરણ
(C) બંધારણની જાળવણી
(D) વ્યક્તિગત અધિકારોના રક્ષણ
30. ભારત માટે બંધારણીય સભાનો ખ્યાલ સૌપ્રથમ નીચેના પૈકી કોણે રજૂ કર્યો ? 
(A) જવાહરલાલ નહેરુ
(B) મહાત્મા ગાંધી
(C) સરદાર વલ્લભભાઈ પટેલ
(D) એમ. એન. રોય
31. ભારત દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલી પંચશીલ સંધિ અંતર્ગત નીચેના પૈકી કયું તેના પાંચ સિદ્ધાંતોમાંનું નથી ?
(A) શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ
(B) એકબીજાની આંતરિક બાબતોમાં કોઈ દખલ નહીં.
(C) લોકશાહી સમાજને પ્રોત્સાહન આપવું.
(D) એકબીજાની પ્રાદેશિક એકતા અને અખંડિતતાને માન આપવું.
32. નીચેના પૈકી એવી કઈ બાબત છે કે જે અંગે રાજ્યપાલ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકતા નથી ?
(A) ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને દૂર કરવા
(B) રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવું
(C) રાજ્યમાં બંધારણીય તંત્ર ભાંગી પડ્યું હોવાની જાહેરાત કરવી.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
33. લોકસભામાં નીચેના પૈકી કઈ મતદાનની પ્રક્રિયાનો પ્રકાર નથી ?
(A) વિભાજન મત
(B) ગુપ્ત મત
(C) બ્લાઇન્ડ મત
(D) કાપલીઓ (સ્લિપ્સ)ના વિતરણ દ્વારા મતની નોંધણી કરવી.
34. નીચેના પૈકી કયા મુદ્દાઓ ઉપર વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો હક્ક વાજબી નિયંત્રણોને પાત્ર છે ?
(1) દેશનું સાર્વભૌમત્વ અને અખંડિતતા
(2) વિદેશી રાજ્યો સાથે મિત્રાચારીના સંબંધો
(3) બદનક્ષી
(4) અદાલતનો અનાદર
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 1, 2 અને 4
(C) ફક્ત 2, 3 અને 4
(D) ફક્ત 1, 2 અને ૩
35. ભારતના બંધારણના આમુખમાં ન્યાય” શબ્દનો ઉલ્લેખ ……. વ્યક્ત કરે છે. 
(A) સામાજિક, રાજકીય અને ધાર્મિક ન્યાય
(B) સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ન્યાય
(C) સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય
(D) આર્થિક અને રાજકીય ન્યાય
36. નીચેના પૈકી કયું કારણ ભારતની નાગરિકતાનો અંત લાવી શકે છે ?
(A) સ્વેચ્છાએ ત્યાગ કરવો,
(B) ફરજિયાત રીતે રદ થવી.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
37. લોકસભામાં રાજકીય પક્ષને તરીકે ચૂંટવા માટે ઓછામાં તેના સભ્યને વિરોધ પક્ષના નેતા ઓછી કેટલા ટકા બેઠકો જરૂરી છે /
(A) 10%
(B) 15%
(C) 20%
(D) લોકસભામાં રાજકીય પક્ષને 75 સભ્યો હોવા આવશ્યક છે.
38. રાજભાષા આયોગ સંદર્ભે નીચેનાં પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરાયેલી બંધારણીય સંસ્થા છે.
(B) આઠમા પરિશિષ્ટમાં દર્શાવ્યા મુજબ પ્રત્યેક ભાષાના સભ્યનું એમાં પ્રતિનિધિત્વ હોય છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
39. મતાધિકાર ન હોવા છતાં નીચેના પૈકી કયા અધિકારી સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે ?
(A) ભારતના એટર્ની જનરલ
(B) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
(C) મુખ્ય ચૂંટણી કમિશનર
(D) ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક
40. મૂળભૂત હક્કો સાથે વિસંવાદી / વિપરીત એવો કોઈ પણ કાયદો…..
(A) રદબાતલ છે.
(B) બંધારણીય છે.
(C) સંસદ જાહેર ન કરે ત્યાં સુધી રદબાતલ છે.
(D) રાષ્ટ્રપતિ જાહેર ન કરે ત્યાં સુધી રદબાતલ છે.
41. ‘સમાન વિતરણ’ (Equitable Distribution) શબ્દ નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ?
(A) મૂળભૂત હક્કો
(B) મૂળભૂત ફરજો
(C) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
42. નીચેનાં પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?
(A) નાણાકીય વિધેયક (Mondy Bill) સર્વ પ્રથમ લોકસભામાં
(B) ‘ જાહેર વિત્તય વિધેયક’ (Finance Bill) રાષ્ટ્રપતિની પૂર્વસંમતિથી રજૂ થાય છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
43. ન્યાયિક સમાલોચના (Judical Review) ………….. પર આધારિત છે.
(A) કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા
(B) પ્રસ્થાપિત પ્રણાલિકા
(C) કાયદાનો નિયમ
(D) કાયદાની યોગ્ય પ્રક્રિયા
44. નીચેના પૈકી કોણ મતદાનમથક પર ચૂંટણી યોજે છે ?
(A) પોલિંગ ઓફ્સિર
(B) પ્રિસાઇડિંગ ઓફિસર
(C) રેવન્યૂ ઓફિસર
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
45. ભારતીય ન્યાયતંત્ર પાસે કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની સત્તા છે, જો….
(A) કાયદો બંધારણની કોઈ પણ જોગવાઈનું ઉલ્લંઘન કરતો હોય.
(B) કાયદો રાષ્ટ્રના મૂળ આત્માનું ઉલ્લંઘન કરતો હોય.
(C) કાયદો રાષ્ટ્રપતિના વિશિષ્ટ હકની વિરુદ્ધમાં હોય.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
46. નાણાં વિધેયક સંદર્ભે નીચેના પૈકી ક્યું સાચું નથી ?
(A) રાજ્યસભામાં નાણાં વિધેયક રજૂ કરવામાં આવશે નહીં.
(B) લોકસભામાં પસાર કર્યા પછી, તેને રાજ્યસભામાં પસાર કરવામાં આવશે.
(C) રાજ્યસભા તેની ભલામણો સાથે તેને ત્રીસ દિવસના સમયગાળામાં પરત કરશે.
(D) જો લોકસભા રાજ્યસભાની કોઈ ભલામણો સ્વીકારે નહીં, તો નાણાં વિધેયક પસાર થયેલું ગણાશે.
47. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીપ્રક્રિયા સંદર્ભે નીચેના પૈકી કયું સાચું નથી ? 
(A) નિર્વાચક મંડળ દ્વારા ચૂંટાય છે.
(B) એક જ સ્થાનાંતર મત દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વ
(C) ખુલ્લા મતદાન દ્વારા ચૂંટણી
(D) પાંચ વર્ષ માટે કાર્યકાળ રહેશે.
48. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ …….. છે.
(A) બંધારણીય સંસ્થા
(B) વૈધાનિક સંસ્થા
(C) અર્ધન્યાયિક સંસ્થા
(D) સંસ્થા વળતર ચૂકવવા રાજ્યને નિર્દેશ આપી શકે
49. નીચેના પૈકી કયો મૂળભૂત અધિકાર નિવારણ અટકાયત ધારા દ્વારા નિયંત્રિત થાય છે?
(A) ધર્મનો અધિકાર
(B) સ્વતંત્રતાનો અધિકાર
(C) બંધારણીય ઉપાયોનો અધિકાર
(D) સમાનતાનો અધિકાર
50. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ (નવેમ્બર 1956) સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
(A) કચ્છ અને સૌરાષ્ટ્ર રાજ્યોનો સમાવેશ કરીને બોમ્બે રાજ્યનું વિસ્તૃતિકરણ
(B) હૈદરાબાદના મરાઠી બોલતા વિસ્તારોનો પણ બોમ્બે રાજ્યમાં સમાવેશ
(C) હૈદરાબાદનું તેલંગાણા વિસ્તાર આંધ્રમાં સ્થાનાંતર થયું.
(D) મદ્રાસના કન્નડ બોલતા વિસ્તારોનો હૈદરાબાદમાં સમાવેશ.
51. બ્રિટિશ સમય દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ ? 
(A) ચાર્ટર, એક્ટ, 1853
(B) ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861
(C) ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1919
(D) ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1935
52. લોકસભામાં શૂન્યકાળ (Zero hour)ની મહત્તમ અવધિ ……. હોઈ શકે.
(A) 30 મિનિટ
(B) અનિર્દિષ્ટ
(C) એક કલાક
(D) બે કલાક
53. ભારતના લોકશાહી લેવા બાબતના સૌથી વિકેન્દ્રીકરણના કેન્દ્ર તરીકે ગામડાંઓને ગંભીર ટીકાકાર નીચેના પૈકી કોણ હતા ? 
(A) જયપ્રકાશ નારાયણ
(B) બી.આર.આંબેડકર
(C) લાલબહાદુર શાસ્ત્રી
(D) રામ મનોહર લોહિયા
54. નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે ‘લોકપાલ’ અને ‘લોકાયુક્ત’ જેવી ખાસ અધિકૃતતાની સ્થાપનાની ભલામણ કોણે કરી ?
(A) પ્રથમ વહીવટી સુધારણા આયોગ
(B) સાંથમ્ સમિતિ – ભ્રષ્ટાચાર નિવારણ
(C) દ્વિતીય વહીવટી સુધારણા આયોગ
(D) ભ્રષ્ટાચાર વિરુદ્ધ સ્વતંત્ર આયોગ
55. ભારતના બંધારણમાં સ્થાપિત ભારતની ધર્મનિરપેક્ષતા નીચેના વિચારોથી પ્રેરિત છે. નીચેના પૈકી કયું ખોટું છે તે જણાવો.
(A) બધા ધર્મોને આદર અને રક્ષણ
(B) રાજ્ય બધા ધર્મોથી સમાન અંતર ધરાવે છે.
(C) ધર્મના આધારે કોઈની સામે ભેદભાવ નહીં.
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
56. રાષ્ટ્રીય માનવ હક્ક આયોગ (National Human Rights Commission) અને લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય આયોગ (National Commisslon for Minorities) વચ્ચેની ભિન્નતા બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) રાષ્ટ્રીય માનવ હક્ક આયોગના અધ્યક્ષ કોઈ પણ સમુદાયના ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ હોવા જરૂરી છે.
(B) લઘુમતીઓ માટેની રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની પસંદગી લઘુમતી સમુદાયમાંથી હોવી જોઈએ અને તેઓનું ફક્ત ન્યાયતંત્રમાંથી હોવું જરૂરી નથી.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
57. નવા ગ્રાહક સુરક્ષા ખરડા પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે ?
(1) અનફેર ટ્રેડ પ્રેક્ટિસ
(2) ગેરમાર્ગે દોરતી જાહેરાતો
(3) ઈ-કોમર્સ
(A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 2
(C) ફ્ક્ત 1 અને 2
(D) 1, 2 અને 3
58. આંધ્ર પ્રદેશની નવીન સ્થાપિત ઉચ્ચ ન્યાયાલય એ ……. સ્થિત છે.
(A) હૈદરાબાદ
(B) તિરુપતિ
(C) વિશાખાપટ્ટનમ
(D) અમરાવતી
59. નીચેના પૈકી કોણ લોકસભા તથા રાજ્યસભા બંનેમાં મતાધિકાર ધરાવે છે ?
(A) સંસદના નીચલાગૃહના ચૂંટાયેલા સભ્યો
(B) સંસદના ઉપલાગૃહના ચૂંટાયેલા સભ્યો
(C) રાજ્ય વિધાનસભાના ઉપલાગૃહમાં ચૂંટાયેલા સભ્યો
(D) રાજ્ય વિધાનસભાના નીચલાગૃહના ચૂંટાયેલા સભ્યો
60. મિલકતનો હક એ મૂળભૂત હકમાંથી કાયદાકીય હકમાં રૂપાંતરિત કરવામાં આવ્યો કારણ કે………
(A) તેણે ભ્રષ્ટાચાર રોકવામાં સરકારના હાથ બાંધી દીધા હતા.
(B) તેના દ્વારા દાવામાં વધારો થયો હતો જેણે ન્યાયતંત્રને વધુ કાર્યબોજ આપ્યો હતો.
(C) તેના દ્વારા ન્યાયતંત્ર અને સંસદ વચ્ચે વિવિધ પ્રકારના સંઘર્ષ થતા હતા.
(D) જાહેરહિતમાં વધારો થયો હતો.
61. વિધાનસભાના સભ્યોની સંખ્યાની મહત્તમ માન્ય ક્ષમતા કેટલી છે ?
(A) 500
(B) 400
(C) 450
(D) 480
62. નીચેના પૈકી કયું એ સમવાય સિદ્ધાંતોમાં ભારતીય ફેરફાર (અથવા દ્વિવિચલન) તરીકે ગણી શકાય ?
(A) બંધારણ એ લેખિત દસ્તાવેજ છે.
(B) તમામ રાજ્યો માટે એક બંધારણ
(C) કેન્દ્ર અને રાજ્ય સરકારો ધરાવતું દ્વિરાજ્યતંત્ર
(D) સ્વતંત્ર સર્વોચ્ચ અદાલત સ્થાપવાની વ્યવસ્થા
63. ભારતીય બંધારણના નિર્માણ બાબતે નીચેનાં પૈકી ક્યું વિધાન/ ક્યાં વિધાનો સાચું / સાચાં છે ?
(1) બંધારણસભાએ તેની સૌપ્રથમ મિટિંગ 9 ડિસેમ્બર, 1946ના રોજ યોજી હતી.
(2) ડો. રાજેન્દ્ર પ્રસાદ એ બંધારણસભાના કાયમી પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
(3) 11 જાન્યુઆરી, 1947ના રોજ જવાહરલાલ નહેરુએ ‘ઉદ્દેશ્ય ઠરાવ’ પસાર કર્યાં.
(4) ઉદ્દેશ્ય ઠરાવ’ એ બંધારણના માળખાના મૂળભૂત અને તત્ત્વજ્ઞાન નિયત કરે છે.
કોડ :
(A) માત્ર 1, 2 અને 4
(B) માત્ર 1,2 અને 3
(C) માત્ર 2 અને 3
(D) માત્ર 3 અને 4
64. નીચેનાં પૈકી ક્યું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ?
(1) રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો માત્ર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા જ બરતરફ થઈ શકે.
(2) સંયુક્ત રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો ભારતના કાયદામંત્રી દ્વારા નિયુક્ત કરવામાં આવે છે.
(3) રાજ્યના રાજ્યપાલની વિનંતીથી સંઘ લોક સેવા આયોગ (UPSC) એ રાજ્યને જરૂરિયાતો પૂરી પાડે છે.
નીચે આપેલા કોડમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.
(A) માત્ર 3
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 2
65. નીચેનાં પૈકી ક્યું વિધાન સાચું છે ?
(A) કેન્દ્રીય તકેદારી આયોગ એ કેન્દ્ર સરકારની મુખ્ય તપાસ એજન્સી છે.
(B) કેન્દ્ર સરકારમાં ભ્રષ્ટાચાર રોકવાની મુખ્ય એજન્સી CBI છે.
(C) (A) તથા (B) બંને
(D) (A) તથા (B) પૈકી એકપણ નહીં.
66. નીચેના પૈકી કયા સત્તાધિકારી મતાધિકાર સિવાય સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે ?
(A) એટોર્ની જનરલ ઓફ ઇન્ડિય
(B) ભારતના મુખ્ય ન્યાયાધીશ
(C) મુખ્ય ચૂંટણી આયુક્ત
(D) કોટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા
67. “અસ્પૃશ્યતા જીવશે તો હિન્દુત્વ મરી જશે અને હિન્દુત્વને જીવતું રાખવું હશે તો અસ્પૃશ્યતાએ મરવું જ પડશે.” – આવું કોણે કહ્યું?
(A) બી. આર. આંબેડકર
(B) ગાંધીજી 
(C) ઠક્કરબાપા
(D) કિશોરીલાલ મશરૂવાળા
68. નીચેના પૈકી સર્વોચ્ચ અદાલતનો કર્યો ચુકાદો જાહેર રોજગારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામતને લગતો નથી?
(A) બાલાજી કેસ 1963
(B) ઇન્દ્ર સાહની કેસ 1991
(C) પી. કે. ત્રિપાઠી કેસ 2008
(D) એ. કે. ગોપાલન કેસ 1950
69. સમવાયી પ્રથા અસપ્રમાણ છે જ્યાં તે તેના અલગ અલગ એકમોને ભિન્ન હક્કો પ્રદાન કરે છે. નીચેના પૈકી કયું / કયાં રાજ્યો ભારતીય સંવિધાન હેઠળ અસપ્રમાણતાના કિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે?
(A) જમ્મુ અને કાશ્મીર
(B) સિક્કિમ
(C) નાગાલેન્ડ
(D) ઉપરના તમામ
70. નાગરિકોની ફરિયાદ નિવારણ માટે “લોકપાલ” અને “લોકાયુક્ત” જેવા હોદ્દાઓવાળી બે ખાસ સત્તાઓ ઊભી કરવા માટે નીચેના પૈકી કયા આયોગ / સમિતિએ ભલામણ કરી હતી?
(A) પ્રથમ વહીવટી સુધારણા આયોગ
(B) ભ્રષ્ટાચાર નિવારણ માટેની સાન્યમ સમિતિ
(C) બીજો વહીવટી સુધારણા આયોગ
(D) રામચંદ્રમ સમિતિ
71. પ્રશ્નકાળ બાદનો તરતનો સમય 12:00 કલાકને શું કહેવાય છે? 
(A) AdJournment Motlon (ર્મોકૂફીની દરખાસ્ત)
(B) Call Attentlon Motlon (ધ્યાનાકર્ષક દરખાસ્ત)
(C) Zero Hour (શૂન્યકાળ)
(D) Privilege Motion (વિશેષાધિકાર દરખાસ્ત)
72. લોકસભામાં એંગ્લો-ઇન્ડિયન સમુદાયનું ખાસ પ્રતિનિધિત્વ ……… સુધી લંબાવવામાં આવ્યું છે.
(A) 2020
(B) 2021
(C) 2024
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
73. “આમુખ એ ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જન્માક્ષર છે.” – આ વિધાન કોનું છે ?
(A) જવાહરલાલ નહેરુ
(B) ક. મા. મુનશી
(C) ભીમરાવ આંબેડકર
(D) ડો. રાજેન્દ્ર પ્રસાદ
74. નીચેના પૈકી કઈ અર્ધન્યાયિક સંસ્થા નથી?
(A) નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ
(B) પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા
(C) રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ
(D) રાજ્ય જાહેર સેવા આયોગ
75. ભારતના નાણાપંચ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
(A) નાણાપંચની નિમણૂક ભારતના સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ કરવામાં આવી હતી.
(B) ધ ફાઇનાન્સ કમિશન (મિસલેનિયસ પ્રોવિજન્સ) એક્ટ 1951 વધુમાં નાણાપંચની લાયકાત, નિમણૂક, સમયગાળો અને સત્તાઓને વ્યાખ્યાયિત કરે છે.
(C) 15 મા નાણાપંચના અધ્યક્ષ નંદકિશોર સિંઘ છે.
(D) નાણાપંચની નિમણૂક દર 6 વર્ષે કરવામાં આવે છે અને તે અધ્યક્ષ અને અન્ય 5 સભ્યનું બનેલું છે.
76. ભારતીય સંવિધાનના આમુખમાં કેટલાક આદર્શો પ્રતિસ્થાપિત કરવામાં આવ્યા છે, જેનો પ્રથમ ……..માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
(A) પૂર્ણ સ્વરાજ સમયના રાવી નદીના કિનારેના નહેરુજીના ઉદ્બોધન
(B) નહેરુ અહેવાલ
(C) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કરાચી સત્ર
(D) સંવિધાન સભા દ્વારા સ્વીકારવામાં આવેલ ઉદ્દેશ ઠરાવ
77. ભારતીય સંવિધાન મુજબ મૂળભૂત અધિકારો સંદર્ભે નીચેનામાંથી કયું કારણ સાચું છે ?
(A) તે સામાન્ય કાયદાથી ઉપર છે.
(B) તે નિરપેક્ષ છે.
(C) તે ન્યાયસંગત છે.
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં
78. સંસદ સભ્યોની અયોગ્યતા અંગેના વિવાદનો નિર્ણય કરવા માટે કોણ અધિકૃત છે ?
(A) રાષ્ટ્રપતિ ચૂંટણી પંચના પરામર્શન થકી
(B) રાષ્ટ્રપતિ
(C) સર્વોચ્ચ અદાલત
(D) ચૂંટણી પંચ
79. …… સર્વોચ્ચ ન્યાયાલયે બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંતનો પ્રસ્તાવ મૂક્યો.
(A) ગોપાલન વિરુદ્ધ મદ્રાસ રાજ્ય મુદ્બો
(B) ગોલખનાથ મુકો
(C) કેશવનંદ ભારતી મુકમો
(D) મીનરવા મિલ્સ મુકમો
80. રાજ્યના ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ અને ……….નો સમાવેશ થાય છે.
(A) 9 અન્ય ન્યાયમૂર્તિઓ
(B) 11 અન્ય ન્યાયમૂર્તિઓ
(C) 13 અન્ય ન્યાયમૂર્તિઓ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં
81. ભારતીય સંવિધાને કેન્દ્રના અવિશિષ્ટ અધિકાર નિમિત્ત કર્યા છે. પરંતુ કોઈ બાબત અવિશિષ્ટ છે કે કેમ તે નક્કી કરવાની સત્તા………. પાસે છે.
(A) સંસદ
(B) રાષ્ટ્રપતિ
(C) સર્વોચ્ચ ન્યાયાલય
(D) રાજ્યસભા
82. નીચેના પૈકી કઈ વિશેષતા ભારતીય ફેડરેશન અને અમેરિકન ફેડરેશન માટે સર્વગત છે ?
(A) સર્વોચ્ચ ન્યાયાલય બંધારણનું અર્થઘટન કરે છે.
(B) એક નાગરિકતા
(C) બંધારણમાં સત્તાની ત્રણ સૂચિ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં
83. રાજ્યની વિધાન પરિષદ …….. રચી શકે અથવા નાબૂદ કરી શકે છે.
(A) સંસદની ભલામણથી રાષ્ટ્રપતિ
(B) રાજ્યની વિધાનસભા
(C) સંસદ સરળ કાયદાથી
(D) સંસદ સંબંધિત રાજ્યની વિધાનસભાની ભલામણથી
84. સંવિધાન સભામાં કઈં તારીખે સંવિધાન અપનાવવામાં આવેલ હતું ?
(A) 26 નવેમ્બર, 1949
(B) 26 જાન્યુઆરી, 1950
(C) 15 ઓગસ્ટ, 1950
(D) 26 જાન્યુઆરી, 1947
85. “ધર્મ કે ભાષા ઉપર આધારિત તમામ લઘુમતીઓને, પોતાની પસંદગીની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટ કરવાનો હક્ક રહેશે.” – આ અધિકાર ક્યા આર્ટિકલમાં આપવામાં આવેલ છે?
(A) 27
(B) 28
(C) 29
(D) 30
86. સંઘની કારોબારીની સત્તા કોનામાં નિહિત થાય છે ?
(A) રાષ્ટ્રપતિ
(B) ઉપ રાષ્ટ્રપતિ
(C) વડા પ્રધાન
(D) મુખ્ય ન્યાયમૂર્તિ
87. ઉચ્ચતમ ન્યાયાલય પોતાની વિવેકબુદ્ધિ અનુસાર, નીચેની અદાલત અથવા ટ્રિબ્યુનલના ચુકાદા સામે, અપીલ કરવાની પરવાનગી કયા આર્ટિકલ હેઠળ આપી શકે છે ?
(A) 135
(B) 136
(C) 134
(D) 137
88. નાણાં આયોગ (Finance Commission)ની રચના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ?
(A) 279
(B) 280
(C) 281
(D) 282
89. લોકસેવા આયોગના સભ્યના હોદ્દાની મુદત કયા આર્ટિકલમાં નક્કી કરવામાં આવેલી છે ?
(A) 314
(B) 315
(C) 316
(D) 317
90. નીચેના પૈકી કયો દસ્તાવેજ સૌથી પહેલી મૂળભૂત અધિકારોની સૂચિ છે ?
(A) 1928નો નહેરુ અહેવાલ
(B) સાયમન કમિશન રિપોર્ટ- 1929
(C) કરાચી ઠરાવ – 1931
(D) ગાંધી-ઇર્વિન એક્ટ – 1931
91. રાજ્યસભાના સભ્યો, જેઓ સંઘપ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે તેનું ચયન …….
(A) સંસદ કાયદા દ્વારા કરી શકે છે.
(B) રાષ્ટ્રપતિની આજ્ઞાથી થઈ શકે છે.
(C) રાજ્યસભા નિયમ અનુસાર થઈ શકે છે.
(D) રાષ્ટ્રપતિ જાહેરનામું બહાર પાડી કરી શકે છે.
92. નીચે દર્શાવેલા કયા સંજોગોમાં સંસદના સભ્યને તેના કોઈ પણ નિવેદનના કિસ્સામાં તેને કાર્યવાહીની પ્રતિરક્ષા મળે છે ?
(A) ગમે ત્યાં સંસદ દરમિયાન
(B) સંસદ અને તેની સમિતિઓમાં
(C) પત્રકાર પરિષદમાં
(D) ઉપરોક્તમાંથી કોઈ પણ સંજોગોમાં અને સ્થળે
93. ડિસેમ્બર 1948ની ખૂબ જાણીતી JVP સમિતિ, જેમાં જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટભિ સીતારામૈયાની નિમણૂક થઈ હતી તેની રચના ………….. માટે થઈ હતી.
(A) દેશમાં બિનસાંપ્રદાયિક રાજનીતિનું પરીક્ષણ કરવા.
(B) ભાષાકીય આધાર પર રાજયોનું પુનર્ગઠન કરવાના મુદ્દાની તપાસ
(C) A અને B
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ
94. બંધારણ દ્વારા પ્રદાન કરવામાં આવેલા નીચેના પૈકી કયો અધિકાર બિન-નાગરિક વ્યક્તિઓને પણ પ્રદાન થયેલ છે ?
(A) વાણી, સભા અને સંઘની સ્વતંત્રતા
(B) ભારતના કોઈ પણ ભાગમાં ફરવા, રહેવા અને સ્થાયી થવાની સ્વતંત્રતા
(C) કોઈ પણ વ્યવસાય, વેપાર અથવા ધંધો કરવાની સ્વતંત્રતા
(D) ધર્મની સ્વતંત્રતાનો અધિકાર
95. નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે ?
(1) લોકપ્રતિનિધિત્વ અધિનિયમ (1950) અનુસાર પ્રથમ વખતના મતદાર તરીકે નોંધણી માટે 18 વર્ષની વયે લાયકાત નક્કી કરવા માટેની સુસંગત તારીખનું વર્ણન આ મુજબ છે. “લાયકી તારીખ એટલે જે વર્ષમાં મતદારયાદી તૈયાર કરવામાં અથવા સુધારવામાં આવી હોય તેના જાન્યુઆરીનો પ્રથમ દિવસ”
(2) લોકસભા મતવિસ્તાર વાર મતદારયાદીઓ તૈયાર કરવામાં આવે છે.
(3) જે વ્યક્તિ ‘ભ્રષ્ટ વ્યવહારો’ અથવા ચૂંટણી બાબતના ગુનાઓને કારણે ગેરલાયક ઠરી હોય તે મતદારયાદીમાં નોંધણી માટે હકદાર નથી.
(4) 9 નવેમ્બર, 2018ના રોજ 18 વર્ષ પૂર્ણ કરતો ભારતનો યુવા નાગરિક ડિસેમ્બર 2018માં યોજાનાર વિધાનસભા ચૂંટણીઓમાં મતદાન કરી શકશે.
(A) ફક્ત (1)
(B) 3) ફક્ત (2) અને (3)
(C) ફક્ત (1) અને (3) 
(D) (1), (2), (3) અને (4)
96. નીચે આપેલાં વિધાનોમાંથી (યાં) વિધાન(નો) ખરું(રા) છે?
(1) સરકારી કમિશને આંતર-રાજ્ય પરિષદની સ્થાપના માટે ભલામણ કરી.
(2) આંતર-રાજ્ય પરિષદની જાહેરાત અને સ્થાપના રાષ્ટ્રપતિ હુકમ દ્વારા થઈ હતી.
(3) આંતર-રાજ્ય પરિષદ એ બંધારણ સભાની રાજ્યોની સમિતિની ભલામણ હતી.
(A) ફક્ત (1)
(B) ફક્ત (1) અને (2)
(C) ફક્ત (2) અને (3)
(D) (1), (2) અને (3)
97. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન ખરું નથી? 
(A) બંધારણ દ્વારા ગૃહની મહત્તમ સંખ્યા 552ની કલ્પના કરવામાં આવી છે.
(B) 552 પૈકી, 530 સભ્યો રાજ્યોનું અને 20 સભ્યો કેન્દ્રીય પ્રદેશોનું ચૂંટણીઓ મારફતે પ્રતિનિધિત્વ કરે છે.
(C) તમામ સંસદીય સમિતિઓના અધ્યક્ષનું નામાંકન અધ્યક્ષ (Speaker) દ્વારા થાય છે.
(D) ઉપરના પૈકી કોઈ નહીં
98. નીચે આપેલાં વિધાનોમાંથી કયુંયાં) વિધાન(નો) ખરું(રાં) છે?
(1) ફર્સ્ટ જજીઝ કેસના ચુકાદાએ જાહેર કર્યું કે મુખ્ય ન્યાયમૂર્તિની રાષ્ટ્રપતિને ભલામણોની પ્રાધાન્યતાને સબળ કારણોસર નકારી શકાય છે.
(2) સેકન્ડ જ્જીઝ કેસના ચુકાદાએ જાહેર કર્યું કે આવી નિમણૂકોના ‘ ન્યાયસંગતતા’ અને ‘પ્રાધાન્યતા’ સારુ મુખ્ય ન્યાયમૂર્તિને પ્રાથમિક ભૂમિકા આપવામાં આવે.
(3) થર્ડ જજીઝ કેસના ચુકાદાએ કારોબારી ઉપર ઉચ્ચતમ ન્યાયતંત્રની ‘પ્રાધાન્યતા’ના ખ્યાલને જાકારો આપ્યો.
(A) ફક્ત (2)
(B) ફક્ત (1) અને (2)
(C) ફક્ત (2) અને (3)
(D) ફક્ત (1) અને (3)
99. નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે ? 
(1) ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ (1919) એ ભારતના સંઘ જાહેર સેવા આયોગની સ્થાપના માટે જોગવાઈ કરી.
(2) ભારતમાં સૌપ્રથમવાર સંઘ જાહેર સેવા આયોગ ઈ.સ. 1926માં ઊભું કરવામાં આવ્યું.
(3) ઈ.સ. 1950માં ભારતીય બંધારણના અસ્તિત્વ સાથે સમવાયી જાહેર સેવા આયોગ, સંઘ જાહેર સેવા આયોગ તરીકે જાણીતું થયું.
(4) ભારતીય બંધારણના અનુચ્છેદ 378 અન્વયે સમવાયી જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો બન્યા.
(A) (1), (2), (3) અને (4)
(B) ફક્ત (1) અને (2)
(C) ફક્ત (1), (2) અને (3)
(D) ફ્ક્ત (2), (3) અને (4)
100. નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે ?
(1) મુખ્ય ચૂંટણી આયુક્ત અને ચૂંટણી આયુક્તો 06 વર્ષ અથવા 65 વર્ષની વય સુધી, જે વહેલું હોય, ત્યાં સુધીનો કાર્યકાળ ધરાવે છે.
(2) ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) 06 વર્ષ, અથવા 65 વર્ષની વયે પહોંચે ત્યાં સુધી, જે વહેલું હોય, ત્યાં સુધીની મુદત માટે હોદ્દો ધરાવે છે.
(3) મુખ્ય સતર્કતા આયુક્ત (cvc)ની નિવૃત્તિ વય 65 વર્ષ છે અને તે 04 વર્ષના નિશ્ચિત સમયગાળા સાથે નિમણૂક પ્રાપ્ત કરે છે.
(4) જાહેરસેવા આયોગના સભ્ય તરીકે હોદ્દો ધરાવતી વ્યક્તિ તે હોદ્દા ઉપર પુનઃનિયુક્તિ માટે લાયક રહેતી નથી.
(A) ફ્ક્ત 1 અને 3
(B) ફક્ત 1, 2 અને 4
(C) ફક્ત 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *