GPSC PT 2016 to 2023 Solved – ભારતીચ બંધારણ – 4
GPSC PT 2016 to 2023 Solved – ભારતીચ બંધારણ – 4
1. નીચેના પૈકી કયા દરમિયાન સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકની મંજૂરી આપવામાં આવે છે ?
(1) સામાન્ય વિધેયક
(2) નાણાં વિધેયક (Money Bill)
(3) બંધારણીય સુધારા વિધેયક
(A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 1
(C) ફક્ત 2 અને 3
(D) ફક્ત 3
2. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ (1858)ની જોગવાઈઓ બાબતે નીચેના પૈકી કયું ખરું છે?
(A) બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટરની નાબૂદી દ્વારા બેવડી સરકાર પ્રથાનો અંત થયો.
(B) બંગાળ માટે નવીન વિધાન પરિષદોની રચના માટેની જોગવાઈ પણ કરવામાં આવી.
(C) વિકલ્પ A અને B બંને
(D) ઉપરના પૈકી કોઈ નહીં
3. ભારત સંઘની વિભિન્ન રાજ્યોની પરિષદમાં બેઠકોની ફાળવણીની નીચેના પૈકી બંધારણની કઈ અનુસૂચિમાં જોગવાઈ કરેલી છે?
(A) પ્રથમ અનુસૂચિ
(B) દ્વિતીય અનુસૂચિ
(C) તૃતીય અનુસૂચિ
(D) ચતુર્થ અનુસૂચિ
4. સર્વોચ્ચ અદાલતના ઐતિહાસિક ચુકાદાએ ભારતના બંધારણના અનુચ્છેદ 21 હેઠળ, કે જે જીવન જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો હક્ક નિશ્ચિત કરે છે, ગોપનીયતાના અધિકારને અધિકાર મૂળભૂત તરીકે સ્વીકાર્યો છે. આ ચુકાદો નીચેનાં પૈકી કયાં ક્ષેત્રોને અસર કરશે?
(1) IPC કલમ 377
(2) ઇચ્છામૃત્યુ
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) બંને 1 અને 2
(D) 1 અને 2 પૈકી એક પણ નહીં
5. વૈધાનિક સંસ્થાઓ બાબતે નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન ખરું છે ?
(A) વૈધાનિક સંસ્થાઓ એવા કાનૂન દ્વારા ઘડવામાં આવી છે કે જે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ પસાર કરી શકાય.
(B) વૈધાનિક સંસ્થાઓ બંધારણના કાનૂન દ્વારા ઘડવામાં આવી છે.
(C) વૈધાનિક સંસ્થાઓ એવા કાનૂન દ્વારા ઘડવામાં આવી છે કે જે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ પસાર કરી ના શકે.
(D) ઉપરના પૈકી કોઈ નહીં
6. ભારતીય બંધારણના અનુચ્છેદ 371 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો ખરાં છે?
(1) અનુચ્છેદ 371 વિદર્ભ, મરાઠવાડા અને બાકીના મહારાષ્ટ્ર માટે અલગ વિકાસ બોર્ડની સ્થાપના માટેની જોગવાઈ કરે છે.
(2) અનુચ્છેદ 371 કચ્છ અને બાકીના ગુજરાત માટે અલગ વિકાસ બોર્ડની સ્થાપના માટેની જોગવાઈ કરે છે.
(3) અનુચ્છેદ 371 અનુસાર વડા પ્રધાન મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યપાલોને ઉપરોક્ત જોગવાઈઓ માટે ખાસ જવાબદારીઓ સોંપવા અધિકૃત છે.
(A) ફક્ત 1 અને 2
(B) 1, 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) ફક્ત 2 અને 3
7. નીચે આપેલાં વિધાનોમાંથી કયુંયાં) વિધાન(નો) ખરું(રાં) નથી?
(1) ડો. બી. આર. આંબેડકર ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ હતા.
(2) જવાહરલાલ નહેરુએ સંઘ બંધારણ સમિતિની અધ્યક્ષતા કરી હતી.
(3) સરદાર પટેલે પ્રાંતીય બંધારણ સમિતિની અધ્યક્ષતા કરી હતી.
(4) સરદાર પટેલે રાજ્યોની સમિતિઓની અધ્યક્ષતા કરી હતી. (રાજ્યો સાથે વાટાઘાટ માટેની સમિતિ)
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 3
(C) ફક્ત 4
(D) ફક્ત 2
8. સર્વોચ્ચ અદાલતના અધિકારક્ષેત્રના સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાન ખરાં છે?
(1) ભારતના રાષ્ટ્રપતિ જાહેર હિતની કોઈ પણ બાબત અંગે અભિપ્રાય મેળવવા ભારતની સર્વોચ્ચ અદાલત પાસે મંતવ્ય નિમંત્રી શકે છે.
(2) સર્વોચ્ચ અદાલત દ્વારા સલાહકારી અધિકારક્ષેત્ર હેઠળ આપવામાં આવેલા અભિપ્રાય સરકારને બંધનકર્તા નથી.
(3) અનુચ્છેદ 32 હેઠળ સર્વોચ્ચ અદાલત નાગરિકોના મૂળભૂત અધિકારો અમલમાં મૂકવા અને અન્ય કોઈ હેતુ માટે સમાદેશ (રિટ) લાગુ કરી શકે છે.
(A) ફક્ત 1 અને 3
(B) ફ્ક્ત 1, 2 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) ફક્ત 2
9. આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલ માટે ભારતીય સંસદ સમગ્ર ભારત અથવા તેના કોઈ પણ ભાગ માટે કોઈ પણ કાયદો ……. થી બનાવી શકે છે.
(A) તમામ રાજ્યોની સંમતિ
(B) બહુમતી રાજ્યોની સંમતિ
(C) સંબંધિત રાજ્યોની સંમતિ
(D) કોઈ પણ નહીં
10. સંસદમાં વિધા) વશ્વાસની દરખાસ્ત બાબતે નીચેનાં વિધાનોમાંથી કયાં છે ?
(1) અવિશ્વાસની દરખાસ્ત અંગે બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી.
(2) બે અવિશ્વાસની દરખાસ્ત વચ્ચે છ માસનો ગાળો પસાર થયેલો હોવો જોઈએ.
(3) ઓછામાં ઓછા એક સો સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપેલો હોવો જોઈએ.
(4) અવિશ્વાસની દરખાસ્ત માત્ર લોકસભામાં જ રજૂ થઈ શકે.
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 2 અને 4
(C) ફક્ત 1, 2 અને 4
(D) ફક્ત 1 અને 4
11. ભારતના બંધારણના આરંભથી, દરેક વ્યક્તિ ભારતની નાગરિક બનશે, જેઓ ભારત પ્રદેશમાં પોતાનું અધિનિવાસ ધરાવે છે અને …….
(A) જેમનો જન્મ ભારત પ્રદેશમાં થયેલો છે.
(B) જેમના માતા અથવા પિતાનો જન્મ ભારત પ્રદેશમાં થયેલો છે.
(C) જેઓ ભારતના બંધારણના આરંભના તુરત પૂર્વ ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે ભારત પ્રદેશના સામાન્ય રહેવાસી છે.
(D) ઉપરોક્ત તમામ
12. આંતર-રાજ્ય પરિષદ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં વિધાન(નો) ખરું(રાં) છે ?
(1) તેની સ્થાપના રાષ્ટ્રપતિના આદેશથી થાય છે.
(2) તેની ફરજનો પ્રકાર સંસદ દ્વારા વ્યાખ્યાયિત થાય છે.
(3) તેની સ્થાપના લોકહિતની સેવા કરવા માટે થયેલી છે.
(A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 2
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
13. ……. સંબંધિત બાબતોમાં ભારતીય સંઘ લોકસેવા આયોગ (UPSC)નો મત લેવામાં આવતો નથી.
(A) નાગરિક સેવાઓ માટે ભરતી પદ્ધતિઓ
(B) સનદી ક્ષમતામાં ભારત સરકાર હેઠળ સેવાઓ બજાવતી વ્યક્તિને અસર કરતી શિસ્તવિષયક બાબતો
(C) સનદી ક્ષમતામાં રાજ્ય સરકાર હેઠળ સેવાઓ બજાવતી વ્યક્તિને અસર કરતી શિસ્તવિષયક બાબતો
(D) અનુચ્છેદ 335ની જોગવાઇઓની અસર આપી શકાતી રીત 429, નીચે આપેલ વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
14. નાણાકીય વિધેયકો સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે ?
(1) બધાં ધનાણાં-વિધેયકો (money bills) નાણાકીય વિધેયકો (financial bills) છે, પરંતુ બધાં નાણાકીય વિધેયકો (financial bills), નાણાં-વિધેયકો (money bills) હોતાં નથી.
(2) કેટલાંક પ્રકારનાં નાણાકીય વિધેયકો રાજ્યસભા દ્વારા બદલી અથવા અસ્વીકારી શકાય છે.
(3) કેટલાંક પ્રકારનાં નાણાકીય વિધેયકો લોકસભા અથવા રાજ્યસભા, કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે.
(4) તમામ પ્રકારનાં નાણાકીય વિધેયકો ફ્ક્ત લોકસભામાં જ રજૂ કરી શકાય છે.
(A) ફક્ત 1 અને 3
(B) ફ્ક્ત 2 અને 4
(C) ફક્ત 12 અને 4
(D) ફક્ત 1, 2 અને 3
15.ભારતનાં બંધારણની મૂળભૂત રચનામાં નીચેનાં પૈકી કયું(યાં) લક્ષણ(ણો) સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે?
(1) ન્યાયિક સમીક્ષા
(2) સર્વોચ્ચ અદાલત દ્વારા અપીલ કરવા માટે ખાસ રજા
(3) સમવાયી ગુણ
(4) મુક્ત અને ન્યાયી ચૂંટણી
(A) ફક્ત 1
(B) ફ્ક્ત 3 અને 4
(C) ફક્ત 1 અને 4
(D) ફક્ત 1, 3 અને 4
16. નીચેનાં પૈકી કયાં વિધાનો બંધારણના 44મા સુધારા અધિનિયમ (1978) ની જોગવાઈઓ છે ?
(1) ન્યાયિક સમીક્ષા અને રિટના સંદર્ભે સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતોના અધિકારક્ષેત્રને પુનઃસ્થાપિત કર્યાં.
(2) રાષ્ટ્રીય કટોકટીના સંદર્ભે ‘આંતરિક વિરોધ’ના સ્થાને ‘સશસ્ત્ર બળવો’ શબ્દપ્રયોગ.
(3) પ્રધાનમંડળની લેખિત ભલામણથી જ રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે.
(4) મૂળભૂત અધિકારોની સૂચિમાંથી સંપત્તિનો અધિકાર કાઢી નાખ્યો છે અને તેને માત્ર કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો છે.
(A) ફક્ત 2 અને 3
(B) ફ્ક્ત 1 અને 2
(C) ફક્ત 2, 3 અને 4
(D) ફક્ત 1, 2 અને 3
17. નીચે આપેલાં વિઘાનોમાંથી ક્યું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
(1) વિધાનસભાની ઓછામાં ઓછી એક તૃતીયાંશ સંખ્યાને આધીન વિધાન પરિષદનું કુલ સંખ્યાબળ 40 સભ્યોથી વધવું ન જોઈએ.
(2) વિધાન પરિષદમાં મહત્તમ છઠ્ઠા ભાગના નામાંકિત સભ્યો હોઈ શકે છે. આ સભ્યોને રાષ્ટ્રપતિની ભલામણથી ગવર્નર દ્વારા નામાંકિત કરવામાં આવે છે.
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) બંને 1 અને 2
(D) 1 અને 2 માંથી કોઈ નહીં
18. નીચેના પૈકી કેવા સંજોગોમાં ચૂંટણીની બાબતોમાં અદાલતોની દખલને બાકાત રાખવામાં આવે છે?
(1) મતવિસ્તારોનું સીમાંકન
(2) મતવિસ્તારો માટે બેઠકોની ફાળવણી
(A) ફક્ત 1
(B) ફ્ક્ત 2
(C) બંને 1 અને 2
(D) 1 અને 2 માંથી કોઈ નહીં
19. નીચેના પૈકી ક્યા સંજોગોમાં રાજ્યમાં રાષ્ટ્રપતિશાસનની ઘોષણા માટે જરૂરી નથી?
(1) રાજ્ય વિધાનસભાનું વિઘટન
(2) રાજ્યમાં મંત્રી પરિષદનું નિરસન
(3) સ્થાનિક મંડળનું વિઘટન
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(c) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
20. મંત્રી પરિષદ ભલે સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય; પરંતુ વ્યક્તિગત રીતે મંત્રીઓ બંધારણીય રીતે કોને જવાબદાર છે?
(A) પ્રધાનમંત્રી
(B) રાષ્ટ્રપતિ
(C) અધ્યક્ષ / સ્પીકર
(d) કોઈ પણ નહીં
21. નીચેના પૈકી કયું વિધાન ભારતના રાષ્ટ્રપતિ / રાજ્યપાલો સંદર્ભે વ્યક્તિગત કાનૂની કાર્યવાહીની પ્રતિરક્ષા બાબતે ખરું નથી ?
(A) રાજ્યના વડાને કોઈ ફરજ બજાવવા માટે ન્યાયાલય ફરજ પાડી શકે નહીં.
(B) રાજ્યના વડા તેના ફરજપાલન માટે કોઈ પણ ન્યાયાલયને જવાબ આપવા બંધાયેલા નથી.
(C) રાજ્યના વડા પાસેથી ઉત્તર મેળવવા માટે ન્યાયાલય પર નોટિસ જારી કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
(D) વ્યક્તિગત પ્રતિરક્ષા વ્યક્તિને ન્યાયાલયમાં રાજ્યના વડાની કાર્યવાહીને પડકારવા માટે બાધિત કરે છે.
22. ભારતની સર્વોચ્ચ અદાલતમાં વકીલાત કરવા માટે વકીલોની ત્રણ શ્રેણી હકદાર છે. નીચેની પૈકી કઈ શ્રેણી આ સૂચિમાં સામેલ નથી ?
(A) સંવૈધાનિક વકીલો
(B) વરિષ્ઠ વકીલો
(C) નોંધણી ઉપરના વકીલો
(D) અન્ય વકીલો
23. ભારતના સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા જારી કરવામાં આવેલ યાચિકાઓ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
(1) બંદી પ્રત્યક્ષીકરણ આજ્ઞાપત્ર (The Writ of Habeas Corpus) માત્ર જાહેર સંસ્થાઓ વિરુદ્ધ જારી કરી શકાય.
(2) પરમાદેશ (મંડમ) (The Writ of Mandamus) કોઈ વ્યક્તિ અથવા સંસ્થા વિરુદ્ધ જારી કરી શકાય નહીં.
(3) પ્રતિષેધ યાચિકા (The Writ of prohibition) ફક્ત ન્યાયિક અથવા અર્ધ-ન્યાયિક સત્તાધિકારી વિરુદ્ધ જ જારી કરી શકાય.
(4) ઉત્પ્રેષણાદેશ (The Writ_of_Certiorari) કાયદાકીય સંસ્થા અને વ્યક્તિઓ સામે ઉપલબ્ધ છે.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 4
(C) ફ્ક્ત 2 અને 3
(D) ફ્ક્ત 3 અને 4
24. ભારતીય બંધારણમાં પ્રતિસ્થાપિત મૂળભૂત અધિકારો સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યા) વિધાન(નો) ખરું(રાં) નથી?
(1) તમામ મૂળભૂત અધિકારો રાજ્યના યચ્છિત પગલાં સામે જ ઉપલબ્ધ છે.
(2) તેનાના કેટલાક કાયદેસર રીતે લાગુ પાડી શકાય છે, જ્યારે કેટલાક લાગુ પાડી શકાય નહીં.
(3) સંસદ તેને ઘટાડી શકે છે અથવા દૂર કરી શકે છે, પરંતુ તે માત્ર બંધારણીય સુધારા દ્વારા શક્ય છે.
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) ફક્ત 1 અને 2
(D) ફ્ક્ત 1, 2 અને 3
25. ભારતના પ્રધાનમંત્રી સંસદનાં ઉપલાં ગૃહમાં હોય એ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
(1) તેઓ અવિશ્વાસની ગતિવિધિની ઘટનામાં તેમની તરફેણમાં મતદાન કરી શકશે નહીં.
(2) તેઓ લોકસભામાં, નીચલા ગૃહમાં અંદાજપત્ર પર બોલી શકતા નથી.
(3) તેઓ રાજ્યસભા, ઉપલા સદનમાં નિવેદન કરી શકે છે.
(4) પ્રધાનમંત્રીની શપથવિધિના છ મહિનાની અંદર તેઓ લોકસભાના સભ્ય બનવા જોઈએ.
(A) ફક્ત 1
(B) ફક્ત 1 અને 2
(C) ફક્ત 1, 2 અને 3
(D) 1, 2, 3 અને 4
26. સંસદના સત્ર સંદર્ભે નીચેનાં પૈકી કયું વિધાન ખરું નથી?
(A) તે અનિશ્ચિત કાળ માટે મોકૂફ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે, જ્યારે માત્ર મોકૂફ અધ્યક્ષ / સ્પીકર દ્વારા થાય છે.
(B) સત્રસમાપ્તિથી ગૃહનું સત્ર સમાપ્ત થાય છે, જ્યારે મોકૂફીથી માત્ર બેઠક સમાપ્તિ થાય છે.
(C) લોકસભાનું વિસર્જન કાં તો આપમેળે અથવા રાષ્ટ્રપતિ દ્વારા થાય છે.
(D) રાજ્યસભાનું વિઘટન થતું નથી, કારણ કે તે કાયમી છે.
27. બંધારણીય સુધારા સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
(1) ખાનગી સભ્યો સંસદમાં બંધારણીય સુધારા અધિનિયમ રજૂ કરી શકતા નથી.
(2) સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા અધિનિયમને રાષ્ટ્રપતિ પુનર્વિચારણા માટે પરત મોકલી શકતા નથી.
(3) બંધારણીય સુધારા અધિનિયમને તેની મંજૂરી માટે વિશેષ બહુમતીની જરૂર છે.
(4) બંધારણીય સુધારા અધિનિયમ પસાર કરવા માટે સંસદનું સંયુક્ત સત્ર ન હોઈ શકે.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2, 3 અને 4
(C) ફ્ક્ત 2 અને 3
(D) ફક્ત 1, 2 અને 3
28. ભારતીય સંસદ સંદર્ભે નીચેનાં પૈકી કયું વિધાન ખરું નથી ?
(A) વિનિયોગ વિધેયક થકી કાયદો ઘડવામાં આવે તે પહેલા તે સંસદનાં બંને ગૃહોમાંથી પસાર થયો હોવો જોઈએ.
(B) વિનિયોગ અધિનિયમ દ્વારા કરવામાં આવેલા વિનિયેત સિવાય, ભારતના એકત્રીકરણ ભંડોળમાંથી કોઈ નાણાં પાછાં ખેંચી શકાય નહીં.
(C) જ્યારે તે પહેલેથી જ કાર્યરત હોય છે ત્યારે, નવા કરનો પ્રસ્તાવ કરાવવા માટે નાણાં વિધેયક જરૂરી છે, પરંતુ કરના દરમાં ફેરફાર કરવા માટે કોઈ અન્ય અધિનિયમ / વિધેયકની જરૂર નથી.
(D) ઉપરના પૈકી કોઈ પણ નહીં.
29. ભારતમાં ઉત્કૃષ્ટ સાંસદ એવોર્ડ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં નથી?
(1) આ એવોર્ડ મેળવવા સારુ ફ્ક્ત લોકસભાના જ સભ્યો લાયક ઠરે છે.
(2) આ એવોર્ડ મેળવવા સારુ લોકસભા અને રાજ્યસભાના સભ્યો લાયક ઠરે છે.
(3) ભારતના રાષ્ટ્રપતિ વિજેતાઓ પસંદ કરે છે.
(4) ભારતના ઉપરાષ્ટ્રપતિના વડપણ હેઠળની સમિતિ વિજેતાઓ પસંદ કરે છે.
(A) ફક્ત 1 અને 4
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 3 અને 4
(D) ફક્ત 1, 3 અને 4
30. 1919ના ભારત સરકારના અધિનિયમ બાબતે નીચેના પૈકી કઈ બાબત અસત્ય છે?
(A) તે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા તરીકે પણ ઓળખાય છે.
(B) તે અધિનિયમે કેન્દ્રની પ્રાંત પ્રત્યેની જવાબદારીઓને સ્પષ્ટ રીતે અલગ કરીને સંઘવાદ માટે માર્ગ મોકળો કરી આપ્યો.
(C) તે અધિનિયમે કોમવાર પ્રતિનિધિત્વની પ્રણાલીને વિસ્તૃત કરી.
(D) તે અધિનિયમે કેન્દ્રીય કારોબારી ધારાસભાને જવાબદાર બનાવી.
31. નીચેના પૈકી કઇ જોગવાઈમાં કોર્ટમાં હાજર થવાનો અધિકાર લાગુ પડે છે?
(A) હેબ્સ કોર્પસ (Habeas Corpus)
(B) જાહેર હિતનો મુકદ્મો (Public Interest Litigation)
(C) અધિકાર પૃચ્છા (Quo Warranto)
(D) પ્રમાણપત્રનો ન્યાયાલય આદેશ (Writ of Certiorari)
32. પસંદગી સમિતિની ભલામણો મેળવ્યા બાદ લોકપાલના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. નીચેની પૈકી કઈ વ્યક્તિ આ પસંદગી સમિતિના સદસ્ય હોઈ શકે નહીં?
(A) પ્રધાનમંત્રી
(B) વિરોધ પક્ષના નેતા
(C) મુખ્ય નિર્વાચન આયુક્ત
(D) ભારતના મુખ્ય ન્યાયાધીશ
33. ભારતીય નાગરિકત્વ માટે કોઈ વ્યક્તિ અરજી કરે તેણે તે અગાઉ ઓછામાં ઓછા કેટલા સમયગાળા માટે ભારતમાં રોકાણ કરેલું હોવું જરૂરી છે?
(A) 3 વર્ષ
(B) 5 વર્ષ
(C) 7 વર્ષ
(D) 10 વર્ષ
34. ભારતની સંવિધાન સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું?
(A) સામ્યવાદી પક્ષ
(B) અનુસૂચિત જાતિ સંઘ
(C) હિંદુ મહાસભા
(D) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
35. જાહેર હિતના મુદ્દાની પ્રણાલી ભારતમાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્વારા દાખલ કરવામાં આવી છે?
(A) બંધારણીય સુધારા દ્વારા
(B) અદાલતી પ્રક્રિયા દ્વારા
(C) રાજકીય પક્ષો દ્વારા
(D) સંસદીય અધિનિયમ દ્વારા
36. સરકાર દ્વારા જારી કરવામાં આતા વટહુકમ બાબતે નીચેના પૈકી કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે?
(A) ધારાસભાની કાયદાકીય સત્તા
(B) ધારાસભાની કારોબારી સત્તા
(C) કારોબારીની કારોબારી સત્તા
(D) કારોબારીની કાયદાકીય સત્તા
37. નીચેના પૈકી કઈ સત્તા માત્ર રાજ્યસભામાં સુપરત કરેલ છે?
1. રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઅપરાધ કાર્યવાહીની પહેલ કરવી.
2. નવી સમસ્ત ભારત સેવાઓની રચના કરવા અંગે ભલામણ કરવી.
3. ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા.
4. ઉપરની તમામ સત્તાઓ.
(A) માત્ર 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1, 2, 3 અને 4
38. નાણાં બિલ (Money Bill)ને કઈ જગ્યાએ રજુ કરવામાં આવે છે?
(A) માત્ર લોકસભા
(B) માત્ર રાજ્યસભા
(C) લોકસભા અને રાજ્યસભા-કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે.
(D) રિઝર્વ બેંકના ગવર્નર સમક્ષ
39. જ્યારે લોકસભામાં બજેટ (Budget) નામંજૂર થાય છે ત્યારે
(A) મંજૂરી અર્થે રાજ્યસભાને મોકલવામાં આવે છે.
(B) જરૂરી સુધારા-વધારા કરીને પુનઃ રજૂ કરવામાં આવે છે.
(C) નાણામંત્રી રાજીનામું આપે છે.
(D) સંપૂર્ણ મંત્રીમંડળ રાજીનામું આપે છે.
40. ભારતનું બંધારણ ઘડવા માટે પ્રથમ પ્રયત્ન કરવામાં આવેલો અને તે માટેની કમિટી નીમવામાં આવેલ હતી. આ કમિટીનો અહેવાલ કયા નામે પ્રખ્યાત છે?
(A) ઈર્વિન રિપોર્ટ
(B) લોર્ડ માઉન્ટ બેટન રિપોર્ટ
(C) નહેરુ રિપોર્ટ
(D) હંટર કમિટી રિપોર્ટ
41. ભારતનો વહીવટ કંપની પાસેથી લઈને બ્રિટનના તાજને સોંપવાનો નિર્ણય કયા કાયદા હેઠળ લેવામાં આવેલ હતો?
(A) ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935
(B) ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858
(C) ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1909
(D) ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1861
42. રાજ્ય પોતાની આર્થિક શક્તિ અને વિકાસની મર્યાદામાં રહીને શિક્ષણ, કામ વગેરે માટે કાર્યસાધક જોગવાઈ કરશે. આ જોગવાઈ ભારતનાં બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
(A) 40
(B) 41
(C) 42
(D) 43
43. રાષ્ટ્રપતિ ઉપર સંવિધાનના ઉલ્લંઘન માટે મહાઆરોપ (Impeachment) ની કાર્યપદ્ધતિ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવેલ છે?
(A) 60
(B) 61
(C) 62
(D) 63
44. ઉચ્ચતમ ન્યાયાલય (Supreme Court)ના ન્યાયાધીશની મહત્તમ ઉંમર, હોદ્દો ધારણ કરવા માટે કેટલાં વર્ષની ઠરાવેલ છે?
(A) 60
(B) 58
(C) 65
(D) 62
45. એટર્ની જનરલના કાર્યની સમયમર્યાદા ભારતના બંધારણના કયા આર્ટિકલ હેઠળ નક્કી કરવામાં આવેલ છે?
(A) 76(1)
(B) 76(2)
(C) 76(3)
(D) 76(4)
46. દેશનું ચૂંટણી આયોગ નીચેના પૈકી કોની ચૂંટણી માટે ફરજ બજાવે છે?
1. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ
2. લોકસભા
3. રાજ્યની વિધાનસભા
4. ગ્રામપંચાયતો અને મ્યુનિસિપાલિટી
(A) 1, 2 અને 4
(B) 1, 3 અને 4
(C) 1, 2 અને 3
(D) 2, 3 અને 4
47. રાજ્યના લોકસેવા આયોગમાં અધ્યક્ષ અને બીજા સભ્યોને નિમણૂક આપવાની સત્તા ગવર્નરશ્રીની છે. આ બાબત ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે?
(A) 315
(B) 316
(C) 317
(D) 318
48. નીચેના પૈકી કયું ભારતીય સમવાયતંત્રનું લક્ષણ નથી ?
(A) ભારતમાં સ્વતંત્ર ન્યાયતંત્ર છે.
(B) કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અધિકારનું સ્પષ્ટ વિભાજન
(C) સમવાયી એકમો વચ્ચેના કરારનું પરિણામ
(D) ઉપરોક્ત તમામ
49. નીચેના પૈકી ભારતીય સંવિધાન સભાની કઈ સમિતિઓ સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી ?
1. રાજ્યો સાથે વાટાઘાટો માટેની સમિતિ
2. મૂળભૂત અધિકારો પરની સમિતિ
3. લઘુમતીઓ પરની સમિતિ
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) 1 અને 2
(B) 1, 2 અને 3
(C) 2 અને 3
(D) માત્ર 2
50. નીચેના પૈકી કયા આધારે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે નહીં ?
(A) યુદ્ધ
(B) આંતરિક અશાંતિ
(C) સશસ્ત્ર બળવો
(D) બાહ્ય આક્રમણ
51. પછાત વર્ગ માટે રાષ્ટ્રીય આયોગ એ ……. છે.
(A) અર્ધ-ન્યાયિક સંસ્થા
(B) નિયમનકારી સંસ્થા
(C) બંધારણીય સંસ્થા
(D) વૈધાનિક સંસ્થા
52. વિશિષ્ટ બહુમતી દ્વારા ભારતીય સંસદના દરેક ગૃહમાં નીચેનાં પૈકી કયા વિધેયક પસાર થવા જોઈએ ?
1. સામાન્ય વિધેયક
2. વિત્ત વિધેયક
3. નાણાં વિધેયક
4. બંધારણ સુધારણા વિધેયક
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) માત્ર 1
(B) 2 અને 4
(C) 3 અને 4
(D) માત્ર 4
53. નીચેના પૈકી કયા પક્ષે બંધારણસભામાં પ્રતિનિધિત્વ નહોતું કર્યું?
(A) સામ્યવાદી પક્ષ
(B) અનુસૂચિત જાતિ સંઘ
(C) હિન્દુ મહાસભા
(D) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
54. મંત્રી વિરુદ્ધ અવિશ્વાસનો મત પસાર થાય તો –
(A) તેમણે રાજીનામું આપવું પડે
(B) સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપવું પડે
(C) મંત્રી તેમ જ પ્રધાનમંત્રી બંનેએ રાજીનામું આપવું પડે
(D) કોઈ અસર થતી નથી.
55. સામાન્ય રીતે દરેક રાજ્યનું ઉચ્ચ ન્યાયાલય હોય છે. પરંતુ બે થી વધુ રાજ્યો કે કેન્દ્રીય પ્રદેશની ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના …… કરી શકે છે.
(A) સંસદ
(B) રાષ્ટ્રપતિ
(C) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
(D) ઉપરોક્ત બધાં સંયુક્ત રીતે
56. ભારતીય બંધારણની કલમ 21ની જોગવાઈમાં ….. નો સમાવેશ થાય છે.
(A) ટ્રાન્સજેન્ડરના અધિકાર
(B) માનસિક વિકલાંગ મહિલાઓને બાળકને જન્મ આપવાના અધિકાર
(C) A અને B બંને
(D) A અને B બેમાંથી કોઈ નહીં.
57. મૂળભૂત અધિકારોમાં સુધારા અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
(A) સંસદ કોઈ પણ મૂળભૂત અધિકાર સુધારી શકે છે.
(B) સંસદ કોઈ પણ મૂળભૂત અધિકાર સુધારી શકે નહીં.
(C) મૂળભૂત અધિકારોમાં સુધારો કરવા માટે સંસદને રાજ્યની મંજૂરી જરૂરી છે.
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
58. જમ્મુ અને કાશ્મીરની વિશેષ સ્થિતિ સૂચવે છે કે …….
(A) તેના અલગ સંરક્ષણ દળો છે.
(B) તેનું અલગ ન્યાયતંત્ર છે.
(C) તેનું અલગ બંધારણ છે.
(D) ઉપરોક્ત તમામ
59. ભારતના સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીને નીર્મ છે ?
(A) અનુચ્છેદ – 73
(B) અનુચ્છેદ – 74
(C) અનુચ્છેદ – 75
(D) અનુચ્છેદ – 76
60. રાજ્યની અથવા સંઘ રાજ્ય ક્ષેત્રની સરકાર હેઠળની અથવા તેમાંના કોઈ સ્થાનિક કે અન્ય સત્તામંડળ હેઠળની કોઈ નોકરી અથવા હોદ્દા ઉપરની નિમણૂક પહેલા, એવી ી નોકરી અથવા નિમણૂકના વર્ગના સંબંધમાં તે રાજ્યની કે સંઘ રાજ્યક્ષેત્રની અંદર નિવાસ કરવાનું આવશ્યક હોવાનું ઠરાવતો કાયદો કોણ કરી શકે છે ?
(A) સંસદ
(B) કોઈ પણ રાજ્યના વિધાનમંડળ
(C) સંસદ અને રાજ્યના વિધાનમંડળ બંને
(D) રાષ્ટ્રપતિ
61. ભારતનું સંવિધાન અમલમાં આવેલ ત્યારે ભારતના સંવિધાનમાં કેટલા મૂળભૂત હક્કો આપવામાં આવેલ હતા ?
(A) પાંચ
(B) છ
(C) સાત
(D) ચાર
62. ભારતના સંવિધાનનું આમુખ કોણે તૈયાર કરેલ ઉદ્દેશ ઠરાવ (Objective ‘Resolution)ને આધારિત છે ?
(A) ડો. રાજેન્દ્રપ્રસાદ
(B) ડો. બી. આર. આંબેડકર
(C) સરદાર વલ્લભભાઈ પટેલ
(D) જવાહરલાલ નહેરુ
63. નામદાર સર્વોચ્ચ અદાલતે વર્ષ 2017માં, અંગતતાના અધિકાર (The right to privacy)ના રક્ષણની બાબત ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ અંતર્ગત અને કયા ભાગની જોગવાઈ હેઠળ મૂળભૂત હક્ક તરીકે ગણાય તેવો ચુકાદો આવેલ છે ?
(A) અનુચ્છેદ-22, ભાગ-2
(B) અનુચ્છેદ-21, ભાગ-3
(C) અનુચ્છેદ-21, ભાગ-2
(D) અનુચ્છેદ-20, ભાગ-2
64. મૂળભૂત હક્કો પૈકી શોષણ સામેના હક્કનો હેતુ શું છે ?
(A) મનુષ્ય વેપાર પર પ્રતિબંધ
(B) બળજબરીથી કરાવાતી મજૂરી પર પ્રતિબંધ
(C) ચૌદ વર્ષથી નીચેની વયનાં બાળકોને કારખાના વગેરેમાં નોકરીએ રાખવા પર પ્રતિબંધ
(D) ઉપરના પૈકી ત્રણેય
65. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીતંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા ભાગમાં આપવામાં આવેલ છે ?
(A) ભાગ-3
(B) ભાગ-4
(C) ભાગ-5
(D) 4151-6
66. ઉચ્ચતમ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરનાં તમામ ન્યાયાલયોને બંધનકર્તા રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે ?
(A) અનુચ્છેદ – 139
(B) અનુચ્છેદ – 140
(C) અનુચ્છેદ – 141
(D) અનુચ્છેદ – 142
67. ભારતના નાગરિકની મૂળભૂત ફરજોમાં શાનો સમાવેશ થાય છે ?
(A) પર્યાવરણનું જતન કરવાનું.
(B) સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ન કરવા.
(C) છ વર્ષથી ચૌદ વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા યથાપ્રસંગ, પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવી.
(D) ઉપરના ત્રણેય
68. ભારતમાં ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા ધારાની જોગવાઈ હેઠળ કરવામાં આવી હતી ?
(A) 1911ના
(B) 1918ના
(C) 1919ના
(D) 1935ના
69. ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ સાથે નવમી અનુસૂચિ સંકળાયેલ છે ?
(A) 29
(B) 30
(C) 31
(D) 32
70. કોઈ પણ રાજ્યમાં વધુમાં વધુ કેટલા સમય સુધી રાષ્ટ્રપતિશાસન લાગુ કરી શકાય છે ?
(A) છ માસ સુધી
(B) એક વર્ષ સુધી
(C) બે વર્ષ સુધી
(D) ત્રણ વર્ષ સુધી
71. ભારતના સંવિધાનનું અર્પણ (Adopt) ક્યારે કરવામાં આવેલ હતું?
(A) 26 નવેમ્બર, 1949
(B) 26 નવેમ્બર, 1948
(C) 26 નવેમ્બર, 1947
(D) 26 નવેમ્બર, 1950
72. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના સંબંધમાં કયું વાક્ય યોગ્ય નથી?
(A) કોઈ ન્યાયાલય આ જોગવાઈઓનો અમલ કરાવી શકશે.
(B). આ સિદ્ધાંતો રાજ્યના વહીવટમાં મૂળભૂત છે.
(C) રાજ્યએ જુદા જુદા વિસ્તારો અને વ્યવસાયમાં રોકાયેલ વ્યક્તિઓની આવક અસામનતા દૂર કરવા પ્રયત્ન કરવાના રહે છે.
(D) પુરુષો અને સ્ત્રીઓને સરખા કામ માટે સરખો પગાર મળવો જોઈએ.
73. “રાજ્યમાં ભારતની સરકાર, સંસદે, રાજ્ય, રાજ્યનું વિધાનમંડળ તથા સરકારના નિયંત્રણ હેઠળની તમામ સ્થાનિક અને બીજાં સત્તામંડળોનો સમાવેશ થાય છે.” આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ?
(A) 15
(B) 14
(C) 13
(D) 12
74. “સંસદનાં ગૃહોની મુદત” ભારતના સંવિધાનના કયા આર્ટિકલ હેઠળ નક્કી કરવામાં આવેલ છે.
(A) 82
(B) 83
(C) 84
(D) 85
75. ભારતના નિયંત્રક-મહાલેખા પરીક્ષક (Comptroller and General of India) ની નિમણૂક કોણ કરે છે અને બંધારણના કયા “અનુચ્છેદ હેઠળ કરવામાં આવે છે ?
(A) રાષ્ટ્રપતિ, 148
(B) ઉપરાષ્ટ્રપતિ, 147
(C) વડા પ્રધાન, 146
(D) નાણામંત્રી, 145
76. “દેશમાં સંસદ અને વિધાનમંડળની ચૂંટણીઓમાં દેખરેખ, દોરવણી અને નિયંત્રણ, ચૂંટણી આયોગમાં નિહિત થાય છે.” આ બાબત ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવેલ છે ?
(A) 324
(B) 323
(C) 322
(D) 321
77. ભારતીય સંવિધાનની પ્રસ્તાવના જાહેર કરે છે કે સંવિધાન …….
(A) ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારતના લોકોને આપવામાં આવે છે.
(B) સંસદીય વિધાનસભા દ્વારા રાષ્ટ્રને આપવામાં આવે છે.
(C) સંવિધાન સભા દ્વારા ભારતના લોકોને આપવામાં આવે છે.
(D) પોતાને લોકો દ્વારા આપવામાં આવે છે.
78. ભારતીય સંસદની સત્તા સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે ?
(A) કાયદા દ્વારા સંસદ કોઈ પણ રાજ્યનો વિસ્તાર વધારી શકે છે.
(B) કાયદા દ્વારા સંસદ કોઈ પણ રાજ્યનો વિસ્તાર ઘટાડી શકે છે.
(C) કાયદા દ્વારા સંસદ કોઈ પણ રાજ્યની સીમા બદલી શકે છે.
(D) ઉપરોક્ત તમામ સાચાં છે.
79. અસ્પૃશ્યતાની પ્રથા એક સજાપાત્ર ગુનો છે, નીચેના પૈકી કયા ભારતીય અનુચ્છેદમાં એની નાબૂદી સમાવિષ્ટ છે ?
(A) અનુચ્છેદ 15
(B) અનુચ્છેદ 16
(C) અનુચ્છેદ 17
(D) અનુચ્છેદ 18
80. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 19 મુજબ પ્રેસની સ્વતંત્રતા સંદર્ભે નીચેનામાંથી કયું સાચું છે ?
(A) તેમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી.
(B) તેમાં લેખન અને પ્રકાશનની સ્વતંત્રતા સામેલ છે.
(C) તેમાં વાણી અને અભિવ્યક્તિની સામાન્ય સ્વતંત્રતામાં પ્રવાહિત છે.
(D) ઉપરોક્ત તમામ સાચાં છે.
81. નીચેનામાંથી કયો ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકાર નથી?
(A) પ્રદૂષણ મુક્ત હવાનો અધિકાર
(B) આશ્રય અધિકાર
(C) કાનૂની સહાય
(D) શિક્ષણનો અધિકાર
82. રાજ્યના નીતિ નિર્દેશ સિદ્ધાંતો સંદર્ભે નીચેના પૈકી કયું સાચું નથી?
(A) કોઈ પણ કોર્ટ દ્વારા લાગુ કરી શકાય છે.
(B) જ્યાં સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી સંસદ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે.
(C) લોક હિતકારી રાજ્યની વિભાવનાનો સમાવેશ કરે છે.
(D) મૂળભૂત અધિકારોની પૂર્તિ કરે છે.
83. કયો ભારતીય સંવિધાનનો અનુચ્છેદ રાષ્ટ્રના મહત્ત્વનાં સ્મારકો અને સ્થળો અને પદાર્થોના રક્ષણ માટે રાજ્યને જવાબદાર ગણે છે ?
(A) અનુચ્છેદ 49
(B) અનુચ્છેદ 50
(C) અનુચ્છેદ 51
(D) અનુચ્છેદ 52
84. મૂળભૂત કર્તવ્યો સંદર્ભ નીચેનામાંથી કયું સાચું છે ?
(A) તે ન્યાયાલય આદેશ (રિટ) દ્વારા લાગુ કરી શકાતાં નથી.
(B) તેનું બંધારણીય પદ્ધતિઓ દ્વારા પ્રવર્તન કરી શકાય છે.
(C) તે નાગરિકો માટે ફરજિયાત છે.
(D) ઉપરોક્ત તમામ
85. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી?
(A) નિર્વાચિત મતદાર દ્વારા ચૂંટાય છે.
(B) એક હસ્તાંતરણપાત્ર મત દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વ
(C) ચૂંટણી ખુલ્લા મતપત્રક દ્વારા રહેશે.
(D) પાંચ વર્ષની અવધિનો હોદ્દો રહેશે.
86. જો સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ ગેરહાજર હોય તો કોની હાજરીમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ શપથ લેશે?
(A) લોકસભાના અધ્યક્ષ
(B) ઉપરાષ્ટ્રપતિ
(C) પ્રધાનમંત્રી
(D) સર્વોચ્ચ ન્યાયાલયના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ
87. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આજસુધીમાં નાણાકીય કટોકટીની ઉદ્ઘોષણા કેટલી વખત કરવામાં આવેલ છે ?
(A) એક વખત
(B) બે વખત
(C) ત્રણ વખત
(D) એકેય વખત નહીં.
88. ભારતની અથવા તેના રાજ્યક્ષેત્રના કોઈ પણ ભાગની સલામતી યુદ્ધને અથવા બાહ્ય આક્રમણને કારણે ભયમાં છે, એમ જાહેર કરતી કટોકટીની કોઈ ઉદ્ઘોષણા અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત હક્કો પૈકી, સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળના મૂળભૂત હકોની જોગવાઈઓ મોકૂફ રાખવામાં આવે છે ?
(A) અનુચ્છેદ – 19
(B) અનુચ્છેદ – 20
(C) અનુચ્છેદ – 22
(D) અનુચ્છેદ – 25
89. સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે વટહુકમો પ્રસિદ્ધ કરવાની સત્તા ભારતના રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલી છે ?
(A) અનુચ્છેદ – 201
(B) અનુચ્છેદ – 124
(C) અનુચ્છેદ – 123
(D) અનુચ્છેદ – 166
90. વડી અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોની છે ?
(A) સંઘ સરકાર
(B) રાજ્ય સરકાર
(C) રાષ્ટ્રપતિ
(D) રાજ્યપાલ
91. ન્યાયનો હેતુ સિદ્ધ કરવા માટે ઉચ્ચતમ ન્યાયાલયને લાગે તો, તે કોઈ પણ ઉચ્ચ ન્યાયલયમાં નિકાલ બાકી હોય તેવો કોઈ કેસ અપીલ બીજા કોઈ ઉચ્ચ ન્યાયાલયને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ તબદીલ કરી શકે છે ?
(A) અનુચ્છેદ – 138
(B) અનુચ્છેદ – 140
(C) અનુચ્છેદ – 139 – ક (1)
(D) અનુચ્છેદ – 139 – ક (2)
92. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
(A) અનુચ્છેદ – 36 થી 51
(B) અનુચ્છેદ – 36 થી 51-ક
(C) અનુચ્છેદ – 35 થી 51
(D) અનુચ્છેદ – 35 થી 50
93. ભારતના સંવિધાનના ભાગ-4 ક માં દર્શાવેલ મૂળભૂત ફરજો
(1) ભારતના દરેક નાગરિક માટે છે.
(2) આ જોગવાઈ બધી વ્યક્તિઓને લાગુ પડે છે.
(A) વિધાન-1 સાચું છે.
(B) વિધાન-1 અને 2 સાચાં છે.
(C) વિધાન-1 ખોટું છે,
(D) વિધાન-1 અને 2 ખોટાં છે.
94. સંઘ લોક સેવા આયોગના સભ્યપદેથી નિવૃત્ત થયા બાદ ફરીથી તે જ જગ્યા પર સભ્ય તરીકે પુનઃ નિમણૂક આપી શકાતી નથી તેવી જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં થયેલી છે ?
(A) અનુચ્છેદ – 316
(B) અનુચ્છેદ – 318
(C) અનુચ્છેદ – 319
(D) અનુચ્છેદ – 320
95. (1) ભારતના સંવિધાનમાં ચૂંટણીપંચના સભ્યોની સંખ્યા નિયત કરવાની સત્તા વડા પ્રધાનને આપેલ છે.
(2) ચૂંટણી પંચ ઓક્ટોબર 1989 સુધી એક જ વ્યક્તિનું બનેલ હતું.
(A) વિધાન-1 સાચું છે.
(B) વિધાન-2 સાચું છે.
(C) વિધાન-1 અને 2 ખોટાં છે.
(D) વિધાન-1 અને 2 સાચાં છે.
96. -લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે વસ્તીના પ્રમાણમાં બેઠકો વર્ષ 2020 સુધી અનામત રાખવાની જોગવાઈ કયા બંધારણીય સુધારાથી અમલમાં છે?
(A) 90 મા
(B) 95 મા
(C) 94 મા
(D) 89 મા
97. કલમ-16નો કલમ-15માં સમાવેશ કઈ એક મહત્ત્વની ભૂમિકાના ભેદને આધારે થતો નથી. એ ભૂમિકા નીચેના પૈકી કઈ છે?
(A) જન્મસ્થળ
(B) રહેઠાણ
(C) ધર્મ
(D) જ્ઞાતિ
98. મતદાન પૂર્વના 48 કલાક પહેલાં ચૂંટણીપ્રચારને નીચેના પૈકી કઈ જોગવાઇ પ્રતિબંધ ફરમાવે છે?
(A) અધિનિયમ 324(1)
(B) અધિનિયમ 314(2)
(C) લોકોના પ્રતિનિધિત્વની ધારા 126
(D) લોકોના પ્રતિનિધિત્વની ધારા 127
99. ભારતમાં મિલકતના અધિકારના ઉલ્લંઘનને પડકારવા ……. અરજી કરવી શક્ય નથી.
(A) ભારતીય બંધારણની ધારા 226 હેઠળ રિટ
(B) કોર્ટ આગળ દીવાની દાવો
(C) ભારતીય બંધારણની ધારા 32 હેઠળ રિટ
(D) લોક અદાલત સમક્ષ ખટલો
100. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટે લોકસભા અને રાજ્યસભામાંથી ક્રમશ: કેટલા સભ્યોથી સંસદીય સમિતિ બને છે?
(A) 20, 10
(B) 25, 15
(C) 30, 10
(D) 15, 20
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here