GPSC PT 2016 to 2023 Solved – ભારતીચ બંધારણ – 6

GPSC PT 2016 to 2023 Solved – ભારતીચ બંધારણ – 6

1. ભારતીય સંવિધાનના નીચેના પૈકી કયા અનુચ્છેદ મુજબ, તાજેતરના સીમાચિહ્ન ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે ગૌરવ સાથે મૃત્યુ અધિકારને મૂળભૂત અધિકાર ગણાવ્યો છે ?
(A) અનુચ્છેદ 14
(B) અનુચ્છેદ 19
(C) અનુચ્છેદ 21
(D) અનુચ્છેદ 25
2. GSTને …….. માં સુધારા અધિનિયમ તરીકે દાખલ કરવામાં આવ્યો છે.
(A) 100
(B) 101
(C) 102
(D) 104
3. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને નીચેની પૈકી કઈ જોગવાઈ દ્વારા દૂર કરી શકાય ? 
(A) ભારતના રાષ્ટ્રપતિના આદેશ અનુસાર
(B) લોકસભામાં 100 અને રાજ્યસભામાં 50 સદસ્યોનું સમર્થન મળે તેવો સમર્થન આદેશ
(C) સભાના કુલ સભ્યપદની બહુમતી દ્વારા સમર્થન અને મતદાનમાં તે સભાના બે તૃતીયાંશ સભ્યોથી ઓછા ભાગના હાજર ન હોય ત્યારે થયેલો આદેશ
(D) ઉપરોક્ત તમામ
4. નીચેની પૈકી કઈ ભાષા ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ નથી ? 
(A) ભોજપુરી
(B) મૈથિલી
(C) સંથાલી
(D) કોંકણી
5. નીચેના પૈકી કયું ‘રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના’ તત્ત્વોનું સ્વરૂપ વર્ણવે છે ?
(A) ચોક્કસ કાર્યો માટે નિશ્ચાત્મક સૂચનો
(B) તે બંને નિશ્વાત્મક અને નિષેધાત્મક છે.
(C) તે નિષેધાત્મક છે.
(D) તે ન્યાયસંગત છે.
6. આદિજાતિ કલ્યાણ માટે મંત્રીની જરૂરિયાત એવી બંધારણીય આવશ્યક્તા કયા રાજ્યાન લાગુ પડે છે ?
(A) આસામ, નાગાલેન્ડ અને મણિપુર
(B) હિમાચલ પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન
(C) બિહાર, મધ્ય પ્રદેશ અને ઓડિશા
(D) મણિપુર, ત્રિપુરા અને મેઘાલય
7. કઈ જાતિને અનુસૂચિત જાતિ ગણવામાં આવશે, તે સ્પષ્ટ કરવા માટેની સત્તા ……. ની છે.
(A) રાષ્ટ્રપતિ
(B) રાજ્યપાલ
(C) પ્રધાનમંત્રી
(D) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ
8. લોકસભાની અવધિ –
(A) કોઈ પણ સંજોગોમાં વધારી શકાય નહિ.
(B) એકીસમયે છ મહિના સુધી વધારી શકાય છે.
(C) કટોકટીની ઘોષણા દરમિયાન એકસાથે એક વર્ષ માટે વધારી શકાય.
(D) કટોકટીની ઘોષણા દરમિયાન વધુમાં વધુ એકસાથે બે વર્ષ સુધી વધારી શકાય.
9. લોકસભાના સ્પીકરની સત્તા અને ફરજો શેમાંથી તારવેલ છે ?
(A) ભારતના બંધારણમાંથી
(B) લોકસભાની કાર્યવાહી અને આચારના નિયમોમાંથી
(C) સંસદીય સભામાંથી
(D) ઉપરોક્ત બધામાંથી
10. સર્વોચ્ચ ન્યાયાલયના બે કે તેથી વધુ ચુકાદાઓમાં વિરોધાભાસ જણાય, તો નીચેના પૈકી કયા ચુકાદાને આખરી ગણવામાં આવે છે? 
(A) સર્વોચ્ચ ન્યાયાલયનો છેલ્લો ચુકાદો
(B) વિસ્તૃત ન્યાયપીઠનો ચુકાદો
(C) અદાલત દ્વારા યોગ્ય માનવામાં આવેલ કોઈ ચુકાદો
(D) ઉપરોક્તમાંથી કોઈ નહી.
11. ‘મૂળભૂત હક્કો’ (Fundamental Rights)માં “વાણીના અને અભિવ્યક્તિના સ્વતંત્રતાનો હક્ક” ભારતના બંધારણના કયા આર્ટિકલમાં આપવામાં આવેલ છે ?
(A) 18
(B) 19
(C) 21
(D) 22
12. “પુરુષ અને સ્ત્રી, નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન હક્ક છે.” આ જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?
(A) 39 (a)
(B) 39 (b)
(C) 39 (c)
(D) 39 (d)
13. રાજ્યસભામાં સભ્યપદની લાયકાત માટે ઓછામાં ઓછી ઉંમર- મર્યાદા કેટલી છે ?
(A) 18
(B) 21
(C) 25
(D) 30
14. “સંઘના સંરક્ષણ દળોનું સર્વોપરી આધિપત્ય રાષ્ટ્રપતિમાં નિહિત થશે.” આ જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?
(A) 55 (1)
(B) 53 (2)
(C) 53 (3)
(D) 54 (4)
15. “રાજ્યની કારોબારીની સત્તા રાજ્યપાલમાં નિહિત થશે.” આ જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?
(A) 153
(B) 154
(C) 155
(D) 156
16. “ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલ વ્યક્તિ, ભારતના રાજ્યક્ષેત્રની અંદરના કોઈ ન્યાયાલયમાં અથવા સત્તાધિકારી સમક્ષ વકીલાત કે કામકાજ કરી શકશે નહીં.” આ જોગવાઈ ભારતનો બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?
(A) 122
(B) 123
(C) 124
(D) 125
17. એટર્ની જનરલની લાયકાત ભારતના બંધારણના ક્યા આર્ટિકલ હેઠળ નક્કી કરવામાં આવેલી છે ?
(A) 76
(B) 77
(C) 75
(D) 78
18. ભારતના બંધારણના સંદર્ભે નીચેની પૈકી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી ?
(A) જંગલોઃ સહવર્તી સૂચિ
(B) પવિત્ર ધામ : સહવર્તી સૂચિ
(C) ટપાલખાતાની બચત બેંક : સંઘ સૂચિ
(D) જાહેર આરોગ્ય : રાજ્ય સૂચિ
19. લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર એ ભારતમાં ….. છે.
(A) બંધારણીય અધિકાર
(B) વૈધાનિક અધિકાર 
(C) મૂળભૂત અધિકાર
(D) નૈતિક અધિકાર
20. નીચેના પૈકી કઈ ન્યાયિક સંસ્થાનો ભારતીય બંધારણમાં ઉલ્લેખ છે?
(A) ગ્રામ ન્યાયાલય
(B) શીઘ્ર કાર્યવાહી ન્યાયાલય (ફાસ્ટ ટ્રેક કોર્ટ)
(C) લોક અદાલત
(D) જિલ્લા ન્યાયાલય
21. બંધારણની 8 મી સૂચિ (Schedule શેડ્યુલ) માં કઈ ભાષાનો સમાવેશ થતો નથી ?
(A) હિન્દી (Hindi)
(B) અંગ્રેજી (English)
(C) સંસ્કૃત (Sanskrit)
(D) એક પણ નહીં.
22. લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ?
(A) 18 વર્ષ
(B) 25 વર્ષ
(C) 21 વર્ષ
(D) 28 વર્ષ
23. બંધારણના કયા ભાગમાં મૂળભૂત હક્કો દર્શાવવામાં આવેલા છે ?
(A) ભાગ-1
(B) ભાગ-2
(C) ભાગ-3
(D) ભાગ-4
24. “કોઈ ન્યાયાલય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈઓનો અમલ કરાવી શકશે નહીં”. આ બાબત કયા આર્ટિકલમાં જણાવેલ છે?
(A) 40
(B) 39
(C) 38
(D) 37
25. “સંઘ માટે એક સંસદ રહેશે અને રાષ્ટ્રપતિ અને અનુક્રમે રાજ્યસભા અને લોકસભાના એ નામે ઓળખાતાં બે ગૃહોની બનશે” આ જોગવાઈ કયા આર્ટિકલમાં જણાવેલ છે ?
(A) 78
(B) 79
(C) 80
(D) 81
26. રાજ્યસભામાં માનનીય રાષ્ટ્રપતિશ્રી કેટલા સભ્યોની નિયુક્તિ કરી શકે છે ?
(A) 11
(B) 12
(C) 13
(D) 14
27. ડો. બાબાસાહેબ આંબેડકરે કયા પક્ષની સ્થાપના કરી હતી ?
(A) સ્વતંત્ર પક્ષ
(B) મજૂર પક્ષ
(C) કોંગ્રેસ પક્ષ
(D) સ્વતંત્ર મજૂર પક્ષ
28. ભારતના બંધારણના અનુચ્છેદ 280 મુજબ “નાણાં આયોગ” રચવાની જવાબદારી કોને આપવામાં આવેલી છે ?
(A) નાણાં મંત્રી
(B) વડા પ્રધાન
(C) રાજ્યપાલશ્રી
(D) રાષ્ટ્રપતિશ્રી
29. “ચૂંટણીવિષયક બાબતમાં ન્યાયાલયોની દરમિયાનગીરી ઉપર પ્રતિબંધ”ની જોગવાઈ, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ?
(A) 329
(B) 330
(C) 331
(D) 328
30. ભારતના બંધારણમાં “સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ” બાબતની જોગવાઈ કયા ભાગ (part) માં દર્શાવેલ છે ?
(A) 13
(B) 14 
(C) 15
(D) 16
31. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે ?
(A) 62 વર્ષ
(B) 6 વર્ષ અથવા 62 વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે
(C) 65 વર્ષ
(D) 6 વર્ષ
32. ઝોનલ કાઉન્સિલ …….. છે.
(A) બંધારણીય સંસ્થા
(B) કારોબારી સંસ્થા
(C) પરામર્શક સંસ્થા
(D) સલાહકાર સંસ્થા
33. નીચેના પૈકી કયું કેબિનેટ મિશન પ્લાનનું ઘટક ન હતું ?
(A) પ્રાંતોનું જૂથ બનાવવું
(B) ભારતીયો માટે વચગાળાની કેબિનેટ
(C) પાકિસ્તાનનો સ્વીકાર
(D) ઉપરના તમામ
34. નીચેના પૈકી કયા અધિનિયમથી ભારતમાં દ્વિસદનીયતાની પદ્ધતિ શરૂ થઈ ?
(A) ચાર્ટર એક્ટ, 1853
(B) ભારત સરકાર અધિનિયમ, 1919
(C) ભારત સરકાર અધિનિયમ, 1858
(D) ભારત સરકાર અધિનિયમ, 1935
35. કેન્દ્રીય માહિતી પંચ કોની પૂર્વમંજૂરીથી દિલ્હી ઉપરાંત ભારતમાં બીજાં સ્થળોએ કચેરીઓ સ્થાપી શકે છે ?
(A) રાષ્ટ્રપતિની
(B) વડા પ્રધાનની
(C) કેન્દ્ર સરકારની
(D) મુખ્ય માહિતી કમિશનરની
36. નીતિ આયોગના “ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા” કાર્યક્રમ અંતર્ગત પ્રથમ વ્યાખ્યાન કયા દેશના નાયબ વડા પ્રધાન દ્વારા આપવામાં આવેલ હતું?
(A) નેપાળ
(B) સિંગાપોર
(C) ફ્રાંસ
(D) બ્રિટન
37. કેન્દ્રીય માહિતી પંચમાં મુખ્ય માહિતી આયુક્ત (Chief Information Commissioner) તરીકે હાલમાં કોણ છે ?
(A) યશોવર્ધન આઝાદ
(B) રાધા ક્રિશ્ના માથુર
(C) સુધીર ભાર્ગવ
(D) બિમલ ઝુલ્કા
38. ધી લોકપાલ અને લોકાયુક્ત એક્ટ, 2013 કઈ તારીખથી અમલમાં આવેલ છે ?
(A) તા. 17-12-2013
(B) તા. 18-12-2013
(C) તા. 01-01-2014
(D) તા. 16-01-2014
39. ‘એકલતા મંત્રી’ (Minister for Lonliness) કયો દેશ નિયુક્ત કરે છે?
(A) USA
(B) UK
(C) ચીન
(D) ઑસ્ટ્રેલિયા
40. રાજ્યના મુખ્ય મંત્રી નીચેની પૈકી કઈ કાર્યવાહી અખિલ ભારતીય સેવાઓના (ઑલ ઇન્ડિયા સર્વિસીસ) સભ્યો સામે કરી શકે છે ?
(A) સરકારી કર્મચારીનું નિષ્કાસન (Removal)
(B) સરકારી કર્મચારીની બરતરફી (Dismissal)
(C) સરકારી કર્મચારીની પાયરીમાં ઉતાર (Reduction in Rank)
(D) સરકારી કર્મચારીનું નિલંબન (Suspension)
41. માનનીય રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેનાં નીચેનાં વિધાનોમાંથી કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
(1) આર્ટિકલ 54 હેઠળ, આ જોગવાઈ કરવામાં આવેલી છે.
(2) સંસદમાં બંને ગૃહોના ચૂંટાયેલ સભ્યો મતદાન કરે છે.
(3) રાજ્યની વિધાનસભાનાં ચૂંટાયેલ સભ્યો મતદાન કરે છે.
(4) રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત બંધારણમાં જણાવેલ છે.
(A) 1, 3, 4
(B) 1 અને 2
(C) 1 અને 3
(D) 1, 2, 3 અને 4
42. રાજ્યના રાજ્યપાલ તરીકે નીમવા માટેની લાયકાતોના સંદર્ભમાં નીચેનાં વાક્યો તપાસો.
(1) ગવર્નરની નિમણૂક, માત્ર ભારતના નાગરિકને જ આપી શકાશે.
(2) નાગરિકે 35 વર્ષની ઉંમર પૂરી કરી હોવી જરૂરી છે.
(A) માત્ર પ્રથમ વાક્ય સાચું છે.
(B) માત્ર બીજું વાક્ય સાચું છે.
(C) 1 અને 2, બંને વાક્યો સાચાં છે.
(D) 1 અને 2 બંને વાક્યો સાચાં નથી.
43. નીતિ આયોગ દ્વારા કેટલા “સસ્ટેનેબલ ગોલ” (Sustainable Goals) નક્કી કરવામાં આવેલ છે ?
(A) 15
(B) 16
(C) 17
(D) 18
44. ‘VVPAT’ નો હાલમાં શા કારણસર ઉપયોગ કરવામાં આવેલ હતો ?
(A) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં
(B) બેંકોમાં નોટોની ગણતરી કરવા માટે
(C) જમ્મુમાં સંરક્ષણ દળોની સુરક્ષા માટે
(D) ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં.
45. રાજ્યમાં રાજ્યપાલના અવસાન કે રાજીનામાથી રાજ્યપાલની ખાલી જગ્યા પડે તો રાજ્યપાલની ફરજો કોણ બજાવે છે?
(A) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
(B) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પછીના બીજા ક્રમના ન્યાયમૂર્તિ
(C) રાષ્ટ્રપતિની તાત્કાલિક રાજ્યપાલ તરીકે નિમણૂક થાય છે.
(D) વડી અદાલતના મૂખ્ય ન્યાયમૂર્તિ
46. કોટ્રોલર એન્ડ ઓડિટર જનરલની ફરજોમાં નીચે પૈકી શાનો સમાવેશ થતો નથી ?
(A) ભારતના સંઘ તથા રાજ્યોના એકત્રિત ફંડમાંથી થયેલ ખર્ચનું ઓડિટ કરવું.
(B) સંઘના ખર્ચના હિસાબોની મેળવણી કરવી.
(C) ભારતના સંઘ તથા રાજ્યના આકસ્મિક ફંડમાંથી થયેલ ખર્ચનું ઓડિટ કરવું.
(D) રિસર્ચ એનાલિસીસ વિંગ, ઇન્ટેલિજન્સ બ્યૂરો આપોઆપ તેમની ફરજોમાં સમાવિષ્ટ નથી. સરકારની પરવાનગી બાદ ઓડિટ થઈ શકે છે.
47. મુખ્ય ચુંટણી કમિશનરની બાબતમાં નીચેના વિધાનો વાંચીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે.
(2) સંવિધાનમાં નિમણૂક માટે લાયકાતો ઠરાવેલ છે.
(3) સંવિધાનમાં તેઓના હોદાની ચોક્કસ મુદત નિયત થયેલ છે.
(4) તેઓની સેવાની શરતોમાં, તેની નિમણૂક પછી કોઈ ગેરલાભ થાય તેવો ફેરફાર કરી શકાશે નહીં.
(A) માત્ર – 4 સાચું છે
(B) માત્ર – 1 સાચું છે
(C) 1 અને 4 સાચાં છે
(D) 1, 2, 3 અને 4 સાચાં છે
48. રાજ્ય જાહેર સેવા આયોગનો વાર્ષિક અહેવાલ બાબતની સંવિધાનિક જોગવાઈ અનુસાર-
(1) રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવાનો રહેશે
(2) રાજ્ય સરકાર તેનો પૂર્ણતઃ સ્વીકાર કરશે
(3) આયોગની સલાહ સ્વીકારાઈ ન હોય તે બાબતની સરકાર અવગણના કરશે
(4) રાજ્યપાલની આયોગની સલાહ ન સ્વીકારાઈ હોય તેનાં કારણો સમજાવતી યાદી સહિત, અહેવાલ વિધાનમંડળ સમક્ષ મુકાવશે.
(A) 1 અને 2 સાચાં
(B) 2 અને 3 સાચાં
(C) 1 અને 4 સાચાં
(D) તમામ સાચાં
49. કેન્દ્રીય સતર્કતા આયોગની બાબતમાં કયું વિધાન સાચું નથી? 
(A) તેની રચના વર્ષ 1964માં થયેલ છે.
(B) કેન્દ્રીય સતર્કતા આયોગ બાબતમાં બંધારણમાં જ જોગવાઇ છે.
(C) કેન્દ્રીય સતર્કતા આયોગના અધ્યક્ષની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે.
(D) ભારત સરકારે ભ્રષ્ટાચાર બાબતની લેખિત ફરિયાદ સ્વીકારવા માટે “ડેઝિગ્નેટેડ એજન્સી” તરીકે અધિકૃત જાહેર કરેલ છે.
50. કઈ સંસદીય સમિતિમાં વડા પ્રધાન અને કાયદામંત્રી સામેલ હોય છે?
(A) વિશેષાધિકાર સમિતિ
(B) પ્રવર સમિતિ
(C) સંસદની નિયમ સમિતિ
(D) અંદાજ સમિતિ
51. બંધારણની 8 મી સૂચિ (Schedule શેડ્યુલ) માં કઈ ભાષાનો સમાવેશ થતો નથી ?
(A) હિન્દી (Hindi)
(B) અંગ્રેજી (English)
(C) સંસ્કૃત (sanskrit)
(D) એક પણ નહીં
52. નીચેના પૈકી કોના દ્વારા વહીવટી ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે?
(A) ભારતનું કાયદાપંચ
(B) ભારતનું સંવિધાન
(C) સંબંધિત રાજ્યનો વૈધાનિક કાયદો
(D) ભારતના રાષ્ટ્રપતિ અને સંબંધિત રાજ્યોના રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવેલ વટહુકમ
53. નીચેના પૈકી કંઇ સંસદીય સમિતિ નથી? 
(A) વ્યાપાર સલાહકાર સમિતિ
(B) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ
(C) લઘુમતી કલ્યાણ સમિતિ
(D) લાભનાં પદો માટેની સંયુક્ત સમિતિ
54. સંવિધાન મુજબ, દેશના શાસન માટે નીચેના પૈકી મૂળભૂત શું છે?
(A) મૂળભૂત અધિકારો
(B) મૂળભૂત ફરજો (915
(C) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
(D) ચૂંટણીને લગતી જોગવાઇઓ
55. નીચેના પૈકી કોણ બંધારણસભાની મૂળભૂત અધિકારોની પેટાસમિતિના અધ્યક્ષ હતા?
(A) પંડિત નહેરુ
(B) જે. બી. ક્રિપલાણી
(C) રાજેન્દ્ર પ્રસાદ
(D) પત્તભી સીતારામૈયા
56. નીચેના પૈકી કોણ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી કાર્યભાર સંભાળે છે?
(A) રાજ્યપાલ 
(B) લોકસભાના અધ્યક્ષ
(C) રાજ્યસભાના અધ્યક્ષ
(D) ઉપરાષ્ટ્રપતિ
57. નીચેના પૈકી બંધારણના ક્યા સુધારાથી સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે કેન્દ્રીય મંત્રી મંડળની સલાહ અનુસાર પગલાં લેવાનું ફરજિયાત બન્યું?
(A) 24મો સુધારો
(B) 42મો સુધારો
(C) 44મો સુધારો
(D) 54મો સુધારો
58. નીચેના પૈકી કઈ સંસ્થાએ “ક્રિમીલેયર” નો ખ્યાલ આપ્યો? “
(A) ભારતના રાષ્ટ્રપતિ
(B) ભારતનું ચૂંટણીપંચ
(C) ભારતની સર્વોચ્ચ અદાલત
(D) ભારતની સંસદ
59. 74 મા સુધારા અધિનિયમના હેતુ અને તર્ક કર્યો / કયા છે?
(1) સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ
(2) બંધારણીય દરજ્જાની જોગવાઈ
(3) સ્થાનિક શહેરી સરકારોનું વધુ સારું શાસન
(4) તાલુકા અને બ્લોકનું વધુ સારું શાસન
(A) ફક્ત (1) અને (2)
(B) ફક્ત (3) અને (4)
(C) ફક્ત (1), (2) અને (3) 
(D) ફક્ત (2), (3) અને (4)
60. નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલ નથી?
(A) આરોપીને મળતા રક્ષણમાં – દીવાની બાબતોમાં પશ્ચાદવર્તી અસરવાળા કાયદાઓનો પણ સમાવેશ થાય છે.
(B) સમાનતાના અધિકારમાં – કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.
(C) વ્યક્તિગત સ્વતંત્રતામાં – જીવન જીવવાના અધિકારનો સમાવેશ થાય છે.
(D) ધરપકડ અને અટકાયત સામે રક્ષણના અધિકારમાં – તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાના તેમ જ તેની મારફ્તે બચાવ કરવાના અધિકાર સમાવિષ્ટ છે.
61. નીચેના પૈકી કયો વિકલ્પ ભારતીય લશ્કરના દરજ્જાઓને યોગ્ય ક્રમમાં દર્શાવે છે?
(A) જનરલ, મેજર-જનરલ, લેફ્ટનન્ટ જનરલ, બ્રિગેડિયર
(B) જનરલ, લેફ્ટેનન્ટ જનરલ, મેજર જનરલ, બ્રિગેડિયર
(C) જનરલ, મેજર-જનરલ, કર્નલ, બ્રિગેડિયર
(D) જનરલ, લેફ્ટેનન્ટ જનરલ, કર્નલ, બ્રિગેડિયર
62. બાળલગ્ન પ્રતિબંધક કાયદો 2006 (Prohibition of Child Marriage Act 2006) કઈ જગ્યાએ લાગુ પડતો નથી?
(A) ગુજરાત
(B) જમ્મુ અને કાશ્મીર
(C) કેરળ
(D) મેઘાલય
63. એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે?
(A) વડી અદાલત
(B) સર્વોચ્ચ અદાલત
(C) કોઈ પણ નહીં  
(D) સેશન્સ અદાલત
64. નીચેનાં વાક્યો ચકાસો.
(1) વિધાનસભામાં રાજ્યપાલ 2 (Two) એગ્લો ઇન્ડિયન સભ્યો મૂકી શકે છે.
(2) વિધાનસભામાં રાજ્યપાલ 10 નિષ્ણાતોની નિમણૂક કરી શકે છે.
(A) માત્ર પ્રથમ વાક્ય સાચું છે.
(B) માત્ર બીજું વાક્ય સાચું છે.
(C) પ્રથમ અને બીજું વાક્ય સાચું છે.
(D) પ્રથમ અને બીજું વાક્ય સાચું નથી.
65. નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો એક ભાગ છે એમ કહ્યું?
(1) બેરુબારી યુનિયન
(2) કેશવાનંદ ભારતી
(3) LIC ઓફ ઇન્ડિયા
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3 તમામ
66. કોલેજીયમ સિસ્ટમ (Collergium system) બાબતે નીચેના પૈકી કઈ બાબત / બાબતો ખરી છે?
(1) આ પ્રથામાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ચાર વરિષ્ઠ ન્યાયાધીશોની ફોરમ ન્યાયાધીશોની નિમણૂક અને બદલીની ભલામણ કરે છે.
(2) કોલેજીયમ સિસ્ટમનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 124 માં કરવામાં આવ્યો છે.
(3) નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટસ કમિશન (NJAC) દ્વારા કોલેજીયમ સિસ્ટમનું સ્થાન લેવાનો પ્રયત્ન થયો ?
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3 
(D) 1, 2 અને 3 તમામ
67. સમાનતાના હક્કની બાબતમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? 
(A) સમાનતાનો હક્ક એટલે કોઈ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારનો ભંગ.
(B) સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન લાગુ પડે છે.
(C) સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં.
(D) સમાજમાં ભેદભાવો ઊભા કરતા ઇલકાબો અને ખિતાબોથી આ હક્કનો ભંગ થતો નથી.
68. નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી?
(A) લોકસભા
(B) રાજ્યસભા
(C) રાષ્ટ્રપતિ
(D) ઉપરાષ્ટ્રપતિ
69. ભારતના નિયંત્રણ મહાલેખા પરીક્ષક – (Comptroller and Auditor General)
(1) રાષ્ટ્રપતિ દ્વારા નીમવામાં આવે છે.
(2) તેઓનો પગાર સંસદના કાયદાથી નિયત થાય છે.
(3) ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને જે રીતે અને જે કારણે હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે તે રીતે અને તે કારણે તેમને હોદ્દા પરથી દૂર કરી શકાશે.
(4) હોદ્દો ધરાવતા બંધ થયા પછી ભારત સરકાર હેઠળના અથવા તો કોઈ રાજ્ય સરકાર હેઠળના બીજા કોઈ હોદ્દા માટે પાત્ર ગણાશે.
આ ચાર જોગવાઈ પૈકી કઈ જોગવાઈ બંધારણમાં દર્શાવેલ જોગવાઈ સાથે સુસંગત નથી?
(A) 1, 2, 3
(B) 2
(C) 3
(D) 4
70. સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરીશકાતું નથી?
(A) કૃષિવિષયક
(B) નાણાવિષયક
(C) સંરક્ષણવિષયક
(D) શિક્ષણવિષયક
71. એટર્ની જનરલ –
(1) તેઓ સરકારના મુખ્ય કાયદા અધિકારી છે.
(2) તેઓને સંસદનાં બંને ગૃહોમાં બોલવાનો અને તેની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે.
(3) તેઓને સંસદમાં મતાધિકારનો હક છે.
(4) તેઓ રાષ્ટ્રપતિની ખુશી દરમિયાન હોદ્દો ધરાવે છે.
(A) 3 સાચું છે.
(B) 1, 2 અને 3 સાચાં છે.
(C) 2 અને ૩ સાચાં છે.
(D) 1, 2 અને 4 સાચાં છે.
72. સુપ્રીમ કોર્ટને કોઈ પણ અરજીની ખાસ પરવાનગી (Speclal Leave to appeal) મંજૂર કરવાની જે હકૂમત છે તેના સંદર્ભમાં નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે?
(1) લશ્કરી અદાલતના હુકમ સામે આવી મંજૂરી આપી શકાય છે.
(2) આ સત્તા વિવેકાધીન છે.
(3) ચુકાદાના કોઈ પણ તબક્કે આવી મંજૂરી આપી શકાય છે.
(A) 2 અને 3
(B) 1 અને 3
(C) માત્ર 2
(D) 1, 2 અને 3
73. સેન્ટ્રલ માહિતી કમિશનરશ્રીની નિમણૂક કરવા માટેની ભલામણ કરનાર સમિતિમાં કોણ-કોણ હોય છે?
(1) પ્રધાનમંત્રી
(2) લોકસભાના વિરોધ પક્ષના નેતા
(3) પ્રધાનમંત્રીએ નિયુક્ત કરેલા મંત્રીશ્રી
(4) કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી
(5) કેન્દ્ર સરકારમાં કાર્યાન્વિત કાયદામંત્રી
(A) 1, 2 અને 3 
(B) 2, 3 અને 4
(C) 3, 4 અને 5
(D) 4, 5 અને 1
74. ‘સેન્ટ્રલ વિજિલન્સ કમિશન’ બાબતે કયું વાક્ય યોગ્ય નથી?
(1) ફેબ્રુઆરી 1964માં રચના કરવામાં આવેલ.
(2) ખાસ કાયદા દ્વારા સ્થાપવામાં આવેલ છે.
(3) તેમાં મહત્તમ 2 કમિશનરશ્રીઓની નિમણૂક કરી શકાય છે.
(4) કમિશનની દરેક રાજ્યમાં શાખાઓ છે.
(A) 1
(B) 2
(C) 3
(D) 4
75. કોઈ પણ વ્યક્તિને ધર્મ, જાતિને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ રોકી શકાય છે?
(A) દુકાનો, હોટેલ
(B) કૂવા ઉપર પાણી ભરવા
(C) જાહેર રસ્તાનો ઉપયોગ
(D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં
76. પાર્લમેન્ટનાં બંને ગૃહો પૈકી કોઈ પણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે? 
(A) અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે
(B) તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે
(C) નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે ત્યારે
(D) ઉપરોક્ત બધા જ સંજોગોમાં
77. ભારતીય બંધારણનો 73 અને 14 મો બંધારણીય સુધારો કયા રાજ્યને લાગુ પડતો નથી?
(A) ગોવા
(B) હિમાચલ પ્રદેશ
(C) નાગાલેન્ડ  
(D) ઓડિશા
78. સંવિધાનમાં રાષ્ટ્રપતિને વટહુકમ જાહેર કરવાની જે સત્તા અપાયેલ છે તેના સંદર્ભમાં નીચેનાં વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) સંસદનાં બંને ગૃહોની બેઠક ચાલુ ન હોય ત્યારે અને રાષ્ટ્રપતિને તાત્કાલિક પગલું ભરવાની જરૂરિયાત વિશે સંતોષ થાય તો વટહુકમ જાહેર કરી શકે છે.
(2) આ વટહુકમ કાયમી ધોરણે અમલમાં રહે છે.
(3) રાષ્ટ્રપતિની આ વટહુકમો જાહેર કરવાની સત્તા જે બાબતો પરત્વે સંસદ કાયદા ઘડી શકે છે તે બાબતો સુધી જ વિસ્તરે છે.
(A) 1 અને 2 સાચાં છે.
(B) માત્ર 1 જ સાચો છે.
(C) 1 અને 3 સાચાં છે.
(D) 1, 2 અને 3 સાચાં છે.
79. “રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો” અંગે કયાં વિધાનો સાચાં છે?
(1) આર્ટિકલ 37 હેઠળ તેનાં અમલીકરણ અંગે જણાવેલ છે.
(2) આ જોગવાઈઓના અમલીકરણ (Enforcement) અંગે કોઈ પણ કોર્ટમાં દાદ માગી શકતી નથી.
(3) રાજ્ય દ્વારા સુશાસન (Governance) અંગેના કાયદા ઘડતી વખતે તેને ધ્યાનમાં લેવામાં આવે છે.
(A) 1, 2 અને 3 
(B) 1 અને 2
(C) 2 અને 3
(D) 1 અને 3
80. “નીતિ આયોગ” ની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતું નથી?
(A) લોક સેવા આયોગ
(B) નાણાં પંચ
(C) પ્લાનિંગ કમિશન
(D) ભારતનું ચૂંટણી પંચ
81. નીચેનામાંથી ગુજરાતનું રાજપક્ષી કયું છે?
(A) કલકલિયો
(B) ચિલોગો
(C) કબૂતર
(D) સુરખાબ
82. નીચે પૈકી કઈ રિટ માટે Locus standi (રિટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તેવી સ્થિતિ) જરૂરી નથી?
(A) અધિકાર-પૃચ્છા (ક્વો વોરન્ટો)
(B) બંદી-પ્રત્યક્ષીકરણ (હેબિયસ કોર્પસ)
(C) પરમ આદેશ (મેન્ડેમસ)
(D) ઉત્પ્રેષણ (સર્શિયોરરી)
83. દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના કયા ભાગમાં વર્ણિત છે?
(A) પાંચમા
(B) ચોથા
(C) છઠ્ઠા
(D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં
84. બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની જ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવાયું છે?
(A) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
(B) મૂળભૂત હકો
(C) મૂળભૂત ફરો
(D) ઉપર પૈકી એકપણ નહીં
85. કઈ જ્ઞાતિઓ, જાતિઓને અનુસૂચિત જાતિઓ કે અનુસૂચિત જનજાતિઓ તરીકે જાહેર કરવી તે બંધારણીય અધિકાર નીચેના પૈકી કોનો છે?
(A) અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ આયોગ
(B) ભારતના રાષ્ટ્રપતિ
(C) ભારતના વડા પ્રધાન
(D) સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી
86. નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ?
(A) દ્વિ-નાગરિકત્વ
(B) બહુવિધ નાગરિકત્વ
(C) વિદેશી નાગરિકત્વ 
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
87. સંસદનાં ગૃહો દ્વારા નાણાકીય કટોક્રેટીની ઉદ્ઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય …… ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં.
(A) 6મહિના
(B) 1 વર્ષ
(C) 3 મહિના
(D) 2 મહિના 
88. ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?
(A) અનુચ્છેદ 245-255
(B) અનુચ્છેદ 256-263 
(C) અનુચ્છેદ 264-268A
(D) અનુચ્છેદ 269-279
89. નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ એક્ટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નૈશનલ કમિશન ફોર માઇનોરિટીઝ (CM) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો.
(A) મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરીત અને સિન્ધી
(B) મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિન્ધી અને બહાઇ
(C) મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિન્ધી બહાઇ અને જૈન
(D) મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન
90. નીચેના પૈકી કોનો ભારતની સર્વોચ્ચ અદાલતના મૂળભૂત અધિકારક્ષેત્રમાં સમાવેશ કરેલો છે ?
(A) ભારત સરકાર અને એક કે વધુ રાજ્યોની વચ્ચેના વિવાદો
(B) સંસદના ર્કાઈ પણ ગૃહ અથવા રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓના વિવાદો
(C) ભારત સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચેના વિવાદો
(D) બે કૈન્દ્રશાસિત પ્રદેશો વચ્ચેના વિવાદો
91. ભારતના બંધારણમાં નીચેના પૈકી કર્યા અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો તથા વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ?
(A) અનુચ્છેદ 47 A
(B) અનુચ્છેદ 48 A
(C) અનુચ્છેદ 49 A
(D) અનુચ્છેદ 50 A
92. નીચેના પૈકી કોણ સંદના કોણ સંસદનાં બંને ગૃહોમાં બોલી શકે છે?
(A) સોલિસિટર જનરલ
(B) એડ્વોકેટ જનરલ
(C) એટર્ની જનરલ
(D) આપેલા તમામ
93. 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ છે ?
(A) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
(B) ભારત અને બાંગલાદેશ વચ્ચે જમીનસીમાની સંધિ
(C) નેશનલ જ્યુડિશિયલ કમિશન
(D) નીતિ આયોગની રચના
94. નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદથી વડી અદાલતને રિટ સ્વીકારવાની હકૂમત પ્રાપ્ત થાય છે?
(A) 221
(B) 226
(C) 323
(D) 392
95. નીચેના પૈકી કોણે ‘વડા પ્રધાનને “બંધારણના મુખ્યસ્તંભ” તરીકે વર્ણવ્યા છે?
(A) આઇવર જેનિંગ્સ
(B) એ. વી. ડાઈસી
(C) હેરોલ્ડ લાસ્કી
(D) ડો. બી. આર. આંબેડકર
96. નીચેનામાંથી કઈ જોડી ખરી છે?
(A) અધિકાર-પૃચ્છા આજ્ઞાપત્ર – તાબાની અદાલતોની સામે પ્રાપ્ત થાય છે.
(B) પ્રતિષેધ આજ્ઞાપત્ર – તાબાની અદાલતોને પોતાની હકૂમત બહાર જતી રોકવા માટે
(C) ઉત્પ્રેષણ આજ્ઞાપત્ર – ખાનગી એકમો સામે જ પ્રાપ્ત થાય છે.
(D) બંદી પ્રત્યક્ષીકરણ આજ્ઞાપત્ર – માત્ર ખાનગી અટકાયતો સામે જ પ્રાપ્ત થાય છે.
97. નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ મૂકે છે?
(A) સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી
(B) કેન્દ્રીય મંત્રીમંડળ
(C) ભારતના રાષ્ટ્રપતિ
(D) કેન્દ્રીય ગૃહમંત્રી

98. લોકપાલ અને લોકાયુક્ત કાયદો 2013 ભારત દ્વારા સમર્થન આપવામાં આવેલી નીચેના પૈકી કઈ સંધિ મુજબ ઘડવામાં આવ્યો છે ?
(A) યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન હ્યુમન એન્વાયરમેન્ટ
(B) યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અગેઇન્સ્ટ કરપ્શન
(C) યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓફ હ્યુમન રાઇટ્સ
(D) યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અગેઇન્સ્ટ ટેરરિઝમ
99. 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી નીચેના કયા શબ્દો ઉમેરવામાં આવ્યા ?
(A) સમાજવાદી
(B) બિનસાંપ્રદાયિક
(C) રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતા
(D) ઉપરના ત્રણેય (A) (B) (C)
100. નીચેના પૈકી કોણ નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિમાયા છે?
(A) સુબ્રમન્યમ સ્વામી
(B) રાજીવ કુમાર
(C) રાજ શેખરન
(D) રાજેન્દ્રસિંહ
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Ajit kumar

Sub Editor-in-Chief at Jaankari Rakho Web Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *