GPSC PT 2016 to 2023 Solved – ભૂગોળ – 1
GPSC PT 2016 to 2023 Solved – ભૂગોળ – 1
1. જૈવિક સમુદાયમાં હકારાત્મક ક્રિયાપ્રતિક્રિયાનું / ના નીચેના પૈકી કયો / ક્યા પ્રકાર / પ્રકારો છે ?
1. વસાહતીકરણ (Colonisation)
2. સ્પર્ધા (Competition)
3. પ્રોટોકોઓપરેશન (protocooperation)
(A) ફક્ત 1 અને 2
(B) ફ્ક્ત 2 અને 3
(C) ફક્ત 1
(D) ફક્ત 1 અને 3
2. ઘાસ-હરણ-વાઘની આહાર શૃંખલામાં જો હરણો ગુમ થઈ જાય તો શું થાય ?
(A) વાઘની વસ્તી અને ઘાસ બંને વધશે.
(B) વાઘની વસ્તી અને ઘાસ બંને ઘટશે.
(C) વાઘની વસ્તી અને ઘાસ બંને ઉપર કોઈ અસર નહીં પડે.
(D) વાઘની વસ્તી ઓછી થશે અને ઘાસ વધશે.
3. ભારતના નીચેના પૈકી કયો વિસ્તાર મેન્ગ્રેવ જંગલ, નિત્ય લીલાં જંગલ અને પાનખર જંગલનું મિશ્રણ ધરાવે છે ?
(A) ઉત્તર તટવર્તીય આંધ્ર પ્રદેશ
(B) દક્ષિણ-પશ્ચિમ બંગાળ
(C) દક્ષિણ સૌરાષ્ટ્ર
(D) અંદામાન અને નિકોબાર ટાપુઓ
4. નીચેના પૈકી કયા પ્રદૂષકો મોટર વાહનમાંથી નીકળતાં ઉત્સર્જનો (emissions)માં હોય છે ?
1. સસ્પેન્ડેડ પર્ટીક્યુલેટ મેટર (suspended particulate matter)
2. નાઈટ્રોજન ઓક્સાઇડ્સ
3. હાઇડ્રોકાર્બન્સ
4. કાર્બન મોનોક્સાઇડ્ર
(A) ફક્ત 1, 2 અને 3
(B) ફક્ત 2, 3 અને 4
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2, 3 અને 4
5. આવરણ (mulching) જમીનના ધોવાણને નિયંત્રિત કરવા માટે વપરાતી તકનીક છે. નીચેના પૈકી ક્રયા આવરણ (mulching)ના ફાયદાઓ છે ?
1. નીંદણની વૃદ્ધિને ઓછી કરે છે.
2. જમીનનો ભેજ દૂર કરે છે.
3. જમીનમાં સૂક્ષ્મજીવાણુઓની (microbial) સક્રિયતાને ઉત્તેજન આપે છે.
(A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 2
(D) 1, 2 અને 3
6. ભારતમાં નીચેના પૈકી ક્યું ઉદ્યોગ ક્ષેત્ર એલ્યુમિનિયમનું મુખ્ય વપરાશકર્તા છે ?
(A) સંરક્ષણ
(B) ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ
(C) પેકેજિંગ
(D) બાંધકામ
7. માળવાના ઉચ્ચ પ્રદેશ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) આ ઉચ્ચ પ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ તથા હિમાલય પર્વતની ઉત્તર પશ્ચિમમાં ત્રિભુજાકારે વ્યાપ્ત છે.
(B) ચંબલની ખીણ આ પ્રદેશમાં આવેલી છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
8. ચિલ્કા સરોવર ભારતના …….. માં આવેલું છે.
(A) પશ્ચિમ તટીય મેદાન
(B) પૂર્વ તટવર્તી મેદાન
(C) છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ
(D) ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં
9. ……. નદીને ચંદ્રભાણાના નામથી પણ ઓળખવામાં આવે છે.
(A) ગંગા
(B) બ્રહ્મપુત્ર
(C) રાવી
(D) ચિનાબ
10. ઘઉંના ઉત્પાદન માટેના સંજોગો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) ઘઉંને ઉગાડતી વખતે 10 સે. તથા પાકતી વખતે 15°થી 20° સે. તાપમાનની જરૂરિયાત રહે છે.
(B) 100 સેમી. થી વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંની ખેતી કરવામાં આવતી નથી.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
11. સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્ર બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. અસમમાં ચાનું વાવેતર 1823થી શરૂ થયું હતું.
2. 1850 બાદ ખેડૂતોને અનાજને બદલે રોકડિયા પાક પકવવા માટે પ્રોત્સાહન મળ્યું.
3. 1870માં બંગાળમાં કાગળની પ્રથમ મિલ સ્થપાઈ.
(A) ફક્ત 1 અને 2
(B) ફ્ક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
12. …… રાજ્યમાં રૈમોના રાષ્ટ્રીય ઉધાન, આરક્ષિત વન, છઠ્ઠા રાષ્ટ્રીય ઉધાન તરીકે સૂચિત થયું છે.
(A) તામિલનાડુ
(B) અસમ
(C) અરુણાચલ પ્રદેશ
(D) સિક્કિમ
13. ભારતના વિસ્તારના કેટલા પ્રતિશત ભાગમાં વાર્ષિક 750 મીમી.થી ઓછો વરસાદ પડે છે ?
(A) 20%
(B) 30%
(C) 5 50%
(D) 70%
14. દ્વીપકલ્પની મહત્ત્વની નદીઓમાંથી નીચેના પૈકી કઈ નદી પશ્ચિમઘાટમાંથી ઉદ્ભવતી નથી ?
(A) મહાનદી
(B) ક્રિષ્ણા
(C) ગોદાવરી
(D) કાવેરી
15. ઘઉં બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઘઉં એ વિશ્વમાં સામાન્ય વપરાશમાં સૌથી વધુ લેવામાં આવતા ધાન્ય અનાજ પૈકીનું એક છે.
2. 30થી 90 સેમી.ની વચ્ચેનો વરસાદ ધરાવતો સમશીતોષ્ણ વિસ્તાર ઘઉંને સૌથી વધુ અનુકૂળ આવે છે.
3. ઘઉંનો ગર્ભ (kernel) 12 પ્રતિશત પાણી, 70 પ્રતિશત કાર્બોહાઈડ્રેટ અને 12 પ્રતિશત પ્રોટીન ધરાવે છે.
4. ભારત વિશ્વમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે.
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 1, 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 2, 3 અને 4
16. પશ્ચિમ તરફ વહેતી નદીઓની લંબાઈના ચઢતા ક્રમમાં નીચેના પૈકી કયું સાચું છે ?
(A) નર્મદા – તાપી – સાબરમતી – મહી
(B) તાપી – નર્મદા – મહી – સાબરમતી
(C) સાબરમતી – નર્મદા – તાપી – મહી
(D) સાબરમતી – મહી – તાપી – નર્મદા
17. અંદમાન અને નિકોબાર ટાપુઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે.
2. ભારતમાં આ એક જ એવું સ્થળ છે કે જ્યાં જ્વાળામુખી આવેલ છે.
3. ભારતમાં આ એક જ એવું સ્થળ છે કે જ્યાં પરવાળા (Coral) તળિયાં મળે છે.
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1, 2 અને 3
18. ભારતમાં જમીન પ્રકાર વિશે નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) પીટી (Peaty) જમીન ભારે વરસાદ અને વધુ ભેજવાળા વિસ્તારોમાં જોવા મળે છે.
(B) ઉસારા (Usara) જમીન વિપુલ માત્રામાં સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ધરાવે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
19. નીચેના પૈકી કયો ઘઉંના પાકનો રોગ નથી ?
(A) પીળો ગેરુ (Yellow rust)
(B) પાનનો સુકારો (Late blight)
(C) કથ્થાઈ ગેરુ (Brown rust)
(D) કાળો ગેરુ (Blach rust)
20. અરવલ્લી પર્વતો વિશે નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
(A) તે વિશ્વના સૌથી જૂના ખંડ (block) પર્વતોમાંના એક છે.
(B) દિલ્હી સ્થિત રાયસીના (Raisina) ટેકરી વાસ્તવમાં અરવલ્લી સમુદાયનો એક ભાગ છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઇ નહીં.
21. પશ્ચિમ ભારતમાં થરના રણના અસ્તિત્વના સંભવિત કારણો …… છે.
(A) થરની પૂર્વ દિશામાં કાંપના મેદાનો અસ્તિત્વમાં છે.
(B) તે કર્કવૃત્તની નજીકમાં સ્થિત છે કે જે મહત્તમ સૌરકિરણો પ્રાપ્ત કરે છે.
(C) તે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની બંગાળની ખાડી શાખાના વર્ષાછાયાના પ્રદેશમાં આવેલ છે.
(D) આ ક્ષેત્રમાં ભૂગર્ભ જળના કોઈ સ્રોત નથી.
22. સિક્કિમ રાજ્ય …….. થી ઘેરાયેલું (surrounded) છે.
(A) ચીન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને ભૂતાન
(B) ભૂતાન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને અસમ
(C) ચીન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને અસમ
(D) ચીન, ભૂતાન, પશ્ચિમ બંગાળ અને અસમ
23. ભારતના કૃષિ આબોહવા વિસ્તારો વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આબોહવાકીય પરિસ્થિતિઓ જેવી કે જમીનની સ્થિતિ, વરસાદનું પ્રમાણ વગેરેના આધારે ભારત 15 કૃષિ આબોહવાકીય વિસ્તારોમાં વિભાજિત કરવામાં આવ્યું.
2. ગુજરાતના મેદાનો અને પર્વતીય પ્રદેશો આ યાદીમાંનો એક વિસ્તાર છે.
3. ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ ગુજરાતના મેદાનો અને પર્વતીય ક્ષેત્રના વિસ્તાર હેઠળ આવે છે.
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને ૩
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3
24. ભારતમાં કપાસના પાક અંગે નીચેનાં પૈકી ક્યું / ક્યાં વાક્ય વાક્યો સાચાં/ સાચાં છે ?
1. કપાસના પાકને સરેરાશ 50-75 સેમી વરસાદ જરૂરી છે.
2. કપાસના પાકને 21-30 ડિગ્રી સે. ઉષ્ણતામાન જરૂરી છે.
3. કપાસના પાકને ઊંડી કાળી જમીન જરૂરી છે અને પડખાઉ તથા કાંપની જમીનમાં પણ ઊગી શકે છે.
(A) 1, 2 અને 3
(B) ફ્ક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 3
(D) ફ્ક્ત 1 અને 2
25. નીચેનાં પૈકી ક્યું વિધાન / વિધાનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને જલ માર્ગ માટે સાચું / સાચાં છે ?
(A) રાષ્ટ્રીય જળમાર્ગ-4 એ દેશનો સૌથી લાંબો જળમાર્ગ છે.
(B) શરૂઆતના 5 જળમાર્ગો પૈકીનો એક જળમાર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
26. નીચેનાં પૈકી કયું / કયાં વિધાન | વિધાનો ભારતમાં સાક્ષરતા બાબતે સાચું / સાચાં છે ?
(A) 1951માં ભારતમાં સ્ત્રી સાક્ષરતાદર 8.86% હતો.
(B) 2011માં ભારતમાં સ્ત્રી સાક્ષરતાદર 65.46% હતો.
(C) (A) અને (B) બંને પૈકી
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
27. ભારતના નીચેના પૈકી કયા પ્રદેશોમાં મેન્ગ્રેવ, બારમાસી લીલાં અને પાનખર જંગલોનું મિશ્રણ જોવા મળે છે ?
(A) અંદામાન અને નિકોબાર દ્વિપસમૂહ
(B) દક્ષિણ સૌરાષ્ટ્ર
(C) દક્ષિણ પશ્ચિમ બંગાળ
(D) ઉપર પૈકીનું કોઈ નહીં.
28. ભારતએ 82 ડિગ્રી અને 30 મિનિટને પ્રમાણ રેખાંશ (સ્ટાન્ડર્ડ મેરીડિયન) તરીકે પસંદ કર્યો છે, કારણ કે …….
(A) તે 7 ડિગ્રી અને 30 મિનિટના ગુણાંકમાં છે.
(B) તે ભારતના રાજ્યક્ષેત્રના મધ્યમાંથી પસાર થાય છે. તેથી અન્ય નજીકના પ્રદેશોનો ચોક્કસ સમય દર્શાવે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
29. નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. માત્ર નર્મદા અને તાપી એ લાંબી નદીઓ છે, જે પશ્ચિમમાં વહે છે અને નદીમુખ બનાવે છે.
2. પશ્ચિમ ઘાટ એ ભારતીય દ્વીપકલ્પનો મુખ્ય જળવિભાજક છે.
3. નર્મદા એફોલ્ટને કારણે નિર્માણ થયેલ ફાટખીણમાંથી વહે છે.
(A) 1 અને 3
(B) ફ્ક્ત 1 અને 2
(C) ફ્ક્ત 2 અને 3
(D) ફક્ત 1, 2 અને 3
30. નીચેનાં પૈકી કયાં શહેરોમાં નૈઋત્વનું ચોમાસું આવે છે?
(A) નાગપુર
(B) અમદાવાદ
(C) ભુવનેશ્વર
(D) ઉપરના પૈકી એક પણ નહીં
31. નીચેનાં પૈકી કયું / કયાં વિધાન / વિધાનો આંતરરાષ્ટ્રીય સીમા બાબતે સાચું / સાચાં છે?
1. સંયુક્ત જમ્મુ અને કાશ્મીર રાજ્યને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન, POK તથા ચીન સાથે છે.
2. અરુણાચલ પ્રદેશને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ભુતાન, ચીન અને મ્યાનમાર સાથે છે.
3. પશ્ચિમ બંગાળને ત્રીજા નંબરની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા બાંગલાદેશ અને મ્યાનમાર સાથે છે.
4. રાજસ્થાન પછી ગુજરાત એ પાંચમી સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે.
(A) ફક્ત 1, 2 અને 4
(B) ફક્ત 1, 2 અને 3
(C) ફક્ત 1
(D) ફ્ક્ત 4
32. હિમાલયની શિવાલિક પર્વત હારમાળામાં નીચેના પૈકી શું આવેલું છે?
(A) રાનીખેત
(B) નાથુ લા
(C) દહેરાદૂન
(D) બદરીનાથ
33. દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે ?
(A) ગોદાવરી
(B) નર્મદા
(C) કૃષ્ણા
(D) કાવેરી
34. ભારતના કેટલા રાજ્યો ચીનની સરહદ સાથે જોડાયેલા છે ?
(A) ત્રણ
(B) ચાર
(C) પાંચ
(D) બે
35. કુંચિકાલ ધોધ નીચેના પૈકી ક્યા રાજ્યમાં છે ?
(A) ગોવા
(B) કર્ણાટક
(C) કેરાલા
(D) ઓરિસ્સા
36. હિમાલય કેટલી સમાંતર પર્વતશ્રેણીઓથી બન્યો છે ?
(A) ચાર
(B) બે
(C) ત્રણ
(D) પાંચ
37. લક્ષદ્વીપ સમૂહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવવસ્તી જોવા મળે છે ?
(A) 15
(B) 16
(C) 21
(D) 10
38. વિશ્વ વારસાના સ્થળોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થયેલ છે ?
(A) આગ્રાનો કિલ્લો
(B) છત્રપતિ શિવાજી ટર્મિનસ્
(C) કોણાર્ક સૂર્યમંદિર
(D) ઉપરના ત્રણેયનો
39. નોકરેક રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે ?
(A) અરુણાચલ પ્રદેશ
(B) મિઝોરમ
(C) મેઘાલય
(D) અસમ
40. નૌસેના સંગ્રહાલય (સ્વર્ણ જ્યોતિ સંગ્રહાલય) નીચેના પૈકી કયા સ્થળે આવેલ છે ?
(A) ગોવા
(B) મુંબઈ
(C) વિજયવાડા
(D) વિશાખાપટ્ટનમ્
41. નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં જૈનોની વસ્તી સૌથી વધુ છે ?
(A) ગુજરાત
(B) મહારાષ્ટ્ર
(C) રાજસ્થાન
(D) બિહાર
42. પ્રોપર્ટી કાર્ડનું ભૌતિક વિતરણ શરૂઆતમાં કેટલા રાજ્યમાં શરૂ કરવામાં આવેલ છે ?
(A) ચાર
(B) છ
(C) આઠ
(D) પાંચ
43. નીચેના પૈકી ભારતનું કયું રાજ્ય એ નીચે દર્શાવેલ લાક્ષણિકતાઓ ધરાવે છે ?
1. તેનો ઉત્તર ભાગ એ શુષ્ક અને અર્ધશુષ્ક છે.
2. તેનો મધ્ય ભાગ એ કપાસનું ઉત્પાદન કરે છે.
3. ખાધપાક કરતાં મુખ્યત્વે રોકડિયા પાકનું વાવેતર થાય છે.
4. ભારતમાં સિરામિક ઉત્પાદનમાં તે પ્રથમ ક્રમનું રાજ્ય છે.
(A) આંધ્ર
(B) ગુજરાત
(C) કર્ણાટક
(D) તામિલનાડુ પ્રદેશ
44. લાઈ હારોબા તહેવાર નીચેના પૈકી કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ?
(A) અસમ
(B) ત્રિપુરા
(C) મણિપુર
(D) સિક્કિમ
45. મ્યાનમારની સાથે ભારતના કેટલાં રાજ્યો સરહદ ધરાવે છે ?
(A) 4
(B) 3
(C) 5
(D) 6
46. “ગોડ્સ ઓન કન્ટ્રી” (God’s Own Country) તરીકે ભારતનું કયું રાજ્ય જાણીતું છે ?
(A) અસમ
(B) કેરલ
(C) ગોવા
(D) હિમાચલ પ્રદેશ
47. કલકત્તા સ્થિત હુગલી નદી પરના હાવરા બ્રિજનું વર્ષ 1965 માં નવું નામ નીચેના પૈકી કયું આપવામાં આવેલ હતું ?
(A) વિવેકાનંદ સેતુ
(B) રવીન્દ્ર સંતુ
(C) વિદ્યાસાગર સેતુ
(D) નિવેદિતા સેતુ
48. ભારતમાં કયા વર્ષના અધિનિયમથી ભૌગોલિક સૂચક ટેગ (Geographical Indications Tags) લાગુ કરવામાં આવેલ છે ?
(A) 2000
(B) 1999
(C) 2002
(D) 2003
49. ભારતમાં આંતરિક જળમાર્ગ પરિવહનને જાળવવા સંદર્ભે સરકારે નીચેના પૈકી કયા જળમાર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જો આપ્યો નથી?
(A) હન્દિયાથી અલાહાબાદ સુધી
(B) બરાક નદીના લખપુરથી ભાંગા
(C) ધુબરીથી નદિયા સુધી
(D) કેરળમાં ઉદ્યોગમંડળ નહેર અને ચાપાકાર કેનાલની સાથે પશ્ચિમ કિનારાની કોટ્ટાકરમ નહેર
50. ભારતના મુખ્ય આયાત થતી વસ્તુઓમાં નીચેના પૈકી શાનો સમાવેશ થતો નથી?
(A) લોખંડ સિવાયની ખનીજો
(B) ખાદ્યતેલ
(C) ખાતરો
(D) ઇજનેરી સામાન
51. કયા પ્રકારની ખેતીમાં જંગલોને કાપી કે બાળીને ખેતરો તૈયાર કરી તેમાં અનાજ, મકાઈ, કંદમૂળ, તમાકુ, શેરડી વગેરેનું વાવેતર કરવામાં આવે છે?
(A) બાગાયતી ખેતી
(B) ઝૂમ ખેતી
(C) વ્યાપારી ખેતી
(D) જૈવ ખેતી
52. નીચેના ફ્ળો અને શાક્ભાજી પૈકી કયા ઉત્પાદનના સંબંધે ભારત વિકાસમાં પ્રથમ નંબરે છે?
(A) દ્રાક્ષ
(B) બટાટા અને ટામેટા
(c) કેરી અને કેળાં
(D) પપૈયા, અનાનસ
53. સિંધુ નદીની મુખ્ય શાખા નદીઓ પૈકી સૌથી મોટી શાખા નદી કઈ છે?
(A) ઝેલમ
(B) ચિનાબ
(C) રાવી
(D) બિયાસ
54. ભારતમાં નીચેના પૈકી કયો દરિયાકાંઠો ઉત્તર-પૂર્વ ચોમાસાનો વરસાદ મેળવે છે ?
(A) કોંકણનો દરિયાકાંઠો
(B) માલાબારનો દરિયાકાંઠો
(C) કોરોમાંડલનો દરિયાકાંઠો
(D) ગુજરાતનો દરિયાકાંઠો
55. ભારતનો દક્ષિણ-પશ્ચિમી દરિયાકાંઠો ………. તરીકે ઓળખાય છે.
(A) કોંકણનો દરિયાકાંઠો
(B) કોરોમાંડલનો દરિયાકાંઠો
(C) સહ્યાદ્રિનો દરિયાકાંઠો
(D) ઉપરોક્ત પૈકી કોઈ પણ નહિ
56. ભારતમાં સામાન્ય રીતે ઉનાળાના ચોમાસાના (Summer Monsoon) પ્રવાહની દિશા નીચેના પૈકી કઈ હોય છે ?
(A) દક્ષિણથી ઉત્તર તરફ
(B) દક્ષિણ-પશ્ચિમથી દક્ષિણ-પૂર્વ તરફ
(C) દક્ષિણ-પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ તરફ
(D) દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વ તરફ
57. ભારતના કયા રાજ્યમાં અનુસૂચિત જાતિની વસ્તી નોંધાયેલ નથી ?
(A) સિક્કિમ
(B) અરુણાચલ પ્રદેશ
(C) ગોવા
(D) નાગાલેન્ડ
58. ભારતના કયા રાજ્યમાં થોરિયમનો સૌથી વધુ જથ્થો આવેલો છે ?
(A) તામિલનાડુ
(B) કેરલ
(C) રાજસ્થાન
(D) આંધ્ર પ્રદેશ
59. ભારતનો સૌથી મોટો થર્મલ પાવર પ્લાન્ટ નીચેના પૈકી કર્યો છે ?
(A) મુદ્રા થર્મલ પાવર પ્લાન્ટ
(B) તાલ્ચર સુપર થર્મલ પાવર સ્ટેશન
(C) વિધ્યાચલ થર્મલ પાવર સ્ટેશન
(D) રિહાન્દ થર્મલ પાવર સ્ટેશન
60. ધી સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેશ વોટર એકવાકલ્ચર (CIFA) ક્યાં આવેલ છે ?
(A) ભુવનેશ્વર
(B) કોલકાતા
(C) મુંબઇ
(D) કોચી
61. નોર્થ ઈસ્ટર્ન રેલવેનું વડું મથક (Head Quarters) ક્યાં આવેલું છે ?
(A) ગુવાહાટી
(B) ગોરખપુર
(C) કોલકાતા
(D) અલાહાબાદ
62. ભારત અને તિબેટને જોડતો મુખ્ય માર્ગ કે જે કાલિમપોંગ અને લ્હાસાને જોડે છે તે નીચેના પૈકી કયાંથી પસાર થાય છે ?
(A) જેલેપ લા (Jelep La)
(B) ઝોજિલા (Zogila)
(C) શિપ્તિ લા (Shipki La)
(D) થાગા લા (Thaga La)
63. ભારતમાં પોસ્ટલ ઈન્ડેક્ષ નંબર (PIN) શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?
(A) ઇ.સ. 1975
(B) ઈ.સ. 1980
(C) ઈ.સ. 1981
(D) ઇ.સ. 1972
64. ભારતમાં સ્પીડ પોસ્ટની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી ?
(A) ઈ.સ. 1985
(B) ઈ.સ. 1986
(C) ઈ.સ. 1990
(D) ઈ.સ. 1995
65. ભારતમાં સૌથી વધુ મેન્ગ્રેવના વૃક્ષો ક્યાં આવેલા છે ?
(A) ગુજરાત
(B) કેરલ
(C) અંદમાન અને નિકોબાર ટાપુઓ
(D) પશ્ચિમ બંગાળ
66. નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે ?
1. એશિયાઈ સિંહ તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં ગુજરાતમાં ગીર – રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યમાં જોવા મળે છે.
2. વિશ્વનું સૌથી મોટું ભરતી (ridal) મેંગ્રુવ વન, સુંદરવન એ પ્રખ્યાત રોયલ બંગાળ વાઘનું નિવાસસ્થાન છે.
3. ઉત્તરાખંડ સ્થિતિ જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉધાન એ બંગાળ વાઘ અને એશિયાઈ સિંહનું યજમાન છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1, 2 અને 3
67. નીચે દર્શાવેલ ઉત્તરાખંડના મંદિરો પૈકી કયું મિંદિર સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત છે ?
(A) કેદારનાથ
(B) ગંગોત્રી
(C) યમનોત્રી
(D) બદરીનાથ
68. ‘તરતા ટાપુઓ’ (Floating Islands) એ ભારતમાં …….. સરોવરની વિશિષ્ટ લાક્ષણકિતા છે.
(A) પુષ્કર સરોવર
(B) લોકતક (Loktak) સરોવર
(C) નૈનિતાલ સરોવર
(D) ઉપરના પૈકી એક પણ નહિ
69. ભારતમાં સંરક્ષિત ક્ષેત્રોની શ્રેણીમાંના નીચેના પૈકી કઈ શ્રેણીમાંના સ્થાનિક લોકોને ખાનગી જમીન ધરાવવા માટેની પરવાનગી નથી ?
(A) જીવાવરણ અનામત (Blosphere reserve)
(B) રાષ્ટ્રીય ઉદ્યાનો
(C) UNESCO ના વિશ્વ હેરિટેજ સ્થળો
(D) વન્યજીવ અભયારણ્ય
70. લૂણી નદી બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
(A) તે ખંભાતના અખાતમાં વહે છે.
(B) તે કચ્છના દલદલ (marshy)ના વિસ્તારમાં અદૃશ્ય થઈ જાય છે.
(C) તે કચ્છના અખાતમાં વહે છે.
(D) તે પાકિસ્તાનમાંથી વહે છે અને સિંધુ નદીની સહાયક નદીમાં ભળી જાય છે.
71. ખરોષ્ઠી (kharoshti) લિપિ ભારતમાં કોણ લાવ્યા ?
(A) ઈરાનીઓ
(B) મેસેડોનિયન (Macedonians)
(C) ઈજિપ્તિઓ
(D) મધ્ય એશિયાની જાતિઓ
72. ભારતમાં ધાર્મિક સમુદાયોના સ્થળલક્ષી વિતરણ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
(A) લક્ષદ્વીપ દ્વીપસમૂહમાં મુસ્લિમો બહુમત ધરાવે છે.
(B) મહત્તમ બૌદ્ધ વસ્તી મહારાષ્ટ્રમાં છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) એક પણ નહીં
73. ભારતમાં ‘પડખાઉ જમીન’ (Lateritic soil) બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
(A) તે વધુ ઉષ્ણતાપમાન અને વધુ વરસાદવાળા ક્ષેત્રોમાં વિકાસ પામે છે.
(B) મકાન બાંધકામમાં ઈંટ તરીકે વપરાશ હોવાથી તેને વિશાળ પ્રમાણમાં વાપરવામાં આવે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) એક પણ નહીં
74. ભારતની 2011 ની વસ્તી અનુસૂચિત જાતિ (SC) અને ગણતરી અનુસાર, ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિ (ST) નું પ્રમાણ એ કુલ વસ્તીના કેટલા પ્રતિશત છે ?
(A) અનુસૂચિત જાતિનું પ્રમાણ એ 5.0 થી 10 પ્રતિશતની મર્યાદામાં છે.
(B) અનુસૂચિત જનજાતિનું પ્રમાણ એ 20.1 થી 40 પ્રતિશતની મર્યાદામાં છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) એક પણ નહીં
75. નિકોબાર સમૂહમાં કુલ કેટલા દ્વીપોનો સમાવેશ થાય છે ?
(A) 13
(B) 19
(C) 16
(D) 12
76. કાલી, સિંદ અને સિયાન નદીઓ કઈ નદીની શાખા નદીઓ છે ?
(A) યમુના
(B) કૃષ્ણા
(C) ચંબલ
(D) ગંગા
77. ન્યૂ મૂરે દ્વીપ ક્યાં આવેલ છે ?
(A) બંગાળની ખાડીમાં
(B) અંદમાન દ્વીપસમૂહમાં
(C) લક્ષદ્વીપ દ્વીપસમૂહમાં
(D) એક પણ નહીં
78. ભારતમાં કઠોળનું ઉત્પાદન વધારવા રાષ્ટ્રીય કઠોળ વિકાસ કાર્યક્રમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો ?
(A) ઈ.સ. 1990-91
(B) ઈ.સ. 1988-89
(C) ઈ.સ. 1994-95
(D) ઈ.સ. 1986-87
79. ગુરુમહિસાની અને સુલેઇપત લોખંડની ખાણો કયા રાજ્યમાં આવેલી છે ?
(A) ઝારખંડ
(B) ઓડિશા
(C) છત્તીસગઢ
(D) કર્ણાટક
80. ભારતનું સૌ પ્રથમ ખાનગી બંદર (Private Port) નીચેના પૈકી કયું છે?
(A) ગંગાવરમ્
(B) પારાદીપ
(C) પીપાવાવ
(D) મુંદ્રા
81. ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ આવેલ છે?
(A) મધ્ય પ્રદેશ
(B) મહારાષ્ટ્ર
(C) કર્ણાટક
(D) રાજસ્થાન
82. માઉન્ટેઈન રેલ્વેઝ ઓફ ઈન્ડિયા હેઠળ કેટલી રેલ્વેને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવલે છે ?
(A) 1
(B) 2
(C) 3
(D) 4
83. પ્રતાપગઢનો કિલ્લો કયા રાજ્યમાં આવેલ છે ?
(A) રાજસ્થાન
(B) મહારાષ્ટ્ર
(C) તામિલનાડુ
(D) કર્ણાટક
84. નેપિયેર મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
(A) હૈદરાબાદ
(B) થિરુવનંતપુરમ્
(C) મુંબઈ
(D) ન્યૂ દિલ્હી
85. પેન્ચ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે ?
(A) અસમ
(B) મહારાષ્ટ્ર
(C) મધ્ય પ્રદેશ
(D) ઉત્તર પ્રદેશ
86. ધોધ (Falls) અને સંબંધિત રાજ્યના જોડકાંઓ પૈકી ક્યું જોડકું યોગ્ય નથી ?
1. ટાલાકોના ફોલ (Talakona falls) – આંધ્ર પ્રદેશ
2. બુંદલા ફોલ (Bundla falls) – હિમાચલ પ્રદેશ
3. યુલિયા ફોલ (Chulia falls) – રાજસ્થાન
4. ડસમ ફોલ (Dasam falls) – મધ્ય પ્રદેશ
(A) 4
(B) 3
(C) 2
(D) 1
87. નીચે પૈકી કઈ નદી બંગાળના સાગર (Bay of Bengal) ને મળતી નથી?
(A) બ્રાહ્મણી – સુવર્ણરેખા નદી (Brahmani Suvarnarekha)
(B) મહાનદી (Mahanadi)
(C) ગોદાવરી નદી (Godavari River)
(D) તાપી નદી (Tapi River)
88. ઈન્દ્રાવટી નેશનલ પાર્ક (The Indravati National Park) કયા રાજ્યમાં આવેલ છે ?
(A) છત્તીસગઢ
(B) કર્ણાટક
(C) પંજાબ
(D) અસમ
89. વિધાસાગર સેતુ (Vidyasagar Setu) નીચેના પૈકી ક્યા શહેરમાં આવેલ છે ?
(A) પટણા
(B) કોલકાતા
(C) લખનૌ
(D) ચેન્નાઈ
90. “ડાન્સિંગ ડીયર” (Dancing Deer) ભારતમાં કયા રાજ્યમાં જોવા મળે છે ?
(A) ગુજરાત
(B) મધ્ય પ્રદેશ
(C) મણિપુર
(D) મેઘાલય
91. ભારત સરકાર દ્વારા 13મા ‘મેજર’ બંદર તરીકે જરૂરી વિકાસ કરવા વાઢવાણ (Vadhavan) ની પસંદગી કરવામાં આવેલ છે. આ બંદર ક્યા રાજ્યમાં આવેલ છે ?
(A) ગુજરાત
(B) મહારાષ્ટ્ર
(C) તામિલનાડુ
(D) કેરલ
92. પ્રખ્યાત મસ્જિદ (દરગાહ) અને તેના સ્થાન અંગેના જોડકાંઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(A) જામા મસ્જિદ (Jama Masjid) – દિલ્હી, આગ્રા
(B) મક્કાહ મસ્જિદ (Makkah Masjid) – હૈદરાબાદ
(C) બારા ઈમામબારા (Bara-Imambara) – પાણિપત
(D) હાજી અલી દરગાહ (Haji Ali Dargah) – મુંબઈ
93. કાંચીપુરમ્ (Kanchipuram) જે મંદિરો માટે પ્રખ્યાત છે તે ક્યા રાજ્યમાં આવેલું છે?
(A) ઓરિસ્સા
(B) કેરલ
(C) આંધ્ર પ્રદેશ
(D) તામિલનાડુ
94. પ્રખ્યાત રોક ગાર્ડન (Rock Garden) ક્યા શહેરમાં આવેલો છે?
(A) જયપુર
(B) ચંદીગઢ
(C) લખનૌ
(D) શિમલા
95. સ્મારક (Monuments) અને તેના સ્થળો દર્શાવતી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
(A) હિલ પેલેસ સંગ્રહાલય – ત્રિપુણિથુરા (Tripunithura) (કેરલ)
(B) બહાઈ મંદિર – કલકત્તા
(C) જિંજી કિલ્લો (Gingee Fort) – પુડુચેરી (તામિલનાડુ)
(D) ચાર મિનાર (Char Minar) – હૈદરાબાદ
96. આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (international Airport) અને સંબંધિત રાજ્ય સ્થળની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
(A) વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ – અંદમાન નિકોબાર
(B) લોકપ્રિય ગોપીનાથ બારડોલાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ- અસમ
(C) ગયા એરપોર્ટ – મધ્ય પ્રદેશ
(D) સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ – ગુજરાત
97. સિંહ જેવી પૂંછડી ધરાવતા મકાક (ion tailed macaque) ભારતમાં ક્યા રાજ્યોમાં જોવા મળે છે?
1. તામિલનાડુ
2, કેરલ
3. કર્ણાટક
4 આંધ્ર પ્રદેશ
(A) 1, 2, 3 અને 4
(B) 1, 2 અને 4
(C) 2, 3 અને 4
(D) 1, 2 અને 3
98. ધી યારલંગ ઝાંગ્બો નદી (The Yarlung Zangbo River) ભારતમાં કયા નામથી ઓળખાય છે ?
(A) ગંગા
(B) બ્રહ્મપુત્ર
(C) મહાનદી
(D) સિંધુ
99. અલમત્તી બંધ (Alamatti Dam) કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? આ બંધને “લાલ બહાદુર શાસ્ત્રી બંધ” પણ કહે છે.
(A) ગોદાવરી
(B) કાવેરી
(C) કૃષ્ણા
(D) મહાનદી
100. પંજાબ અને હરિયાણા રાજ્યોમાં જમીનની ગુણવત્તા ઘટવાનું મુખ્ય કારણ શું છે?
(A) જંગલોનો વિનાશ
(B) જમીનનું ધોવાણ
(C) વધારે પ્રમાણમાં પાકોનું વાવેતર
(D) ક્ષાર અને ખેતરોમાં પાણીનો ભરાવો
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here