GPSC PT 2016 to 2023 Solved – ભૂગોળ – 2
GPSC PT 2016 to 2023 Solved – ભૂગોળ – 2
1. “સૂમાં ખીણ” …….. માટે જાણીતી છે.
(A) રબરના ઉત્પાદન
(B) કોફીના ઉત્પાદન
(C) ચા ના ઉત્પાદન
(D) શણના ઉત્પાદન
2. ભારતમાં આવેલ નીચેના પૈકી કયું સ્થળ એ ક્યારેય સૂર્યનાં લંબરૂપ કિરણો (vertical) પ્રાપ્ત કરતું નથી ?
(A) ચંદીગઢ
(B) મુંબઈ
(C) ચેન્નાઈ
(D) થિરુવનન્થપુરમ
3. પાછું ફરતું ચોમાસું અથવા ઉત્તર-પૂર્વીય ચોમાસું ……. ના મહિના દરમિયાન વરસાદ આપે છે.
(A) મધ્ય માર્ચ
(B) મધ્ય ઓક્ટોબર
(C) મધ્ય સપ્ટેમ્બર
(D) મધ્ય નવેમ્બર
4. ભારતીય પ્રવાસનના ‘ગોલ્ડન ટ્રાયંગલ”માં નીચેના પૈકી કયાં શહેરોનો સમાવેશ થાય છે ?
(A) આગ્રા, દિલ્હી અને લખનઉ
(B) હૈદરાબાદ, આગ્રા અને ગ્વાલિયર
(C) આગ્રા, દિલ્હી અને જયપુર
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
5. દેશમાં નીચેના પૈકી કયું રાજ્ય/કેન્દ્રશાસિત વિસ્તાર-સૌથી વધારે મેન્ગ્રેવ કવર ધરાવે છે ?
(A) ગુજરાત
(B) પશ્ચિમ બંગાળ
(C) ઓડિશા
(D) આંદામાન અને નિકોબાર
6. નીચેનો પૈડ્ડી કયો ભારતીય પ્રદેશ મેન્ગ્રેવ વન, સદાબહાર વન અને પાનખર વનનું મિશ્રણ છે ?
(A) ઉત્તર તટવર્તી આંધ્ર પ્રદેશ
(B) દક્ષિણ-પશ્ચિમ બંગાળ
(C) દક્ષિણ સૌરાષ્ટ્ર
(D) આંદામાન અને નિકોબાર ટાપુ
7. ” ‘આ બંદર દેશના પશ્ચિમી પ્રદેશમાં સ્થિત છે. તે મુંબઈ બંદરના વેપારના આયતનને સરળ બનાવવા માટે બાંધવામાં આવ્યું હતું. એક જ્વાર બંદરગાહ છે.”
ઉપરોક્ત વર્ણન નીચેના પૈકી કયા સ્થળનું છે ?
(A) મુરગાંવ
(B) કોચી
(C) અલંગ
(D) કંડલા
8. ભારતના એક રાજ્યની નીચે દર્શાવેલ લાક્ષણિકતા છે :
(1) તેનો ઉત્તરીય ભાગ શુષ્ક અને અર્ધશુષ્ક છે.
(2) તેનો કેન્દ્રીય ભાગ કપાસ ઉત્પન્ન કરે છે.
(3) ખાધ | અન્ન પાક કરતાં રોકડ પાકનું પ્રાધાન્ય વધુ છે.
નીચેના પૈકી કયું રાજ્ય ઉપરોક્ત દર્શાવેલ બધી જ લાક્ષણિકતાઓ ધરાવે છે.
(A) આંધ્ર પ્રદેશ
(B) ગુજરાત
(C) કર્ણાટક
(D) તામિલનાડુ
9. TAPI (તુર્કમેનિસ્તાન અફ્ઘાનિસ્તાન પાકિસ્તાન ભારત) પાઈપલાઈન ગોલકાયનીશ ગેસ હ્ડિથી શરૂ થઈ ફાઝિલ્કા ભારતમાં પૂર્ણ થાય છે. ફાઝિલ્કા કયાં આવેલું છે ?
(A) પંજાબ
(B) હરિયાણા
(C) રાજસ્થાન
(D) જમ્મુ – કાશ્મીર
10. કરાવા (Karewas) હિમન મૂળના પટ્ટા છે, તે …….. ખીણમાં જોવા મળે છે.
(A) તિસ્ટા ખીણ
(B) રવિ ખીણ
(C) ઝેલમ ખીણ
(D) અલકનંદા ખીણ
11. અમરકંટકની પહાડી નીચેની બે નદીઓનો સ્રોત છે, જે બે જુદી દિશાઓ (પશ્ચિમ અને પૂર્વ)માં વહે છે. તે બે નદીઓ કઈ છે ?
(A) નર્મદા અને તાપ્તી
(B) નર્મદા અને મહાનંદી
(C) તાપ્તી અને બેતવા
(D) તાપ્તી અને સોન
12. છોટા નાગપુર સંદર્ભે નીચેનું / નીચેનાં કર્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(1) તે પૂર્વોક્ત રજવાડી રાજ્ય છે.
(2) તે ઉત્તર બિહારનો પઠાર વિસ્તાર છે. જેમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે.
(3) તેને હાલમાં ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને મધ્ય પ્રદેશ સંલગ્ન આદિવાસી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે.
(A) માત્ર 1 અને 3
(B) માત્ર 3
(C) માત્ર 2
(D) 1, 2 અને 3
13. નીચેનાં / નીચેનું કયાં / કયું વિધાનો / વિધાન સાચાં / સાચું છે?
(1) કોલસાનો જથ્થો ગોંડવાનો પટ્ટી ઉપર મળી આવે છે.
(2) કોડરમમાં વિપુલ પ્રમાણમાં અભ્રક (MICA)નો જથ્થો મળી આવે છે.
(3) ધારવાડ પેટ્રોલિયમ માટે પ્રખ્યાત છે.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) ફક્ત 1 અને 2
(B) ફ્ક્ત 2
(C) ફક્ત 2 અને 3
(D) ફક્ત 1, 2 અને 3
14. આંધ્ર પ્રદેશમાં નવા રેલવે ઝોનના નિર્માણથી ભારતમાં કુલ રેલવે ઝોનની સંખ્યા હવે ……. છે.
(A) 15
(B) 17
(C) 19
(D) 11
15. નીચેના પૈકી કયા તટપ્રદેશમાં વૈજ્ઞાનિકોએ હાલમાં ‘મિથેન હાઈડ્રેટ્સ’ શોધ્યું છે ?
(A) કે જી તટપ્રદેશ
(B) જામનગર તટપ્રદેશ
(C) નેવેલી તટપ્રદેશ
(D) કાવેરી તટપ્રદેશ
16. નીચેના પૈકી કયું ભારતમાં સંભવિત શેલ ગેસ બેઝિન નથી ?
(A) મહાનદી બેઝિન
(B) ખંભાત બેઝિન
(C) ક્રિષ્ણા-ગોદાવરી બેઝિન
(D) દામોદર બેઝિન
17. ‘“ગેજ” અનુસાર ભારતીય રેલવે કેટલી શ્રેણીઓમાં વિભાજિત થયેલું છે ?
(A) 5
(B) 4
(C) 3
(D) 2
18. ભારતના મોટા રણ (થર)માં ……… સિંચાઈનો મુખ્ય સ્રોત છે.
(A) બોક્સાઈટ
(B) કૂવો
(C) ટ્યૂબવેલ
(D) ઉપરોક્ત તમામ
19. ખેત્રી, અલવર અને ભીલવાડા નીચેના પૈકી કયા ખનીજ સાથે સંકળાયેલા વિસ્તારો છે ?
(A) બોક્સાઈટ
(B) લાંબ
(C) લોહઅયસ્ક
(D) કોલસો
20. ભારતમાં કેસરના ઉત્પાદન માટે એકમાત્ર પ્રખ્યાત રાજ્ય …….. છે.
(A) આસામ
(B) સિક્કિમ
(C) મેઘાલય
(D) જમ્મુ અને કાશ્મીર
21. ભારતમાં કપાસની ખેતી માટે નીચેના પૈકી સૌથી આદર્શ વિસ્તાર કયો છે ?
(A) બ્રહ્મપુત્રની ખીણ
(B) ભારતીય-ગંગાનું મેદાન
(C) દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ
(D) કચ્છનું રણ
22. નીચેના પૈકી કઈ નદીને મુખત્રિકોણ નથી ?
(A) કાવેરી
(B) દામોદર
(C) ક્રિષ્ણા
(D) નર્મદા
23. નીચેના પૈકી કયું / કયાં સરોવર અલ્પક્ષારીય જળ ધરાવે છે ?
(A) ચિલ્કા સરોવર
(B) પાંગોગ સરોવર
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
24. નીચેના પૈકી કયું પર્વતશિખર પશ્ચિમ ઘાટની પર્વતમાળાઓમાં નથી ?
(A) કુદરેમુખ શિખર
(B) મહાબળેશ્વર શિખર
(C) કલસુબાઈ
(D) નિયમગીરી
25. નીચેના પૈકી ક્યું વિષુવવૃત્તીય નિત્યલીલાં જંગલનું લક્ષણ નથી ?
(A) પહોળા પાનનાં વૃક્ષો
(B) જાડી છાલવાળાં વૃક્ષો
(C) લતાઓ અને વેલાઓથી ઘેરાયેલાં વૃક્ષો
(D) પ્રચુર માત્રામાં ઊગેલાં વૃક્ષો
26. ભારતનો નીચેના પૈકી કયો પ્રદેશ મેન્ગ્રેવ જંગલ, નીત્ય લીલાં જંગલ અને પાનખર જંગલોનું સંયોજન ધરાવે છે ?
(A) આંધ્ર પ્રદેશનો ઉત્તર કાંઠો
(B) દક્ષિણ-પશ્ચિમ બંગાળ
(C) દક્ષિણ સૌરાષ્ટ્ર
(D) આંદામાન અને નિકોબાર ટાપુઓ
27. ગંગા નદી નીચેના પૈકી કયા રાજ્યમાંથી વહે છે ?
(1) હિમાચલ પ્રદેશ
(2) છત્તીસગઢ
(3) બિહાર
(4) ઓડિશા
(A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 2, 3 અને 4
(C) ફ્ક્ત 3
(D) 1, 2, 3 અને 4
28. નીચેના પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે ?
(A) મરચાં અને તમાકુની ખેતી – ગુન્ટુર
(B) રેલ કોચ ફેક્ટરી – કપુરથલા
(C) લોકોમોટિવ વર્ડ્સ – ચિત્તરંજન
(D) ભારતનું વેનિસ – કન્યાકુમારી
29. ભારતના નીચેના પૈકી કયા પ્રદેશમાં ‘ગ્રેટ ઇન્ડિયન હોર્નબિલ’ તેના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં જોવા મળે છે ?
(A) ઉત્તર-પશ્ચિમ ભારતનાં રેતીનાં રણો
(B) દક્ષિણ ભારતના સમુદ્રકાંઠાઓ
(C) પશ્ચિમ ગુજરાતના ખારાપટના દલદલ
(D) પશ્ચિમ ઘાટ
30. ભારતની લેટેરાઈટ જમીનો બાબતે નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે?
(1) તે સામાન્ય રીતે લાલ રંગની હોય છે.
(2) તે નાઈટ્રોજન અને પોટાશમાં સમૃદ્ધ હોય છે.
(3) તે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સારી રીતે વિકસિત છે.
(4) આ જમીનોમાં ટેપીયોકો (સાબુદાણા) અને કાજુ સારી રીતે ઊગે છે.
(A) ફક્ત 1, 2 અને 3
(B) ફક્ત 2, 3 અને 4
(C) ફક્ત 1 અને 4
(D) ફક્ત 2 અને 3
31. પશ્ચિમ ભારતમાં થરના રણના સ્થળ બાબતની સૌથી તર્કસંગત સમજૂતી ……. છે.
(A) ગંગા ખીણ તરફ જતાં વરસાદવાળા પવનોને અરવલ્લી દ્વારા અવરોધ
(B) ગરમી દ્વારા ભેજનું બાષ્પીભવન
(C) ભૂપૃષ્ઠનો વરસાદ થવા માટે રાજસ્થાનની ઉત્તરે પર્વતોની ગેરહાજરી
(D) દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો ભેજ ઉચ્ચ સૂકા પવનના પ્રવાહો ખેંચી લે છે.
32. ભારતના આવરી લેતાં વિસ્તારમાં ઊતરતા ક્રમમાં આપેલી જમીનનો સાચો ક્રમ ……. છે.
(A) કાંપની જમીન, કાળી જમીન, લાલ-રાતી જમીન, લેટેરાઈટ જમીન
(B) કાંપની જમીન, લાલ-રાતી જમીન, કાળી જમીન, લેટેરાઈટ જમીન
(C) કાંપની જમીન, લાલ-રાતી જમીન, લેટેરાઈટ જમીન, કાળી જમીન
(D) લાલ-રાતી જમીન, કાંપની જમીન, કાળી જમીન, લેટેરાઈટ જમીન
33. દામોદર નદીનો ઉપલો પ્રવાહ ……. ધરાવે છે.
(A) જ્ઞટખીણ
(B) અધોવળાંકવાળી ખીણ
(C) ઘસારણ ખીણ
(D) નિક્ષેપણ ખીણ
34. પ્રત્યેક ઋતુમાં થતાં દિવસ અને રાતના સમયગાળામાં થતા ફેરફારનું કારણ ………. છે.
(A) પૃથ્વીનું ધરીભ્રમણ
(B) પૃથ્વીનું સૂર્યની ફરતે દીર્ઘ વૃત્તાકાર કક્ષાભ્રમણ
(C) જે તે સ્થળની અક્ષાંશ સ્થિતિ
(D) પૃથ્વીનું અક્ષીયનમન સાથેનું ભ્રમણ
35. જ્યારે બીજી મોટા ભાગની વિશાળ નદીઓ પૂર્વ તરફ વહે છે, ત્યારે નર્મદા પશ્ચિમ તરફ શા માટે વહે છે ?
(1) તે રેખીય ફાટખીણ ધરાવે છે.
(2) એ વિંધ્ય અને સાપુતારાની પર્વતમાળાઓની વચ્ચે થઈને વહે છે.
(3) જમીનનો ઢોળાવે મધ્ય ભારતથી પશ્ચિમ તરફનો છે.
(A) ફક્ત 1
(B) ફક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 3
(D) 1, 2 અને ૩
36. નીચેનાં પૈકી કયું વિધાન ખોટું છે ?
(A) મહા નદી છત્તીસગઢમાંથી ઉદ્ભવે છે.
(B) ગોદાવરી નદી મહારાષ્ટ્રમાંથી ઉદ્ભવે છે.
(C) કાવેરી નદી આંધ્ર પ્રદેશમાંથી ઉદ્ભવે છે.
(D) તાપી નદી મધ્ય પ્રદેશમાંથી ઉદ્ભવે છે.
37. ભારતમાં ભરતીઓટ દ્વારા ઊર્જાશક્તિના ઉત્પાદન માટેની વિપુલ ક્ષમતા ધરાવતું સ્થળ ……. છે.
(A) મલબાર કાંઠો
(B) કોંકણ કાંઠો
(C) ખંભાતનો અખાત
(D) કોરોમંડલ કાંઠો
38. નીચેના પૈકી કયું / કયાં વિધાન | વિધાનો સાચું / સાચાં છે ?
(1) પોડુ (PODU) સ્થળાંતર ખેતી આંધ્ર પ્રદેશમાં પ્રચલિત છે.
(2) ઝૂમ (JHUM) સ્થળાંતર ખેતી મધ્ય પ્રદેશમાં પ્રચલિત છે.
(3) પેંડા (PENDA) સ્થળાંતર ખેતી કેરળમાં પ્રચલિત છે.
(A) ફક્ત 1
(B) ફક્ત 2 અને 3
(C) 1, 2 અને 3
(D) ફક્ત 1 અને 3
39. નીચેના પૈકી કયો પાક ભારતમાં સર્વ પ્રથમ જનીન સુધારા (Genetically Modified) વાળો છે ?
(A) ઘઉં
(B) Bt. રીંગણ
(C) Bt. કપાસ
(D) મકાઈ
40. …….. રાજ્ય, કર્કવૃત્ત દ્વારા વિભાજિત થતું નથી.
(A) ઓડિશા
(B) ગુજરાત
(C) પશ્ચિમ બંગાળ
(D) રાજસ્થાન
41. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી ?
(A) – પ્રોટો આસ્ટ્રેલોઇડ્સ – મધ્ય અને દક્ષિણ ભારતના મોટા ભાગના આદિજાતિના લોકોનો સમાવેશ થાય છે.
(B) મોંગોલોઇડ્સ – તેઓ ભારતના ઉત્તર-પૂર્વીય ભાગોમાં પર્વતીય વિસ્તારમાં વસવાટ કરે છે.
(C) નિગ્રિટોસ – તેઓને સૌથી જૂના રહેવાસીઓ માનવામાં આવે છે.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
42. નીચેના પૈકી કયો ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે?
(A) રાષ્ટ્રીય ધોરીમાર્ગ – 6
(B) રાષ્ટ્રીય ધોરીમાર્ગ – 14
(C) રાષ્ટ્રીય ધોરીમાર્ગ – 44
(D) રાષ્ટ્રીય ધોરીમાર્ગ – 24
43. નીચેના પૈકી કયા પ્રકારનાં જંગલોમાં સૌથી વધુ જાતિઓનું વૈવિધ્ય જોવા મળે છે ?
(A) સમશીતોષ્ણ જંગલ
(B) ઉષ્ણકટિબંધીય જંગલ
(C) સમશીતોષ્ણ પાનખર જંગલો
(D) સમશીતોષ્ણ ઘાસનાં મેદાનો
44. ગુજરાતના મેદાન અને પહાડી ખેત-આબોહવા ઉપક્ષેત્ર (Gujarat Plain and Hill Agro-Climatic Zone) સમગ્ર ગુજરાતને આવરી લે છે. તેના કેટલા પેટા આબોહવા ઉપક્ષેત્ર (sub-climatic Zone) છે?
(A) 5 ઉપક્ષેત્ર (Sub Zone)
(B) 8 ઉપક્ષેત્ર (Sub Zone)
(C) 3 ઉપક્ષેત્ર (Sub Zone)
(D) 7 ઉપક્ષેત્ર (Sub Zone)
45. ભારતના પશ્ચિમ ઘાટ ……… નાં દૃષ્ટાંત છે.
(A) ગેડ પર્વત
(B) શેષ પર્વત
(C) ખંડપૂર્વત પર્વત
(D) કાળા પર્વત
46. ભારતનું નીચેના પૈકી કયું બંદર કુદરતી બંદર નથી ?
(A) મુંબઈ
(B) કોચિન
(C) પારાદીપ
(D) મુરગાંવ
47. નીચેનાં પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(1) ભારતમાં ખરીફ મોસમ દરમિયાન મોટા ભાગે વરસાદી સ્થિતિ હેઠળ મગફ્ળીનો પાક ઉગાડવામાં આવે છે.
(2) ભારતમાં તમાકુ ફક્ત કાળા કપાસની જમીનમાં જ ઉગાડવામાં આવે છે.
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) 1 અને 2 પૈકી કોઈ નહીં.
48. ભારતમાં સૌથી મોટું અબરખ (Mica) ઉત્પાદન કરતું રાજ્ય …… છે.
(A) બિહાર
(B) ઝારખંડ
(C) આંધ્ર પ્રદેશ
(D) રાજસ્થાન
49. નીચેના પૈકી કઈ નદી લાંબામાં લાંબો પટ વિસ્તાર (river basin) ધરાવે છે ?
(A) બ્રાહ્મણી
(B) પિનાર
(C) મહી
(D) સાબરમતી
50. નીચેના પૈકી કયું રાજ્ય ‘ નેશનલ આઇલેન્ડ વેટલેન્ડ્ઝ’અંતર્ગત સૌથી વધુ વિસ્તાર ધરાવે છે ?
(A) પશ્ચિમ બંગાળ
(B) પંજાબ
(C) ગુજરાત
(D) ઉત્તર પ્રદેશ
51. નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ ઘનાચ્છાદિત નિત્ય લીલાં વન આવરણ વિસ્તાર (Dense Evergreen Forest Cover) ધરાવે છે ?
(A) મધ્ય પ્રદેશ
(B) અરુણાચલ પ્રદેશ
(C) મિઝોરમ
(D) કર્ણાટક
52. નીચેનાં પૈકી કયું વિધાન સાચું છે ?
(A) ખીણ એ પર્વતોની વચ્ચે આવેલ જમીનના નીચાણવાળું ક્ષેત્ર છે.
(B) ખીણને સમથળ બનાવવાથી લોકો ત્યાં વસવાટ કરી શકે છે અને કૃષિ પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લઈ શકાય છે.
(C) ઉપરનાં (A) તથા (B) બંને
(D) (A) તથા (B) પૈકી એકપણ નહીં.
53. દહિયા, પોક, કુમારી અને બેવાર એ નીચેનાં પૈકી કઈ વિવિધ પ્રકારની કૃષિપદ્ધતિઓનાં નામ છે ?
(A) વાણિજ્યિક ખેતી
(B) સૂકી ખેતી
(C) ફરતી ખેતી
(D) બેઠાડુ ખેતી
54. નીચેના પૈકી કઈ નદી અરબી સમુદ્રમાં ભળતી નથી?
(A) તુંગભદ્રા
(B) સાબરમતી
(C) મંડોવી
(D) નર્મદા
55. નીચેના પૈકી કર્યું / કર્યા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
(A) સરકારી દફતરે વન તરીકે નોંધાયેલા વિસ્તારને “વન વિસ્તાર” અથવા “નોંધાયેલો વનવિસ્તાર” કહેવાય છે.
(B) જે જમીનનું ક્ષેત્રફળ 1 હેક્ટર કરતાં વધુ હોય અને જ્યાં છત્રની ઘનતા 10% કરતાં વધુ હોય તેવી જમીનને, તેના માલિકાપણા અને કાયદાકીય દરજ્જાને ધ્યાને લીધા વિના, વનઆવરણ (forest cover) કહે છે,
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઇ નહીં,
56. નીચેના પૈકી કઇ જોડી ખોટી છે?
(A) ખરીફ પાક – જૂથની માર્ચ – ઉત્તરીય રાજ્યોમાં ચોખા, કપાસ, બાજરી, મકાઇ, જુવાર
(B) રવી પાક – ઓક્ટોબરથી માર્ચ – દક્ષિણ રાજ્યોમાં ચોખા, મકાઇ, જુવાર અને મગફ્ળી
(C) જાયદ પાક (ald) એપ્રિલથી જૂન ઉત્તરીય રાજ્યોમાં ફ્લો અને શાકભાજી અને દક્ષિણ રાજ્યોમાં ચોખા અને શાકભાજી
(D) ઉપરોક્ત પૈકી કોઇ નહીં,
57. નીચેના પૈકી કયું બંદર ‘બાલાડિલાની ખાણો’માંથી લોખંડની કાચી ધાતુ મેળવે છે?
(A) મોરમુગા
(B) કંડલા
(C) તુતીકોરીન
(D) વિશાખાપટ્ટનમ્
58. શુભોમાજરી, રાલેગાંવ સિદ્ધિ અને જાબુવાકોનું આદર્શ ઉદાહરણ છે ?
(A) વોટરશેડ મેનેજમેન્ટ (Watershed Management)
(B) કૉલ ડિપોઝિશન (Coal deposition)
(C) કાંપવાળી જમીન (Alluvial soil)
(D) છૂટીછવાઈ વાવણી (contour Ploughing)
59. રાજમહાલ અને દાર્જિલિંગ કોલફીસ (કોલસાનાં ક્ષેત્રો) આદર્શ ઉદાહરણ છે.
(A) ગોંડવાના હારમાળા
(B) ૩ડાપા હારમાળા
(C) વિંધ્યાચલ હારમાળા
(D) ટશિયરી હારમાળા
60. આંતરરાષ્ટ્રીય દિન રેખા પસાર કરતી વખતે વહાણોએ એમના અઠવાડિયાના દિવસોનો મેળ પાડવા માટે આવું કરવું પડે છે.
(A) પૂર્વ તરફ પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડે છે.
(B) પશ્ચિમ તરફ પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડે છે.
(C) પશ્ચિમ તરફ પસાર થતી વખતે એક દિવસ ઘટાડવો પડે છે.
(D) પૂર્વ તરફ પસાર થતી વખતે કોઇ ફેરફાર કરવો પડતો નથી.
61. હજીરા-વિજયપુર-જંગદીશપુર (HVI) પાઇપલાઇનની રચના શું પૂરું પાડવા માટે કરવામાં આવી છે?
(A) ક્રૂડ ઓઇલ
(B) રિફાઇન્ડ ઓઇલ
(C) ગેસોલીન
(D) કુદરતી ગેસ
62. સરદાર સરોવર નર્મદા નિગમ લિ. બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાય છે?
(1) સરદાર સરોવર પ્રોજેક્ટ ગુજરાતના 15 જિલ્લાઓમાં 73 તાલુકાઓના 3112 ગામÍઓમાં સિંચાઇની સુવિધાઓ પૂરી પાડશે.
(2) બે વીજમથકો, રિવરર્બડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ, અનુક્રમે 1200 MV અને 250 MV ની ક્ષમતા (Installed capacity) ધરાવે છે.
(3) તે રાજસ્થાનમાં બાડમેર અને ઝાલોરના વ્યુહાત્મક રણ જિલ્લાઓની 2,46,000 હેક્ટર જમીનને પણ સિંચાઈ પૂરી પાડશે.
(4) ઊર્જાની ત્રણ રાજ્યોમાં – મધ્ય પ્રદેશ (17%), મહારાષ્ટ્ર (27%) અને ગુજરાત (56%) – વહેંચણી થશે,
(A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 2 અને 4
(C) ફક્ત 1, 2 અને 3
(D) 1, 2, 3 અને 4
63. ભારતમાં ઠંડા રણનું જીવમંડળ ક્યાં આવેલું છે ?
(A) ઉત્તરાખંડ
(B) હિમાચલ પ્રદેશ
(C) જમ્મુ-કાશ્મીર
(D) સિક્કિમ
64. ભારતનાં બંકરો અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(A) કોચીન પોર્ટ – કેરળ
(B) પારાદીપ પોર્ટ – ઓડિશા
(C) જવાહરલાલ નહેરુ પોર્ટ (નેવાશીવા પોર્ટ) – મહારાષ્ટ્ર
(D) તુતીકોરીને પોર્ટ – આંધ્ર પ્રદેશ
65. દેશમાં આવેલ અણુશક્તિ આધારિત પાવર પ્લાન્ટ (Atomic Power Plant) અને સંબંધિત રાજ્યોની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(A) કાકરાપાર પાવર સ્ટેશન – ગુજરાત
(B) કઈગા (Kaiga) પાવર પ્લાન્ટ – કર્ણાટક
(C) નરોરા પાવર સ્ટેશન – રાજસ્થાન
(D) તારાપુર પાવર સ્ટેશન – મહારાષ્ટ્ર
66. “સાબરમતી અને જમુના” એ કયા પાકની નવી જાતો છે ?
(A) ઘઉં
(B) ચોખા
(B) તેલીબિયાં
(D) કઠોળ
67. નીચેનાં પૈકી કયા પાકમાં, ખેતરમાં પાણી ભરાઈ રહે (requirs wcatelogging) તે જરૂરી છે.
(A) ઘઉં
(B) કોફી
(C) ચોખા
(D) રાઈ (Mustard)
68. નીચેનામાંથી કયાં/કયું વિધાન સાચાં/સાચું નથી ?
(1) પશ્ચિમઘાટનો ઉત્તરભાગ સહ્યાદ્રિ પર્વતમાળા તરીકે ઓળખાય છે.
(2) પશ્ચિમઘાટ મહારાષ્ટ્રથી શરૂ થાય છે.
(3) પશ્ચિમઘાટ કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) માત્ર 2
(B) 2 અને 3
(C) 1 અને 3
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ
69. ગંગા નદીની સમૃદ્ધિ જૈવવિવિધતાને જાળવવા નીચેના પૈકી કયા સ્થળે કાચબા અભયારણ્ય સ્થાપવામાં આવ્યું છે ?
(A) હરિદ્વાર
(B) કાનપુર
(C) અલાહાબાદ
(D) વારાણસી
70. નીચેના પૈકી કયા કારણસર પશ્ચિમઘાટથી પશ્ચિમ તરફ વહેતી મોટા ભાગની નદીઓ નદીમુખ-ભૂમિ/ડેલ્ટા રચતી નથી ?
(A) જમીનના ધોવાણના અભાવે ડેલ્ટા રચાતા નથી.
(B) ઊભા ઢાળને કારણે ડેલ્ટા રચાતા નથી.
(C) વનસ્પતિ-વિમુક્ત વિસ્તારના અભાવે ડેલ્ટા રચાતા નથી.
(D) ઓછા વેગને કારણે ડેલ્ટા રચાતા નથી.
71. નીચેનામાં કયાં સ્થળો મોટા ઔધોગિક વિસ્તાર નથી ?
(A) જયપુર – અજમેર ઔધોગિક વિસ્તાર
(B) અમદાવાદ – વડોદરા ઔધોગિક વિસ્તાર
(C) ગુડગાંવ – દિલ્હી – મેરઠ ઔધોગિક વિસ્તાર
(D) વિશાખાપટ્ટનમ – ગુંટુર ઔદ્યોગિક વિસ્તાર
72. નીચેની પૈકી કઈ લોહ અયસ્ક સામાન્ય રીતે ભારતમાં મળી આવે છે?
(1) મેગ્નેટાઈટ
(2) હિમેટાઈટ
(3) લિમોનાઈટ
(4) ટરગાઈટ
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) માત્ર 1
(B) 2 અને 3
(C) 1, 2 અને 3
(D) 1,2,3 અને 4
73. ભારતીય હિમાલય અને દ્વીપક્વીય નદીઓના સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી ક્યાં વિધાનો ખરાં છે?
(1) બ્રહ્મપુત્રા પૂર્વવતી નદી છે.
(2) હિમાલયની નદીઓના પ્રવાહ મોટે ભાગે સીધા છે.
(3) દ્વીપકલ્પીય નદીઓનું વહેણ સર્પાકારે હોય છે.
(4) દ્વીપકલ્પીય નદીઓનાં ખીણવહેણ ઊંડા હોતાં નથી.
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 4
(C) ફ્ક્ત 2 અને 3
(D) ફક્ત 1 અને 3
74. નીચે આપેલાં કર્યું(યાં) વિધાન(નો) ખરાં) છે?
(1) ઓનમ સ્થળાંતર ખેતી કેરળમાં કરવામાં આવે છે.
(2) પોડુ સ્થળાંતર ખેતી આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં કરવામાં આવે છે.
(3) ઝૂમ સ્થળાતર ખેતી મધ્ય પ્રદેશમાં કરવામાં આવે છે.
(4) પેંડા સ્થળાંતર ખેતી આસામમાં કરવામાં આવે છે.
(A) ફક્ત 2
(B) ફક્ત 3 અને 4
(C) ફક્ત 1 અને 2
(D) ફક્ત 1
75. નીચે આપેલી એડઓમાંથી ઈ ડ ર રહે જેહમ આવી છે ?
(1) નૈનિતાલ સરોવર – ભૂગર્ભિક આર્થભૂમિ
(2) લોક્નક સરોવર – ગોપુર / નળાકાર અર્ધભૂમિ
(3) લોનાર સરોવર – અગ્નિમુખ આર્યભૂમિ
(4) ચિલ્કા સરોવર – લગ્ન અર્ધભૂમિ
(A) ફ્ક્ત 2 અને 3
(B) ફ્ક્ત 2 અને 4
(C) ફક્ત 1, 2 અને 4
(D) 1, 2, 3 અને 4
76. કાંપની જમીન બાબતે નીચે આપેલાં વિધાનોમાંથી ક્યાં વિધાન ખરાં છે ?
(1) રાજસ્થાનનાં શુષ્ક પ્રદેશોને બાદ કરતા સમગ્ર મોટાં ઉત્તરીય મેદાનો કાંપની જમીન ધરાવે છે.
(2) આ જમીન ફળદ્રુપ છે અને ઘઉં અને ડાંગર ઉગાડવા માટે વપરાય છે.
(3) આ જમીનને રેગુર (regur) તરીકે પણ ઓળખવામાં આવે છે.
(A) ફ્ક્ત 1 અને 2
(B) 1, 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) ફક્ત 2 અને 3
77. નીચેના પૈકી કયા પ્રકારનાં જંગલોમાં સૌથી વધુ પ્રજાતિઓની વિવિધતા જોવા મળે છે?
(A) સમશીતોષ્ણ જંગલો
(B) ઉષ્ણકટિબંધીય જંગલો
(C) સમશીતોષ્ણ પાનખરનાં જંગલો
(D) સમશીતોષ્ણ ઘાસનાં મેદાનો
78. સૌથી વધુ સંખ્યામાં ભારતીય ટાપુઓ ………….. માં આવેલા છે.
(A) બંગાળની ખાડી
(B) અરબી સમુદ્ર
(C) મનારનો અખાત
(D) સૂંથિલ સમુદ્ર
79. દરિયાઈ રાષ્ટ્રીય ઉધાનો સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી (ચર્ચા) વિધાન(નો) ખરું(રાં) છે?
(1) કચ્છના અખાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉધાન અખાતના દક્ષિણ કિનારે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લા પાસે છે અને તે ભારતનો પહેલો રાષ્ટ્રીય દરિયાઈ ઉધાન છે.
(2) ગહિરમાથા એ ઓડિશાનું પ્રથમ અને એક માત્ર રાષ્ટ્રીય દરિયાઈ અભયારણ્ય છે કે જ્યાં મોટી સંખ્યામાં ઓલિવ રિડલી સમુદ્રી કાચબા સ્થળાંતર કરે છે.
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) બંને 1 અને 2
(D) કોઈ પણ નહીં
80. પશ્ચિમ ઘાટ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં) વિધાન(નો) ખરું(રાં) છે ?
(1) પશ્ચિમ ઘાટ ભારતના પશ્ચિમકિનારે ચોમાસાના વરસાદનું મુખ્ય કારણ છે.
(2) પશ્ચિમ ઘાટને તામિલનાડુમાં સહ્યાદ્રિ અને તેલંગાણામાં નીલગિરિ પર્વતો તરીકે ઓળખવામાં આવે છે.
(3) પશ્ચિમ ઘાટની ઊંચાઈ ઉત્તરથી દક્ષિણ તરફ ઘટે છે.
(A) ફક્ત 1
(B) ફક્ત 1 અને 2
(C) ફ્ક્ત 2 અને 3
(D) ફક્ત 2
81. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને તેલંગાણા આ પાંચ દક્ષિણનાં રાજ્યો પૈકી કયાં રાજ્ય(યો) ભારતનાં સૌથી વધુ રાજ્યો સાથે સીમા ધરાવે છે?
(A) ફક્ત તેલંગાણા
(B) ફ્ક્ત કર્ણાટક
(C) આંધ્ર પ્રદેશ અને તેલંગાણા
(D) તામિલનાડુ અને કેરળ
82. કોઈ પણ વિસ્તારના ચોખ્ખા વાવેતર વિસ્તાર (NSA)ના સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(ય) વિધાનનો) ખરું(રા) છે?
(1) ચોખ્ખા વાવેતર વિસ્તાર અને એકથી વધુ વાર વાવેતર થયેલ હોય એવા વિસ્તારને કુલ વાવેતર વિસ્તાર કહેવામાં આવે છે.
(2) કુલ જમીન વિસ્તાર કે જેમાં પાક ઉગાડવામાં આવે છે તેને ચોખ્ખો વાવેતર વિસ્તાર કહેવામાં આવે છે.
(3) ભારતમાં અહેવાલિત કુલ વિસ્તારનો લગભગ 47% વિસ્તાર ચોખ્ખો વાવેતર વિસ્તાર છે.
(A) ફક્ત 1
(B) ફક્ત 1 અને 2
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
83. અદામાન ટાપુની મોટા ભાગની આદિજાતિ વસ્તી …….. છે.
(A) ઓસ્ટ્રેલોઇડ વંશ
(B) કિંસોઇડ વંશ
(C) મોંગોલોઇડ વંશ
(D) નેગ્રીટો વંશ
84. ભારતમાં જંગલો વિશેનાં નીચે આપેલાં વિધાનોમાંથી કર્યા વિધાનો ખરાં છે?
(1) ભારતના ઉષ્ણકટિબંધીય નિત્યલીલાં જંગલોના મુખ્ય વિસ્તારોમાં પશ્ચિમ ઘાટ, શિલોંગના ઉચ્ચ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ છે,
(2) ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં મુખ્ય વૃક્ષો, સાગ, સાલ, આંબો, વાંસ અને ચંદન છે.
(3) ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલોને પાવસ જંગલો પણ કહેવામાં આવે છે
(4) 1988ની રાષ્ટ્રીય વનનીતિએ કુલ ભૌગોલિક વિસ્તારમાં 33% વન/વૃક્ષ આવરણ હેઠળ રાખવાની ભલામણ કરી.
(A) ફક્ત 1, 2 અને 3
(B) ફ્ક્ત 1, 2 અને 4
(C) ફક્ત 2, 3 અને 4
(D) ફક્ત 2, 3
85. પરવાળાના ખરાબા (Coral Reefs) સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
(1) પરવાળાના ખરાબા (Coral Reefs) સમુદ્રમાં પ્રજાતિઓની વિવિધતા અને જૈવિક ઉત્પાદકતાના સંદર્ભમાં ઉષ્ણકટિબંધીય જંગલોનાં પ્રતિરૂપ છે.
(2) ભારતના મુખ્ય પરવાળાની (Reefs) રચનાઓ મન્નારનો અખાત, પાલખાડી, કચ્છનો અખાત, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ ટાપુઓ પૂરતી મર્યાદિત છે.
(3) ભારતના બધા પરવાળાના ખરાબાઓ, પરાતટીય ખરાબાઓ (ફ્રિંજિગ રીફ) છે.
(4) કચ્છના અખાતની પરવાળ રચના હિંદ મહાસાગરમાં પરવાળની આત્યંતિક ઉત્તરીય સીમા દર્શાવે છે.
(A) ફક્ત 1, 2 અને 3
(B) ફ્ક્ત 1, 2 અને 4
(C) ફક્ત 2, 3 અને 4
(D) ફક્ત 2 અને 3
86. નીચે આપેલી જોડીઓમાંથી કઇ જોડી(ઓ) ખરી નથી?
(1) નાથુ લા પાસ – સિક્કિમ અને તિબેટ
(2) પાલક્કાડ ગેપ પાસ – કેરળ અને તામિલનાડુ
(3) શિપકી લા પાસ – અરુણાચલ પ્રદેશ અને ચીન
(4) જોજી લા પાસ – કાશ્મીર ઘાટી અને લડાખ
(A) ફક્ત 1
(B) ફક્ત 3
(C) ફક્ત 1 અને 2
(D) ફક્ત 2 અને 4
87. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન ખરું નથી?
(A) સિંધુ નદીનો ઉદ્બલ તિબેટ ઉચ્ચ પ્રદેશ ઉપર થાય છે.
(B) જેલમ નદીનો ઉદ્ભવ કાશ્મીર ઘાટીમાં થાય છે.
(C) રાવી નદી હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી ઉદ્ભવે છે.
(D) સતલજ રોહતંગ પફ્સમાંથી ઉદ્ભવે છે.
88. નીચેની પૈકી કઈ નદીઓનાં ઉદ્ભવસ્થાન ભારતની બહાર છે ?
(A) બ્રહ્મપુત્ર, ગંગા અને સતલજ
(B) બ્રહ્મપુત્ર, કોશી અને લોહિત
(C) બ્રહ્મપુત્ર, સિંધુ અને યમુના
(D) બ્રહ્મપુત્ર, સરયૂ અને લોહિત
89. ભારતમાં નીચેનાં પૈકી ક્યા સામાજિક માળખાંનાં ભાગ છે?
(1) પરિવહન
(2) આવાસ
(3) આરોગ્ય, સ્વચ્છતા
(4) ઊર્જા
(5) શિક્ષણ
(A) ફ્ક્ત 2, 3 અને 5
(B) ફ્ક્ત 1, 2 અને 4
(C) ફ્ક્ત 1 અને 3
(D) ફ્ક્ત 1, 2, 3 અને 5
90. નીચેના પૈકી ક્યું રાજ્ય કર્કવૃત્ત દ્વારા વિભાજિત થતું નથી?
(A) ઓડિશા
(B) ગુજરાત
(C) પશ્ચિમ બંગાળ
(D) રાજસ્થાન
91. નીચેના પૈકી ક્યા પાક ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી?
(A) બાજરી અને ડાંગર
(B) મકાઈ અને જુવાર
(C) જવ અને રાઈ
(D) જુવાર અને ડાંગર
92. ભારતમાં આવેલા જંગલોના સંદર્ભમાં નીચેના પૈકી/ક્યા વિધાન/વિધાનો સાચું સાચાં છે ?
(1) ઉષ્ણકટિબંધીય લીલાં જંગલો એ ચોમાસું જંગલો તરીકે પણ ઓળખાય છે.
(2) ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો એ ભારતમાં સૌથી વ્યાપક જંગલો છે.
નીચે આપેલા કોડમાંથી યોગ્ય કોડ પસંદ કરી જવાબ આપો.
(A) માત્ર 1
(B) માત્ર 2
(C) 1 અને 2 બંને
(D) 1 અને 2 બંને ખોટાં છે.
93. ભારતમાંથી નીચેના પૈકી ક્યા SAARC દેશની મુલાકાત લેતી વખતે, તમારે ઘડિયાળના સમયને બંધબેસતો ગોઠવવો પડતો નથી ?
(A) બાંગલાદેશ
(B) નેપાળ
(C) પાકિસ્તાન
(D) શ્રીલંકા
94. ભારતના નીચેના પૈકી ક્યા ક્ષેત્રમાં ઉનાળુ વરસાદ સૌપ્રથમ આવે છે ?
(A) હિમાલય ક્ષેત્ર
(B) પૂર્વ ઘાટ
(C) પશ્ચિમ ઘાટ
(D) ઈન્ડો-ગેંગેગિક મેદાનો (The Indo-Gangetic Plains)
95. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
(A) ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિની કોઈ વ્યાખ્યા (સ્પષ્ટ રૂપરેખા) આપવામાં આવી નથી.
(B) ઉત્તર-પૂર્વ ભારત એ દેશની આદિવાસી વસ્તીના અડધાથી થોડાક વધારે જેટલી વસ્તી ધરાવે છે.
(C) તોડા તરીકે ઓળખાતા લોકો નીલગિરિ ક્ષેત્રમાં રહે છે.
(D) લોથા એ નાગાલેન્ડમાં બોલાતી ભાષા છે.
96. નીચે પૈકી કયાં વાક્યો યોગ્ય છે?
1. ભારતનું સ્થાન ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે.
2. ભારત 8*થી 37° ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે,
3. દેશનાં કેટલાંક સ્થળો દરિયાકિનારેથી લગભગ 1500 કિલોમીટર કરતાં વધારે અંતરે આવેલાં છે.
4. ભારતમાં વરસાદનો આધાર મોસમી પવન ઉપર નથી.
(A) 1, 2, 3 અને 4
(B) 1, 3, 4
(C) 1, 2 અને 4
(D) 1, 2 અને 3
97. ભારતનું રાજ્ય અને કુદરતી સરોવરની વિગતો દર્શાવતાં જોડકાંઓ પૈકી કયું જોડકું યોગ્ય નથી?
(A) કાશ્મીર – વુલર સરોવર
(B) આંધ્ર પ્રદેશ – કોલાર સરોવર
(C) તામિલનાડુ – પુલીકટ સરોવર
(D) રાજસ્થાન – દાલ સરોવર
98. નીચે જણાવેલ બંદરો (Port) અને રાજ્યોનાં જોડકાંઓ પૈકી કયું જોડકું યોગ્ય નથી?
(A) દીનદયાળ પોર્ટ – ગુજરાત
(B) પેરામ્બુર પોર્ટ – કર્ણાટક
(C) કોચીન પોર્ટ – તામિલનાડુ
(D) પોર્ટ બ્લેઅર – આંદામાન
99. નીચેના પૈકી ક્યું તળાવ માનવસર્જિત (Man made) છે?
(A) કોલ્લીરુ (Kolleru) – આંધ્ર પ્રદેશ
(B) કોડાઈ કેનાલ (Kodai Kenal) – તામિલનાડુ
(C) નૈનિતાલ (Nainital) – ઉત્તરાખંડ
(D) રેણુકા (Renuka) – હિમાચલ પ્રદેશ
100. સ્ટેડિયમ અને સંબંધિત શહેરનાં જોડકાંઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
(A) વાનખેડે સ્ટેડિયમ – મુંબઈ
(B) નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ – કોલકાતા
(C) ગ્રીન પાર્ક સ્ટેડિયમ – નાગપુર
(D) ધ્યાનચંદ સ્ટેડિયમ – લખનઉ
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here